27-04-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે આવ્યા છો બાપ પાસે થી હેલ્થ , વેલ્થ , હેપ્પીનેસ નો વારસો લેવાં , ઈશ્વરીય મત પર ચાલવાથી જ બાપ નો વારસો મળે છે”

પ્રશ્ન :-
બાપે બધાં બાળકોને વિકલ્પ જીત બનવાની યુક્તિ કઈ બતાવી છે?

ઉત્તર :-
વિકલ્પ જીત બનવા માટે પોતાને આત્મા સમજી ભાઈ-ભાઈ ની દૃષ્ટિ થી જુઓ. શરીરને જોવાથી વિકલ્પ આવે છે, એટલે ભ્રકુટીમાં આત્મા ભાઈને જુઓ. પાવન બનવું છે તો આ દૃષ્ટિ પાક્કી રાખો. નિરંતર પતિત-પાવન બાપ ને યાદ કરો. યાદ થી જ કાટ નીકળતો જશે, ખુશી નો પારો ચઢશે અને વિકલ્પો પર વિજય પ્રાપ્ત કરી લેશો.

ઓમ શાંતિ!
શિવ ભગવાનુવાચ પોતાનાં સાલિગ્રામો પ્રતિ. શિવ ભગવાનુવાચ છે તો જરુર શરીર હશે ત્યારે તો વાણી હશે. બોલવા માટે મુખ જરુર જોઈએ. તો સાંભળવા વાળાને પણ કાન જરુર જોઈએ. આત્મા ને કાન, મુખ જોઈએ. હમણાં આપ બાળકોને ઈશ્વરીય મત મળી રહી છે, જેને રામ-મત કહેવાય છે. બીજા પછી છે રાવણ-મત પર. ઈશ્વરીય મત અને આસુરી મત. ઈશ્વરીય મત અડધોકલ્પ ચાલે છે. બાપ ઈશ્વરીય મત આપીને તમને દેવતા બનાવી દે છે પછી સતયુગ-ત્રેતા માં એ જ મત ચાલે છે. ત્યાં જન્મ પણ થોડા છે કારણ કે યોગી લોકો છે. અને દ્વાપર-કળિયુગ માં છે રાવણ મત, અહીં જન્મ પણ ખૂબ છે, કારણ કે ભોગી લોકો છે, એટલે આયુષ્ય પણ ઓછું હોય છે. ખૂબ સંપ્રદાય થઈ જાય છે અને વધારે દુઃખી થાય છે. રામ મત વાળા પછી રાવણ મત માં ભળી જાય છે. તો આખી દુનિયાની રાવણ મત થઈ જાય છે. પછી બાપ આવીને બધાને રામ મત આપે છે. સતયુગ માં છે રામ મત, ઈશ્વરીય મત. એને કહેવાય છે સ્વર્ગ. ઈશ્વરીય મત મળવાથી સ્વર્ગની સ્થાપના થઈ જાય છે અડધાકલ્પ માટે. તે જ્યારે પૂરી થાય છે તો રાવણ રાજ્ય થાય છે, એને કહેવાય છે આસુરી મત. હવે પોતાને પૂછો-અમે આસુરી મત થી શું કરતા હતાં? ઈશ્વરીય મત થી શું કરી રહ્યા છીએ? પહેલાં જાણેકે નર્કવાસી હતાં પછી સ્વર્ગવાસી બનીએ છીએ-શિવાલય માં. સતયુગ-ત્રેતા ને શિવાલય કહેવાય છે. જે નામ થી સ્થાપના થાય છે તો જરુર એમનું નામ પણ રાખશે. તો એ છે શિવાલય, જ્યાં દેવતા રહે છે. રચયિતા બાપ જ તમને આ બધી વાતો સમજાવી રહ્યા છે. શું રચે છે, તે પણ આપ બાળકો સમજો છો. આખી દુનિયા આ સમયે એમને બોલાવે છે-હે પતિત-પાવન અથવા હે લિબ્રેટર, રાવણ નાં રાજ્ય થી તથા દુઃખ થી છોડાવવા વાળા. હમણાં તમને સુખ ની ખબર પડી છે ત્યારે આને દુઃખ સમજો છો. નહીં તો ઘણાં આને દુઃખ થોડી સમજે છે? જેવી રીતે બાપ નોલેજફુલ છે, મનુષ્ય સૃષ્ટિનાં બીજ રુપ છે, તમે પણ નોલેજફુલ બનો છો. બીજ માં ઝાડની નોલેજ હોય છે ને? પરંતુ એ છે જડ. જો ચૈતન્ય હોય તો બતાવી દે. તમે ચૈતન્ય ઝાડ નાં છો એટલે ઝાડ ને પણ જાણો છો. બાપ ને કહેવાય છે મનુષ્ય સૃષ્ટિનાં બીજરુપ, સત્ ચિત્ આનંદ સ્વરુપ. આ ઝાડની ઉત્પત્તિ અને પાલના કેવી રીતે થાય છે? આ કોઈ નથી જાણતું. એવું નથી, નવું ઝાડ ઉત્પન્ન થાય છે. આ પણ બાપે સમજાવ્યું છે જૂનાં ઝાડ વાળા મનુષ્ય બોલાવે છે કે આવીને રાવણ થી લિબ્રેટ કરો કારણ કે આ સમયે રાવણ રાજ્ય છે. મનુષ્ય તો નથી રચયિતા ને, નથી રચના ને જાણતાં. સ્વયં બાપ બતાવી રહ્યા છે હું એક જ વાર સ્વર્ગ બનાવું છું. સ્વર્ગ પછી ફરી નર્ક બને છે. રાવણ નાં આવવાથી પછી વામ માર્ગ માં ચાલ્યા જાય છે. સતયુગ માં હેલ્થ, વેલ્થ, હેપ્પીનેસ બધું છે. તમે અહીં આવો છો બાપ પાસેથી વારસો લેવા - હેલ્થ, વેલ્થ, હેપ્પીનેસ નો કારણ કે સ્વર્ગમાં ક્યારેય દુઃખ હોતું નથી. તમારા દિલમાં છે કે આપણે કલ્પ-કલ્પ પુરુષોત્તમ સંગમયુગ માં પુરુષાર્થ કરીએ છીએ. નામ જ કેવું સારું છે. બીજા કોઈ યુગ ને પુરુષોત્તમ થોડી કહેવાય છે? એમાં તો સીડી નીચે ઉતરતા જાય છે. બાપ ને બોલાવે પણ છે, સમર્પણ પણ કરે છે. પરંતુ એ ખબર નથી રહેતી કે બાપ ક્યારે આવશે? પોકારે તો છે ઓ ગોડ ફાધર, લિબ્રેટ કરો, ગાઈડ બનો. લિબ્રેટર બનશે તો જરુર આવવું પડે. પછી ગાઈડ બનીને લઈ જવા પડે. બાપ બાળકોને ઘણાં દિવસો પછી જુએ છે તો ખૂબ ખુશ થાય છે. તે છે હદનાં બાપ. આ છે બેહદનાં બાપ. બાબા ક્રિયેટર (રચયિતા) છે. રચીને પછી એમની પાલના પણ કરે છે. પુનર્જન્મ તો લેવા પડે છે. કોઈને ૧૦, કોઈને ૧૨ બાળકો હોય છે, પરંતુ તે બધાં છે હદ નાં સુખ, જે કાગ વિષ્ટા સમાન છે. તમોપ્રધાન બની જાય છે. તમોપ્રધાન માં સુખ ખૂબ થોડું છે. તમે સતોપ્રધાન બનો છો તો ખૂબ સુખી થાઓ છો. સતોપ્રધાન બનવાની યુક્તિ બાપ આવીને બતાવે છે. બાપ ને ઓલમાઈટી ઓથોરિટી કહેવાય છે. મનુષ્ય સમજે છે ગોડ ઓલમાઈટી ઓથોરિટી છે તો જે ઈચ્છે તે કરી શકે છે. મરેલા ને જીવતા કરી શકે છે. એકવાર કોઈએ લખ્યું - જો તમે ભગવાન છો તો માખી ને જીવતી કરીને દેખાડો. આવાં અનેક પ્રશ્નો પૂછે છે.

