19-04-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ આવ્યા છે આખી દુનિયાનો હાહાકાર ખતમ કરીને , જયજયકાર કરવા - જૂની દુનિયામાં છે હાહાકાર , નવી દુનિયામાં છે જયજયકાર”

પ્રશ્ન :-
કયો ઈશ્વરીય નિયમ છે જે ગરીબ જ બાપ નો પૂરો વારસો લે છે, સાહૂકાર નથી લઈ શકતાં?

ઉત્તર :-
ઈશ્વરીય નિયમ છે - પૂરા બેગર બનો, જે કંઈ પણ છે એને ભૂલી જાઓ. તો ગરીબ બાળકો સહજ જ ભૂલી જાય છે પરંતુ સાહૂકાર જે પોતાને સ્વર્ગમાં સમજે છે એમની બુદ્ધિમાં કંઈ ભૂલાતું નથી એટલે જેમને ધન, સંપત્તિ, મિત્ર-સંબંધી યાદ રહે છે તે સાચાં યોગી બની જ નથી શકતાં. એમને સ્વર્ગમાં ઊંચ પદ નથી મળી શકતું.

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં નિશ્ચયબુદ્ધિ બાળકો તો સારી રીતે જાણે છે, એમને પાક્કો નિશ્ચય છે કે બાપ આવ્યા છે આખી દુનિયાનો ઝઘડો ખતમ કરવાં. જે સમજદાર બાળકો છે, તે જાણે છે આ તન માં બાપ આવેલા છે, જેમનું નામ પણ છે શિવબાબા. કેમ આવ્યા છે? હાહાકાર ને ખતમ કરી જયજયકાર કરવાં. મૃત્યુલોક માં કેટલાં ઝઘડા વગેરે છે? બધાને હિસાબ-કિતાબ ચૂક્તુ કરીને જવાનું છે. અમરલોક માં ઝઘડા ની વાત નથી. અહીં કેટલાં હંગામા (હાહાકાર) લાગેલા છે? કેટલાં કોર્ટ, જ્જ વગેરે છે! મારા-મારી લાગેલી છે. વિદેશ વગેરેમાં પણ જુઓ હાહાકાર છે. આખી દુનિયામાં ખિટપિટ ખૂબ છે. આને કહેવાય છે જૂની તમોપ્રધાન દુનિયા. કચરો જ કચરો છે. જંગલ જ જંગલ છે. બેહદનાં બાપ આ બધુંજ ખતમ કરવા માટે આવ્યા છે. હવે બાળકોએ ખૂબ સમજદાર બનવાનું છે. જો બાળકોમાં પણ લડાઈ-ઝઘડા થતા રહેશે તો બાપ નાં મદદગાર કેવી રીતે બનશે? બાબા ને તો ખૂબ મદદગાર બાળકો જોઈએ - સમજુ જેમનામાં કોઈ ખિટપિટ ન થાય. આ પણ બાળકો સમજે છે આ જૂની દુનિયા છે. અનેક ધર્મ છે. તમોપ્રધાન વિશશ વર્લ્ડ (વિકારી દુનિયા) છે. આખી દુનિયા પતિત છે. પતિત જૂની દુનિયામાં ઝઘડા જ ઝઘડા છે. આ બધાને ખતમ કરવાં, જયજયકાર કરવા બાપ આવે છે. દરેક જાણે છે આ દુનિયામાં કેટલું દુઃખ અને અશાંતિ છે, એટલે ઈચ્છે છે વિશ્વમાં શાંતિ હોય. હવે આખા વિશ્વમાં શાંતિ કોઈ મનુષ્ય કેવી રીતે કરી શકશે? બેહદનાં બાપ ને ઠિક્કર-ભીત્તર માં લગાવી દીધાં છે. આ પણ ખેલ છે. તો બાપ બાળકોને સમજાવે છે, હવે ઉભા (જાગૃત) થઈ જાઓ. બાપનાં મદદગાર બનો. બાપ પાસેથી પોતાનું રાજ્ય-ભાગ્ય લેવાનું