21-04-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  30.03.99    બાપદાદા મધુબન


“ તીવ્ર પુરુષાર્થ ની લગન ને જ્વાળારુપ બનાવીને બેહદ નાં વૈરાગ ની લહેર ફેલાવો”

 


આજે બાપદાદા દરેક બાળકનાં મસ્તક પર ત્રણ લકીર (રેખાઓ) જોઈ રહ્યા છે. જેમાં એક લકીર છે - પરમાત્મ-પાલના નાં ભાગ્ય ની લકીર. પરમાત્મ-પાલના નું ભાગ્ય આખાં કલ્પ માં હમણાં એકવાર જ મળે છે, સિવાય સંગમયુગ નાં, આ પરમાત્મ-પાલના ક્યારેય પણ નથી પ્રાપ્ત થઈ શકતી. આ પરમાત્મ-પાલના ખૂબ થોડા બાળકોને પ્રાપ્ત થાય છે. બીજી લકીર છે - પરમાત્મ-ભણતર નાં ભાગ્ય ની લકીર. પરમાત્મ-ભણતર આ કેટલું ભાગ્ય છે જે સ્વયં પરમ આત્મા શિક્ષક બની ભણાવી રહ્યા છે. ત્રીજી લકીર છે - પરમાત્મ-પ્રાપ્તિઓની લકીર. વિચારો, કેટલી પ્રાપ્તિઓ છે? બધાને યાદ છે ને? પ્રાપ્તિઓનું લિસ્ટ કેટલું લાંબું છે? તો દરેકનાં મસ્તક માં આ ત્રણેય લકીર ચમકી રહી છે. એવાં ભાગ્યવાન આત્માઓ પોતાને સમજો છો? પાલના, ભણતર અને પ્રાપ્તિઓ. સાથે-સાથે બાપદાદા બાળકોનાં નિશ્ચયનાં આધાર પર રુહાની નશા ને પણ જોઈ રહ્યા છે. દરેક પરમાત્મ-બાળક કેટલાં રુહાની નશા વાળા આત્માઓ છે! આખાં વિશ્વમાં અને આખાં કલ્પ માં સૌથી હાઈએસ્ટ પણ છે, મહાન પણ છે અને હોલીએસ્ટ પણ છે. તમારા જેવા પવિત્ર આત્માઓ તન થી પણ, મન થી પણ દેવ રુપ માં સર્વગુણ સંપન્ન, સંપૂર્ણ નિર્વિકારી બીજા કોઈ બનતા નથી. અને પછી હાઈએસ્ટ પણ છો, હોલીએસ્ટ પણ છો સાથે-સાથે રિચેસ્ટ પણ છો. બાપદાદા સ્થાપના માં પણ બાળકોને સ્મૃતિ અપાવતા હતાં અને ફલક થી સમાચાર-પત્રો માં પણ નખાવ્યું કે “ઓમ મંડળી રિચેસ્ટ ઈન ધ વર્લ્ડ”. આ સ્થાપના નાં સમય ની આપ સર્વ ની મહિમા છે. એક દિવસ માં કેટલાં પણ મોટામાં મોટા મલ્ટી-મલ્ટી મિલિયુનર હોય પરંતુ તમારા જેવા રિચેસ્ટ હોય ન શકે. આટલાં રિચેસ્ટ બનવાનું સાધન શું છે? ખૂબ નાનું સાધન છે. લોકો રિચેસ્ટ બનવા માટે કેટલી મહેનત કરે છે અને તમે કેટલાં સહજ માલામાલ બનતા જાઓ છો. જાણો છો ને સાધન? ફક્ત નાનું બિંદુ લગાવવાનું છે બસ. બિંદુ લગાવ્યું, કમાણી થઈ. આત્મા પણ બિંદુ, બાપ પણ બિંદુ અને ડ્રામા ફુલસ્ટોપ લગાવવું, તે પણ બિંદુ છે. તો બિંદુ આત્માને યાદ કર્યા, કમાણી વધી ગઈ. તેવી રીતે લૌકિક માં પણ જુઓ, બિંદુ થી સંખ્યા વધે છે. એક ની આગળ બિંદુ લગાવો તો શું થઈ જાય? ૧૦, બે બિંદુ લગાવો, ત્રણ બિંદુ લગાવો, ચાર બિંદુ લગાવો, વધતું જાય છે. તો તમારું સાધન કેટલું સહજ છે! “હું આત્મા છું” - આ સ્મૃતિનું બિંદુ લગાવવું અર્થાત્ ખજાનો જમા થવો. પછી “બાપ” બિંદુ લગાવો અને ખજાનો જમા. કર્મ માં, સંબંધ-સંપર્ક માં ડ્રામા નું ફુલસ્ટોપ લગાવો, વિતેલા ને ફુલસ્ટોપ લગાવ્યું અને ખજાનો બધી જાય છે. તો બતાવો, આખાં દિવસમાં કેટલીવાર બિંદુ લગાવો છો? અને બિંદુ લગાવવાનું કેટલું સહજ છે! મુશ્કેલ છે શું? બિંદુ ખસી જાય છે શું?

બાપદાદાએ કમાણી નું સાધન ફક્ત આ જ શીખવાડયું છે કે બિંદુ લગાવતા જાઓ, તો બધાને બિંદુ લગાવતા આવડે છે? જો આવડે છે તો એક હાથ ની તાળી વગાડો. પાક્કુ છે ને? કે ક્યારેક ખસી જાય છે, ક્યારેક લાગી જાય છે? સૌથી સહજ બિંદુ લગાવવાનું છે. કોઈ આ આંખો થી આંધળા પણ હોય, તે પણ જો કાગળ પર પેન્સિલ રાખશે તો બિંદુ લાગી જાય છે અને તમે તો ત્રિનેત્રી છો, એટલે આ ત્રણેય બિંદુઓને સદા યુઝ કરો. ક્વેશ્ચન માર્ક કેટલો વાંકો છે, લખીને જુઓ, વાંકો છે ને? અને બિંદુ કેટલું સહજ છે એટલે બાપદાદા ભિન્ન-ભિન્ન રુપ થી બાળકોને સમાન બનાવવાની વિધિ સંભળાવતા રહે છે. વિધિ છે જ બિંદુ. બીજી કોઈ વિધિ નથી. જો વિદેહી બનો છો તો પણ વિધિ છે-બિંદુ બનવું. અશરીરી બનો છો, કર્માતીત બનો છો, બધાની વિધિ બિંદુ છે એટલે બાપદાદાએ પહેલાં પણ કહ્યું છે-અમૃતવેલા બાપદાદા સાથે મિલન મનાવતા, રુહરિહાન કરતા જ્યારે કાર્ય માં આવો છો તો પહેલાં ત્રણ બિંદુઓ નું તિલક મસ્તક પર લગાવો, તે લાલ બિંદુ નું તિલક લગાવવાનું શરુ નહીં કરતા પરંતુ સ્મૃતિ નું તિલક લગાવો. અને ચેક કરો-કોઈ પણ કારણ થી આ સ્મૃતિ નું તિલક ભૂસાય નહીં. અવિનાશી, અમિટ (ક્યારેય પણ ભૂસાય નહીં એવું) તિલક છે?

