30-04-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - પોતાનો પોતામેલ ચેક કરો કે આખાં દિવસ માં બાપ ને કેટલો સમય યાદ કર્યા , કોઈ ભૂલ તો નથી કરી ? કારણ કે તમે દરેક વેપારી છો”

પ્રશ્ન :-
કઈ એક મહેનત અંતર્મુખી બનીને કરતા રહો તો અપાર ખુશી રહેશે?

ઉત્તર :-
જન્મ-જન્માંતર જે કંઈ કર્યુ છે, જે સામે આવતું રહે છે, એ બધાથી બુદ્ધયોગ કાઢી સતોપ્રધાન બનવા માટે બાપ ને યાદ કરવાની મહેનત કરતા રહો. ચારેય તરફથી બુદ્ધિ હટાવી અંતર્મુખી બની બાપ ને યાદ કરો. સર્વિસ નું સબૂત આપો તો અપાર ખુશી રહેશે.

ઓમ શાંતિ!
બાપ બાળકોને સમજાવે છે, આ તો બાળકો જાણે છે કે રુહાની બાપ રુહાની બાળકોને સમજાવે છે. રુહાની બાપ થયા બેહદનાં બાપ. રુહાની બાળકો પણ થયા બેહદનાં બાળકો. બાપે તો બધાં બાળકોની સદ્દગતિ કરવાની છે. કોના દ્વારા? આ બાળકો દ્વારા વિશ્વની સદ્દગતિ કરવાની છે. આખાં વિશ્વ નાં બાળકો તો અહીં આવીને નથી ભણતાં. નામ છે જ ઈશ્વરીય વિશ્વ-વિદ્યાલય. મુક્તિ તો બધાની થાય જ છે. મુક્તિ કહો, જીવનમુક્તિ કહો. મુક્તિમાં જઈને પછી પણ બધાને જીવનમુક્તિ માં આવવાનું જ છે. તો એવું કહેવાશે બધાં જીવનમુક્તિ માં આવે છે વાયા મુક્તિધામ. એક-બીજાની પાછળ આવવાનું જ છે પાર્ટ ભજવવાં. ત્યાં સુધી મુક્તિધામ માં રોકાવું પડે છે. બાળકોને હવે રચયિતા અને રચનાની ખબર પડી ગઈ છે. આ બધી રચના અનાદિ છે. રચયિતા તો એક જ બાપ છે. આ જે પણ બધાં આત્માઓ છે, તે બેહદનાં બાપનાં બાળકો છે. જ્યારે બાળકો ને ખબર પડે છે તો તે જ આવીને યોગ શીખે છે. આ ભારત માટે જ યોગ છે. બાપ આવે પણ ભારત માં છે. ભારતવાસીઓને યાદની યાત્રા શીખવાડીને પાવન બનાવે છે અને જ્ઞાન પણ આપે છે આ સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે? આ પણ બાળકો જાણે છે. રુદ્ર માળા પણ છે જે ગવાય અને પૂજાય છે, સિમરણ કરાય છે. ભક્ત માળા પણ છે. ઊંચા માં ઊંચી ભક્તોની માળા છે. ભક્ત માળા પછી હોવી જોઈએ જ્ઞાન માળા. ભક્તિ અને જ્ઞાન છે ને? ભક્ત માળા પણ છે તો રુદ્ર માળા પણ છે. પાછળ થી રુંડ માળા કહેવાય છે કારણ કે ઊંચા માં ઊંચા મનુષ્ય સૃષ્ટિમાં છે વિષ્ણુ, જેમને સૂક્ષ્મવતન માં દેખાડે છે. પ્રજાપિતા બ્રહ્મા તો આ છે, એમની માળા પણ છે. અંતે આ માળા બની જશે ત્યારે જ તે રુદ્ર માળા અને વિષ્ણુ ની વૈજન્તી માળા બનશે. ઊંચા માં ઊંચા છે શિવબાબા પછી ઊંચા માં ઊંચું છે વિષ્ણુ નું રાજ્ય. શોભા માટે ભક્તિ માં કેટલાં ચિત્ર બનાવ્યા છે? પરંતુ જ્ઞાન કંઈ પણ નથી. તમે જે ચિત્ર બનાવો છો એની ઓળખ આપવાની છે તો મનુષ્ય સમજી જાય. નહીં તો શિવ અને શંકરને મિલાવી દે છે.

