20-04-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમારે યોગબળ થી આ ખારી ચેનલ ને પાર કરી ઘરે જવાનું છે એટલે જ્યાં જવાનું છે એને યાદ કરો , એ જ ખુશી માં રહો કે આપણે હવે ફકીર થી અમીર બનીએ છીએ”

પ્રશ્ન :-
દૈવી ગુણો નાં વિષય પર જે બાળકો નું ધ્યાન છે, એમની નિશાની શું હશે?

ઉત્તર :-
એમની બુદ્ધિમાં રહે છે - જેવા કર્મ અમે કરીશું અમને જોઈ બીજા કરશે. ક્યારેય કોઈ ને હેરાન નહીં કરશે. એમના મુખે થી ક્યારેય ઉલ્ટા-સુલ્ટા શબ્દો નહીં નીકળશે. મન્સા-વાચા-કર્મણા કોઈને દુઃખ નહીં આપશે. બાપ સમાન સુખ આપવાનું લક્ષ હોય ત્યારે કહેવાશે દૈવી ગુણો નાં વિષય પર ધ્યાન છે.

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકો પ્રત્યે રુહાની બાપ સમજાવી રહ્યા છે. યાદ ની યાત્રા પણ શીખવાડી રહ્યા છે. યાદ ની યાત્રા નો અર્થ પણ બાળકો સમજતા હશે. ભક્તિ માર્ગ માં પણ બધાં દેવતાઓ ને, શિવબાબા ને યાદ કરે છે. પરંતુ આ ખબર નહોતી કે યાદ થી જ વિકર્મ વિનાશ થશે. બાળકો જાણે છે બાપ પતિત-પાવન છે, એ જ પાવન બનાવવાની યુક્તિ બતાવે છે. આત્માને જ પાવન બનાવવાનો છે, આત્મા જ પતિત બને છે. બાળકો જાણે છે ભારતમાં જ બાપ આવી ને યાદ ની યાત્રા શીખવાડે છે બીજે ક્યાંય પણ શીખવાડી ન શકે. શારીરિક યાત્રાઓ તો બાળકોએ ખૂબ કરી છે, આ યાત્રા ફક્ત એક બાપ જ શીખવાડી શકે છે. હવે આપ બાળકો ને બાપે સમજાવ્યું છે માયાનાં કારણે બધાની બુદ્ધિને બેસમજ નું તાળું લાગેલું છે. હવે બાપ દ્વારા તમને ખબર પડી છે કે આપણે કેટલાં સમજદાર, ધનવાન અને પવિત્ર હતાં. આપણે આખા વિશ્વનાં માલિક હતાં. હમણાં આપણે ફરી બની રહ્યા છીએ. બાપ કેટલી મોટી બેહદની બાદશાહી આપે છે? લૌકિક બાપ આપીને લાખ-કરોડ આપશે. અહીં તો મીઠાં બેહદનાં બાપ બેહદ ની બાદશાહી આપવા આવ્યા છે, એટલે તમે અહીં ભણવા આવ્યા છો. કોની પાસે? બેહદ બાબા ની પાસે. બાબા શબ્દ મમ્મા કરતાં પણ મીઠો છે. ભલે મમ્મા પાલના કરે છે પરંતુ બાપ તો પણ બાપ છે, જેનાથી બેહદનો વારસો મળે છે. તમે સદા સુખી અને સદા સુહાગણ બની રહ્યા છો. બાબા આપણને