છે. ઓછું નથી, અથાહ સુખ છે. બાપ કહે છે-મીઠાં બાળકો, ડ્રામા અનુસાર તમને બેહદ નાં બાપ પદમાપદમ ભાગ્યશાળી બનાવવા આવ્યા છે. ભારતમાં લક્ષ્મી-નારાયણ રાજ્ય કરતા હતાં. ભારત સ્વર્ગ હતું. સ્વર્ગ ને જ કહેવાય છે વન્ડર ઓફ વર્લ્ડ. ત્રેતા ને પણ નહીં કહેવાશે. આવાં સ્વર્ગમાં આવવાનો બાળકોએ પુરુષાર્થ કરવો જોઈએ. પહેલાં-પહેલાં આવવાનું છે. બાળકો ઈચ્છે પણ છે અમે સ્વર્ગમાં આવીએ, લક્ષ્મી અથવા નારાયણ બનીએ. હવે આ જૂની દુનિયામાં ખૂબ હાહાકાર થવાનો છે. લોહી ની નદીઓ વહેવાની છે, લોહીની નદીઓ પછી થાય છે ઘી ની નદીઓ. એને કહેવાય છે ક્ષીરસાગર. અહીં પણ મોટા તળાવ બને છે, પછી કોઈ દિવસ નિશ્ચિત હોય છે જે આવીને એમાં દૂધ નાખે છે. એમાં પછી સ્નાન કરે છે. શિવલિંગ પર પણ દૂધ ચઢાવે છે. સતયુગ ની પણ એક મહિમા છે કે ત્યાં ઘી, દૂધની નદીઓ છે. એવી કોઈ વાત નથી. દર ૫ હજાર વર્ષ પછી તમે વિશ્વનાં માલિક બનો છો. આ સમયે તમે ગુલામ છો, પછી તમે બાદશાહ બનો છો. આખી પ્રકૃતિ તમારી ગુલામ બની જાય છે. ત્યાં ક્યારેય ગેર-કાયદેસર વરસાદ નથી પડતો, નદીઓ ઉછળતી નથી. કોઈ ઉપદ્રવ નથી હોતાં. અહીં જુઓ કેટલાં ઉપદ્રવ છે? ત્યાં પાક્કા વૈષ્ણવ રહે છે. વિકારી વૈષ્ણવ નથી. અહીં કોઈ વેજિટેરિયન (શાકાહારી) બન્યા તો એમને વૈષ્ણવ કહે છે. પરંતુ ના, વિકાર થી એક-બીજા ને ખૂબ દુઃખ આપે છે. બાપ કેટલું સારી રીતે સમજાવે છે. આ પણ ગાયન છે ગામડા નો છોકરો… શ્રીકૃષ્ણ તો ગામડાનાં હોઈ ન શકે. એ તો વૈકુંઠનાં માલિક છે. પછી ૮૪ જન્મ લે છે.

આ પણ તમે હમણાં જાણો છો કે આપણે ભક્તિ માં કેટલાં ધકકા ખાધાં, પૈસા બરબાદ કર્યા. બાબા પૂછે છે - તમને આટલા પૈસા આપ્યા, રાજ્ય ભાગ્ય આપ્યું, બધું ક્યાં ગયું? તમને વિશ્વનાં માલિક બનાવ્યા પછી તમે શું કર્યુ? બાપ તો ડ્રામા ને જાણે છે. નવી દુનિયા જ જૂની દુનિયા, જૂની દુનિયા જ નવી દુનિયા બને છે. આ ચક્ર છે, જે કંઈ પાસ્ટ (પહેલાં) થયું તે ફરી રિપીટ થશે. બાપ કહે છે હમણાં થોડો સમય છે, પુરુષાર્થ કરી ભવિષ્ય માટે જમા કરો, જૂની દુનિયાનું બધુંજ માટી માં ભળી જવાનું છે. સાહૂકાર આ જ્ઞાન ને લેશે નહીં. બાપ છે ગરીબ નિવાઝ. ગરીબ ત્યાં સાહૂકાર બને છે. સાહૂકાર ત્યાં ગરીબ બને છે. હમણાં તો પદમપતિ ખૂબ છે. તે આવશે પરંતુ ગરીબ બનશે. તે પોતાને સ્વર્ગ માં સમજે છે, તે બુદ્ધિથી નીકળી નથી