28-04-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  23.10.99    બાપદાદા મધુબન


“ સમયની પોકાર - દાતા બનો”

 


આજે સર્વ શ્રેષ્ઠ ભાગ્ય વિધાતા, સર્વ શક્તિઓનાં દાતા બાપદાદા ચારેય તરફનાં સર્વ બાળકો ને જોઈ હર્ષિત થઈ રહ્યા છે. ભલે મધુબન માં સન્મુખ છે, ભલે દેશ-વિદેશ માં યાદ માં સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે, જ્યાં પણ બેઠાં છે પરંતુ દિલ થી સન્મુખ છે. એ બધાં બાળકોને જોઈ બાપદાદા હર્ષિત થઈ રહ્યા છે. તમે બધાં પણ હર્ષિત થઈ રહ્યા છો ને? બાળકો પણ હર્ષિત અને બાપદાદા પણ હર્ષિત. અને આ જ દિલ નો સદા નો સાચ્ચો હર્ષ આખી દુનિયાનાં દુઃખો ને દૂર કરવા વાળો છે. આ દિલ નો હર્ષ આત્માઓને બાપ નો અનુભવ કરાવવા વાળો છે કારણ કે બાપ પણ સદા સર્વ આત્માઓ પ્રત્યે સેવાધારી છે અને તમે બધાં બાળકો બાપ ની સાથે સેવા સાથી છો. સાથી છો ને? બાપ નાં સાથી અને વિશ્વ નાં દુઃખો ને પરિવર્તન કરી સદા ખુશ રહેવાનાં સાધન આપવાની સેવા માં સદા ઉપસ્થિત રહો છો. સદા સેવાધારી છો. સેવા ફક્ત ચાર કલાક, છ કલાક કરવા વાળા નથી. દરેક સેકન્ડ સેવાની સ્ટેજ પર પાર્ટ ભજવવા વાળા પરમાત્મ-સાથી છો. યાદ નિરંતર છે, એવી રીતે જ સેવા પણ નિરંતર છે. પોતાને નિરંતર સેવાધારી અનુભવ કરો છો? કે ૮-૧૦ કલાક નાં સેવાધારી છો? આ બ્રાહ્મણ જન્મ જ યાદ અને સેવા માટે છે. બીજું કંઈ કરવાનું છે શું? આ જ છે ને? દરેક શ્વાસ, દરેક સેકન્ડ યાદ અને સેવા સાથે-સાથે છે કે સેવા નાં કલાક અલગ છે અને યાદ નાં કલાક અલગ છે? નથી ને? સારું, બેલેન્સ છે? જો ૧૦૦ ટકા સેવા છે તો ૧૦૦ ટકા જ યાદ છે? બંને નું બેલેન્સ છે? અંતર પડી જાય છે ને? કર્મ યોગી નો અર્થ જ છે કર્મ અને યાદ, સેવા અને યાદ - બંને નું બેલેન્સ સમાન, સમાન હોવું જોઈએ. એવું નથી કોઈ સમય યાદ વધારે છે અને સેવા ઓછી, અથવા સેવા વધારે છે યાદ ઓછી. જેવી રીતે આત્મા અને શરીર જ્યાં સુધી સ્ટેજ પર છે તો સાથે-સાથે છે ને? અલગ થઈ શકે છે? એવી રીતે યાદ અને સેવા સાથે-સાથે રહે. યાદ અર્થાત્ બાપ સમાન, સ્વ નાં સ્વમાન ની પણ યાદ. જ્યારે બાપ ની યાદ રહે છે તો સ્વતઃ સ્વમાન ની પણ યાદ રહે છે. જો સ્વમાન માં નથી રહેતા તો યાદ પણ પાવરફુલ નથી રહેતી.

