26-04-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - શરીર નિર્વાહ અર્થ કર્મ કરતાં બેહદની ઉન્નતિ કરો , જેટલું સારી રીતે બેહદનું ભણતર ભણશો , એટલી ઉન્નતિ થશે”

પ્રશ્ન :-
તમે બાળકો જે બેહદનું ભણતર ભણી રહ્યા છો, એમાં સૌથી ઊંચો ડિફિકલ્ટ વિષય કયો છે?

ઉત્તર :-
આ ભણતર માં સૌથી ઊંચો વિષય છે ભાઈ-ભાઈની દૃષ્ટિ પાક્કી કરવી. બાપે જ્ઞાનનું જે ત્રીજું નેત્ર આપ્યું છે એ નેત્ર થી આત્મા ભાઈ-ભાઈ ને જુઓ. જરા પણ આંખો દગો ન આપે. કોઈ પણ દેહધારી નાં નામ-રુપ માં બુદ્ધિ ન જાય. બુદ્ધિમાં જરા પણ વિકારી છી-છી સંકલ્પ ન ચાલે. આ છે મહેનત. આ વિષય માં પાસ થવા વાળા વિશ્વ નાં માલિક બની જશે.

ઓમ શાંતિ!
બેહદનાં બાપ બેહદ નાં બાળકોને સમજાવે છે. દરેક વાત એક હદ ની હોય છે, બીજી બેહદની પણ હોય છે. આટલો સમય તમે હદ માં હતાં, હવે બેહદમાં છો. તમારું ભણતર પણ બેહદનું છે. બેહદની બાદશાહી માટે ભણતર છે, આનાંથી મોટું ભણતર કોઈ હોતું નથી. કોણ ભણાવે છે? બેહદ નાં બાપ ભગવાન. શરીર નિર્વાહ અર્થ પણ બધું જ કરવાનું છે. પછી પોતાની ઉન્નતિ માટે પણ થોડું કરવાનું હોય છે. ઘણાં લોકો નોકરી કરતાં પણ ઉન્નતિ માટે ભણતા રહે છે. ત્યાં છે હદની ઉન્નતિ, અહીં બેહદ બાપ ની પાસે છે બેહદની ઉન્નતિ. બાપ કહે છે હદની અને બેહદની બંને ઉન્નતિ કરો. બુદ્ધિથી સમજો છો અમારે બેહદની સાચ્ચી કમાણી હમણાં કરવાની છે. અહીં તો બધુંજ માટી માં ભળી જવાનું છે. જેટલું-જેટલું તમે બેહદની કમાણી માં જોર ભરતા જશો તો હદની કમાણી ની વાતો ભૂલાતી જશે. બધાં સમજી જશે હવે વિનાશ થવાનો છે. વિનાશ નજીક આવશે તો ભગવાન ને પણ શોધશે. વિનાશ થાય છે તો જરુર સ્થાપના કરવા વાળા પણ હશે. દુનિયા તો કંઈ પણ નથી જાણતી. તમે પ્રજાપિતા બ્રહ્માકુમાર-કુમારીઓ પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર ભણતર ભણી રહ્યા છો. હોસ્ટેલ માં તે સ્ટુડન્ટ રહે છે જે ભણે છે. પરંતુ આ હોસ્ટેલ તો ન્યારી છે. આ હોસ્ટેલ માં તો ઘણાં એમ જ રહે છે, જે શરુ માં ચાલ્યા આવ્યા તે રહી ગયા છે. એમ જ આવી ગયાં. વેરાઈટી આવી ગયાં. એવું નથી, બધાં સારા આવ્યાં. નાના-નાના બાળકો પણ તમે લઈ આવ્યાં. તમે બાળકોને પણ સંભાળતા હતાં. પછી એમાં કેટલાં ચાલ્યા ગયાં. બગીચામાં ફૂલ પણ જુઓ, પક્ષી પણ જુઓ કેવી રીતે ટીકલુ-ટીકલુ કરે છે! આ મનુષ્ય સૃષ્ટિ પણ આ સમયે આવી છે. આપણામાં કોઈ સભ્યતા નહોતી. સભ્યતા વાળોઓની મહિમા ગાતા હતાં. કહેતા હતાં હમ નિર્ગુણ હારે મેં કોઈ ગુણ નાહીં… ભલે કેટલાં પણ મોટા વ્યક્તિ આવે છે, ફીલ કરે છે કે અમે રચયિતા બાપ અને રચના નાં આદિ-મધ્ય-અંત ને નથી જાણતાં. પછી તે શું કામ નાં? તમે પણ કંઈ કામના નહોતાં. હમણાં તમે સમજો છો બાપ ની કમાલ છે. બાપ વિશ્વ નાં માલિક બનાવે છે. જે રાજાઈ આપણી પાસેથી કોઈ પણ છીનવી નથી શકતાં. જરા પણ કોઈ વિઘ્ન નાખી ન શકે. શું થી આપણે શું બનીએ છીએ? તો આવાં બાપની શ્રીમત પર જરુર ચાલવું જોઈએ. ભલે દુનિયામાં કેટલી ગ્લાનિ, હંગામા વગેરે થાય છે. આ કોઈ નવી વાત નથી. ૫ હજાર વર્ષ પહેલાં પણ થયું હતું. શાસ્ત્રોમાં પણ છે. બાળકો ને બતાવ્યું છે, આ જે ભક્તિ માર્ગ નાં શાસ્ત્ર છે, તે પછી ભક્તિ માર્ગ માં વાંચશે. આ સમયે તમે જ્ઞાન થી સુખધામ માં જાઓ છો. એનાં માટે પૂરો પુરુષાર્થ કરવો જોઈએ. જેટલો હમણાં પુરુષાર્થ કરશો, એટલો કલ્પ-કલ્પ થશે. પોતાની અંદર તપાસ કરવાની છે-ક્યાં સુધી અમે ઊંચ પદ મેળવીશું? આ તો દરેક સ્ટુડન્ટ સમજી શકે છે કે અમે જેટલું સારું ભણીશું એટલાં ઊંચા જઈશું. આ અમારાથી હોશિયાર છે, અમે પણ હોશિયાર બનીએ. વેપારીઓમાં પણ એવું થાય છે-હું એનાથી ઉપર જાઉં એટલે હોશિયાર બનું. અલ્પકાળ સુખ માટે મહેનત કરે છે. બાપ કહે છે - મીઠાં-મીઠાં બાળકો, હું તમારો કેટલો મોટો બાપ છું! સાકારી બાપ પણ છે તો નિરાકારી પણ છે. બંને સાથે છે. બંને મળીને કહે છે - મીઠાં બાળકો, હમણાં તમે બેહદ નાં ભણતર ને સમજી ગયા છો. બીજા તો કોઈ જાણતા જ નથી. પહેલી વાત તો આપણને ભણાવવા વાળા કોણ? ભગવાન શું ભણાવે છે? રાજયોગ. તમે રાજઋષિ છો. તે છે હઠયોગી. તે પણ છે ઋષિ, પરંતુ હદ નાં. તે કહે છે અમે ઘરબાર છોડ્યું છે. આ કોઈ સારું કામ કર્યુ છે શું? તમે ઘરબાર ત્યારે છોડો છો, જ્યારે તમને વિકાર માટે હેરાન કરે છે. એમને શું તંગી થઈ? તમને માર પડ્યો ત્યારે તમે ભાગ્યા છો. એક-એક ને પૂછો, કુમારીએ, સ્ત્રીઓએ કેટલો માર ખાધો છે? ત્યારે ચાલ્યા આવ્યાં. શરુઆતમાં કેટલા આવ્યાં? અહીં મળતું હતું જ્ઞાન-અમૃત તો ચિઠ્ઠી લઈ આવ્યા કે અમે જ્ઞાન-અમૃત પીવા ઓમ રાધે પાસે જઈ રહ્યા છીએ. આ વિકાર પર તોફાન-ઝઘડા શરુઆત થી ચાલી રહ્યા છે. બંધ ત્યારે થશે જ્યારે આસુરી દુનિયાનો વિનાશ થશે. પછી અડધાકલ્પ માટે બંધ થઈ જશે.

