22-04-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - સર્વ નાં સદ્દગતિ દાતા એક બાપ છે , બાપ જેવી નિષ્કામ સેવા બીજા કોઈ પણ નથી કરી શકતાં”

પ્રશ્ન :-
નવી દુનિયા સ્થાપન કરવામાં બાપ ને કઈ મહેનત કરવી પડે છે?

ઉત્તર :-
એકદમ અજામિલ જેવા પાપીઓને ફરી થી લક્ષ્મી-નારાયણ જેવા પૂજ્ય દેવતા બનાવવાની મહેનત બાપ ને કરવી પડે છે. બાપ આપ બાળકો ને દેવતા બનાવવાની મહેનત કરે છે. બાકી સર્વ આત્માઓ પાછા શાંતિધામ માં જાય છે. દરેકે પોતાનો હિસાબ-કિતાબ ચૂક્તુ કરી લાયક બનીને પાછા ઘરે જવાનું છે.

ગીત :-
ઇસ પાપ કી દુનિયા સે…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકોએ ગીત સાંભળ્યું. બાળકો જાણે છે આ છે પાપ ની દુનિયા. નવી દુનિયા હોય છે પુણ્ય ની દુનિયા. ત્યાં પાપ નથી થતાં. તે છે રામ રાજ્ય, આ છે રાવણ રાજ્ય. આ રાવણ રાજ્ય માં બધાં પતિત દુ:ખી છે, ત્યારે તો પોકારે છે - હે પતિત-પાવન, આવીને અમને પાવન બનાવો. બધાં ધર્મ વાળા પોકારે છે - ઓ ગોડ ફાધર, આવીને અમને લિબ્રેટ કરો, ગાઈડ બનો. એટલે બાપ જ્યારે આવે છે તો જે પણ ધર્મ છે આખી સૃષ્ટિ માં, બધાને લઈ જાય છે. આ સમયે બધાં રાવણ રાજ્ય માં છે. બધાં ધર્મ વાળાઓ ને લઈ જાય છે પાછા શાંતિધામ. વિનાશ તો બધાનો થવાનો જ છે. બાપ અહીં આવીને બાળકો ને સુખધામ ને લાયક બનાવે છે. બધાનું કલ્યાણ કરે છે, એટલે એક ને જ સર્વ નાં સદ્દગતિ દાતા, સર્વ નાં કલ્યાણ કરવા વાળા કહેવાય છે. બાપ કહે છે હવે તમારે પાછા જવાનું છે. બધાં ધર્મ વાળાઓને શાંતિધામ, નિર્વાણધામ જવાનું છે, જ્યાં સર્વ આત્માઓ શાંતિ માં રહે છે. બેહદ નાં બાપ જે રચયિતા છે, તે જ આવીને બધાને મુક્તિ અને જીવનમુક્તિ આપે છે. તો મહિમા પણ એ એક ગોડ ફાધર ની કરવી જોઈએ. જે સર્વ ની આવીને સેવા કરે છે, એમને જ યાદ કરવા જોઈએ. બાપ સ્વયં સમજાવે છે હું દૂરદેશ, પરમધામ નો રહેવા વાળો છું. સૌથી પહેલાં જે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો, તે નથી એટલે મને પોકારે છે. હું આવીને બધાં બાળકોને પાછા લઈ જાઉં છું. હવે હિન્દુ કોઈ ધર્મ નથી. અસલ છે દેવી-દેવતા ધર્મ. પરંતુ પવિત્ર ન હોવાનાં કારણે પોતાને દેવતા ની બદલે હિન્દુ કહી દીધાં છે. હિન્દુ ધર્મ સ્થાપન કરવા વાળા તો કોઈ નથી. ગીતા જ છે સર્વ શાસ્ત્ર શિરોમણી. તે ભગવાન ની ગાયેલી છે. ભગવાન એક ને જ કહેવાય છે-ગોડ ફાધર. શ્રીકૃષ્ણ કે લક્ષ્મી-નારાયણ ને ગોડ ફાધર અથવા પતિત-પાવન નહીં કહેવાશે. આ તો રાજા-રાણી છે. એમને આવાં કોણે બનાવ્યાં? બાપે. બાપ પહેલાં નવી દુનિયા રચે છે, જેના આ માલિક બને છે. કેવી રીતે બન્યાં? આ કોઈ મનુષ્ય માત્ર નથી જાણતાં. મોટા-મોટા લખપતિ મંદિર વગેરે બનાવે છે. એમને પૂછવું જોઈએ-એમણે આ વિશ્વનું રાજ્ય કેવી રીતે મેળવ્યું? કેવી રીતે માલિક બન્યાં? ક્યારેય કોઈ બતાવી નહીં શકે. શું કર્મ કર્યુ જે આટલું ફળ મેળવ્યું? હવે બાપ સમજાવે છે-તમે પોતાનાં ધર્મ ને ભૂલી ગયા છો. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ને ન જાણવાનાં કારણે બધાં બીજા-બીજા ધર્મ માં કન્વર્ટ થઈ ગયા છે. તે પછી રિટર્ન થશે પોત-પોતાનાં ધર્મ માં. જે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નાં છે, તે પછી પોતાનાં જ ધર્મ માં આવી જશે. ક્રિશ્ચન ધર્મ નાં હશે તો પછી ક્રિશ્ચન ધર્મ માં આવી જશે. આ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની કલમ લાગી રહી છે. જે-જે જે ધર્મ નાં છે, એમને પોત-પોતાનાં ધર્મ માં આવવું પડશે. આ ઝાડ છે, એની ત્રણ ટ્યુબ્સ છે પછી એનાથી વૃદ્ધિ થતી જાય છે. બીજા કોઈ આ જ્ઞાન આપી ન શકે. હવે બાપ કહે છે તમે પોતાનાં ધર્મ માં આવી જાઓ. કોઈ કહે છે હું સંન્યાસ ધર્મ માં જાઉં છું, રામકૃષ્ણ પરમહંસ સંન્યાસી નો ફોલોઅર્સ છું. હવે તે છે નિવૃત્તિ માર્ગ વાળા, તમે છો પ્રવૃત્તિ માર્ગ વાળા. ગૃહસ્થ માર્ગ વાળા નિવૃત્તિ માર્ગ વાળા નાં ફોલોઅર્સ કેવી રીતે બની શકે છે? તમે પહેલાં પ્રવૃત્તિ માર્ગ માં પવિત્ર હતાં. પછી રાવણ દ્વારા તમે અપવિત્ર બન્યા છો. આ વાતો બાપ સમજાવે છે. તમે છો ગૃહસ્થ આશ્રમ નાં, ભક્તિ પણ તમારે કરવાની છે. બાપ આવીને ભક્તિ નું ફળ સદ્દગતિ આપે છે. કહેવાય છે - રિલિજન ઈઝ માઈટ. બાપ રિલિજન સ્થાપન કરે છે. તમે આખા વિશ્વ નાં માલિક બનો છો. બાપ પાસેથી તમને કેટલી માઈટ મળે છે? એક સર્વશક્તિવાન્ બાપ જ આવીને બધાની સદ્દગતિ કરે છે બીજા કોઈ નથી સદ્દગતિ આપી શકતાં, નથી મેળવી શકતાં. અહીં જ વૃદ્ધિ થતી રહે છે. પાછું કોઈ પણ જઈ નથી શકતું. બાપ કહે છે હું બધાં ધર્મો નો સેવક છું, બધાને આવીને સદ્દગતિ આપું છું. સદ્દગતિ કહેવાય છે સતયુગ ને. મુક્તિ છે શાંતિધામ માં. તો સૌથી મોટું કોણ થયું? બાપ કહે છે-હે આત્માઓ, તમે બધાં બ્રધર્સ છો, બધાને બાપ પાસે થી વારસો મળે છે. બધાને આવીને પોત-પોતાનાં વિભાગ માં મોકલવા લાયક બનાવું છું. લાયક નથી બનતા તો સજાઓ ખાવી પડે છે. હિસાબ-કિતાબ ચૂક્તુ કરી પછી પાછા જાય છે. તે છે શાંતિધામ અને એ છે સુખધામ.

