04-05-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ જે સંભળાવે છે , તે તમારા દિલ પર છપાઈ જવું જોઈએ , તમે અહીં આવ્યા છો સૂર્યવંશી ઘરાના માં ઊંચ પદ મેળવવાં , તો ધારણા પણ કરવાની છે”

પ્રશ્ન :-
સદા રિફ્રેશ રહેવાનું સાધન શું છે?

ઉત્તર :-
જેવી રીતે ગરમી માં પંખા ચાલે છે તો રિફ્રેશ કરી દે છે, એવી રીતે સદા સ્વદર્શન ચક્ર ફેરવતા રહો તો રિફ્રેશ રહેશો. બાળકો પૂછે છે - સ્વદર્શન ચક્રધારી બનવામાં કેટલો સમય લાગે છે? બાબા કહે છે - બાળકો, એક સેકન્ડ. આપ બાળકોએ સ્વદર્શન ચક્રધારી જરુર બનવાનું છે કારણ કે એનાથી જ તમે ચક્રવર્તી રાજા બનશો. સ્વદર્શન ચક્ર ફેરવવા વાળા સૂર્યવંશી બને છે.

ઓમ શાંતિ!
પંખા પણ ફરે છે બધાને રિફ્રેશ કરે છે. તમે પણ સ્વદર્શન ચક્રધારી બનીને બેસો છો તો ખૂબ રિફ્રેશ થાઓ છો. સ્વદર્શન ચક્રધારી નો અર્થ પણ કોઈ નથી જાણતું, તો એમને સમજાવવું જોઈએ. નહીં સમજશે તો ચક્રવર્તી રાજા નહીં બનશે. સ્વદર્શન ચક્રધારી ને નિશ્ચય હશે કે અમે ચક્રવર્તી રાજા બનવા માટે સ્વદર્શન ચક્રધારી બન્યા છીએ. શ્રીકૃષ્ણ ને પણ ચક્ર દેખાડે છે. લક્ષ્મી-નારાયણ કમ્બાઇન્ડ (સંયુક્ત) ને પણ દેખાડે છે, એકલા ને પણ આપે છે. સ્વદર્શન ચક્ર ને પણ સમજવાનું છે ત્યારે જ ચક્રવર્તી રાજા બનશો. વાત તો ખૂબ સહજ છે. બાળકો પૂછે છે-બાબા, સ્વદર્શન ચક્રધારી બનવામાં કેટલો સમય લાગશે? બાળકો, એક સેકન્ડ. પછી તમે બનો છો વિષ્ણુવંશી. દેવતાઓને વિષ્ણુવંશી જ કહેવાશે. વિષ્ણુવંશી બનવા માટે પહેલાં તો શિવવંશી બનવું પડે પછી બાબા બેસી સૂર્યવંશી બનાવે છે. શબ્દ તો ખૂબ સહજ છે. આપણે નવા વિશ્વમાં સૂર્યવંશી બનીએ છીએ. આપણે નવી દુનિયાનાં માલિક ચક્રવર્તી બનીએ છીએ. સ્વદર્શન ચક્રધારી સો વિષ્ણુવંશી બનવામાં એક સેકન્ડ લાગે છે. બનાવવા વાળા છે શિવબાબા. શિવબાબા વિષ્ણુવંશી બનાવે છે, બીજા કોઈ બનાવી ન શકે. આ તો બાળકો જાણે છે વિષ્ણુવંશી હોય છે સતયુગ માં, અહીં નથી. આ છે વિષ્ણુવંશી બનવાનો યુગ. તમે અહીં આવો જ છો વિષ્ણુવંશી માં આવવા માટે, જેમને સૂર્યવંશી કહો છો. જ્ઞાન સૂર્યવંશી શબ્દ ખૂબ સારો છે. વિષ્ણુ હતાં સતયુગ નાં માલિક. એમાં લક્ષ્મી-નારાયણ બંને છે. અહીં બાળકો આવ્યા છે, લક્ષ્મી-નારાયણ અથવા વિષ્ણુવંશી બનવા માટે. એમાં ખુશી પણ ખૂબ થાય છે. નવી દુનિયા, નવા વિશ્વ માં, ગોલ્ડન એજ વિશ્વ માં વિષ્ણુવંશી બનવાનું છે. એનાથી ઊંચ પદ બીજું છે જ નહીં, આમાં તો ખૂબ ખુશી થવી જોઈએ.

