01-07-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - તમે રાજઋષિ છો , તમારે રાજાઈ પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરવાનો છે , સાથે - સાથે દૈવી ગુણ પણ જરુર ધારણ કરવાના છે

પ્રશ્ન :-
ઉત્તમ પુરુષ બનવાનો પુરુષાર્થ કયો છે? કઈ વાત પર ખૂબ અટેન્શન જોઈએ?

ઉત્તર :-
ઉત્તમ પુરુષ બનવું છે તો ભણતર થી ક્યારેય રિસાવાનું નથી. ભણતર થી લડવા-ઝઘડવાનો સંબંધ નથી. ભણશો, ગણશો તો થશો નવાબ એટલે સદા પોતાની ઉન્નતિ નો ખ્યાલ રહે. ચલન પર ખૂબ અટેન્શન જોઈએ. દેવતાઓ જેવા બનવું છે તો ચલન ખૂબ રોયલ જોઈએ. ખૂબ-ખૂબ મીઠાં બનવાનું છે. મુખ થી એવા બોલ નીકળે જે બધાને મીઠાં લાગે. કોઈને દુઃખ ન થાય.

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકો પ્રતિ બાપ સમજાવે છે અને પૂછે છે કે તમારી બુદ્ધિનું ઠેકાણું ક્યાં છે? મનુષ્યો ની બુદ્ધિ તો ભટકે છે, ક્યારેક ક્યાં, ક્યારેક ક્યાં. બાપ સમજાવે છે તમારી બુદ્ધિનું ભટકવાનું બંધ. બુદ્ધિને એક ઠેકાણે લગાવો. બેહદનાં બાપ ને જ યાદ કરો. આ તો રુહાની બાળકો જાણે છે હમણાં આખી દુનિયા તમોપ્રધાન છે. આત્માઓ જ સતોપ્રધાન હતાં નંબરવાર પુરુષાર્થ અનુસાર. હમણાં તમોપ્રધાન બન્યા છે પછી બાપ કહે છે સતોપ્રધાન બનવાનું છે એટલે પોતાની બુદ્ધિ ને બાપની સાથે લગાવો. હવે પાછા જવાનું છે બીજા કોઈને પણ ખબર નથી કે આપણે પાછા ઘરે જવાનું છે. બીજું કોઈ પણ નહીં હશે જેમને ડાયરેક્શન મળતું હોય કે બાળકો મુજ બાપ ને યાદ કરો. કેટલી સહજ વાત સમજાવે છે! ફક્ત બાપ ને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થઈ જશે બીજા કોઈ આવું સમજાવી ન શકે, બાપ જ સમજાવે છે. જેમનામાં પ્રવેશ કર્યો એ પણ સાંભળે છે. પતિત થી પાવન બનવાની અને એના પર ચાલવાની સૌથી સારી મત બાપ આપે છે. બાબા કહે છે બાળકો તમે જ સતોપ્રધાન હતાં હવે ફરી બનવાનું છે. તમે જ આદિ સનાતન દેવી-દેવતા ધર્મનાં હતાં પછી ૮૪ જન્મ ભોગવી કોડી જેવા બની ગયાં છો. તમે હીરા જેવા હતાં હવે ફરી બનવાનું છે. બાબા બહુજ સરળ વાત સંભળાવે છે કે પોતાને આત્મા સમજો. આત્માઓને જ પાછાં જવાનું છે, શરીર તો