01-06-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બાપ
ની શ્રીમત છે , આ જૂની દુનિયાથી પોતાનું મુખ ફેરવી લો , જીવનમુક્તિ માટે તમે દૈવી
મેનર્સ ( સભ્યતા ) ધારણ કરો”
પ્રશ્ન :-
કયાં મેનર્સ બાપ નાં
સિવાય કોઈ પણ શિખવાડી નથી શકતું?
ઉત્તર :-
પવિત્ર બનવું અને બનાવવા - આ છે સૌથી મોટા દૈવી મેનર્સ. તમે ઘર-ગૃહસ્થ માં રહેતાં
પવિત્ર રહો, આ શિક્ષા એક બાપ જ આપે છે, બીજું કોઈ આપી નથી શકતું. આપ બાળકો નો બેહદ
નો સંન્યાસ છે. તમે આ જૂની દુનિયાને જ બુદ્ધિ થી ભૂલો છો. તમે જાણો છો પવિત્રતા ની
ધારણા થી બાકી બધા મેનર્સ સ્વતઃ આવી જાય છે.
ગીત :-
આજ અંધેરે મેં
હૈં હમ ઇન્સાન…
ઓમ શાંતિ!
બાળકોએ ગીત ની
એક લાઈન સાંભળી. એક તરફ છે આખી દુનિયા - ભક્તિમાર્ગ વાળા અને બીજી તરફ છો આપ બાળકો
જ્ઞાનમાર્ગ વાળા. તે ભક્તિ ની સીડી ચઢતા રહે છે અને આપ બાળકો પછી જ્ઞાન ની સીડી ચઢો
છો. ભક્તિ ની સીડી ઉતરો છો. બાળકો જાણે છે - અડધા કલ્પ થી ભક્તિ ની સીડી ચઢવાની હોય
છે. ભક્તિ પણ પહેલાં અવ્યભિચારી હોય છે, પછી વ્યભિચારી બને છે. બિલકુલ જ અંધશ્રદ્ધા
માં આવી જાય છે. કંઈ પણ નથી સમજતાં. ગાય પણ છે - અમે અંધકાર માં છીએ. સદ્દગુરુ વગર
ઘોર અંધકાર. ગુરુ તો અહીં ઘણાં છે. હવે સાચાં ગુરુ કોણ છે? સાધુ-સંત, મહાત્મા, ભગત
વગેરે બધા સાધના કરે છે અથવા યાદ કરે છે. શાસ્ત્ર, વેદ, ઉપનિષદ વગેરે વાંચે છે તો
પણ કહે છે, ભગવાન જ્યારે આવે ત્યારે જ આવીને અમારી સદ્દગતિ કરે. સદ્દગતિ દાતા ને જ
પતિત-પાવન કહેવાય છે. હમણાં આપ બાળકો ઘોર અંધકાર માં નથી. તમે જ્ઞાન નાં પ્રકાશ માં
આવ્યાં છો. પતિત-પાવન બાપ ને જાણો છો અને એમને યાદ કરો છો. જેટલું જે બાળક યાદ કરે
છે અને જ્ઞાન ની ધારણા કરે છે એટલો એમનો અજ્ઞાન અંધકાર વિનાશ થતો જાય છે. હવે
પ્રકાશ માં લઈ જવા વાળા એક જ બાપ છે. જ્ઞાન અંજન સદ્દગુરુ દિયા… કોઈ સુરમો (આંજણ)
