01-07-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - આખી દુનિયા ને શાંતિ આપવી એક બાપ નું જ કામ છે એટલે કહે છે કે હે શાંતિ દેવા , તો પ્રાઈઝ ( ઇનામ ) પણ બાપ ને મળવું જોઈએ”

પ્રશ્ન :-
કયા બાળકો બાપ ને પૂરે-પુરું ફોલો (અનુસરણ) કરી શકે છે?

ઉત્તર :-
જે બાપ સમાન પાવન બને છે - તે જ પૂરે-પુરું ફોલો કરી શકે છે. ૨. જે પાક્કા આશિક બને તે જ મુજ માશૂક ને ફોલો કરી શકે. એવાં આશિકો ને જ હું સાથે લઈ જાઉં છું એટલે શાસ્ત્રો માં દેખાડે છે - ગૌ (ગાય) ની પૂંછ પકડવાથી પાર થઈ જશો. હવે અહીં ગૌ ની કે પૂંછ ની તો વાત જ નથી.

ગીત :-
તૂ પ્યાર કા સાગર હૈ…

ઓમ શાંતિ!
બાપદાદા બંને છે ને. હવે આ તો બાળકો જાણે છે કે આત્માઓનાં બાપ શિવબાબા છે. આ પણ તમે જાણો છો કે હું પતિત-પાવન છું, હું નિરાકાર છું. તમે પણ નિરાકાર છો, શાંત સ્વરુપ છો. નિરાકાર બાપ પણ શાંત સ્વરુપ છે, આત્મા પણ શાંત સ્વરુપ છે. આત્મા નો સ્વધર્મ છે જ શાંતિ. તમારું નિવાસ સ્થાન છે - શાંતિધામ. જ્યારે યજ્ઞ વગેરે રચે છે તો કહે છે શાંતિ દેવા કારણ કે શાંતિ નાં સાગર તો એ પરમાત્મા છે. આખી દુનિયા ને શાંતિ આપવા વાળા એ બાપ છે. એવાં ઘણાં છે જેમને શાંતિ ની પાછળ પ્રાઈઝ મળે છે. ક્યારેક કોઈને પ્રાઈઝ મળે છે તો કહેશે આ શાંતિ સ્થાપન કરવા માટે નિમિત્ત બનેલાં છે. એમાં મોટાં-મોટાંઓનાં નામ લે છે. હવે શાંતિ તો જોઈએ - આખી દુનિયામાં. નહીં તો અશાંત રહેવા વાળા બીજાઓને પણ અશાંત કરશે. આ છે જ રાવણ રાજ્ય. રાવણ દુશ્મન છે ને, રામ ને દુશ્મન નહીં કહેશે. રામ ની ક્યારેય એફીજી (પૂતળું) નહીં બાળશે. ન ત્રેતા વાળા રામ ની, ન પરમપિતા પરમાત્મા ની. રામરાજ્ય તો બધાં ઈચ્છે છે પરંતુ રામરાજ્ય કોને કહેવાય છે, આ પણ કોઈ નથી જાણતું. ફકત કહે છે નવી દુનિયા હોય, નવી દિલ્લી માં રામરાજ્ય હોય. નવી દિલ્લી કહે છે, નામ તો બહુજ રખાય છે. દિલ્લી બધાની કેપિટલ (રાજધાની) હોય છે. દિલ્લી જ પરિસ્તાન હતું. રાધાકૃષ્ણ ને પણ ત્યાં જ દેખાડે છે. આ બંને જ મુખ્ય પ્રિન્સ (રાજકુમાર) અને પ્રિન્સેઝ (રાજકુમારી) છે. ફકત બંને નથી, જરુર બીજા પણ હશે. ૮ રાજાઈ તો ગવાય છે, બુદ્ધિ થી કામ લેવાનું છે. સતયુગ માં જરુર રાજાઈ બીજી પણ હશે. અહીં પણ જુઓ કેટલી રાજાઈ છે, વૃદ્ધિ થતાં-થતાં અનેક થઈ જાય છે. ફલાણાં-ફલાણાં ગામ નાં મહારાજા, નાનાં-નાનાં ગામ પણ બહુજ છે ને. સતયુગ માં એટલાં થોડાં હતાં. ત્યાં તો લક્ષ્મી-નારાયણ નું જ નામ પ્રસિદ્ધ છે. ૨૫૦૦ વર્ષ એમનું રાજ્ય ચાલ્યું છે. મનુષ્ય કહે છે લાખો વર્ષ થયાં, વિચારવાની વાત છે. આ છે આત્માઓનાં માટે ભોજન. બાપ આ રુહાની ભોજન આપે છે - તમારી બુદ્ધિ ને, આત્મા ને. તમારી બુદ્ધિ નું તાળું હવે ખુલ્યું છે. ઋષિ-મુનિ વગેરે બધા કહેતાં હતાં - અમે રચતા અને રચના ને નથી જાણતાં. હવે આપ બાળકો એવું નહીં કહેશો. તમે તો રચતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણો છો. તમે પોતાનાં ૮૪ નાં ચક્ર ને જાણી ગયાં છો. આદિ માં તમે દેવી-દેવતા હતાં. પછી મધ્ય માં રાવણ ની પ્રવેશતા થવાથી વિકારી બની ગયાં છે. હવે છે અંત. તમે જાણો છો હમણાં જૂની દુનિયાનો વિનાશ થઇ પછી આદિ થશે. આદિ માં હશે - રામરાજ્ય. મધ્ય થી રાવણ રાજ્ય શરું થાય છે. હવે રાવણ રાજ્ય પૂરું થઈ પછી રામ રાજ્ય શરું થશે. નર થી નારાયણ બનવાનું છે ને. આ છે સત્યનારાયણ ની કથા. તમે જાણો છો - સર્વ શાસ્ત્રમઈ શિરોમણી શ્રીમત્ ગીતા છે. શ્રીમત મળે છે - શ્રેષ્ઠ બનવા માટે. શ્રી કહે છે શ્રેષ્ઠ ને. બાળકો જાણે છે એક ગીતા શાસ્ત્ર છે જેને દેવી-દેવતા ધર્મ નું શાસ્ત્ર કહેવાય છે, જેનાંથી દેવતા ધર્મ ની સ્થાપના થાય છે, સંગમ પર. સતયુગ માં તો કોઈ પતિત હોતાં નથી જેને પાવન બનાવે. હવે તમને બાપ સમજાવે છે ગીતા ને પતિત-પાવની કહી ન શકાય. ગીતા દ્વારા પાવન નથી બની શકતાં. ગીતા નાં ભગવાન ને પતિત-પાવન કહે છે. આ સારી રીતે યાદ કરો. ગીતા છે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નું શાસ્ત્ર. ગીતા નાં સમયે જ મહાભારે મહાભારત લડાઈ પણ લાગી હતી, જેનાંથી અનેક ધર્મ વિનાશ થયાં અને એક ધર્મ ની સ્થાપના થઈ. ગીતા માટે કહે છે - દેવી-દેવતા ધર્મ નું શાસ્ત્ર. બ્રાહમણો નું શાસ્ત્ર નથી કહેતાં. બ્રાહ્મણો નું નામ ગીતા માં છે નથી. પરમપિતા પરમાત્મા જ આવીને બ્રહ્મા દ્વારા આ બધા વેદો-શાસ્ત્રો વગેરે નો સાર બતાવે છે. હવે તમે સમજો છો સતયુગ માં તો બ્રાહ્મણ હોતાં નથી. ત્યાં છે લક્ષ્મી-નારાયણ, દેવતાઓ, બ્રહ્મા પછી છે વિષ્ણુ. ચિત્રો માં પણ દેખાડ્યું છે-બ્રહ્મા દ્વારા સ્થાપના વિષ્ણુપુરી ની. બ્રહ્મા અને વિષ્ણુ સાથે તો નહીં હશે. બ્રહ્મા દ્વારા દેવી-દેવતા ધર્મ ની સ્થાપના થશે. આ ડિટેલ (વિસ્તાર) માં સમજવાની વાતો છે. હમણાં આપ બાળકો શિવબાબા થી સ્વર્ગનો વારસો લો છો. હકદાર થયાં ને! મુખ્ય ધર્મ શાસ્ત્ર છે ૪, શ્રીમત્ ભગવત્ ગીતા છે નંબરવન શાસ્ત્ર જેનાંથી નંબરવન ધર્મ ની સ્થાપના થાય છે. પછી થાય છે ઇસ્લામી, બૌદ્ધી. એક ગીતા જ છે - જેમાં શ્રીમત્ ભગવત્ ગીતા લખાયેલું છે બીજા કોઈ શાસ્ત્ર માં શ્રીમત નથી. શ્રીમત ઈસ્લામી કે શ્રીમત બૌદ્ધી શાસ્ત્ર નથી ગવાતું. શ્રીમત્ ભગવત્ ગીતા છે જ એક. એનાંથી કયો ધર્મ સ્થાપન કર્યો? આદિ સનાતન દેવી-દેવતા ધર્મની સ્થાપના થઇ અને સ્થાપના થાય છે અંત માં. આ સમજવાની વાતો છે.

હમણાં બાબા આપણને શિક્ષક નાં રુપ માં ભણાવે છે - આ બુદ્ધિ માં રહેવું જોઈએ. બાબા આપણાં બાપ છે અને શિક્ષક પણ છે. બાબા ભણતર થી સર્વ ની સદ્દગતિ કરે છે તો સદ્દગુરુ પણ થયાં. બાપ ને બધા યાદ કરે છે. હવે ગીતા માં કૃષ્ણનું નામ લખી દીધું છે. એ તો જ્ઞાન નાં સાગર નથી. એમને જ્ઞાન નાં સાગર બાપે એવાં બનાવ્યાં છે તો એ શિક્ષક પણ છે. અહીં તમે નવી વાતો સાંભળો છો, શાસ્ત્ર વગેરે તો બહુજ વાંચતા-સાંભળતા આવ્યાં. હવે તમે બાપ દ્વારા ડાયરેક્ટ સાંભળો છો. પહેલાં બધાં શરીરધારી મનુષ્યો દ્વારા સાંભળ્યું હતું. હમણાં તમે સમજો છો - આપણે આત્મા અસલ માં અશરીરી હતાં. પાછળ પછી શરીર ધારણ કર્યું છે. બાબા પણ અશરીરી છે. શિવલિંગ બનાવે છે ને. આત્મા શરીર દ્વારા એમને પૂજે છે. પોકારે પણ છે કે પરમપિતા પરમાત્મા આવીને અમને પતિતો ને પાવન બનાવો. લિંગ ની પૂજા કરે છે પરંતુ આ થોડી સમજે છે કે આ પતિત-પાવન બાપ છે, જેમને અમે પોકારીએ છીએ. શિવ ભગવાન છે, ઈશ્વર છે. બસ આમ જ યાદ કરે છે. એમને બાબા કહે તો બુદ્ધિ માં આવે કે બાબા થી વારસો મળવો જોઈએ. આપણને વારસો મળ્યો છે ત્યારે આપણે પૂજીએ છીએ. ભારતવાસીઓ ને વારસો જરુર મળ્યો છે. ક્યારે મળ્યો, આ ભૂલી ગયાં છે. હવે આપ બાળકો સમજો છો, બાળકો કહે છે અમે બાબા ની પાસે આવ્યાં છીએ. શિવબાબા બ્રહ્મા તન માં આવી ને સમજાવે છે. ત્રિમૂર્તિ નું નામ પ્રખ્યાત છે. ત્રિમૂર્તિ માર્ગ નામ પણ રાખ્યું છે. બાપ ની મહિમા ખુબજ છે. ગીત માં પણ સાંભળ્યું પ્રેમ નાં સાગર છે… સર્વ નાં સદ્દગતિ દાતા છે. સર્વ ને સુખ શાંતિ આપવા વાળા છે. સર્વ નાં દુઃખહર્તા, સુખકર્તા છે. બહુજ પ્રિય છે ને! એમનાંથી પ્રિય વસ્તુ બીજી કોઈ હોતી નથી. જે બાપ સ્વર્ગ નાં માલિક બનાવે, એ જરુર પ્રિય હશે ને? એ છે બેહદ નાં બાપ. કહે છે બાળકો મારાં થી સ્વર્ગ ની બાદશાહી મળે છે ને. તમે આત્માઓ ભાઈ-ભાઈ છો. હમણાં બાપ દ્વારા સાંભળી રહ્યાં છો. બધા આત્માઓ બાપ ને યાદ કરે છે, બાબા અમને આવીને પાવન બનાવો. હવે આત્મા કહે છે બાબા આવેલાં છે પાવન બનાવવાં. કહે છે બાળકો, ૫ હજાર વર્ષ પહેલાં તમને પાવન બનાવવા આવ્યો હતો. હવે મુજ બાપ ને યાદ કરો તો તમારાં વિકર્મ વિનાશ થશે અને તમારાં બધા દુઃખ દૂર થઇ જશે. પોકારે પણ છે હે પતિત-પાવન આવો અથવા તાળીઓ વગાડતાં રહે છે, રડીયા મારતા (બૂમો પાડવી) રહે છે પતિત-પાવન સીતારામ… તો પોતે પતિત થયાં ને. આ છે જ નર્ક, આને રૌરવ નર્ક કહેવાય છે. ગરુડ પુરાણ માં તો રોચક વાતો બહુજ લખી દીધી છે કે આ કરવાથી આ બનશો, આ થશે… પછી કહી દે છે - ગૌ ની પૂંછ પકડવાથી સ્વર્ગ માં ચાલ્યાં જશો. આવું કંઈક લખેલું છે. હવે જાનવર ની તો વાત નથી. તમે ગૌ માતા છો ને. તમારી પૂંછ અથવા તમારી પીઠ જ્યાં સુધી કોઈ ન પકડે ત્યાં સુધી રસ્તો મળી ન શકે. પૂંછ તો છે નહીં. કહેવાય પણ છે તમારી પૂંછ પકડીને તરી જશે. હવે અહીં પૂંછ તો પકડવાની નથી, પરંતુ ફોલો કરવાનું છે. સંન્યાસીઓનાં ફોલોઅર્સ (અનુયાયી) તો ઘણાં છે પરંતુ ફોલો (અનુસરણ) કરવું અર્થાત્ પવિત્ર બનવું. તમે તો સાચાં-સાચાં ફોલોઅર્સ છો. શિવબાબા કહે છે હું આવ્યો છું તમને બધાંને પાછાં લઈ જવાં. તમે મને યાદ કરો તો તમારાં પાપ ભસ્મ થઈ જશે. પાવન બન્યાં વગર ફોલો કરી નહીં શકો. શિવબાબા ને પૂરાં ફોલો કરવાનાં છે. તમે અહીં બેઠાં છો - ફોલો કરવા માટે. ભક્તિમાર્ગ માં પણ મને યાદ કરતાં આવ્યાં છો. તમે જાણો છો આત્માઓ આશિક છે - પરમાત્મા માશૂક છે. આત્માઓ એમને યાદ કરે છે અને એ આવ્યાં છે લેવા માટે. કહે છે મને ફોલો કરો તો તમને સાથે લઈ જઈશ. કેવી રીતે ફોલો કરવું એ પણ સમજાવે છે - હું છું પાવન, તમે છો પતિત. તો જરુર પાવન બનવું પડે, જરુર ફોલો કરવું પડે. વિકારી તો ફોલો કરી ન શકે. ફોલો કરવા માટે મારાં સમાન પવિત્ર બનો. શું હું પતિતો ને પોતાની સાથે શાંતિધામ લઈ જઈશ! આટલાં બધા મનુષ્ય ભક્તિ, તપ, દાન-પુણ્ય વગેરે કરે છે - મુક્તિ પામવા માટે કારણકે અહીં દુ:ખ છે અને ઈચ્છે છે - અમે પોતાનાં ઘરે પાછાં જઈએ. બાપ કહે છે - પવિત્ર જરુર બનવું પડશે. હું પાવન છું, ત્યારે તો તમને પાવન બનાવું છું. આવીશ પણ બ્રહ્માનાં તન માં. હું રચતા (રચયિતા) છું, હું આ બ્રહ્માનાં તન માં આવું છું. દેખાડે પણ છે બ્રહ્મા દ્વારા બાપ દેવી-દેવતા ધર્મની સ્થાપના કરે છે. તમે બી.કે. છો. હવે જાણો છો શિવબાબા ને ફોલો કરવાનાં છે. બાપ કહે છે - મને યાદ કરો તો હું પ્રતિજ્ઞા કરું છું - પાવન દુનિયા માં લઈ જઈશ. બીજો કોઈ ઉપાય નથી. કહે છે પતિત-પાવન… અથવા તો દૃષ્ટિ ઉપર જાય છે અથવા તો પાણી ની તરફ જુએ છે. ગંગા તો પતિત-પાવની નથી. આ તો સાગર થી નીકળેલી નદીઓ છે. હવે પૂંછ તો તમારી પકડવી જોઈએ.

