25-04-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - આ પુરુષોત્તમ યુગ જ ગીતા એપિસોડ છે , આમાં જ તમારે પુરુષાર્થ કરી ઉત્તમ પુરુષ અર્થાત્ દેવતા બનવાનું છે”

પ્રશ્ન :-
કઈ એક વાત નું સદા ધ્યાન રહે તો બેડો પાર થઈ જશે?

ઉત્તર :-
સદા ધ્યાન રહે કે અમારે ઈશ્વરીય સંગ માં રહેવાનું છે તો પણ બેડો પાર થઈ જશે. જો સંગદોષ માં આવ્યા, સંશય આવ્યો તો બેડો વિષય સાગર માં ડૂબી જશે. બાપ જે સમજાવે છે એમાં બાળકોને જરા પણ સંશય ન આવવો જોઈએ. બાપ તમને બાળકો ને આપ સમાન પવિત્ર અને નોલેજફુલ બનાવવા આવ્યા છે. બાપ નાં સંગ માં જ રહેવાનું છે.

ઓમ શાંતિ!
ભગવાનુવાચ-બાળકો જાણે છે કે બાપ એ જ રાજયોગ શીખવાડી રહ્યા છે જે ૫ હજાર વર્ષ પહેલાં સમજાવ્યો હતો. બાળકો ને ખબર છે, દુનિયાને તો ખબર નથી તો પછી પૂછવું જોઈએ ગીતા નાં ભગવાન ક્યારે આવ્યાં? ભગવાન જે કહે છે હું રાજયોગ શીખવાડીને તમને રાજાઓનાં રાજા બનાવું છું, તે ગીતા એપિસોડ ક્યારે થયો હતો? આ પૂછવું જોઈએ. આ વાત કોઈ પણ નથી જાણતું. તમે હવે પ્રેક્ટિકલ સાંભળી રહ્યા છો. ગીતા નો એપિસોડ હોવો પણ જોઈએ કળિયુગ અંત અને સતયુગ આદિ નાં વચ્ચે. આદિ સનાતન દેવી-દેવતા ધર્મની સ્થાપના કરે છે તો જરુર સંગમ પર જ આવશે. પુરુષોત્તમ સંગમયુગ છે જરુર. ભલે પુરુષોત્તમ વર્ષ ગાય છે પરંતુ બિચારાઓને ખબર નથી. આપ મીઠાં-મીઠાં બાળકોને ખબર છે, ઉત્તમ પુરુષ બનાવવા માટે અર્થાત્ મનુષ્ય ને ઉત્તમ દેવતા બનાવવા માટે બાપ આવીને ભણાવે છે. મનુષ્યો માં ઉત્તમ પુરુષ આ દેવતાઓ (લક્ષ્મી-નારાયણ) છે. મનુષ્યો ને દેવતા બનાવ્યા આ સંગમયુગ પર. દેવતાઓ જરુર સતયુગ માં જ હોય છે. બાકી બધાં છે કળિયુગ માં. આપ બાળકો જાણો છો આપણે છીએ સંગમયુગી બ્રાહ્મણ. આ પાક્કુ-પાક્કુ યાદ કરવાનું છે. નહીં તો પોતાનો કુળ ક્યારેય કોઈને ભૂલાતો નથી. પરંતુ અહીં માયા ભૂલાવી દે છે. આપણે બ્રાહ્મણ કુળ નાં છીએ પછી દેવતા કુળ નાં બનીએ છીએ. જો આ વાત યાદ રહે તો ખૂબ ખુશી રહે. તમે ભણો છો રાજયોગ. સમજાવો છો હમણાં ફરી ભગવાન ગીતા નું જ્ઞાન સંભળાવી રહ્યા છે અને ભારત નો પ્રાચીન યોગ પણ શીખવાડી રહ્યા છે. આપણે મનુષ્ય થી દેવતા બની રહ્યા છીએ. બાપે કહ્યું છે કામ મહાશત્રુ છે, આનાં પર જીત મેળવવાથી તમે જગતજીત બનો છો. પવિત્રતાની વાત પર કેટલી દલીલ કરે છે. મનુષ્યો માટે વિકાર તો જાણે કે એક ખજાનો છે. લૌકિક બાપ પાસેથી આ વારસો તો મળેલો છે. બાળક બને છે તો પહેલાં-પહેલાં બાપ નો આ વારસો મળે છે, લગ્ન બરબાદી કરાવે છે. અને બેહદનાં બાપ કહે છે કામ મહાશત્રુ છે, તો જરુર કામ ને જીતવાથી જ જગતજીત બનશો. બાપ જરુર સંગમ પર જ આવ્યા હશે. મહાભારી મહાભારત લડાઈ પણ છે. આપણે પણ અહીં જરુર છીએ. એવું પણ નથી બધાં ઝટ થી કામ પર જીત મેળવે છે. દરેક વાત માં સમય લાગે છે. મુખ્ય વાત બાળકો આ જ લખે છે કે બાબા, અમે વિષય વૈતરણી નદી માં પડી ગયા તો જરુર કોઈ ઓર્ડિનન્સ (કાયદો) છે. બાપ નું ફરમાન છે-કામ ને જીતવાથી તમે જગતજીત બનશો. એવું નહીં, જગતજીત બનીને પછી વિકાર માં જતા હશે. જગતજીત આ લક્ષ્મી-નારાયણ છે, આમને કહેવાય છે સંપૂર્ણ નિર્વિકારી. દેવતાઓને બધાં નિર્વિકારી કહે છે, જેને તમે રામરાજ્ય કહો છો. તે છે વાઈસલેસ વર્લ્ડ. આ છે વિશશ વર્લ્ડ, અપવિત્ર ગૃહસ્થ આશ્રમ. બાબાએ સમજાવ્યું છે તમે પવિત્ર ગૃહસ્થ આશ્રમ નાં હતાં. હવે ૮૪ જન્મ લેતા-લેતા અપવિત્ર બન્યા છો. ૮૪ જન્મોની જ કહાણી છે. નવી દુનિયા જરુર આવી વાઈસલેસ હોવી જોઈએ. ભગવાન, જે પવિત્રતા નાં સાગર છે, એ જ સ્થાપના કરે છે પછી રાવણ રાજ્ય પણ જરુર આવવાનું છે. નામ જ છે રામરાજ્ય અને રાવણ રાજય. રાવણ રાજય એટલે જ આસુરી રાજ્ય. હમણાં તમે આસુરી રાજ્ય માં બેઠાં છો. આ લક્ષ્મી-નારાયણ છે દૈવી રાજ્ય ની નિશાની.

