29-04-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - આ સાચ્ચો - સાચ્ચો સત્ નો સંગ છે ઉપર ચઢવાનો , તમે હમણાં સત્ બાપ નાં સંગ માં આવ્યા છો એટલે જુઠ્ઠા સંગ માં ક્યારેય નહીં જતા”

પ્રશ્ન :-
આપ બાળકોની બુદ્ધિ કયા આધાર પર સદા બેહદમાં રહી શકે છે?

ઉત્તર :-
બુદ્ધિમાં સ્વદર્શન ચક્ર ફરતું રહે, જે કંઈ ડ્રામા માં ચાલી રહ્યું છે, એ બધું નોંધ છે. સેકન્ડ નો પણ ફરક નથી પડી શકતો. વર્લ્ડની હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ થવાની છે. આ વાત બુદ્ધિમાં સારી રીતે આવી જાય તો બેહદમાં રહી શકો છો. બેહદમાં રહેવા માટે ધ્યાન પર રહે કે હવે વિનાશ થવાનો છે, આપણે પાછા ઘરે જવાનું છે, પાવન બનીને આપણે ઘરે જઈશું.

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકો પ્રતિ રુહાની બાપ સમજાવે છે. સમજાવે એમને છે જે બેસમજ છે. સ્કૂલમાં ટીચર ભણાવે છે કારણ કે બાળકો બેસમજ છે. બાળકો ભણતર થી સમજી જાય છે. આપ બાળકો પણ ભણતર થી સમજી જાઓ છો. આપણને ભણાવવા વાળા કોણ છે? આ તો ક્યારેય ભૂલો નહીં. ભણાવવા વાળા ટીચર છે, સુપ્રીમ બાપ. તો એમની મત પર ચાલવાનું છે. શ્રેષ્ઠ બનવાનું છે. શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ હોય છે સૂર્યવંશી. ભલે ચંદ્રવંશી પણ શ્રેષ્ઠ છે. પરંતુ આ છે શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ. તમે અહીં આવ્યા છો શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ બનવાં. આપ બાળકો જાણો છો આપણે આવાં બનવાનું છે. આવી સ્કૂલ ૫ હજાર વર્ષ પછી જ ખુલે છે. અહીં તમે સમજીને બેઠાં છો, આ સાચે જ સત્ નો સંગ છે. સત્ છે ઊંચા માં ઊંચા, એમનો તમને સંગ છે. એ બેસીને સતયુગ નાં શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ દેવતા બનાવે છે અર્થાત્ ફૂલ બનાવે છે. તમે કાંટાથી ફૂલ બનતા જાઓ છો. કોઈ તરત બની જાય છે, કોઈને સમય લાગે છે. બાળકો જાણે છે આ છે સંગમયુગ. તે પણ ફક્ત બાળકો જાણે છે, નિશ્ચય છે કે આ પુરુષોત્તમ બનવાનો યુગ છે. પુરુષોત્તમ પણ કોણ? ઊંચા માં ઊંચા આદિ સનાતન દેવી-દેવતા ધર્મનાં જે મહારાજા-મહારાણી છે, તે બનવા માટે તમે અહીં આવ્યા છો. તમે સમજો છો આપણે આવ્યા છીએ બેહદ નાં બાપ પાસેથી બેહદનું સતયુગી સુખ લેવાં. હદની જે પણ વાતો છે તે બધી ખતમ થઈ જાય છે. હદનાં બાપ, હદ નાં ભાઈ, ચાચા, કાકા, મામા, હદ નાં પાઈ-પૈસા ની મિલકત વગેરે જેમાં ખૂબ મોહ રહે છે, આ બધું ખલાસ થઈ જવાનું છે. બાપ સમજાવે છે આ મિલકત બધી હદની છે. હવે તમારે બેહદમાં ચાલવાનું છે. બેહદ મિલકત પ્રાપ્ત કરવા માટે તમે અહીં આવ્યા છો. બીજી તો બધી છે હદની વસ્તુઓ. શરીર પણ હદનું છે. બીમાર પડે