02-05-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - જ્ઞાન ની બુલબુલ બની આપ સમાન બનાવવાની સેવા કરો , તપાસ કરો કે કેટલાઓ ને આપ સમાન બનાવ્યા છે , યાદ નો ચાર્ટ શું છે ?”

પ્રશ્ન :-
ભગવાન પોતાનાં બાળકો સાથે શું પ્રોમિસ (વાયદો) કરે છે જે મનુષ્ય નથી કરી શકતાં?

ઉત્તર :-
ભગવાન પ્રોમિસ કરે છે - બાળકો, હું તમને મારાં ઘરે જરુર લઈ જઈશ. તમે શ્રીમત પર ચાલીને પાવન બનશો તો મુક્તિ અને જીવનમુક્તિ માં જશો. નહીં તો મુક્તિ માં દરેકે જવાનું જ છે. કોઈ ઈચ્છે, ન ઈચ્છે, જબરજસ્તી પણ હિસાબ-કિતાબ ચૂક્તુ કરાવીને લઈ જઈશ. બાબા કહે છે જ્યારે હું આવું છું તો તમારા બધાની વાનપ્રસ્થ અવસ્થા હોય છે, હું બધાને લઈ જાઉં છું.

ઓમ શાંતિ!
બાળકોએ હવે ભણતર પર ધ્યાન આપવું જોઈએ. જે ગાયન છે-સર્વગુણ સંપન્ન, ૧૬ કળા સંપૂર્ણ… આ બધાં ગુણ ધારણ કરવાના છે. તપાસ કરવાની છે, અમારામાં આ ગુણ છે? કારણ કે જે બને છે, ત્યાં જ ધ્યાન જશે આપ બાળકોનું. હવે આ છે ભણવા અને ભણાવવા પર આધાર. પોતાનાં દિલને પૂછવાનું છે કે અમે કેટલાને ભણાવીએ છીએ? સંપૂર્ણ દેવતા તો કોઈ બન્યાં નથી. ચંદ્રમા જ્યારે સંપૂર્ણ થઈ જાય છે તો કેટલી રોશની કરે છે. અહીં પણ જોવાય છે-નંબરવાર પુરુષાર્થ અનુસાર છે? આ તો બાળકો પણ સમજી શકે છે. ટીચર પણ સમજે છે. એક-એક બાળક પર નજર જાય છે કે શું કરી રહ્યા છે? મારા અર્થ શું સેવા કરી રહ્યા છે? બધાં ફૂલોને જુએ છે. ફૂલ તો બધાં છે. બગીચો છે ને? દરેક પોતાની અવસ્થા ને જાણે છે. પોતાની ખુશીને જાણે છે. અતીન્દ્રિય સુખમય જીવન દરેકને પોત-પોતાનો અનુભવ થાય છે. એક તો બાપ ને ખૂબ-ખૂબ યાદ કરવાના છે. યાદ કરવાથી જ પછી રિટર્ન થાય છે. તમોપ્રધાન થી સતોપ્રધાન બનવા માટે તમને બાળકોને ખૂબ સહજ ઉપાય બતાવુ છું-યાદ ની યાત્રા. દરેક પોતાનાં દિલને પૂછે અમારો યાદ નો ચાર્ટ ઠીક છે? બીજા કોઈને આપ સમાન પણ બનાવું છું? કારણ કે જ્ઞાન બુલબુલ છો ને? કોઈ પોપટ છે, કોઈ શું છે! તમારે કબૂતર નહીં, પોપટ બનવાનું છે. પોતાની અંદરથી પૂછવું ખૂબ સહજ છે. ક્યાં સુધી આપણને બાબા યાદ છે? ક્યાં સુધી અતીન્દ્રિય સુખ માં રહીએ છીએ? મનુષ્ય થી દેવતા બનવું છે ને? મનુષ્ય તો મનુષ્ય જ છે. મેલ અથવા ફિમેલ બંને દેખાય તો મનુષ્ય જ છે. પછી તમે દૈવીગુણ ધારણ કરી દેવતા બનો છો. તમારા સિવાય બીજા કોઈ દેવતા બનવાના જ નથી. અહીં આવે જ છે દૈવી ઘરાના નાં સભ્ય બનવાં. ત્યાં પણ તમે દૈવી ઘરાના નાં સભ્ય છો. ત્યાં તમારામાં કોઈ રાગ-દ્વેષ નો અવાજ પણ નહીં હશે. એવાં દૈવી