બાબાએ સમજાવ્યું છે સૂક્ષ્મવતન માં પણ બધી સાક્ષાત્કાર ની વાત છે. હાડ-માસ ત્યાં હોતાં નથી. સાક્ષાત્કાર કરાવે છે. સંપૂર્ણ બ્રહ્મા પણ છે પરંતુ તે છે સંપૂર્ણ અવ્યક્ત. હમણાં વ્યક્ત બ્રહ્મા જે છે એમને અવ્યક્ત બનવાનું છે. વ્યક્ત જ અવ્યક્ત હોય છે જેમને ફરીશ્તા પણ કહે છે. એમનું સૂક્ષ્મવતન માં ચિત્ર રાખી દીધું છે. સૂક્ષ્મવતન માં જાય છે, કહે છે બાબાએ શૂબીરસ પીવડાવ્યો. હવે ત્યાં ઝાડ વગેરે તો હોતાં નથી. વૈકુંઠ માં છે, પરંતુ એવું નથી કે વૈકુંઠ થી લાવીને પીવડાવતા હશે. આ બધી સૂક્ષ્મ વતન માં સાક્ષાત્કાર ની વાતો છે. હમણાં તમે બાળકો જાણો છો કે પાછા ઘરે જવાનું છે અને આત્મ-અભિમાની બનવાનું છે. હું આત્મા અવિનાશી છું, આ શરીર વિનાશી છે. આત્માનું જ્ઞાન પણ આપ બાળકોમાં છે. તે તો આત્મા શું છે, એ પણ નથી જાણતાં. એ લોકોને આ પણ ખબર નથી કે કેવી રીતે એમનામાં ૮૪ જન્મો નો પાર્ટ ભરેલો છે. આ જ્ઞાન ફક્ત બાપ જ આપે છે. પોતાનું પણ જ્ઞાન આપે છે. તમોપ્રધાન થી સતોપ્રધાન પણ બનાવે છે. બસ, આ જ પુરુષાર્થ કરતા રહો - અમે આત્મા છીએ હવે પરમાત્મા ની સાથે યોગ લગાવવાનો છે. સર્વશક્તિમાન્ પતિત-પાવન એક બાપ ને જ કહેવાય છે. સંન્યાસી કહે છે પતિત-પાવન આવો. કોઈ તો બ્રહ્મ ને પણ પતિત-પાવન કહી દે છે. હમણાં તમને બાળકોને ભક્તિનું પણ જ્ઞાન મળે છે કે ભક્તિ કેટલો સમય ચાલે છે? જ્ઞાન કેટલો સમય ચાલે છે? આ બાપ સમજાવે છે. પહેલાં કંઈ જાણતા નહોતાં. મનુષ્ય થઈને તુચ્છ બુદ્ધિ બની ગયાં છે. સતયુગ માં બિલકુલ સ્વચ્છ બુદ્ધિ હતી. કેટલાં એમનામાં દૈવી ગુણ હતાં. આપ બાળકોએ દૈવીગુણ પણ જરુર ધારણ કરવાના છે. કહેવાય છે ને આ તો જાણે કે દેવતા છે. ભલે સાધુ, સંત, મહાત્મા ને લોકો માને છે પરંતુ તે દૈવી બુદ્ધિ તો નથી. રજોગુણી બુદ્ધિ થઈ જાય છે. રાજા, રાણી, પ્રજા છે ને? રાજધાની ક્યારે અને કેવી રીતે સ્થાપન થાય છે? આ દુનિયા નથી જાણતી. અહીં તમે બધાં નવી વાતો સાંભળો છો. તો માળા નું પણ રહસ્ય સમજાવ્યું છે. ઊંચા માં ઊંચા છે બાપ. એમની માળા ઉપર છે, રુદ્ર, એ છે નિરાકાર પછી સાકાર લક્ષ્મી-નારાયણ એમની પણ માળા છે. બ્રાહ્મણોની માળા હમણાં નથી બનતી. અંત માં આપ બ્રાહ્મણોની માળા પણ બની જાય છે. આ વાતો માં વધારે પ્રશ્ન-ઉત્તર કરવાની જરુર નથી. મૂળ વાત છે પોતાને આત્મા સમજી પરમપિતા પરમાત્મા ને યાદ કરો. આ નિશ્ચય પાક્કો જોઈએ. મૂળ વાત છે પતિતો ને પાવન બનાવવાં. આખી દુનિયા પતિત છે પછી પાવન બનવાનું છે. મૂળ વતન માં પણ બધાં પાવન છે તો સુખધામ માં પણ બધાં પાવન છે. તમે પાવન બનીને પાવન દુનિયામાં જાઓ છો. એટલે હવે પાવન દુનિયા સ્થાપન થઈ રહી છે. આ બધી ડ્રામા માં નોંધ છે.

