01-06-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ આવ્યા છે કાંટાઓ ને ફૂલ બનાવવા , સૌથી મોટો કાંટો છે દેહ - અભિમાન , આનાથી જ બધાં વિકાર આવે છે , એટલે દેહી - અભિમાની બનો”

પ્રશ્ન :-
ભક્તોએ બાપ નાં કયા કર્તવ્ય ને ન સમજવાના કારણે સર્વવ્યાપી કહી દીધાં છે?

ઉત્તર :-
બાપ બહુરુપી છે, જ્યાં આવશ્યકતા હોય સેકન્ડ માં કોઈપણ બાળક માં પ્રવેશ કરી સામેવાળા આત્મા નું કલ્યાણ કરી દે છે. ભક્તો ને સાક્ષાત્કાર કરાવી દે છે. એ સર્વવ્યાપી નથી પરંતુ ખૂબ તીખું રોકેટ છે. બાપને આવવા-જવામાં વાર નથી લાગતી. આ વાત ને ન સમજવાના કારણે ભક્ત લોકો સર્વવ્યાપી કહી દે છે.

ઓમ શાંતિ!
આ છે નાનો એવો ગુલશન. હ્યુમન ગુલશન. બગીચામાં તમે જાઓ તો એમાં જૂનાં ઝાડ પણ હોય છે અલગ-અલગ પ્રકાર નાં. ક્યાંક કળીઓ પણ હોય છે, ક્યાંક અડધી ખીલેલી કળીઓ હોય છે. આ પણ બગીચો છે ને? હવે આ તો બાળકો જાણે છે અહીં આવે છે કાંટા થી ફૂલ બનવાં. શ્રીમત થી આપણે કાંટા થી ફૂલ બની રહ્યા છીએ. કાંટા જંગલ નાં છે, ફૂલ બગીચા માં હોય છે. બગીચો છે સ્વર્ગ, જંગલ છે નર્ક. બાપ પણ સમજાવે છે આ છે પતિત કાંટાઓનું જંગલ, તે છે ફૂલોનો બગીચો. ફૂલોનો બગીચો હતો, તે હવે પછી કાંટા નું જંગલ બન્યું છે. દેહ-અભિમાન છે સૌથી મોટો કાંટો. એના પછી બધાં વિકાર આવે છે. ત્યાં તો તમે દેહી-અભિમાની રહો છો. આત્મા માં જ્ઞાન રહે છે-હવે આપણું આયુષ્ય પૂરું થાય છે. હવે આપણે આ જૂનું શરીર છોડી બીજું જઈને લઈશું. સાક્ષાત્કાર થાય છે, આપણે ગર્ભ મહેલમાં જઈને વિરાજમાન થઈશું. પછી કળી બનીને, કળી થી ફૂલ બનીશું, આ આત્મા ને જ્ઞાન છે. સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે? આ જ્ઞાન નથી. ફક્ત આ જ્ઞાન રહે છે કે આ જૂનું શરીર છે, આને હવે બદલવાનું છે. અંદર ખુશી રહે છે. કળિયુગી દુનિયાની કોઈ પણ રસમ વગેરે ત્યાં હોતી નથી. અહીં હોય છે લોકલાજ-કુળ ની મર્યાદા, ફરક છે ને? ત્યાંની મર્યાદા ને સત્ય મર્યાદા કહેવાય છે. અહીં તો છે અસત્ય મર્યાદા. સૃષ્ટિ તો છે ને? બાપ આવે જ છે જ્યારે આસુરી સંપ્રદાય છે. એમાં જ દૈવી સંપ્રદાય ની જ્યારે સ્થાપના થઈ જાય છે ત્યારે વિનાશ થાય છે. તો જરુર આસુરી સંપ્રદાય છે, એમાં જ દૈવી ગુણવાળો સંપ્રદાય સ્થાપન થઈ રહ્યો છે.

આ પણ સમજાવાયું છે યોગબળથી તમારા જન્મ-જન્માંતર નાં પાપ નષ્ટ થાય છે. આ જન્મમાં પણ જે પાપ કર્યા છે, તે પણ બતાવવા પડે. એમાં પણ ખાસ છે વિકાર ની વાત. યાદ માં છે બળ. બાપ છે સર્વશક્તિવાન, તમે જાણો છો જે સર્વ નાં બાપ છે એમની સાથે યોગ લગાવવાથી પાપ ભસ્મ થાય છે. આ લક્ષ્મી-નારાયણ સર્વશક્તિવાન છે ને? આખી સૃષ્ટિ પર એમનું રાજ્ય છે. એ છે જ નવી દુનિયા. દરેક વસ્તુ નવી. હવે તો જમીન જ બંજર થઈ ગઈ છે. હવે આપ બાળકો નવી દુનિયાનાં માલિક બનો છો. તો એટલી ખુશી રહેવી જોઈએ. જેવા સ્ટુડન્ટ તેવી ખુશી પણ વધારે થશે. તમારી આ છે ઊંચા માં ઊંચી યુનિવર્સિટી. ઊંચા માં ઊંચાં ભણાવવા વાળા છે. બાળકો ભણે પણ છે ઊંચા માં ઊંચા બનવા માટે. તમે કેટલાં નીચા હતાં? એકદમ નીચે થી પછી ઊંચા બનો છો. બાપ સ્વયં જ કહે છે તમે સ્વર્ગને લાયક થોડી છો? અપવિત્ર ત્યાં જઈ ન શકે. નીચા છે ત્યારે તો ઊંચ દેવતાઓની આગળ એમની મહિમા ગાય છે. મંદિરો માં જઈને એમની મહાનતા અને પોતાની ની નીચતા નું વર્ણન કરે છે. પછી કહે છે રહેમ કરો તો અમે પણ આવા ઊંચ બનીએ. એમની આગળ માથું નમાવે છે. છે તો તે પણ મનુષ્ય પરંતુ એમનામાં દૈવી ગુણ છે, મંદિરો માં જાય છે, એમની પૂજા કરે છે કે અમે પણ એમનાં જેવા બનીએ. આ કોઈને ખબર નથી કે એમને આવાં કોણે બનાવ્યાં? આપ બાળકોની બુદ્ધિમાં પૂરો ડ્રામા બેઠેલો છે-કેવી રીતે આ દૈવી ઝાડની કલમ લાગે છે? બાપ આવે પણ છે સંગમયુગ પર. આ પતિત દુનિયા છે એટલે બાપ ને બોલાવે છે, અમને આવીને પતિત થી પાવન બનાવો. હમણાં તમે પાવન થવા માટે પુરુષાર્થ કરો છો. બાકી બધાં હિસાબ-કિતાબ ચૂક્તુ કરી ચાલ્યા જશો શાંતિધામ માં. મનમનાભવ નો મંત્ર છે મુખ્ય, જે તમને બાપ આપે છે. ગુરુ લોકો તો અનેકાનેક છે, કેટલાં મંત્ર આપે છે. બાપ નો છે જ એક મંત્ર. બાપે ભારત માં આવીને મંત્ર આપ્યો હતો જેનાથી તમે દેવી-દેવતા બન્યા હતાં. ભગવાનુવાચ છે ને? તે લોકો ભલે શ્લોક વગેરે કહે છે પરંતુ અર્થ કંઈ પણ નથી સમજતાં. તમે અર્થ સમજાવી શકો છો. કુંભ નાં મેળા માં જાય છે, ત્યાં પણ તમે બધાને સમજાવી શકો છો. આ છે પતિત દુનિયા નર્ક. સતયુગ પાવન દુનિયા હતી જેને જ સ્વર્ગ કહેવાય છે. પતિત દુનિયામાં કોઈ પાવન હોઈ ન શકે. મનુષ્ય ગંગા-સ્નાન કરી પાવન થવા માટે જાય છે કારણ કે સમજે છે શરીરને જ પાવન બનાવવાનું છે. આત્મા તો સદૈવ પાવન છે જ. આત્મા સો પરમાત્મા કહી દે છે. તમે લખી પણ શકો છો, આત્મા પવિત્ર થશે જ્ઞાન-સ્નાન થી, નહીં કે પાણી નાં સ્નાન થી. પાણી નું સ્નાન તો રોજ કરતા રહે છે. જે પણ નદીઓ છે એમાં રોજ સ્નાન કરતા રહે છે. પાણી પણ એ જ પીએ છે. હવે પાણી થી જ બધું કરાય છે. વાતો કેટલી સહજ છે પરંતુ કોઈની પણ બુદ્ધિમાં આવતી નથી.