ફરીથી શું બનાવે છે? આ કોઈ નવી વાત નથી. ગાયન પણ છે સવારે અમીર હતાં, રાત્રે ફકીર (ગરીબ) હતાં. તમે પણ સવારે અમીર અને પછી બેહદ રાત માં ફકીર બની જાઓ છો. બાબા રોજ-રોજ સ્મૃતિ અપાવે છે-બાળકો, કાલે તો તમે વિશ્વનાં માલિક અમીર હતાં, આજે તમે ફકીર બની ગયા છો. હવે ફરી સવાર આવે છે તો તમે અમીર બની જાઓ છો. કેટલી સહજ વાત છે? આપ બાળકોને ખૂબ ખુશી થવી જોઈએ-અમીર બનવાની. બ્રાહ્મણો નો દિવસ અને બ્રાહ્મણો ની રાત. હવે દિવસ માં તમે અમીર બની રહ્યા છો અને બનશો પણ જરુર. પરંતુ નંબરવાર પુરુષાર્થ અનુસાર. બાપ કહે છે આ એ ખારી ચેનલ છે, જેને તમે જ પાર કરો છો - યોગબળ થી. જ્યાં જવાનું છે એની યાદ રહેવી જોઈએ. આપણે હવે ઘરે જવાનું છે. બાબા સ્વયં આવ્યા છે આપણને લેવાં. ખૂબ પ્રેમ થી સમજાવે છે-મીઠાં બાળકો, તમે જ પાવન હતાં, ૮૪ જન્મ લેતાં-લેતાં પવિત્ર બન્યા છો ફરી પાવન બનવાનું છે. પાવન બનવાનો બીજો કોઈ ઉપાય નથી. તમે જાણો છો પતિત-પાવન આવે છે અને તમે એમની મત પર ચાલી પાવન બનો છો. તમને બાળકોને ખૂબ ખુશી થાય છે કે અમે આ પદ મેળવીશું. બાપ કહે છે તમે ૨૧ જન્મો માટે સદા સુખી બનશો. બાપ સુખધામ નો, રાવણ દુઃખધામ નો વારસો આપે છે. આપ બાળકો હમણાં જાણો છો રાવણ તમારો જૂનો દુશ્મન છે, જેણે તમને ૫ વિકારો રુપી પિંજરા માં નાખ્યા છે. બાપ આવીને કાઢે છે. જેટલું જે બાપ ને યાદ કરે છે, એટલો બીજાઓને પણ પરિચય આપે છે. યાદ ન કરવા વાળા દેહ-અભિમાન માં હશે. તે નથી બાપ ને યાદ કરી શકતાં, નથી બાપ નો પરિચય આપી શકતાં. આપણે આત્મા ભાઈ-ભાઈ છીએ, ઘરે થી અહીં આવ્યા છીએ - ભિન્ન-ભિન્ન પાર્ટ ભજવવાં. બધો પાર્ટ કેવી રીતે ભજવાય છે? આ પણ તમારી બુદ્ધિમાં છે. જેમને પાક્કો નિશ્ચય છે, તે આવીને અહીં રિફ્રેશ થાય છે. આ કોઈ એવું ભણતર નથી જે તમારે ટીચર ની સાથે જ રહેવાનું છે. ના, પોતાનાં ઘર માં રહેતા પણ ભણતર ભણી શકો છો. ફક્ત એક અઠવાડિયું સારી રીતે સમજો પછી બ્રાહ્મણીઓ કોઈને એક મહિના માં, કોઈને છ મહિના માં, કોઈને બાર મહિના પછી લઈ આવે છે. બાબા કહે છે નિશ્ચય થયો અને ભાગ્યાં.