પ્રદર્શન માં તમે સમજાવો છો. તમારું મુખ્ય લક્ષ જ આ છે. બોલો, આ ખૂબ મોટી યુનિવર્સિટી છે. આને કહેવાય છે રુહાની સ્પ્રિચ્યુઅલ યુનિવર્સિટી. મુખ્ય લક્ષ આ ચિત્ર માં છે. બાળકોએ આ બુદ્ધિમાં રાખવું જોઈએ. કેવી રીતે લખીએ જે બાળકોને સમજાવવામાં એક સેકન્ડ લાગે? તમે જ સમજાવી શકો છો. એમાં પણ લખેલું છે આપણે વિષ્ણુવંશી દેવી-દેવતા હતાં જરુર અર્થાત્ દેવી-દેવતા કુળ નાં હતાં. સ્વર્ગનાં માલિક હતાં. બાપ સમજાવે છે - મીઠાં-મીઠાં બાળકો, ભારત માં તમે આજ થી ૫ હજાર વર્ષ પહેલાં સૂર્યવંશી દેવી-દેવતા હતાં. બાળકોને હવે બુદ્ધિમાં આવ્યું છે. શિવબાબા બાળકોને કહે છે-હે બાળકો, તમે સતયુગ માં સૂર્યવંશી હતાં. શિવબાબા આવ્યા હતાં સૂર્યવંશી ઘરાના સ્થાપન કરવાં. બરોબર ભારત સ્વર્ગ હતું. આ જ પૂજ્ય હતાં, પુજારી કોઈ પણ નહોતાં. પૂજાની કોઈ સામગ્રી નહોતી. આ શાસ્ત્રો માં જ પૂજા નાં રસમ-રિવાજ વગેરે લખેલા છે. આ છે સામગ્રી. તો બેહદ નાં બાપ શિવબાબા સમજાવે છે. એ છે જ્ઞાન નાં સાગર, મનુષ્ય સૃષ્ટિનું બીજરુપ. એમને વૃક્ષપતિ અથવા બૃહસ્પતિ પણ કહે છે. બ્રહસ્પતિ ની દશા ઊંચા માં ઊંચી હોય છે. વૃક્ષપતિ તમને સમજાવી રહ્યા છે-તમે પૂજ્ય દેવી-દેવતા હતાં પછી પુજારી બન્યા છો. જે દેવતાઓ નિર્વિકારી હતાં પછી તે ક્યાં ગયાં? જરુર પુનર્જન્મ લેતાં-લેતાં નીચે ઉતરશે. તો એક-એક શબ્દ નોંધ કરવો જોઈએ. દિલ પર કે કાગળ પર. આ કોણ સમજાવે છે? શિવબાબા. એ જ સ્વર્ગ રચે છે. શિવબાબા જ બાળકો ને સ્વર્ગ નો વારસો આપે છે. બાપ વગર બીજા કોઈ આપી ન શકે. લૌકિક બાપ તો છે દેહધારી. તમે પોતાને આત્મા સમજી પારલૌકિક બાપ ને યાદ કરો છો-બાબા, તો બાબા રિસ્પોન્સ કરે છે-હે બાળકો. તો બેહદ નાં બાપ થઈ ગયા ને? બાળકો, તમે સૂર્યવંશી દેવી-દેવતા પૂજ્ય હતાં પછી તમે પુજારી બન્યાં. આ છે રાવણનું રાજ્ય. દરેક વર્ષે રાવણ ને બાળે છે, તો પણ મરતો જ નથી. ૧૨ મહિના પછી પણ રાવણ ને બાળશે. એટલે સિદ્ધ કરી દેખાડે છે કે અમે રાવણ સંપ્રદાય નાં છીએ. રાવણ અર્થાત્ ૫ વિકારો નું રાજ્ય કાયમ છે. સતયુગ માં બધાં શ્રેષ્ઠાચારી હતાં, હમણાં કળિયુગ જૂની ભ્રષ્ટાચારી દુનિયા છે, આ ચક્ર ફરતું રહે છે. હમણાં તમે પ્રજાપિતા બ્રહ્માવંશી સંગમયુગ પર બેઠાં છો. તમારી બુદ્ધિમાં છે કે આપણે બ્રાહ્મણ છીએ. હવે શુદ્રકુળ નાં નથી. આ સમયે છે જ આસુરી રાજ્ય. બાપ ને કહેવાય છે - હે દુઃખ હર્તા, સુખ કર્તા. હવે સુખ ક્યાં છે? સતયુગ માં. દુઃખ ક્યાં છે? દુઃખ તો કળિયુગ માં છે. દુઃખ હર્તા, સુખ કર્તા છે જ શિવબાબા. તે વારસો આપે જ છે સુખ નો. સતયુગ ને સુખધામ કહેવાય છે, ત્યાં દુઃખનું નામ નથી. તમારું આયુષ્ય પણ મોટું હોય છે, રડવાની જરુર નથી. સમય પર જૂની ખાલ છોડી બીજી લઈ લો છો. સમજે છે હવે શરીર વૃદ્ધ થયું છે. પહેલા બાળકો સતોગુણી હોય છે એટલે બાળકોને બ્રહ્મજ્ઞાની થી ઊંચ સમજે છે કારણ કે તે તો પણ વિકારી ગૃહસ્થી થી સંન્યાસી બને છે, તો એમને બધાં વિકારો ની ખબર છે. નાના બાળકોને આ ખબર નથી રહેતી. આ સમયે આખી દુનિયામાં રાવણ રાજ્ય, ભ્રષ્ટાચારી રાજ્ય છે. શ્રેષ્ઠાચારી દેવી-દેવતાઓ નું રાજ્ય સતયુગ માં હતું, હમણાં નથી. ફરી હિસ્ટ્રી રીપીટ થશે. શ્રેષ્ઠાચારી કોણ બનાવે? અહીં તો એક પણ શ્રેષ્ઠાચારી નથી. આમાં મોટી બુદ્ધિ જોઈએ. આ છે જ પારસ બુદ્ધિ બનવાનો યુગ. બાપ આવીને પથ્થરબુદ્ધિ થી પારસબુદ્ધિ બનાવે છે.