જ્ઞાન થી જ સદ્દગતિ થાય છે સેકન્ડ માં. પછી કહે છે જ્ઞાન એટલું અથાહ છે, જે પૂરો સમુદ્ર શાહી બનાવો, જંગલ ને કલમ બનાવો, ધરતી ને કાગળ બનાવો… તો પણ અંત નથી થઈ શકતો. બાપ ભિન્ન-ભિન્ન પોઈન્ટ્સ તો રોજ સમજાવતા રહે છે. બાપ કહે છે આજે તમને ખૂબ ગુહ્ય વાતો સંભળાવું છું. બાળકો કહે છે, પહેલાં કેમ ન સંભળાવ્યું? અરે, પહેલાં કેવી રીતે સંભળાવીશ? કહાણી શરુ થી લઈને નંબરવાર સંભળાવીશ ને? અંત નો પાર્ટ પહેલાં કેવી રીતે સંભળાવી શકાય? આ પણ બાપ સંભળાવતા રહે છે. આ સૃષ્ટિ ચક્ર નાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય તમે જાણો છો. તમને કોઈ પણ પૂછે તો તમે ઝટ જવાબ આપી શકો છો. તમારા માં પણ નંબરવાર છે, જેમની બુદ્ધિમાં બેસેલું છે. તમારી પાસે આવે છે, પૂરો રિસ્પોન્સ નથી મળતો તો બહાર જઈને કહે છે અહીં તો પૂરી સમજણ નથી મળતી, ફાલતુ ચિત્ર રાખેલા છે એટલે એમને સમજાવવા વાળા ખૂબ સારા જોઈએ. નહીં તો તે પણ પૂરું સમજતા નથી. સમજાવવા વાળા પણ પૂરાં નથી તો જેવા ને તેવા મળ્યાં. બાપ કહે છે ક્યાંક-ક્યાંક હું જોઉં છું, વ્યક્તિ ખૂબ સમજદાર છે, બાળકો એટલાં હોશિયાર નથી તો પછી હું જ એમનામાં પ્રવેશ કરી મદદ કરી લઉં છું કારણ કે બાપ તો છે ખૂબ નાનું રોકેટ. આવવા-જવામાં વાર નથી લાગતી. એમણે પછી બહુરુપી અથવા સર્વવ્યાપી ની વાત ઉઠાવી લીધી છે. આ તો બાપ આપ બાળકોને સમજાવે છે. કોઈ-કોઈ વ્યક્તિ સારા હોય છે તો એમને સમજાવવા વાળા પણ એવા જોઈએ. આજકાલ તો કોઈ નાનપણ થી પણ શાસ્ત્ર કંઠ કરી લે છે કારણ કે આત્મા સંસ્કાર લઈ આવે છે. ક્યાંય પણ જન્મ લઈ પછી ત્યાં વેદ-શાસ્ત્ર વગેરે વાંચવા લાગી જશે. અંત મતી સો ગતિ થાય છે ને? આત્મા સંસ્કાર લઈ જાય છે ને? હવે આપ બાળકો સમજો છો આખિર વહ દિન આયા આજ… જે સ્વર્ગ નાં દ્વાર સાચાં-સાચાં ખુલે છે. નવી દુનિયાની સ્થાપના, જૂની દુનિયાનો વિનાશ થવાનો છે. મનુષ્યો ને તો આ પણ ખબર નથી કે સ્વર્ગ નવી દુનિયામાં હોય છે. આપ બાળકો જ જાણો છો આપણે સાચ્ચી-સાચ્ચી સત્યનારાયણ ની કથા અથવા અમરનાથ ની કથા સાંભળી રહ્યા છીએ. છે એક જ કથા, સંભળાવી પણ એકે છે. પછી એમાંથી શાસ્ત્ર બનાવ્યા છે. દૃષ્ટાંત બધાં તમારા છે, જે પછી ભક્તિમાર્ગ માં ઉઠાવી લીધાં છે. તો સંગમ પર બાપ જ આવીને બધી વાતો સમજાવે છે. આ ખૂબ ભારી બેહદ નો ખેલ છે, આમાં પહેલાં છે સતયુગ-ત્રેતા રામરાજ્ય, પછી થાય છે રાવણ રાજ્ય. આ ડ્રામા બનેલો છે, આને અનાદિ-અવિનાશી કહેવાય છે. આપણે બધાં આત્માઓ છીએ, આ જ્ઞાન કોઈને નથી જે તમને બાપે જ્ઞાન આપ્યું છે. જે પણ આત્માઓ છે એમનો પાર્ટ ડ્રામા માં નોંધાયેલો છે. જે સમયે જેનો પાર્ટ હશે એ સમયે આવશે, વૃદ્ધિ થતી રહેશે.