નથી. આ જ્ઞાન ની વાત છે. જ્ઞાન ની સાથે યોગ પણ હોય છે. જરુર જે મનુષ્ય ભક્તિ શીખવાડે
છે, તો એનાથી પણ યોગ હોય છે. હવે આપ બાળકો નો બુદ્ધિયોગ લાગેલો છે નિરાકાર પરમપિતા
પરમાત્મા ની સાથે. તમારામાં પણ નંબરવાર છે. બીજા કોઈ મનુષ્ય માત્ર નો પરમપિતા
પરમાત્મા સર્વશક્તિમાન્ ની સાથે યોગ છે જ નહીં સિવાય આપ બાળકો નાં. તમારે બાપ થી અને
મુક્તિ-જીવનમુક્તિ ધામ થી યોગ લગાડવો પડે છે. જીવનમુક્તિ માટે દૈવી મેનર્સ પણ બહુજ
સારા જોઈએ. આ સમયે તો બધાનાં મેનર્સ આસુરી છે. પરમપિતા પરમાત્મા નાં પણ ગુણ ગવાય છે
ને. મનુષ્ય સૃષ્ટિ નાં બીજરુપ છે, સત્ છે, ચૈતન્ય છે, આનંદ નાં સાગર, જ્ઞાન નાં
સાગર છે. પવિત્રતા નાં સાગર છે સદા માટે. એમનું આ પદ અવિનાશી છે બીજા કોઈ મનુષ્ય
નું આ અવિનાશી પદ હોઈ ન શકે. ભલે હમણાં તમે જ્ઞાન નાં સાગર, પવિત્રતા નાં સાગર બનો
છો, પરતું લિમિટેડ (મર્યાદિત) બનો છો. બાપ કહે છે - હું અનલિમિટેડ (અમર્યાદિત) છું.
તમને અનલિમિટેડ બનાવી નથી શકતો. નહીં તો પછી સૃષ્ટિ નો ખેલ કેવી રીતે ચાલે? ૮૪ જન્મ
કેવી રીતે ભોગવશો? તમે સદા માટે બની નથી શકતાં. તમને લિમિટેડ બનાવું છું, ૨૧ જન્મો
માટે તમે બનો છો. ૨૧ પેઢી પણ લખાયેલું છે. તમે સદા માટે બનો, આ ડ્રામા માં કાયદો નથી.
હું તો છું જ સદા પવિત્ર. હું રહું છું જ પરમધામ માં. મારી પાસે જ્ઞાન, પવિત્રતા
વગેરે છે જ છે. તમે ભૂલી જાઓ છો તો આ સમયે બાપ આવીને બાળકો ને ઘોર અંધકાર માંથી કાઢી
જ્ઞાન અને યોગ થી પવિત્ર બનાવે છે બીજું કોઈ એવું કહી ન શકે કે હું પરમધામ થી આવ્યો
છું, હવે મને યાદ કરો. આ મારા મહાવાક્યો ની કોઈ નકલ નથી કરી શકતું. હું આવું જ છું
આપ બાળકોને ૨૧ જન્મો માટે રાજાઓનાં રાજા બનાવવાં. તો બનવું જોઈએ ને. બનશે પણ તે જે
કલ્પ પહેલાં બન્યાં છે.
તમે જાણો છો - કેટલાં બાળકો પવિત્ર બને છે, કેટલાં અજામિલ જેવાં પાપી બની જાય છે.