છે, વિનાશ થઈ જાય છે. અકાળે મૃત્યુ થઈ જાય છે. આજકાલ તો જુઓ શું-શું બનાવતા રહે છે! સાયન્સે પણ કમાલ કરી દીધી છે. માયા નો પામ્પ (ભપકો) કેટલો છે? સાયન્સ વાળા ખૂબ હિંમત કરી રહ્યા છે. જેમની પાસે ખૂબ મહેલ-માળીયા વગેરે છે તે તો સમજે છે હમણાં અમારા માટે સતયુગ છે. એ નથી સમજતા કે સતયુગ માં એક ધર્મ હોય છે. તે નવી દુનિયા હોય છે. બાપ કહે છે બિલકુલ જ બેસમજ છે. તમે કેટલાં સમજદાર બનો છો! ઉપર ચઢો છો પછી સીડી નીચે ઉતરો છો. સતયુગ માં તમે સમજદાર હતાં પછી ૮૪ જન્મ લેતા-લેતા બેસમજ બનો છો. પછી બાપ આવીને સમજદાર બનાવે છે, જેમને પારસબુદ્ધિ કહે છે. તમે જાણો છો આપણે પારસબુદ્ધિ ખૂબ સમજદાર હતાં. ગીત પણ છે ને? બાબા, તમે જે વારસો આપો છો એ આખાં જમીન, આકાશ નાં અમે માલિક બની જઈએ છીએ. કોઈપણ આપણી પાસેથી છીનવી નથી શકતાં. કોઈની દખલ નથી થઈ શકતી. બાપ ખૂબ-ખૂબ આપે છે. આનાંથી વધારે કોઈ ઝોલી ભરી ન શકે. જ્યારે આવાં બાપ મળ્યા છે, જેમને અડધોકલ્પ યાદ કર્યા છે. દુઃખમાં સિમરણ કરે છે ને? જ્યારે સુખ મળી જાય છે પછી સિમરણ કરવાની જરુર નથી. દુઃખ માં બધાં સિમરણ કરે છે-હાય રામ… આવાં અનેક પ્રકાર નાં શબ્દ બોલે છે. સતયુગ માં આવાં કોઈ પણ શબ્દ હોતા નથી. આપ બાળકો અહીં આવ્યા છો ભણવા માટે-બાપ ની સન્મુખ. બાપનાં ડાયરેક્ટ વર્શન્સ (મહાવાક્યો) સાંભળો છો. ઇનડાયરેક્ટ જ્ઞાન બાપ આપતાં નથી. જ્ઞાન ડાયરેક્ટ જ મળે છે. બાપ ને આવવું પડે છે. કહે છે મીઠાં-મીઠાં બાળકોની પાસે આવ્યો છું. મને બોલાવો છો - ‘ઓ બાપદાદા’. બાપ પણ રિસ્પોન્સ કરે છે ‘ઓ બાળકો’, હવે મને સારી રીતે યાદ કરો, ભૂલો નહીં. માયા નાં વિઘ્ન તો અનેક આવશે. તમારું ભણતર છોડાવી તમને દેહ-અભિમાન માં લાવશે, એટલે ખબરદાર રહો. આ સાચ્ચો-સાચ્ચો સત્સંગ છે - ઉપર ચઢવાનો. તે બધાં સત્સંગ વગેરે છે ઉતારવાનાં. સત્ નો સંગ એક જ વાર થાય છે, જૂઠ સંગ જન્મ-જન્માંતર અનેકવાર થાય છે. બાપ બાળકોને કહે છે આ તમારો અંતિમ જન્મ છે. હવે ત્યાં ચાલવાનું છે, જ્યાં કોઈ અપ્રાપ્ત વસ્તુ નથી હોતી. જેના માટે જ તમે પુરુષાર્થ કરી રહ્યા છો. આ જે બાબા કહે છે આ તો તમે હમણાં સાંભળો છો, ત્યાં આ કંઈ પણ ખબર નહીં પડશે. હમણાં તમે ક્યાં જાઓ છો? પોતાનાં સુખધામ માં. સુખધામ તમારું જ હતું. તમે સુખધામ માં હતાં, હવે દુઃખધામ માં છો. બાબાએ ખૂબ-ખૂબ સહજ રસ્તો બતાવ્યો છે, એ જ યાદ કરો. આપણું ઘર છે શાંતિધામ, ત્યાંથી આપણે સ્વર્ગ માં આવીશું. બીજા કોઈ સ્વર્ગ માં આવતા જ નથી, તમારા સિવાય. તો તમે જ સિમરણ કરશો. આપણે પહેલાં સુખ માં જઈએ છીએ પછી દુઃખ માં. કળિયુગ માં સુખધામ હોતું જ નથી. સુખ મળતું જ નથી એટલે સંન્યાસી પણ કહે છે-સુખ કાગ વિષ્ટા સમાન છે.

