01-05-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે સિદ્ધ કરીને બતાવો કે બેહદનાં બાપ આપણા બાપ પણ છે , શિક્ષક પણ છે અને સદ્દગુરુ પણ છે , એ સર્વવ્યાપી ન હોઈ શકે”

પ્રશ્ન :-
આ સમયે દુનિયામાં અતિ દુઃખ કેમ છે? દુઃખ નું કારણ સંભળાવો.

ઉત્તર :-
આખી દુનિયા પર આ સમયે રાહુની દશા છે, આ જ કારણે દુઃખ છે. વૃક્ષપતિ બાપ જ્યારે આવે છે તો બધાં પર બૃહસ્પતિ ની દશા બેસે છે. સતયુગ-ત્રેતા માં બૃહસ્પતિની દશા છે, રાવણ નું નામ-નિશાન નથી એટલે ત્યાં દુઃખ હોતું નથી. બાપ આવ્યા છે સુખધામ ની સ્થાપના કરવા, એમાં દુઃખ હોઈ ન શકે.

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકોને રુહાની બાપ સમજાવે છે કારણ કે બધાં બાળકો આ જાણે છે - આપણે આત્મા છીએ, પોતાનાં ઘર થી આપણે ખૂબ દૂર થી અહીં આવીએ છીએ. આવીને આ શરીરમાં પ્રવેશ કરીએ છીએ, પાર્ટ ભજવવાં. પાર્ટ આત્મા જ ભજવે છે. અહીં બાળકો બેઠાં છે પોતાને આત્મા સમજી બાપની યાદ માં કારણ કે બાપે સમજાવ્યું છે યાદ થી આપ બાળકોનાં જન્મ-જન્માંન્તર નાં પાપ ભસ્મ થશે. આને યોગ પણ ન કહેવું જોઈએ. યોગ તો સંન્યાસી લોકો શીખવાડે છે. સ્ટુડન્ટ નો ટીચર સાથે પણ યોગ હોય છે, બાળકોનો બાપ સાથે યોગ હોય છે. આ છે આત્માઓ અને પરમાત્મા નો અર્થાત્ બાળકો અને બાપ નો મેળો. આ છે કલ્યાણકારી મિલન. બાકી તો બધાં છે અકલ્યાણકારી. પતિત દુનિયા છે ને? તમે જ્યારે પ્રદર્શન અથવા મ્યુઝિયમ માં સમજાવો છો તો આત્મા અને પરમાત્મા નો પરિચય આપવાનું ઠીક છે. આત્માઓ બધાં બાળકો છે અને એ છે પરમપિતા પરમ આત્મા જે પરમધામ માં રહે છે. કોઈ પણ બાળકો પોતાનાં લૌકિક બાપ ને પરમપિતા નહીં કહેશે. પરમપિતા ને દુઃખ માં જ યાદ કરે છે-હે પરમપિતા પરમાત્મા. પરમ આત્મા રહે જ છે પરમધામ માં. હવે તમે આત્મા અને પરમાત્મા નું જ્ઞાન તો સમજાવો છો તો ફક્ત આ નથી સમજાવવાનું કે બે બાપ છે. એ બાપ પણ છે, શિક્ષક પણ છે-આ જરુર સમજાવવાનું છે. આપણે બધાં ભાઈ-ભાઈ છીએ, એ સર્વ આત્માઓનાં બાપ છે. ભક્તિમાર્ગ માં બધાં ભગવાન, બાપ ને યાદ કરે છે કારણ કે ભગવાન પાસેથી ભક્તિનું ફળ મળે છે અથવા બાપ પાસે થી બાળકો વારસો લે છે. ભગવાન ભક્તિ નું ફળ આપે છે બાળકોને. શું આપે છે? વિશ્વનાં માલિક બનાવે છે. પરંતુ તમારે ફક્ત બાપ નથી સિદ્ધ કરવાનાં. એ બાપ પણ છે તો શિક્ષા આપવા વાળા પણ છે, સદ્દગુરુ પણ છે. એવું સમજાવો તો સર્વવ્યાપી નો ખ્યાલ ઉડી જાય. આ એડ કરો (ઉમેરો). એ બાબા જ્ઞાન નાં સાગર છે. આવીને રાજયોગ શીખવાડે છે. બોલો, એ ટીચર પણ છે શિક્ષા આપવા વાળા, તો પછી સર્વવ્યાપી કેવી રીતે હોય શકે? ટીચર જરુર અલગ છે, સ્ટુડન્ટ અલગ છે. જેવી રીતે બાપ અલગ છે, બાળકો અલગ છે. આત્માઓ પરમાત્મા બાપ ને યાદ કરે છે, એમની મહિમા પણ કરે છે. બાપ જ મનુષ્ય સૃષ્ટિનું બીજરુપ છે. એ આવીને આપણને મનુષ્ય સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન સંભળાવે છે. બાપ સ્વર્ગની સ્થાપના કરે છે, આપણે સ્વર્ગવાસી બનીએ છીએ. સાથે-સાથે આ પણ સમજાવો છો કે બે બાપ છે. લૌકિક બાપે પાલના કરી પછી ટીચર ની પાસે જવું પડે છે ભણવા માટે. પછી ૬૦ વર્ષ પછી વાનપ્રસ્થ અવસ્થા માં જવા માટે ગુરુ કરવા પડે છે. બાપ, ટીચર, ગુરુ અલગ-અલગ હોય છે. આ બેહદનાં બાપ તો સર્વ આત્માઓનાં બાપ છે, જ્ઞાન સાગર છે. મનુષ્ય સૃષ્ટિનાં બીજરુપ સત્-ચિત્-આનંદ સ્વરુપ છે. સુખ નાં સાગર, શાંતિ નાં સાગર છે. એમની મહિમા શરુ કરી દો કારણ કે દુનિયામાં મતભેદ ખૂબ છે ને? સર્વવ્યાપી જો હોય તો પછી ટીચર બનીને ભણાવશે કેવી રીતે? પછી સદ્દગુરુ પણ છે, બધાને ગાઈડ બનીને લઈ જાય છે. શિક્ષા આપે છે અર્થાત્ યાદ શીખવાડે છે. ભારત નો પ્રાચીન રાજયોગ પણ ગવાયેલો છે. જૂના માં જૂનો છે સંગમયુગ. નવી અને જૂની દુનિયાની વચ્ચે. તમે સમજો છો આજ થી ૫ હજાર વર્ષ પહેલાં બાપે આવીને પોતાનાં બનાવ્યા હતાં અને આપણા ટીચર-સદ્દગુરુ પણ બન્યા હતાં. એ ફક્ત આપણા બાબા નથી, એ તો જ્ઞાનનાં સાગર છે અર્થાત્ ટીચર પણ છે, આપણને શિક્ષા આપે છે. સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય સમજાવે છે કારણ કે બીજરુપ, વૃક્ષપતિ છે. એ જ્યારે ભારત માં આવે છે ત્યારે ભારત પર બૃહસ્પતિ ની દશા બેસે છે. સતયુગ માં બધાં સદા સુખી દેવી-દેવતાઓ હોય છે. બધાં પર બૃહસ્પતિની દશા બેસે છે. જ્યારે ફરી દુનિયા તમોપ્રધાન થાય છે તો બધાં પર રાહુની દશા બેસે છે. વૃક્ષપતિ ને કોઈ પણ જાણતું નથી. ન જાણવાથી પછી વારસો કેવી રીતે મળી શકે?