બાપ કહે છે, આખા દિવસ નો પોતામેલ રાખો - કોઈ ભૂલ તો નથી થઈ? વેપારી લોકો મુરાદી સંભાળે છે, આ પણ કમાણી છે. તમે બધાં વેપારી છો. બાબા સાથે વેપાર કરો છો. પોતાની તપાસ કરવાની છે-અમારા માં કેટલાં દૈવી ગુણ છે? કેટલું બાપ ને યાદ કરીએ છીએ? કેટલાં અમે અશરીરી બનતા જઈએ છીએ? આપણે અશરીરી આવ્યા હતાં પછી અશરીરી બનીને જવાનું છે. હમણાં સુધી બધાં આવતા જ રહે છે. વચ્ચે જવાનું તો એક ને પણ નથી. જવાનું તો બધાએ સાથે છે. ભલે સૃષ્ટિ ખાલી નથી રહેતી, ગાયન છે રામ ગયો રાવણ ગયો… પરંતુ રહે બંને છે. રાવણ સંપ્રદાય જાય છે તો પછી ફરીથી નથી આવતો. બાકી આ બચી જાય છે. આ પણ આગળ ચાલીને બધાં સાક્ષાત્કાર થવાનાં છે. આ જાણવાનું છે કે નવી દુનિયાની કેવી રીતે સ્થાપના થઈ રહી છે, અંત માં શું થશે? પછી ફક્ત આપણો જ ધર્મ રહી જશે. સતયુગ માં તમે રાજ્ય કરશો. કળિયુગ ખતમ થઈ જશે, પછી સતયુગ ને આવવાનું છે. હમણાં રાવણ સંપ્રદાય અને રામ સંપ્રદાય બંને છે. સંગમયુગ પર જ આ બધું હોય છે. હમણાં તમે આ બધુંજ જાણો છો. બાપ કહે છે બાકી જે કંઈ રહસ્ય છે તે આગળ ચાલીને ધીરે-ધીરે સમજાવતા રહેશે. જે રેકોર્ડ માં નોંધ છે, તે ખુલતું જશે. તમે સમજતા જશો. ઇન એડવાન્સ કંઈ પણ નહીં બતાવે. આ પણ ડ્રામા નો પ્લાન છે, રેકોર્ડ ખુલતા જાય છે. બાબા બોલતા જાય છે. તમારી બુદ્ધિમાં આ બધી વાતોની સમજ વધતી જાય છે. જેવી-જેવી રીતે રેકોર્ડ વાગતું જશે તેવી-તેવી રીતે બાબાની મોરલી ચાલતી જશે. ડ્રામા નાં રહસ્ય બધાં ભરેલા જ છે. એવું નથી, રેકોર્ડ થી સોય ઉઠાવીને વચ્ચે રાખી શકો છો તો તે રિપીટ થાય. ના, તે પણ પછી તે જ રિપીટ થશે. નવી વાત નથી. બાપની પાસે જે નવી વાત હશે તે રિપીટ થશે. તમે સાંભળો અને સંભળાવતા જશો. બાકી બધું ગુપ્ત છે. આ રાજધાની સ્થાપન થઈ રહી છે. આખી માળા બની રહી છે. અલગ-અલગ રાજ્ય માં જઈને તમે જન્મ લેશો. રાજા, રાણી, પ્રજા બધાં જોઈએ. આ બધું બુદ્ધિ થી કામ લેવું પડે છે. પ્રેક્ટિકલ માં જે હશે તે જોવાશે. જે અહીંથી જાય છે તે સારા સાહૂકાર નાં ઘર માં જઈને જન્મ લે છે. હમણાં પણ તમારી ત્યાં ખૂબ ખાતરી થાય છે. આ સમયે પણ રત્નજડિત વસ્તુ બધાની પાસે હોય છે. પરંતુ એમનામાં એટલો પાવર નથી. પાવર તમારા માં છે. તમે જ્યાં જશો ત્યાં પોતાનો શો કરશો. તમે તો ઊંચ બનો છો તો તમે જઈને ત્યાં દૈવી ચરિત્ર દેખાડશો. આસુરી બાળકો જન્મતા જ રડતા રહેશે. ગંદા પણ હોય છે. તમારી તો ખૂબ કાયદેસર પાલના થશે. ગંદકી વગેરે ની વાત નથી. આજકાલ નાં બાળકો તો ગંદા થઈ પડે છે. સતયુગ માં એવી વાત હોઈ ન શકે. તો પણ હેવન છે ને? ત્યાં વાસ આવતી નથી જે કહેવું પડે અગરબત્તી પ્રગટાવો. બગીચા