તમને બાપ તાકાત આપે છે, જેનાથી તમે રાવણ પર જીત મેળવો છો. વાંદરા થી મંદિર લાયક બનો છો. એમણે પછી શું-શું બનાવી દીધું છે? હકીકતમાં તમે બધાં સીતાઓ ભક્તિઓ છો. તમને બધાને રાવણ થી છોડાવ્યા છે. રાવણ દ્વારા તમને ક્યારેય પણ સુખ નથી મળી શકતું. આ સમયે બધાં રાવણ ની જેલ માં છે. રામ ની જેલમાં નહીં કહેવાશે. રામ આવે છે રાવણ ની જેલ થી છોડાવવાં. રાવણ ૧૦ માથા વાળો બનાવે છે. એને ૨૦ ભુજાઓ દેખાડી છે. બાપે સમજાવ્યું છે કે પ વિકાર પુરુષ માં, પ વિકાર સ્ત્રી માં છે. એને કહેવાય છે રાવણ રાજ્ય અથવા પ વિકાર રુપી માયા નું રાજ્ય. એવું નહીં કહેશે, આની પાસે ખૂબ માયા છે. માયા નો નશો ચઢેલો છે, ના. ધન ને માયા નહીં કહેવાશે. ધન ને સંપત્તિ કહેવાય છે. આપ બાળકોને સંપત્તિ વગેરે ખૂબ મળે છે. તમારે કંઈ પણ માંગવાની જરુર નથી કારણ કે આ તો ભણતર છે. ભણતરમાં માંગવાનું હોય છે શું? ટીચર જે ભણાવશે તે સ્ટુડન્ટ ભણશે. જેટલું જે ભણશે, એટલું મેળવશે. માંગવાની વાત નથી. આમાં પવિત્રતા પણ જોઈએ. એક શબ્દ ની પણ વેલ્યુ (કિંમત) જુઓ કેટલી છે? પદમાપદમ. બાપ ને ઓળખો, યાદ કરો. બાપે પરિચય આપ્યો છે-જેવી રીતે આત્મા બિંદુ છે, તેવી રીતે હું પણ આત્મા બિંદુ છું. એ તો એવર પવિત્ર છે. શાંતિ, જ્ઞાન, પવિત્રતા નાં સાગર છે. એક ની જ મહિમા છે. બધાની પોઝિશન પોત-પોતાની હોય છે. નાટક પણ બનાવ્યું છે - કણ-કણ માં ભગવાન, જેમણે નાટક જોયું હશે તે જાણતા હશે. જે મહાવીર બાળકો છે એમને તો બાબા કહે છે તમે ભલે ક્યાંય પણ જાઓ, ફક્ત સાક્ષી થઈ જોવું જોઈએ.