સ્વમાન અર્થાત્ બાપ સમાન. સંપૂર્ણ સ્વમાન છે જ બાપ સમાન. અને એવી યાદ માં રહેવા વાળા બાળકો સદા જ દાતા હશે. લેવતા નથી, દેવતા એટલે આપવા વાળા. તો આજે બાપદાદા બધાં બાળકો ની દાતાપણા ની સ્ટેજ ચેક કરી રહ્યા હતા કે ક્યાં સુધી દાતા નાં બાળકો દાતા બન્યા છે? જેવી રીતે બાપ ક્યારેય પણ લેવાનો સંકલ્પ નથી કરી શકતાં, આપવાનો કરે છે. જો કહે પણ છે, બધું જૂનું આપી દો તો પણ જૂનાં ને બદલે નવું આપે છે. લેવું એટલે બાપ નું આપવું. તો વર્તમાન સમયે બાપદાદા ને બાળકો નો એક ટોપિક ખૂબ ગમ્યો. કયો ટોપીક? વિદેશ નો ટોપિક છે. કયો? (કોલ ઓફ ટાઈમ)

તો બાપદાદા જોઈ રહ્યા હતાં કે બાળકો માટે સમયની શું પોકાર છે? તમે જુઓ છો વિશ્વ માટે, સેવા માટે, બાપદાદા સેવા નાં સાથી તો છે જ. પરંતુ બાપદાદા જુએ છે કે બાળકો માટે હમણાં સમય ની શું પોકાર છે? તમે પણ સમજો છો ને કે સમય ની શું પોકાર છે? પોતાનાં માટે વિચારો. સેવા પ્રત્યે તો ભાષણ કર્યા, કરી રહ્યા છે ને? પરંતુ પોતાનાં માટે, પોતાને પૂછો કે અમારા માટે સમય ની શું પોકાર છે? વર્તમાન સમય ની શું પોકાર છે? તો બાપદાદા જોઈ રહ્યા હતાં કે હમણાં નાં સમય અનુસાર દર સમય, દરેક બાળકોએ દાતાપણા ની સ્મૃતિ વધારે વધારવાની છે. ભલે સ્વ-ઉન્નતિ પ્રત્યે દાતા-પણા નો ભાવ, કે સર્વ નાં પ્રત્યે સ્નેહ ઈમર્જ રુપ માં દેખાય. કોઈ કેવા પણ હોય, શું પણ હોય, મારે આપવાનું છે. તો દાતા સદા જ બેહદની વૃત્તિ વાળા હશે, હદ નથી અને સદા દાતા સંપન્ન, ભરપૂર હશે. દાતા સદા જ ક્ષમા નાં માસ્ટર સાગર હશે. આ કારણે જે હદ નાં પોતાનાં સંસ્કાર અથવા બીજા નાં સંસ્કાર તે ઈમર્જ નહીં થશે, મર્જ હશે. મારે આપવું છે. કોઈ આપે ન આપે પરંતુ મારે દાતા બનવું છે. કોઈ પણ સંસ્કાર નાં વશ પરવશ આત્મા હોય, એ આત્માને મારે સહયોગ આપવાનો છે. તો કોઈ નાં પણ હદ નાં સંસ્કાર તમને પ્રભાવિત નહીં કરશે. કોઈ માન આપે, કોઈ ન આપે, તે નહીં આપે પરંતુ મારે આપવાનું છે. એવું દાતા પણું હવે ઈમર્જ જોઈએ. મન માં ભાવના તો છે પરંતુ… પરંતુ ન આવે. મારે કરવું જ છે. કોઈ એવી ચલન તથા બોલ જે તમારા કામ નાં નથી, ગમતાં નથી, એને લો જ નહીં. ખરાબ વસ્તુ લેવાય છે શું? મન માં ધારણ કરવું અર્થાત્ લેવું. મગજ સુધી પણ નહીં. મગજ માં વાત આવી ગઈ ને, તે પણ નહીં. જ્યારે છે જ ખરાબ વસ્તુ, સારી નથી તો મગજ અને દિલ (મન) માં લો નહીં એટલે ધારણ નહીં કરો. વધારે જ લેવાનાં બદલે શુભ ભાવના, શુભ કામના દાતા બનીને આપો. લો નહીં; કારણ કે હમણાં સમય અનુસાર જો દિલ અને મગજ ખાલી નહીં હશે તો નિરંતર સેવાધારી નહીં બની શકો. દિલ અથવા મગજ જ્યારે કોઈ પણ વાતો માં બિઝી થઈ ગયા તો સેવા શું કરશે? પછી જેવી રીતે લૌકિક માં કોઈ ૮ કલાક, કોઈ ૧૦ કલાક કામ કરે છે, એવી રીતે અહીં પણ થઈ જશે. ૮ કલાક નાં સેવાધારી, ૬ કલાક નાં સેવાધારી. નિરંતર સેવાધારી નહીં બની શકે. ભલે મન્સા સેવા કરો, કે વાણી થી, અથવા કર્મ અર્થાત્ સંબંધ, સંપર્ક થી. દરેક સેકન્ડ દાતા અર્થાત્ સેવાધારી. મગજ ને ખાલી રાખવાથી બાપ ની સેવા નાં સાથી બની શકશો. દિલ ને સદા સાફ રાખવાથી નિરંતર બાપની સેવા નાં સાથી બની શકો છો. તમારા બધાનો વાયદો શું છે? સાથે રહીશું, સાથે ચાલીશું. વાયદો છે ને? કે તમે આગળ રહો અમે પાછળ-પાછળ આવીશું? નથી ને? સાથે નો વાયદો છે ને? તો બાપ સેવા વગર રહે છે? યાદ વગર પણ નથી રહેતાં. જેટલાં બાપ યાદ માં રહે છે એટલાં તમે મહેનત થી રહો છો. રહો છો પરંતુ મહેનત થી, અટેન્શન થી. અને બાપ માટે છે જ શું? પરમ આત્મા માટે છે જ આત્માઓ. નંબરવાર આત્માઓ તો છે જ. બાળકોની યાદ સિવાય બાપ રહી જ નથી શકતાં. બાપ બાળકોની યાદ વગર રહી શકે છે? તમે રહી શકો છો? ક્યારેક-ક્યારેક નટખટ થઈ જાઓ છો.