બાપદાદા બાળકો નો પ્રેમ પણ જુએ છે, કેટલાં પ્રેમ થી ભાગી-ભાગી ને મિલન મનાવવા પહોંચે છે અને પછી આજે હોલ માં પણ મિલન મનાવવા માટે કેટલી મહેનત થી, કેટલાં પ્રેમ થી ઊંઘ, તરસ ને ભૂલીને પહેલા નંબર માં નજીક બેસવાનો પુરુષાર્થ કરે છે. બાપદાદા બધું જુએ છે, શું-શું કરે છે તે પૂરો ડ્રામા જુએ છે. બાપદાદા બાળકો નાં પ્રેમ પર ન્યોછાવર પણ થાય છે અને આ પણ બાળકોને કહે છે જેવી રીતે સાકાર માં મિલન માટે દોડી-દોડીને આવો છો એવી રીતે જ બાપ સમાન બનવા માટે પણ તીવ્ર પુરુષાર્થ કરો, આમાં વિચારો છો ને કે સૌથી આગળ થી આગળ નંબર મળે. બધાને તો મળતો નથી, અહીં સાકારી દુનિયા છે ને? તો સાકારી દુનિયાનાં નિયમ રાખવા જ પડે છે. બાપદાદા તે સમયે વિચારે છે કે બધાં આગળ-આગળ બેસી જાય પરંતુ આ થઈ શકે છે? થઈ પણ રહ્યું છે, કેવી રીતે? પાછળવાળાઓ ને બાપદાદા સદા નયનો માં સમાયેલા જુએ છે. તો સૌથી સમીપ છે નયન. તો પાછળ નથી બેઠાં પરંતુ બાપદાદા નાં નયનો માં બેઠાં છો. નૂરે રતન છો. પાછળ વાળાઓએ સાંભળ્યું? દૂર નથી, સમીપ છો. શરીર થી પાછળ બેઠાં છો પરંતુ આત્મા સૌથી સમીપ છે. અને બાપદાદા તો સૌથી વધારે પાછળ વાળાઓને જ જુએ છે. જુઓ, નજીક વાળાઓને આ સ્થૂળ નયનો થી જોવાનો ચાન્સ છે અને પાછળવાળાઓને આ નયનો થી નજીક જોવાનો ચાન્સ નથી એટલે બાપદાદા નયનો માં સમાવી લે છે.

બાપદાદા હર્ષાઈ રહ્યા છે, બે વાગે છે અને લાઈન શરુ થઈ જાય છે. બાપદાદા સમજે છે કે બાળકો ઊભા-ઊભા થાકી પણ જાય છે પરંતુ બાપદાદા બધાં બાળકો ને પ્રેમ નો મસાજ કરી દે છે. પગ માં મસાજ થઈ જાય છે. બાપદાદા નો મસાજ જોયો છે ને-ખૂબ ન્યારો અને પ્યારો છે. તો આજે બધાં આ સિઝન નો લાસ્ટ ચાન્સ લેવા માટે ચારેય તરફ થી ભાગી-ભાગીને પહોંચી ગયા છે. સારું છે. બાપ સાથે મિલન નો ઉમંગ-ઉત્સાહ સદા આગળ વધારે છે. પરંતુ બાપદાદા તો બાળકોને એક સેકન્ડ પણ નથી ભૂલતાં. બાપ એક છે અને બાળકો અનેક પરંતુ અનેક બાળકો ને પણ એક સેકન્ડ પણ નથી ભૂલતા કારણ કે સિકીલધા છો. જુઓ ક્યાં-ક્યાં દેશ-વિદેશ નાં ખૂણે-ખૂણે થી બાપે જ તમને શોધ્યાં. તમે બાપ ને શોધી શક્યાં? ભટકતા રહ્યા પરંતુ મળી ન શક્યાં અને બાપે ભિન્ન-ભિન્ન દેશ, ગામ, કસ્બા જ્યાં-જ્યાં પણ બાપ નાં બાળકો છે, ત્યાંથી શોધી લીધાં. પોતાનાં બનાવી લીધાં. ગીત ગાઓ છો ને-મૈ બાબા કા ઔર બાબા મેરા. ન જાત જોઈ, ન દેશ જોયો, ન રંગ જોયો, બધાનાં મસ્તક પર એક જ રુહાની રંગ જોયો - જ્યોતિ બિંદુ. ડબલ વિદેશી શું સમજે છે? બાપે જાત જોઈ? કાળા છે, ગોરા છે, શ્યામ છે, સુંદર છે? કંઈ ન જોયું. મારા છે-આ જોયું. તો બતાવો, બાપ નો પ્રેમ છે કે તમારો પ્રેમ છે? કોનો છે? (બંનેનો છે) બાળકો પણ જવાબ આપવામાં હોશિયાર છે, કહે છે બાબા, તમે જ કહો છો કે પ્રેમ થી પ્રેમ ખેંચે છે, તો તમારો પ્રેમ છે તો અમારો છે ત્યારે તો ખેંચે છે. બાળકો પણ હોશિયાર છે અને બાપ ને પણ ખુશી છે કે આટલી હિંમત, ઉમંગ-ઉત્સાહ રાખવા વાળા બાળકો છે.

બાપદાદા ની પાસે ૧૫ દિવસ નાં ચાર્ટ નું ઘણાં બાળકોનું રિઝલ્ટ આવ્યું છે. એક વાત તો બાપદાદાએ ચારેય તરફનાં રિઝલ્ટ માં જોઈ કે મેજોરિટી બાળકોનું અટેન્શન રહ્યું છે. પર્સન્ટેજ (ટકા) જેટલા સ્વયં પણ ઈચ્છે છે એટલા નથી, પરંતુ અટેન્શન છે અને દિલ જ દિલ માં જે તીવ્ર પુરુષાર્થી બાળકો છે તે પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવાના લક્ષ્ય થી આગળ વધી પણ રહ્યા છે. અને આગળ વધતા-વધતા મંઝિલ પર પહોંચી જ જશે. થોડા લોકો હજી પણ ક્યારેક અલબેલાપણા માં અને ક્યારેક આળસ નાં વશ અટેન્શન પણ ઓછું આપી રહ્યા છે. એમનું એક વિશેષ સ્લોગન છે-થઈ જ જઈશું, જઈશું…જવાનું નથી, જઈશું. થઈ જ જઈશું આ છે અલબેલાપણું. જવાનું જ છે, આ છે તીવ્ર પુરુષાર્થ. બાપદાદા વાયદા ખૂબ સાંભળે છે, વારંવાર વાયદા ખૂબ સારા કરે છે. બાળકો વાયદા એટલા સારા હિંમત થી કરે છે જે એ સમયે બાપદાદાને પણ બાળકો દિલખુશ મીઠાઈ ખવડાવી દે છે. બાપ પણ ખાઈ લે છે. પરંતુ વાયદો અર્થાત્ પુરુષાર્થ માં વધારે માં વધારે ફાયદો. જો ફાયદો નથી તો વાયદો સમર્થ નથી. તો વાયદો ભલે કરો છતાં પણ દિલખુશ મીઠાઈ તો ખવડાવો છો ને? સાથે-સાથે તીવ્ર પુરુષાર્થ ની લગન ને અગ્નિ રુપ માં લાવો. જ્વાળામુખી બનો. સમય પ્રમાણે રહેલા જે પણ મન નાં, સંબંધ-સંપર્ક નાં હિસાબ-કિતાબ છે એને જ્વાળા સ્વરુપ થી ભસ્મ કરો. લગન છે, આમાં બાપદાદા પણ પાસ કરે છે પરંતુ હવે લગન ને અગ્નિ રુપ માં લાવો.

વિશ્વમાં એક તરફ ભ્રષ્ટાચાર, અત્યાચાર ની અગ્નિ હશે, બીજી તરફ આપ બાળકો નો પાવરફુલ યોગ અર્થાત્ લગન ની અગ્નિ જ્વાળા રુપ માં આવશ્યક છે. આ જ્વાળા રુપ, આ ભ્રષ્ટાચાર, અત્યાચાર ની અગ્નિ ને સમાપ્ત કરશે અને સર્વ આત્માઓ ને સહયોગ આપશે. તમારી લગન જ્વાળા રુપ ની હોય અર્થાત્ પાવરફુલ યોગ હોય, તો આ યાદ ની અગ્નિ, એ અગ્નિ ને સમાપ્ત કરશે અને બીજી તરફ આત્માઓને પરમાત્મ-સંદેશ ની, શીતળ સ્વરુપ ની અનુભૂતિ કરાવશે. બેહદની વૈરાગ વૃતિ પ્રજ્જવલિત કરાવશે. એક તરફ ભસ્મ કરશે બીજી તરફ શીતળ પણ કરશે. બેહદનાં વૈરાગ ની લહેર ફેલાવશે. બાળકો કહે છે-મારો યોગ તો છે, બાબા સિવાય બીજું કોઈ નથી, આ ખૂબ સારું છે. પરંતુ સમય અનુસાર હવે જ્વાળા રુપ બનો. જે યાદગાર માં શક્તિઓનું શક્તિ રુપ, મહાશક્તિ રુપ, સર્વશસ્ત્રધારી દેખાડ્યું છે, હવે એ મહાશક્તિ રુપ પ્રત્યક્ષ કરો. ભલે પાંડવ છો, કે શકિતઓ છો, બધી સાગર થી નીકળેલી જ્ઞાન નદીઓ છો, સાગર નથી, નદી છો. જ્ઞાન-ગંગાઓ છો. તો જ્ઞાન-ગંગાઓ, હવે આત્માઓને પોતાનાં જ્ઞાન ની શીતળતા દ્વારા પાપો ની આગ થી મુક્ત કરો. આ છે વર્તમાન સમય માં બ્રાહ્મણોનું કાર્ય.