આપ બાળકો પ્રભાતફેરી વગેરે કાઢો છો. પ્રભાત સવાર ને કહેવાય છે, એ સમયે મનુષ્ય સૂતેલા રહે છે એટલે મોડે થી નીકળે છે. પ્રદર્શન પણ સારું ત્યારે થાય જ્યારે ત્યાં સેન્ટર પણ હોય. જ્યાં આવીને સમજે કે કામ મહાશત્રુ છે, આનાં પર જીત મેળવવાથી જગતજીત બનશો. લક્ષ્મી-નારાયણ નાં ચિત્ર સાથે જરુર હોવું જોઈએ - ટ્રાન્સલાઈટ નું. આને ક્યારેય ભૂલવું ન જોઈએ. એક આ ચિત્ર અને સીડી. ટ્રક માં જેવી રીતે દેવીઓને કાઢે છે એવી રીતે તમે આ બે-ત્રણ ટ્રક શણગારી ને એમાં મુખ્ય ચિત્ર કાઢો છો તો સારું લાગે છે. દિવસે-દિવસે ચિત્રોની વૃદ્ધિ પણ થતી જાય છે. તમારા જ્ઞાન ની વૃદ્ધિ થતી રહે છે. બાળકોની પણ વૃદ્ધિ થતી જાય છે. એમાં ગરીબ, સાહૂકાર બધાં આવી જાય છે. શિવબાબા નો ભંડારો ભરાતો જાય છે. જે ભંડારો ભરે છે, એમને ત્યાં રિટર્ન માં અનેક ગણું મળી જાય છે. ત્યારે બાપ કહે છે-મીઠાં-મીઠાં બાળકો, તમે છો પદમાપદમપતિ બનવાવાળા, તે પણ ૨૧ જન્મો માટે. બાબા સ્વયં કહે છે તમે જગત નાં માલિક બની જશો ૨૧ પેઢી. હું સ્વયં પ્રત્યક્ષ આવ્યો છું. તમારા માટે હથેળી પર બહિશ્ત લાવ્યો છું. જેવી રીતે બાળક જ્યારે જન્મે છે તો બાપ નો વારસો એમની હથેળી પર જ છે. બાપ કહેશે આ ઘરબાર વગેરે બધું તમારું છે. બેહદ નાં બાપ પણ કહે છે તમે જે મારા બનો છો તો સ્વર્ગ ની બાદશાહી તમારા માટે છે-૨૧ પેઢી કારણ કે તમે કાળ પર જીત મેળવી લો છો એટલે બાપ ને મહાકાળ કહે છે. મહાકાળ કોઈ મારવા વાળા નથી. એમની તો મહિમા કરાય છે, સમજે છે ભગવાને યમદૂત મોકલી મંગાવી લીધાં. એવી કોઈ વાત નથી. આ બધી છે ભક્તિમાર્ગ ની વાતો. બાપ કહે છે હું કાળો નો કાળ છું. પહાડી લોકો મહાકાળ ને પણ ખૂબ માને છે. મહાકાળ નાં મંદિર પણ છે. આવી રીતે ઝંડીઓ લગાવી દે છે. તો બાપ બાળકોને સમજાવે છે. આ પણ સમજો છો કે રાઈટ વાત છે. બાપ ને યાદ કરવાથી જ જન્મ-જન્માંતર નાં વિકર્મ ભસ્મ થાય છે. તો એનો પ્રચાર કરવો જોઈએ. કુંભ નાં મેળા વગેરે ખૂબ લાગે છે. સ્નાન કરવાનું પણ ખૂબ મહત્વ બતાવ્યું છે. હવે આપ બાળકોને આ જ્ઞાન-અમૃત ૫ હજાર વર્ષ પછી મળે છે. હકીકતમાં આનું અમૃત નામ નથી. આ તો ભણતર છે. આ બધાં છે ભક્તિમાર્ગ નાં નામ. અમૃત નામ સાંભળીને ચિત્રો માં પાણી દેખાડ્યું છે. બાપ કહે છે હું તમને રાજયોગ શીખવાડું છું. ભણતરથી જ ઊંચ પદ મળે છે. તે પણ હું ભણાવું છું. ભગવાન નું કોઈ એવું સજાવેલું રુપ તો નથી. આ તો બાપ આમનામાં આવીને ભણાવે છે. ભણાવીને આત્માઓ ને આપસમાન બનાવે છે. સ્વયં લક્ષ્મી-નારાયણ થોડી છે જે આપસમાન બનાવશે. આત્મા ભણે છે, એમને આપ સમાન નોલેજફુલ બનાવે છે. એવું નથી, ભગવાન ભગવતી બનાવે છે. એમણે શ્રીકૃષ્ણ ને દેખાડ્યા છે. એ કેવી રીતે ભણાવશે? સતયુગ માં પતિત થોડી હોય છે? શ્રીકૃષ્ણ તો હોય જ છે સતયુગ માં. પછી ક્યારેય પણ શ્રીકૃષ્ણને તમે નહીં જોશો. ડ્રામા માં દરેકનાં પુનર્જન્મ નું ચિત્ર બિલકુલ ન્યારું હોય છે. કુદરત નો ડ્રામા છે. બની બનાઈ… બાપ પણ કહે છે તમે હૂબહૂ આ ફિચર (ચહેરા) થી આ જ કપડા માં કલ્પ-કલ્પ તમે જ ભણતા આવશો. હૂબહૂ રિપીટ થાય છે ને? આત્મા એક શરીર છોડી પછી બીજું એ જ લે છે, જે કલ્પ પહેલાં લીધું હતું. ડ્રામામાં કંઈ ફરક નથી પડી શકતો. તે હોય છે હદની વાતો, આ છે બેહદ ની વાતો. જે બેહદનાં બાપ સિવાય કોઈ સમજાવી નથી શકતાં. આમાં કોઈ સંશય નથી થઈ શકતો. નિશ્ચયબુદ્ધિ થયા પછી કોઈ ને કોઈ સંશયમાં આવી જાય છે. સંગ લાગી જાય છે. ઈશ્વરીય સંગ ચાલતો ચાલે તો પાર થઈ જાય. સંગ છોડ્યો તો વિષય સાગરમાં ડૂબી પડશો. એક તરફ છે ક્ષીરસાગર, બીજી તરફ છે વિષય સાગર. જ્ઞાન અમૃત પણ કહે છે. બાપ છે જ્ઞાન સાગર, એમની મહિમા પણ છે. જે એમની મહિમા છે તે લક્ષ્મી-નારાયણ ને નથી આપી શકતાં. બાપ છે પવિત્રતા નાં સાગર. ભલે એ દેવતાઓ સતયુગ-ત્રેતા માં પવિત્ર છે પરંતુ સદૈવ માટે તો નથી રહેતાં. છતાં પણ અડધોકલ્પ પછી નીચે પડે (ઉતરતી કળા માં આવે) છે. બાપ કહે છે હું આવીને બધાની સદ્દગતિ કરું છું. સદ્દગતિ દાતા હું એક છું. તમે સદ્દગતિમાં જાઓ છો પછી આ વાતો જ નથી હોતી. હમણાં આપ બાળકો સન્મુખ બેઠાં છો. તમે પણ શિવબાબા પાસેથી ભણીને ટીચર બનો છો. મુખ્ય પ્રિન્સિપલ એ છે. તમે આવો પણ એમની પાસે છો. કહે છે અમે શિવબાબા ની પાસે આવ્યા છીએ. અરે, એ તો નિરાકાર છે. હા, એ આવે છે, આમનાં તન માં એટલે કહે છે બાપદાદા ની પાસે જઈએ છીએ. આ બાબા છે એમનો રથ, જેમના પર એમની સવારી છે. આમને રથ, ઘોડો, અશ્વ પણ કહે છે. આના પર પણ એક કથા છે-દક્ષ પ્રજાપિતાએ યજ્ઞ રચ્યો. કહાણી લખી દીધી છે. પરંતુ એવું તો નથી.