નહીં જશે. બાપ પાસે ખુશી થી જવાનું છે. બાપ જે શ્રીમત આપે છે, એનાથી જ તમે શ્રેષ્ઠ બનશો. પવિત્ર આત્માઓ મૂળવતન માં જઈને પછી આવશે તો નવું શરીર લેશે. આ તો નિશ્ચય છે ને? તો પછી એ જ તાત લાગેલી રહે. દૈવી ગુણ પણ ધારણ કરવાના છે તો ખૂબ ફાયદો થશે. સ્ટુડન્ટ જે સારું ભણતર ભણે છે તે જ ઊંચ પદ મેળવે છે. આ પણ ભણતર છે. તમે કલ્પ-કલ્પ આવી રીતે જ ભણો છો. બાપ પણ કલ્પ-કલ્પ આવી રીતે જ ભણાવે છે. જે સમય પાસ થયો તે ડ્રામા. ડ્રામા અનુસાર જ બાપની અને બાળકોની એક્ટ ચાલી (બાળકોનો પાર્ટ ચાલ્યો). બાબા સલાહ તો ઠીક આપે છે ને? બાળકો કહે છે બાબા અમે તમને ઘડી-ઘડી ભૂલી જઈએ છીએ. આ જ તો માયા નાં તોફાન છે. માયા દીવો બુજાવી દે છે. બાપ ને શમા પણ કહે છે, સર્વશક્તિવાન્ ઓથોરિટી પણ કહે છે. જે પણ વેદ શાસ્ત્ર છે બધાનો સાર બતાવે છે. એ નોલેજફુલ છે સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત નું રહસ્ય સમજાવે છે. આ બ્રહ્મા બાબા પણ કહેશે આપણ ને બાળકોને સમજાવે છે. બાપ કહેશે આપ બાળકોને સમજાવું છું. એમાં આ બ્રહ્મા પણ આવી જાય છે. આમાં મૂંઝાવાની વાત નથી. આ છે ખૂબ સહજ રાજયોગ. તમે રાજઋષિ છો, ઋષિ પવિત્ર આત્માને કહેવાય છે. તમારા જેવા ઋષિ તો કોઈ હોય ન શકે. આત્માને જ ઋષિ કહેવાય છે. શરીર ને નહીં કહેવાશે. આત્મા છે ઋષિ. રાજઋષિ. રાજ્ય ક્યાંથી લે છે? બાપ પાસેથી. તો આપ બાળકોને કેટલી ખુશી રહેવી જોઈએ? આપણે શિવબાબા પાસે થી રાજ્ય ભાગ્ય લઈ રહ્યા છીએ. બાપે સ્મૃતિ અપાવી છે તમે વિશ્વનાં માલિક હતાં, પછી પુનર્જન્મ લેતા-લેતા નીચે ઉતરતા આવ્યા છો. દેવતાઓનાં ચિત્ર પણ છે. મનુષ્ય સમજે છે આ જ્યોતિ જ્યોત સમાઈ ગયાં. હવે બાપે સમજાવ્યું છે એક પણ મનુષ્ય જ્યોતિ જ્યોત નથી સમાતા. કોઈપણ મુક્તિ-જીવનમુક્તિ મેળવી નથી શકતાં. તો આખો દિવસ અંદર બાળકોને વિચાર ચાલવા જોઈએ. જેટલાં યાદ માં રહેશે એટલી ખુશી થશે. ભણતર ભણાવવા વાળા જુઓ કોણ છે? શ્રીકૃષ્ણને લોર્ડકૃષ્ણ પણ કહે છે. ભગવાન ને ક્યારેય લોર્ડ નહીં કહેવાશે. એમને ગોડફાધર જ કહે છે. એ છે હેવનલી ગોડફાધર. તમને હવે દિલ થી લાગે છે કે એ જ હેવનલી ગોડફાધર હેવન