01-05-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે રાવણ ની મત પર બાપ ની ગ્લાનિ કરી તો ભારત કોડી તુલ્ય બન્યું , હવે એમને ઓળખી યાદ કરો તો ધનવાન બની જશો”

પ્રશ્ન :-
સીડી નાં ચિત્ર માં કયા વન્ડરફુલ રહસ્ય સમાયેલા છે?

ઉત્તર :-
અડધોકલ્પ છે ભક્તિ નો ડાન્સ અને અડધોકલ્પ છે જ્ઞાન નો ડાન્સ. જ્યારે ભક્તિ નો ડાન્સ હોય છે તો જ્ઞાન નો નહીં અને જ્યારે જ્ઞાન નો હોય છે તો ભક્તિ નો નહીં. અડધોકલ્પ રાવણ ની પ્રારબ્ધ ચાલે અને અડધોકલ્પ આપ બાળકો પ્રારબ્ધ ભોગવો છો. આ ગુહ્ય રહસ્ય સીડી નાં ચિત્ર માં સમાયેલા છે.

ગીત :-
ઓમ્ નમો શિવાય…

ઓમ શાંતિ!
બાપ બેસી સમજાવે છે - ભક્તિ માર્ગ માં ખુબ જ ભક્તિ નો ડાન્સ કર્યો, જ્ઞાન નો ડાન્સ નથી કર્યો. ભક્તિ નો ડાન્સ જ્યારે હોય છે તો જ્ઞાન નો નથી. જ્યારે જ્ઞાન નો હોય છે તો ભક્તિ નો નથી કારણકે ભક્તિ નો ડાન્સ ઉતરતી કળા માં લઈ જાય છે. સતયુગ-ત્રેતા માં ભક્તિ હોતી નથી. ભક્તિ શરું થાય છે દ્વાપર થી. જ્યારે ભક્તિ શરું થાય છે તો જ્ઞાન ની પ્રારબ્ધ પૂરી થઈ જાય છે પછી ઉતરતી કળા થાય છે. કેવી રીતે ઉતરે છે, તે બાપ બેસી સમજાવે છે. હું કલ્પ-કલ્પ આવીને બાળકો ને કહું છું - આપ બાળકોએ મારી બહુજ ગ્લાનિ કરી દીધી છે. જ્યારે-જ્યારે ભારત માં આ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની ખુબ ગ્લાનિ થાય છે ત્યારે હું આવું છું. ગ્લાનિ કોને કહેવાય છે, તે પણ સમજાવે છે. બાપ કહે છે - હું વિકારી નર્કવાસી ભારત ને આવીને કલ્પ-કલ્પ સ્વર્ગવાસી બનાવું છું. તમે મારી ગ્લાનિ, આસુરી મત પર કરવાનાં કારણે કેટલાં કંગાળ બની ગયાં છો. રામરાજ્ય હતું, હમણાં છે રાવણ રાજ્ય, જેને હાર અને જીત, દિવસ અને રાત કહેવાય છે. હવે વિચાર કરો હું ક્યારે આવું! જેમને રાજ્ય આપ્યું, તેઓ જ રાજ્ય ગુમાવી બેઠા છે. હિસાબ-કિતાબ તો બધો સમજાવ્યો જ છે. હું આવીને વારસો આપું છું પછી રાવણ આવીને તમને શ્રાપિત કરે છે - ભારત ને ખાસ, દુનિયા ને આમ. ભારત ની મહિમા ની પણ કોઈને ખબર નથી. પહેલાં-પહેલાં ભારત જ હતું, ક્યારે હતું? કેવું હતું? કોણ રાજ્ય કરતું હતું? કોઈને પણ કંઈ ખબર નથી. કંઈ પણ સમજતાં નથી. જે દેવતા હતાં, શકલ (ચહેરો) મનુષ્ય ની, સીરત (ચરિત્ર) દેવતાઓની હતી. હવે શકલ ભલે મનુષ્ય ની છે, સીરત આસુરી છે, જેને સમજાવે છે તે સમજતાં નથી કારણકે પારલૌકિક બાપ ને જ નથી જાણતાં. વધારે જ બેસી ગાળો આપે છે. બાપ ની ગ્લાનિ કરતાં-કરતાં બિલકુલ જ કોડી-તુલ્ય બની ગયાં છે. ભારત ની ઉતરતી કળા થઈ ગઈ છે. એવી હાલત જ્યારે થાય છે, બાપ કહે છે, ત્યારે હું આવું છું. હમણાં આપ બાળકો ને સન્મુખ સમજાવી રહ્યો છું. કલ્પ પહેલાં પણ આમ જ સમજાવ્યું હતું. આ દૈવી સંપ્રદાય ની સ્થાપના થઈ રહી છે, મનુષ્ય થી દેવતા બની રહ્યાં છે. મનુષ્ય ને આ ખબર જ નથી કે બાપ ક્યારે આવે છે, સતયુગ-ત્રેતા માં તમે બહુજ ખુશી માં પ્રારબ્ધ ભોગવો છો. પછી દ્વાપર થી રાવણ નો શ્રાપ ભોગવતાં-ભોગવતાં બિલકુલ જ ખતમ થઈ જાઓ છો. જેમ દેવતાઓ પ્રારબ્ધ ભોગવતાં-ભોગવતાં ત્રેતા નાં અંત માં ખતમ થઈ જાય છે પછી રાવણ ની આસુરી પ્રારબ્ધ શરું થાય છે. ભક્તિ પણ પહેલાં અવ્યભિચારી હોય છે પછી વ્યભિચારી થાય છે. સીડી ઠીક બનેલી છે. દરેક ચીજ સતોપ્રધાન, સતો-રજો-તમો બને છે. ખાદ પડતી જાય છે. આપ બાળકોને સમજાવાય તો બહુજ સારી રીતે છે, પરંતુ ધારણા ઓછી થાય છે. કોઈનામાં તો સમજાવવાની બિલકુલ અક્કલ જ નથી. કોઈ સારા અનુભવી છે, જેમની ધારણા બહુ સારી થાય છે. નંબરવાર તો હોય છે ને. વિદ્યાર્થીઓ એક સમાન નથી હોતાં. કંઈ ને કંઈ નંબર જરુર રાખશે. કોઈને પણ સમજાવવું બહુજ સહજ છે. બાપ કહે છે - મને યાદ કરો. હું તમારો બેહદ નો બાપ, સૃષ્ટિ નો રચયિતા છું. મને યાદ કરવાથી તમને બેહદ નો વારસો મળશે. યાદ થી જ ખાદ નીકળશે. ફક્ત આ સમજાવો કે તમે ભારતવાસી સતયુગ માં સતોપ્રધાન હતાં, હમણાં કળિયુગ માં તમોપ્રધાન બન્યાં છો. આત્મા માં ખાદ પડે છે. પવિત્ર થયાં વગર કોઈ ત્યાં જઈ નથી શકતું. નવી દુનિયા માં છે જ સતોપ્રધાન. કપડા (શરીર) નવાં છે તો કહેશે સતોપ્રધાન, પછી જૂનાં તમોપ્રધાન થઇ જાય છે. હમણાં સૌનાં કપડા ફાટવા લાયક છે. બધા જડજડીભૂત અવસ્થા ને પામેલાં છે. જે વિશ્વ નાં માલિક હતાં, તે બિલકુલ ગરીબ બન્યાં છે. પછી એમને જ સાહૂકાર બનવાનું છે. આ વાતો ને મનુષ્ય નથી જાણતાં. ભારત સ્વર્ગ હતું, આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું બીજા બધા ધર્મ વાળા તો પછી આવ્યાં છે. બાપ તમને સાચ્ચી વાત બેસી સમજાવે છે. ગીતા નું જુઓ કેટલું માન છે. ભણતાં-ભણતાં બિલકુલ જ નીચે પડી ગયાં છે, ત્યારે પોકારે છે - હે પતિત-પાવન આવો. અમે ભ્રષ્ટાચારી બની ગયાં છીએ. સદ્દગતિ તો ભગવાન જ આપી શકે છે. બાકી શાસ્ત્રો માં તો બધો છે ભક્તિ માર્ગ. તમારી બુદ્ધિ માં બેઠેલું છે-અમે બાબાનાં જ્ઞાન થી દેવતા બનીએ છીએ. હવે આખી દુનિયાથી વૈરાગ્ય છે. સંન્યાસી પણ ભક્તિ કરે છે, ગંગા-સ્નાન વગેરે કરે છે ને. ભક્તિ પણ સતોપ્રધાન, પછી રજો, તમો હોય છે. આ પણ એવું છે. અડધોકલ્પ દિવસ, અડધોકલ્પ રાત ગવાય છે. બ્રહ્માની સાથે જરુર બ્રાહ્મણો ની પણ હશે. તમે હમણાં દિવસ માં જાઓ છો, ભક્તિ ની રાત પૂરી થાય છે. ભક્તિ માં તો ખુબ દુઃખ છે, એને રાત કહેવાય છે. અંધારા માં ધક્કા ખાતાં રહે છે - ભગવાન ને મળવા માટે. ભક્તિમાર્ગ માં સદ્દગતિ આપવા વાળું કોઈ હોતું નથી. તમારા સિવાય કોઈ પણ યથાર્થ રીતે ભગવાન ને નથી જાણતું. આત્મા પણ બિંદુ, પરમાત્મા પણ બિંદુ છે, આ વાત કોઈ પણ સમજી ન શકે. પરમાત્મા જ સ્વયં આવીને બ્રહ્મા તન થી સમજાવે છે. એમણે પછી ભાગીરથ, બળદ નાં રુપ માં દેખાડ્યા છે. હવે બળદ ની તો વાત જ નથી. બાપ બધી વાતો સારી રીતે સમજાવે છે પરંતુ કોઈની બુદ્ધિ માં પૂરી રીતે બેસતું નથી. બાપ બેસી સમજાવે છે - બાળકો, હું આપ આત્માઓ નો બાપ છું. તમે મને યાદ કરો અને વારસા ને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે. તો પણ કહો છો, ભૂલી