કેટલાં અશુદ્ધ મેલા બની જાય છે. બાપે આવીને મેલા કપડા સાફ કરવા પડે છે. આત્મા જ મેલો
બને છે. આત્મા ને સમજાવે છે તમને માયાએ કેટલાં મેલા બનાવ્યાં છે, ફક્ત એક આ જન્મ ની
વાત નથી. આ તો જન્મ-જન્માંતર ની વાત છે, જે આત્મા ને સાફ કરવા માટે લક્ષ-સાબુ આપું
છું. મને યાદ કરો તો તમારો આત્મા જે બુઝાયેલો છે, તે આ યોગ થી જાગી જશે -
જેટલાં-જેટલાં મુજ બાપ ને યાદ કરશો. સ્મૃતિ અપાવે છે, તમને મેં સ્વર્ગ માં મોકલ્યાં
હતાં પછી માયાએ મેલા બનાવી દીધાં છે. હવે ફરી હું તમને સ્વર્ગ નાં માલિક બનાવવાં
આવ્યો છું. હું આ બ્રહ્મા તન થી શિક્ષા આપી રહ્યો છું. આત્મા થી વાત કરે છે, હે
બાળકો, લૌકિક બાપ ની વિસ્મૃતિ કરો. દેહ સહિત દેહ નાં બધા સંબંધી ભૂલીને મુજ પોતાનાં
બાપ ને યાદ કરો તો તમારો આત્મા શુદ્ધ થતો જશે. પછી તમને શરીર પણ ભવિષ્ય માં નવું
મળશે. પછી તત્વ વગેરે બધાં નવાં સતોપ્રધાન થઇ જાય છે. બાપ કહે છે - હવે આ જૂની
દુનિયાને ભુલતાં જાઓ. મને યાદ કરો તો તમે મારી પાસે આવીને પછી સ્વર્ગ માં જશો. આ
જૂની દુનિયા છે. આમાં કોઈ વસ્તુ બનાવે છે તો એનાં પર નવું નામ રાખી દે છે. જેમ નવી
દિલ્લી, જૂની દિલ્લી કહે છે. પરંતુ દુનિયા તો જૂની છે ને. હવે આપ બાળકો નો આ જૂની
દુનિયાથી બુદ્ધિયોગ બિલકુલ હટી જવો જોઈએ. આપણા આત્માઓનું સ્વીટ હોમ કે નિર્વાણધામ
છે, ત્યાં જવાનું છે. સ્વયં ને આત્મા નિશ્ચય કરવો પડે. બાપ કહે છે - મને યાદ કરો તો
અંત મતિ સો ગતિ થઈ જશે. મનુષ્ય જે અનેકો ને યાદ કરે છે. કોઈ ગુરુ ને, કોઈ કૃષ્ણ ને.
કૃષ્ણ વગેરે ક્યાં ગયાં? આ કોઈ નથી જાણતું. આ નથી સમજતાં - પુનર્જન્મ માં બધાને
આવવાનું છે. આ રીત-રિવાજ સૃષ્ટિ નાં આદિ થી ચાલતાં આવ્યાં છે. સતયુગ આદિ માં
દેવી-દેવતાઓ છે, જરુર પુનર્જન્મ ત્યાંથી જ શરુ થયો હશે. પહેલાં-પહેલાં છે શ્રીકૃષ્ણ
પ્રથમ પવિત્ર મનુષ્ય, એમની મહિમા વધારે છે. લક્ષ્મી-નારાયણ ની એટલી નથી કારણકે બાળકો
પવિત્ર સતોપ્રધાન હોય છે તો મહિમા બાળકોની ગવાય છે. કૃષ્ણની ખુબજ મહિમા છે. પરંતુ એ
નથી જાણતાં કે કૃષ્ણપુરી છે ક્યાં? વૈકુંઠ કહે પણ છે સતયુગ ને, પછી ખબર નહીં કૃષ્ણ
ને દ્વાપર માં કેમ કહી દીધાં છે. તે જ વસ્તુ બીજા કોઈ નામ, રુપ, દેશ માં આવી ન શકે.
તે જ નામ, રુપ બીજા જન્મ માં હોઈ નથી શકતાં. કૃષ્ણ તો સતયુગ માં હતાં. તમે જાણો છો,
આ જગતઅંબા, જગતપિતા જઈને લક્ષ્મી-નારાયણ બને છે. સતયુગ ને કૃષ્ણપુરી કહેવાય છે. હમણાં
છે કંસપુરી. આ બધા આસુરી નામ છે. ત્યાં હતો દૈવી સંપ્રદાય, અહીં છે આસુરી સંપ્રદાય.
