01-01-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે જ્ઞાન નો વરસાદ કરી હરિયાળી કરવાવાળા છો , તમારે ધારણા કરવાની અને કરાવવાની છે”

પ્રશ્ન :-
જે વાદળ વરસતા નથી, તેને કયું નામ આપશે?

ઉત્તર :-
તે છે સુસ્ત વાદળ. ચુસ્ત તે જે વરસે છે. જો ધારણા હોય તો વરસ્યા વગર રહી ન શકે. જે ધારણા કરી બીજાઓને નથી કરાવતા તેમનું પેટ પીઠ થી લાગી જાય છે, તે ગરીબ છે. પ્રજા માં ચાલ્યા જાય છે.

પ્રશ્ન :-
યાદ ની યાત્રા માં મુખ્ય મહેનત કઈ છે?

ઉત્તર :-
સ્વયં ને આત્મા સમજી બાપ ને બિંદુ રુપ માં યાદ કરવા, બાપ જે છે, જેવાં છે એ જ સ્વરુપ થી યથાર્થ યાદ કરવા, આમાં જ મહેનત છે.

ગીત :-
જો પિયા કે સાથ હૈ...

ઓમ શાંતિ!
જેમ સાગર ની ઉપર વાદળ છે તો વાદળો નાં બાપ થયા સાગર. જે વાદળ સાગર ની સાથે છે તેમના માટે જ વરસાદ છે. તે વાદળ પણ પાણી ભરીને પછી વરસે છે. તમે પણ સાગર ની પાસે આવો છો ભરવા માટે. સાગર નાં બાળકો વાદળ તો છો જ, જે મીઠું પાણી ખેંચી લો છો. હવે વાદળ પણ અનેક પ્રકારનાં હોય છે. કોઈ ખૂબ જોર થી વરસે છે, પુર આવી જાય છે, કોઈ ઓછા વરસે છે. તમારા માં પણ એમ નંબરવાર છે જે ખૂબ જોર થી વરસે છે, તેમનું નામ પણ ગવાય છે. જેમ વરસાદ ખૂબ થાય છે તો મનુષ્ય ખુશ થાય છે. આ પણ એવું છે. જો સારું વરસે છે, તેમની મહિમા થાય છે, જે નથી વરસતા તેમનું દિલ જાણે કે સુસ્ત થઈ જાય છે, પેટ ભરાશે નહીં. પૂરી રીતે ધારણા ન હોવાથી પેટ જઈને પીઠ સાથે લાગશે. ફેમન (દુકાળ) પડે છે તો મનુષ્યો નું પેટ પીઠ સાથે લાગી જાય છે. અહીં પણ ધારણા કરી અને ધારણા નથી કરાવતા તો પેટ જઈને પીઠ સાથે લાગશે. ખૂબ વરસવા વાળા જઈને રાજા-રાણી બનશે અને તે ગરીબ. ગરીબો નું પેટ પીઠ થી (પાતળું) રહે છે. તો બાળકોએ ધારણા ખૂબ સારી કરવી જોઈએ. આમાં પણ આત્મા અને પરમાત્મા નું જ્ઞાન કેટલું સહજ છે? તમે હવે સમજો છો આપણા માં આત્મા અને પરમાત્મા બંને નું જ્ઞાન નહોતું. તો પેટ પીઠ થી લાગી ગયું ને? મુખ્ય છે જ આત્મા અને પરમાત્મા ની વાત. મનુષ્ય આત્મા ને જ નથી જાણતા તો પરમાત્મા ને પછી કેવી રીતે જાણી શકશે? કેટલાં મોટા વિદ્વાન, પંડિત વગેરે છે, કોઈ પણ આત્મા ને નથી જાણતાં. હવે તમને ખબર પડી છે કે આત્મા અવિનાશી છે, તેમાં ૮૪ જન્મો નો અવિનાશી પાર્ટ નોંધાયેલો છે, જે ચાલતો રહે છે. આત્મા અવિનાશી તો પાર્ટ પણ અવિનાશી છે. આત્મા કેવો ઓલરાઉન્ડ પાર્ટ ભજવે છે? આ કોઈને ખબર નથી. તેઓ તો આત્મા સો પરમાત્મા કહી દે છે. આપ બાળકો ને આદિ થી લઈને અંત સુધી પુરું જ્ઞાન છે. તે તો ડ્રામા ની આયુ જ લાખો વર્ષ કહી દે છે. હવે તમને બધું જ્ઞાન મળ્યું છે. તમે જાણો છો આ બાપ નાં રચેલા જ્ઞાન-યજ્ઞ માં આ આખી દુનિયા સ્વાહા થવાની છે એટલે બાપ કહે છે દેહ સહિત જે કંઈ પણ છે આ બધું ભૂલી જાઓ, સ્વયં ને આત્મા સમજો. બાપ ને અને શાંતિધામ, સ્વીટ હોમ ને યાદ કરો. આ તો છે જ દુઃખધામ. તમારા માં પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર સમજાવી શકે છે. હવે તમે જ્ઞાન થી તો ભરપૂર છો. બાકી બધી મહેનત છે યાદ માં. જન્મ-જન્માંતર નું દેહ-અભિમાન ખતમ કરીને દેહી-અભિમાની બને, આમાં ખૂબ મહેનત છે. કહેવું તો ખૂબ સહજ છે પરંતુ સ્વયં ને આત્મા સમજે અને બાપ ને પણ બિંદુ રુપ માં યાદ કરે, આમાં મહેનત છે. બાપ કહે છે હું જે છું, જેવો છું, એવું કોઈ મુશ્કિલ થી યાદ કરી શકે છે. જેવા બાપ તેવા બાળકો હોય છે ને? સ્વયં ને જાણ્યા તો બાપ ને પણ જાણી જશે. તમે જાણો છો ભણાવવા વાળા તો એક જ બાપ છે, ભણવા વાળા ખૂબ છે. બાપ રાજધાની કેવી રીતે સ્થાપન કરે છે, તે આપ બાળકો જ જાણો છો. બાકી આ શાસ્ત્ર વગેરે બધી છે ભક્તિમાર્ગ ની સામગ્રી. સમજાવવા માટે આપણે કહેવું પડે છે. બાકી આમાં ઘૃણા ની કોઈ વાત નથી. શાસ્ત્રો માં પણ બ્રહ્મા નો દિવસ અને રાત કહે છે પરંતુ સમજતા નથી. રાત અને દિવસ અડધા-અડધા હોય છે. સીડી પર કેટલું સહજ સમજાવાય છે?

મનુષ્ય સમજે છે કે ભગવાન તો ખૂબ સમર્થ છે એ જે ઈચ્છે તે કરી શકે છે. પરંતુ બાબા કહે છે હું પણ ડ્રામા નાં બંધન માં બંધાયેલો છું. ભારત પર તો કેટલી આફતો આવતી રહે છે પછી હું ઘડી-ઘડી આવું છું શું? મારા પાર્ટની લિમિટ (મર્યાદા) છે. જ્યારે પૂરાં દુઃખી બની જાય છે ત્યારે હું પોતાનાં સમય પર આવું છું. એક સેકન્ડ નો પણ ફરક નથી પડતો. ડ્રામા માં દરેક નો એક્યુરેટ પાર્ટ નોંધાયેલો છે. આ છે હાઈએસ્ટ બાપ નું રીઇનકારનેશન (અવતરણ). પછી નંબરવાર બધા આવે છે, ઓછી તાકાતવાળા. આપ બાળકો ને હવે બાપ પાસે થી નોલેજ મળી છે જે તમે વિશ્વ નાં માલિક બનો છો. તમારા માં ફુલ ફોર્સ ની (ભરપુર) તાકાત આવે છે. પુરુષાર્થ કરી તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બનો છો. બીજાઓ નો તો પાર્ટ જ નથી. મુખ્ય છે ડ્રામા, જેની નોલેજ તમને હમણાં મળે છે. બાકી તો બધી છે સામગ્રી કારણકે તે બધું આ આંખો થી જોઈ શકાય છે. વન્ડર ઓફ ધ વર્લ્ડ (વિશ્વની અજાયબી) તો બાબા છે, જે પછી રચે પણ સ્વર્ગ છે, જેને હેવન, પેરેડાઇઝ (વૈકુંઠ) કહે છે. તેની કેટલી મહિમા છે? બાપ અને બાપ ની રચના ની ખૂબ મહિમા છે. ઊંચા માં ઊંચા છે ભગવાન. ઊંચા માં ઊંચાં સ્વર્ગ ની સ્થાપના બાપ કેવી રીતે કરે છે? આ કોઈ પણ કંઈ પણ નથી જાણતાં. તમે મીઠાં-મીઠાં બાળકો પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણો છો અને તે અનુસાર જ પદ મેળવો છો, જેમણે પુરુષાર્થ કર્યો તે ડ્રામા અનુસાર જ કરે છે. પુરુષાર્થ વગર તો કંઈ મળી ન શકે. કર્મ વગર એક સેકન્ડ પણ રહી નથી શકતાં. તે હઠયોગી પ્રાણાયામ ચઢાવી લે છે, જાણે જડ બની જાય છે, અંદર પડ્યા રહે છે, ઉપર માટી જામી જાય છે, માટી ની ઉપર પાણી પડવાથી ઘાસ જામી જાય છે. પરંતુ એનાથી કંઈ ફાયદો નથી. કેટલાં દિવસ આમ બેઠાં રહેશે? કર્મ તો જરુર કરવાના જ છે. કર્મ સંન્યાસી કોઈ બની ન શકે. હા, ફક્ત ખાવાનું વગેરે નથી બનાવતા એટલે તેમને કર્મ-સંન્યાસી કહી દે છે. આ પણ તેમનો ડ્રામા માં પાર્ટ છે. આ નિવૃત્તિ માર્ગ વાળા પણ ન હોત તો ભારત ની શું હાલત થઈ જાત? ભારત નંબરવન પ્યોર (પવિત્ર) હતું. બાપ પહેલાં-પહેલાં પ્યોરિટી (પવિત્રતા) સ્થાપન કરે છે, જે પછી અડધોકલ્પ ચાલે છે. બરોબર સતયુગ માં એક ધર્મ, એક રાજ્ય હતું. પછી ડીટી (દૈવી) રાજ્ય હવે ફરી થી સ્થાપન થઈ રહ્યું છે. આવા સારા-સારા સ્લોગન (સુવિચાર) બનાવીને મનુષ્યો ને સુજાગ કરવા જોઈએ. ફરીથી દૈવી રાજ્ય-ભાગ્ય આવીને લો. હમણાં તમે કેટલું સારી રીતે સમજો છો. કૃષ્ણ ને શ્યામ-સુંદર કેમ કહે છે? આ પણ હમણાં તમે જાણો છો. આજકાલ તો ખૂબ જ એવા-એવા નામ રાખી દે છે. શ્રીકૃષ્ણ સાથે કોમ્પિટિશન (હરીફાઈ) કરે છે. આપ બાળકો જાણો છો પતિત રાજાઓ કેવી રીતે પાવન રાજાઓ ની આગળ જઈને માથું નમાવે છે પરંતુ જાણે થોડી છે? આપ બાળકો જાણો છો જે પૂજ્ય હતાં તે પછી પુજારી બની જાય છે. હમણાં તમારી બુદ્ધિ માં આખું ચક્ર છે. આ પણ યાદ રહે તો અવસ્થા ઘણી સારી રહે. પરંતુ માયા સિમરણ કરવા નથી દેતી, ભુલાવી દે છે. સદૈવ હર્ષિતમુખ અવસ્થા રહે તો તમને દેવતા કહેવાય. લક્ષ્મી-નારાયણ નું ચિત્ર જોઈ કેટલાં ખુશ થાય છે. રાધા-કૃષ્ણ અથવા રામ વગેરે ને જોઈ આટલાં ખુશ નથી થતાં કારણકે શ્રીકૃષ્ણ માટે શાસ્ત્રો માં હંગામા ની વાતો લખી દીધી છે. આ બાબા બને પણ શ્રી નારાયણ છે ને? બાબા તો આ લક્ષ્મી-નારાયણ નાં ચિત્ર ને જોઈ ખુશ થાય છે. બાળકોએ પણ એમ સમજવું જોઈએ, બાકી કેટલો સમય આ જૂનાં શરીર માં હશે પછી જઈને પ્રિન્સ (રાજકુમાર) બનશે. આ મુખ્ય-ઉદ્દેશ છે ને? આ પણ ફક્ત તમે જાણો છો. ખુશી માં કેટલું ગદ્દગદ્દ થવું જોઈએ. જેટલું ભણશો તેટલું ઊંચ પદ મેળવશો, ભણશો નહીં તો શું પદ મળશે? ક્યાં વિશ્વ નાં મહારાજા-મહારાણી, ક્યાં સાહૂકાર, પ્રજા માં નોકર-ચાકર. વિષય તો એક જ છે. ફક્ત મનમનાભવ, મધ્યાજીભવ, અલ્ફ અને બે, યાદ અને જ્ઞાન. આમને કેટલી ખુશી થઈ - અલ્ફ ને અલ્લાહ મળ્યા, બાકી બધું આપી દીધું. કેટલી મોટી લોટરી મળી ગઈ. બાકી શું જોઈએ? તો કેમ નહીં બાળકો ની અંદર ખુશી રહેવી જોઈએ એટલે બાબા કહે છે આવું ટ્રાન્સલાઈટ નું ચિત્ર બધાને માટે બનાવડાવીએ જે બાળકો જોઈને ખુશ થતા રહે. શિવબાબા બ્રહ્મા દ્વારા આપણને આ વારસો આપી રહ્યા છે. મનુષ્ય તો કાંઈ નથી જાણતાં. બિલકુલ જ તુચ્છ બુદ્ધિ છે. હમણાં તમે તુચ્છ બુદ્ધિ થી સ્વચ્છ બુદ્ધિ બની રહ્યા છો. બધું જ જાણી ગયા છો, બીજું કંઈ ભણવાની જરુર નથી. આ ભણતર થી તમને વિશ્વ ની બાદશાહી મળે છે, એટલે બાપ ને નોલેજફુલ કહે છે. મનુષ્ય પછી સમજે છે દરેક નાં દિલ ને જાણે છે, પરંતુ બાપ તો નોલેજ આપે છે. શિક્ષક સમજી શકે છે ફલાણા ભણે છે, બાકી આખો દિવસ આ થોડી બેસીને જોશે કે તેમની બુદ્ધિ માં શું ચાલે છે? આ તો વન્ડરફુલ નોલેજ છે. બાપ ને જ્ઞાન નાં સાગર, સુખ-શાંતિ નાં સાગર કહેવાય છે. તમે પણ હમણાં માસ્ટર જ્ઞાન-સાગર બનો છો. પછી આ ટાઈટલ (શીર્ષક) ઉડી જશે. પછી સર્વગુણ સમ્પન્ન, સોળે કળા સંપૂર્ણ બનશો. આ છે મનુષ્ય નું ઊંચ પદ. આ સમયે આ છે ઈશ્વરીય પદ. કેટલી સમજવાની અને સમજાવવાની વાતો છે? લક્ષ્મી-નારાયણ નું ચિત્ર જોઈ ખૂબ ખુશી થવી જોઈએ. આપણે હવે વિશ્વ નાં માલિક બનીશું. નોલેજ થી જ બધા ગુણ આવે છે. સ્વયં નો મુખ્ય-ઉદ્દેશ જોઈને રીફ્રેશમેન્ટ આવી જાય છે, એટલે બાબા કહે છે આ લક્ષ્મી-નારાયણ નું ચિત્ર તો દરેક ની પાસે હોવું જોઈએ. આ ચિત્ર દિલ માં પ્રેમ વધારે છે. દિલ માં આવે છે - બસ, આ મૃત્યુલોક માં છેલ્લો જન્મ છે. પછી હું અમરલોક માં જઈને આ બનીશ, તતત્વમ્. એવું નથી કે આત્મા સો પરમાત્મા. ના, આ જ્ઞાન બધું બુદ્ધિ માં બેઠેલું હોય. જ્યારે પણ કોઈ ને સમજાવો છો, બોલો, અમે ક્યારેય પણ કોઈ પાસે થી ભીખ નથી માંગતાં. પ્રજાપિતા બ્રહ્મા નાં બાળકો તો અનેક છે. અમે પોતાનાં જ તન-મન-ધન થી સેવા કરીએ છીએ. બ્રાહ્મણ પોતાની કમાણી થી જ યજ્ઞ ને ચલાવી રહ્યા છે. શુદ્રો નાં પૈસા ન લગાવી શકાય. અસંખ્ય બાળકો છે તે જાણે છે જેટલું અમે તન-મન-ધન થી સર્વિસ કરીશું, સરેન્ડર (સમર્પણ) થઈશું એટલું ઊંચ પદ મેળવીશું. જાણે છે બાબાએ બીજ વાવ્યું છે તો આ લક્ષ્મી-નારાયણ બને છે. પૈસા અહીં કામ માં તો આવવાના નથી, કેમ નહીં આ કાર્ય માં લગાવી દઈએ? તો શું સરેન્ડર (સમર્પિત) થવાવાળા ભૂખે મરે છે શું? ખૂબ સંભાળ થતી રહે છે. બાબાની કેટલી સંભાળ થતી રહે છે. આ તો શિવબાબા નો રથ છે ને? આખા વિશ્વ ને હેવન (સ્વર્ગ) બનાવવા વાળા છે. આ હસીન મુસાફર છે.

