03-05-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - આ દુઃખધામ ને જીવતા જ તલાક આપો કારણ કે તમારે સુખધામ જવાનું છે”

પ્રશ્ન :-
બાપ બાળકોને કઈ એક નાનકડી મહેનત આપે છે?

ઉત્તર :-
બાબા કહે છે-બાળકો, કામ મહાશત્રુ છે, આનાં પર વિજય પ્રાપ્ત કરો. આ જ તમને થોડીક મહેનત આપું છું. તમારે સંપૂર્ણ પાવન બનવાનું છે. પતિત થી પાવન અર્થાત્ પારસ બનવાનું છે. પારસ બનવા વાળા પથ્થર નથી બની શકતાં. આપ બાળકો હમણાં ગુલ-ગુલ બનો તો બાપ તમને નયનો પણ બેસાડીને સાથે લઈ જશે.

ઓમ શાંતિ!
રુહાની બાપ રુહાની બાળકોને સમજાવે છે, આ તો બાળકો જરુર સમજે છે આપણે બ્રાહ્મણ જ છીએ, જે દેવતા બનીશું. આ પાક્કો નિશ્ચય છે ને? ટીચર જેમને ભણાવે છે જરુર આપસમાન બનાવી દે છે. આ તો નિશ્ચય ની વાત છે. કલ્પ-કલ્પ બાપ આવીને સમજાવે છે, હું નર્કવાસીઓને સ્વર્ગવાસી બનાવું છું. આખી દુનિયાને બનાવવા વાળા કોઈ તો હશે ને? બાપ સ્વર્ગવાસી બનાવે છે, રાવણ નર્કવાસી બનાવે છે. આ સમયે છે રાવણ રાજ્ય, સતયુગ માં છે રામરાજ્ય. રામરાજ્ય ની સ્થાપના કરવાવાળા છે તો જરુર રાવણ રાજ્ય ની સ્થાપના કરવા વાળા પણ હશે. રામ ભગવાન ને કહેવાય છે, ભગવાન નવી દુનિયા સ્થાપન કરે છે. જ્ઞાન તો ખૂબ સહજ છે, કોઈ મોટી વાત નથી. પરંતુ પથ્થરબુદ્ધિ એવાં છે જે પારસબુદ્ધિ થવાનું અસંભવ સમજે છે. નર્કવાસી થી સ્વર્ગવાસી બનવામાં ખૂબ મહેનત લાગે છે કારણ કે માયા નો પ્રભાવ છે. કેટલાં મોટા-મોટા મકાન ૫૦ માળ, ૧૦૦ માળ નાં બનાવે છે. સ્વર્ગ માં કોઈ આટલાં માળ નથી હોતાં. આજકાલ અહીં જ બનાવતા રહે છે. તમે સમજો છો સતયુગ માં આવાં મકાન નથી હોતાં, જેવી રીતે અહીં બનાવે છે. બાપ સ્વયં સમજાવે છે આટલું નાનું ઝાડ આખાં વિશ્વ પર હોય છે, તો ત્યાં માળ વગેરે બનાવવાની જરુર જ નથી. ખૂબ જમીન પડી રહે (હોય) છે. અહીં તો જમીન નથી, એટલે જમીન ની કિંમત કેટલી વધી ગઈ છે. ત્યાં તો જમીન નો ભાવ લાગતો જ નથી, નથી મ્યુનિસિપલ ટેક્સ વગેરે લાગે છે. જેને જેટલી જમીન જોઈએ લઈ શકે છે. ત્યાં તમને બધાં સુખ મળી જાય છે, ફક્ત એક બાપ ની આ નોલેજ થી. મનુષ્ય ૧૦૦ માળ વગેરે જે બનાવે છે એમાં પણ પૈસા વગેરે તો લાગે છે ને? ત્યાં પૈસા વગેરે લાગતા (થતા) જ નથી. અથાહ ધન હોય છે. પૈસા ની કદર નથી. અથાહ પૈસા હશે તો શું કરશે? સોના, હીરા, મોતીઓનાં મહેલ વગેરે બનાવી દે છે. હમણાં આપ બાળકોને કેટલી સમજ મળી છે. સમજ અને બેસમજ ની જ વાત છે. સતો બુદ્ધિ અને તમો બુદ્ધિ. સતોપ્રધાન સ્વર્ગનાં માલિક, તમોગુણી બુદ્ધિ નર્ક નાં માલિક. આ તો સ્વર્ગ નથી. આ છે રૌરવ નર્ક. ખૂબ દુઃખી છે એટલે પોકારે છે ભગવાન ને, પછી ભૂલી જાય છે. કેટલું માથું મારે, કોન્ફરન્સ વગેરે કરતા રહે છે કે એકતા થઈ જાય. પરંતુ આપ બાળકો સમજો છો-આ પરસ્પર મળી ન શકે. આ આખું ઝાડ જડજડીભૂત છે, પછી નવું બને છે. તમે જાણો છો કળિયુગ થી સતયુગ કેવી રીતે બને છે? આ નોલેજ તમને બાપ હમણાં જ સમજાવે છે. સતયુગ વાસી જ પછી કળિયુગવાસી બનો છો પછી તમે સંગમવાસી બની સતયુગવાસી બનો છો. કહેશે આટલાં બધાં સતયુગ માં જશે? ના, જે સાચ્ચી સત્ય-નારાયણ ની કથા સાંભળશે એ જ સ્વર્ગ માં જશે. બાકી બધાં શાંતિધામ માં ચાલ્યા જશે. દુઃખધામ તો હશે જ નહીં. તો આ દુઃખધામ ને જીવતા જ તલાક આપી દેવો જોઈએ. બાપ યુક્તિ તો બતાવે છે, કેવી રીતે તમે તલાક આપી શકો છો? આ આખી સૃષ્ટિ પર દેવી-દેવતાઓનું રાજ્ય હતું. હમણાં ફરી બાપ આવે છે સ્થાપના કરવાં. આપણે એ બાપ પાસેથી વિશ્વનું રાજ્ય લઈ રહ્યા છીએ. ડ્રામાપ્લાન અનુસાર ચેન્જ જરુર થવાનું છે. આ છે જૂની દુનિયા. આને સતયુગ કેવી રીતે કહેવાશે? પરંતુ મનુષ્ય બિલકુલ સમજતા નથી કે સતયુગ શું હોય છે? બાબાએ સમજાવ્યું છે આ નોલેજ માટે લાયક એ છે જેમણે ખૂબ ભક્તિ કરી છે. એમને જ સમજાવવું જોઈએ. બાકી જે આ કુળ નાં હશે નહીં, તે સમજશે નહીં. તો પછી એમ જ ટાઈમ વેસ્ટ કેમ કરવો જોઈએ? આપણા ઘરાના નાં જ નથી તો કંઈ પણ માનશે નહીં. કહી દે છે આત્મા શું, પરમાત્મા શું - આ તો સમજવા જ નથી ઈચ્છતો. તો આવાની સાથે મહેનત કેમ કરવી જોઈએ? બાબાએ સમજાવ્યું છે - ઉપર લખેલું છે ભગવાનુવાચ, હું આવું જ છું કલ્પ-કલ્પ પુરુષોત્તમ સંગમયુગ પર અને સાધારણ મનુષ્ય તન માં. જે પોતાનાં જન્મો ને નથી જાણતાં, હું બતાવું છું. પૂરાં પ હજાર વર્ષ નો પાર્ટ કોનો હોય છે, હું બતાવી દઉં છું. જે પહેલાં નંબર માં આવ્યા છે એમનો જ પાર્ટ હશે ને? શ્રીકૃષ્ણની મહિમા પણ ગાય છે ફર્સ્ટ પ્રિન્સ ઓફ સતયુગ. એ જ પછી ૮૪ જન્મો પછી શું હશે? ફર્સ્ટ બેગર (કંગાળ). બેગર ટૂ પ્રિન્સ. પછી પ્રિન્સ ટૂ બેગર. તમે સમજો છો પ્રિન્સ ટૂ બેગર કેવી રીતે બને છે? પછી બાપ આવીને કોડી થી હીરા જેવા બનાવે છે. જે હીરા જેવા છે એ જ ફરી કોડી જેવા બને છે. પુનર્જન્મ તો લે છે ને? સૌથી વધારે જન્મ કોણ લે છે? આ તમે સમજો છો. પહેલાં-પહેલાં તો શ્રીકૃષ્ણ ને જ માનશે. એમની રાજધાની છે. અનેક જન્મ પણ એમનાં હશે. આ તો ખૂબ સહજ વાત છે. પરંતુ મનુષ્ય આ વાતો પર ધ્યાન નથી આપતાં. બાપ સમજાવે છે તો વન્ડર લાગે છે. બાપ એક્યુરેટ બતાવે છે ફર્સ્ટ સો લાસ્ટ. ફર્સ્ટ હીરા જેવાં, લાસ્ટ કોડી જેવાં. ફરી હીરા જેવાં બનવાનું છે, પવિત્ર બનવાનું છે, આમાં તકલીફ શું છે. પારલૌકિક બાપ ઓર્ડિનન્સ કાઢે છે-કામ મહાશત્રુ છે. તમે પતિત શેનાથી બન્યા છો? વિકાર માં જવાથી એટલે બોલાવે પણ છે પતિત-પાવન આવો કારણ કે બાપ તો એવર પારસબુદ્ધિ છે, એ ક્યારેય પથ્થરબુદ્ધિ નથી બનતાં, કનેક્શન જ એમનું અને પ્રથમ નંબર જન્મ લેવા વાળા નું થયું. દેવતાઓ તો ખૂબ હોય છે પરંતુ મનુષ્ય કંઈ પણ સમજતાં નથી.

