24-04-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે સવારે અમીર બનો છો , સાંજે ફકીર ( ગરીબ ) બનો છો . ફકીર થી અમીર , પતિત થી પાવન બનવા માટે બે શબ્દ યાદ રાખો - મનમનાભવ , મધ્યાજીભવ”

પ્રશ્ન :-
કર્મબંધન થી મુક્ત થવાની યુક્તિ શું છે?

ઉત્તર :-
૧. યાદ ની યાત્રા તથા જ્ઞાન નું સિમરણ, ૨. એક ની સાથે સર્વ સંબંધ રહે, અન્ય કોઈમાં પણ બુદ્ધિ ન જાય, ૩. જે સર્વ શક્તિવાન્ બેટરી છે, એ બેટરી સાથે યોગ લાગેલો હોય. પોતાનાં ઉપર પૂરું ધ્યાન હોય, દૈવીગુણો ની પાંખો લાગેલી હોય તો કર્મબંધન થી મુક્ત થતા જશો.

ઓમ શાંતિ!
બાપે સમજાવ્યું છે-આ છે ભારત માટે કહાણી. શું કહાણી છે? સવારે અમીર છે, સાંજે ફકીર છે. આનાં પર એક કહાણી છે. સવારે અમીર હતાં… આ વાતો તમે જ્યારે અમીર છો ત્યારે નથી સાંભળતાં. ફકીર અને અમીર ની વાતો આપ બાળકો સંગમયુગ પર જ સાંભળો છો. આ દિલ માં ધારણ કરવાનું છે. બરોબર ભક્તિ ફકીર બનાવે છે, જ્ઞાન અમીર બનાવે છે. દિવસ અને રાત પણ બેહદ નાં છે. ફકીર અને અમીર પણ બેહદની વાત છે અને બનાવવા વાળા પણ બેહદ નાં બાપ છે. બધાં પતિત આત્માઓ માટે એક જ બેટરી છે પાવન બનાવવાની. આવાં-આવાં ટોટકા યાદ રાખો તો પણ ખુશી માં રહેશો. બાપ કહે છે - બાળકો, તમે સવારે અમીર બની જાઓ છો પછી સાંજે ગરીબ બની જાઓ છો. કેવી રીતે બનો છો? આ પણ બાપ સમજાવે છે. પછી પતિત થી પાવન, ફકીર થી અમીર બનવાની યુક્તિ પણ બાપ જ બતાવે છે. મનમનાભવ, મધ્યાજીભવ - આ બે યુક્તિઓ છે. આ પણ બાળકો જાણે છે - આ પુરુષોત્તમ સંગમયુગ છે. તમે જે પણ અહીં બેઠાં છો, ગેરંટી છે તમે સ્વર્ગ નાં અમીર જરુર બનશો, નંબરવાર પુરુષાર્થ અનુસાર. સ્કૂલ માં પણ એવી રીતે હોય છે. નંબરવાર ક્લાસ ટ્રાન્સફર થાય છે. પરીક્ષા પૂરી થાય છે તો પછી નંબરવાર જઈને બેસે છે, તે છે હદની વાત, આ છે બેહદની વાત. નંબરવાર રુદ્રમાળા માં જાય છે. માળા અથવા ઝાડ. બીજ તો ઝાડ નું જ છે. પરમાત્મા પછી મનુષ્ય સૃષ્ટિ નું બીજ છે, આ બાળકો જાણે છે કે ઝાડ ની વૃદ્ધિ કેવી રીતે થાય છે? જૂનું કેવી રીતે થાય છે? પહેલાં આ તમે જાણતા નહોતાં, બાપે આવીને સમજાવ્યું છે. હવે આ છે પુરુષોત્તમ સંગમયુગ. હવે આપ બાળકોએ પુરુષાર્થ કરવાનો છે. દૈવીગુણ ની પાંખો પણ ધારણ કરવાની છે. પોતાનાં ઉપર પૂરું ધ્યાન આપવાનું છે. યાદ ની યાત્રા થી જ તમે પાવન બનશો બીજો કોઈ ઉપાય નથી. બાપ જે સર્વશક્તિવાન્ બેટરી છે એમની સાથે પૂરો યોગ લગાવવાનો છે. એમની બેટરી ક્યારેય ઢીલી નથી થતી. એ સતો, રજો, તમો માં નથી આવતા કારણકે એમની સદા કર્માતીત અવસ્થા છે. તમે બાળકો કર્મબંધન માં આવો છો. કેટલાં ભારે બંધન છે? આ કર્મબંધનો થી મુક્ત થવાનો એક જ ઉપાય છે-યાદ ની યાત્રા. એનાં સિવાય બીજો કોઈ ઉપાય નથી. જેવી રીતે આ જ્ઞાન છે, આ પણ હાડકાઓ નરમ કરે છે. આમ તો ભક્તિ પણ નરમ બનાવે છે. કહેશે આ બિચારો ભક્ત માણસ છે, આનામાં ઠગી વગેરે કંઈ પણ નથી. પરંતુ ભક્તો માં ઠગી પણ હોય છે. બાબા અનુભવી છે. આત્મા શરીર દ્વારા ધંધાધોરી કરે છે તો આ જન્મ નું પણ બધું સ્મૃતિ માં આવે છે. ૪-૫ વર્ષ ની ઉંમર થી પોતાની જીવન કહાણી યાદ રહેવી જોઈએ. કોઈ ૧૦-૨૦ વર્ષ ની વાત પણ ભૂલી જાય છે. જન્મ-જન્માંતર નાં નામ-રુપ તો યાદ નથી રહી શકતાં. એક જન્મ નું તો થોડું બતાવી શકે છે. ફોટા વગેરે રાખે છે. બીજા જન્મની તો ખબર નથી રહી શકતી. દરેક આત્મા ભિન્ન નામ, રુપ, દેશ, કાળ માં પાર્ટ ભજવે છે. નામ, રુપ બધું બદલાતું રહે છે. આ તો બુદ્ધિમાં છે કેવી રીતે આત્મા એક શરીર છોડી બીજું લે છે? જરુર ૮૪ જન્મ, ૮૪ નામ, ૮૪ બાપ બન્યા હશે. અંત માં પછી તમોપ્રધાન સંબંધ થઈ જાય છે. આ સમયે જેટલા સંબંધ હોય છે, એટલા ક્યારેય નથી હોતાં. કળિયુગી સંબંધો ને બંધન જ સમજવાં જોઈએ. કેટલાં બાળકો હોય છે, પછી લગ્ન કરે છે, પછી બાળકો ને જન્મ આપે છે. આ સમયે સૌથી વધારે બંધન છે - કાકા, મામા, ચાચા નું… જેટલા વધારે સંબંધ એટલા વધારે બંધન. સમાચાર-પત્ર માં આવ્યું પાંચ બાળકો સાથે જન્મ્યા, પાંચેય તંદુરસ્ત છે. હિસાબ કરો કેટલાં અનેક સંબંધ બની જાય છે. આ સમયે તમારો સંબંધ સૌથી નાનો છે. ફક્ત એક બાપ સાથે સર્વ સંબંધ છે. બીજા કોઈ સાથે પણ તમારો બુદ્ધિ યોગ નથી, એક (બાપ) સિવાય. સતયુગ માં પછી આનાથી વધારે છે. હીરા જેવો જન્મ તમારો હમણાં છે. હાઈએસ્ટ બાપ બાળકો ને એડોપ્ટ કરે છે. જીવતે જ ગોદ માં જવાનું છે વારસો મેળવવા માટે, તે હમણાં જ થાય છે. તમે એવાં બાપની ગોદ માં આવ્યા છો જેમનાથી તમને વારસો મળે છે. આપ બ્રાહ્મણો કરતાં ઊંચ કોઈ નથી. બધાનો યોગ એક સાથે છે. તમારો પરસ્પર પણ કોઈ સંબંધ નથી. બહેન-ભાઈ નો સંબંધ પણ નીચે પાડી દે છે. સંબંધ એક સાથે હોવો જોઈએ. આ છે નવી વાત. પવિત્ર થઈને પાછા જવાનું છે. આવું-આવું વિચાર સાગર મંથન કરવાથી તમે ખૂબ રોનક માં આવશો. સતયુગી રોનક અને કળિયુગી રોનક માં રાત-દિવસ નો ફરક છે. ભક્તિ માર્ગ નો સમય છે જ રાવણ નું રાજ્ય. અંત માં સાયન્સ નો ઘમંડ પણ કેટલો હોય છે? જાણે કે સતયુગ સાથે તુલના કરે છે.

