23-04-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ જે શિક્ષાઓ આપે છે , એને અમલ માં લાવો , તમારે પ્રતિજ્ઞા કરી પોતાનાં વચન થી ફરવાનું નથી , આજ્ઞા નું ઉલ્લંઘન નથી કરવાનું”

પ્રશ્ન :-
તમારા ભણતર નો સાર શું છે? તમારે કયો અભ્યાસ અવશ્ય કરવાનો છે?

ઉત્તર :-
તમારું ભણતર છે વાનપ્રસ્થ માં જવાનું. આ ભણતર નો સાર છે વાણી થી પરે જવાનો. બાપ જ બધાને પાછા લઈ જાય છે. આપ બાળકોએ ઘરે જતા પહેલાં સતોપ્રધાન બનવાનું છે. એના માટે એકાંત માં જઈને દેહી-અભિમાની રહેવાનો અભ્યાસ કરો. અશરીરી બનવાનો અભ્યાસ જ આત્માને સતોપ્રધાન બનાવશે.

ઓમ શાંતિ!
પોતાને આત્મા સમજી બાબા ને યાદ કરવાથી તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો અને પછી એવાં વિશ્વનાં માલિક બની જશો. કલ્પ-કલ્પ તમે આવી રીતે જ તમોપ્રધાન થી સતોપ્રધાન બનો છો પછી ૮૪ જન્મો માં તમોપ્રધાન બનો છો. પછી બાપ શિક્ષા આપે છે, પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો. ભક્તિમાર્ગ માં પણ તમે યાદ કરતા હતાં, પરંતુ એ સમયે મોટી બુદ્ધિનું જ્ઞાન હતું. હમણાં મહીન બુદ્ધિનું જ્ઞાન છે. પ્રેક્ટિકલ માં બાપ ને યાદ કરવાના છે. આ પણ સમજાવવાનું છે-આત્મા પણ સ્ટાર જેવો છે, બાપ પણ સ્ટાર જેવા છે. ફક્ત એ પુનર્જન્મ નથી લેતાં, તમે લો છો એટલે તમારે તમોપ્રધાન બનવું પડે છે. પછી સતોપ્રધાન બનવા માટે મહેનત કરવી પડે. માયા ઘડી-ઘડી ભૂલાવી દે છે. હવે અભૂલ બનવાનું છે, ભૂલ નથી કરવાની. જો ભૂલો કરતા રહેશો તો તમે હજી પણ તમોપ્રધાન બની જશો. ડાયરેક્શન મળે છે પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો, બેટરી ને ચાર્જ કરો તો તમે સતોપ્રધાન વિશ્વનાં માલિક બની જશો. ટીચર તો બધાને ભણાવે છે. સ્ટુડન્ટ માં નંબરવાર પાસ થાય છે. નંબરવાર પછી કમાણી કરે છે. તમે પણ નંબરવાર પાસ થાઓ છો પછી નંબરવાર પદ મેળવો છો. ક્યાં વિશ્વનાં માલિક, ક્યાં પ્રજા, દાસ-દાસીઓ! જે સ્ટુડન્ટ સારા, સપૂત, આજ્ઞાકારી, વફાદાર, ફરમાનવરદાર હોય છે એ જરુર ટીચર ની મત પર ચાલશે. જેટલું રજીસ્ટર સારું હશે એટલા માર્ક્સ વધારે મળશે એટલે બાપ પણ બાળકોને વારંવાર સમજાવે છે, ભૂલ નહીં