01-04-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ જે છે , જેવા છે , આપ બાળકો માં પણ નંબરવાર ઓળખે છે , જો બધા ઓળખી લે તો ખૂબ ભીડ થઈ જાય”

પ્રશ્ન :-
ચારેય તરફ પ્રત્યક્ષતા નો અવાજ ક્યારે ફેલાશે?

ઉત્તર :-
જ્યારે મનુષ્યો ને ખબર પડશે કે સ્વયં ભગવાન આ જૂની દુનિયા નો વિનાશ કરાવીને નવી દુનિયા સ્થાપન કરવા આવ્યાં છે. ૨. આપણાં બધાની સદ્દગતિ કરવા વાળા બાપ આપણને ભક્તિ નું ફળ આપવા આવ્યાં છે. આ નિશ્ચય હોય તો પ્રત્યક્ષતા થઈ જાય. ચારેય તરફ હલચલ થઈ જાય.

ગીત :-
જો પિયા કે સાથ હૈ…

ઓમ શાંતિ!
બાળકોએ ગીત ની બે લાઈન સાંભળી. જો પિયા (પ્રિયતમ) કે સાથ હૈ, હવે પિયા કોણ છે? આ દુનિયા નથી જાણતી. ભલે અસંખ્ય બાળકો છે, એમાં પણ ઘણાં છે જે નથી જાણતા કે કયાં પ્રકાર થી બાપ ને યાદ કરવા જોઈએ. તે યાદ કરતા નથી આવડતું. ઘડી-ઘડી ભૂલી જાય છે. બાપ સમજાવે છે બાળકો સ્વયં ને આત્મા સમજો, આપણે બિંદુ છીએ. બાપ, જ્ઞાન નાં સાગર છે, એમને જ યાદ કરવાના છે. યાદ કરવાની એવી પ્રેક્ટિસ પડી જાય જે નિરંતર યાદ રહી જાય. અંત માં આ જ યાદ રહે કે આપણે આત્મા છીએ, શરીર તો છે પરંતુ આ જ્ઞાન બુદ્ધિ માં રાખવાનું છે કે આપણે આત્મા છીએ. બાપ નું ડાયરેક્શન મળ્યું છે હું જે છું, એ રુપ માં કોઈ વિરલા યાદ કરે છે. દેહ-અભિમાન માં બાળકો ખૂબ આવી જાય છે. બાપે સમજાવ્યું છે, કોઈને પણ જ્યાં સુધી બાપ નો પરિચય નથી આપ્યો ત્યાં સુધી કાંઈ પણ સમજી નહીં શકશે. પહેલાં તો તેમને આ ખબર પડે કે એ નિરાકાર આપણા બાપ, ગીતા નાં ભગવાન છે, એ જ સર્વ નાં સદ્દગતિ દાતા છે. એ આ સમયે સદ્દગતિ કરવાનો પાર્ટ ભજવી રહ્યાં છે. આ પોઈન્ટ (વાત) માં નિશ્ચયબુદ્ધિ થઈ જાય તો પછી જે પણ આટલાં સાધુ-સંત વગેરે છે બધા એક સેકન્ડ માં આવી જાય. ભારત માં ખૂબ હંગામા થઈ જાય. હમણાં ખબર પડી જાય કે આ દુનિયા વિનાશ થવાનો છે. આ વાત નો નિશ્ચય થઈ જાય તો મુંબઈ થી લઈને આબુ સુધી લાઈન લાગી જાય. પરંતુ આટલો જલ્દી કોઈને નિશ્ચય થઈ નથી શકતો. તમે જાણો છો વિનાશ થવાનો છે, આ બધા ઘોર નિંદ્રા માં સૂતા જ રહેવાનાં છે. પછી અંત સમયે તમારો પ્રભાવ નીકળશે. માસી નું ઘર નથી જે આ વાત માં નિશ્ચય થઈ જાય કે ગીતા નાં ભગવાન પરમપિતા પરમાત્મા શિવ છે. આ પ્રસિદ્ધ થઈ જાય તો આખાં ભારત માં અવાજ થઈ જાય. હમણાં તો તમે એક ને સમજાવશો તો બીજો કહેશે તમને જાદુ લાગી ગયું છે. આ ઝાડ ખૂબ ધીરે-ધીરે વધવાનું છે. હજી થોડો સમય છે છતાં પણ પુરુષાર્થ કરવામાં વાંધો નથી. તમે મોટાં-મોટાં લોકો ને સમજાવો છો, પરંતુ તે કાંઈ પણ સમજે થોડી છે? બાળકો માં પણ ઘણાં આ નોલેજ ને સમજતા નથી. બાપ ની યાદ નથી તો તે અવસ્થા નથી. બાપ જાણે છે નિશ્ચય કોને કહેવાય છે. હમણાં તો કોઈ ૧-૨ ટકા પણ મુશ્કેલ બાપ ને યાદ કરે છે. ભલે અહીં બેઠાં છે, બાપ ની સાથે તે પ્રેમ નથી રહેતો. આમાં પ્રેમ જોઈએ, તકદીર (ભાગ્ય) જોઈએ. બાપ સાથે પ્રેમ હોય તો સમજે, આપણે કદમ-કદમ શ્રીમત પર ચાલવાનું છે. આપણે વિશ્વ નાં માલિક બનીએ છીએ. અડધાકલ્પ નું દેહ-અભિમાન બેઠેલું છે તો હવે દેહી-અભિમાની બનવામાં ખૂબ મહેનત લાગે છે. પોતાને આત્મા સમજી મોસ્ટ બિલોવેડ (સૌથી પ્રિય) બાપ ને યાદ કરવાં માસી નું ઘર નથી. તેમનાં ચહેરા માં જ રોનક આવી જાય. કન્યા લગ્ન કરે છે, ઘરેણા વગેરે પહેરે છે તો ચહેરા માં એકદમ ખુશી આવી જાય છે. પરંતુ અહીં તો સાજન ને યાદ જ નથી કરતા તો તે ચહેરો મુરઝાયેલો (નાખુશ) રહે છે. વાત ન પૂછો. કન્યા લગ્ન કરે છે તો ચહેરો ખુશનુમાઃ થઈ જાય છે. કોઈનો તો લગ્ન પછી પણ ચહેરો મડદા જેવો રહે છે. જાત-જાત નાં હોય છે. કોઈ તો બીજા ઘર માં જઈને મુંઝાઈ પડે છે. તો અહીં પણ એવું છે. બાપ ને યાદ કરવાની મહેનત છે. આ ગાયન અંત નું છે કે અતીન્દ્રિય સુખ ગોપી-વલ્લભ નાં ગોપ-ગોપીઓ ને પૂછો. પોતાને ગોપ-ગોપી સમજવા અને નિરંતર બાપ ને યાદ કરવા, તે અવસ્થા બનવાની છે. બાપ નો પરિચય બધાને આપવાનો છે. બાપ આવેલા છે એ વારસો આપી રહ્યાં છે. આમાં બધી નોલેજ આવી જાય છે. લક્ષ્મી-નારાયણે જ્યારે ૮૪ જન્મ પૂરાં કર્યા ત્યારે બાપે અંત માં આવીને એમને રાજયોગ શીખવાડીને રાજાઈ આપી. લક્ષ્મી-નારાયણ નું આ ચિત્ર છે નંબરવન. તમે જાણો છો એમણે પહેલાં નાં જન્મ માં એવા કર્મ કર્યા છે, તે કર્મ હમણાં બાપ શીખવાડી રહ્યાં છે. કહે છે મનમનાભવ, પવિત્ર રહો. કોઈ પણ પાપ ન કરો કારણકે તમે હવે સ્વર્ગ નાં માલિક, પુણ્ય આત્મા બનો છો. અડધોકલ્પ માયા રાવણ પાપ કરાવતી આવી છે. હવે પોતાને પૂછવાનું છે - અમારા થી કોઈ પાપ તો નથી થતું? પુણ્ય નું કામ કરતા રહીએ છીએ? આંધળાઓ ની લાઠી બન્યાં છીએ? બાપ કહે છે મનમનાભવ. આ પણ પૂછવાનું હોય છે કે મનમનાભવ કોણે કહ્યું? તે કહેશે શ્રીકૃષ્ણએ કહ્યું. તમે માનો છો પરમપિતા પરમાત્મા શિવે કહ્યું. રાત દિવસ નો ફરક છે. શિવજયંતી ની સાથે છે ગીતા જયંતી. ગીતાજયંતી ની સાથે શ્રીકૃષ્ણ જયંતી.

