01-08-2024
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે
પવિત્ર બન્યા વગર પાછા જઈ નથી શકતાં એટલે બાપ ની યાદ થી આત્માની બેટરી ને ચાર્જ કરો
અને નેચરલ પવિત્ર બનો”
પ્રશ્ન :-
બાબા આપ બાળકોને ઘરે જવાની પહેલાં કઈ વાત શીખવાડે છે?
ઉત્તર :-
બાળકો, ઘરે જતાં પહેલાં જીતે જી મરવાનું છે એટલે બાબા તમને પહેલાં થી જ દેહ નાં ભાન
થી પરે લઈ જવાનો અભ્યાસ કરાવે છે અર્થાત્ મરવાનું શીખવાડે છે. ઉપર જવું એટલે મરવું.
જવા અને આવવાનું જ્ઞાન હમણાં તમને મળ્યું છે. તમે જાણો છો આપણે આત્મા ઉપર થી આવ્યા
છીએ, આ શરીર દ્વારા પાર્ટ ભજવવાં. આપણે અસલ ત્યાંના રહેવાવાળા છીએ, હવે ત્યાં જ પાછું
જવાનું છે.
ઓમ શાંતિ!
પોતાને આત્મા
સમજી બાપ ને યાદ કરવામાં કોઈ તકલીફ નથી, ઘુટકા નથી ખાવાના. આને કહેવાય છે સહજ યાદ.
પહેલાં-પહેલાં પોતાને આત્મા જ સમજવાનું છે. આત્મા જ શરીર ધારણ કરી પાર્ટ ભજવે છે.
સંસ્કાર પણ બધાં આત્મા માં જ રહે છે. આત્મા તો સ્વતંત્ર છે. બાપ કહે છે પોતાને આત્મા
સમજી મુજ બાપ ને યાદ કરો. આ નોલેજ હમણાં જ તમને મળે છે, પછી નહીં મળે. તમારું આ
શાંતિ માં બેસવાનું દુનિયા નથી જાણતી, આને કહેવાય છે નેચરલ શાંતિ. આપણે આત્મા ઉપર
થી આવ્યા છીએ, આ શરીર દ્વારા પાર્ટ ભજવવાં. આપણે આત્મા અસલ માં ત્યાંના રહેવાવાળા
છીએ. આ બુદ્ધિમાં જ્ઞાન છે. બાકી આમાં હઠયોગ ની કોઈ વાત નથી, બિલકુલ સહજ છે. હવે
આપણે આત્માઓએ ઘરે જવાનું છે પરંતુ પવિત્ર બન્યા વગર જઈ ન શકાય. પવિત્ર બનવા માટે
પરમાત્મા-બાપ ને યાદ કરવાનાં છે. યાદ કરતા-કરતા પાપ મટી જશે. તકલીફ ની તો કોઈ વાત જ
નથી. તમે પગપાળા જાઓ છો તો બાપ ની યાદ માં રહો. હમણાં જ યાદ થી પવિત્ર બની શકો છો.
ત્યાં તે તો છે પવિત્ર દુનિયા. ત્યાં એ પાવન દુનિયામાં આ જ્ઞાન ની કોઈ દરકાર નથી
રહેતી કારણ કે ત્યાં કોઈ વિકર્મ થતા નથી. અહીં યાદ થી વિકર્મ વિનાશ કરવાના છે. ત્યાં
તો તમે નેચરલ ચાલો છો, જેવી રીતે અહીં ચાલો છો. પછી થોડા-થોડા નીચે ઉતરો છો. એવું
નહીં કે ત્યાં પણ તમારે આ પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ હમણાં જ કરવાની છે. બેટરી
હમણાં ચાર્જ કરવાની છે પછી ધીરે-ધીરે બેટરી ડિસ્ચાર્જ થવાની જ છે. બેટરી ચાર્જ થવાનું
જ્ઞાન હમણાં એક જ વાર તમને મળે છે. સતોપ્રધાન થી તમોપ્રધાન બનવામાં તમને કેટલો સમય
લાગી જાય છે! શરુ થી લઈને કંઈ ન કંઈ બેટરી ઓછી થતી જાય છે. મૂળવતન માં તો છે જ
આત્માઓ. શરીર તો છે નહીં. તો નેચરલ ઉતરવું અર્થાત્ બેટરી ઓછી થવાની વાત જ નથી. મોટર
જ્યારે ચાલશે ત્યારે તો બેટરી ઓછી થતી જશે. મોટર ઉભી હશે તો બેટરી થોડી ચાલું થશે.