કહેવાય છે કે સંગ તારે કુસંગ બોરે (ડુબાડે). સત્ બાપ સિવાય બાકી દુનિયામાં છે જ કુસંગ. બાપ કહે છે હું સંપૂર્ણ નિર્વિકારી બનાવીને જાઉં છું. પછી સંપૂર્ણ વિકારી કોણ બનાવે છે? કહે છે અમે શું જાણીએ! અરે નિર્વિકારી કોણ બનાવે છે? જરુર બાપ જ બનાવશે. વિકારી કોણ બનાવે છે? એ કોઈને ખબર નથી. બાપ સમજાવે છે, મનુષ્ય તો કંઈ પણ નથી જાણતાં. રાવણ રાજ્ય છે ને? કોઈ નાં બાપ મરી જાય છે, પૂછો ક્યાં ગયાં? કહેશે સ્વર્ગ વાસી થયાં. સારું, તો આનો મતલબ નર્ક માં હતાં ને? તો તમે પણ નર્કવાસી થયા ને? કેટલી સહજ છે સમજાવવાની વાત. પોતાને કોઈ પણ નર્કવાસી સમજતા નથી. નર્ક ને વૈશ્યાલય, સ્વર્ગ ને શિવાલય કહેવાય છે. આજ થી ૫ હજાર વર્ષ પહેલાં આ દેવી-દેવતાઓનું રાજ્ય હતું. તમે વિશ્વનાં માલિક મહારાજા-મહારાણી હતાં પછી પુનર્જન્મ લેવા પડે. પુનર્જન્મ સૌથી વધારે તમે લીધાં છે. એના માટે જ ગાયન છે-આત્માઓ પરમાત્મા અલગ રહ્યા બહુકાળ. તમને યાદ છે તમે પહેલાં-પહેલાં આદિ સનાતન દેવી-દેવતા ધર્મ વાળા જ આવ્યા પછી ૮૪ જન્મ લઈ પતિત બન્યા છો, હવે ફરી પાવન બનવાનું છે. પોકારો પણ છો ને - પતિત-પાવન આવો, તો સર્ટિફિકેટ આપે છે કે એક જ સદ્દગુરુ સુપ્રીમ આવીને પાવન બનાવે છે. સ્વયં કહે છે આમાં બેસીને હું તમને પાવન બનાવું છું. બાકી ૮૪ લાખ યોનીઓ વગેરે નથી. આ લક્ષ્મી-નારાયણ ની પ્રજા સતયુગ માં હતી, હમણાં નથી, ક્યાં ગઈ? એમને પણ ૮૪ જન્મ લેવા પડે. જે પહેલાં નંબરમાં આવે છે તે જ પૂરાં ૮૪ જન્મ લે છે. તો પછી પહેલાં તે જવા જોઈએ. દેવી-દેવતાઓની વર્લ્ડ ની હિસ્ટ્રી રિપીટ થાય છે. સૂર્યવંશી-ચંદ્રવંશી રાજ્ય મસ્ટ રિપીટ. બાપ તમને લાયક બનાવી રહ્યા છે. તમે કહો છો આપણે આવ્યા છીએ આ પાઠશાળા અથવા યુનિવર્સિટી માં, જ્યાં આપણે નર થી નારાયણ બનીએ છીએ. આપણું મુખ્ય લક્ષ આ છે. જે સારી રીતે પુરુષાર્થ કરશે તે જ પાસ થશે. જો પુરુષાર્થ નહીં કરશે તો પ્રજા માં કોઈ ખૂબ સાહૂકાર બને છે, કોઈ ઓછા. આ રાજધાની બની રહી છે. તમે જાણો છો આપણે શ્રીમત પર શ્રેષ્ઠ બની રહ્યા છીએ. શ્રી શ્રી શિવબાબા ની મત પર શ્રી લક્ષ્મી-નારાયણ અથવા દેવી-દેવતા બનીએ છીએ. શ્રી એટલે શ્રેષ્ઠ. હમણાં કોઈને શ્રી ન કહી શકાય. પરંતુ અહીં તો જે આવશે બધાને શ્રી કહી દેશે. શ્રી ફલાણા… હવે શ્રેષ્ઠ તો દેવી-દેવતાઓ સિવાય કોઈ બની નથી શકતાં. ભારત શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ હતું. રાવણ રાજ્ય માં ભારતની મહિમા જ ખલાસ કરી દીધી છે. ભારતની મહિમા પણ ખૂબ છે તો નિંદા પણ ખૂબ છે. ભારત બિલકુલ ધનવાન હતું, હમણાં બિલકુલ કંગાળ બન્યું છે. દેવતાઓની આગળ જઈને એમની મહિમા ગાય છે-હમ નિર્ગુણ હારે