બધાં બાળકો પૂછે છે કે આ વર્ષે શું સેવા કરીએ? તો બાપદાદા પહેલી સેવા આ જ બતાવે છે કે હમણાં સમય અનુસાર બધાં બાળકો વાનપ્રસ્થ અવસ્થા માં છે, તો વાનપ્રસ્થી પોતાનો સમય, સાધન બધાં બાળકોને આપીને સ્વયં વાનપ્રસ્થ થાય છે. તો તમે બધાં પણ પોતાનાં સમય નો ખજાનો, શ્રેષ્ઠ સંકલ્પ નો ખજાનો હવે બીજાઓ પ્રતિ લગાવો. પોતાનાં પ્રતિ સમય, સંકલ્પ ઓછા લગાવો. બીજા નાં પ્રતિ લગાવવાથી સ્વયં પણ એ સેવાનું પ્રત્યક્ષ ફળ ખાવાના નિમિત્ત બની જશો. મન્સા સેવા, વાચા સેવા અને સૌથી વધારે-ભલે બ્રાહ્મણ, ભલે બીજા જે પણ સંબંધ-સંપર્ક માં આવે છે એમને કંઈ ન કંઈ માસ્ટર દાતા બનીને આપતા જાઓ. નિઃસ્વાર્થ બની ખુશી આપો, શાંતિ આપો, આનંદ ની અનુભૂતિ કરાવો, પ્રેમ ની અનુભૂતિ કરાવો. આપવાનું છે, આપવું એટલે સ્વતઃ જ લેવું. જે પણ જે સમયે, જે રુપ માં સંબંધ-સંપર્ક માં આવે કંઈક લઈને જાય. આપ માસ્ટર દાતા ની પાસે આવીને ખાલી ન જાય. જેવી રીતે બ્રહ્મા બાપ ને જોયા - ચાલતાં-ફરતાં પણ જો કોઈ પણ બાળક સામે આવ્યું તો કંઈ ને કંઈ અનુભૂતિ વગર ખાલી નહોતા જતાં. આ ચેક કરો જે પણ આવ્યાં, મળ્યાં, કંઈ આપ્યું કે ખાલી ગયાં? ખજાના થી જે ભરપૂર હોય છે તે આપ્યા વગર રહી નથી શકતાં. અખૂટ, અખંડ દાતા બનો. કોઈ માંગે, નહીં. દાતા ક્યારેય એ નથી જોતા કે આ માંગે તો આપીએ. અખૂટ મહાદાની, મહાદાતા સ્વયં જ આપે છે. તો પહેલી સેવા આ વર્ષે મહાન દાતા ની કરો. આપ દાતા દ્વારા મળેલું આપો છો. બ્રાહ્મણ કોઈ ભિખારી નથી પરંતુ સહયોગી છે. તો પરસ્પર બ્રાહ્મણો ને એક-બીજા માં દાન નથી આપવાનું, સહયોગ આપવાનો છે. આ છે પહેલી નંબર ની સેવા. અને સાથે-સાથે બાપદાદાએ વિદેશનાં બાળકો ની ખુશખબરી સાંભળી તો બાપદાદાએ જોયું કે જે આ સૃષ્ટિ નાં અવાજ ફેલાવવાને નિમિત્ત બાપદાદાએ જે માઈક નામ આપ્યું છે તો વિદેશનાં બાળકોએ પરસ્પર આ કાર્ય ને કર્યુ છે અને જ્યારે પ્લાન બન્યો છે તો પ્રેક્ટિકલ થવાનો જ છે. પરંતુ ભારત માં પણ જે ૧૩ ઝોન છે, દરેક ઝોન થી ઓછામાં ઓછા એક એવાં વિશેષ નિમિત્ત સેવાધારી બને, જેમને માઈક કહો કે કંઈ પણ કહો, અવાજ ફેલાવવા વાળા કોઈ નિમિત્ત બનાવો, આ બાપદાદાએ ઓછા માં ઓછું કહ્યું છે પરંતુ જો મોટા-મોટા દેશ માં આવાં નિમિત્ત બનવા વાળા છે તો ફક્ત ઝોન વાળા નહીં પરંતુ મોટા દેશો થી પણ એવાં તૈયાર કરી પ્રોગ્રામ બનાવવાનાં છે. બાપદાદાએ વિદેશ નાં બાળકોને દિલ જ દિલ માં મુબારક આપી, હમણાં મુખ થી પણ આપી રહ્યા છે કે પ્રેક્ટિકલ માં લાવવાનો પ્લાન પહેલાં બાપદાદા ની સામે લાવ્યાં. આમ તો બાપદાદા જાણે છે કે ભારત માં વધારે જ સહજ છે પરંતુ હજી થોડી ક્વોલિટી ની સેવા કરી સહયોગી સમીપ લાવો. ખૂબ સહયોગી છે પરંતુ સંગઠન માં એમને વધારે સમીપ લાવો.