મોટર જ્યારે ચાલે ત્યારે બેટરી ચાલુ થશે. ભલે મોટર માં બેટરી ચાર્જ થતી રહે છે પરંતુ
તમારી બેટરી એક જ વાર આ સમયે ચાર્જ થાય છે. તમે પછી જ્યારે અહીં શરીર થી કર્મ કરો
છો પછી થોડી બેટરી ઓછી થતી જાય છે. પહેલાં તો સમજવાનું છે કે એ છે સુપ્રીમ ફાધર,
જેને બધાં આત્માઓ યાદ કરે છે. ‘હે ભગવાન’ કહે છે, એ બાપ છે, આપણે બાળકો છીએ. અહીં
આપ બાળકોને સમજાવાય છે, બેટરી કેવી રીતે ચાર્જ કરવાની છે? ભલે હરો-ફરો, બાપ ને યાદ
કરો તો સતોપ્રધાન બની જશો. કોઈ પણ વાત ન સમજો તો પૂછી શકો છો. છે બિલકુલ સહજ. ૫
હજાર વર્ષ બાદ આપણી બેટરી ડિસ્ચાર્જ થઈ જાય છે. બાપ આવીને બધાની બેટરી ચાર્જ કરી દે
છે. વિનાશ નાં સમયે બધાં ઈશ્વર ને યાદ કરે છે. સમજો, પુર આવ્યું તો પણ જે ભક્ત હશે
એ ભગવાન ને જ યાદ કરશે પરંતુ એ સમયે ભગવાન ની યાદ આવી નથી શકતી. મિત્ર-સંબંધી,
ધન-સંપત્તિ જ યાદ આવી જાય છે. ભલે ‘હે ભગવાન’ કહે છે પરંતુ તે પણ કહેવા માત્ર.
ભગવાન બાપ છે, આપણે એમના બાળકો છીએ. આ તો જાણતા જ નથી. એમને સર્વવ્યાપી નું ઉલ્ટુ
જ્ઞાન મળે છે. બાપ આવીને સુલ્ટું જ્ઞાન આપે છે. ભક્તિ નો ડિપાર્ટમેન્ટ જ અલગ છે.
ભક્તિ માં ઠોકરો ખાવાની હોય છે. બ્રહ્મા ની રાત સો બ્રાહ્મણો ની રાત છે. બ્રહ્મા નો
દિવસ સો બ્રાહ્મણો નો દિવસ છે. એવું તો નહીં કહેશું શુદ્રો નો દિવસ, શુદ્રો ની રાત.
આ રહસ્ય બાપ બેસી સમજાવે છે. આ છે બેહદની રાત અથવા દિવસ. હમણાં તમે દિવસમાં જાઓ છો,
રાત પૂરી થાય છે. આ શબ્દો શાસ્ત્રો માં છે. બ્રહ્મા નો દિવસ, બ્રહ્મા ની રાત કહે છે
પરંતુ જાણતા નથી. તમારી બુદ્ધિ હવે બેહદ માં ચાલી ગઈ છે. આમ તો દેવતાઓને પણ કહી શકે
છે-વિષ્ણુ નો દિવસ, વિષ્ણુ ની રાત કારણ કે વિષ્ણુ અને બ્રહ્મા નો સંબંધ પણ સમજાવાય
છે. ત્રિમૂર્તિ નું ઓક્યુપેશન શું છે? બીજા તો કોઈ સમજી ન શકે. તે તો ભગવાન ને જ
કચ્છ-મચ્છ માં અથવા જન્મ-મરણ નાં ચક્ર માં લઈ ગયા છે. રાધે-કૃષ્ણ વગેરે પણ મનુષ્ય
છે, પરંતુ દૈવી ગુણો વાળા. હવે તમારે એવાં બનવાનું છે. બીજા જન્મ માં દેવતા બની જઈશું.
૮૪ જન્મોનો જે હિસાબ-કિતાબ હતો તે હવે પૂરો થયો. ફરી રિપીટ થશે. હવે તમને આ શિક્ષા
મળી રહી છે.
બાપ કહે છે -
મીઠાં-મીઠાં બાળકો, પોતાને આત્મા નિશ્ચય કરો. કહે પણ છે આપણે પાર્ટધારી છીએ. પરંતુ
આપણે આત્માઓ ઉપર થી કેવી રીતે આવીએ છીએ-એ નથી સમજતાં. પોતાને દેહધારી જ સમજી લે છે.