રાખડી પણ બાંધવાની છે કે અમે વિકાર માં નહીં જઈશું. આપણે શિવબાબા સાથે પ્રતિજ્ઞા કરીએ છીએ. શિવબાબા જ કહે છે-બાળકો, તમારે નિર્વિકારી જરુર બનવાનું છે. જો વિકાર માં ગયા તો કરેલી કમાણી ચટ, સો ગણો દંડ પડી જશે. ૬૩ જન્મ તમે ધક્કા ખાધાં. હવે કહે છે પવિત્ર બનો. મને યાદ કરો તો તમારા પાપ ભસ્મ થઈ જશે. આત્મા ભાઈ-ભાઈ છે. કોઈ નાં નામ-રુપ માં ફસાવાનું નથી. જો કોઈ રેગ્યુલર નથી ભણતાં તો જલ્દી ન લઈ આવવા જોઈએ. ભલે બાબા કહે છે એક દિવસમાં પણ તીર લાગી શકે છે પરંતુ સમજણ થી પણ કામ લેવાનું છે. તમે બ્રાહ્મણ છો સૌથી ઉત્તમ. આ તમારું ખૂબ ઊંચુ કુળ છે. ત્યાં કોઈ સત્સંગ વગેરે હોતાં નથી. સત્સંગ ભક્તિ માર્ગ માં હોય છે. તમે જાણો છો સત્ નો સંગ તારે, સત્ નો સંગ મળે જ ત્યારે છે જ્યારે સતયુગ ની સ્થાપના થવાની હશે. આ કોઈની બુદ્ધિમાં નથી આવતું કારણ કે બુદ્ધિ ને તાળું લાગેલું છે. હવે સતયુગ માં જવાનું છે. સત્ નો સંગ મળે જ છે પુરુષોત્તમ સંગમયુગ પર. તે ગુરુ લોકો તો સંગમયુગી નથી. બાબા જ્યારે આવે છે તો બેટા-બેટા કહીને બોલાવે છે. એ ગુરુ લોકો ને તો તમે બાબા થોડી કહેશો? એકદમ બુદ્ધિ ને ગોદરેજ નું તાળું લાગેલું છે. બાબા આવીને તાળું ખોલે છે. બાબા જુઓ, કેટલી યુક્તિ રચે છે કે મનુષ્ય આવીને હીરા જેવું જીવન બનાવે! મેગેઝીન, પુસ્તક વગેરે છપાવતા રહે છે. અનેક નું કલ્યાણ થાય તો અનેક નાં આશિર્વાદ પણ મળશે. પ્રજા બનાવવાનો પુરુષાર્થ કરવો જોઈએ. પોતાને બંધન થી છોડાવવા જોઈએ. શરીર નિર્વાહ અર્થ સેવા તો જરુર કરવાની છે. ઈશ્વરીય સેવા થાય છે ફક્ત સવારે અને સાંજે. એ સમયે બધાને ફુરસદ છે, જેમની સાથે તમે લૌકિક સેવા કરો છો, એમને પણ પરિચય આપતા રહો કે તમને બે બાપ છે. લૌકિક બધાનાં અલગ છે. પારલૌકિક બાપ બધાનાં એક છે. એ સુપ્રીમ છે. બાબા કહે છે મારો પણ પાર્ટ છે. હમણાં આપ બાળકો મારો પરિચય જાણી ગયા છો. આત્માને પણ તમે જાણી ગયા છો. આત્મા માટે કહે છે ભ્રકુટી ની વચ્ચે ચમકે છે અજબ સિતારો… તે અકાળ-તખ્ત પણ છે. આત્માને ક્યારેય કાળ નથી ખાતો. તે ફક્ત મેલો અને સાફ થાય છે, આત્માનું તખ્ત શોભે પણ ભ્રકુટી ની વચ્ચે છે. તિલક ની નિશાની પણ અહીં આપે છે. બાપ કહે છે તમે પોતાને પોતે જ રાજતિલક આપવા લાયક બનાવો. એવું નથી કે હું બધાને રાજતિલક આપીશ. તમે પોતાને અપાવો. બાબા જાણે છે-કોણ ખૂબ સર્વિસ કરે છે? મેગેઝીન માં પણ લખાણ ખૂબ સારું આવે છે. સાથે-સાથે યોગ ની મહેનત પણ કરવાની છે, જેનાથી વિકર્મ વિનાશ થાય. દિવસે-દિવસે તમે સારા રાજયોગી બની જશો. સમજશો જેમ કે હવે શરીર છૂટે છે, અમે ચાલ્યા જઈએ છીએ. સૂક્ષ્મવતન સુધી તો બાળકો જાય છે, મૂળવતન ને પણ સારી રીતે જાણે છે કે આપણું આત્માઓનું ઘર છે. મનુષ્ય શાંતિધામ માટે જ ભક્તિ કરે છે. સુખધામ ની તો એમને ખબર જ નથી. સ્વર્ગ માં જવાની શિક્ષા તો કોઈ આપી નથી શકતાં, બાપ સિવાય. આ છે પ્રવૃત્તિ માર્ગ. બંનેને મુક્તિધામ માં જવાનું છે. તો લોકો ઉલ્ટો રસ્તો બતાવે છે, જતાં કોઈ પણ નથી. બધાને અંત માં બાપ લઈ જશે. આ એમની ફરજ છે. કોઈ સારી રીતે ભણીને રાજ્ય-ભાગ્ય લઈ લે છે. બાકી બધાં કેવી રીતે ભણશે? તે જેવી રીતે નંબરવાર આવે છે, તેવી રીતે નંબરવાર જશે. આ વાતો માં વધારે સમય વેસ્ટ નહીં કરો.