મેં કોઈ ગુણ નાહી. દેવતાઓને કહે છે પરંતુ તે રહેમદિલ થોડી હતાં? રહેમદિલ તો એક ને જ કહેવાય છે જે મનુષ્ય થી દેવતા બનાવે છે. હવે તે તમારા બાપ પણ છે, ટીચર પણ છે, સદ્દગુરુ પણ છે. ગેરન્ટી કરે છે-મને યાદ કરવાથી તમારા જન્મ-જન્માંતર નાં પાપ ભસ્મ થશે અને સાથે લઈ જઈશ. પછી તમારે નવી દુનિયામાં જવાનું છે. આ ૫ હજાર વર્ષ નું ચક્ર છે. નવી દુનિયા હતી તો પછી જરુર બનશે. દુનિયા પતિત થશે પછી બાપ આવીને પાવન બનાવશે. બાપ કહે છે પતિત રાવણ બનાવે છે, પાવન હું બનાવું છું. બાકી આ તો જેવી રીતે ઢીંગલીઓની પૂજા કરતા રહે છે. એમને આ ખબર નથી રાવણ ને ૧૦ માથા કેમ આપે છે? વિષ્ણુ ને પણ ૪ ભુજા આપે છે. પરંતુ કોઈ આવાં મનુષ્ય થોડી ક્યારેય હોય છે? જો ૪ ભુજા વાળા મનુષ્ય હોત તો એમના દ્વારા જે બાળકો જન્મે તે પણ એવા હોવા જોઈએ. અહીં તો બધાને ૨ ભુજા છે. કંઈ પણ જાણતા નથી. ભક્તિ માર્ગ નાં શાસ્ત્ર કંઠ કરી લે છે, એમનાં પણ કેટલા ફોલોઅર્સ બની જાય છે. કમાલ છે! આ તો બાપ જ્ઞાન ની ઓથોરિટી છે. કોઈ મનુષ્ય જ્ઞાન ની ઓથોરિટી હોઈ ન શકે. જ્ઞાન નાં સાગર તમે મને કહો છો - ઓલમાઈટી ઓથોરિટી… આ બાપની મહિમા છે. તમે બાપ ને યાદ કરો છો તો બાપ પાસે થી તાકાત લો છો, જેનાથી વિશ્વ નાં માલિક બની જાઓ છો. તમે સમજો છો આપણામાં ખૂબ તાકાત હતી, આપણે નિર્વિકારી હતાં. આખાં વિશ્વ પર એકલા રાજ્ય કરતા હતાં તો ઓલમાઈટી કહેવાશે ને? આ લક્ષ્મી-નારાયણ આખાં વિશ્વ નાં માલિક હતાં. આ માઈટ (શક્તિ) એમને ક્યાંથી મળી? બાપ પાસેથી. ઊંચા માં ઊંચા ભગવાન છે ને? કેટલું સહજ સમજાવે છે. આ ૮૪ નાં ચક્રને સમજવું તો સહજ છે ને? જેનાથી જ તમને બાદશાહી મળે છે. પતિત ને વિશ્વની બાદશાહી મળી ન શકે. પતિત તો એમની આગળ નમે છે. સમજે છે અમે ભક્ત છીએ. પાવન ની આગળ માથું નમાવે છે. ભક્તિ માર્ગ પણ અડધોકલ્પ ચાલે છે. હમણાં તમને ભગવાન મળ્યા છે. ભગવાનુવાચ - હું તમને રાજયોગ શીખવાડું છું, ભક્તિનું ફળ આપવા આવ્યો છું. ગાય પણ છે ભગવાન કોઈ ન કોઈ રુપમાં આવી જશે. બાપ કહે છે હું કોઈ બળદગાડી વગેરે માં થોડી આવીશ? જે ઊંચા માં ઊંચા હતાં પછી ૮૪ જન્મ પૂરાં કર્યા છે, એમનામાં જ આવું છું. ઉત્તમ પુરુષ હોય છે સતયુગ માં. કળિયુગ માં છે કનિષ્ટ, તમોપ્રધાન. હમણાં તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બનો છો. બાપ આવીને તમોપ્રધાન થી સતોપ્રધાન બનાવે છે. આ ખેલ છે. એને જો સમજશો નહીં તો સ્વર્ગ માં ક્યારેય આવશો નહીં. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. એક બાપ નાં સંગ થી સ્વયં ને પારસબુદ્ધિ બનાવવાનાં છે. સંપૂર્ણ નિર્વિકારી બનવાનું છે. કુસંગ થી દૂર રહેવાનું છે.