કરો. એવું નહીં સમજો કલ્પ પહેલાં પણ નાપાસ થયા હતાં. ઘણાઓ ને આ દિલ માં આવતું હશે કે અમે સર્વિસ નથી કરતાં તો જરુર નાપાસ થઈશું. બાપ તો સાવધાની આપતા રહે છે, તમે સતયુગી સતોપ્રધાન થી કળિયુગી તમોપ્રધાન બન્યા છો પછી વર્લ્ડ ની હિસ્ટ્રી-જિગ્રોફી રિપીટ થશે. સતોપ્રધાન બનવા માટે બાપ ખૂબ સહજ રસ્તો બતાવે છે-મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. તમે ચઢતા-ચઢતા સતોપ્રધાન બની જશો. ચઢશો ધીરે-ધીરે એટલે ભૂલો નહીં. પરંતુ માયા ભૂલાવી દે છે. નાફરમાનવરદાર બનાવી દે છે. બાપ જે ડાયરેક્શન આપે છે, તે માને છે, પ્રતિજ્ઞા કરે છે પછી એના પર ચાલતાં નથી. તો બાપ કહેશે આજ્ઞા નું ઉલ્લંઘન કરી પોતાનાં વચન થી ફરવા વાળા છે. બાપ સાથે પ્રતિજ્ઞા કરી પછી અમલ કરાય છે. બેહદ નાં બાપ જેવી શિક્ષાઓ આપે છે એવી શિક્ષાઓ બીજા કોઈ આપશે નહીં. ચેન્જ પણ જરુર થવાનું છે. ચિત્ર કેટલાં સારા છે? બ્રહ્માવંશી છો પછી વિષ્ણુવંશી બનશો. આ છે નવી ઈશ્વરીય ભાષા, આને પણ સમજવી પડે છે. આ રુહાની નોલેજ કોઈ આપતા નથી. કોઈ સંસ્થા નીકળી છે જેમણે રુહાની સંસ્થા નામ રાખ્યું છે. પરંતુ રુહાની સંસ્થા તમારા વગર કોઈ હોઈ ન શકે. બનાવટી ખૂબ થઈ જાય છે. આ છે નવી વાત, તમે બિલકુલ થોડા છો બીજા કોઈ આ વાતો સમજી ન શકે. આખું ઝાડ હમણાં ઊભું છે. બાકી મૂળ નથી, પછી થડ ઊભું થઈ જાય છે. બાકી ત્યાં ડાળીઓ નહીં રહેશે, તે બધી ખતમ થઈ જશે. બેહદ નાં બાપ જ બેહદ ની સમજણ આપે છે. હમણાં આખી દુનિયા પર રાવણ રાજ્ય છે. આ લંકા છે. તે લંકા તો સમુદ્રની પાર છે. બેહદની દુનિયા પણ સમુદ્ર પર છે. ચારેય તરફ પાણી છે. તે હદ ની વાતો, બાપ બેહદ ની વાતો સમજાવે છે. એક જ બાપ સમજાવવા વાળા છે. આ ભણતર છે. જ્યારે નોકરી મળે, ભણતર નું રીઝલ્ટ નીકળે ત્યાં સુધી ભણતર માં લાગ્યા રહે છે. એમાં જ બુદ્ધિ ચાલે છે. સ્ટુડન્ટ નું કામ છે ભણવામાં અટેન્શન આપવું. ઉઠતાં, બેસતાં, ચાલતાં, ફરતાં યાદ કરવાનું છે. સ્ટુડન્ટ ની બુદ્ધિમાં આ ભણતર રહે છે. પરીક્ષા નાં દિવસો માં ખૂબ મહેનત કરે છે કે ક્યાંક નાપાસ ન થઈ જઈએ. ખાસ સવારે બગીચા માં જઈને ભણે છે કારણ કે ઘર નાં આવાજ નાં વાયબ્રેશન ગંદા હોય છે.

