18-04-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ છે દાતા , આપ બાળકોએ બાપ પાસે થી કંઈ પણ માંગવાની જરુર નથી , કહેવત છે માંગવા કરતાં મરવું ભલું”

પ્રશ્ન :-
કઈ સ્મૃતિ સદા રહે તો કોઈ પણ વાત ની ચિંતા તથા ચિંતન નહીં રહેશે?

ઉત્તર :-
જે પાસ્ટ (પહેલાં) થયું-સારું કે ખરાબ, ડ્રામા માં હતું. આખું ચક્ર પૂરું થઈને ફરી રિપીટ થશે. જેવો જે પુરુષાર્થ કરે, એવું પદ મેળવે છે. આ વાત સ્મૃતિ માં રહે તો કોઈ પણ વાત ની ચિંતા તથા ચિંતન નહીં રહેશે. બાપનું ડાયરેક્શન છે - બાળકો, વિતેલા ને ચીતવો (વર્ણવો) નહીં. ઉલ્ટી-સુલ્ટી કોઈ પણ વાત ન સાંભળો, ન સંભળાવો. જે વાત વીતી ગઈ એનો ન તો વિચાર કરો અને ન રિપીટ કરો.

ઓમ શાંતિ!
રુહાની બાળકો પ્રતિ રુહાની બાપ સમજાવે છે. રુહાની બાપ ને દાતા કહેવાય છે. એ પોતે જ બાળકોને બધુંજ આપે છે. આવે જ છે વિશ્વ નાં માલિક બનાવવાં. કેવી રીતે બનવાનું છે? આ બધું બાળકોને સમજાવે છે, ડાયરેક્શન આપતા રહે છે. દાતા છે ને? તો બધું પોતે જ આપતા રહે છે. માંગવા કરતાં મરવું ભલું. કોઈ પણ વસ્તુ માંગવાની નથી હોતી. શક્તિ, આશિર્વાદ, કૃપા ઘણાં બાળકો માંગતા રહે છે. ભક્તિ માર્ગ માં માંગી-માંગીને માથું પટકીને આખી સીડી નીચે ઉતરતા આવ્યા છો. હવે માંગવાની કોઈ જરુર નથી. બાપ કહે છે ડાયરેક્શન પર ચાલો. એક તો કહે છે વિતેલા ને ક્યારેય ચિતવો નહીં. ડ્રામા માં જે કંઈ થયું પાસ્ટ (ભૂતકાળ) થઈ ગયું. એનો વિચાર ન કરો. રિપીટ ન કરો. બાપ તો ફક્ત બે શબ્દ જ કહે છે મામેકમ્ યાદ કરો. બાપ ડાયરેક્શન અથવા શ્રીમત આપે છે. એના પર ચાલવાનું બાળકોનું કામ છે. આ છે સૌથી શ્રેષ્ઠ ડાયરેક્શન. કોઈ કેટલાં પણ પ્રશ્ન-ઉત્તર વગેરે કરશે, બાબા તો બે શબ્દ જ સમજાવશે. હું છું પતિત-પાવન. તમે મને યાદ કરતા રહો તો તમારા પાપ ભસ્મ થઈ જશે. બસ, યાદ માટે કોઈ ડાયરેક્શન અપાય છે શું? બાપ ને યાદ કરવાના છે, કોઈ રડી મારવાની તથા ચિલ્લાવાનું નથી. અંદર ફક્ત બેહદનાં બાપ ને યાદ કરવાના છે. બીજું ડાયરેક્શન શું આપે છે? ૮૪ નાં ચક્ર ને યાદ કરો કારણ કે તમારે દેવતા બનવાનું છે, દેવતાઓની મહિમા તો તમે અડધોકલ્પ કરી છે.