બાપ કહે છે હું આવીને નવી દુનિયા સ્થાપન કરું છું, એમાં મહેનત કરવી પડે છે. એકદમ અજામિલ જેવા પાપીઓને આવીને આવાં દેવી-દેવતા બનાવું છું. જ્યાર થી તમે વામમાર્ગ માં ગયા છો તો સીડી નીચે ઉતરતા આવ્યા છો. આ ૮૪ જન્મો ની સીડી છે જ નીચે ઉતરવાની. સતો પ્રધાન થી સતો, રજો, તમો…. હમણાં આ છે સંગમ. બાપ કહે છે હું આવું જ એક વાર છું. હું કોઈ ઈબ્રાહમ-બુદ્ધ નાં તન માં નથી આવતો. હું પુરુષોત્તમ સંગમયુગ પર જ આવું છું. હવે કહેવાય છે ફોલો ફાધર. બાપ કહે છે આપ સર્વ આત્માઓએ મને જ ફોલો કરવાનાં છે. મામેકમ્ યાદ કરો તો તમારા પાપ યોગ અગ્નિ થી ભસ્મ થશે. આને કહેવાય છે યોગ અગ્નિ. તમે છો સાચાં-સાચાં બ્રાહ્મણ. તમે કામ-ચિતા થી ઉતરી જ્ઞાન-ચિતા પર બેસો છો. આ એક જ બાપ સમજાવે છે. ક્રાઈસ્ટ, બુદ્ધ વગેરે બધાં એક ને યાદ કરે છે. પરંતુ એમને યથાર્થ કોઈ જાણતું નથી. હમણાં તમે આસ્તિક બનો છો. રચયિતા અને રચના ને તમે બાપ દ્વારા જાણ્યું છે. ઋષિ-મુનિ બધાં નેતિ-નેતિ કહેતા હતાં, અમે નથી જાણતાં. સ્વર્ગ છે સચખંડ, દુઃખ નું નામ નથી. અહીં કેટલું દુઃખ છે! આયુષ્ય પણ કેટલું ઓછું છે! દેવતાઓનું આયુષ્ય કેટલું લાંબું છે! તે છે પવિત્ર યોગી, અહીં છે અપવિત્ર ભોગી. સીડી ઉતરતા-ઉતરતા આયુષ્ય ઓછું થતું જાય છે. અકાળે મૃત્યુ પણ થતું રહે છે. બાપ તમને એવા બનાવે છે જે તમે ૨૧ જન્મ ક્યારેય રોગી નહીં બનશો. તો એવાં બાપ પાસેથી વારસો લેવો જોઈએ. આત્માએ કેટલાં સમજદાર બનવું જોઈએ? બાબા એવો વારસો આપે છે જે ત્યાં કોઈ દુઃખ નથી. તમારું રડવાનું-રાડો પાડવાનું બંધ થઈ જાય છે. બધાં પાર્ટધારી છે. આત્મા એક શરીર છોડી બીજું લે છે. આ પણ ડ્રામા. બાબા કર્મ, અકર્મ, વિકર્મ ની ગતિ પણ સમજાવે છે. બ્રહ્મા નો દિવસ અને રાત ગવાયેલું છે. બ્રહ્મા નાં દિવસ-રાત સો બ્રાહ્મણો નાં. હવે તમારો દિવસ થવાનો છે. મહાશિવરાત્રી કહે છે. હવે ભક્તિ ની રાત પૂરી થઈ જ્ઞાન નો ઉદય થાય છે. હમણાં છે સંગમ. તમે હમણાં ફરી થી સ્વર્ગવાસી બની રહ્યા છો. અંધારી રાત માં ધક્કા પણ ખાધા, ટિપ્પડ પણ ઘસાવી, પૈસા પણ ખલાસ કર્યા. હવે બાપ કહે છે હું આવ્યો છું તમને શાંતિધામ અને સુખધામ માં લઈ જવા માટે. તમે સુખધામ નાં રહેવાસી હતાં. ૮૪ જન્મ પછી દુઃખધામ માં આવીને પડ્યા છો. પછી પોકારો છો-બાબા આવો, આ જૂની દુનિયામાં. આ તમારી દુનિયા નથી. તમે હમણાં યોગબળ થી પોતાની દુનિયા સ્થાપન કરી રહ્યા છો. તમારે હવે ડબલ અહિંસક બનવાનું છે. નથી કામ કટારી ચલાવવાની, નથી લડવા-ઝઘડવાનું. બાપ કહે છે હું દર ૫ હજાર વર્ષ પછી આવું છું. આ કલ્પ ૫ હજાર વર્ષ નું છે, ન કે લાખો વર્ષ નું. જો લાખો વર્ષ નું હોત પછી તો અહીં ખૂબ જનસંખ્યા થાત. ગપોડા લગાવતા રહે છે એટલે બાપ કહે છે હું કલ્પ-કલ્પ આવું છું, મારો પણ ડ્રામા માં પાર્ટ છે. પાર્ટ વગર હું કંઈ પણ કરી નથી શકતો. હું પણ ડ્રામા નાં બંધન માં છું. પૂરાં સમય પર આવું છું, મનમનાભવ. પરંતુ આનો કોઈ અર્થ નથી જાણતાં. બાપ કહે છે દેહ નાં સર્વ સંબંધ છોડી મામેકમ્ યાદ કરો તો બધાં પાવન બની જશો. બાળકો બાપ ને યાદ કરવાની મહેનત કરતા રહે છે.