ક્રિશ્ચન લોકો કહે છે ક્રાઈસ્ટ થી ૩ હજાર વર્ષ પહેલાં સ્વર્ગ હતું. તે છતાં પણ અંત માં આવ્યા છે ને તો એમની તાકાત છે. એમની પાસે જ બધાં શીખવા જાય છે કારણ કે એમની ફ્રેશ બુદ્ધિ છે. બુદ્ધિ પણ એમની છે. સતો, રજો, તમો માં આવે છે ને? તમે જાણો છો બધું વિદેશ થી જ શીખે છે. આ પણ તમે જાણો છો-સતયુગ માં મહેલ વગેરે બનવામાં કોઈ સમય નથી લાગતો. એક ની બુદ્ધિમાં આવ્યું પછી વૃદ્ધિ થતી જાય છે. એક બનાવીને પછી અસંખ્ય બનાવતા જાય છે. બુદ્ધિમાં આવી જાય છે ને? સાયન્સ વાળાની બુદ્ધિ તમારી પાસે ઊંચી થઈ જાય છે. ઝટ મહેલ બનાવતા રહેશે. અહીં મકાન અથવા મંદિર બનાવવામાં ૧૨ મહિના લાગી જાય છે, ત્યાં તો એન્જિનિયર વગેરે બધાં હોશિયાર હોય છે. તે છે જ ગોલ્ડન એજ. પથ્થર વગેરે તો હશે જ નહીં. હમણાં તમે બેઠાં છો ખ્યાલ કરતા હશો, અમે આ જૂનું શરીર છોડીશું, પછી ઘર માં જઈશું, ત્યાંથી પછી સતયુગ માં યોગબળ થી જન્મ લઈશું. બાળકોને ખુશી કેમ નથી થતી? ચિંતન કેમ નથી ચાલતું? જે મોસ્ટ સર્વિસેબલ બાળકો છે એમનું ચિંતન જરુર ચાલતું હશે. જેવી રીતે બેરિસ્ટરી પાસ કરે છે તો બુદ્ધિ માં ચાલે છે ને-અમે આ કરીશું, આ કરીશું. તમે પણ સમજો છો અમે આ શરીર છોડી જઈને આ બનીશું. યાદ થી જ તમારા આયુષ્ય ની વૃદ્ધિ થશે. હમણાં તો બેહદ બાપ નાં બાળકો છો, આ ગ્રેડ ખૂબ ઊંચો છે. તમે ઈશ્વરીય પરિવાર નાં છો. એમનો કોઈ બીજો સંબંધ નથી. ભાઈ-બહેન કરતાં પણ ઊંચા ચઢાવી દીધાં છે. ભાઈ-ભાઈ સમજો, આ ખૂબ પ્રેક્ટિસ કરવાની છે. ભાઈનું નિવાસ ક્યાં છે? આ તખ્ત પર અકાળ આત્મા રહે છે. આ તખ્ત બધાં આત્માઓનાં સડી ગયા છે. સૌથી વધારે તમારું તખ્ત સડી ગયું છે. આત્મા આ તખ્ત પર વિરાજમાન થાય છે. ભ્રકુટી ની વચ્ચે શું છે? આ બુદ્ધિથી સમજવાની વાતો છે. આત્મા બિલકુલ સૂક્ષ્મ છે, સ્ટાર જેવો છે. બાપ પણ કહે છે હું પણ બિંદુ છું. હું પછી તમારા કરતાં મોટો થોડી છું? તમે જાણો છો આપણે શિવબાબા નાં સંતાન છીએ. હમણાં બાપ પાસેથી વારસો લેવાનો છે એટલે પોતાને ભાઈ-ભાઈ આત્મા સમજો. બાપ તમને સન્મુખ ભણાવી રહ્યા છે. આગળ ચાલીને વધારે જ કશિશ થતી જશે. આ વિઘ્ન પણ ડ્રામા અનુસાર પડતા રહે છે.