જઈએ છીએ. વાહ! એવાં સાજન કે બાપ ને ભૂલવાં જોઈએ? સ્ત્રી, પતિ ને અથવા બાળકો ક્યારેય બાપ ને ભૂલે છે શું? અહીં તમે કેમ ભુલો છો? કહો પણ છો બાબા તમે અમને સ્વર્ગ નાં માલિક બનાવી રહ્યાં છો તો પણ ભૂલી જાઉં છું. બાપ કહે છે - યાદ નહીં કરશો તો અંદરની જે કટ ચઢી છે, તે કેવી રીતે નીકળશે? મુખ્ય વાત છે જ યાદ ની. આપણો કોઈ બીજા ધર્મ થી સંબંધ નથી. સ્કૂલ માં તો હિસ્ટ્રી-જોગ્રાફી સમજાવો છો. કોઈ તો બિલકુલ સમજતાં નથી. બાપ ભણાવે છે, આ બુદ્ધિ માં બેસતું નથી. સારું, બાપ અને વારસો તો યાદ કરો કે આ પણ ભૂલી જાઓ છો! જેનાં માટે અડધાકલ્પ થી ભક્તિ કરતાં આવ્યાં, એ બાબા ને યાદ નથી કરતાં. આપ બાળકો ની બુદ્ધિ માં છે, હવે અમે આ શરીર છોડી રાજાઈ માં જઈશું, આ અંતિમ જન્મ છે. સૂક્ષ્મવતન માં એમનાં ફીચર્સ તો તે જ જુઓ છો, વૈકુંઠ માં પણ જુઓ છો. જાણો છો આ મમ્મા-બાબા જ લક્ષ્મી-નારાયણ બને છે, તમે જ્યારે સતયુગ માં રહો છો તો સમજો છો કે આ એક શરીર છોડી બીજું લેવાનું છે. ત્યાં એમને આ ખબર નથી રહેતી કે સતયુગ પછી ત્રેતા આવશે, દ્વાપર આવશે, અમે ઉતરતાં જઈશું. જ્ઞાન ની વાત નથી રહેતી. પુનર્જન્મ લેતાં રહે છે. ત્યાં આત્મ-અભિમાની રહે છે પછી આત્મ-અભિમાની થી દેહ-અભિમાની બની જાય છે. આ નોલેજ ફક્ત આપ બ્રાહ્મણો ને છે બીજા કોઈની પાસે નથી. આ જ્ઞાન-જ્ઞાનેશ્વર, જે જ્ઞાન નાં સાગર બાપ છે, એ જ સંભળાવે છે. જરુર બ્રહ્મા નાં બાળકો, બ્રાહ્મણો ને જ સંભળાવશે. બ્રહ્મા નાં બાળકો છે-બ્રાહ્મણ સંપ્રદાય. રાત-દિવસ નો ફરક છે. તમે પુરુષાર્થ કરી સંપૂર્ણ ગુણવાન બનો છો. સંપૂર્ણ નિર્વિકારી, ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં પણ તમે બાપ ને યાદ કરો, કર્મ તો કરવાનાં જ છે. બુદ્ધિ નો યોગ બાપ ની સાથે લાગ્યો રહે. કર્મ ભલે કોઈ પણ કરો, બઢઈ (વાળ કાપવા) નું કામ કરો કે રાજાઈ નું કરો. રાજા જનક નું પણ ગાયન છે ને. રાજાઈ કરતાં રહો પરંતુ બુદ્ધિ નો યોગ બાપ ની સાથે લગાવો તો વારસો મળી જશે. બાપ કહે છે મનમનાભવ, મામેકમ્ યાદ કરો. શિવબાબા કહે છે ફક્ત શિવ કહેવાથી લિંગ યાદ આવશે. બીજા તો બધા નાં શરીર નાં નામ લેવાય છે, પાર્ટ શરીર થી ભજવે છે. હમણાં તમને આત્મ-અભિમાની બનાવાય છે, જે અડધોકલ્પ ચાલે છે. આ સમયે બધાં છે દેહ-અભિમાન માં. ત્યાં આત્મ-અભિમાની હશો યથા રાજા-રાણી તથા પ્રજા. આયુ તો બધાની મોટી હોય છે. અહીંયા બધાની આયુ ઓછી છે. તો બાપ સન્મુખ બેસી બાળકોને કેટલું સારી રીતે સમજાવે છે-હેં આત્માઓ, કારણ કે આત્મા જ્ઞાન લે છે, ધારણા આત્મા માં થાય છે. બાબા ને શરીર તો નથી. આત્મા માં બધુંજ જ્ઞાન છે. આત્મા પણ સ્ટાર છે, બાબા પણ સ્ટાર છે. એ પુનર્જન્મ નથી લેતાં, આત્માઓ પુનર્જન્મ લે છે એટલે બાબાએ કામ આપ્યું હતું કે પરમાત્મા ની મહિમા અને બાળકો ની મહિમા લખીને આવો. બન્ને ની અલગ-અલગ છે. શ્રીકૃષ્ણની અલગ મહિમા છે. તે સાકાર, એ નિરાકાર. આટલાં ગુણવાન કોણે બનાવ્યાં? જરુર કહેશે પરમાત્માએ બનાવ્યાં.