તો શું સાંભળ્યું? સમય ની પોકાર છે - દાતા બનો . આવશ્યકતા છે ખૂબ. આખા વિશ્વનાં આત્માઓ નો પોકાર છે - હે અમારા ઈષ્ટ… ઈષ્ટ તો છો ને? કોઈને કોઈ રુપ માં સર્વ આત્માઓ માટે ઈષ્ટ છો. તો હમણાં સર્વ આત્માઓની પોકાર છે - હે ઈષ્ટ દેવ, દેવીઓ પરિવર્તન કરો. આ પોકાર સાંભળવામાં આવે છે? પાંડવો ને આ પોકાર સાંભળવામાં આવે છે? સાંભળીને પછી શું કરો છો? સાંભળવામાં આવે છે તો સૈલવેશન આપો છો કે વિચારો છો હા કરીશું? પોકાર સાંભળવામાં આવે છે? તો સમયની પોકાર સંભળાવો છો અને આત્માઓ ની પોકાર ફક્ત સાંભળો છો? તો ઈષ્ટ દેવ-દેવીઓ, હમણાં પોતાનાં દાતા-પણા નું રુપ ઈમર્જ કરો. આપવાનું છે. કોઈ પણ આત્મા વંચિત ન રહી જાય. નહીં તો ઠપકાઓ ની માળાઓ પડશે. ઠપકો તો આપશે ને? તો ઠપકા ની માળા પહેરવા વાળા ઈષ્ટ છો કે ફૂલોની માળા પહેરવા વાળા ઈષ્ટ છો? કયા ઈષ્ટ છો? પૂજ્ય છો ને? એવું નહીં સમજતા કે અમે તો પાછળ આવવા વાળા છીએ. તો મોટા-મોટા છે તે જ દાતા બનશે, અમે ક્યાં બનીશું. પરંતુ ના, બધાએ દાતા બનવાનું છે.

જે પહેલી વાર મધુબન માં આવવા વાળા છે તે હાથ ઉઠાવો. જે પહેલી વાર આવ્યા છે તે દાતા બની શકે છે કે બીજા-ત્રીજા વર્ષે દાતા બનશો? એક વર્ષ વાળા દાતા બની શકે છે? (હા-જી) ખૂબ સારા હોશિયાર છે. બાપદાદા હિંમત ઉપર સદા ખુશ થાય છે. ભલે એક મહિના વાળા પણ છે, આ તો એક વર્ષ અથવા ૬ મહિના થયા હશે પરંતુ બાપદાદા જાણે છે કે એક વર્ષ વાળા છો કે એક મહિના વાળા છો, એક મહિના માં પણ પોતાને બ્રહ્માકુમાર કે બ્રહ્માકુમારી કહેવડાવો છો ને? તો બ્રહ્માકુમાર અને બ્રહ્માકુમારી અર્થાત્ બ્રહ્મા બાપનાં વારસાનાં અધિકારી બની ગયાં. બ્રહ્માને બાપ માન્યા ત્યારે તો કુમાર-કુમારી બન્યા ને? તો બ્રહ્માકુમાર અને બ્રહ્માકુમારી, બાપ બ્રહ્મા, શિવ બાપ નાં વારસા નાં અધિકારી બન્યા ને? કે એક મહિના વાળાને વારસો નહીં મળશે? એક મહિના વાળા ને વારસો મળે છે? જ્યારે વારસો મળી ગયો તો આપવા માટે દાતા તો હશે ને? જે વસ્તુ મળી છે તે આપવાનું તો શરુ કરવું જ જોઈએ ને?