(બાળકનો રડવાનો અવાજ આવ્યો) હવે આ ડાયરેક્શન બધાં સેન્ટર્સ વાળાઓને અપાય છે કે બાળકોને કોઈપણ લઈને ન આવે. એમનો કોઈ પ્રબંધ કરવાનો છે. બાપ પાસેથી જેમને વારસો લેવો હશે તે પોતે જ પ્રબંધ કરશે. આ રુહાની બાપ ની યુનિવર્સિટી છે, આમાં નાના બાળકોની જરુર નથી. બ્રાહ્મણી (ટીચર) નું કામ છે સર્વિસેબલ લાયક જ્યારે બને ત્યારે એમને રિફ્રેશ કરવા માટે લઈ આવવાનાં છે. કોઈ પણ મોટા વ્યક્તિ હોય કે નાના હોય, આ યુનિવર્સિટી છે. અહીં બાળકોને જે લઈ આવે છે તે આ નથી સમજતા કે આ યુનિવર્સિટી છે. મુખ્ય વાત છે-આ યુનિવર્સિટી છે. આમાં ભણવા વાળા ખૂબ સારા સમજદાર જોઈએ. કાચ્ચા પણ ડિસ્ટ્રબન્સ (અશાંતિ) કરશે કારણ કે બાપ ની યાદ માં નહીં હશે તો બુદ્ધિ આમ-તેમ ભટકતી રહેશે. નુકસાન કરી દેશે. યાદ માં રહી નહીં શકે. બાળકો લાવશે તો એમાં બાળકોનું જ નુકસાન છે. કોઈ તો જાણતા જ નથી કે આ ગોડ ફાધરલી યુનિવર્સિટી છે, અહીં મનુષ્ય થી દેવતા બનવાનું હોય છે. બાપ કહે છે ભલે ગૃહસ્થ વ્યવહાર માં બાળકો ની સાથે રહો, અહીં ફક્ત એક સપ્તાહ તો, શું ત્રણ-ચાર દિવસ પણ ઘણાં છે. નોલેજ તો ખૂબ સહજ છે. બાપ ને ઓળખવાનાં છે. બેહદનાં બાપ ને ઓળખવા થી બેહદનો વારસો મળશે. કયો વારસો? બેહદની બાદશાહી. એવું નહીં સમજો, પ્રદર્શની તથા મ્યુઝિયમ માં સર્વિસ નથી થતી. અનેક, અસંખ્ય પ્રજા બને છે. બ્રાહ્મણ કુળ, સૂર્યવંશી અને ચંદ્રવંશી-ત્રણેય અહીં સ્થાપન થઈ રહ્યા છે. તો આ ખૂબ મોટી યુનિવર્સિટી છે. બેહદ નાં બાપ ભણાવે છે. એકદમ બુદ્ધિ જ ભરપૂર થઈ જવી જોઈએ. પરંતુ બાપ છે સાધારણ તન માં. ભણાવે પણ સાધારણ રીતે છે, એટલે મનુષ્યો ને જચતું (સમજાતું) નથી. ગોડ ફાધરલી યુનિવર્સિટી અને આવી હશે! બાપ કહે છે હું છું ગરીબ નિવાઝ. ગરીબો ને જ ભણાવું છું. સાહૂકાર ને તાકાત નથી ભણવાની. એમની બુદ્ધિ માં તો મહેલ માડીઆઓ જ હોય છે. ગરીબ જ સાહૂકાર બને છે, સાહૂકાર ગરીબ બનશે-આ કાયદો છે. દાન ક્યારેય સાહુકારો ને અપાય છે શું? આ પણ અવિનાશી જ્ઞાન-રત્નો નું દાન છે. સાહૂકાર દાન લઈ નહીં શકે. બુદ્ધિમાં બેસશે નહીં. તે પોતાની હદ ની રચના ધન-સંપત્તિ માં જ ફસાયેલા રહે છે. એમનાં માટે તો અહીં જ જેમ કે સ્વર્ગ છે. કહે છે અમને બીજા સ્વર્ગ ની જરુર નથી. કોઈ મોટા વ્યક્તિ મર્યા તો પણ કહેશે સ્વર્ગ પધાર્યા. પોતે જ કહી દે છે કે એ સ્વર્ગ ગયાં. તો જરુર હમણાં નર્ક થયું ને? પરંતુ એટલાં પથ્થર બુદ્ધિ છે જે સમજતા નથી-નર્ક શું છે? આ તો તમારી કેટલી મોટી યુનિવર્સિટી છે? બાપ કહે છે જેમની બુદ્ધિને તાળું લાગેલું છે, એમને જ આવીને ભણાવું છું. બાપ જ્યારે આવે ત્યારે આવીને તાળું ખોલે. બાપ સ્વયં ડાયરેક્શન આપે છે-તમારી બુદ્ધિનું તાળું કેવી રીતે ખુલશે? બાપ પાસેથી કંઈ પણ માંગવાનું નથી, એમાં નિશ્ચય જોઈએ. કેટલાં મોસ્ટ બિલવેડ (અતિ પ્રિય) બાબા છે, જેમને ભક્તિ માં યાદ કરતા હતાં. જેમને યાદ કરાય છે તે જરુર ક્યારેક આવશે પણ ને? યાદ કરે જ છે ફરી થી રિપીટ થવા માટે. બાપ આવીને બાળકોને જ સમજાવે છે. બાળકોએ પછી બહાર વાળાઓ ને સમજાવાનું છે કે કેવી રીતે બાબા આવ્યા છે? શું કહે છે? બાળકો, તમે બધાં પતિત છો, હું જ આવીને પાવન બનાવું છું. તમે આત્મા જે પતિત બન્યા છો, હવે ફક્ત મુજ પતિત-પાવન બાપ ને યાદ કરો, મુજ સુપ્રીમ આત્મા ને યાદ કરો. એમાં કંઈ પણ માંગવાની જરુર નથી. તમે ભક્તિ માર્ગ માં અડધોકલ્પ માંગ્યું જ માંગ્યું છે, મળ્યું કંઈ પણ નથી. હવે માંગવાનું બંધ કરો. હું પોતે જ તમને આપતો રહું છું. બાપ નાં બનવાથી વારસો તો મળે જ છે. જે બાલિગ (મોટા) બાળકો હોય છે, તે ઝટ બાપ ને સમજી જાય છે. બાપ નો વારસો છે જ સ્વર્ગ ની બાદશાહી-૨૧ પેઢી. આ તો તમે જાણો છો - જ્યારે નર્કવાસી છે તો ઈશ્વર અર્થ દાન-પુણ્ય કરવાથી અડધાકલ્પ માટે સુખ મળે છે. મનુષ્ય ધર્માઉ પણ કાઢે છે. ખાસ કરીને વેપારી લોકો કાઢે છે. તો જે વેપારી હશે તે કહેશે કે અમે બાપ સાથે વેપાર કરવા આવ્યા છીએ. બાળકો બાપ સાથે વેપાર કરે છે ને? બાપ ની પ્રોપર્ટી લઈને પછી એનાથી શ્રાદ્ધ વગેરે ખવડાવે છે, દાન-પુણ્ય કરે છે. ધર્મશાળા, મંદિર વગેરે બનાવશે તો એનાં પર બાપ નું નામ રાખશે કારણ કે જેમની પાસેથી પ્રોપર્ટી મળી એમનાં માટે તો જરુર કરવું જોઈએ. તે પણ સોદો થઈ ગયો. તે બધી છે શરીર ની વાતો. હવે બાપ કહે છે વિતેલા ને ચિતવો નહીં. ઉલ્ટી-સુલ્ટી કોઈ વાતો સાંભળો નહીં. ઉલ્ટા-સુલ્ટા કોઈ પ્રશ્ન પૂછે તો બોલો-આ વાતો માં જવાની જરુર નથી. તમે પહેલાં બાપ ને યાદ કરો. ભારત નો પ્રાચીન રાજયોગ પ્રસિદ્ધ છે. જેટલું યાદ કરશો, દૈવીગુણ ધારણ કરશો, એટલું ઊંચ પદ મેળવશો. આ છે યુનિવર્સિટી. મુખ્ય લક્ષ સ્પષ્ટ છે. પુરુષાર્થ કરીને એવાં બનવાનું છે. દૈવીગુણ ધારણ કરવાનાં છે. કોઈ ને દુઃખ નથી આપવાનું, કોઈ પણ પ્રકાર નું. દુઃખહર્તા, સુખકર્તા બાપ નાં બાળકો છો ને? તે તો સર્વિસ થી ખબર પડશે. ખૂબ નવા-નવા પણ આવે છે. ૨૫-૩૦ વર્ષ વાળા કરતાં ૧૦-૧૨ દિવસ નાં આગળ થઈ જાય છે. આપ બાળકોએ પછી આપ સમાન બનાવવાનાં છે. જ્યાં સુધી બ્રાહ્મણ ન બને તો દેવતા કેવી રીતે બનશે? ગ્રેટ-ગ્રેટ ગ્રેન્ડ ફાધર તો બ્રહ્મા છે ને? જે થઈને જાય છે એમનું ગાયન કરતા રહે છે, પછી જરુર તે આવશે. જે પણ તહેવાર વગેરે ગવાય છે, બધાં થઈને ગયા છે, ફરી થશે. આ સમયે બધાં તહેવાર થઈ રહ્યા છે - રક્ષાબંધન વગેરે… બધાનાં રહસ્ય બાપ સમજાવતા રહે છે. તમે બાપ નાં બાળકો છો તો પાવન પણ જરુર બનવાનું છે. પતિત-પાવન બાપ ને બોલાવો છો તો બાપ રસ્તો બતાવે છે. કલ્પ-કલ્પ જેમણે વારસો લીધો છે, તે જ એક્યુરેટ ચાલતાં રહે છે. તમે પણ સાક્ષી થઈને જુઓ છો. બાપદાદા પણ સાક્ષી થઈને જુએ છે-આ ક્યાં સુધી ઊંચ પદ મેળવી શકે છે? આમનાં કેરેક્ટર્સ (ચરિત્ર) કેવા છે? ટીચર ને તો બધી ખબર રહે છે ને? કેટલાને આપ સમાન બનાવે છે? કેટલો સમય યાદ માં રહે છે? પહેલાં તો બુદ્ધિમાં આ યાદ રહેવું જોઈએ કે આ ગોડ ફાધરલી યુનિવર્સિટી છે. યુનિવર્સિટી છે જ નોલેજ માટે. તે છે હદ ની યુનિવર્સિટી. આ છે બેહદ ની. દુર્ગતિ થી સદ્દગતિ, હેલ થી હેવન બનાવવા વાળા એક જ બાપ છે. બાપની દૃષ્ટિ તો સર્વ આત્માઓ તરફ જાય છે. સર્વ નું કલ્યાણ કરવાનું છે. પાછા લઈ જવાના છે. ન ફક્ત તમને પરંતુ આખી દુનિયાનાં આત્માઓ ને યાદ કરતા હશે. એમાં ભણાવે બાળકો ને છે. આ પણ સમજો છો જેવી રીતે નંબરવાર જે આવ્યા છે તે પછી જશે પણ એવી રીતે. બધાં આત્માઓ નંબરવાર આવે છે. તમે પણ નંબરવાર કેવી રીતે જશો? તે બધું સમજાવાય છે. કલ્પ પહેલાં જે થયું છે તે જ થશે. આ પણ તમને સમજાવાય છે - તમે પછી કેવી રીતે નવી દુનિયામાં આવશો? નંબરવાર જે નવી દુનિયામાં આવે છે, એમને જ સમજાવાય છે.