સાથે-સાથે બ્રાહ્મણ આત્માઓમાં વધારે સમીપ લાવવા માટે, દરેક તરફ તથા મધુબન માં ચારેય તરફ જ્વાળા સ્વરુપ નું વાયુમંડળ બનાવવા માટે, ભલે જેને ભઠ્ઠી કહો છો તે કરો, અથવા પરસ્પર સંગઠન માં રુહરિહાન કરી જ્વાળા સ્વરુપ નો અનુભવ કરાવો અને આગળ વધારો. જ્યારે આ સેવા માં લાગી જશો તો જે નાની-નાની વાતો છે ને - જેમાં સમય લાગે છે, મહેનત લાગે છે, દિલશિકસ્ત બનો છો તે બધું એવું લાગશે જેવી રીતે જ્વાળામુખી હાઈએસ્ટ સ્ટેજ અને એની આગળ આ સમય આપવો, મહેનત કરવી, એક ગુડ્ડીઓનો ખેલ અનુભવ થશે. સ્વતઃ સહજ જ સેફ (સુરક્ષિત) થઈ જશો. બાપદાદાએ કહ્યું ને કે સૌથી વધારે બાપદાદા ને રહેમ ત્યારે આવે છે જ્યારે જુએ છે કે માસ્ટર સર્વશક્તિવાન્ બાળકો અને નાની-નાની વાતો માટે મહેનત કરે છે? મહોબ્બત જ્વાળામુખી રુપ ની કમી છે ત્યારે મહેનત લાગે છે. તો હવે મહેનત થી મુક્ત બનો, અલબેલા નથી બનવાનું પરંતુ મહેનત થી મુક્ત થજો. એવું નહીં વિચારતા મહેનત તો કરવાની નથી તો આરામ થી સુઈ જાઓ. પરંતુ મહોબ્બત થી મહેનત ખતમ કરો. અલબેલાપણા થી નહીં. સમજ્યાં! શું કરવાનું છે?

હવે બાપદાદા ને આવવાનું તો છે જ. પૂછે છે આગળ શું થશે? બાપદાદા આવશે કે નહીં આવશે? બાપદાદા ના તો કરતા નથી, હા જી, હા જી કરે છે. બાળકો કહે છે હજૂર, બાપ કહે છે જી હાજર. તો સમજ્યા શું કરવાનું છે, શું નથી કરવાનું. મહેનત મહોબ્બત થી કાપો (ખતમ કરો). હવે મહેનત મુક્ત વર્ષ મનાવો-મહોબ્બત થી, આળસ થી નહીં. આ પાક્કું યાદ રાખજો-આળસ નહીં.

ઠીક છે, બધાં સંકલ્પ પૂરા થયાં? કોઈ રહી ગયાં? જનક ને (દાદી જાનકી ને) પૂછે છે કંઈ રહ્યું? દાદી તો હર્ષાઈ રહ્યાં છે. ખેલ પૂરો થઈ ગયો? આ ઓપરેશન પણ શું છે? ખેલમાં ખેલ છે. ખેલ સારો રહ્યો ને?