હમણાં આપ બાળકો બેહદ નાં બાપ પાસે થી પ્રારબ્ધ લો છો. બેહદનાં બાપ બધાને બેહદ ની પ્રારબ્ધ આપે છે. હદનાં બાપ હદની પ્રારબ્ધ આપે છે. તે પણ ફક્ત બાળકો ને જ વારસો મળે છે. અહીં બાપ કહે છે - તમે બાળકી છો કે બાળક, બંને વારસા નાં હકદાર છે. એ લૌકિક બાપની પાસે ભેદ (તફાવત) રહે છે, ફક્ત બાળક ને વારીસ બનાવે છે. સ્ત્રી ને હાફ પાર્ટનર કહેવાય છે. પરંતુ એમને પણ ભાગ આપતા નથી. બાળક જ સંભાળી લે છે. બાપ નો બાળકોમાં મોહ રહે છે. આ બાપ તો કાયદા અનુસાર બધાં બાળકો (આત્માઓ) ને વારસો આપે છે. અહીં બાળક અથવા બાળકી નાં ભેદ ની ખબર જ નથી. તમે કેટલો સુખ નો વારસો બેહદ નાં બાપ પાસે થી લો છો. તો પણ પૂરું ભણતા નથી. ભણતર ને છોડી દે છે. બાળકીઓ લખે છે-બાબા, ફલાણાએ બ્લડ થી લખીને આપ્યું છે. હવે નથી આવતાં. બ્લડ થી પણ લખે છે-બાબા, તમે પ્રેમ કરો કે ઠુકરાઓ, અમે તમને ક્યારેય છોડીશું નહીં. પરંતુ પરવરીશ લઈને પછી પણ ચાલ્યા જાય છે. બાપે સમજાવ્યું છે - આ બધો ડ્રામા છે. કોઈ આશ્ચર્યવત્ ભાગન્તી થશે. અહીં બેઠાં છે તો નિશ્ચય છે, આવાં બેહદ નાં બાપ ને અમે કેવી રીતે છોડીએ? આ તો ભણતર પણ છે. ગેરંટી પણ કરે છે, હું સાથે લઈ જઈશ. સતયુગ ની શરુઆત માં આટલાં બધાં મનુષ્ય નહોતાં. હમણાં સંગમ પર બધાં મનુષ્ય છે, સતયુગ માં ખૂબ થોડા હશે. આટલાં બધાં ધર્મ વાળા કોઈ પણ નહીં રહેશે. એની બધી તૈયારી થઈ રહી છે. આ શરીર છોડી શાંતિધામ ચાલ્યા જશો. હિસાબ-કિતાબ ચૂક્તુ કરી જ્યાંથી આવ્યા છે પાર્ટ ભજવવા, ત્યાં ચાલ્યા જશે. તે તો હોય છે બે કલાક નું નાટક, આ છે બેહદ નું નાટક. તમે જાણો છો આપણે એ ઘર નાં રહેવાસી છીએ અને છીએ પણ એક બાપ નાં બાળકો. રહેવાનું સ્થાન છે નિર્વાણ ધામ, વાણી થી પરે. ત્યાં અવાજ હોતો નથી. મનુષ્ય સમજે છે બ્રહ્મ માં લીન થઈ જાય છે. બાબા કહે છે આત્મા અવિનાશી છે, એનો ક્યારેય વિનાશ થઈ ન શકે. કેટલાં જીવાત્માઓ છે? અવિનાશી આત્મા જીવ દ્વારા પાર્ટ ભજવે છે. સર્વ આત્માઓ ડ્રામા નાં એક્ટર્સ છે. રહેવાનું સ્થાન બ્રહ્માંડ તે ઘર છે. આત્મા ઈંડા જેવો દેખાય છે. ત્યાં બ્રહ્માંડ માં એમનું રહેવાનું સ્થાન છે. દરેક વાત ને સારી રીતે સમજવાની છે. નથી સમજતા તો આગળ ચાલીને પોતે જ સમજી જશે, જો સાંભળતા જ રહેશે તો. છોડી દેશે તો પછી કંઈ પણ સમજી નહીં શકે. તમે બાળકો જાણો છો આ જૂની દુનિયા ખતમ થઈ નવી દુનિયા સ્થાપન થાય છે. બાપ કહે છે કાલે તમે વિશ્વ નાં માલિક હતાં, હવે ફરી તમે વિશ્વ નાં માલિક બનવા આવ્યા છો. ગીત પણ છે ને - બાબા અમને એવાં માલિક બનાવે છે જે કોઈ અમારી પાસેથી છીનવી ન શકે. આકાશ, જમીન વગેરે પર અમારો અધિકાર રહે છે. આ દુનિયામાં જુઓ શું-શું છે? બધાં છે મતલબ નાં સાથી. ત્યાં તો એવું નહીં હશે. જેવી રીતે લૌકિક બાપ બાળકોને કહે છે - આ ધન-માલ બધુંજ તમને આપીને જઈએ છીએ, એને સારી રીતે સંભાળજો. બેહદ નાં બાપ પણ કહે છે તમને ધન-માલ બધું આપું છું. તમે મને બોલાવ્યો છે પાવન દુનિયામાં લઈ જાઓ તો જરુર પાવન બનાવીને વિશ્વનાં માલિક બનાવીશ. બાપ કેટલું યુક્તિ થી સમજાવે છે! આનું નામ જ છે સહજ જ્ઞાન અને યોગ. સેકન્ડની વાત છે. સેકન્ડમાં મુક્તિ-જીવનમુક્તિ. તમે હમણાં કેટલાં દુરાંદેશી બુદ્ધિ થઈ ગયા છો. આ જ ચિંતન થતું રહે કે આપણે બેહદનાં બાપ દ્વારા ભણી રહ્યા છીએ. આપણે પોતાનાં માટે રાજ્ય સ્થાપન કરી રહ્યા છીએ, તો એમાં આપણે ઊંચ પદ કેમ ન મેળવીએ? ઓછું કેમ મેળવીએ? રાજધાની સ્થાપન થાય છે. એમાં પણ પદ હશે ને? દાસ-દાસીઓ અનેક હશે. તે પણ ખૂબ સુખ મેળવે છે. સાથે મહેલો માં રહેશે. બાળકો વગેરેને સંભાળતા હશે. કેટલાં સુખી હશે. ફક્ત નામ છે - દાસ-દાસી. જે રાજા-રાણી ખાય, તે જ દાસ-દાસીઓ પણ ખાય છે. પ્રજા ને તો નથી મળતું, દાસ-દાસીઓનું પણ ખૂબ માન છે, પરંતુ એમાં પણ નંબરવાર છે. તમે બાળકો આખાં વિશ્વનાં માલિક બનો છો. દાસ-દાસીઓ તો અહીંયા પણ રાજાઓની પાસે હોય છે. પ્રિન્સેસ ની જ્યારે સભા લાગે છે, પરસ્પર મળે છે તો પૂરો શૃંગાર કરેલાં, તાજ વગેરે સહિત હોય છે. પછી એમાં પણ નંબરવાર ખૂબ જ શોભનિક સભા લાગે છે. એમાં રાણીઓ નથી બેસતી. તે પડદામાં રહે છે. આ બધી વાતો બાપ સમજાવે છે. એમને તમે પ્રાણ દાતા પણ કહો છો, જીયદાન આપવા વાળા. વારંવાર શરીર છોડવાથી બચાવવા વાળા છે. ત્યાં મરવાની ચિંતા નથી હોતી. અહીં કેટલી ચિંતા રહે છે? થોડું કંઈ થાય છે તો બોલાવશે ડોક્ટર ને કે ક્યાંક મરી ન જાય. ત્યાં ડર ની વાત જ નથી. તમે કાળ પર જીત મેળવો છો તો કેટલો નશો રહેવો જોઈએ? ભણાવવા વાળાને યાદ કરો તો પણ યાદ ની યાત્રા થઈ. બાપ-ટીચર-સદ્દગુરુ ને યાદ કરો તો પણ ઠીક છે, જેટલું શ્રીમત પર ચાલશો, મન્સા-વાચા-કર્મણા પાવન બનવાનું છે.બુદ્ધિ માં વિકારી સંકલ્પ પણ ન આવે. તે ત્યારે થશે જ્યારે ભાઈ-ભાઈ સમજશો. બહેન-ભાઈ સમજવાથી પણ છી-છી થઈ જાઓ છો. સૌથી વધારે દગો આપવા વાળી આ આંખો છે એટલે બાપે ત્રીજું નેત્ર આપ્યું છે તો પોતાને આત્મા સમજી ભાઈ-ભાઈ ને જુઓ. આને કહેવાય છે જ્ઞાન નું ત્રીજું નેત્ર. બહેન-ભાઈ પણ ફેલ થાય છે તો બીજી યુક્તિ કરાય છે - પોતાને ભાઈ-ભાઈ સમજો. ખૂબ મહેનત છે. સબ્જેક્ટ (વિષય) હોય છે ને? કોઈ ખૂબ ડિફીકલ્ટ સબ્જેક્ટ હોય છે. આ ભણતર છે, એમાં પણ ઊંચો વિષય છે - તમે કોઈનાં પણ નામ-રુપ માં ન ફસાઈ શકો. ખૂબ મોટી પરીક્ષા છે. વિશ્વનાં માલિક બનવાનું છે. મુખ્ય વાત બાપ કહે છે ભાઈ-ભાઈ સમજો. તો બાળકોએ એટલો પુરુષાર્થ કરવો જોઈએ. પરંતુ ચાલતાં-ફરતાં કેટલાં ટ્રેટર પણ બની જાય છે. અહીં પણ એવું થાય છે. સારા-સારા બાળકો ને માયા પોતાનાં બનાવી દે છે. ત્યારે બાપ કહે છે મને ફારકતિ પણ આપી દે છે, ડાયવોર્સ પણ આપે છે. ફારકતિ બાળકો અને બાપની હોય છે અને ડાયવોર્સ સ્રી અને પુરુષ નાં હોય છે. બાપ કહે છે મને બંને મળે છે. સારી-સારી બાળકીઓ પણ ડાયવોર્સ આપી જઈને રાવણની બની જાય છે. વન્ડરફુલ ખેલ છે ને? માયા શું નથી કરી દેતી? બાપ કહે છે માયા ખૂબ જબરજસ્ત છે. ગાયન છે ગજ ને ગ્રાહે ખાધો. ખૂબ ગફલત કરી બેસે છે. બાપ સાથે બેઅદબી કરે છે (બાપનું નથી માનતા) તો માયા કાચ્ચા ખાઈ લે છે. માયા એવી છે જે કોઈ-કોઈને એકદમ પકડી લે છે. અચ્છા!