જો બાપ સમજીને કનેક્શન જોડ્યું તો એક દિવસ માં પણ વારસો લઈ શકો છો. એવું નથી કે હા સારું છે, કોઈ શક્તિ છે, સમજ માં તો આવે છે…એવું નથી. વારસા નાં અધિકારી બાળકો હોય છે. સમજવા વાળા, જોવા વાળા નહીં. જો એક દિવસ માં પણ દિલ થી બાપ માન્યા તો વારસાનાં અધિકારી બની શકો છો. તમે લોકો તો બધાં અધિકારી છો ને? તમે લોકો તો બ્રહ્માકુમાર-કુમારીઓ છો ને કે બની રહ્યા છો? બની ગયા છો કે બનવા આવ્યા છો? કોઈ તમને બદલી ન શકે? બ્રહ્માકુમાર-કુમારીને બદલે ફક્ત કુમાર-કુમારી બની જાઓ, નથી થઈ શકતું? બ્રહ્માકુમાર અને કુમારી બનવામાં ફાયદો કેટલો છે? એક જન્મ નો જ ફાયદો નથી, અનેક જન્મો નાં ફાયદા. પુરુષાર્થ અડધો જન્મ, ચોથા ભાગ નાં જન્મ નો અને પ્રારબ્ધ છે અનેક જન્મોની. ફાયદો જ ફાયદો છે ને?

બાપદાદા સમય અનુસાર વર્તમાન સમયે વિશેષ એક વાત નું અટેન્શન અપાવે છે કારણ કે બાપદાદા બાળકોનું રીઝલ્ટ તો જોતા રહે છે ને? તો રિઝલ્ટ માં જોયું, હિંમત ખૂબ ઓછી છે. લક્ષ પણ ખૂબ સારું છે. લક્ષ અનુસાર હમણાં સુધી લક્ષ અને લક્ષણ એમાં અંતર છે. લક્ષ બધાનું નંબરવન છે, કોઈને પણ બાપદાદા પૂછશે તમારું લક્ષ ૨૧ જન્મ નું રાજ્ય ભાગ્ય લેવાનું છે, સૂર્યવંશી બનવાનું છે કે ચંદ્રવંશી? તો બધાં શેમાં હાથ ઉઠાવશે? સૂર્યવંશી માં ને? કોઈ છે જે ચંદ્રવંશી બનવા ઈચ્છે છે? કોઈ નથી. (એકે હાથ ઉઠાવ્યો) સારું છે, નહીં તો તે સીટ ખાલી રહી જશે. તો લક્ષ બધાનું ખૂબ સારું છે, લક્ષ અને લક્ષણ ની સમાનતા - એનાં પર અટેન્શન આપવું જરુરી છે. એનું કારણ શું છે? જે આજે સંભળાવ્યું ક્યારેક-ક્યારેક લેવતા બની જાય છે. આ થાય, આ કરે, આ મદદ આપે, આ બદલાય તો હું બદલાઉં. આ વાતો ઠીક થાય તો હું ઠીક છું. આ લેવતા બનવું છે. દાતા પણું નથી. કોઈ આપે કે ન આપે, બાપે તો સર્વસ્વ આપી દીધું છે. શું બાપે કોઈને થોડું આપ્યું છે કોઈને વધારે આપ્યું છે? એક જ કોર્સ છે ને? ભલે ૬૦ વર્ષ વાળા છો, કે એક મહિના વાળા છો, કોર્સ તો એક જ છે કે ૬૦ વર્ષ વાળા નો કોર્સ અલગ છે? એક મહિના વાળા નો અલગ છે? એમણે પણ તે જ કોર્સ કર્યો અને હમણાં પણ તે જ કોર્સ છે. તે જ જ્ઞાન છે, તે જ પ્રેમ છે, તે જ સર્વશક્તિઓ છે. બધું એક જેવું છે. એને ૧૬ શક્તિઓ, આને ૮ શક્તિઓ નથી. બધાને એક જેવો વારસો છે. તો જ્યારે બાપે બધાને ભરપૂર કરી દીધાં તો પછી ભરપૂર આત્મા દાતા બને છે, લેવા વાળા નહીં. મારે આપવાનું છે, કોઈ આપે ન આપે, લેવાનાં ઈચ્છુક નહીં, આપવાનાં ઈચ્છુક. અને જેટલું આપશો, દાતા બનશો એટલો ખજાનો વધતો જશે. સમજો કોઈને તમે સ્વમાન આપ્યું, તો બીજાને આપવું અર્થાત્ પોતાનું સ્વમાન વધારવું. આપવાનું નથી હોતું પરંતુ આપવું અર્થાત્ લેવું. લો નહીં, આપો તો લેવાનું તો થઈ જ જશે. તો સમજ્યાં-સમય ની પોકાર શું છે? દાતા બનો. એક શબ્દ યાદ રાખજો. કોઈ પણ વાત થઈ જાય “દાતા” શબ્દ સદા યાદ રાખજો. ઈચ્છા માત્રમ્ અવિદ્યા. ન સૂક્ષ્મ લેવાની ઈચ્છા, ન સ્થૂળ લેવાની ઈચ્છા. દાતા નો અર્થ જ છે ઈચ્છા માત્રમ્ અવિદ્યા . સંપન્ન. કોઈ અપ્રાપ્તિ અનુભવ નહીં થશે જેને લેવાની ઈચ્છા હોય. સર્વ પ્રાપ્તિ સંપન્ન. તો લક્ષ શું છે? સંપન્ન બનવાનું છે ને? કે જેટલું મળ્યું એટલું સારું? સંપન્ન બનવું જ સંપૂર્ણ બનવું છે.