અર્થાત્ દૈવી રાજધાની સ્થાપન કરી રહ્યા છે. સતયુગ માં બીજો કોઈ ધર્મ નહોતો. ચિત્ર પણ આ દેવતાઓનાં છે, એમને જ આદિ સનાતન દેવી-દેવતા કહેવાય છે. એ વિશ્વનાં માલિક હતાં. એમને કહેવાશે સતયુગી, તમે છો સંગમયુગી. તમે જાણો છો બાબા આપણને રાઈટિયસ (નિર્વિકારી) બનાવે છે. તમે રાઈટિયસ બનતા જાઓ છો. વિકારીને અનરાઈટિયસ કહેવાય છે. આ દેવતાઓ પવિત્ર છે. લાઈટ પણ પવિત્રતા ની દેખાડી છે. અનરાઈટિયસ એટલે એક પણ કદમ રાઈટ નથી. શિવાલય થી ઉતરી વૈશ્યાલય માં આવી જાય છે. આ વાતો નવા કોઈ સમજી ન શકે. જ્યાં સુધી તમે એમને બાપ નો પરિચય સારી રીતે ન આપો કે એ છે હેવનલી ગોડફાધર. હેવન અને હેલ બંને શબ્દો છે. સુખ અને દુઃખ, સ્વર્ગ અને નર્ક. તમે જાણો છો ભારતમાં સુખ હતું, હમણાં દુઃખ છે, પછી બાપ આવીને સુખ આપે છે. હવે દુઃખનો સમય ખતમ થવાનો છે. બાબા બાળકો માટે સુખની સૌગાત (ભેટ) લઈ આવે છે. બધાને સુખ આપે છે ત્યારે તો બધાં એમની બંદગી કરે છે. સંન્યાસી, ઉદાસી પણ તપસ્યા કરે છે, એમને પણ કોઈ ને કોઈ આશા જરુર રહે છે. સતયુગ માં આવી કોઈ વાત નથી. ત્યાં બીજા કોઈ ધર્મ વાળા હોતા જ નથી. તમે તો હમણાં પુરુષાર્થ કરી રહ્યા છો નવી દુનિયામાં જવા માટે. જાણો છો એ છે સુખધામ, તે છે શાંતિધામ, આ છે દુઃખધામ. તમે હમણાં સંગમ પર છો, ઉત્તમ પુરુષ બનવા માટે પુરુષાર્થ કરી રહ્યા છો. પુરુષાર્થ ખૂબ સારી રીતે કરવાનો છે. ભણતર થી ક્યારેય રિસાવવાનું નથી. કોઈની સાથે અનબની થાય છે તો ભણતર ન છોડવું જોઈએ. ભણતર સાથે લડવા-ઝઘડવાનો સંબંધ નથી. ભણશો, ગણશો તો થશો નવાબ લડશો-ઝઘડશો તો નવાબ કેવી રીતે બનશો? પછી તમોપ્રધાન ચલન થઈ જાય છે. દરેકે પોતાની ઉન્નતિ નો ખ્યાલ કરવો જોઈએ. બાપ કહે છે હે આત્માઓ, બાપ ને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે અને દૈવી ગુણ પણ ધારણ થશે. જો લક્ષ્મી-નારાયણ જેવા બનવું છે તો બાપે જ એમને પણ આવા બનાવ્યા છે. બાપ કહે છે તમે જ આ રાજ્ય કરતા હતાં. હવે ફરી તમારે જ બનવાનું છે. રાજયોગ બાપ સંગમ પર જ શીખવાડે છે. તમે કલ્પ-કલ્પ આ બનો છો. એવું નથી સદૈવ કળિયુગ જ ચાલતો રહેશે. કળિયુગ પછી સતયુગ આ ચક્ર ફરે