શિવ ભગવાનુવાચ-હું ત્યારે આવું છું જ્યારે ભારત માં અતિ ધર્મ ગ્લાનિ થાય છે. ગીતાવાદી ભલે કહે છે-યદા યદાહિ… પરંતુ અર્થ નથી સમજતાં. તમારું આ ખૂબ નાનું ઝાડ છે, આને તોફાન પણ લાગે છે. નવું ઝાડ છે ને? પછી આ ફાઉન્ડેશન પણ છે. આટલાં અનેક ધર્મની વચ્ચે એક આદિ સનાતન દેવી-દેવતા ધર્મની કલમ લાગે છે. કેટલી મહેનત છે? બીજાઓને મહેનત નથી લાગતી. તે ઉપર થી આવતા રહે છે. અહીં તો જે સતયુગ-ત્રેતા માં આવવાવાળા છે, એમના આત્માઓ બેસીને ભણે છે. જે પતિત છે, એમને પાવન દેવતા બનાવવા માટે બાપ ભણાવે છે. ગીતા તો આ પણ ખૂબ વાંચતા હતાં. જેવી રીતે હમણાં આત્માઓ ને યાદ કરી દૃષ્ટિ અપાય છે તો પાપ કપાઈ જાય. ભક્તિમાર્ગ માં પછી ગીતા ની આગળ પાણી રાખીને વાંચે છે. સમજે છે પિતૃ નો ઉદ્ધાર થશે એટલે પિતૃઓને યાદ કરે છે. ભક્તિમાં ગીતા નું ખૂબ માન રાખતા હતાં. અરે, બાબા કોઈ ઓછા ભક્ત હતાં શું? રામાયણ વગેરે બધું વાંચતા હતાં. ખૂબ ખુશી થતી હતી. તે બધું પાસ્ટ થઈ ગયું.