બાપ બેસી બાળકોને સંગમ પર સમજાવે છે, આ બાપ છે રચયિતા. એમને કહેવાય છે, મનુષ્ય
સૃષ્ટિ નાં બીજરુપ. તો જરુર નવી મનુષ્ય સૃષ્ટિ રચશે. તમે ગાઓ પણ છો - બાબા આપ
પતિત-પાવન છો. આ પતિત સૃષ્ટિને આવીને પાવન બનાવો. પાવન સૃષ્ટિ રચી પતિત સૃષ્ટિ નો
વિનાશ કરાવો. બરોબર બ્રહ્મા દ્વારા પાવન સૃષ્ટિ રચી શંકર દ્વારા પતિત સૃષ્ટિ નો
વિનાશ કરાવે છે. આ વાતો બીજું કોઈ નથી જાણતું. હમણાં આપ બાળકો બાપ ની સાથે યોગ લગાવો
છો. તમે જુઓ છો બાબા મેલા કપડા ને ધોકા મારે છે. કોઈ તો ફાટી જાય છે, કોઈ તૂટી પડે
છે. કોઈ તો બહુજ મેલા, અજામિલ જેવા પાપી છે, જે બિલકુલ ધારણા નથી થતી. બાપ કેટલી
સારી વાતો સમજાવે છે. મીઠા લાડલા બાળકો - મુજ મોસ્ટ બિલોવેડ (સૌથી પ્રિય) બાપ ને
યાદ કરો. મોસ્ટ બિલોવેડ સુખધામ ને યાદ કરો. આ પણ તમે હવે જાણો છો. દુનિયામાં કોઈને
ખબર નથી. આ તો હમણાં છે અતિ દુ:ખધામ. મનુષ્ય ત્રાહિ-ત્રાહિ કરતાં રહે છે, એક-બીજા
ને મારતાં રહે છે. પછી કહે છે ભગવાન રક્ષા કરો, આ જરુર મુખ થી નીકળશે. બાપ તો
મુક્તિદાતા છે.
તમે જાણો છો - બાપ આવ્યાં છે આપણને બાળકોને વિશેષ રીતે અને બધાને સામાન્ય રીતે
સુખધામ માં લઈ જવા માટે. આપ બાળકોમાં પણ નંબરવાર છે જેમને આ નશો છે. આ ભણતર કંઈ ઓછું
નથી, ભણાવે પણ જુઓ કોને છે. અજામિલ જેવાં પાપી આત્માઓને ભણાવીને સ્વર્ગ નાં માલિક
બનાવી દે છે. તમોપ્રધાન તો બધા છે, એમને સતોપ્રધાન દુનિયામાં લઈ જવા પડે છે. બાળકોને
વારંવાર સમજાવે છે કે અહીં દૈવી ગુણ ધારણ કરવાનાં છે. અહીં તમને મુખ્ય ઉદ્દેશ બુદ્ધિ
માં છે. આ પવિત્રતા નાં મેનર્સ બીજું કોઈ નથી શીખવાડતું. સંન્યાસી તો ઘરબાર છોડાવે
છે. અહીં બાપ કહે છે - તમારે ઘરબાર નથી છોડવાનું. તમારે તો આ જૂની દુનિયા ને છોડવાની
છે. તે છે હદ નો સંન્યાસ, આ છે બેહદ નો સંન્યાસ. એ સંન્યાસીઓને પણ કેટલું માન મળે
છે. સાધુ સમાજ ગવર્મેન્ટ ને પણ મત (સલાહ) આપે છે. આગળ ચાલીને આ સંન્યાસી વગેરે પણ
આપ માતાઓનાં ચરણો માં પડશે. માતાઓ વગર એમનો ઉદ્ધાર નથી થઈ શકતો કારણકે તમે જ્ઞાન આપો
છો. બાકી ચરણો માં પડવાની વાત નથી. હાં, કોઈ નમસ્તે કે રામ-રામ કરે છે તો રેસપોન્ડ
(જવાબ) તો આપવાનો હોય છે. બાબા પણ કહે છે - બાળકો નમસ્તે. હું આપ બાળકોને પોતાનાથી