શકતું. અહીં તો બાપ કહે છે બધું ભૂલી જાઓ. ખાલી બેગર બની જાઓ. આજકાલ તો કિલોગ્રામ, કિલોમીટર વગેરે શું-શું નીકળ્યું છે? જે રાજા ગાદી પર બેસે છે તે પોતાની ભાષા ચલાવે છે. વિદેશની નકલ કરે છે. પોતાની અક્કલ તો નથી. તમોપ્રધાન છે. અમેરિકા વગેરે માં વિનાશની સામગ્રી માં જુઓ કેટલું ધન લગાવે છે? એરોપ્લેન થી બોમ્બસ વગેરે ફેંકે છે, આગ લાગવાની છે. બાળકો જાણે છે, બાપ આવે જ છે વિનાશ અને સ્થાપના કરવાં. તમારામાં પણ સમજાવવા વાળા બધાં નંબરવાર છે. બધાં એક જેવા નિશ્ચયબુદ્ધિ નથી. જેવી રીતે બાબાએ કર્યુ, બાબા ને ફોલો કરવા જોઈએ. જૂની દુનિયામાં આ પાઈ-પૈસા શું કરશો? આજકાલ કાગળ ની નોટ કાઢે છે. ત્યાં તો સિક્કા (મોહરો) હશે. સોના નાં મહેલ બને છે તો સિક્કા નું ત્યાં શું મુલ્ય છે. જાણે કે બધું મફત માં છે, સતોપ્રધાન ધરતી છે ને? હમણાં તો જૂની થઈ ગઈ છે. તે છે સતોપ્રધાન નવી દુનિયા. બિલકુલ નવી જમીન છે. તમે સૂક્ષ્મવતન માં જાઓ છો તો શૂબીરસ વગેરે પીઓ છો. પરંતુ ત્યાં ઝાડ વગેરે તો નથી. નથી મૂળવતન માં. જ્યારે તમે વૈકુંઠ માં જાઓ છો ત્યારે ત્યાં તમને બધું જ મળે છે. બુદ્ધિ થી કામ લો, સૂક્ષ્મ વતન માં ઝાડ હશે નહીં. ઝાડ તો ધરતી પર હોય છે, ન કે આકાશ માં. ભલે નામ છે બ્રહ્મ મહતત્વ પરંતુ છે પોલાર. જેવી રીતે આ સ્ટાર રહે છે આકાશ માં, તેવી રીતે તમે ખૂબ નાના-નાના આત્માઓ રહેલા છો. સ્ટાર જોવામાં મોટા હોય છે. એવું નથી કે બ્રહ્મ તત્વ માં કોઈ મોટા-મોટા આત્માઓ હશે. આ બુદ્ધિ થી કામ લેવાનું છે. વિચાર સાગર મંથન કરવાનું છે. તો આત્માઓ પણ ઉપર રહે છે. નાનું બિંદુ છે. હવે બધી વાતો તમારે ધારણ કરવાની છે, ત્યારે કોઈને ધારણ કરાવી શકશો. ટીચર જરુર પોતે જાણે છે ત્યારે તો બીજાઓને ભણાવે છે. નહીં તો ટીચર જ ક્યાંનાં? પરંતુ અહીં ટીચર પણ નંબરવાર છે. આપ બાળકો વૈકુંઠ ને પણ સમજી શકો છો. એવું નથી કે તમે વૈકુંઠ નથી જોયું. ઘણાં બાળકોએ સાક્ષાત્કાર કર્યા છે. ત્યાં સ્વયંવર કેવી રીતે થાય છે? કઈ ભાષા છે? બધું જોયું છે. અંત માં પણ તમે સાક્ષાત્કાર કરશો પરંતુ કરશે એ જ જે યોગયુક્ત હશે. બાકી જેમને પોતાનાં મિત્ર-સંબંધી, ધન-સંપત્તિ યાદ આવતા રહેશે તે શું જોશે? સાચાં યોગી જ અંત સુધી રહેશે, જેમને બાપ જોઈ ખુશ થશે. ફૂલોનો જ બગીચો બને છે. ઘણાં તો ૧૦-૧૫ વર્ષ રહીને પણ ચાલ્યા