તમે અહીં જ્યારે બેસો છો તો અશરીરી થઈને બેસો. આ તો જ્ઞાન મળ્યું છે-આત્મા અલગ છે, ઘર અલગ છે. પ તત્વો નું પૂતળું (શરીર) બને છે, એમાં આત્મા પ્રવેશ કરે છે. બધાનો પાર્ટ નોંધાયેલો છે. પહેલાં-પહેલાં મુખ્ય વાત આ સમજાવવાની છે કે બાપ સુપ્રીમ બાપ છે, સુપ્રીમ ટીચર છે. લૌકિક બાપ, ટીચર, ગુરુ નો કોન્ટ્રાસ્ટ (તફાવત) બતાવવાથી ઝટ સમજશે, ડિબેટ (વિવાદ) નહીં કરશે. આત્માઓનાં બાપ માં પૂરું જ્ઞાન છે. આ ખૂબી છે. એ જ આપણને રચના નાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય સમજાવે છે. આગળ ઋષિ-મુનિ વગેરે તો કહેતા હતાં અમે રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ને નથી જાણતા કારણ કે એ સમયે તે સતો હતાં. દરેક વસ્તુ સતોપ્રધાન, સતો, રજો તમો માં આવે જ છે. નવી થી જૂની જરુર થાય છે. તમને આ સૃષ્ટિ ચક્ર ની આયુ ની પણ ખબર છે. મનુષ્ય આ ભૂલી ગયા છે કે આની આયુ કેટલી છે. બાકી આ શાસ્ત્ર વગેરે બધાં ભક્તિમાર્ગ માટે બનાવે છે. ખૂબ ગપ્પા લખી દીધાં છે. બધાનાં બાપ તો એક જ છે. સદ્દગતિ દાતા એક છે. ગુરુ અનેક છે. સદ્દગતિ કરવાવાળા સદ્દગુરુ એક જ હોય છે. સદ્દગતિ કેવી રીતે થાય છે-એ પણ તમારી બુદ્ધિમાં છે. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ને જ સદ્દગતિ કહેવાય છે. ત્યાં થોડા મનુષ્ય જ હોય છે. હમણાં તો કેટલાં અસંખ્ય મનુષ્ય છે. ત્યાં તો ફક્ત દેવતાઓનું રાજ્ય હશે. પછી રાજધાની ની વૃદ્ધિ થાય છે. લક્ષ્મી-નારાયણ ધ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ચાલે છે. જ્યારે ફર્સ્ટ હશે તો કેટલાં થોડા મનુષ્ય હશે! આ વિચારો પણ ફક્ત તમારા ચાલે છે. આ આપ બાળકો સમજો છો ભગવાન આપ સર્વ આત્માઓનાં બાપ એક જ છે. એ છે બેહદ નાં બાપ. હદ નાં બાપ પાસેથી હદ નો વારસો મળે છે, બેહદ નાં બાપ પાસેથી બેહદનો વારસો મળે છે-૨૧ પેઢી સ્વર્ગની બાદશાહી. ૨૧ પેઢી અર્થાત્ જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે શરીર છોડે છે. ત્યાં પોતાને આત્મા જાણે છે. અહીં દેહ-અભિમાની હોવાનાં કારણે જાણતા નથી કે આત્મા જ એક શરીર છોડી બીજું લે છે. હવે દેહ-અભિમાનીઓને આત્મ-અભિમાની કોણ બનાવે? આ સમયે એક પણ આત્મ-અભિમાની નથી. બાપ જ આવીને આત્મ-અભિમાની બનાવે છે. ત્યાં આ જાણે છે આત્મા એક મોટું શરીર છોડી નાનું બાળક જઈને બનશે. સાપ નું પણ દૃષ્ટાંત છે, આ સાપ, ભમરી વગેરે નાં દૃષ્ટાંત બધાં અહીંના છે અને આ સમય નાં છે. જે પછી ભક્તિમાર્ગ માં પણ કામ માં આવે છે. હકીકત માં બ્રાહ્મણીઓ તો તમે છો જે વિષ્ટા નાં કીડા ને ભૂઁ-ભૂઁ કરી મનુષ્ય થી દેવતા બનાવી દો છો. બાપ માં નોલેજ છે ને? એ જ જ્ઞાન નાં સાગર છે, શાંતિ નાં સાગર છે. બધાં શાંતિ માંગતા રહે છે. શાંતિ દેવા… કોને પોકારે છે? જે શાંતિ નાં દાતા અથવા સાગર છે, એમની મહિમા પણ ગાય છે પરંતુ અર્થ રહિત. કહી દે છે, સમજતા કંઈ પણ નથી. બાપ કહે છે આ વેદ-શાસ્ત્ર વગેરે બધાં ભક્તિમાર્ગ નાં છે. ૬૩ જન્મ ભક્તિ કરવાની જ છે. કેટલાં અસંખ્ય શાસ્ત્ર છે? હું કોઈ શાસ્ત્ર વાંચવાથી નથી મળતો. મને પોકારે પણ છે આવીને પાવન બનાવો. આ છે તમોપ્રધાન કિચડા ની દુનિયા જે કોઈ કામની નથી. કેટલું દુઃખ છે? દુઃખ ક્યાંથી આવ્યું? બાપે તો તમને ખૂબ સુખ આપ્યું હતું પછી તમે સીડી કેવી રીતે ઉતર્યા? ગવાય પણ છે જ્ઞાન અને ભક્તિ. જ્ઞાન બાપ સંભળાવે છે, ભક્તિ રાવણ શીખવાડે છે. નથી બાપ દેખાતા, નથી રાવણ દેખાતો. બંને ને આ આંખો થી નથી જોઈ શકાતાં. આત્માને સમજાય છે. આપણે આત્મા છીએ તો આત્મા નાં બાપ પણ જરુર છે. બાપ પછી ટીચર પણ બને છે, બીજું આવું કોઈ હોતું જ નથી.