બાપ કહે છે-તમારે પાવન બનવાનું છે, મને ફોલો કરવાનું છે, ત્યારે જ સાથે ચાલી શકશો. બાપ કહે છે - તમે મારી સાથે રહેવાવાળા હતાં, હવે ૮૪ નું ચક્ર લગાવી પતિત બન્યાં છો. હવે ફરી મને યાદ કરો તો પાવન બનશો. સંન્યાસી પણ ગૃહસ્થી ને કહે છે - ફોલો કરવું હોય તો ઘરબાર છોડો. બાપ કહે છે - હું પરમધામ માં રહું છું, તમે પણ ચાલશો કે અહીં જ વિષય સાગર માં રહેવું સારું લાગે છે. તમે તો પોકારતાં આવ્યાં છો - હે પતિત-પાવન આવો. હવે બાપ આવ્યાં છે સાથે લઈ જવાં. કલ્પ-કલ્પ આવીને તમને સાથે લઈ જાઉં છું. પછી સતયુગ માં તમે ખુબ સુખી રહો છો. આ લક્ષ્મી-નારાયણ સ્વર્ગ નાં માલિક હતાં ને? એમને આટલું સુખ આપવા વાળા કોણ? હેવનલી ગોડફાધર. બાપ યાદ અપાવે છે તમે મારી જયંતી મનાવો છો. પરમપિતા પરમાત્મા ની જયંતી બધાં ભારતવાસીઓ મનાવે છે. મારી આ બર્થપ્લેસ (જન્મભૂમિ) છે. ક્રિશ્ચન થોડી માનશે. એ તો ક્રાઇસ્ટ ને માનશે. શિવજયંતી ભારતવાસી મનાવે છે. આ સર્વ નાં પતિત-પાવન બાપ ની બર્થ પ્લેસ છે. બાપ બધા ને સુખ આપવા વાળા છે. સર્વ ને લિબરેટ (મુક્ત) કરવા વાળા છે. તો ભારત કેટલો ઊંચ છે.