હવે આપ બાળકો રામ રાજ્ય સ્થાપન કરી રાવણ રાજ્ય ને ખલાસ કરી દો છો. આ છે બેહદની વાત. તે કહાણીઓ હદની બનાવી દીધી છે. તમે છો શિવશક્તિ સેના. શિવ ઓલમાઈટી છે ને? શિવ ની શક્તિ લેવા વાળી શિવ ની સેના તમે છો. એમણે પણ પછી શિવસેના નામ રાખ્યું છે. હવે તમારું નામ શું રાખે? તમારું તો નામ રાખ્યું છે - પ્રજાપિતા બ્રહ્માકુમાર-કુમારીઓ. શિવ નાં તો બધાં સંતાન છે. આખી દુનિયાનાં આત્માઓ એમનાં સંતાન છે. શિવ પાસેથી તમને શક્તિ મળે છે. શિવબાબા તમને જ્ઞાન શીખવાડે છે, જેનાથી તમને એટલી શક્તિ મળે છે જે અડધોકલ્પ તમે આખાં વિશ્વ પર રાજ્ય કરો છો. તમારી આ છે યોગબળ ની શક્તિ. અને એમની છે બાહુબળ ની. ભારત નો પ્રાચીન રાજયોગ ગવાયેલો છે. ઈચ્છે પણ છે ભારત નો પ્રાચીન યોગ શિખીએ, જેનાથી પેરેડાઇઝ (સ્વર્ગ) સ્થાપન થયું હતું. કહે પણ છે-ક્રાઈસ્ટ થી આટલાં વર્ષ પહેલાં પેરેડાઇઝ હતું. તે કેવી રીતે બન્યું? યોગ થી. તમે છો પ્રવૃત્તિ માર્ગવાળા સંન્યાસી. તે ઘરબાર છોડી જંગલ માં ચાલ્યા જાય છે. ડ્રામા અનુસાર દરેક ને પાર્ટ મળેલો છે. આટલાં નાના બિંદુ માં કેટલો પાર્ટ છે? આને કુદરત જ કહેવાશે. બાપ તો એવર શક્તિમાન્ ગોલ્ડન એજેડ છે. હમણાં તમે એમની પાસેથી શક્તિ લો છો. આ પણ ડ્રામા બનેલો છે. એવું નથી કે હજાર સૂર્યો થી તેજોમય છે. એ તો જે જેમનો ભાવ બેસે છે, તો એ ભાવનાથી જુએ છે. આંખો લાલ-લાલ થઈ જાય છે. બસ કરો, અમે નથી સહન કરી શકતાં. બાપ કહે છે તે બધાં ભક્તિમાર્ગ નાં સંસ્કાર છે. આ તો નોલેજ છે, આમાં ભણવાનું છે. બાપ, ટીચર પણ છે, ભણાવી રહ્યા છે. આપણને કહે છે તમારે તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું છે. બાબાએ સમજાવ્યું છે હિયર નો ઈવિલ… મનુષ્યો ને ખબર નથી કે આ કોણે કહ્યું છે? પહેલાં વાંદરા નાં ચિત્ર બનાવતા હતાં. હમણાં મનુષ્યો નાં બનાવતા રહે છે. બાબાએ પણ નલિની બાળકી નું બનાવ્યું હતું. મનુષ્યો ને ભક્તિ નો નશો કેટલો છે? ભક્તિનું રાજ્ય છે ને? હમણાં હોય છે જ્ઞાન નું રાજ્ય. ફરક થઈ જાય છે. બાળકો જાણે છે બરોબર જ્ઞાન થી ખૂબ સુખ મળે છે. પછી ભક્તિથી સીડી નીચે ઉતરે છે. આપણે પહેલાં સતયુગ માં જઈએ છીએ પછી જું ની જેમ નીચે ઉતરીએ છીએ. ૧૨૫૦ વર્ષમાં બે કળા ઓછી થાય છે. ચંદ્રમા નું દૃષ્ટાંત છે. ચંદ્રમા ને ગ્રહણ લાગે છે. કળાઓ ઓછી થવા લાગે છે. પછી ધીરે-ધીરે કળાઓ વધે છે તો ૧૬ કળા થાય છે. તે છે અલ્પકાળની વાત. આ તો છે બેહદની વાત. આ સમયે બધાં પર રાહુનું ગ્રહણ છે. ઊંચામાં ઊંચી છે વૃક્ષસ્પતિ ની દશા. નીચામાં નીચી છે રાહુની દશા. એકદમ દેવાળું કાઢી નાખે છે. વૃક્ષપતિ ની દશા