આ સમયે તમે ઈશ્વરીય સંપ્રદાય છો. તમને બાપ શિખવાડી રહ્યાં છે. પાછળ થી પછી પ્રારબ્ધ ભોગવો છો. સતયુગ માં તો કોઈ નહીં શીખવાડશે. ભક્તિમાર્ગ ની સામગ્રી જ ખતમ થઇ જાય છે. આ દુનિયાથી વૈરાગ્ય પણ જોઈએ અર્થાત્ દેહ સહિત દેહનાં સર્વ સંબંધ છોડી પોતાને અશરીરી આત્મા સમજવાનું છે. નગ્ન (અશરીરી) આવ્યાં હતાં, નગ્ન જવાનું છે. આ જુની દુનિયા ખલાસ થઈ જવાની છે, આપણે બધાં નવી દુનિયામાં જવા વાળા છીએ. બસ, આ યાદ ની મહેનત કરતાં રહો, આમાં જ ફેલ થાય છે. યાદ કરતાં નથી. જે પણ સમજવા માટે આવે છે એમને પણ આ જ સમજાવવાનું છે-શિવબાબા બ્રહ્મા દ્વારા કહે છે કે મને યાદ કરો તો યાદ થી તમારી ખાદ નીકળી જશે, તમે વિષ્ણુપુરી નાં માલિક બની જશો. વિષ્ણુપુરી જ સ્વર્ગપુરી છે. તો જેટલું થઈ શકે બાપ ને યાદ કરો, જે બાપને અડધા કલ્પ યાદ કર્યા છે હમણાં તે સન્મુખ આવ્યાં છે. કહે છે-મને યાદ કરો, એમને કોઈ પણ જાણતું નથી. પોતે જ આવીને પોતાનો પરિચય આપે છે. હું જે છું, જેવો છું, એવો કોઈ વિરલા જાણે અને નિશ્ચય કરે છે. નિશ્ચય કરી લે છે તો પુરુષાર્થ કરી વારસો મેળવી લે છે. શિવબાબા કહે છે-મને યાદ કરવાથી જ તમારા વિકર્મ વિનાશ થશે અને તમે પવિત્ર બની પવિત્ર દુનિયાનાં માલિક બનશો. વિકર્મ કોઈ પણ નથી કરવાનાં. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પુરુષાર્થ કરી સંપૂર્ણ ગુણવાન બનવાનું છે. કર્મ કોઈ પણ હોય પરંતુ બાપ ની યાદ માં રહીને કરવાનાં છે. કોઈ પણ વિકર્મ નથી કરવાનાં.