બાપ જાણે છે ડ્રામા અનુસાર જ્યારે મારાં બાળકો બહુ જ દુઃખી થઈ જાય છે ત્યારે હું આવું છું - વારસો આપવા. બાપ છે જ્ઞાન નાં સાગર, સુખ નાં સાગર… બાળકો ને વારસો આપી રહ્યાં છે. કહે છે મને ફોલો કરો. આ જાણો છો આપણે આત્મા વિકારી છીએ એટલે શરીર પણ વિકારી જ છે. સતયુગ માં આત્મા પવિત્ર છે તો શરીર પણ પવિત્ર મળે છે. હવે બાપ કહે છે બાળકો પાવન બનો. યાદ થી જ તમોપ્રધાન થી સતોપ્રધાન બનશો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ પાસેથી સ્વર્ગ નો વારસો લેવા માટે “હું આત્મા ભાઈ-ભાઈ છું” - આ પાક્કું કરવાનું છે. બહુજ પ્રેમ થી રહેવાનું છે. જેમ બાપ પ્રિય માં પ્રિય છે, એવાં પ્રિય બનવાનું છે.

2. બાપ સમાન પાવન બની ને બાપ ને પૂરે-પુરું ફોલો કરવાનું છે. બાપ ની સાથે પાછાં ઘરે શાંતિધામ જવા માટે પાવન જરુર બનવાનું છે.

વરદાન :-
નિર્બળ આત્માઓમાં શક્તિઓનો ફોર્સ ભરવા વાળા જ્ઞાનદાતા સો વરદાતા ભવ

વર્તમાન સમયે નિર્બળ આત્માઓમાં એટલી શક્તિ નથી જે જમ્પ દઈ શકે, એમને એકસ્ટ્રા ફોર્સ જોઈએ. તો આપ વિશેષ આત્માઓએ સ્વયં માં શક્તિઓ ભરીને એમને હાઈ જમ્પ અપાવવાનો છે. એનાં માટે જ્ઞાનદાતા ની સાથે-સાથે શક્તિઓનાં વરદાતા બનો. રચતા નો પ્રભાવ રચના પર પડે છે એટલે વરદાની બનીને પોતાની રચના ને સર્વશક્તિઓનું વરદાન આપો. હવે આ જ સર્વિસની આવશ્યકતા છે.

સ્લોગન :-
સાક્ષી થઈને દરેક ખેલ જુઓ તો સેફ (સુરક્ષિત) પણ રહેશો અને મજા પણ આવશે.

આ અવ્યક્ત ઇશારા - જ્વાળા સ્વરુપ સ્થિતિ માં રહી શક્તિશાળી યાદ નો અનુભવ કરો .

આપ મહાન તપસ્વી આત્માઓ જ્વાળા રુપ શક્તિશાળી યાદ દ્વારા પ્રાપ્તિઓ નાં કિરણો ની અનુભૂતિ કરો અને કરાવો. તમારું તપસ્વી સ્વરુપ બીજાઓ ને આપવાનું સ્વરુપ છે. જેવી રીતે સૂર્ય વિશ્વ ને રોશની આપવાની અને અનેક વિનાશી પ્રાપ્તિઓની અનુભૂતિ કરાવે છે એવી રીતે તમે પણ પોતાનાં તપસ્વી સ્વરુપ દ્વારા શાંતિ અને શક્તિ ની કિરણો આપતા રહો.