છે જરુર. સતયુગ માં મનુષ્ય ઓછા હતાં, હવે ફરી જરુર ઓછા હોવા જોઈએ. આ તો સહજ સમજવાની વાતો છે. વિતેલી કહાણી સંભળાવે છે. નાનકડી કહાણી છે. હકીકત માં છે મોટી પરંતુ સમજવામાં નાની છે. ૮૪ જન્મોનું રહસ્ય છે. તમને પણ પહેલાં ખબર નહોતી, હવે તમે સમજો છો અમે ભણી રહ્યા છીએ. આ છે સંગમયુગ નું ભણતર. હવે ડ્રામા નું ચક્ર ફરીને આવ્યું છે, ફરી સતયુગ થી લઈને શરુ થશે. આ જૂની સૃષ્ટિને બદલવાની છે. કળિયુગી જંગલ નો વિનાશ થશે પછી સતયુગી ફૂલો નો બગીચો થશે. ફૂલ દૈવી ગુણવાળાઓ ને કહેવાય છે. કાંટા આસુરી ગુણવાળાઓ ને કહેવાય છે. પોતાને જોવાનું છે મારામાં કોઈ અવગુણ તો નથી? હમણાં આપણે દેવતા બનવા લાયક બની રહ્યા છીએ તો દૈવી ગુણ જરુર ધારણ કરવા પડે. બાપ ટીચર, સદ્દગુરુ બનીને આવે છે તો કેરેક્ટર (ચરિત્ર) જરુર સુધારવાં પડે. મનુષ્ય કહે છે બધાનાં કેરેક્ટર ખરાબ છે. પરંતુ સારા કેરેક્ટર કોને કહેવાય - એ પણ નથી જાણતાં. તમે સમજાવી શકો છો આ દેવતાઓનાં કેરેક્ટર સારા હતાં ને? એ ક્યારેય કોઈને દુઃખ નહોતાં આપતાં. કોઈની ચલન સારી હોય છે તો કહે છે આ તો જેમ કે દેવી છે, આમના બોલ કેટલા મીઠાં છે! બાપ કહે છે તમને દેવતા બનાવું છું તો તમારે ખૂબ મીઠાં બનવું પડે. દૈવી ગુણ ધારણ કરવાના છે. જે જેવા છે તેવા જ બનાવશે. તમારે બધાએ ટીચર બનવાનું છે. ટીચરનાં બાળકો ટીચર. તમે પાંડવ સેના છો ને? પંડાઓનું કામ છે બધાને રસ્તો બતાવવાનું. દૈવી ગુણ ધારણ કરવાના છે. ગૃહસ્થ વ્યવહાર માં પણ રહેવાનું છે. ઘરમાં પણ સર્વિસ (સેવા) કરી શકો છો. જે આવશે શીખવાડતા રહેશો (ભણાવતા રહેશો), એવાં ઘણા છે જે પોતાની પાસે ગીતા પાઠશાળા ખોલી ઘણાઓની સર્વિસ કરતા રહે છે. એવું નથી કે અહીં આવીને બેસવાનું છે. કન્યાઓ માટે તો ખૂબ સહજ છે. મહિને બે ચક્કર લગાવ્યા પછી ગયા ઘરે. ઘર નો સંન્યાસ તો નથી કરવાનો. તમને ઘરે થી બોલાવો આવે છે તો જાઓ છો, તમને મનાઈ નથી. આમાં કોઈ નુકશાન ની વાત નથી વધારે જ ઉમંગ આવશે. આપણે પણ હવે હોંશિયાર થયા છીએ. ઘરવાળાઓને આપ સમાન બનાવીને સાથે લઈ જઈશું. એવા ઘણા છે જે ઘરમાં રહીને પણ સર્વિસ કરે છે તો હોશિયાર થઈ જાય છે.