આપ બાળકો બાપ ને જાણવાથી, પોતાનાં ધર્મ ને અને સર્વ ધર્મ નાં આખાં ઝાડ ને જાણી જાઓ છો. એમાં કંઈ પણ માંગવાની જરુર નથી, આશિર્વાદ પણ નહીં. લખે છે બાબા દયા કરો, કૃપા કરો. બાપ તો કંઈ પણ નહીં કરશે. બાપ તો આવ્યા જ છે રસ્તો બતાવવાં. ડ્રામા માં મારો પાર્ટ જ છે બધાને પાવન બનાવવાનો. એવી રીતે જ પાર્ટ ભજવું છું, જેવી રીતે કલ્પ-કલ્પ ભજવ્યો છે. જે પાસ્ટ થયું, સારું કે ખરાબ, ડ્રામા માં હતું. ચિંતન કોઈ વાત નું નથી કરવાનું. આપણે આગળ વધતા રહીએ છીએ. આ બેહદનો ડ્રામા છે ને? આખું ચક્ર પૂરું થઈને પછી રીપીટ થશે. જે જેવો પુરુષાર્થ કરે છે, એવું જ પદ મેળવે છે. માંગવાની જરુર નથી. ભક્તિ માર્ગ માં તમે અથાહ માગ્યું છે. બધાં પૈસા ખલાસ કરી દીધાં છે. આ બધું ડ્રામા માં બનેલું છે. તે ફક્ત સમજાવે છે. અડધોકલ્પ ભક્તિ કરતા, શાસ્ત્ર વાંચતા કેટલો ખર્ચો થાય છે. હમણાં તો તમારે કંઈ પણ ખર્ચો કરવાની જરુર નથી. બાપ તો દાતા છે ને? દાતા ને જરુર નથી. એ તો આવ્યા જ છે આપવા માટે. એવું ન સમજો કે અમે શિવબાબા ને આપ્યું. અરે, શિવબાબા પાસેથી તો ખૂબ-ખૂબ મળે છે. તમે અહીં લેવા આવ્યા છો ને? ટીચર ની પાસે સ્ટુડન્ટ લેવા માટે આવે છે. એ લૌકિક બાપ, ટીચર, ગુરુ પાસેથી તો તમને નુકસાન જ થયું. હવે બાળકોએ શ્રીમત પર ચાલવાનું છે ત્યારે જ ઊંચ પદ મેળવી શકશે. શિવબાબા છે ડબલ શ્રી શ્રી, તમે બનો છો સિંગલ શ્રી. શ્રી લક્ષ્મી, શ્રી નારાયણ કહેવાય છે. શ્રી લક્ષ્મી, શ્રી નારાયણ બે થઈ ગયાં. વિષ્ણુને શ્રી શ્રી કહેવાશે કારણ કે બંને (લક્ષ્મી-નારાયણ) જોઈન્ટ છે. તો પણ બંને ને બનાવે કોણ છે? જે એક જ શ્રી શ્રી છે. બાકી શ્રી શ્રી તો કોઈ હોતા નથી. આજકાલ તો શ્રી લક્ષ્મી-નારાયણ, શ્રી સીતા-રામ પણ નામ રાખે છે. તો બાળકોએ આ બધું ધારણ કરીને ખુશી માં રહેવાનું છે.