પરિવારનાં બનવા માટે ખૂબ પુરુષાર્થ કરવાનો છે. ભણવાનું પણ કાયદા અનુસાર છે, ક્યારેય મિસ ન કરવું જોઈએ. ભલે બીમાર હોય તો પણ બુદ્ધિમાં શિવબાબા ની યાદ હોય. એમાં તો મુખ ચલાવવાની વાત નથી. આત્મા જાણે છે, આપણે શિવબાબા નાં બાળકો છીએ. બાબા આપણને લઈ જવા માટે આવ્યા છે. આ પ્રેક્ટિસ ખૂબ સારી જોઈએ. ભલે ક્યાંય પણ હોય પરંતુ બાપ ની યાદ માં રહો. બાપ આવ્યા જ છે શાંતિધામ-સુખધામ માં લઈ જવાં. કેટલું સહજ છે. ઘણાં છે જે વધારે ધારણા નથી કરી શકતાં. સારું, યાદ કરો. અહીં બધાં બાળકો બેઠાં છે, એમાં પણ નંબરવાર છે. હા, બનવાનું જરુર છે. શિવબાબા ને યાદ જરુર કરે છે. બીજા સંગ તોડી એક સંગ જોડવા વાળા તો બધાં હશે. બીજા કોઈ ની યાદ નહીં રહેતી હશે. પરંતુ એમાં અંત સુધી પુરુષાર્થ કરવો પડે છે. મહેનત કરવાની છે. અંદર સદૈવ એક શિવબાબા ની જ યાદ રહે. ક્યાંય પણ હરવા-ફરવા જાઓ છો તો પણ અંદર યાદ બાપ ની જ રહે. મુખ ચલાવવાની પણ જરુર નથી રહેતી. સહજ ભણતર છે. ભણીને તમને આપ સમાન બનાવે છે. એવી અવસ્થા માં જ આપ બાળકોએ જવાનું છે. જેવી રીતે સતોપ્રધાન અવસ્થા થી આવ્યા છે, એ જ અવસ્થા માં પછી જવાનું છે. આ કેટલું સહજ છે સમજાવવામાં. ઘર નું કામકાજ કરતા, ચાલતાં-ફરતાં પોતાને ફૂલ બનાવવાનાં છે. તપાસ કરવાની છે કે અમારામાં કોઈ ગડબડ તો નથી? હીરા નું દૃષ્ટાંત પણ ખૂબ સારું છે, પોતાની તપાસ કરવા માટે. તમે પોતે જ મેગ્નિફાઇ ગ્લાસ છો. તો પોતાને ચેક કરવાનાં છે કે મારા માં દેહ-અભિમાન રીન્ચક પણ ન હોય. ભલે આ સમયે બધાં પુરુષાર્થી છે, પરંતુ મુખ્ય લક્ષ તો સામે છે ને? તમારે બધાને પૈગામ આપવાનો છે. બાબાએ કહ્યું હતું સમાચાર-પત્ર માં ભલે ખર્ચા થાય, આ પૈગામ બધાને મળી જાય. કહો, એક બાપ ને યાદ કરો તો વિકર્મ વિનાશ થઈ જાય અને પવિત્ર બની જશો. હમણાં કોઈ પવિત્ર નથી. બાપે સમજાવ્યું છે પવિત્ર આત્માઓ હોય જ છે નવી દુનિયામાં. આ જૂની દુનિયા અપવિત્ર છે. એક પણ પવિત્ર હોય ન શકે. આત્મા જ્યારે પવિત્ર બની જાય છે તો પછી જૂનું શરીર છોડી દે છે. છોડવાનું જ છે. યાદ કરતા-કરતા તમારો આત્મા એકદમ પવિત્ર બની જશે. શાંતિધામ થી હું એકદમ પવિત્ર આત્મા આવ્યો પછી ગર્ભ-મહેલ માં બેઠો. પછી આટલો પાર્ટ ભજવ્યો. હવે ચક્ર પૂરું કર્યુ પછી તમે આત્માઓ જશો પોતાનાં ઘરે. ત્યાંથી પછી સુખધામ માં આવશો. ત્યાં ગર્ભ-મહેલ હોય છે. તો પણ પુરુષાર્થ કરવાનો છે ઊંચ પદ મેળવવા માટે, આ ભણતર છે. હવે નર્ક, વૈશ્યાલય વિનાશ થઈ શિવાલય સ્થાપન થઈ રહ્યું છે. હવે તો બધાએ પાછાં જવાનું છે.