કહો છો બાબાને યાદ કરવાની પણ ફુરસદ નથી મળતી તો પછી આમાં સમય કેમ વેસ્ટ કરો છો? આ તો નિશ્ચય છે કે બેહદનાં બાપ, ટીચર, ગુરુ પણ છે. પછી બીજા કોઈને યાદ કરવાની જરુર નથી. તમે જાણો છો કલ્પ પહેલાં પણ શ્રીમત પર ચાલીને પાવન બન્યા હતાં. ઘડી-ઘડી ચક્ર પણ ફેરવતા રહો. તમારું નામ છે સ્વદર્શન ચક્રધારી. (નાર-રાહટ નું દૃષ્ટાંત) જ્ઞાન સાગર થી તમને ભરવામાં વાર નથી લાગતી, ખાલી થવામાં વાર લાગે છે. તમે છો મીઠાં સિકીલધા બાળકો કારણ કે કલ્પ પછી આવીને મળ્યા છો. આ પાક્કો નિશ્ચય જોઈએ. આપણે ૮૪ જન્મો પછી ફરીથી આવીને બાપ ને મળ્યા છીએ. બાપ કહે છે જેમણે પહેલાં ભક્તિ કરી છે તે જ પહેલાં જ્ઞાન લેવા ને લાયક પણ બને છે કારણ કે ભક્તિનું ફળ જોઈએ. તો સદૈવ પોતાનું ફળ અથવા વારસા ને યાદ કરતા રહો. ફળ અક્ષર ભક્તિ માર્ગ નો છે. વારસો ઠીક છે. બેહદ બાપ ને યાદ કરવાથી વારસો મળે છે બીજો કોઈ ઉપાય નથી. ભારત નો પ્રાચીન યોગ પ્રસિદ્ધ છે. તે સમજે છે કે અમે ભારત નો પ્રાચીન યોગ શીખીએ છીએ. બાબા સમજાવે છે કે તે ડ્રામા અનુસાર હઠયોગી બની જાય છે. રાજયોગ હવે તમે શીખો છો કારણ કે હમણાં સંગમયુગ છે. એમનો ધર્મ અલગ છે. હકીકત માં એમને ગુરુ કરવા ન જોઈએ. પરંતુ આ પણ ડ્રામા અનુસાર ફરી પણ કરશે જરુર. આપ બાળકોએ હવે રાઇટિયસ બનવાનું છે. રિલિજન (ધર્મ) માં જ તાકાત છે. તમને જે હું દેવી-દેવતા બનાવું છું, આ ધર્મ ખૂબ સુખ આપવા વાળો છે. મારી તાકાત પણ એમને મળે છે જે મારી સાથે યોગ લગાવે છે. તો બાપ જે સ્વયં ધર્મ સ્થાપન કરે છે, એમનામાં ખૂબ તાકાત છે. તમે આખાં વિશ્વનાં માલિક બની જાઓ છો. બાપ આ ધર્મની મહિમા કરે છે કે આમાં ખૂબ માઈટ (શક્તિ) છે. ઓલમાઈટી બાબા પાસેથી માઈટ અનેક ને મળે છે. હકીકત માં માઈટ બધાને મળે છે પરંતુ નંબરવાર. તમને જેટલી માઈટ જોઈએ એટલી બાબા પાસેથી લો પછી દૈવી ગુણો નો વિષય પણ જોઈએ. કોઈને હેરાન નથી કરવાનાં, દુઃખ નથી આપવાનું. આ (બ્રહ્મા) ક્યારેય કોઈને ઉલ્ટા-સુલ્ટા શબ્દ નથી કહેતાં. જાણે છે જેવું કર્મ હું કરીશ, મને જોઈ બીજા પણ કરશે. આસુરી ગુણો થી દૈવી ગુણો માં આવવાનું છે, જોવાનું છે કે આપણે કોઈને દુઃખ તો નથી આપતાં? એવું કોઈ નથી જે કોઈને દુઃખ ન આપતા હોય. કંઈ ને કંઈ ભૂલો થાય છે જરુર. તે અવસ્થા તો અંત માં જ આવશે, જે મન્સા-વાચા-કર્મણા કોઈને દુઃખ ન આપે. આ સમયે આપણે પુરુષાર્થી અવસ્થા માં છીએ. દરેક વાત નંબરવાર પુરુષાર્થ અનુસાર હોય છે. બધાં પુરુષાર્થ સુખ માટે જ કરે છે. પરંતુ બાપ વગર કોઈ સુખ આપી ન શકે. જોવામાં આવે છે સોમનાથ નાં મંદિર માં કેટલાં હીરા-ઝવેરાત હતાં. તે બધા ક્યાંથી આવ્યા? કેવી રીતે સાહૂકાર બન્યાં? આખો દિવસ આ ભણતર નાં ચિંતનમાં રહેવું જોઈએ. ગૃહસ્થ વ્યવહાર માં રહી કમળ પુષ્પ સમાન પવિત્ર બનવાનું છે. તમે આ પુરુષાર્થ કર્યો છે ત્યારે તો માળા બની છે. કલ્પ-કલ્પ બનતી રહે છે. માળા કોની યાદગાર છે? આ પણ તમે જાણો છો. તે તો માળા નું સિમરણ કરી ખૂબ મસ્ત થઈ જાય છે. ભક્તિ માં શું હોય છે અને જ્ઞાન માં શું હોય છે - આ તમે જ જાણો છો. તમે કોઈને પણ સમજાવી શકો છો. પુરુષાર્થ કરતા-કરતા અંત માં લાસ્ટ નું રિઝલ્ટ કલ્પ પહેલાં ની જેમ નીકળી આવશે. દરેક પોતાની તપાસ કરતા રહે. તમે સમજો છો અમારે આ બનવું છે. પુરુષાર્થ નું માર્જિન મળ્યું છે. નંબરવાર પુરુષાર્થ અનુસાર બાપ પણ તમારું સ્વાગત કરે છે. તમે બાળકો જે સ્વાગત કરો છો, એનાથી વધારે બાપ તમારું સ્વાગત કરે છે. બાપ નો ધંધો જ છે - તમારું સ્વાગત કરવાનો. સ્વાગત એટલે સદ્દગતિ. આ સૌથી ઊંચું સ્વાગત છે. તમારાં બધાનું સ્વાગત કરવા બાપ આવે છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. અનેકનાં આશિર્વાદ લેવા માટે કલ્યાણકારી બનવાનું છે. શરીર નિર્વાહ અર્થ કર્મ કરતાં પણ પોતાને બંધન થી મુક્ત કરી સવાર-સાંજ ઈશ્વરીય સર્વિસ જરુર કરવાની છે.