હમણાં તમે ૨૧ જન્મો માટે સદ્દગતિ મેળવી લો છો, પછી ગુરુ ની જરુર જ નથી રહેતી. બાપ સર્વ નાં બાપ પણ છે, તો શિક્ષક પણ છે, ભણાવવા વાળા. સર્વની સદ્દગતિ કરવા વાળા સદ્દગુરુ સુપ્રીમ ગુરુ પણ છે. ત્રણેય ને તો સર્વવ્યાપી કહી ન શકાય. એ તો સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય બતાવે છે. મનુષ્ય યાદ પણ કરે છે-હે પતિત-પાવન, સર્વ નાં સદ્દગતિ દાતા આવો, સર્વ નાં દુઃખ હરો, સુખ આપો. હે ગોડફાધર, હે લિબ્રેટર. પછી અમારા ગાઈડ પણ બનો-લઈ જવા માટે. આ રાવણ રાજ્ય થી લિબ્રેટ કરો. રાવણ રાજ્ય કોઈ લંકા માં નથી. આ આખી ધરતી જે છે, એમાં આ સમયે રાવણ રાજ્ય છે. રામ રાજ્ય ફક્ત સતયુગ માં જ હોય છે. ભક્તિમાર્ગ માં મનુષ્ય કેટલાં મુંઝાઈ ગયા છે?