બાપે સમજાવ્યું છે દેહી-અભિમાની થવાનો અભ્યાસ પાડો, પછી ભૂલશો નહીં. એકાંત નાં સ્થાન તો ખૂબ છે. શરુ-શરુ માં ક્લાસ પૂરો કરી તમે બધાં પહાડો પર ચાલ્યા જતા હતાં. હમણાં દિવસે-દિવસે નોલેજ ડીપ થતી જાય છે. સ્ટુડન્ટ ને મુખ્ય ઉદ્દેશ યાદ રહે છે. આ છે વાનપ્રસ્થ અવસ્થા માં જવાનું ભણતર. એક સિવાય બીજું કોઈ ભણાવી ન શકે. સાધુ-સંત વગેરે બધાં ભક્તિ જ શીખવાડે છે. વાણી થી પરે જવાનો રસ્તો એક બાપ જ બતાવે છે. એક બાપ જ બધાને પાછા લઈ જાય છે. હમણાં તમારી છે બેહદ ની વાનપ્રસ્થ અવસ્થા, જેને કોઈ પણ નથી જાણતાં. બાપ કહે છે-બાળકો, તમે બધાં વાનપ્રસ્થી છો. પૂરી દુનિયાની વાનપ્રસ્થ અવસ્થા છે. કોઈ ભણે કે ન ભણે, પાછા બધાએ જવાનું છે. જે પણ આત્માઓ મૂળવતન માં જશે, એ પોત-પોતાનાં સેક્શન માં ચાલ્યાં જશે. આત્માઓનું ઝાડ પણ વન્ડરફુલ બનેલું છે. આ પૂરા ડ્રામા નું ચક્ર બિલકુલ એક્યુરેટ છે. જરા પણ ફરક નથી. લીવર અને સલેન્ડર ઘડિયાળ હોય છે ને? લીવર ઘડિયાળ બિલકુલ એક્યુરેટ રહે છે. આમાં પણ કોઈનો બુધ્ધિયોગ લીવર રહે છે. કોઈનો સલેન્ડર રહે છે. કોઈનો બિલકુલ લાગતો જ નથી. ઘડિયાળ જાણે કે ચાલતી જ નથી. તમારે બિલકુલ લીવર ઘડિયાળ બનવાનું છે તો રાજાઈ માં જશો. સલેન્ડર પ્રજા માં જશે. પુરુષાર્થ લીવર બનવાનો કરવાનો છે. રાજાઈ પદ મેળવવા વાળા માટે જ કોટોમાં કોઈ કહેવાય છે. તે જ વિજય માળામાં પરોવાય છે. બાળકો સમજે છે-મહેનત બરાબર છે. કહે છે બાબા, ઘડી-ઘડી ભૂલી જઈએ છીએ. બાબા સમજાવે છે-બાળકો, જેટલા પહેલવાન બનશો તો માયા પણ જબરજસ્ત લડે છે. મલ્લ યુદ્ધ હોય છે ને? એમાં ખૂબ સંભાળ રાખે છે. પહેલવાનો ને પહેલવાન જાણે છે. અહીં પણ એવું છે, મહાવીર બાળકો પણ છે. એમાં પણ નંબરવાર છે. સારા-સારા મહારથીઓ ને માયા પણ સારી રીતે તોફાન માં લાવે છે. બાબાએ સમજાવ્યું છે-માયા કેટલી પણ હેરાન કરે, તોફાન લાવે, તમે ખબરદાર રહેજો. કોઈ વાત માં હારતા નહીં. મન્સા માં તોફાન ભલે આવે, કર્મેન્દ્રિયો થી નથી કરવાનાં. તોફાન આવે છે પાડવા માટે. માયા ની લડાઈ ન હોય તો પહેલવાન કેવી રીતે કહેવાશે? માયા નાં તોફાનો ની પરવા ન કરવી જોઈએ. પરંતુ ચાલતાં-ચાલતાં કર્મેન્દ્રિયો નાં વશ થઈ ઝટ પડી જાય છે. આ બાપ તો રોજ સમજાવે છે-કર્મેન્દ્રિયો થી વિકર્મ નહીં કરતાં. બેકાયદેસર કામ કરવાનું છોડશો નહીં તો પાઈ-પૈસા નું પદ મેળવશો. અંદર પોતે પણ સમજે છે, અમે નાપાસ થઈ જઈશું. જવાનું તો બધાને છે. બાપ કહે છે-મને યાદ કરો છો તો એ યાદ નો પણ વિનાશ નથી થતો. થોડું પણ યાદ કરવાથી સ્વર્ગ માં આવી જશો. થોડું યાદ કરવાથી અથવા ખૂબ યાદ કરવાથી શું-શું પદ મળશે, એ પણ તમે સમજી શકો છો. કોઈ પણ છૂપાઈ નથી શકતાં. કોણ શું-શું બનશે? પોતે પણ સમજી શકે છે. જો અમે હમણાં હાર્ટફેલ થઈ જઈએ તો શું પદ મેળવીશું? બાબાને પૂછી પણ શકો છો. આગળ ચાલીને જાતેજ સમજતા જશે. વિનાશ સામે છે, તોફાન, વરસાદ, કુદરતી આપદાઓ પૂછીને નથી આવતાં. રાવણ તો બેઠો જ છે. આ ખૂબ મોટી પરીક્ષા છે. જે પાસ થાય છે તે ઊંચ પદ મેળવે છે. રાજાઓ જરુર સમજદાર જોઈએ જે રૈયત (પ્રજા) ને સંભાળી શકે. આઈ.સી.એસ પરીક્ષા માં થોડાં પાસ થાય છે. બાપ તમને ભણાવીને સ્વર્ગ નાં માલિક સતોપ્રધાન બનાવે છે. તમે જાણો છો સતોપ્રધાન થી પછી તમોપ્રધાન બન્યાં, હવે બાપ ની યાદ થી સતોપ્રધાન બનવાનું છે. પતિત-પાવન બાપ ને યાદ કરવાના છે. બાપ કહે છે મનમનાભવ. આ છે એ જ ગીતા નો એપિસોડ. ડબલ સિરતાજ બનવાની જ ગીતા છે. બનાવશે તો બાપ ને? તમારી બુદ્ધિમાં પૂરી નોલેજ છે. જે સારા બુદ્ધિવાન છે, એમની પાસે ધારણા પણ સારી હોય છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