2. સદા એ જ નશામાં રહેવાનું છે કે આપણે સ્વદર્શન ચક્રધારી જ નવી દુનિયાનાં માલિક ચક્રવર્તી બનીએ છીએ. શિવબાબા આવ્યા છે આપણને જ્ઞાન-સૂર્યવંશી બનાવવાં. આપણું લક્ષ જ આ છે.

વરદાન :-
વિઘ્નો ને મનોરંજન નો ખેલ સમજી પાર કરવા વાળા નિર્વિઘ્ન , વિજયી ભવ

વિઘ્ન આવવું આ સારી વાત છે પરંતુ વિઘ્ન હાર ન ખવડાવે. વિઘ્ન આવે જ છે મજબૂત બનાવવા માટે, એટલે વિઘ્નો થી ગભરાવાની બદલે એને મનોરંજન નો ખેલ સમજી પાર કરી લો ત્યારે કહેવાશે નિર્વિઘ્ન વિજયી. જ્યારે સર્વ શક્તિવાન્ બાપ નો સાથ છે તો ગભરાવાની કોઈ વાત જ નથી. ફક્ત બાપ ની યાદ અને સેવા માં બિઝી રહો તો નિર્વિઘ્ન રહેશો. જ્યારે બુદ્ધિ ફ્રી હોય છે ત્યારે વિઘ્ન અથવા માયા આવે છે, બિઝી રહો તો માયા તથા વિઘ્ન કિનારો કરી લેશે.

સ્લોગન :-
સુખ નાં ખાતા ને જમા કરવા માટે મર્યાદા-પૂર્વક દિલ થી બધાને સુખ આપો.