હમણાં તમને શ્રીમત મળી રહી છે શ્રેષ્ઠ બનવા માટે. સતયુગ માં ભારત શ્રેષ્ટાચારી હતું, પૂજ્ય હતું. હજી સુધી પણ એમને પૂજતા રહે છે. ભારત પર બૃહસ્પતિ ની દશા હતી તો સતયુગ હતો. હમણાં રાહુની દશામાં જુઓ ભારત ની શું હાલત થઈ ગઈ છે. બધાં અનરાઈટીયસ બની ગયાં છે. બાપ રાઈટીયસ બનાવે છે, રાવણ અનરાઈટીયસ બનાવે છે. કહે પણ છે રામરાજ્ય જોઈએ. તો રાવણ રાજ્ય માં છે ને? નર્કવાસી છે. રાવણ રાજ્ય ને નર્ક કહેવાય છે. સ્વર્ગ અને નર્ક અડધું-અડધું છે. આ પણ આપ બાળકો જ જાણો છો. રામરાજ્ય કોને અને રાવણ રાજ્ય કોને કહેવાય છે? તો પહેલાં-પહેલાં આ નિશ્ચય બુદ્ધિ બનાવવાનાં છે. એ આપણા બાપ છે, આપણે સર્વ આત્માઓ બ્રધર્સ છીએ. બાપ પાસેથી બધાને વારસો મેળવવાનો હક છે. મળ્યો હતો. બાપે રાજયોગ શિખવાડીને સુખધામ નાં માલિક બનાવ્યા હતાં. બાકી બધાં ચાલ્યાં ગયાં શાંતિધામ. આ પણ બાળકો જાણે છે વૃક્ષપતિ છે ચૈતન્ય. સત્-ચિત્-આનંદ સ્વરુપ છે. આત્મા સત્ય પણ છે, ચૈતન્ય પણ છે. બાપ પણ સત્ છે, ચૈતન્ય છે, વૃક્ષપતિ છે. આ ઉલ્ટું ઝાડ છે ને? આનું બીજ ઉપર છે. બાપ જ આવીને સમજાવે છે જ્યારે તમે તમોપ્રધાન બની જાઓ છો ત્યારે બાપ સતોપ્રધાન બનાવવા આવે છે. હિસ્ટ્રી-જોગ્રોફી રીપીટ થાય છે. હવે તમને કહે છે હિસ્ટ્રી-જોગ્રોફી… અંગ્રેજી શબ્દ નહીં બોલો. હિન્દી માં કહેવાશે ઇતિહાસ-ભૂગોળ. અંગ્રેજી માં તો બધાં લોકો ભણે જ છે. સમજે છે ભગવાને ગીતા સંસ્કૃત માં સંભળાવી. હવે શ્રીકૃષ્ણ સતયુગ નાં પ્રિન્સ. ત્યાં આ ભાષા હતી, એવું તો લખેલું નથી. ભાષા છે જરુર. જે-જે રાજા હોય છે એની ભાષા પોતાની હોય છે. સતયુગી રાજાઓની ભાષા પોતાની હશે. સંસ્કૃત ત્યાં નથી. સતયુગ નાં રીત-રિવાજ જ અલગ છે. કળિયુગી મનુષ્યો નાં રીત-રિવાજ અલગ છે. તમે બધી મીરાઓ છો, જે કળિયુગી લોક-લાજ, કુળ ની મર્યાદા પસંદ નથી કરતી. તમે કળિયુગી લોક-લાજ છોડો છો તો ઝઘડા કેટલાં થાય છે? તમને બાપે શ્રીમત આપી છે-કામ મહાશત્રુ છે, આનાં પર જીત પ્રાપ્ત કરો. જગતજીત બનવા વાળાનું આ ચિત્ર પણ સામે છે. તમને તો બેહદનાં બાપ પાસેથી સલાહ મળે છે કે વિશ્વ માં શાંતિ સ્થાપન કેવી રીતે થશે? શાંતિ દેવા કહેવાથી બાપ જ યાદ આવે છે. બાપ જ આવીને કલ્પ-કલ્પ વિશ્વ માં શાંતિ સ્થાપન કરે છે. કલ્પ ની આયુ લાંબી કરી દેવાથી મનુષ્ય કુંભકરણ ની નિદ્રા માં જાણે કે સૂતેલા છે.