બાપ મુખ્ય વાત સમજાવે છે કે પોતાને આત્મા સમજો અને મુજ બાપ ને યાદ કરો. પોતાની ઉન્નતિ કરવાની છે. ઘર માં રહેવાવાળાઓની અહીં રહેવાવાળા કરતાં પણ સારી ઉન્નતિ થઈ શકે છે. તમને ક્યારેય મનાઈ નથી કરાતી કે ઘરે નહીં જાઓ. એમનું પણ કલ્યાણ કરવાનું છે. જેમને કલ્યાણ કરવાની આદત પડી જાય છે તે રહી નથી શકતાં. જ્ઞાન અને યોગ પૂરો છે તો કોઈ પણ બેઇજ્જતી નથી કરી શકતાં. યોગ નથી તો માયા પણ થપ્પડ લગાવે છે. તો ઘર ગૃહસ્થ માં રહી કમળફૂલ સમાન પવિત્ર જરુર બનવાનું છે. બાબા તો ફ્રીડમ (છૂટ) આપે છે, ભલે ઘર માં પણ રહો. બધાં અહીં આવીને કેવી રીતે રહેશે? જેટલાં આવે છે એમનાં માટે એટલાં મકાન વગેરે બનાવવા પડે છે. કલ્પ પહેલાં જે કંઈ થયું છે તે રિપીટ થતું રહેશે. બાળકોની પણ વૃદ્ધિ થતી રહેશે. ડ્રામા વગર કંઈ થવાનું નથી. આ જે લડાઈઓ વગેરે લાગે છે - આટલાં મનુષ્ય વગેરે મરે છે, આ બધી ડ્રામા માં નોંધ છે. જે પાસ્ટ (પહેલાં) થયું તે ફરી રિપીટ થશે. જે કલ્પ-કલ્પ સમજાવ્યું છે તે જ હમણાં પણ સમજાવીશ. મનુષ્ય ભલે કંઈ પણ વિચાર કરે, હું તો એ જ પાર્ટ ભજવીશ, જે મારો નોંધાયેલો છે. ડ્રામા માં ઓછું વધારે થઈ નથી શકતું. જે કલ્પ પહેલાં ભણ્યા હતાં, એ જ ભણશે. દરેકની ચલન થી સાક્ષાત્કાર પણ થતાં રહે છે. આ શું ભણે છે? શું પદ મેળવશે? સારી સર્વિસ (સેવા) કરે છે, સમજો અચાનક એક્સિડન્ટ થઈ જાય છે તો જઈને સારા કુળમાં જન્મ લેશે. ખૂબ સુખી રહેશે. જેટલું સુખ અનેકોને આપ્યું છે એટલું એમને પણ મળશે. આ કમાણી ક્યારેય જતી નથી. સતયુગ માં જ્યાં જીત ત્યાં જન્મ થશે. અનેકોને સુખ આપ્યું હશે તો ગોલ્ડન સ્પૂન ઈન ધ માઉથ (રોયલ ઘરાના માં જન્મ) મળશે. એનાથી ઓછું તો સિલ્વર, એનાથી ઓછું તો પિત્તળ નું મળશે. સમજમાં તો આવે છે ને? કેટલો આપણો યોગ છે, રાજા, રાણી પ્રજા બધાં બનવાનાં છે. સારી રીતે નહીં ભણશો, દૈવી ગુણ ધારણ નહીં કરશો તો પદ ઓછું થઈ જશે. સારા અથવા ખરાબ કર્મ જરુર સામે આવે છે. આત્માને ખબર છે અમે ક્યાં સુધી સર્વિસ કરી રહ્યા છીએ? જો હમણાં શરીર છૂટી જાય તો શું પદ મેળવીશું? હમણાં તમે ભણીને સુધરી રહ્યા છો. કોઈ તો બગડે પણ છે તો કહેશે એમની તકદીર માં નથી. બાબા તો કેટલાં ઊંચ બનાવે છે? સાંઈ નાં ઘર થી કોઈ ખાલી ન જાય. હમણાં સાંઈ તમારા સન્મુખ છે. કોઈને તમે બે શબ્દો પણ સંભળાવો, તે પણ પ્રજા માં આવશે જરુર. દેવી-દેવતા ધર્મ વાળા હમણાં સુધી આવતા રહે છે. પરંતુ હમણાં પતિત હોવાના કારણે પોતાને હિન્દુ કહેવડાવે છે. તમારી બુદ્ધિમાં આ જ્ઞાન એવું છે જેવું બાબાની પાસે છે. બાબા જ્ઞાન નાં સાગર છે. બતાવે છે આ હિસ્ટ્રી-જોગ્રોફી કેવી રીતે રિપીટ થાય છે. ટીચર પણ સ્ટુડન્ટ નાં ભણતર થી જાણી જાય છે કે આ કેટલાં માર્ક્સ થી પાસ થશે? દરેક પોતે પણ જાણે છે. કોઈ દૈવી ગુણો માં કાચ્ચા છે, કોઈ યોગ માં કાચ્ચા છે, કોઈ જ્ઞાન માં કાચ્ચા છે. કાચ્ચા હોવાથી નાપાસ થઈ જશે. એવું પણ નથી આજે કાચ્ચા છે, કાલે પાક્કા નથી થઈ શકતાં. ગેલપ (ઝડપ) કરતા રહેશે. પોતે પણ ફીલ (અનુભવ) કરે છે અમે જ્યાં ત્યાંથી ફેલ થઈ જઈએ છીએ. ફલાણા અમારાથી હોશિયાર છે. શીખીને હોશિયાર પણ થઈ શકે છે. જો દેહ-અભિમાન હશે તો પછી શું શીખી શકશે? હું આત્મા છું આ તો એકદમ પાક્કુ કરી લો. બાપે સ્મૃતિ અપાવી છે. બાપ કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે, પછી દૈવી ગુણ ધારણ થશે. પોતાની નબ્જ (નસ) જોવાની છે કે હું ક્યાં સુધી લાયક બન્યો છું?