આ છે ઈશ્વરીય વિશ્વ-વિદ્યાલય. આવું વિદ્યાલય બીજું હોઈ ન શકે. અહીં ઈશ્વર બાપ આવીને આખાં વિશ્વને ચેન્જ કરે છે. હેલ થી હેવન બનાવી દે છે, જેના પર તમે રાજ્ય કરો છો. હવે બાપ કહે છે મને યાદ કરો તો તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો. આ છે બાબા નો ભાગ્યશાળી રથ, જેમાં બાપ આવીને પ્રવેશ કરે છે. શિવ જયંતિ ને કોઈ પણ જાણતું નથી. તે તો કહી દે છે પરમાત્મા નામ-રુપ થી ન્યારા છે. અરે, નામ-રુપ થી ન્યારી તો કોઈ વસ્તુ હોતી નથી. કહે છે આ આકાશ છે, તો આ નામ તો થયું ને? ભલે પોલાર છે, પરંતુ તો પણ નામ છે. તો બાપ નું પણ નામ છે કલ્યાણકારી. પછી ભક્તિ માર્ગ માં ખૂબ નામ રાખ્યાં છે. બબુલનાથ પણ કહે છે. એ આવીને કામ કટારી થી છોડાવીને પાવન બનાવે છે. નિવૃત્તિ માર્ગ વાળા બ્રહ્મ ને જ પરમાત્મા માને છે, એમને જ યાદ કરે છે. બ્રહ્મ યોગી, તત્વ યોગી કહેવાય છે. પરંતુ તે થઈ ગયું રહેવાનું સ્થાન, જેને બ્રહ્માંડ કહેવાય છે. તે પછી બ્રહ્મ ને ભગવાન સમજી લે છે. સમજે છે અમે લીન થઈ જઈશું. એટલે આત્મા ને વિનાશી બનાવી દે છે. બાપ કહે છે હું જ આવીને સર્વ ની સદ્દગતિ કરું છું એટલે એક શિવબાબા ની જયંતિ હીરાતુલ્ય છે બાકી બધી જયંતિઓ કોડીતુલ્ય છે. શિવબાબા જ બધાની સદ્દગતિ કરે છે. તો એ છે હીરા જેવાં. એ જ તમને ગોલ્ડન એજ માં લઈ જાય છે. આ જ્ઞાન તમને બાપ જ આવીને ભણાવે છે, જેનાથી તમે દેવી-દેવતા બનો છો. પછી આ જ્ઞાન પ્રાય:લોપ થઈ જાય છે. આ લક્ષ્મી-નારાયણ માં રચયિતા અને રચના નું જ્ઞાન નથી.

બાળકોએ ગીત સાંભળ્યું-કહે છે એવી જગ્યાએ લઈ જાઓ, જ્યાં શાંતિ અને ચેન હોય. તે છે શાંતિધામ, પછી સુખધામ. ત્યાં અકાળે મૃત્યુ નથી થતું. તો બાપ આવ્યાં છે બાળકોને એ સુખ-ચેન ની દુનિયામાં લઈ જવા માટે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