બાળકોને કેટલું સંભળાવ્યું, કેટલું સંભળાવે? મુખ્ય વાત છે અલ્ફ. મુસલમાન પણ કહે છે-સવારે ઉઠીને અલ્ફ ને યાદ કરો. આ વેળા સૂવા ની નથી. આ ઉપાય થી જ વિકર્મ વિનાશ થાય છે, બીજો કોઈ ઉપાય નથી. બાપ આપ બાળકો સાથે કેટલાં વફાદાર છે? ક્યારેય તમને છોડશે નહીં. આવ્યા જ છે સુધારીને સાથે લઈ જવાં. યાદની યાત્રા થી જ તમે સતોપ્રધાન થશો. એ તરફ જમા થતું જશે. બાપ કહે છે પોતાનો ચોપડો રાખો-કેટલાં યાદ કરો છો, કેટલી સેવા કરો છો? વેપારી લોકો નુકસાન જુએ છે તો ખબરદાર રહે છે. નુકસાન ન કરવું જોઈએ. કલ્પ-કલ્પાંતર નું નુકસાન થઈ જાય છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. મન્સા-વાચા-કર્મણા પાવન બનવાનું છે, બુદ્ધિમાં વિકારી સંકલ્પ પણ ન આવે, એનાં માટે આત્મા ભાઈ-ભાઈ છું, આ અભ્યાસ કરવાનો છે. કોઈ નાં નામ-રુપ માં ફસાવાનું નથી.