એક બાળકીએ સમાચાર લખ્યા કે મેં પ્રશ્ન પૂછ્યો કે સ્વર્ગ માં છો કે નર્ક માં? તો ચાર-પાંચે કહ્યું અમે સ્વર્ગમાં છીએ. બુદ્ધિમાં રાત-દિવસ નો ફરક પડી જાય છે. કોઈ સમજે છે કે અમે તો નર્કમાં છીએ, પછી એમને સમજાવવું પડે છે કે સ્વર્ગવાસી બનવા ઈચ્છો છો? સ્વર્ગ કોણ સ્થાપન કરે છે? આ ખૂબ મીઠી-મીઠી વાતો છે. તમે નોંધ કરો છો, પરંતુ તે ડાયરી માં જ નોંધ કરેલું રહી જાય છે, સમય પર યાદ નથી આવતું. હવે પતિત થી પાવન બનાવવા વાળા પરમપિતા પરમાત્મા શિવ છે. એ કહે છે મામેકમ્ યાદ કરો તો પાપ કપાઈ જશે. યાદ માં કોઈ તો કમાણી થશે ને? યાદ ની રસમ હમણાં નીકળી છે. યાદ થી જ તમે કેટલાં ઊંચ સ્વચ્છ બનો છો! જીતવાની જે મહેનત કરશે, એટલું ઊંચ પદ મેળવશે. બાબાને પણ પૂછી શકો છો. દુનિયામાં તો સંબંધ અને મિલકત ની પાછળ ઝઘડા જ ઝઘડા છે. અહીં તો કોઈ સંબંધ નથી. એક બાપ, બીજું ન કોઈ. બાપ છે બેહદ નાં માલિક. વાત તો ખૂબ સહજ છે. એ તરફ છે સ્વર્ગ અને આ તરફ છે નર્ક. નર્કવાસી સારા કે સ્વર્ગવાસી સારા? જે સમજુ હશે તે તો કહેશે સ્વર્ગવાસી સારા. કોઈ તો કહી દે છે નર્કવાસી અને સ્વર્ગવાસી, આ વાતો થી અમારે કોઈ મતલબ નથી કારણ કે બાપ ને નથી જાણતાં. કોઈ પછી બાપ ની ગોદ થી નીકળી માયા ની ગોદ માં ચાલ્યા જાય છે. વન્ડર છે ને? બાપ પણ વન્ડરફુલ તો જ્ઞાન પણ વન્ડરફુલ, બધાં વન્ડરફુલ. આ વન્ડર્સ ને સમજવા વાળા પણ એવા જોઈએ, જેમની બુદ્ધિ આ વન્ડર માં જ લાગેલી રહે. રાવણ તો વન્ડર નથી, નથી એની રચના વન્ડર. રાત-દિવસ નો ફરક છે. શાસ્ત્રો માં લખી દીધું છે - કાળીદહન માં ગયા, સાપે ડંખ્યા, કાળા થઈ ગયાં. હવે તમે સારી રીતે આ બધું સમજાવી શકો છો. શ્રી કૃષ્ણનાં ચિત્ર ને કોઈ વાંચે તો રિફ્રેશ થઈ જાય. ૮૪ જન્મોની કહાણી છે. જેવી રીતે શ્રીકૃષ્ણ ની, તેવી રીતે તમારી. સ્વર્ગ માં તો તમે આવો છો ને? પછી ત્રેતા માં આવતા રહે છે. વૃદ્ધિ થતી રહે છે. એવું નથી, ત્રેતા માં જે રાજા હોય છે તે ત્રેતા માં જ આવશે. ભણેલાં ની આગળ અભણ ને ઝૂકવું પડશે. આ ડ્રામા નું રહસ્ય બાબા જ જાણી શકે છે. હવે તમે જાણો છો તમારા મિત્ર-સંબંધી વગેરે બધાં નર્કવાસી છે. આપણે પુરુષોત્તમ સંગમયુગી છીએ. હમણાં પુરુષોત્તમ બની રહ્યા છીએ. બહાર રહેવું અને અહીં સાત દિવસ આવીને રહેવામાં ખૂબ ફરક પડી જાય છે. હંસો નાં સંગ થી નીકળી બગલા નાં સંગ માં જાય છે. ખૂબ બગાડવા વાળા પણ છે. ઘણાં બાળકો મોરલી ની પરવા નથી કરતાં. બાપ સમજાવે છે-ગફલત નહીં કરો. તમારે સુગંધિત ફૂલ બનવાનું છે. ફક્ત એક વાત જ તમારા માટે પર્યાપ્ત છે-યાદ ની યાત્રા. અહીં તમને બ્રાહ્મણો નો જ સંગ છે. ક્યાં ઊંચા માં ઊંચા, ક્યાં નીચ! બાળકો લખે છે બાબા, બગલા નાં ટોળા માં અમે એક હંસ શું કરીશું? બગલા કાંટા લગાડે છે. કેટલી મહેનત કરવી પડે છે? બાપની શ્રીમત પર ચાલવાથી પદ પણ ઊંચ મળશે. સદૈવ હંસ થઈને રહો. બગલા નાં સંગ માં બગલા નહીં બની જાઓ. ગાયન છે આશ્ચર્યવત્ સુનન્તી, કથન્તી, ભાગન્તી… થોડું પણ જ્ઞાન છે તો સ્વર્ગ માં આવશે. પરંતુ ફરક રાત-દિવસ નો પડી જાય છે. સજાઓ ખૂબ કઠોર ખાશે. બાપ કહે છે મારી મત પર ન ચાલી, પતિત બન્યા તો સો ગણો દંડ પડી જાય છે. પછી પદ પણ ઓછું થઈ જાય છે. આ રાજાઈ સ્થાપન થઈ રહી છે. આ વાતો ભૂલાઈ જાય છે. આ પણ યાદ રહે તો પણ ઊંચ પદ મેળવવાનો પુરુષાર્થ જરુર કરે. નથી કરતા તો સમજાય છે-એક કાન થી સાંભળી બીજા કાન થી કાઢી દે છે. બાપ સાથે યોગ નથી. અહીં રહેતા પણ બુદ્ધિયોગ બાળકો તરફ છે. બાપ કહે છે બધું ભૂલી જવાનું છે - આને કહેવાય છે વૈરાગ. આમાં પણ પર્સન્ટેજ છે. ક્યાંક ને ક્યાંક વિચારો આવતાં રહે છે. એક-બીજા સાથે પ્રેમ થઈ જાય છે તો પણ બુદ્ધિ ભટકી જાય છે.