2. બીજી વાતો માં પોતાનો સમય વેસ્ટ ન કરી બાપ ને યાદ કરી માઈટ લેવાની છે. સત્ નાં સંગ માં જ રહેવાનું છે. મન્સા-વાચા-કર્મણા બધાને સુખ આપવાનો જ પુરુષાર્થ કરવાનો છે.

વરદાન :-
પવિત્રતા નાં વરદાન ને નિજી ( મૂળ ) સંસ્કાર બનાવી ને પવિત્ર જીવન બનાવવા વાળા મહેનત મુક્ત ભવ

ઘણાં બાળકો ને પવિત્રતા માં મહેનત લાગે છે, એનાથી સિદ્ધ છે વરદાતા બાપ પાસેથી જન્મનું વરદાન નથી લીધું. વરદાન માં મહેનત નથી હોતી. દરેક બ્રાહ્મણ આત્મા ને જન્મનું પહેલું વરદાન છે “પવિત્ર ભવ, યોગી ભવ”. જેવી રીતે જન્મ નાં સંસ્કાર ખૂબ પાક્કા હોય છે, તો પવિત્રતા બ્રાહ્મણ જન્મ નાં આદિ સંસ્કાર, નિજી સંસ્કાર છે. એ જ સ્મૃતિ થી પવિત્ર જીવન બનાવો. મહેનત થી મુક્ત બનો.

સ્લોગન :-
ટ્રસ્ટી (નિમિત્ત) તે છે જેમનામાં સેવા ની શુદ્ધ ભાવના છે.