2. જેવી રીતે બાપ વફાદાર છે, બાળકોને સુધારીને સાથે લઈ જાય છે, એવાં વફાદાર રહેવાનું છે. ક્યારેય પણ ફારકતિ અથવા ડાયવોર્સ નહીં આપતાં.

વરદાન :-
સદા હળવા બની બાપ નાં નયનો માં સમાવા વાળા સહજ યોગી ભવ

સંગમયુગ પર જે ખુશીઓની ખાણ મળે છે તે બીજા કોઈ યુગમાં નથી મળી શકતી. આ સમયે બાપ અને બાળકોનું મિલન છે, વારસો છે, વરદાન છે. વારસો અથવા વરદાન બંને માં મહેનત નથી થતી એટલે તમારું ટાઈટલ જ છે સહજયોગી. બાપદાદા બાળકોની મહેનત જોઈ નથી શકતાં, કહે છે બાળકો પોતાનો બધો બોજ બાપ ને આપીને પોતે હળવા થઈ જાઓ. એટલાં હળવા બનો જે બાપ પોતાનાં નયનો પર બેસાડીને સાથે લઈ જાય. બાપ સાથે સ્નેહ ની નિશાની છે-સદા હળવા બની બાપ ની નજરો માં સમાઈ જવું.

સ્લોગન :-
નેગેટીવ વિચારવાનો રસ્તો બંધ કરી દો તો સફળતા સ્વરુપ બની જશો.