પહેલાં-પહેલાં તો મનુષ્યો ને આ પાક્કો નિશ્ચય કરાવો કે એ આપણા બાપ પણ છે, ટીચર પણ છે. ટીચર ને સર્વવ્યાપી કેવી રીતે કહેવાશે? આપ બાળકો જાણો છો બાપ કેવી રીતે આવીને આપણ ને ભણાવે છે. તમે એમની બાયોગ્રાફી ને જાણો છો. બાપ આવે જ છે-નર્ક ને સ્વર્ગ બનાવવાં. ટીચર પણ છે પછી સાથે પણ લઈ જાય છે. આત્માઓ તો અવિનાશી છે. એ પોતાનો પૂરો પાર્ટ ભજવીને ઘરે જાય છે. લઈ જવા વાળા ગાઈડ પણ તો જોઈએ ને? દુઃખ થી લિબ્રેટ કરે છે પછી ગાઈડ બની બધાને લઈ જાય છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. કળિયુગી લોક-લાજ કુળ ની મર્યાદા છોડી ઈશ્વરીય કુળ ની મર્યાદા ને ધારણ કરવાની છે. અશરીરી બાપ જે સંભળાવે છે તે અશરીરી થઈ ને સાંભળવાનો અભ્યાસ પાક્કો કરવાનો છે.

2. બેહદ નાં બાપ, બાપ પણ છે, ટીચર પણ છે સદ્દગુરુ પણ છે, આ કોન્ટ્રાસ્ટ બધાને સમજાવવાનો છે. આ સિદ્ધ કરવાનું છે કે બેહદ નાં બાપ સર્વવ્યાપી નથી.

વરદાન :-
હદ નાં નાઝ - નખરા થી નીકળી રુહાની નાઝ માં રહેવાવાળા પ્રીત બુદ્ધિ ભવ

ઘણાં બાળકો હદ નાં સ્વભાવ, સંસ્કાર નાં નાઝ-નખરા ખૂબ કરે છે. જ્યાં મારો સ્વભાવ, મારા સંસ્કાર આ શબ્દ આવે છે ત્યાં આવા નાઝ-નખરા શરુ થઈ જાય છે. આ મારો શબ્દ જ ફેરા માં લાવે છે. પરંતુ જે બાપ થી ભિન્ન છે તે મારું છે જ નહીં. મારો સ્વભાવ બાપ નાં સ્વભાવ થી ભિન્ન હોઈ ન શકે, એટલે હદ નાં નાઝ-નખરા થી નીકળી રુહાની નાઝ માં રહો. પ્રીત બુદ્ધિ બની મહોબ્બત ની પ્રીત નાં નખરા ભલે કરો.

સ્લોગન :-
બાપ સાથે, સેવા સાથે અને પરિવાર સાથે મોહબ્બત છે તો મહેનત થી છૂટી જશો.