બાબા રોજ સમજાવે છે-આ આંખો થી જે કંઈ જુઓ છો, તે બધું ખતમ થવાનું છે. તમારો બુધ્ધિયોગ નવી દુનિયામાં રહે અને બેહદ નાં સંબંધીઓ સાથે બુદ્ધિયોગ રાખવાનો છે. આ માશૂક વન્ડરફુલ છે. ભક્તિ માં ગાય છે તમે જ્યારે આવશો તો તમારા વગર અમે કોઈને પણ યાદ નહીં કરીશું. હમણાં હું આવ્યો છું, તો હવે તમારે બધી બાજુ થી બુદ્ધયોગ હટાવવો પડે ને? આ બધુંજ માટીમાં ભળી જવાનું છે. તમારો જાણે માટી સાથે બુદ્ધિયોગ છે. મારી સાથે બુદ્ધિયોગ હશે તો માલિક બની જશો. બાપ કેટલાં સમજદાર બનાવે છે! મનુષ્ય નથી જાણતા કે ભક્તિ શું છે અને જ્ઞાન શું છે? હમણાં તમને જ્ઞાન મળ્યું છે ત્યારે તમે ભક્તિ ને પણ સમજો છો. હવે તમને ફીલિંગ આવે છે કે ભક્તિ માં કેટલું દુઃખ છે. મનુષ્ય ભક્તિ કરે છે પોતાને ખૂબ જ સુખી સમજે છે. તો પણ કહે છે ભગવાન આવીને ફળ આપશે. કોને અને કેવી રીતે ફળ આપશે? તે કંઈ પણ નથી સમજતાં. હમણાં તમે જાણો છો-બાપ ભક્તિ નું ફળ આપવા આવ્યા છે. વિશ્વની રાજધાની નું ફળ જે બાપ પાસેથી મળે છે તે બાપ જે ડાયરેક્શન આપે છે, એના પર ચાલવું પડે. આને કહેવાય છે ઊંચા માં ઊંચી મત. મત મળે તો બધાને છે. પછી કોઈ ચાલી શકે, કોઈ ચાલી ન શકે. બેહદની બાદશાહી સ્થાપન થવાની છે. તમે હમણાં સમજો છો-આપણે શું હતાં? હમણાં આપણી શું હાલત છે? માયા એકદમ ખતમ કરી દે છે. આ તો જેવી રીતે મડદાઓની દુનિયા છે. ભક્તિ માર્ગ માં તમે જે કંઈ સાંભળતા હતાં તે બધું સત્-સત્ કરતા હતાં. પરંતુ તમે જાણો છો કે સત્ તો એક બાપ જ સંભળાવે છે. આવાં બાપ ને યાદ કરવા જોઈએ. અહીં કોઈ બહાર વાળા બેઠાં હોય તો એમને કંઈ પણ સમજ માં નહીં આવે. કહેશે આ તો ખબર નથી શું સંભળાવે છે? આખી દુનિયા કહે છે પરમાત્મા સર્વવ્યાપી છે અને આ કહે છે એ અમારા બાપ છે. કાંધ (ગરદન) થી ના-ના કરતા રહેશે. તમારી અંદર થી હા-હા નીકળતું રહેશે, એટલે નવા કોઈને પરવાનગી નથી અપાતી. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સુગંધિત ફૂલ બનવા માટે સંગ ની ખૂબ જ સંભાળ કરવાની છે, હંસો નો સંગ કરવાનો છે, હંસ થઈને રહેવાનું છે. મોરલી માં ક્યારેય બેપરવા નથી બનવાનું, ગફલત નથી કરવાની.