બાળકો માટે મુખ્ય વાત છે પતિત થી પાવન બનવું. બોલાવે પણ છે હે પતિત-પાવન, આવો. બાળકો જ બોલાવે છે. બાપ પણ કહે છે મારા બાળકો કામ ચિતા પર બેસી ભસ્મ થઈ ગયા છે, આ છે યથાર્થ વાતો. આત્મા જે અકાળ છે, એમનું આ તખ્ત છે. લોન લીધેલું છે. બ્રહ્મા માટે પણ તમને પૂછે છે આ કોણ છે? બોલો, જુઓ, લખેલું છે ભગવાનુવાચ, હું સાધારણ તન માં આવું છું. એ સજેલા (શૃંગારિત) શ્રીકૃષ્ણ ૮૪ જન્મ લઈ સાધારણ બને છે, સાધારણ જ પછી એ કૃષ્ણ બને છે. નીચે તપસ્યા કરી રહ્યા છે. જાણે છે હું આ બનવાનો છું. ત્રિમૂર્તિ તો ઘણાઓએ જોયું છે. પરંતુ એનો અર્થ પણ જોઈએ ને? સ્થાપના જે કરે છે પછી પાલના પણ એ જ કરશે. સ્થાપના નાં સમય નાં નામ, રુપ, દેશ, કાળ અલગ, પાલના નાં નામ, રુપ, દેશ, કાળ અલગ છે. આ વાતો સમજાવવામાં તો ખૂબ સહજ છે. આ નીચે તપસ્યા કરી રહ્યા છે પછી આ બનવાનાં છે. એ જ ૮૪ જન્મ લઈ આ બને છે, કેટલું સહજ જ્ઞાન છે સેકન્ડ નું! બુદ્ધિમાં આ જ્ઞાન છે આપણે આ દેવતા બનીએ છીએ. ૮૪ જન્મ પણ આ દેવતાઓ ને જ લેવાનાં છે બીજા કોઈ લે છે શું? ના. ૮૪ નું રહસ્ય પણ બાળકોને સમજાવી દીધું છે. દેવતાઓ જ છે જે પહેલાં-પહેલાં આવે છે. રમકડું હોય છે ને માછલીઓનું. માછલીઓ એવી રીતે નીચે આવે છે, પછી ઉપર ચઢે છે. તે પણ જાણે કે સીડી છે. ભમરી, કાચબો વગેરેનાં પણ જે દૃષ્ટાંત અપાય છે તે બધાં આ સમય નાં છે. ભમરી માં પણ જુઓ કેટલી અક્કલ છે! મનુષ્ય પોતાને ખૂબ અક્કલમંદ સમજે છે પરંતુ બાપ કહે છે ભમરી જેટલી પણ અક્કલ નથી. સાપ જૂની ખાલ છોડીને નવી લઈ લે છે. બાળકોને કેટલાં સમજદાર બનાવાય છે, સમજદાર અને લાયક. આત્મા અપવિત્ર હોવાનાં કારણે લાયક નથી. તો એને પવિત્ર બનાવી લાયક બનાવાય છે. તે છે જ લાયક દુનિયા. આ તો એક બાપ નું જ કામ છે જે આખી સૃષ્ટિ ને નર્ક થી સ્વર્ગ બનાવે છે. સ્વર્ગ શું હોય છે, આ મનુષ્યો ને ખબર નથી. સ્વર્ગ કહેવાય છે દેવી-દેવતાઓની રાજધાની ને. સતયુગ માં છે દેવી-દેવતાઓનું રાજ્ય. તમે સમજો છો સતયુગ નવી દુનિયામાં આપણે જ રાજ્ય ભાગ્ય કરતા હતાં. ૮૪ જન્મ પણ આપણે જ લીધાં હશે. કેટલી વાર રાજ્ય લીધું છે અને પછી ગુમાવ્યું છે, આ પણ તમે જાણો છો. રામ-મત થી તમે રાજ્ય લીધું છે, રાવણ-મત થી રાજ્ય ગુમાવ્યું છે. હવે ફરી ઉપર ચઢવા માટે તમને રામ-મત મળે છે, ઉતરવા માટે નથી મળતી. સમજાવે તો ખૂબ સારી રીતે છે પરંતુ ભક્તિમાર્ગ ની બુદ્ધિ ખૂબ મુશ્કેલ ચેન્જ થાય છે. ભક્તિ માર્ગ નો શો ખૂબ છે. તે છે દુબન (દલદલ), એકદમ ગળા સુધી એમાં ડૂબી પડે છે. હવે બધાનો અંત થવાનો છે ત્યારે હું આવું છું, બધાને જ્ઞાન થી પાર લઈ જાઉં છું. હું આવીને આપ બાળકો દ્વારા કાર્ય કરાવું છું. બાબાની સાથે સર્વિસ કરવાવાળા તમે બ્રાહ્મણ જ છો, જેમને ખુદાઈ ખિદમતગાર કહેવાય છે. આ સૌથી સારા માં સારી ખિદમત છે. બાળકોને શ્રીમત મળે છે-આવું-આવું કરો. પછી એમાંથી વીણાઈ ને નીકળશે. આ પણ નવી વાત નથી. કલ્પ પહેલાં પણ જેટલા દેવી-દેવતા નીકળ્યા હતાં તે જ નીકળશે. ડ્રામામાં નોંધ છે. તમારે ફક્ત સંદેશ પહોંચાડવાનો છે. છે ખૂબ સહજ. તમે જાણો છો ભગવાન આવે જ છે કલ્પનાં સંગમ પર જ્યારે ભક્તિ ફુલ ફોર્સ માં છે. બાપ આવીને બધાને લઈ જાય છે. તમારા પર હમણાં બૃહસ્પતિ ની (વૃક્ષપતિ ની) દશા છે. બધાં સ્વર્ગમાં જાય છે પછી ભણતર માં નંબરવાર હોય છે. કોઈ પર મંગળ ની દશા, કોઈ પર રાહુની દશા બેસે છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. લાયક અને સમજદાર બનવા માટે પવિત્ર બનવાનું છે. આખી દુનિયાને નર્ક થી સ્વર્ગ બનાવવા માટે બાપ ની સાથે સર્વિસ કરવાની છે. ખુદાઈ ખિદમતગાર બનવાનું છે.