આજકાલ કોન્ફરન્સ પણ થતી રહે છે. પરંતુ સ્પ્રિચ્યુઅલ નો અર્થ નથી સમજતાં. રુહાની નોલેજ તો એક સિવાય કોઈ આપી ન શકે. બાપ બધાં રુહો નાં બાપ છે. એમને સ્પ્રિચ્યુઅલ કહે છે. ફિલોસોફી ને પણ સ્પ્રિચ્યુઅલ કહી દે છે. આ તો સમજો છો - આ જંગલ છે, બધાં એક-બીજા ને દુઃખ આપતા રહે છે. તમે જાણો છો અહિંસા પરમો દેવી-દેવતા ધર્મ ગવાયેલો છે. ત્યાં કોઈ મારપીટ હોતી નથી. ગુસ્સો કરવો પણ હિંસા છે પછી સેમી હિંસા કહો, કંઈ પણ કહો. અહીં તો બિલકુલ અહિંસક બનવાનું છે. કોઈ પણ મન્સા-વાચા-કર્મણા ખરાબ વાત ન થવી જોઈએ. કોઈ પોલીસ વગેરે માં કામ કરે છે તો એમાં પણ યુક્તિ થી કામ કાઢવાનું છે. જ્યાં સુધી બની શકે પ્રેમ થી કામ કાઢવું જોઈએ. બાબા ને પોતાનો અનુભવ છે, પ્રેમ થી પોતાનું કામ કાઢી લે છે, એમાં ખૂબ યુક્તિ જોઈએ. ખૂબ પ્રેમ થી કોઈને સમજાવવાનું છે-કેવી રીતે એક નો સો ગણો દંડ પડે છે? અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આપણે દુઃખહર્તા, સુખકર્તા બાપ નાં બાળકો છીએ, એટલે કોઈ ને પણ દુઃખ નથી આપવાનું. મુખ્ય લક્ષ ને સામે રાખી દૈવી ગુણ ધારણ કરવાનાં છે. આપ સમાન બનાવવાની સેવા કરવાની છે.