રાત્રિક્લાસ - ૫-૧-૬૯

બાળકો અહીં ક્લાસ માં બેઠાં છે અને જાણે છે આપણા ટીચર કોણ છે? હમણાં સ્ટુડન્ટ ને પૂરો સમય એ જ યાદ રહે છે કે આપણા ટીચર કોણ છે? અહીં ભૂલી જાય છે. ટીચર જાણે છે બાળકો મને ઘડી-ઘડી ભૂલી જાય છે. આવાં રુહાની બાપ તો ક્યારેય મળ્યા નથી. સંગમયુગ પર જ મળે છે. સતયુગ અને કળિયુગ માં તો શરીરધારી બાપ મળે છે. આ યાદ અપાવે છે કે બાળકોને પાક્કું થઈ જાય કે આ સંગમયુગ છે, જેમાં આપણે બાળકો એવાં પુરુષોત્તમ બનવાના છીએ. તો બાપ ને યાદ કરવાથી ત્રણેય યાદ આવવા જોઈએ. ટીચર ને યાદ કરો તો પણ ત્રણેય યાદ, ગુરુ ને યાદ કરો તો પણ ત્રણેય યાદ આવવી જોઈએ. આ જરુર યાદ કરવું પડે છે. મુખ્ય વાત છે પવિત્ર બનવાની. પવિત્ર ને સતોપ્રધાન જ કહેવાય છે. એ રહે જ છે સતયુગ માં. હમણાં ચક્કર લગાવીને આવ્યા છે. સંગમયુગ છે. કલ્પ-કલ્પ બાપ પણ આવે છે, ભણાવે છે. બાપની પાસે તમે રહો છો ને? આ પણ જાણો છો આ સાચાં સદ્દગુરુ છે. અને બરોબર મુક્તિ-જીવન મુક્તિધામ નો રસ્તો બતાવે છે. ડ્રામાપ્લાન અનુસાર આપણે પુરુષાર્થ કરી બાપ ને ફોલો કરીએ છીએ. અહીં શિક્ષા મેળવીને ફોલો કરીએ છીએ. જેવી રીતે આ શીખે છે તેવી રીતે આપ બાળકો પણ પુરુષાર્થ કરો છો. દેવતા બનવું છે તો શુદ્ધ કર્મ કરવાના છે. ગંદકી કોઈ પણ ન રહે. અને ખૂબ ખાસ વાત છે બાપ ને યાદ કરવાની. સમજે છે બાપ ને ભૂલી જઈએ છીએ, શિક્ષા ને પણ ભૂલી જઈએ છીએ અને યાદ ની યાત્રા ને પણ ભૂલી જઈએ છીએ. બાપને ભૂલવાથી જ્ઞાન પણ ભૂલાઈ જાય છે. હું સ્ટુડન્ટ છું, આ પણ ભૂલાઈ જાય છે. યાદ તો ત્રણેય આવવી જોઈએ. બાપ ને યાદ કર્યા તો ટીચર, સદ્દગુરુ જરુર યાદ આવશે. શિવબાબા ને યાદ કરે છે તો સાથે-સાથે દૈવી ગુણ પણ જરુર જોઈએ. બાપ ની યાદ માં છે કરામત. કરામત જેટલી બાપ બાળકો ને શીખવાડે છે એટલી બીજા કોઈ શીખવાડી ન શકે. તમોપ્રધાન થી આપણે આ જ જન્મ માં સતોપ્રધાન બનીએ છીએ. તમોપ્રધાન બનવામાં આખું કલ્પ લાગે છે. હમણાં આ એક જ જન્મ માં સતોપ્રધાન બનવાનું છે, આમાં જે જેટલી મહેનત કરશે. આખી દુનિયા તો મહેનત નથી કરવાની. બીજા ધર્મ વાળા મહેનત નહીં કરશે. બાળકોએ સાક્ષાત્કાર કર્યા છે. ધર્મસ્થાપક આવે છે. પાર્ટ ભજવે છે ફલાણા-ફલાણા ડ્રેસ માં. તમોપ્રધાન માં એ આવે છે. સમજ પણ કહે છે જેવી રીતે આપણે સતોપ્રધાન બનીએ છીએ બીજા બધાં પણ બનશે. પવિત્રતા નું દાન બાપ પાસે થી લેશે. બધાં બોલાવે છે અમને અહીં થી લિબ્રેટ કરી ઘરે લઈ ચાલો. ગાઈડ બનો. આ તો ડ્રામા પ્લાન અનુસાર બધાને ઘરે જવાનું જ છે. અનેકવાર ઘરે જાય છે. કોઈ તો પૂરાં ૫૦૦૦ વર્ષ ઘર માં નથી રહેતાં. કોઈ તો પૂરાં પ૦૦૦ હજાર વર્ષ રહે છે. અંત માં આવશે તો કહેવાશે ૪૯૯૯ વર્ષ શાંતિધામ માં રહ્યા છે. આપણે કહીશું ૪૯૯૯ વર્ષ આ સૃષ્ટિ પર રહ્યા છીએ. આ તો બાળકો ને નિશ્ચય છે ૮૩-૮૪ જન્મ લીધાં છે. જે ખૂબ હોશિયાર હશે તે જરુર પહેલાં આવ્યા હશે. અચ્છા મીઠાં-મીઠાં રુહાની બાળકો પ્રત્યે યાદ-પ્યાર અને ગુડનાઈટ.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સતોપ્રધાન બનવા માટે યાદ ની યાત્રા થી પોતાની બેટરી ચાર્જ કરવાની છે. અભૂલ બનવાનું છે. પોતાનું રજીસ્ટર સારું રાખવાનું છે. કોઈ પણ ભૂલ નથી કરવાની.