હવે બાપ કહે છે-તમારે પતિત નથી થવાનું, આ ઓર્ડીનેન્સ (કાયદો) છે. હમણાં તો વધારે જ તમોપ્રધાન બની પડ્યા છે. વિકાર વગર રહી નથી શકતાં. જેવી રીતે ગવર્મેન્ટ કહે છે શરાબ (દારુ) નહીં પીઓ, તો દારુ વગર રહી નથી શકતાં. પછી એમને જ દારુ પીવડાવી ડાયરેક્શન આપે છે ફલાણી જગ્યાએ બોમ્બસ સહિત પડી જાઓ. કેટલું નુકસાન થાય છે! તમે અહીં બેઠાં-બેઠાં વિશ્વનાં માલિક બનો છો. તે પછી ત્યાં બેઠાં-બેઠાં બોમ્બસ છોડે છે - આખાં વિશ્વનાં વિનાશ માટે. કેવી ચટ્ટાભેટી છે? તમે અહીં બેઠાં-બેઠાં બાપ ને યાદ કરો છો અને વિશ્વનાં માલિક બની જાઓ છો. કંઈ પણ કરીને બાપ ને યાદ જરુર કરવાના છે. આમાં હઠયોગ કરવાની તથા આસન વગેરે લગાવવાની પણ વાત નથી. બાબા કોઈ પણ તકલીફ નથી આપતાં. કોઈ પણ રીતે બેસો ફક્ત તમે યાદ કરો કે અમે મોસ્ટ બિલવેડ (પ્રિય) બાળકો છીએ. તમને બાદશાહી એવી રીતે મળે છે જાણે કે માખણ માંથી વાળ. ગાય પણ છે સેકન્ડ માં જીવનમુક્તિ. ક્યાંય પણ બેસો, હરો-ફરો, બાપ ને યાદ કરો. પવિત્ર થયા વગર જશો કેવી રીતે? નહીં તો સજાઓ ખાવી પડશે. જ્યારે ધર્મરાજ ની પાસે જશે ત્યારે બધાનો હિસાબ-કિતાબ ચૂક્તુ થશે. જેટલાં પવિત્ર બનશો એટલું ઊંચ પદ મેળવશો. ઈમપ્યોર રહેશો તો સૂકો રોટલો ખાશો. જેટલાં બાપ ને યાદ કરશો, પાપ કપાશે. આમાં ખર્ચા વગેરેની વાત નથી. ભલે ઘર માં બેઠાં રહો, બાપ પાસેથી પણ મંત્ર લઈ લો. આ છે માયા ને વશ કરવાનો મંત્ર-મનમનાભવ. આ મંત્ર મળ્યો પછી ભલે ઘરે જાઓ. મુખ થી કંઈ બોલો નહીં. અલ્ફ અને બે, બાદશાહી ને યાદ કરો. તમે સમજો છો બાપ ને યાદ કરવાથી આપણે સતોપ્રધાન બની જઈશું, પાપ કપાઈ જશે. બાબા પોતાનો અનુભવ પણ સંભળાવે છે-ભોજન પર બેસું છું, સારું, હું બાબા ને યાદ કરીને ખાઉં છું, પછી ઝટ ભૂલી જાઉં છું કારણ કે ગવાય છે જેમનાં માથે મામલો… કેટલાં વિચાર કરવો પડે છે - ફલાણાનો આત્મા ખૂબ સર્વિસ કરે છે, એમને યાદ કરવાનાં છે. સર્વિસેબલ બાળકોને ખૂબ પ્રેમ કરે છે. તમને પણ કહે છે આ શરીર માં જે આત્મા વિરાજમાન છે, એને યાદ કરો. અહીં તમે આવો જ છો શિવબાબા ની પાસે. બાપ ત્યાંથી નીચે આવ્યા છે. તમે બધાને કહો પણ છો-ભગવાન આવ્યા છે. પરંતુ સમજતા નથી. યુક્તિ થી બતાવવું પડે. હદ અને બેહદ નાં બે બાપ છે. હવે બેહદ નાં બાપ રાજાઈ આપી રહ્યા છે. જૂની દુનિયાનો વિનાશ પણ સામે છે. એક ધર્મ ની સ્થાપના, અનેક ધર્મો વિનાશ થવાનો છે. બાપ કહે છે મામેકમ્ યાદ કરો તો તમારા પાપ ભસ્મ થઈ જશે. આ યોગ અગ્નિ છે, જેનાથી તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો. આ રીત બાપે જ બતાવી છે. આપ બાળકો જાણો છો-બાપ બધાને બુલબુલ બનાવીને, નયનો પર બેસાડીને લઈ જાય છે. કયા નયન? જ્ઞાન નાં. આત્માઓને લઈ જાય છે. સમજો છો જવાનું તો જરુર છે, એનાથી પહેલાં કેમ નહીં બાપ પાસેથી વારસો તો લઈ લઈએ? કમાણી પણ ખૂબ ભારી (અધિક) છે. બાપને ભૂલવાથી પછી નુકસાન પણ ખૂબ છે. પાક્કા વેપારી બનો. બાપ ને યાદ કરવાથી જ આત્મા પવિત્ર બનશે. પછી એક શરીર છોડી બીજું જઈને લેશો. તો બાપ કહે છે - મીઠાં-મીઠાં બાળકો, દેહી-અભિમાની બનો. આ આદત પાક્કી પાડવી પડે. પોતાને આત્મા સમજી બાપ પાસેથી ભણતા રહો તો બેડો પાર થઈ જશે, શિવાલય માં ચાલ્યાં જશો. ચંદ્રકાંત વેદાંત માં પણ આ કથા છે. બોટ (નાવ) કેવી રીતે ચાલે છે? વચ્ચે ઉતરે છે, કોઈ વસ્તુ માં દિલ લાગી જાય છે. સ્ટીમર ચાલી જાય છે. આ ભક્તિમાર્ગ નાં શાસ્ત્ર પછી પણ બનશે, તમે વાંચશો. પછી જ્યારે બાબા આવશે તો આ બધું છોડી દેશે. બાપ આવે છે બધાને લઈ જવાં. ભારત નું ઉત્થાન અને પતન કેવી રીતે થાય છે? કેટલું ક્લિયર છે. આ શ્યામ અને ગોરા બને છે. બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા. એક તો ફક્ત નથી બનતા ને? આ બધી સમજણ છે. શ્રીકૃષ્ણની પણ સમજણ છે ગોરા અને શ્યામ. સ્વર્ગ માં જાય છે તો નર્ક ને લાત મારે છે. આ ચિત્રમાં ક્લિયર છે ને? રાજાઈ નાં ચિત્ર પણ તમારા બનાવ્યા હતાં. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ નાં ઓર્ડિનન્સ ને પાલન કરવા માટે આપણે આત્મા ભાઈ-ભાઈ છીએ, ભ્રકુટી ની વચ્ચે આપણું નિવાસ છે, આપણે બેહદ બાપ નાં બાળકો છીએ, આપણો આ ઈશ્વરીય પરિવાર છે-આ સ્મૃતિ માં રહેવાનું છે. દેહી-અભિમાની બનવાની આદત પાડવાની છે.