તમે હમણાં સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન લઈ રહ્યા છો. આ રાજયોગની નોલેજ બાપ સિવાય કોઈ શીખવાડી ન શકે. બાળકો શીખતા જાય છે. બાળકો પૂછે છે અમારા કુળ નાં બ્રાહ્મણ કેટલાં છે? આ પૂરી ખબર કેવી રીતે પડે? આવતા-જતા રહે છે. હમણાં નવા-નવા પણ નીકળતા રહે છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાનાં દૈવી કેરેક્ટર બનાવવાનું છે, દૈવી ગુણ ધારણ કરી પોતાનું અને બધાનું કલ્યાણ કરવાનું છે. બધાને સુખ આપવાનું છે.

2. સતોપ્રધાન બનવા માટે બુદ્ધિ એક બાપ સાથે લગાવવાની છે. બુદ્ધિને ભટકાવવાની નથી. બાપ સમાન ટીચર બની બધાને સાચ્ચો રસ્તો બતાવવાનો છે.

વરદાન :-
ચાલતાં - ફરતાં પોતાનાં દ્વારા અષ્ટ શક્તિઓની કિરણો નો અનુભવ કરાવવા વાળા ફરિશ્તા રુપ ભવ

જે ખૂબ કિંમતી મૂલ્યવાન બેડાઘ ડાયમંડ (હીરો) હોય છે એને લાઈટ ની આગળ રાખો તો ભિન્ન-ભિન્ન રંગ દેખાય છે. એવી રીતે જ્યારે તમે ફરિશ્તા રુપ બનશો તો તમારા દ્વારા ચાલતાં-ફરતાં અષ્ટ શક્તિઓની કિરણોની અનુભૂતિ થશે. કોઈને તમારાથી સહનશક્તિની ફીલિંગ આવશે, કોઈને નિર્ણય કરવાની શક્તિ ની ફીલિંગ આવશે, કોઈ થી કંઈ, કોઈથી કંઈ શક્તિઓની ફીલિંગ આવશે.

સ્લોગન :-
પ્રત્યક્ષ પ્રમાણ એ છે જેમનાં દરેક કર્મ સર્વ ને પ્રેરણા આપવા વાળા છે.

જાન્યુઆરી ૨૦૨૪ અવ્યક્ત મહિના માટે વિશેષ પુરુષાર્થની પોઈન્ટ્સ

આ જાન્યુઆરી મહિના માં વિશેષ સાઈલેન્સ (શાંતિ) ની અનુભૂતિ કરવા તથા બ્રહ્મા બાપ સમાન ડબલ લાઈટ ફરિશ્તા બનવા માટે પુરુષાર્થ ની પોઈન્ટ્સ મોરલી નાં નીચે લખી રહ્યા છીએ. આ જ પોઈન્ટ્સ જાન્યુઆરી મહિના નાં પત્ર-પુષ્પ માં પણ રહેશે. કૃપા કરી બધાં બ્રહ્મા વત્સ આ જ અનુસાર અટેન્શન રાખી રોજ એકાંત માં બેસી ઓછા માં ઓછી ૧૦ મિનિટ અવ્યક્ત સાઇલેન્સ નો અનુભવ અવશ્ય કરે તથા આખો દિવસ ડબલ લાઈટ ફરિશ્તા સ્થિતિ માં રહી પોતાનાં શ્રેષ્ઠ સંકલ્પો દ્વારા ઈશારા થી કારોબાર કરી પોતાનાં સેવા સ્થાનો ને સૂક્ષ્મવતન બનાવે, વચ્ચે-વચ્ચે પરસ્પર મળીને આ પોઈન્ટ્સ પર ગહેરાઈ થી (ઊંડાણ થી) રુહરિહાન કરતા અનુભવોની લેણ-દેણ પણ કરે. આપણા બધાની આ ડબલ લાઈટ સ્થિતિ તથા સાઈલેન્સ ની ગેહરી અનુભૂતિ જ પરમાત્મ પ્રત્યક્ષતા ની નિમિત્ત બનશે.

અવ્યક્ત સાઈલેન્સ દ્વારા ડબલ લાઈટ ફરિશ્તા સ્થિતિનો અનુભવ કરો

સંગમયુગ ની વિશેષ શક્તિ સાઈલેન્સ ની શક્તિ છે, સાઈલેન્સ માં રહેવાથી ડબલ લાઈટ ફરિશ્તા સ્થિતિ સહજ બની જાય છે. આ સ્થિતિમાં કોઈ પણ કાર્ય નો બોજ નથી રહેતો, એના માટે કર્મ કરતા વચ્ચે-વચ્ચે નિરાકારી અને ફરિશ્તા સ્વરુપ ની ડ્રિલ કરતા રહો. જેવી રીતે બ્રહ્મા બાપ ને સાકાર રુપમાં જોયા, સદા ડબલ લાઈટ રહ્યાં. સાઈલેન્સ ની સ્થિતિ દ્વારા સેકન્ડ માં બાળકોને નજર થી નિહાલ કર્યા. એવી રીતે ફોલો ફાધર કરો તો સહજ જ બાપ સમાન બની જશો.