2. કોઈપણ બેકાયદેસર કર્મ નથી કરવાનાં, માયા નાં તોફાનો ની પરવા ન કરી, કર્મેન્દ્રિય જીત બનવાનું છે. લીવર ઘડિયાળ સમાન એક્યુરેટ પુરુષાર્થ કરવાનો છે.

વરદાન :-
સેવા દ્વારા ખુશી , શક્તિ અને સર્વ નાં આશિર્વાદ પ્રાપ્ત કરવા વાળા પુણ્ય આત્મા ભવ

સેવા નું પ્રત્યક્ષફળ - ખુશી અને શક્તિ મળે છે. સેવા કરતા આત્માઓને બાપ નાં વારસાનાં અધિકારી બનાવી દેવા-આ પુણ્ય નું કામ છે. જે પુણ્ય કરે છે એમને આશિર્વાદ જરુર મળે છે. સર્વ આત્માઓનાં દિલ માં જે ખુશીનાં સંકલ્પ ઉત્પન્ન થાય, તે શુભ સંકલ્પ આશિર્વાદ બની જાય છે અને ભવિષ્ય પણ જમા થઈ જાય છે એટલે સદા પોતાને સેવાધારી સમજી સેવા નું અવિનાશી ફળ ખુશી અને શક્તિ સદા લેતા રહો.

સ્લોગન :-
મન્સા-વાચા ની શક્તિ થી વિઘ્ન નો પડદો હટાવી દો તો અંદર કલ્યાણ નું દૃશ્ય દેખાય.