2. ધર્મરાજ ની સજાઓથી છૂટવા માટે પોતાનાં બધાં હિસાબ-કિતાબ ચૂક્તુ કરવાનાં છે. માયા ને વશ કરવાનો જે મંત્ર મળ્યો છે, એને યાદ રાખીને સતોપ્રધાન બનવાનું છે.

વરદાન :-
બિંદુ રુપ માં સ્થિત રહી બીજાઓને પણ ડ્રામા નાં બિંદુ ની સ્મૃતિ અપાવવા વાળા વિઘ્ન - વિનાશક ભવ

જે બાળકો કોઈ પણ વાત માં ક્વેશ્ચન માર્ક નથી કરતા, સદા બિંદુ રુપ માં સ્થિત રહી દરેક કાર્ય માં બીજાઓને પણ ડ્રામા નું બિંદુ સ્મૃતિ માં અપાવે છે-એમને જ વિઘ્ન-વિનાશક કહેવાય છે. તે બીજાઓને પણ સમર્થ બનાવીને સફળતા ની મંઝિલ ની સમીપ લઈ આવે છે. તે હદની સફળતા ની પ્રાપ્તિને જોઈ ખુશ નથી થતા પરંતુ બેહદ નાં સફળતામૂર્ત હોય છે. સદા એકરસ, એક શ્રેષ્ઠ સ્થિતિ માં સ્થિત રહે છે. તે પોતાની સફળતા ની સ્વ-સ્થિતિ થી અસફળતા ને પણ પરિવર્તન કરી દે છે.

સ્લોગન :-
દુવાઓ લો, દુવાઓ આપો તો ખૂબ જલ્દી માયાજીત બની જશો.