પરમપિતા પરમાત્મા તો આવીને બધાને હસીન બનાવે છે, તમે શ્યામ થી સુંદર હસીન બનો છો ને? કેવાં સલોના સાજન છે, આવીને બધાને સુંદર બનાવી દે છે. એમનાં પર તો કુરબાન જવું જોઈએ. યાદ કરતા રહેવું જોઈએ. જેમ આત્મા ને જોઈ નથી શકતાં, જાણી શકીએ છીએ, તેમ પરમાત્મા ને પણ જાણી શકીએ છીએ. જોવામાં તો આત્મા-પરમાત્મા બંને એક જેવા બિંદુ છે. બાકી તો બધી નોલેજ છે. આ બહુ જ સમજ ની વાતો છે. બાળકો ની બુદ્ધિ માં આ નોંધ રહેવી જોઈએ. બુદ્ધિ માં નંબરવાર પુરુષાર્થ અનુસાર ધારણા થાય છે. ડોક્ટર લોકો ને પણ દવાઓ યાદ રહે છે ને? એવું નથી કે તે સમયે બેસીને પુસ્તક જોશે. ડોક્ટરી નાં પણ પોઈન્ટ્સ હોય છે, બેરિસ્ટરી નાં પણ પોઈન્ટ્સ હોય છે. તમારી પાસે પણ પોઈન્ટ્સ છે, ટોપિક્સ (વિષય) છે, જેનાં પર સમજાવો છો. કોઈ પોઈન્ટ કોઈ ને ફાયદો કરી આપે છે, કોઈ ને કોઈ પોઈન્ટ થી તીર લાગી જાય છે. પોઈન્ટ તો અનેક છે. જે સારી રીતે ધારણ કરશે તે સારી રીતે સર્વિસ કરી શકશે. અડધાકલ્પ થી મહારોગી પેશન્ટ (દર્દી) છે. આત્મા પતિત બન્યો છે, તેનાં માટે એક અવિનાશી સર્જન દવા આપે છે. એ સદૈવ સર્જન જ રહે છે, ક્યારેય બીમાર થતા નથી. બીજા તો બધા બીમાર પડી જાય છે. અવિનાશી સર્જન એક જ વાર આવીને મનમનાભવ નું ઈન્જેકશન લગાવે છે. કેટલું સહજ છે, ચિત્ર ને પાકીટ માં રાખી દો સદૈવ. બાબા નારાયણ નાં પુજારી હતાં તો લક્ષ્મી નું ચિત્ર કાઢી એકલા નારાયણ નું ચિત્ર રાખી દીધું. હવે ખબર પડે છે જેમની આપણે પૂજા કરતા હતાં, તે હવે બની રહ્યા છીએ. લક્ષ્મી ને વિદાય આપી દીધી તો આ પાક્કું છે, હું લક્ષ્મી નહીં બનીશ. લક્ષ્મી બેસીને પગ દબાવે, આ સારું નહોતું લાગતું. તેને જોઈને પુરુષ લોકો સ્ત્રી પાસે પગ દબાવડાવે છે. ત્યાં થોડી લક્ષ્મી આમ પગ દબાવશે? આ રીત-રિવાજ ત્યાં હોતાં નથી. આ રીવાજ રાવણ રાજ્ય નાં છે. આ ચિત્ર માં બધી નોલેજ છે. ઉપર ત્રિમૂર્તિ પણ છે, આ નોલેજ ને આખો દિવસ સિમરણ કરી બહુ જ વન્ડર લાગે છે. ભારત હવે સ્વર્ગ બની રહ્યું છે. કેટલી સારી સમજણ છે, ખબર નહીં, મનુષ્યો ની બુદ્ધિ માં કેમ નથી બેસતું? આગ ખૂબ જોર થી લાગશે, ભંભોર ને આગ લાગવાની છે. રાવણ રાજ્ય તો જરુર ખલાસ થવું જોઈએ. યજ્ઞ માં પણ પવિત્ર બ્રાહ્મણ જોઈએ. આ બહુ જ ભારે (મોટો) યજ્ઞ છે - આખા વિશ્વ માં પ્યોરિટી (પવિત્રતા) લાવવાનો. તે બ્રાહ્મણ પણ ભલે બ્રહ્મા ની સંતાન કહેવાય છે, પરંતુ તે તો કુખ વંશાવલી છે. બ્રહ્મા નાં સંતાન તો પવિત્ર મુખ વંશાવલી હતાં ને? તો તેમને આ સમજાવવું જોઈએ. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સ્વચ્છ બુદ્ધિ બની વન્ડરફુલ જ્ઞાન ને ધારણ કરી બાપ સમાન માસ્ટર જ્ઞાન સાગર બનવાનું છે. નોલેજ થી સર્વ ગુણ સ્વયં માં ધારણ કરવાના છે.