જાય છે. એમને કહેવાશે અક નાં ફૂલ. ખૂબ સારી-સારી બાળકીઓ જે મમ્મા-બાબા માટે પણ ડાયરેક્શન લઈ આવતી હતી, ડ્રિલ કરાવતી હતી, તે આજે છે નથી. આ બાળકીઓ પણ જાણે છે અને બાપદાદા પણ જાણે છે કે માયા ખૂબ જબરજસ્ત છે. આ છે માયા સાથે ગુપ્ત લડાઈ. ગુપ્ત તોફાન. બાબા કહે છે માયા તમને ખૂબ હેરાન કરશે. આ હાર-જીત નો બનેલો ડ્રામા છે. તમારી કોઈ હથિયારો સાથે લડાઈ નથી. આ તો ભારત નો પ્રાચીન યોગ પ્રસિદ્ધ છે, જે યોગબળ થી તમે આ બનો છો. બાહુબળ થી કોઈ વિશ્વની બાદશાહી લઈ ન શકે. ખેલ પણ વન્ડરફુલ છે. કહાણી છે બે બિલાડા લડ્યા માખણ… કહેવાય છે સેકન્ડ માં વિશ્વની બાદશાહી. બાળકીઓ સાક્ષાત્કાર કરે છે. કહે છે શ્રીકૃષ્ણ નાં મુખ માં માખણ છે. હકીકતમાં શ્રીકૃષ્ણનાં મુખ માં નવી દુનિયા જુએ છે. યોગબળથી તમે વિશ્વની બાદશાહી રુપી માખણ લો છો. રાજાઈ માટે કેટલી લડાઈ થાય છે અને કેટલાં લડાઈથી ખતમ થાય છે. આ જૂની દુનિયાનો હિસાબ-કિતાબ ચૂક્તુ થવાનો છે. આ દુનિયાની કોઈ પણ વસ્તુ રહેવાની નથી. બાપ ની શ્રીમત છે - બાળકો હિયર નો ઈવિલ, સી નો ઈવિલ…. એમણે વાંદરાઓનું એક ચિત્ર બનાવ્યું છે. આજકાલ તો મનુષ્યો નું પણ બનાવે છે. આગળ ચીન તરફથી હાથી દાંત ની વસ્તુઓ આવતી હતી. બંગડીઓ પણ કાચ ની પહેરતા હતાં. અહીં તો ઘરેણા વગેરે પહેરવા માટે નાક-કાન વગેરે છેદે છે, સતયુગ માં નાક-કાન છેદ કરવાની જરુર નથી. અહીં તો માયા એવી છે જે બધાનાં નાક-કાન કાપી લે છે. આપ બાળકો હવે સ્વચ્છ બનો છો. ત્યાં નેચરલ બ્યુટી રહે છે. કોઈ વસ્તુ લગાવવાની જરુર નથી. અહીં તો શરીર જ તમોપ્રધાન તત્વો થી બને છે, એટલે બીમારીઓ વગેરે થાય છે. ત્યાં આ વાતો હોતી નથી. હમણાં તમારા આત્મા ને ખૂબ ખુશી છે કે આપણને બેહદ નાં બાપ ભણાવીને નર થી નારાયણ અથવા અમરપુરી નાં માલિક બનાવે છે એટલે ગાયન છે અતિન્દ્રિય સુખ પૂછવું હોય તો ગોપ-ગોપીઓને પૂછો. ભક્ત લોકો આ વાતો ને નથી જાણતાં. તમારામાં પણ ખુશ રહે અને આ વાતો નું સિમરણ કરતા રહે-એવા બાળકો ખૂબ થોડા છે. અબળાઓ પર કેટલાં અત્યાચાર થાય છે? જે ગાયન છે દ્રૌપદી નું, તે બધું પ્રેક્ટિકલ માં થઈ રહ્યું છે. દ્રૌપદીએ કેમ પોકાર્યા? આ મનુષ્ય નથી જાણતાં. બાપે સમજાવ્યું છે-તમે બધાં દ્રૌપદીઓ છો. એવું નથી, ફિમેલ (સ્ત્રી) સદૈવ ફિમેલ જ બને છે. બે વાર ફિમેલ બની શકે છે, વધારે નહીં. માતાઓ પોકારે છે-બાબા રક્ષા કરો, અમને દુઃશાસન વિકાર માટે હેરાન કરે છે, આને કહેવાય છે વૈશ્યાલય. સ્વર્ગ ને કહેવાય છે શિવાલય. વૈશ્યાલય છે રાવણ ની સ્થાપના, શિવાલય છે શિવબાબા ની સ્થાપના. અને તમને નોલેજ પણ આપે છે. બાપને નોલેજફુલ પણ કહેવાય છે. એવું નથી નોલેજફુલ એટલે બધાનાં દિલો ને જાણવા વાળા. આનાથી ફાયદો શું? બાપ કહે છે આ સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંતની નોલેજ મારા વગર કોઈ આપી ન શકે. હું જ તમને ભણાવું છું. જ્ઞાન-સાગર એક જ બાપ છે. ત્યાં છે ભક્તિ ની પ્રાલબ્ધ. સતયુગ-ત્રેતા માં ભક્તિ હોતી નથી. ભણતર થી જ રાજાઈ સ્થાપન થઈ રહી છે. પ્રેસિડેન્ટ વગેરેને જુઓ કેટલાં વજીર છે? સલાહ આપવા માટે વજીર રાખે છે. સતયુગ માં વજીર રાખવાની જરુર નથી. હવે બાપ તમને અક્કલમંદ બનાવે છે. આ લક્ષ્મી-નારાયણ જુઓ, કેટલાં અક્કલમંદ હતાં? બેહદ ની બાદશાહી બાપ પાસેથી મળે છે. શિવજયંતિ બાપની મનાવે છે. જરુર શિવાબાબા ભારત માં આવીને વિશ્વનાં માલિક બનાવીને ગયા છે. લાખો વર્ષ ની વાત નથી. કાલ ની તો વાત છે. અચ્છા, વધારે શું સમજાવું. બાપ કહે છે મનમનાભવ. હકીકત માં આ ભણતર ઈશારા નું છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ નાં પૂરાં મદદગાર બનવા માટે સમજદાર બનવાનું છે. અંદર કોઈ ખિટપિટ ન હોય.

2. સ્થાપના અને વિનાશ નાં કર્તવ્ય ને જોતા પૂરાં નિશ્ચયબુદ્ધિ બની બાપ ને ફોલો કરવાનાં છે. જૂની દુનિયાનાં પાઈ-પૈસા થી, બુદ્ધિ કાઢી પૂરા બેગર બનવાનું છે. મિત્ર-સંબંધી, ધન-સંપત્તિ વગેરે બધું ભૂલી જવાનું છે.

વરદાન :-
સંગઠન માં રહેતાં , બધાનાં સ્નેહી બનતાં બુદ્ધિ નો સહારો એક બાપ ને બનાવવા વાળા કર્મયોગી ભવ

કોઈ-કોઈ બાળકો સંગઠન માં સ્નેહી બનવાનાં બદલે ન્યારા બની જાય છે. ડરે છે કે ક્યાંય ફસાઈ ન જોઈએ, આનાં કરતાં તો દૂર રહેવું ઠીક છે. પરંતુ ના, ૨૧ જન્મ પરિવાર માં રહેવાનું છે, જો ડરીને કિનારો કરશો તો આ પણ કર્મ સંન્યાસી નાં સંસ્કાર થયાં. કર્મયોગી બનવાનું છે, કર્મ સંન્યાસી નહીં. સંગઠન માં રહો, બધાનાં સ્નેહી બનો પરંતુ બુદ્ધિ નો સહારો એક બાપ હોય, બીજું ન કોઈ. બુદ્ધિને કોઈ આત્માનો સાથ, ગુણ અથવા કોઈ વિશેષતા આકર્ષિત ન કરે ત્યારે કહેવાશે કર્મયોગી પવિત્ર આત્મા.

સ્લોગન :-
બાપદાદા નાં રાઈટ હેન્ડ બનો, લેફ્ટ હેન્ડ નહીં.