હવે બાળકો સમજે છે બાબા આવ્યા છે, આપણને ઘરે લઈ જવાં. આપણને પતિતો ને પાવન બનાવી લઈ જશે. પાવન બનીશું યાદની યાત્રા થી. યાત્રા પર ખૂબ નીચે-ઉપર થાય છે. કોઈ તો બીમાર પડી જાય છે પછી પાછા આવી જાય છે. આ પણ એવું છે. આ છે રુહાની યાત્રા, અંત મતિ સો ગતિ થઈ જશે. આપણે પોતાનાં શાંતિધામ માં જઈ રહ્યા છીએ. છે ખૂબ સહજ. પરંતુ માયા ખૂબ ભૂલાવે છે. તમારું યુદ્ધ માયા સાથે છે. બાપ ખૂબ સહજ કરીને સમજાવે છે. આપણે હવે શાંતિધામ જઈએ છીએ. બાપ ને જ યાદ કરીએ છીએ. દૈવીગુણ ધારણ કરીએ છીએ. પવિત્ર બનીએ છીએ. ૩-૪ વાતો મુખ્ય છે જે બુદ્ધિમાં રાખવાની છે-વિનાશ તો થવાનો જ છે, ૫ હજાર વર્ષ પહેલાં પણ આપણે ગયા હતાં. પછી પહેલાં-પહેલાં આપણે જ આવીશું. ગાયન પણ છે ને - રામ ગયો, રાવણ ગયો… જવાનું તો બધાને છે શાંતિધામ. તમે જે ભણો છો - એ ભણતર અનુસાર પદ મેળવો છો. તમારો મુખ્ય ઉદ્દેશ સામે છે. કોઈ કહે અમે સાક્ષાત્કાર કરીએ. આ ચિત્ર (લક્ષ્મી-નારાયણનું) સાક્ષાત્કાર નથી તો પછી શું છે? આનાં સિવાય કોનો સાક્ષાત્કાર કરવો છે? બેહદ નાં બાપ નો? બીજા તો કોઈ સાક્ષાત્કાર કામ નાં નથી. બાબાનો સાક્ષાત્કાર ઈચ્છે છે? બાબા કરતાં મીઠી કોઈ વસ્તુ નથી. બાપ કહે છે-મીઠાં બાળકો, પહેલાં પોતાનો સાક્ષાત્કાર કર્યો છે? આત્મા કહે છે કે બાબા નો સાક્ષાત્કાર કરીએ. તો પોતાનો સાક્ષાત્કાર કર્યો છે? આ તો આપ બાળકો જાણી ગયા છો. હવે સમજણ મળી છે-આપણે આત્મા છીએ, આપણું ઘર છે શાંતિધામ. ત્યાંથી આપણે આત્મા આવીએ છીએ પાર્ટ ભજવવાં. ડ્રામા નાં પ્લાન અનુસાર પહેલાં-પહેલાં સતયુગ આદિ માં આપણે આવીએ છીએ. આદિ અને અંત નો આ છે પુરુષોત્તમ સંગમયુગ. આમાં ફક્ત બ્રાહ્મણ જ હોય છે બીજા કોઈ નહીં. કળિયુગ માં તો અનેકાનેક ધર્મ કુળ વગેરે છે. સતયુગ માં એક જ રાજધાની હશે. આ તો સહજ છે ને? આ સમયે તમે સંગમયુગી ઈશ્વરીય પરિવાર નાં છો. તમે નથી સતયુગી, નથી કળિયુગી. આ પણ જાણો છો કે કલ્પ-કલ્પ બાપ આવીને આવું ભણતર ભણાવે છે. અહીં તમે બેઠાં છો તો આ જ સ્મૃતિ માં આવવું જોઈએ. શાંતિધામ, સુખધામ અને આ છે દુઃખધામ. આ દુઃખધામ નો છે વૈરાગ અથવા સંન્યાસ - બુદ્ધિ થી. તે કોઈ બુદ્ધિ થી સંન્યાસ નથી કરતાં. તે તો ઘરબાર છોડી સંન્યાસ કરે છે. તમને તો બાપ ક્યારેય નથી કહેતા કે ઘરબાર છોડો. આટલું જરુર છે ભારત ની સેવા કરવાની છે તથા પોતાની સેવા કરવાની છે. સેવા તો ઘર માં પણ કરી શકો છો. ભણવા માટે આવવાનું જરુર છે. પછી હોશિયાર થઈને બીજાઓને પણ આપ સમાન બનાવવાના છે. સમય તો ખૂબ થોડો છે. ગાયન પણ છે ને બહુત ગઈ થોડી રહી... દુનિયાનાં મનુષ્ય તો બિલકુલ જ ઘોર અંધારા માં છે, સમજે છે હજી ૪૦ હજાર વર્ષ પડ્યા છે. તમને બાપ સમજાવે છે - બાળકો, હવે બાકી થોડો સમય છે. તમારે બેહદમાં રહેવાનું છે. આખી દુનિયામાં જે કંઈ ચાલી રહ્યું છે તે બધી નોંધ છે. જું માફક ડ્રામા ચાલી રહ્યો છે. વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ થવાની છે. એ જ આવીને ભણશે જે સતયુગ માં જવા વાળા હશે. અનેક વાર તમે ભણ્યાં છો. તમે પોતાનું સ્વર્ગ સ્થાપન કરો છો શ્રીમત પર. આ પણ જાણો છો ઊંચા માં ઊંચા ભગવાન આવે પણ ભારત માં છે. કલ્પ પહેલાં પણ આવ્યા હતાં. તમે કહેશો કલ્પ-કલ્પ આવાં બાપ આવે છે. કહે છે હું કલ્પ-કલ્પ આવીને સ્થાપના કરીશ. વિનાશ પણ તમે જુઓ છો. તમારી બુદ્ધિમાં બધું બેસતું જાય છે. સ્થાપના, વિનાશ અને પાલના નું કર્તવ્ય કેવી રીતે થાય છે? તમે જાણો છો. પછી બીજાને સમજાવવાનું છે. પહેલાં નહોતા જાણતાં. બાપ ને જાણવાથી બાપ દ્વારા તમે બધું જાણી જાઓ છો. વર્લ્ડની હિસ્ટ્રી-જોગ્રોફી યથાર્થ રીતે તમે જાણો છો. મનુષ્ય કેવી રીતે તમોપ્રધાન થી સતોપ્રધાન બને છે-આ બાપ તમને સમજાવી રહ્યા છે. તમારે પછી બીજાઓને સમજાવવાનું છે.