2. ડ્રામા નાં દરેક પાર્ટ ને જાણવા છતાં કોઈ પણ વિતેલી વાત નું ચિંતન નથી કરવાનું. મન્સા, વાચા, કર્મણા કોઈ ખરાબ કર્મ ન થાય - આ ધ્યાન આપીને ડબલ અહિંસક બનવાનું છે.

વરદાન :-
એક બાપ ને કમ્પેનિયન ( સાથી ) બનાવવા તથા એ જ કંપની માં રહેવા વાળા સંપૂર્ણ પવિત્ર આત્મા ભવ

સંપૂર્ણ પવિત્ર આત્મા તે છે જેમના સંકલ્પ અને સ્વપ્ન માં પણ બ્રહ્મચર્ય ની ધારણા હોય, જે દરેક કદમ માં બ્રહ્મા બાપ નાં આચરણ પર ચાલવા વાળા હોય. પવિત્રતા નો અર્થ છે - સદા બાપને કમ્પેનિયન બનાવવા અને બાપ ની કંપની માં જ રહેવું. સંગઠન ની કંપની, પરિવાર નાં સ્નેહની મર્યાદા અલગ વસ્તુ છે, પરંતુ બાપ નાં કારણે જ આ સંગઠન નાં સ્નેહ ની કંપની છે, બાપ ન હોત તો પરિવાર ક્યાંથી આવત? બાપ બીજ છે બીજ ને ક્યારેય નહીં ભૂલતાં.

સ્લોગન :-
કોઈનાં પ્રભાવ માં પ્રભાવિત થવા વાળા નહીં, જ્ઞાન નો પ્રભાવ પાડવા વાળા બનો.