2. આ જૂનાં કપડા (શરીર) જડજડીભૂત છે, એનાથી મમત્વ નિકાળી દેવાનું છે. આત્મા ને સતોપ્રધાન બનાવવાનો પૂરે-પૂરો પુરુષાર્થ કરવાનો છે.

વરદાન :-
સદા અતિન્દ્રિય સુખ ની અનુભૂતિ કરવાવાળા અટલ અખંડ સ્વરાજ્ય અધિકારી ભવ

જે બાળકો સંગમયુગ પર અતિન્દ્રિય સુખ નો વારસો સદાકાળ માટે પ્રાપ્ત કરી લે છે અર્થાત્ જેમનો બાપ નાં વિલ પર પૂરો અધિકાર હોય છે તે વિલ પાવર વાળા હોય છે. એમને અતૂટ-અટલ અતિન્દ્રિય સુખ ની અનુભૂતિ થાય છે. એવાં વારિસ અર્થાત્ સંપૂર્ણ વારસા નાં અધિકારી જ ભવિષ્ય માં અટલ-અખંડ સ્વરાજ્ય નાં અધિકાર પ્રાપ્ત કરે છે.

સ્લોગન :-
જ્યાં મારા પણું આવે છે ત્યાં બુદ્ધિ નો ફેરો થઈ જાય છે.

માતેશ્વરીજી નાં અનમોલ મહાવાક્ય

“ચઢતી કળા અને ઉતરતી કળા ની મુખ્ય જડ શું છે?”