માં ખૂબ સુગંધિત ફૂલ હશે. અહીંના ફૂલોમાં એટલી સુગંધ નથી. ત્યાં તો દરેક વસ્તુ માં ૧૦૦ ટકા સુગંધ હોય છે. અહીં તો ૧ ટકો પણ નથી. ત્યાં તો ફૂલ પણ ફર્સ્ટક્લાસ હશે. અહીં ભલે કોઈ કેટલાં પણ સાહૂકાર હોય તો પણ એટલાં નથી. ત્યાં તો ભિન્ન-ભિન્ન વસ્તુઓ હશે. વાસણ વગેરે બધાં સોનાનાં હશે. જેવી રીતે અહીંના પત્થર, ત્યાં પછી સોનું જ સોનું. રેતી માં પણ સોનું હોય છે. વિચાર કરો-કેટલું સોનું હશે? જેનાથી મકાન વગેરે બનશે. ત્યાં એવી મોસમ હશે-ન શરદી, ન ગરમી. ત્યાં ગરમી નું દુઃખ નથી જે પંખા ચલાવવા પડે. એનું નામ છે જ સ્વર્ગ. ત્યાં અપાર સુખ હોય છે. તમારા જેવા પદમાપદમ ભાગ્યશાળી કોઈ બનતા જ નથી. લક્ષ્મી-નારાયણ ની કેટલી મહિમા ગાય છે! એમને જે એવા બનાવે છે, એમની કેટલી મહિમા જોઈએ? પહેલા હોય છે અવ્યભિચારી ભક્તિ, પછી દેવતાઓની ભક્તિ શરુ થાય છે. તે પણ ભૂત પૂજા કહેવાશે. શરીર તો તે નથી. ૫ તત્વોની પૂજા થાય છે. શિવબાબા માટે તો એવું નહીં કહેવાશે. પૂજા કરવા માટે કોઈ વસ્તુ નું કે સોના વગેરેનું બનાવે છે. આત્માને થોડી જ સોનું કહેવાશે? આત્મા કઈ વસ્તુ ની બનેલો છે? શિવ નું ચિત્ર કઈ વસ્તુ નું બનાવેલું છે, તે ઝટ બતાવશે. પરંતુ આત્મા-પરમાત્મા કઈ વસ્તુના બનેલા છે, આ કોઈ બતાવી ન શકે. સતયુગ માં પ તત્વ પણ શુદ્ધ હોય છે. અહીં છે અશુદ્ધ. તો પુરુષાર્થી બાળકો એવા-એવા વિચાર કરતા રહેશે. બાપ કહે છે આ બધી વાતો ને પણ છોડી દો. જે થવાનું છે તે થશે. પહેલાં બાપ ને યાદ કરો. ચારેય તરફ થી બુદ્ધિ હટાવીને મામેકમ્ યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. જે કંઈ સાંભળો છો એ બધાને છોડી એક વાત પાક્કી કરો કે અમારે સતોપ્રધાન બનવું છે. પછી સતયુગ માં જે કલ્પ-કલ્પ થયું હશે, તે જ થશે. એમાં ફરક નથી પડી શકતો. મૂળ વાત છે, બાપ ને યાદ કરો. આ છે મહેનત. તે પૂરી કરો. તોફાન તો ખૂબ આવે છે. જન્મ-જન્માંતર જે કંઈ કર્યુ છે તે બધું સામે આવે છે. તો બધાં તરફ થી બુદ્ધિને હટાવીને મને યાદ કરવાનો પુરુષાર્થ કરો, અંતર્મુખી થઈને. આપ બાળકોને સ્મૃતિ તો આવી, તે પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર. સર્વિસ થી પણ ખબર પડી જાય છે. સર્વિસ કરવા વાળા ને સર્વિસ ની ખુશી રહે છે. જે સારી સર્વિસ કરે છે એમની સર્વિસ નું સબૂત પણ મળે છે. પંડા બનીને આવે છે. કોણ મહારથી, ઘોડેસવાર, પ્યાદા છે? તે ઝટ ખબર પડી જાય છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બીજી બધી વાતોને છોડી, બુદ્ધિ ને ચારેય તરફ થી હટાવીને સતોપ્રધાન બનવા માટે અશરીરી બનવાનો અભ્યાસ કરવાનો છે. દૈવી ગુણ ધારણ કરવાના છે.