તમે જાણો છો આપણે ભવિષ્ય માં પ્રિન્સ (રાજકુમાર) બનીશું. બેગર ટૂ પ્રિન્સ (કંગાળ થી રાજકુમાર) બનવાનું છે. આ મુખ્ય ઉદ્દેશ જ રાજયોગ નો છે. તમે સિદ્ધ કરી બતાવો કે ગીતા નાં ભગવાન શ્રીકૃષ્ણ નહોતાં, એ તો નિરાકાર હતાં. તો સર્વવ્યાપી નું જ્ઞાન ઉડી જાય. સર્વ નાં સદ્દગતિ દાતા, પતિત-પાવન બાપ છે. કહે પણ છે કે એ લિબ્રેટર (મુક્તિદાતા) છે, પછી સર્વવ્યાપી કહી દે છે. જે કાંઈ બોલે છે, સમજતાં નથી. ધર્મ ની વાત માં જે આવે છે, બોલી દે છે. મુખ્ય ધર્મ છે ત્રણ. દેવી-દેવતા ધર્મ તો અડધોકલ્પ ચાલે છે. તમે જાણો છો બાપ બ્રાહ્મણ, દેવતા, ક્ષત્રિય ધર્મ સ્થાપન કરે છે. આ દુનિયા નથી જાણતી. તે તો સતયુગ ને જ લાખો વર્ષ કહી દે છે. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ છે સૌથી ઊંચો, પરંતુ તે પોતાનાં ધર્મ ને ભૂલી ઈરિલિજિયસ (નાસ્તિક) બની ગયા છે. ક્રિશ્ચન લોકો પોતાનાં ધર્મ ને નથી છોડતાં. તેઓ જાણે છે - ક્રાઈસ્ટે અમારો ધર્મ સ્થાપન કર્યો હતો. ઈસ્લામી, બોદ્ધી પછી ક્રિશ્ચન આ છે મુખ્ય ધર્મ. બાકી તો નાનાં-નાનાં ઘણાં છે. ક્યાંથી વૃદ્ધિ થઈ? આ કોઈ નથી જાણતું. મોહમ્મદ ને હજી થોડો સમય થયો છે. ઈસ્લામી જૂનાં છે. ક્રિશ્ચન પણ પ્રસિદ્ધ છે. બાકી તો કેટલાં અસંખ્ય છે. બધાનાં પોત-પોતાનાં ધર્મ છે. પોતાનાં ભિન્ન-ભિન્ન ધર્મ, ભિન્ન-ભિન્ન નામ છે તો મૂંઝાઈ ગયા છે. આ નથી જાણતા કે મુખ્ય ધર્મશાસ્ત્ર જ ૪ છે. આમાં ડીટીજ્મ (દૈવીધર્મ), બ્રાહ્મણીજ્મ (બ્રાહ્મણધર્મ) પણ આવી જાય છે. બ્રાહ્મણ સો દેવતા, દેવતા સો ક્ષત્રિય, આ કોઈને ખબર નથી. ગાયન છે બ્રાહ્મણ દેવતાય નમઃ. પરમપિતાએ બ્રાહ્મણ, દેવતા, ક્ષત્રિય ધર્મ ની સ્થાપના કરી, શબ્દ છે પરંતુ વાંચે એવી રીતે છે જાણે પોપટ.

આ છે કાંટાઓ નું જંગલ. ભારત ગાર્ડન ઓફ ફ્લાવર (ફૂલોનો બગીચો) હતું, આ પણ માને છે. પરંતુ તે ક્યારે, કેવી રીતે, કોણે બનાવ્યું? પરમાત્મા શું ચીજ છે? આ કોઈ નથી જાણતું. તો ઓરફન (અનાથ) થઈ ગયા ને એટલે આ લડાઈ-ઝઘડા વગેરે છે. ફક્ત ભક્તિ માં ખુશ થતા રહે છે. હવે બાપ આવ્યાં છે અજવાળું કરવા, સેકન્ડ માં જીવનમુક્ત બનાવી દે છે. જ્ઞાન અંજન સદ્દગુરુ દિયા, અજ્ઞાન અંધેર વિનાશ. હમણાં તમે જાણો છો આપણે અજવાળા માં છીએ. બાપે ત્રીજું નેત્ર આપ્યું છે. ભલે દેવતાઓ ને ત્રીજું નેત્ર દેખાડે છે પરંતુ અર્થ નથી જાણતાં. હકીકત માં ત્રીજું નેત્ર તમને છે. તેમણે પછી આપી દીધું છે દેવતાઓ ને. ગીતા માં બ્રાહ્મણો ની કોઈ વાત નથી. તેમાં તો પછી કૌરવો, પાંડવો વગેરે ની લડાઈ, ઘોડા-ગાડી વગેરે લખી દીધું છે, કાંઈ પણ સમજતા નથી. તમે સમજાવશો તો કહેશે તમે શાસ્ત્રો વગેરે ને નથી માનતાં. તમે કહી શકો છો અમે શાસ્ત્રો ને માનતા કેમ નથી, જાણીએ છીએ - આ બધી ભક્તિમાર્ગ ની સામગ્રી છે. ગવાયેલું છે જ્ઞાન અને ભક્તિ. જ્યારે રાવણ રાજ્ય હોય છે ત્યારે ભક્તિ શરુ થાય છે. ભારતવાસી વામમાર્ગ માં જઈને ધર્મ ભ્રષ્ટ અને કર્મ ભ્રષ્ટ બની જાય છે એટલે હવે હિન્દુ કહી દીધાં છે. પતિત બની ગયા છે. પતિત કોણે બનાવ્યાં? રાવણે. રાવણ ને બાળે પણ છે, સમજે છે આ પરંપરા થી ચાલ્યું આવે છે. પરંતુ સતયુગ માં તો રાવણ રાજ્ય જ નહોતું. કાંઈ પણ સમજતા નથી. માયા બિલકુલ જ પથ્થરબુદ્ધિ બનાવી દે છે. પથ્થર થી પારસ બાપ જ બનાવે છે. જ્યારે આયરન એજ (કળિયુગ) માં આવે ત્યારે તો આવીને ગોલ્ડન એજ (સતયુગ) સ્થાપન કરે. બાપ સમજાવે છે છતાં પણ ખૂબ મુશ્કેલ કોઈની બુદ્ધિ માં બેસે છે.