2. કર્મબંધન થી મુક્ત થવા માટે સંગમયુગ પર પોતાનાં સર્વ સંબંધ એક બાપ સાથે રાખવાનાં છે. પરસ્પર કોઈ સંબંધ નથી રાખવાનાં. કોઈ હદ નાં સંબંધ માં પ્રેમ રાખી બુદ્ધિયોગ ભટકાવવાનો નથી. એક ને જ યાદ કરવાનાં છે.

વરદાન :-
પરમાત્મ - પ્રેમ માં લીન થવા તથા મિલન માં મગન થવા વાળા સાચ્ચા સ્નેહી ભવ

સ્નેહ ની નિશાની ગવાય છે કે બે હોવા છતાં પણ બે ન રહે પરંતુ મળીને એક થઈ જાય, આને જ સમાઈ જવું કહે છે. ભક્તોએ આ જ સ્નેહની સ્થિતિને સમાઈ જવું અથવા લીન થવું કહી દીધું છે. લવ માં લીન થવું - આ સ્થિતિ છે પરંતુ સ્થિતિ ની બદલે એમણે આત્માનાં અસ્તિત્વ ને સદા માટે સમાપ્ત થવું સમજી લીધું છે. તમે બાળકો જ્યારે બાપ નાં અથવા રુહાની માશૂક નાં મિલન માં મગન થઈ જાઓ છો તો સમાન બની જાઓ છો.

સ્લોગન :-
અંતર્મુખી તે છે જે વ્યર્થ સંકલ્પો થી મન નું મૌન રાખે છે.