આજે વિદેશીઓને ખાસ ચાન્સ મળ્યો છે. સારું છે. પહેલો ચાન્સ વિદેશીઓએ લીધો છે, લાડકા થઈ ગયા ને? બધાને મનાઈ કરી છે અને વિદેશીઓને નિમંત્રણ આપ્યું છે. બાપદાદા ને પણ યાદ તો બધાં બાળકો છે તો પણ ડબલ વિદેશીઓને જોઈ, એમની હિંમત જોઈ ખૂબ જ ખુશી થાય છે. હવે વર્તમાન સમયે એટલી હલચલ માં નથી આવતાં. હવે અંતર ફરક આવી ગયો છે. શરુ-શરુ નાં પ્રશ્ન જે થતા હતાં ને - ઈન્ડિયન કલ્ચર (સંસ્કૃતિ) છે, ફોરેન કલ્ચર છે… હવે સમજ માં આવી ગયું. હવે બ્રાહ્મણ કલ્ચર માં આવી ગયાં. નથી ઈન્ડિયન કલ્ચર, નથી ફોરેન કલ્ચર, બ્રાહ્મણ કલ્ચર માં આવી ગયાં. ઈન્ડિયન કલ્ચર થોડું ખિટખિટ કરે છે પરંતુ બ્રાહ્મણ કલ્ચર સહજ છે ને? બ્રાહ્મણ કલ્ચર છે જ સ્વમાન માં રહો અને સ્વરાજ્ય અધિકારી બનો. આ જ બ્રાહ્મણ કલ્ચર છે. આ તો પસંદ છે ને? હવે પ્રશ્ન તો નથી ને? ઈન્ડિયન કલ્ચર કેવી રીતે આવે, મુશ્કેલ છે? સહજ થઈ ગયું ને? જોજો પછી ત્યાં જઈને કહો થોડું આ મુશ્કેલ છે. ત્યાં જઈને એવું નહીં લખતાં. સહજ કહી તો દીધું પરંતુ આ થોડું મુશ્કેલ છે! સહજ છે કે થોડું-થોડું મુશ્કેલ છે? જરા પણ મુશ્કેલ નથી. ખૂબ સહજ છે. હવે બધાં ખેલ પૂરા થઈ ગયા છે એટલે હસવું આવે છે. હવે પાક્કા થઈ ગયા છો. બાળપણ નાં ખેલ હવે સમાપ્ત થઈ ગયાં છે. હવે અનુભવી બની ગયા છો અને બાપદાદા જુએ છે કે જેટલાં જૂનાં પાક્કા થતા જાય છે ને તો જે નવા-નવા આવે છે તે પણ પાક્કા થતા જાય છે. સારું છે એક-બીજા ને સારા આગળ વધારતા રહે છે. મહેનત સારી કરે છે. હમણાં દાદીઓની પાસે કિસ્સા તો નથી લઈ જતા ને? કિસ્સા, કહાણીઓ દાદીઓની પાસે લઈ જાઓ છો? ઓછું થઈ ગયું છે! ફરક છે ને? (દાદી જાનકી ને) તો તમે હવે બીમાર નથી ને? કિસ્સા, કહાણીઓમાં બીમાર થતા, તે તો ખતમ થઈ ગયાં. સારું છે, બધામાં સારા માં સારો વિશેષ ગુણ છે - દિલની સફાઈ સારી છે. અંદર નથી રાખતા, બહાર કાઢી લેશે. જે વાત હશે સાચ્ચુ બોલી દેશે. એવું નથી, તેવું. એવું-તેવું નથી કરતા, જે વાત છે તે બોલી દે છે, આ વિશેષતા સારી છે. એટલે બાપ કહે છે સાચાં અને સાફ દિલ પર બાપ રાજી થાય છે. હા તો હા, ના તો ના. એવું નથી-જોઈશું…મજબૂરી થી નથી ચાલતાં. ચાલે છે તો પૂરાં, ના તો ના. સારું.