થી આપણે ચઢીએ છીએ. તે બેહદ નાં બાપ ને જાણતા નથી. હવે રાહુની દશા તો બધાં પર બરોબર છે. આ તમે જાણો છો, બીજા કોઈ નથી જાણતાં. રાહુની દશા જ ઇનસોલવેન્ટ બનાવે છે. વૃક્ષપતિ ની દશાથી સોલવેન્ટ બનો છો. ભારત કેટલું સોલવેન્ટ હતું. એક જ ભારત હતું. સતયુગ માં રામરાજ્ય, પવિત્ર રાજ્ય હોય છે, જેની મહિમા થાય છે. અપવિત્ર રાજ્ય વાળા ગાય છે હમ નિર્ગુણ હારે મેં કોઈ ગુણ નાહીં… આવી સંસ્થાઓ પણ બનાવી છે-નિર્ગુણ સંસ્થા. અરે, આ તો આખી દુનિયા નિર્ગુણ સંસ્થા છે. એકની વાત થોડી છે. બાળકો ને હંમેશા મહાત્મા કહેવાય છે. તમે પછી કહો છો કોઈ ગુણ નથી. આ તો આખી દુનિયા છે, જેમાં કોઈ ગુણ ન હોવાના કારણે રાહુ ની દશા બેઠી છે. હવે બાપ કહે છે દે દાન તો છૂટે ગ્રહણ. હવે જવાનું તો બધાએ છે ને? દેહ સહિત, દેહ નાં બધાં ધર્મો ને છોડો. પોતાને આત્મા નિશ્ચય કરો. તમારે હવે પાછું જવાનું છે. પવિત્ર ન હોવાના કારણે પાછા કોઈ જઈ ન શકે. હવે બાપ પવિત્ર થવાની યુક્તિ બતાવે છે. બેહદ નાં બાપ ને યાદ કરો. ઘણાં કહે છે બાબા, અમે ભૂલી જઈએ છીએ. બાપ કહે છે-મીઠાં બાળકો, પતિત-પાવન બાપ ને તમે ભૂલી જશો તો તમે પાવન કેવી રીતે બનશો? વિચાર કરો કે આ શું કહો છો? જાનવર પણ ક્યારેય એવું નહીં કહેશે કે અમે બાપ ને ભૂલી જઈએ છીએ. તમે શું કહો છો! હું તમારો બેહદ નો બાપ છું, તમે આવ્યા છો બેહદનો વારસો લેવાં. નિરાકાર બાપ સાકાર માં આવે ત્યારે તો ભણાવે. હવે બાપે આમનામાં પ્રવેશ કર્યો છે. આ છે બાપદાદા. બંને નો આત્મા આ ભ્રકૃટી ની વચ્ચે છે. તમે કહો છો બાપ-દાદા, તો જરુર બંને આત્માઓ હશે. શિવબાબા અને બ્રહ્મા નો આત્મા. તમે બધાં બન્યાં છો પ્રજાપિતા બ્રહ્માકુમાર-કુમારીઓ. તમને નોલેજ મળે છે તો જાણો છો અમે ભાઈ-ભાઈ છીએ. પછી પ્રજાપિતા બ્રહ્મા દ્વારા આપણે ભાઈ-બહેન બનીએ છીએ. આ યાદ પાક્કી જોઈએ. પરંતુ બાબા જુએ છે કે બહેન-ભાઈ માં પણ નામ રુપ ની કશિશ થાય છે. ઘણાઓને વિકલ્પ આવે છે. સારું શરીર જોઈ વિકલ્પ આવે છે. હવે બાપ કહે છે પોતાને આત્મા સમજી ભાઈ-ભાઈ ની દૃષ્ટિથી જુઓ. આત્માઓ બધાં બ્રધર્સ છે. બ્રધર્સ છે તો બાપ જરુર જોઈએ. બધાનાં એક બાપ છે. બધાં બાપ ને યાદ કરે છે. હવે બાપ કહે છે સતોપ્રધાન બનવું છે તો મામેકમ્ યાદ કરો. જેટલાં યાદ કરશો તો કાટ નીકળતો જશે, ખુશી નો પારો ચઢશે અને કશિશ થતી રહેશે. નંબરવાર પુરુષાર્થ અનુસાર. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ભણતર પર પૂરું ધ્યાન આપીને સ્વયં ને સંપત્તિવાન બનાવવાનાં છે. કંઈ પણ માંગવાનું નથી. એક બાપની યાદ અને પવિત્રતા ની ધારણા થી પદમાપદમપતિ બનવાનું છે.