પણ ઊંચા બનાવું છું. તમને બ્રહ્માંડ અને સૃષ્ટિ બંને નાં માલિક બનાવું છું અને હું
વાનપ્રસ્થ માં ચાલ્યો જાઉં છું. પરતું તમારે શ્રીમત પર પણ ચાલવું પડે. આ જૂની
દુનિયાથી મુખ ફેરવવું પડે. રામ, રાવણ અને સીતા નાં રમકડાં છે ને! સીતા રાવણ ને પીઠ
કરી દે છે, રામ નાં તરફ મુખ કરી દે છે. કૃષ્ણ નું પણ ચિત્ર છે - નર્ક ને લાત મારી
રહ્યાં છે અને સ્વર્ગ નો ગોળો હાથ માં છે. બહુ જ સારી રીતે સમજાવે છે પરંતુ વિરલા
વેપારી આ વેપાર કરે. બાપ ને પોતાનું જુનું તન-મન-ધન આપી નવું લે. આ બહુજ
ફર્સ્ટક્લાસ ઇન્સ્યોરન્સ (વીમો) છે. બાપ કહે છે - તમે પોતાનો આત્મા પવિત્ર બનાવશો
તો પછી શરીર પણ પવિત્ર મળશે. પછી તમે સ્વર્ગની રાજાઈ કરશો એટલે એમને સોદાગર, જાદુગર
કહે છે. પતિતો ને પાવન બનાવવાં - ઈશ્વરીય જાદુગરી કહેશો ને. બાપ કહે છે નર્ક વાસીઓને
સ્વર્ગવાસી બનાવો, કેવો ફર્સ્ટ ક્લાસ જાદુ છે. આમાં પ્રાપ્તિ બહુજ છે. બાપ કહે છે -
રાજાઓનાં રાજા બનો, ફોલો (અનુસરણ) કરો. બાપ બેઠાં છે ને. આ અધરકુમાર છે, મમ્મા
કુમારી કન્યા છે. તો ફોલો કરવું પડે. વારસો બાપ પાસેથી મળે છે. તમે કહેશો અમે
ભાઈ-બહેન બાપ પાસેથી વારસો લઈએ છીએ. આમ તો લૌકિક રીતે બહેન ને વારસો નથી મળતો, ભાઈ
ને વારસો મળે છે. અહીં તો તમને સૌને મળે છે કારણકે તમે બધા આત્માઓ છો ને. બાપ કહે
છે - તમારે સૌને મારી પાસે આવવાનું છે. પછી તો આ ભાઈ-બહેન નો સબંધ પણ તૂટી જશે. ત્યાં
છે બાપ અને બાળકો નો સંબંધ નિર્વાણધામ માં એટલે કહે છે વી આર ઓલ બ્રધર્સ (આપણે બધાં
ભાઈ-ભાઈ છીએ) જો ઈશ્વર ને સર્વવ્યાપી કહે તો પછી ફાધરહુડ (પિતૃત્વ) થઈ જાય છે. આ
સર્વવ્યાપી નાં જ્ઞાને કેટલું નુકસાન કર્યું છે.
હમણાં આપ બાળકો પાસે બાપ ની યાદ છે. બાપ ને યાદ કરવામાં જ મહેનત વધારે છે. એવું પણ
નથી કે તમને કોઈ નેષ્ઠા (યાદ) માં બેસાડે. તમને તો લક્ષ મળેલું છે. અહીં તો તમે
મોરલી ફક્ત બેસી સાંભળો છો. યોગ તો તમારો સદૈવ રહે છે. મોરલી સાંભળી પછી ચાલતાં-ફરતાં
યાદ માં રહેવાનું છે. આપણે યાત્રા પર જઈ રહ્યાં છીએ. જેટલું થઈ શકે યાદ માં રહેવાનું
છે. ૮ કલાક સેવા કરો, તે પણ છૂટ છે. બાકી સમય આપવાનો છે. મૂળ વાત છે જ પવિત્રતા ની.