તમે પણ સમજો છો આપણે આ શરીર છોડી જઈને નવી દુનિયામાં પ્રિન્સ-પ્રિન્સેસ બનીશું. કોઈ સમજશે અમે પ્રજા માં ચાલ્યા જઈશું. આમાં બિલકુલ લાઈન ક્લિયર હોય. એક બાપ ની જ યાદ રહે, બીજું કંઈ પણ યાદ ન આવે. આને કહેવાય છે પવિત્ર બેગર. શરીર પણ યાદ ન રહે. આ તો જૂનું છી-છી શરીર છે ને? અહીં જીતે જી મરવાનું છે, આ બુદ્ધિ માં રાખવાનું છે. હમણાં આપણે પાછા ઘરે જવાનું છે. પોતાનાં ઘર ને ભૂલી ગયા હતાં. હવે ફરી બાપે યાદ અપાવ્યું છે. હવે આ નાટક પૂરું થાય છે. બાપ સમજાવે છે તમે બધાં વાનપ્રસ્થી છો. આખાં વિશ્વ માં જે પણ મનુષ્ય માત્ર છે, બધાની આ સમયે વાનપ્રસ્થ અવસ્થા છે. હું આવ્યો છું, સર્વ આત્માઓને વાણી થી પરે લઈ જાઉં છું. બાપ કહે છે હમણાં આપ નાના-મોટા બધાની વાનપ્રસ્થ અવસ્થા છે. વાનપ્રસ્થ કોને કહેવાય છે, આ પણ તમે જાણતા નહોતાં. એમ જ જઈને ગુરુ કરતા હતાં. આપ લૌકિક ગુરુઓ દ્વારા અડધોકલ્પ પુરુષાર્થ કરતા આવ્યા છો, પરંતુ જ્ઞાન કંઈ પણ નથી. હવે બાપ સ્વયં કહે છે આપ નાના-મોટા બધાની વાનપ્રસ્થ અવસ્થા છે. મુક્તિ તો બધાને મળવાની છે. નાના-મોટા બધાં ખતમ થઈ જશે. બાપ આવ્યા છે બધાને ઘરે લઈ જવાં. આમાં તો બાળકોને ખૂબ ખુશી થવી જોઈએ. અહીં દુઃખ નો અનુભવ થાય છે, એટલે પોતાનું ઘર, સ્વીટ હોમ ને યાદ કરે છે. ઘરે જવા ઈચ્છે છે પરંતુ અક્કલ તો નથી. કહે છે અમને આત્માઓને હવે શાંતિ જોઈએ. બાપ કહે છે કેટલાં સમય માટે જોઈએ? અહીં તો દરેકે પોત-પોતાનો પાર્ટ ભજવવાનો છે. અહીં કોઈ શાંત થોડી રહી શકે? અડધોકલ્પ આ ગુરુઓ વગેરેએ તમારી પાસે ખૂબ મહેનત કરાવી, મહેનત કરતા, ભટકતાં-ભટકતાં વધારે જ અશાંત બની ગયા છો. હમણાં જે શાંતિધામ નાં માલિક છે, તે આવીને ને બધાને પાછા લઈ જાય છે. ભણાવતા પણ રહે છે. ભક્તિ કરે જ છે નિર્વાણધામ માં જવા માટે, મુક્તિ માટે. આ ક્યારેય પણ કોઈના દિલમાં નહીં આવશે કે અમે સુખધામ માં જઈએ. બધાં વાનપ્રસ્થ માં જવા માટે પુરુષાર્થ કરે છે. તમે તો પુરુષાર્થ કરો છો સુખધામ માં જવા માટે. જાણો છો પહેલાં વાણી થી પરે અવસ્થા જરુર જોઈએ. ભગવાન પણ પ્રોમિસ કરે છે બાળકો સાથે-હું આપ બાળકોને પોતાનાં ઘરે જરુર લઈ જઈશ, જેના માટે તમે અડધોકલ્પ ભક્તિ કરી છે. હમણાં શ્રીમત પર ચાલશો તો મુક્તિ-જીવનમુક્તિ માં જશો. નહીં તો શાંતિધામ તો બધાએ જવાનું જ છે. કોઈ જવા ઈચ્છે કે ન ઈચ્છે, ડ્રામાનુસાર બધાએ જવાનું છે જરુર. પસંદ કરો, ન કરો, હું આવ્યો છું બધાને પાછા લઈ જવા માટે. જબરજસ્તી પણ હિસાબ-કિતાબ ચૂક્તુ કરાવીને લઈ જઈશ. તમે સતયુગ માં જાઓ છો, બાકી બધાં વાણી થી પરે શાંતિધામ માં રહે છે. છોડશે કોઈને પણ નહીં. નહીં ચાલશે તો પણ સજા આપીને માર-પીટ કરીને પણ લઈ જઈશ. ડ્રામા માં પાર્ટ જ એવો છે એટલે પોતાની કમાણી કરીને જવાનું છે તો પદ પણ સારું મળશે. અંતમાં આવવા વાળા શું સુખ મેળવશે? બાપ બધાને કહે છે જવાનું જરુર છે. શરીરો ને આગ લગાવીને બાકી બધાં આત્માઓ ને લઈ જઈશ. આત્માઓએ જ મારી સાથે-સાથે આવવાનું છે. મારી મત પર સર્વગુણ સંપન્ન, સોળે કળા સંપૂર્ણ બનશો તો પદ પણ સારું મળશે. તમે બોલાવ્યા છે ને કે આવીને અમને બધાને મોત આપો. હવે મોત આવ્યું કે આવ્યું. બચવાનાં કોઈ પણ નથી. છી-છી શરીર રહેવાના નથી. બોલાવ્યા જ છે પાછા લઈ ચાલો. તો હવે બાપ કહે છે - બાળકો, આ છી-છી દુનિયા માંથી તમને પાછા લઈ જઈશ. તમારી યાદગાર પણ છે. દેલવાડા મંદિર છે ને? દિલ લેવા વાળા નાં મંદિર, આદિ દેવ બેઠા છે. શિવબાબા પણ છે, બાપદાદા બંને જ છે, આમના શરીર માં બાબા વિરાજમાન છે. તમે ત્યાં જાઓ છો તો આદિ દેવ ને જુઓ છો. તમારો આત્મા જાણે છે આ તો બાપદાદા બેઠાં છે.