આપ કુમારીઓ ની હવે સગાઈ થાય છે. તમને પટરાણી બનાવે છે. તમને ભગાવ્યાં અર્થાત્ આપ આત્માઓ ને કહે છે - તમે મારા હતાં પછી તમે મને ભૂલી ગયા છો. દેહ-અભિમાની બની માયા નાં બની ગયા છો. બાકી ભગાવવા વગેરે ની તો વાત નથી. મામેકમ્ યાદ કરો. યાદ ની જ મહેનત છે. ખૂબ દેહ-અભિમાન માં આવીને વિકર્મ કરે છે. બાપ જાણે છે આ આત્મા મને યાદ જ નથી કરતો. દેહ-અભિમાન માં આવીને ખૂબ પાપ કરે છે તો પાપ નો ઘડો સો ગણો ભરાઈ જાય છે. બીજાઓ ને રસ્તો બતાવવા નાં બદલે સ્વયં જ ભૂલી જાય છે. વધારે જ દુર્ગતિ થઈ જાય છે. ખૂબ ઊંચી મંઝિલ છે. ચઢે તો ચાખે વૈકુંઠ રસ, પડે તો ચકનાચૂર. આ રાજાઈ સ્થાપન થઈ રહી છે. આમાં ફરક જુઓ કેટલો પડી જાય છે! કોઈ તો ભણીને આકાશ માં ચઢી જાય છે, કોઈ પટ (નીચે) માં પડી જાય છે. બુદ્ધિ નબળી હોય છે તો ભણી નથી શકતાં. કોઈ-કોઈ કહે છે બાબા અમે કોઈને સમજાવી નથી શકતાં. કહું છું સારું ફક્ત પોતાને આત્મા સમજો, મુજ બાપ ને યાદ કરો તો હું તમને સુખ આપીશ. પરંતુ યાદ જ નથી કરતાં. યાદ કરે તો બીજાઓ ને યાદ અપાવતા રહે. બાપ ને યાદ કરે તો પાપ નષ્ટ થઈ જાય. એમની યાદ વગર તમે સુખધામ માં જઈ નથી શકતાં. ૨૧ જન્મો નો વારસો નિરાકાર બાપ પાસે થી મળી શકે છે. બાકી તો બધા અલ્પકાળ નું સુખ આપવા વાળા છે. કોઈને રિદ્ધિ-સિદ્ધિ થી બાળક મળી ગયું કે આશીર્વાદ થી લોટરી મળી ગઈ તો બસ વિશ્વાસ બેસી જાય છે. કોઈને ૨-૪ કરોડ ફાયદો થઈ જશે બસ ખૂબ મહિમા કરશે. પરંતુ તે તો છે અલ્પકાળ માટે. ૨૧ જન્મો માટે હેલ્થ-વેલ્થ (સ્વાસ્થ્ય-સંપત્તિ) તો મળી નથી શકતાં ને? પરંતુ મનુષ્ય નથી જાણતાં. દોષ પણ ન આપી શકાય. અલ્પકાળ નાં સુખ માં જ ખુશ થઇ જાય છે. બાપ આપ બાળકો ને રાજયોગ શીખવાડી સ્વર્ગ ની બાદશાહી આપે છે. કેટલું સહજ છે. કોઈ તો બિલકુલ સમજાવી નથી શકતાં. કોઈ સમજે પણ છે પરંતુ યોગ પૂરો ન હોવાના કારણે કોઈને તીર નથી લાગતું. દેહ-અભિમાન માં આવવાથી કાંઈ ન કાંઈ પાપ થતા રહે છે. યોગ જ મુખ્ય છે. તમે યોગબળ થી વિશ્વ નાં માલિક બનો છો. પ્રાચીન યોગ ભગવાને શીખવાડ્યો હતો, નહીં કે શ્રીકૃષ્ણએ. યાદ ની યાત્રા ખૂબ સારી છે. તમે ડ્રામા જોઈને આવો તો બુદ્ધિ માં બધું સામે આવી જશે. કોઈને બતાવવામાં સમય લાગશે. આ પણ એવું છે. બીજ અને ઝાડ. આ ચક્ર ખૂબ ક્લિયર (સ્પષ્ટ) છે. શાંતિધામ, સુખધામ, દુઃખધામ… સેકન્ડ નું કામ છે ને? પરંતુ યાદ પણ રહે ને? મુખ્ય વાત છે બાપ નો પરિચય. બાપ કહે છે - મને યાદ કરવાથી તમે બધું જાણી જશો. અચ્છા.