2. રાહુ નાં ગ્રહણ થી મુક્ત થવા માટે વિકારો નું દાન આપવાનું છે. હિયર નો ઈવિલ… જે વાતો થી સીડી નીચે ઉતર્યા, નિર્ગુણ બન્યા, એને બુદ્ધિ થી ભૂલી જવાની છે.

વરદાન :-
“ પહેલા આપ” નાં મંત્ર દ્વારા સર્વ નું સન્માન પ્રાપ્ત કરવા વાળા નિર્માણ સો મહાન ભવ

આ જ મહામંત્ર સદા યાદ રહે કે “નિર્માણ જ સર્વ મહાન છે”. “પહેલાં આપ” કરવું જ સર્વ થી સન્માન પ્રાપ્ત કરવાનો આધાર છે. મહાન બનવાનો આ મંત્ર વરદાન રુપ માં સદા સાથે રાખજો. વરદાનો થી જ પલતા, ઉડતા મંઝિલ પર પહોંચજો. મહેનત ત્યારે કરો છો જ્યારે વરદાનો ને કાર્યમાં નથી લગાવતાં. જો વરદાનો થી પલતા રહો, વરદાનો ને કાર્ય માં લગાવતા રહો તો મહેનત સમાપ્ત થઈ જશે. સદા સફળતા અને સંતુષ્ટતાનો અનુભવ કરતા રહેશો.

સ્લોગન :-
સૂરત (ચહેરા) દ્વારા સેવા કરવા માટે પોતાનું હર્ષિત, રમણીક અને ગંભીર સ્વરુપ ઈમર્જ કરો.