હવે બાપ કહે છે વીતેલા ને ચીતવો નહીં. બુદ્ધિ માંથી બધું કાઢી નાખો. બાબાએ સ્થાપના, વિનાશ અને રાજધાની નો સાક્ષાત્કાર કરાવ્યો તો તે પાક્કુ થઈ ગયું. આ બધું ખલાસ થવાનું છે-આ ખબર નહોતી. બાબા એ સમજાવ્યું-આ બધું થશે. વાર થોડી છે! હું જઈને ફલાણો રાજા બનીશ. ખબર નહીં, બાબા શું-શું સમજતા રહેતા હતાં! આપ બાળકો જાણો છો બાબાની પ્રવેશતા કેવી રીતે થઈ? આ વાતો મનુષ્ય નથી જાણતાં. બ્રહ્મા, વિષ્ણુ, શંકર નું નામ તો લે છે પરંતુ આ ત્રણેય માંથી ભગવાન કોના માં પ્રવેશ કરે છે? અર્થ નથી જાણતાં. તે લોકો વિષ્ણુનું નામ લે છે. હવે આ તો છે દેવતા. એ કેવી રીતે ભણાવશે? બાબા સ્વયં બતાવે છે હું આમનામાં પ્રવેશ કરું છું એટલે દેખાડ્યું છે-બ્રહ્મા દ્વારા સ્થાપના. તે પાલના અને આ વિનાશ. આ ખૂબ સમજવાની વાતો છે. ભગવાનુવાચ-હું તમને રાજયોગ શીખવાડું છું. એ ભગવાન ક્યારે આવ્યા જે રાજયોગ શીખવાડ્યો અને રાજાઈ પદ અપાવ્યું? આ હમણાં તમે સમજો છો. ૮૪ જન્મોનાં રહસ્ય પણ સમજાવ્યા છે. પૂજ્ય-પુજારી નાં પણ સમજાવ્યા છે. વિશ્વમાં શાંતિ નું રાજ્ય આ લક્ષ્મી-નારાયણ નું હતું ને? જે આખી દુનિયા ઈચ્છે છે. જ્યારે લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું તો એ સમયે બધાં શાંતિધામ માં હતાં. હવે આપણે શ્રીમત પર આ કાર્ય કરી રહ્યા છીએ. અનેકવાર કર્યુ છે અને કરતા રહીશું. આ પણ જાણે છે-કોટો માં કોઈ નીકળશે. દેવી-દેવતા ધર્મવાળાને જ ટચ થશે. ભારતની જ વાત છે. જે આ કુળ નાં હશે તે નીકળી રહ્યા છે અને નીકળતા રહેશે. જેવી રીતે તમે નીકળ્યા છો, તેવી રીતે બીજી પ્રજા પણ બનતી રહેશે. જે સારા ભણશે તે સારું પદ મેળવે છે. મુખ્ય છે જ્ઞાન-યોગ. યોગ માટે પણ જ્ઞાન જોઈએ. પછી પાવર-હાઉસ ની સાથે યોગ જોઈએ. યોગ થી વિકર્મ વિનાશ થશે અને હેલ્દી-વેલ્દી બનશો. પાસ વિથ્ ઓનર પણ થશો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. જે વાત વીતી ગઈ એનું ચિંતન નથી કરવાનું. હમણાં સુધી જે કંઈ વાંચ્યું એને ભૂલવાનું છે, એક બાપ થી સાંભળવાનું છે અને પોતાનાં બ્રાહ્મણ કુળ ને સદા યાદ રાખવાનો છે.