આપ બાળકો હવે પારસબુદ્ધિ બની રહ્યા છો. સતયુગ માં હોય જ છે પારસબુદ્ધિ. આ છે પુરુષોત્તમ સંગમયુગ. આને ગીતા એપિસોડ કહેવાય છે, જ્યારે તમે પથ્થરબુદ્ધિ થી પારસબુદ્ધિ બનો છો. ગીતા સંભળાવવા વાળા તો ભગવાન સ્વયં છે. મનુષ્ય નથી સંભળાવતાં. આપ આત્માઓ સાંભળો છો પછી બીજાઓને સંભળાવો છો. આને કહેવાય છે રુહાની નોલેજ, જે રુહાની ભાઈઓને સંભળાવો છો. વૃદ્ધિ થતી રહે છે. તમે જાણો છો બાબા આવીને સૂર્યવંશી, ચંદ્રવંશી રાજધાની સ્થાપન કરે છે. કોના દ્વારા? બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણ કુળ ભૂષણો દ્વારા. બાપ શ્રીમત આપે છે. આ સમજવાની વાત છે. દિલ પર નોંધ કરવાનું છે, આ તો ખૂબ સહજ છે. આ છે દુઃખધામ. હવે આપણે ઘરે જવાનું છે. કળિયુગ પછી છે સતયુગ. વાત તો ખૂબ નાની અને સહજ છે. ભલે તમે ભણેલા ન હોવ તો પણ કોઈ વાંધો નથી. જે ભણાવવાનું જાણે છે એમની પાસેથી પછી સાંભળવું જોઈએ. શિવબાબા છે સર્વ આત્માઓનાં બાપ. હવે એમની પાસેથી વારસો લેવાનો છે. બાપ પર નિશ્ચય કરશો તો સ્વર્ગનો વારસો મળશે. અંદર પણ અજપાજાપ ચાલતાં રહે. શિવબાબા પાસેથી બેહદ સુખ, સ્વર્ગ નો વારસો મળી રહ્યો છે એટલે શિવબાબા ને જરુર યાદ કરવાના છે. બધાનો હક છે બેહદ નાં બાપ પાસેથી વારસો લેવાનો. જેવી રીતે હદ નો બર્થ રાઈટ મળે છે તેવી રીતે આ પછી છે બેહદનો. શિવબાબા પાસેથી તમને આખાં વિશ્વનું રાજ્ય મળે છે. નાના-નાના બાળકો ને પણ આ સમજાવવું જોઈએ. દરેક આત્માનો હક છે બાપ પાસેથી બર્થ રાઈટ લેવાનો. કલ્પ-કલ્પ લે પણ જરુર છે. તમે વારસો લો છો જીવનમુક્તિ નો. જેમને મુક્તિનો વારસો મળે છે તે પણ જીવનમુક્તિ માં આવે જરુર છે. પહેલો જન્મ તો સુખ નો જ હોય છે. તમારો આ છે ૮૪ મો જન્મ. આ નોલેજ બધી તમારી બુદ્ધિમાં રહેવી જોઈએ. બેહદ નાં બાપ આપણને ભણાવે છે-એ ભૂલો નહીં. દેહધારી ક્યારેય જ્ઞાન આપી ન શકે. એમનામાં રુહાની જ્ઞાન હોતું નથી. તમને સમજાવાય છે - ભાઈ-ભાઈ સમજો. જે પણ મનુષ્ય માત્ર છે બીજા કોઈને પણ આ શિક્ષા નથી મળતી. ભલે ગીતા પણ સંભળાવે છે કે ભગવાનુવાચ - કામ મહાશત્રુ છે, આનાં પર જીત મેળવવાથી તમે જગતજીત બનશો, પરંતુ સમજતા નથી. હવે ભગવાન તો છે ટ્રુથ (સત્ય). દેવતા પણ ભગવાન પાસેથી ટ્રુથ શીખે છે. શ્રીકૃષ્ણએ પણ આ પદ ક્યાંથી મેળવ્યું? લક્ષ્મી-નારાયણ ક્યાંથી બન્યાં? કયા કર્મ કર્યા? કોઈ બતાવી શકશે? હવે તમે જાણો છો નિરાકાર બાપે એમને એવાં કર્મ શીખવાડ્યા, બ્રહ્મા બાપ દ્વારા. આ સૃષ્ટિ છે ને? હમણાં તમે છો પ્રજાપિતા બ્રહ્માકુમાર-કુમારીઓ. તમારી પાસે નોલેજ છે રુહાની બાપની. તમે સમજો છો આપણે ભગવાન ને જાણી ગયા છીએ. ઊંચા માં ઊંચા એ નિરાકાર છે. એમનું સાકાર રુપ નથી. બાકી જે પણ જુઓ છો એ સાકાર છે. મંદિરો માં પણ લિંગ જુઓ છો અર્થાત્ એમનું શરીર નથી. એવું નથી કે એ નામ-રુપ થી ન્યારા છે. હા, બીજા બધાં દેહધારીઓનાં નામ પડે છે, જન્મપત્રી છે. શિવબાબા તો છે નિરાકાર. એમની જન્મપત્રી નથી. શ્રીકૃષ્ણની છે નંબરવન. શિવજયંતી પણ મનાવે છે. શિવબાબા છે નિરાકાર કલ્યાણકારી. બાપ આવે છે તો જરુર વારસો આપશે. એમનું નામ શિવ છે. એ બાપ, ટીચર, સદ્દગુરુ ત્રણેય એક છે. કેટલું સારી રીતે ભણાવે છે? અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ દુઃખધામ નો બુદ્ધિ થી સંન્યાસ કરી શાંતિધામ અને સુખધામ સ્મૃતિ માં રાખવાનું છે. ભારત ની તથા પોતાની સાચ્ચી સેવા કરવાની છે. બધાને રુહાની નોલેજ સંભળાવવાની છે.