2. બુદ્ધિમાં સારા-સારા વિચારો લાવવાના છે. આપણા રાજ્ય (સ્વર્ગ) માં શું-શું હશે? એના પર વિચાર કરી પોતાને એના જેવા લાયક ચરિત્રવાન બનાવવાનાં છે. અહીં થી બુદ્ધિ કાઢી નાખવાની છે.

વરદાન :-
સેવા દ્વારા મેવા પ્રાપ્ત કરવા વાળા સર્વ હદ ની ઈચછાઓ થી પરે સદા સંપન્ન અને સમાન ભવ

સેવા નો અર્થ છે મેવા આપવા વાળી. જો કોઈ સેવા અસંતુષ્ટ બનાવે તો તે સેવા, સેવા નથી. એવી સેવા ભલે છોડી દો પરંતુ સંતુષ્ટતા ન છોડો. જેવી રીતે શરીર ની તૃપ્તિ વાળા સદા સંતુષ્ટ રહે છે તેવી રીતે મન ની તૃપ્તિ વાળા પણ સંતુષ્ટ હશે. સંતુષ્ટતા તૃપ્તિ ની નિશાની છે. તૃપ્ત આત્મા માં કોઈ પણ હદ ની ઈચ્છા, માન, શાન, સેલવેશન, સાધન ની ભૂખ નહીં હશે. તે હદની સર્વ ઈચ્છાઓ થી પરે સદા સંપન્ન અને સમાન હશે.

સ્લોગન :-
સાચાં દિલ થી નિ:સ્વાર્થ સેવા માં આગળ વધવું અર્થાત્ પુણ્ય નું ખાતું જમા થવું.