આ સમયે તમે જે પાર્ટ ભજવી રહ્યા છો એની નિશાની યાદગાર ઊભી છે. મહારથી, ઘોડે સવાર, પ્યાદા પણ છે. તે છે જડ, આ છે ચૈતન્ય. ઉપર વૈકુંઠ પણ છે. તમે મોડેલ જોઈને આવો છો, કેવું દેલવાડા મંદિર છે, તમે તો જાણો છો, કલ્પ-કલ્પ આ મંદિર બને છે આવું જ, જે તમે જઈને જોશો. કોઈ-કોઈ મૂંઝાઈ જાય છે. આ બધાં પહાડો વગેરે તૂટી-ફૂટી ગયાં, ફરી બનશે! કેવી રીતે? આ વિચાર કરવો ન જોઈએ. હમણાં તો સ્વર્ગ પણ નથી, પછી તે કેવી રીતે આવશે?, પુરુષાર્થ થી બધાં બને છે ને? તમે હમણાં તૈયારી કરી રહ્યા છો, સ્વર્ગ માં જવા માટે. કોઈ-કોઈ મૂંઝવણ માં આવીને ભણતર છોડી દે છે. બાપ કહે છે મૂંઝાવાની તો કોઈ જરુર જ નથી. ત્યાં બધુંજ આપણે પોતાનું બનાવીશું. તે દુનિયા જ સતોપ્રધાન હશે. ત્યાંના ફળ-ફૂલ વગેરે બધાં જોઈને આવે છે, શુબીરસ પીએ છે. સૂક્ષ્મવતન, મૂળવતન માં તો આ કંઈ નથી. બાકી આ બધું છે વૈકુંઠ માં. વર્લ્ડની હિસ્ટ્રી-જોગ્રોફી રીપીટ થાય છે. આ નિશ્ચય તો પાક્કો થવો જોઈએ. બાકી કોઈ ની તકદીર માં નથી તો કહેશે આ કેવી રીતે થઈ શકે છે? હીરા-ઝવેરાત હમણાં જોવામાં પણ નથી આવતા તે પછી કેવી રીતે હશે? પૂજ્ય કેવી રીતે બનીશું? બાપ કહે છે આ ખેલ બનેલો છે-પૂજ્ય અને પૂજારી નો. આપણે જ બ્રાહ્મણ, દેવતા, ક્ષત્રિય… આ સૃષ્ટિ ચક્ર જાણવાથી તમે ચક્રવર્તી રાજા બનો છો. તમે સમજો છો, ત્યારે તો કહો છો-બાબા, કલ્પ પહેલાં પણ તમને મળ્યા હતાં. આપણું જ યાદગાર મંદિર સામે છે. એનાં પછી જ સ્વર્ગની સ્થાપના થશે. આ જે તમારા ચિત્રો છે એમાં કમાલ છે. કેટલું રુચિ થી આવીને જુએ છે. આખી દુનિયામાં ક્યાંય પણ કોઈએ જોયું નથી. નથી કોઈ એવું ચિત્ર બનાવીને જ્ઞાન આપી શકતું. કોપી કરી ન શકે. આ ચિત્રો તો ખજાનો છે, જેનાથી તમે પદમાપદમ ભાગ્યશાળી બનો છો. તમે સમજો છો આપણા કદમ-કદમ માં પદમ છે. ભણતર નું કદમ. જેટલો યોગ રાખશો, જેટલું ભણશો એટલા પદમ. એક તરફ માયા પણ ફુલફોર્સ માં આવશે. તમે આ સમયે જ શ્યામ-સુંદર બનો છો. સતયુગ માં તમે સુંદર હતાં, ગોલ્ડન એજડ, કળિયુગ માં છો શ્યામ, આયરન એજેડ. દરેક વસ્તુ એવી હોય છે. અહીં તો ધરતી પણ બંજર છે. ત્યાં તો ધરતી પણ ફર્સ્ટ ક્લાસ હશે. દરેક વસ્તુ સતોપ્રધાન હોય છે. એવી રાજધાની નાં તમે માલિક બની રહ્યા છો. અનેકવાર બન્યા છો. તો પણ એવી રાજધાની નાં માલિક બનવાનો પૂરો પુરુષાર્થ કરવો જોઈએ. પુરુષાર્થ વગર પ્રારબ્ધ કેવી રીતે મેળવશો ? તકલીફ કોઈ નથી.