2. પોતાનો સતયુગી જન્મસિદ્ધ અધિકાર લેવા માટે એક બાપ માં પૂરો નિશ્ચય રાખવાનો છે. અંદર થી અજપાજાપ કરતા રહેવાનું છે. ભણતર રોજ જરુર ભણવાનું છે.

વરદાન :-
સર્વ સંબંધો ની અનુભૂતિ ની સાથે પ્રાપ્તિઓની ખુશી નો અનુભવ કરવાવાળા તૃપ્ત આત્મા ભવ

જે સાચાં આશિક છે તે દરેક પરિસ્થિતિ માં, દરેક કર્મ માં સદા પ્રાપ્તિની ખુશી માં રહે છે. ઘણાં બાળકો અનુભૂતિ કરે છે કે હા, એ મારા બાપ છે, સાજન છે, બાળક છે…પરંતુ પ્રાપ્તિ જેટલી ઈચ્છે છે એટલી નથી થતી. તો અનુભૂતિ ની સાથે સર્વ સંબંધો દ્વારા પ્રાપ્તિ ની મહેસૂસતા થાય. આવી પ્રાપ્તિ અને અનુભૂતિ કરવાવાળા સદા તૃપ્ત રહે છે. એમને કોઈ પણ વસ્તુની અપ્રાપ્તિ નથી લાગતી. જ્યાં પ્રાપ્તિ છે ત્યાં તૃપ્તિ જરુર છે.

સ્લોગન :-
નિમિત્ત બનો તો સેવા ની સફળતા નો ભાગ મળી જશે.