2. કળિયુગી દુનિયાનાં રસમ-રિવાજ, લોક-લાજ, કુળ ની મર્યાદા છોડી સત્ય મર્યાદાઓનું પાલન કરવાનું છે. દૈવી ગુણ સંપન્ન બની દૈવી સંપ્રદાય ની સ્થાપના કરવાની છે.

વરદાન :-
અપવિત્રતા નો અંશ - આળસ અને અલબેલાપણા નો ત્યાગ કરવા વાળા સંપૂર્ણ નિર્વિકારી ભવ

દિનચર્યા નાં કોઈ પણ કર્મ માં નીચે ઉપર થવું, આળસ માં આવવું કે અલબેલા થવું - આ વિકાર નો અંશ છે, જેનો પ્રભાવ પૂજ્ય બનવા પર પડે છે. જો તમે અમૃતવેલા સ્વયં ને જાગૃત સ્થિતિ માં અનુભવ નથી કરતા, મજબૂરી થી અથવા સુસ્તી થી બેસો છો તો પુજારી પણ મજબૂરી અથવા સુસ્તી થી પૂજા કરશે. તો આ આળસ અથવા અલબેલાપણા નો પણ ત્યાગ કરી દો ત્યારે સંપૂર્ણ નિર્વિકારી બની શકશો.

સ્લોગન :-
સેવા ભલે કરો પરંતુ વ્યર્થ ખર્ચ ન કરો.