2. જેમ બાબાએ તન-મન-ધન સર્વિસ માં લગાવ્યું, સરેન્ડર (સમર્પણ) થયા એમ બાપ સમાન પોતાનું બધું જ ઈશ્વરીય સેવા માં સફળ કરવાનું છે. સદા રિફ્રેશ રહેવા માટે મુખ્ય-ઉદ્દેશ નું ચિત્ર સાથે રાખવાનું છે.

વરદાન :-
એકરસ સ્થિતિ દ્વારા સદા એક બાપ ને ફોલો કરવાવાળા પ્રસન્નચિત્ત ભવ

આપ બાળકો માટે બ્રહ્મા બાપ નું જીવન એક્યુરેટ કોમ્પ્યુટર છે. જેવી રીતે આજકાલ કોમ્પ્યુટર દ્વારા દરેક પ્રશ્ન નો ઉત્તર પૂછે છે. એવી રીતે મન માં જ્યારે પણ કોઈ પ્રશ્ન ઊઠે છે તો શું, કેમ, કેવી રીતે ની બદલે બ્રહ્મા-બાપ નાં જીવનરુપી કોમ્પ્યુટર ને જુઓ. શું અને કેવી રીતે નો પ્રશ્ન આવી રીતે માં બદલાઈ જશે. પ્રશ્નચિત્ત નાં બદલે પ્રસન્નચિત્ત બની જશો. પ્રસન્નચિત્ત અર્થાત્ એક જ સ્થિતિ માં એક બાપ ને ફોલો કરવા વાળા.

સ્લોગન :-
આત્મિક શક્તિ નાં આધાર પર સદા સ્વસ્થ રહેવાનો અનુભવ કરો .

વિશેષ નોટ :- બધા બ્રહ્મા-વત્સ ૧ જાન્યુઆરી થી ૩૧ જાન્યુઆરી ૨૦૨૫ સુધી વિશેષ અંતર્મુખતા ની ગુફા માં બેસીને યોગ તપસ્યા કરતા પૂરાં વિશ્વ ને પોતાની શક્તિશાળી મન્સા દ્વારા વિશેષ સકાશ આપવાની સેવા કરજો જી. આ જ લક્ષ થી આ મહિના નાં પત્રપુષ્પ માં જે અવ્યક્ત ઈશારા મોકલાવ્યા છે તે પૂરાં જાન્યુઆરી મહિના માં મોરલી નાં નીચે પણ લખી રહ્યા છે. તમે બધા આ પોઈન્ટ્સ પર વિશેષ મનન ચિંતન કરતા મન્સા સેવા નાં અનુભવી બનો પોતાની શક્તિશાળી મન્સા દ્વારા સકાશ આપવાની સેવા કરો.

આપ શાંતિદૂત બાળકો, ક્યાંય પણ રહેતાં, ચાલતાં-ફરતાં સદા પોતાને શાંતિદૂત સમજીને ચાલો. જે સ્વયં શાંત સ્વરુપ, શક્તિશાળી સ્વરુપ માં સ્થિત હશે તે બીજાઓને પણ શાંતિ અને શક્તિ નો સકાશ આપતા રહેશે.