2. પૂરાં નિશ્ચિયબુદ્ધિ થઈને રહેવાનું છે. કોઈ પણ વાત માં સંશય નથી ઉઠાવવાનો. ઈશ્વરીય સંગ અને ભણતર ક્યારેય પણ નથી છોડવાનાં.

વરદાન :-
રુહાની માશૂક નાં આકર્ષણ માં આકર્ષિત થઈ મહેનત થી મુક્ત થવા વાળા રુહાની આશિક ભવ

માશૂક પોતાનાં ખોવાયેલા આશિકો ને જોઈ ખુશ થાય છે. રુહાની આકર્ષણ થી આકર્ષિત થઈ પોતાનાં સાચાં માશૂક ને જાણી લીધાં, મેળવી લીધાં, યથાર્થ ઠેકાણા પર પહોંચી ગયાં. જ્યારે આવા આશિક આત્માઓ આ મહોબ્બત ની લકીર (સીમા) ની અંદર પહોંચે છે તો અનેક પ્રકારની મહેનત થી છૂટી જાય છે કારણ કે અહીં જ્ઞાન-સાગર નાં સ્નેહ ની લહેરો, શક્તિ ની લહેરો… સદા માટે રિફ્રેશ કરી દે છે. આ મનોરંજન નું વિશેષ સ્થાન, મળવાનું સ્થાન આપ આશિકો માટે માશૂકે બનાવ્યું છે.

સ્લોગન :-
એકાંતવાસી બનવાની સાથે-સાથે એકનામી અને ઈકોનોમી વાળા બનો.