શિવબાબા આપ બાળકો ને યાદ કરે છે, બ્રહ્મા બાબા યાદ નથી કરતાં. શિવબાબા જાણે છે મારા સપૂત બાળકો કોણ-કોણ છે. સર્વિસેબલ (સેવાધારી) સપૂત બાળકો ને યાદ કરે છે. આ થોડી કોઈને યાદ કરશે? આમનાં આત્મા ને તો ડાયરેક્શન છે મામેકમ્ યાદ કરો. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. તકદીરવાન બનવા માટે એક બાપ સાથે સાચ્ચો-સાચ્ચો પ્રેમ રાખવાનો છે. પ્રેમ રાખવો અર્થાત્ કદમ-કદમ એક ની જ શ્રીમત પર ચાલતાં રહેવું.

2. રોજ પુણ્ય નું કામ અવશ્ય કરવાનું છે. સૌથી મોટું પુણ્ય છે બધાને બાપ નો પરિચય આપવો. બાપ ને યાદ કરવા અને બધાને બાપ ની યાદ અપાવવી.

વરદાન :-
પોતાની દૃષ્ટિ અને વૃત્તિ નાં પરિવર્તન દ્વારા સૃષ્ટિ ને બદલવા વાળા સાક્ષાત્કારમૂર્ત ભવ

પોતાની વૃત્તિ નાં પરિવર્તન થી દૃષ્ટિ ને દિવ્ય બનાવો તો દૃષ્ટિ દ્વારા અનેક આત્માઓ પોતાનું યથાર્થ રુપ, યથાર્થ ઘર તથા યથાર્થ રાજધાની જોશે. એવો યથાર્થ સાક્ષાત્કાર કરાવવા માટે વૃત્તિ માં જરા પણ દેહ-અભિમાન ની ચંચળતા ન હોય. તો વૃત્તિ નાં સુધાર થી દૃષ્ટિ દિવ્ય બનાવો ત્યારે આ સૃષ્ટિ પરિવર્તન થશે. જોવા વાળા અનુભવ કરશે કે આ નયન નથી પરંતુ આ એક જાદુ ની ડબ્બીઓ છે. આ નયન સાક્ષાત્કાર નાં સાધન બની જશે.

સ્લોગન :-
સેવા નાં ઉમંગ-ઉત્સાહ ની સાથે, બેહદ ની વૈરાગ વૃત્તિ સફળતા નો આધાર છે.

આ અવ્યક્ત ઈશારા - મહાન બનવા માટે મધુરતા અને નમ્રતા નો ગુણ ધારણ કરો

મધુરતા નાં ગુણ ને ધારણ કરવા વાળા અહીં પણ મહાન બને છે અને ત્યાં પણ પદ મેળવે છે. મધુરતા વાળાઓ ને બધા મહાન રુપ થી જુએ છે. તો આ મધુરતા નો વિશેષ ગુણ દરેક બાળક માં હોવો જોઈએ. મધુરતા ની મધુ જેમની સાથે છે એમને દરેક કાર્ય માં સફળતા જ સફળતા છે. એમનાં જીવન માંથી અસફળતા મટી જશે.