જે બાળકોએ યાદ-પ્યાર મોકલ્યા છે, બાપદાદાએ બધાં બાળકોને, જેમણે પત્ર દ્વારા અથવા કોઈ પણ દ્વારા યાદ-પ્યાર મોકલ્યા બાપદાદા ને સ્વીકાર થયાં. અને બાપદાદા રિટર્ન માં બધાં બાળકોને દાતાપણાનું વરદાન આપી રહ્યા છે. અચ્છા, એક સેકન્ડ માં ઉડી શકો છો? પાંખ પાવરફુલ છે ને? બસ, બાબા કહ્યું અને ઉડ્યા. (ડ્રીલ)

ચારેય તરફ નાં સર્વશ્રેષ્ઠ બાપ સમાન દાતાપણા ની ભાવના રાખવા વાળા, શ્રેષ્ઠ આત્માઓ ને નિરંતર યાદ અને સેવા માં તત્પર રહેવા વાળા, પરમાત્મ-સેવા નાં સાથી બાળકો ને સદા લક્ષ અને લક્ષણ ને સમાન બનાવવા વાળા, સદા બાપ નાં સ્નેહી અને સમાન, સમીપ બનવા વાળા બાપદાદા નાં નયનો નાં તારા, સદા વિશ્વ કલ્યાણ ની ભાવના માં રહેવા વાળા રહેમદિલ, માસ્ટર ક્ષમા નાં સાગર બાળકો ને દૂર બેસવા વાળા, મધુબન માં નીચે બેસવા વાળા અને બાપદાદા ની સામે બેસેલા સર્વ બાળકો ને યાદ-પ્યાર અને નમસ્તે.

વરદાન :-
દિલ માં એક દિલારામ ને સમાવીને એક સાથે સર્વ સંબંધોની અનુભૂતિ કરવા વાળા સંતુષ્ટ આત્મા ભવ

જ્ઞાન ને સમાવવાનું સ્થાન દિમાગ (મગજ) છે પરંતુ માશૂક ને સમાવવાનું સ્થાન દિલ છે. કોઈ-કોઈ આશિક દિમાગ વધારે ચલાવે છે પરંતુ બાપદાદા સાચ્ચા દિલવાળા પર રાજી છે એટલે દિલ નો અનુભવ દિલ જાણે, દિલારામ જાણે. જે દિલ થી સેવા કરે કે યાદ કરે છે એમને મહેનત ઓછી અને સંતુષ્ટતા વધારે મળે છે. દિલ વાળા સદા સંતુષ્ટતા નાં ગીતો ગાય છે. એમને સમય પ્રમાણે એક સાથે સર્વ સંબંધો ની અનુભૂતિ થાય છે.

સ્લોગન :-
અમૃતવેલા પ્લેન બુદ્ધિ થઈને બેસો તો સેવા ની નવી વિધિઓ ટચ થશે.