ઘણા મનુષ્ય આ પ્રશ્ન પૂછે છે કે જ્યારે આટલો પુરુષાર્થ કરી જીવનમુક્તિ પદ ને મેળવે છે તો પછી ત્યાં શું કારણ બને છે આપણે નીચે ઉતરીએ છીએ? ભલે અમે કહીએ છીએ કે આ હાર અને જીત નો ખેલ છે, આમાં ચઢતી કળા અને ઉતરતી કળા હોવાનું પણ કોઈ કારણ જરુર છે. જે કારણ નાં આધાર પર આ ખેલ ચાલે છે, જેવી રીતે પુરુષાર્થથી અમે ચઢી રહ્યાં છીએ એવી રીતે ઉતરવાનું પણ કારણ જરુર છે. હવે કારણ પણ કોઈ મોટું નથી જરા એવી ભૂલ છે જેમ કે પરમાત્મા કહે છે મને યાદ કરો તો હું તમને મુક્તિ-જીવનમુક્તિ પદ આપીશ એવી રીતે જ જ્યારે બોડી કોન્સેસ છો પરમાત્માને ભૂલો છો તો ઉતરો છો. પછી વામ માર્ગ માં ચાલ્યાં જાઓ છો પછી પ વિકારો માં ફસાવાથી દુઃખ ઉઠાવે છે તો આ થયું પોતાનો દોષ, ન કે રચતા નો દોષ છે. જે લોકો કહે છે દુઃખ-સુખ પરમાત્મા જ આપે છે આ કહ્યું બિલકુલ ખોટું છે. બાબા સુખ રચતા છે ને ન કે દુઃખ રચતા. બાકી આપણે શ્રેષ્ઠ કર્મ થી સુખ ઉઠાવીએ છીએ અને ભ્રષ્ટ કર્મ થી દુઃખ ભોગવીએ છીએ, બાકી સારા કર્મ નું ફળ અને ખરાબ કર્મો નો દંડ પરમાત્મા દ્વારા અવશ્ય મળે છે. પરંતુ એવું નહીં કહીશું કે સુખ-દુઃખ બંને પરમાત્મા આપે છે, ના. પરમાત્મા તો ચઢતી કળા માં આપણી સાથે છે. બાકી ઉતારવા વાળી માયા છે. સાધારણ રીતે પણ કોઈ સાથ અથવા મદદ લે છે સુખ માટે. બાકી દુઃખ ઉઠાવવા માટે કોઈ કોઈનો સાથ નથી લેતું. બાકી તો જેવાં-જેવાં કર્મ તેવાં-તેવાં ફળ નું રીઝલ્ટ. તો આ ડ્રામા ની અંદર દુઃખ-સુખ નો ખેલ પોતાનાં કર્મો નાં ઉપર બનેલો છે, પરંતુ તુચ્છ બુદ્ધિ મનુષ્ય આ રાઝ નથી જાણતાં અચ્છા - ઓમ શાંતિ.

આ અવ્યક્ત ઇશારા - સદા અચળ , અડોલ એકરસ સ્થિતિ નો અનુભવ કરો

સમય પ્રમાણે હવે સદા અચળ-અડોલ ખજાના થી સંપન્ન રહો. થોડું પણ ડગમગ થયા તો સર્વ ખજાના નો અનુભવ નહીં થશે. બાપ દ્વારા મળેલા ખજાના ને સદા કાયમ રાખવાનું સાધન છે અચળ રહેવું. અચળ રહેવાથી સદા ખુશી ની અનુભૂતિ થતી રહેશે. જેવી રીતે વિનાશી ધન, નામ-માન-શાન, ખુરશી વગેરે મળે છે તો ખુશી થાય છે. આ તો અવિનાશી ખુશી છે પરંતુ આ ખુશી એમને રહેશે જે અચળ-અડોલ, એકરસ સ્થિતિ માં રહેશે.