રાત્રિ ક્લાસ :-
હમણાં તમારી સૂર્યવંશી, ચંદ્રવંશી બંને રાજધાની બને છે. જેટલું તમે જાણો છો અને પવિત્ર બનો છો એટલું બીજા કોઈ જાણી નહીં શકશે, ન પવિત્ર બની શકશે. બાકી સાંભળશે બાપ આવ્યાં છે તો બાપ ને યાદ કરવા લાગી જશે. તો પણ તમે આગળ ચાલી આ પણ જોશો-લાખો, કરોડો સમજતા જશે. વાયુમંડળ જ એવું હશે. અંત ની લડાઈ માં બધાં હોપલેસ (નિરાશ) થઈ જશે. બધાને ટચ થશે. તમારો અવાજ (પ્રભાવ) પણ થશે. સ્વર્ગ ની સ્થાપના થઈ રહી છે. બાકી બધાનું મોત તૈયાર છે. પરંતુ તે સમય એવો હોય છે જે ઘુટકા ખાવાનો (અલબેલાપણાનો) સમય નહીં રહેશે. આગળ ચાલી ઘણાં સમજશે, જે હશે. એવું પણ નથી-આ બધાં એ સમયે હશે. કોઈ મરી પણ જશે. હશે તે જે કલ્પ-કલ્પ હોય છે. એ સમયે એક બાપ ની યાદમાં હશે. અવાજ પણ ઓછો થઈ જશે. પછી પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરવા લાગશે. તમે બધાં સાક્ષી થઈને જોશો. ખૂબ દર્દનાક ઘટનાઓ થતી રહેશે. બધાને ખબર પડી જશે કે હવે વિનાશ થવાનો છે. દુનિયા બદલાવાની છે. વિવેક કહે છે વિનાશ ત્યારે થશે જ્યારે બોમ્બસ પડશે. હમણાં પરસ્પર કહેતા રહે છે કન્ડિશન કરો, વચન આપો અમે બોમ્બસ નહીં છોડીશું. પરંતુ આ બધી વસ્તુ બનેલી છે વિનાશ માટે.

તમે કહો છો ખુશી પણ ખૂબ રહેવાની છે. તમે જાણો છો નવી દુનિયા બની રહી છે. સમજો છો બાપ જ નવી દુનિયા સ્થાપન કરશે. ત્યાં દુઃખ નું નામ નહીં હશે. આનું નામ જ છે પેરેડાઇઝ. જેવી રીતે તમને નિશ્ચય છે તેવી રીતે આગળ ચાલી અનેક ને થશે. શું થાય છે જેમને અનુભવ પ્રાપ્ત કરવા છે, તે આગળ ચાલીને ખૂબ પ્રાપ્ત કરશે. અંત નાં સમયે યાદ ની યાત્રા માં પણ ખૂબ રહેશે. હમણાં તો સમય પડ્યો છે, પુરુષાર્થ પૂરો નહીં કરશો તો પદ ઓછું થઈ જશે. પુરુષાર્થ કરવાથી પદ પણ સારું મળશે. એ સમયે તમારી અવસ્થા પણ ખૂબ સારી હશે. સાક્ષાત્કાર પણ કરશો. કલ્પ-કલ્પ જેવી રીતે વિનાશ થયો છે, તેવી રીતે થશે જેમનામાં નિશ્ચય હશે, ચક્ર નું જ્ઞાન હશે તે ખુશી માં રહેશે. અચ્છા-રુહાની બાળકો, ગુડ નાઈટ.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ડબલ અહિંસક બની યોગબળ થી આ હેલ ને હેવન બનાવવાનું છે. તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનો પુરુષાર્થ કરવાનો છે.

2. એક બાપ ને પૂરે-પૂરાં ફોલો કરવાનાં છે. સાચાં-સાચાં બ્રાહ્મણ બની યોગ અગ્નિ થી વિકર્મો ને દગ્ધ કરવાનાં છે. બધાને કામ ચિતા થી ઉતારી જ્ઞાન ચિતા પર બેસાડવાનાં છે.

વરદાન :-
નિ : સ્વાર્થ અને નિર્વિકલ્પ સ્થિતિ થી સેવા કરવા વાળા સફળતા મૂર્ત ભવ

સેવા માં સફળતાનો આધાર તમારી નિ:સ્વાર્થ અને નિર્વિકલ્પ સ્થિતિ છે. એ સ્થિતિ માં રહેવાવાળા સેવા કરતા સ્વયં પણ સંતુષ્ટ અને હર્ષિત રહે અને એમનાથી બીજા પણ સંતુષ્ટ રહે છે. સેવામાં સંગઠન હોય છે અને સંગઠન માં ભિન્ન-ભિન્ન વાતો, ભિન્ન-ભિન્ન વિચાર હોય છે. પરંતુ અનેકતા માં મૂંઝાઓ નહીં. એવું નહીં વિચારો કોનું માનીએ, કોનું ન માનીએ? નિ:સ્વાર્થ અને નિર્વિકલ્પ ભાવ થી નિર્ણય લો તો કોઈને પણ વ્યર્થ સંકલ્પ નહીં આવશે અને સફળતા મૂર્ત બની જશો.

સ્લોગન :-
હવે સકાશ દ્વારા બુદ્ધિઓ ને પરિવર્તન કરવાની સેવા પ્રારંભ કરો.