તમે જાણો છો આ છે કાંટાઓનું જંગલ. એક-બીજા ને કાંટા લગાવતાં રહે છે. હમણાં બાપ કહે
છે - શ્રીમત પર ચાલો. શિવવાબા પણ વાત કરે છે. બ્રહ્મા પણ વાત કરે છે પરંતુ તમે જાણો
છો શિવબાબા આપણને ભણાવે છે, તમે વિદ્યાર્થી છો. તમે કહો છો એ અમારા બાપ પણ છે,
શિક્ષક અને સદ્દગુરુ પણ છે. ગેરન્ટી (ખાતરી) કરે છે તમને પાછા લઈ જઈશ. એવી કોઈ
ગેરન્ટી કરી ન શકે. આ બાપ જ કહે છે - ગોડફાધર જ સુખ આપવા વાળો ધર્મ સ્થાપન કરે છે.
એ બાપ ને કોઈ જાણતું નથી. જો બાપ ને જાણે તો બાપ ની પ્રોપર્ટી (મિલકત) ને પણ જાણી
જાય. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને
ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. મુખ્ય
ઉદ્દેશ ને સદા સામે રાખી દૈવી ગુણ ધારણ કરવાનાં છે. સતોપ્રધાન દુનિયામાં ચાલવા માટે
પવિત્રતા નાં મેનર્સ અપનાવવાનાં છે. બુદ્ધિ થી બેહદ નો સંન્યાસ કરવાનો છે.
2. મોસ્ટ બિલોવેડ (સૌથી
પ્રિય) બાપ ને અને પોતાનાં સુખધામ ને યાદ કરવાનું છે. આ દુ:ખધામ થી બુદ્ધિનો યોગ
કાઢી નાખવાનો છે.
વરદાન :-
સર્વ નાં ગુણ
જોવા કે સંતુષ્ટ કરવાની ઉત્કંઠા દ્વારા સદા એકરસ ઉત્સાહ માં રહેવાવાળા ગુણમૂર્ત ભવ
સદા એકરસ ઉમંગ-ઉત્સાહ
માં રહેવા માટે જે પણ સંબંધ માં આવે છે એમને સંતુષ્ટ કરવાની ઉત્કંઠા હોય. જેમને પણ
જુઓ એનાથી દરેક સમયે ગુણ ઉઠાવતા રહો. સર્વ નાં ગુણો નું બળ મળવાથી ઉત્સાહ સદાકાળ
માટે રહેશે. ઉત્સાહ ઓછો ત્યારે થાય છે જ્યારે બીજાઓ નાં ભિન્ન-ભિન્ન સ્વરુપ,
ભિન્ન-ભિન્ન વાતો જોવો, સાંભળો છો. પરંતુ ગુણ જોવાની ઉત્કંઠતા હોય તો એકરસ ઉત્સાહ
રહેશે અને સર્વ નાં ગુણ જોવાથી સ્વયં પણ ગુણમૂર્ત બની જશો.
સ્લોગન :-
બેહદ ની વૈરાગ
વૃત્તિ નું ફાઉન્ડેશન મજબૂત હોય તો સેકન્ડ માં અશરીરી બનવું સહજ છે.
આ અવ્યક્ત ઇશારા - સદા
હર્ષિત રહેવા માટે પોતાની નેચર ને સરળ બનાવો , સહનશીલ બનો .
પોતાનાં આ ચહેરા ને
સદા હર્ષિત બનાવવો - આ સંગમયુગ ની સૌથી મોટી ગિફ્ટ છે. ચહેરા પર ક્યારેય પણ કોઈ
હેરાની ની રેખા ન હોય. જેવી રીતે સંપૂર્ણ ચંદ્રમા કેટલો સુંદર લાગે છે, તેવી રીતે
પોતાનો ચહેરો સદા હર્ષિત રહે. ચહેરો એવો ચમકતો હોય બીજા પણ તમારા ચહેરા માં પોતાનું
રુપ જોઈ શકે, એટલા માટે પોતાની નેચર ને સરળ બનાવો, સહનશીલ બનો.