(ડ્રિલ) સેકન્ડ માં બિંદુ સ્વરુપ બની મન-બુદ્ધિ ને એકાગ્ર કરવાનો અભ્યાસ વારંવાર કરો. સ્ટોપ કહ્યું અને સેકન્ડ માં વ્યર્થ દેહ-ભાન થી મન-બુદ્ધિ એકાગ્ર થઈ જાય. એવો કંટ્રોલિંગ પાવર આખાં દિવસમાં યુઝ કરીને જુઓ. એવું નહીં ઓર્ડર કરો-કંટ્રોલ અને બે મિનિટ નાં બદલે કંટ્રોલ થાય, પ મિનિટ પછી કંટ્રોલ થાય, એટલે વચ્ચે-વચ્ચે કંટ્રોલિંગ પાવર યુઝ કરીને જોતા જાઓ. સેકન્ડ માં થાય છે, મિનિટ માં થાય છે, વધારે મિનિટ માં થાય છે, આ બધું ચેક કરતા જાઓ. હમણાં બધાએ ત્રણ મહિના નો ચાર્ટ વધારે પાક્કો કરવાનો છે. સર્ટિફિકેટ લેવાનું છે. પહેલાં સ્વયં, સ્વયં ને સર્ટિફિકેટ આપજો પછી બાપદાદા આપશે. અચ્છા!

ચારેય તરફનાં પરમાત્મ-પાલના નાં અધિકારી આત્માઓ ને, પરમાત્મ-ભણતર નાં અધિકારી શ્રેષ્ઠ આત્માઓ ને, પરમાત્મ-પ્રાપ્તિઓ થી સંપન્ન આત્માઓ ને, સદા બિંદુ ની વિધિ થી તીવ્ર પુરુષાર્થી આત્માઓ ને, સદા મહેનત થી મુક્ત રહેવાવાળા મહોબ્બત માં સમાયેલા બાળકો ને, જ્વાળા સ્વરુપ વિશેષ આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.

વરદાન :-
શુદ્ધ અને સમર્થ સંકલ્પો ની શક્તિ થી વ્યર્થ વાઈબ્રેશન ને સમાપ્ત કરવાવાળા સાચાં સેવાધારી ભવ

કહેવાય છે સંકલ્પ પણ સૃષ્ટિ બનાવી દે છે. જ્યારે કમજોર અને વ્યર્થ સંકલ્પ કરો છો તો વ્યર્થ વાયુમંડળ ની સૃષ્ટિ બની જાય છે. સાચાં સેવાધારી એ છે જે પોતાનાં શુદ્ધ શક્તિશાળી સંકલ્પો થી જૂનાં વાઈબ્રેશન ને પણ સમાપ્ત કરી દે. જેવી રીતે સાયન્સ વાળા શસ્ત્ર થી શસ્ત્ર ને ખતમ કરી દે છે, એક વિમાન થી બીજા વિમાન ને નીચે પાડી દે છે એવી રીતે તમારા શુદ્ધ, સમર્થ સંકલ્પ નાં વાઈબ્રેશન, વ્યર્થ વાઈબ્રેશન ને સમાપ્ત કરી દે, હવે આવી સેવા કરો.

સ્લોગન :-
વિઘ્ન રુપી સોના નાં મહીન દોરા થી મુક્ત બનો, મુક્તિ વર્ષ મનાવો.


સુચના:- આજે મહિના નો ત્રીજો રવિવાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, બધાં બ્રહ્મા-વત્સ સંગઠિત રુપમાં સાંજે ૬:૩૦ થી ૭:૩૦ વાગ્યા સુધી વિશેષ પોતાનાં પૂજ્ય સ્વરુપ માં સ્થિત થઈ, સ્વયં ને ઇષ્ટદેવ, ઇષ્ટ દેવી સમજી પોતાનાં ભક્તો ની મનોકામનાઓ પૂરી કરે, નજર થી નિહાલ કરવાની, દર્શનીય મૂર્ત બની સર્વ ને દર્શન કરાવતા પ્રસન્ન કરવાની સેવા કરે.