મોરલી છપાય છે, આગળ ચાલીને લાખો-કરોડો નાં અંદાજ માં છપાશે. બાળકો કહેશે જે કંઈ પૈસા છે તે યજ્ઞ માં લગાવી દો, રાખીને શું કરીશું? આગળ ચાલીને જોશો શું-શું થાય છે? વિનાશની તૈયારીઓ પણ જોતા રહેશો. રિહર્સલ થતું રહેશે. પછી શાંતિ થઈ જશે. બાળકોની બુદ્ધિમાં બધું જ્ઞાન છે. છે તો ખૂબ જ સહજ. ફક્ત બાપ ને યાદ કરવાના છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ શરીર ને પણ ભૂલી પૂરું પવિત્ર બેગર બનવાનું છે. લાઈન ક્લિયર રાખવાની છે. બુદ્ધિમાં રહે - હવે નાટક પૂરું થયું અમે જઈએ છીએ પોતાનાં સ્વીટ હોમ.

2. ભણતર નાં દરેક કદમ માં પદમ છે, એટલે સારી રીતે રોજ ભણવાનું છે. દેવતા ઘરાના નાં સભ્ય બનવાનો પુરુષાર્થ કરવાનો છે. પોતે પોતાને પૂછવાનું છે કે મને અતીન્દ્રિય સુખ નો અનુભવ ક્યાં સુધી (કેટલો) થાય છે? ખુશી રહે છે?

વરદાન :-
બુદ્ધિ નો સાથ અને સહયોગ નાં હાથ દ્વારા મોજ નો અનુભવ કરવા વાળા ખુશનસીબ આત્મા ભવ

જેવી રીતે સહયોગ ની નિશાની હાથ માં હાથ દેખાડે છે. એવી રીતે બાપ નાં સદા સહયોગી બનવું - આ છે હાથમાં હાથ અને સદા બુદ્ધિથી સાથે રહેવું અર્થાત્ મન ની લગન એક માં હોય. સદા આ જ સ્મૃતિ રહે કે ગોડલી ગાર્ડન માં હાથ માં હાથ આપીને સાથે-સાથે ચાલી રહ્યા છીએ. એનાથી સદા મનોરંજન માં રહેશો, સદા ખુશ અને સંપન્ન રહેશો. એવા ખુશનસીબ આત્માઓ સદા જ મોજ નો અનુભવ કરતા રહે છે.

સ્લોગન :-
દુવાઓ નું ખાતું જમા કરવાનું સાધન છે-સંતુષ્ટ રહેવું અને સંતુષ્ટ કરવું.