આપણે આત્મા ઉપર થી આવ્યા છીએ પછી ક્યારે જઈશું? ઉપર જવું એટલે મરવું, શરીર છોડવું.
મરવાનું કોણ ઈચ્છે છે? અહીં તો બાપે કહ્યું છે-તમે આ શરીર ને ભૂલતા જાઓ. જીતે જી
મરવાનું તમને શીખવાડે છે, જે બીજા કોઈ શીખવાડી ન શકે. તમે આવ્યા જ છો પોતાનાં ઘરે
જવા માટે. ઘરે કેવી રીતે જવાનું છે - એ જ્ઞાન હમણાં જ મળે છે. તમારો આ મૃત્યુલોક
માં અંતિમ જન્મ છે. અમરલોક સતયુગ ને કહેવાય છે. હવે આપ બાળકો ની બુદ્ધિ માં છે -
આપણે જલ્દી-જલ્દી જઈએ. પહેલાં-પહેલાં તો ઘર મુક્તિધામ માં જવું પડશે. આ શરીર રુપી
કપડું અહીં જ છોડવાનું છે પછી આત્મા ચાલ્યો જશે ઘરે. જેવી રીતે હદ નાં નાટક નાં
એક્ટર્સ હોય છે, નાટક પૂરું થયું તો કપડાં ત્યાં જ છોડીને ઘર નાં કપડા પહેરી ઘર માં
જાય છે. તમારે પણ હવે આ વસ્ત્ર છોડી જવાનું છે. સતયુગ માં તો થોડા દેવતાઓ હોય છે?
અહીં તો કેટલાં મનુષ્ય છે અસંખ્ય. ત્યાં તો હશે જ એક આદિ સનાતન દેવી-દેવતા ધર્મ.
હમણાં તો પોતાને હિન્દુ કહી દે છે. પોતાનાં શ્રેષ્ઠ ધર્મ-કર્મ ને ભૂલી ગયા છે ત્યારે
તો દુઃખી થયા છે. સતયુગ માં તમારા શ્રેષ્ઠ કર્મ, ધર્મ હતાં. હમણાં કળિયુગ માં ધર્મ
ભ્રષ્ટ છે. બુદ્ધિ માં આવે છે કે અમે કેવી રીતે ઉતર્યા છીએ? હવે તમે બેહદનાં બાપ નો
પરિચય આપો છો. બેહદ નાં બાપ જ આવીને નવી દુનિયા સ્વર્ગ રચે છે. કહે છે મનમનાભવ. આ
ગીતા નાં જ શબ્દો છે. સહજ રાજયોગ નાં જ્ઞાન નું નામ રાખી દીધું છે. ગીતા આ તમારી
પાઠશાળા છે. બાળકો આવીને ભણે છે તો કહે છે અમારા બાબા ની પાઠશાળા છે. જેવી રીતે કોઈ
બાળક નો બાપ પ્રિન્સિપાલ હશે તો કહેશે અમે અમારા બાબા ની કોલેજ માં ભણીએ છીએ. એમની
મા પણ પ્રિન્સિપાલ છે તો કહે છે અમારા મા-બાપ બંને પ્રિન્સિપાલ છે. બંને ભણાવે છે.
અમારા મમ્મા-બાબા ની કોલેજ છે. તમે કહેશો - અમારા મમ્મા-બાબા ની પાઠશાળા છે. બંને
ભણાવે છે. બંનેએ જ આ રુહાની કોલેજ અથવા યુનિવર્સિટી ખોલી છે. બંને સાથે ભણાવે છે.
બાપે બાળકોને એડોપ્ટ કર્યા છે. આ ખૂબ ગુહ્ય જ્ઞાન ની વાતો છે. બાપ કોઈ નવી વાત નથી
સમજાવતાં. આ તો કલ્પ પહેલાં પણ સમજણ આપી છે. હા, એટલી નોલેજ છે જે દિવસે-દિવસે
ગુહ્ય થતી જાય છે. આત્મા ની સમજણ જુઓ હમણાં તમને કેવી કેવી રીતે મળે છે? આટલા નાનાં
આત્મા માં ૮૪ જન્મો નો પાર્ટ ભરેલો છે. તે ક્યારેય વિનાશ નથી થતો. આત્મા અવિનાશી,
એમાં પાર્ટ પણ અવિનાશી છે. આત્માએ કાનો દ્વારા સાંભળ્યું. શરીર છે તો પાર્ટ છે.
શરીર થી આત્મા અલગ થઈ જાય છે તો જવાબ નથી મળતો. હવે બાપ કહે છે-બાળકો, તમારે પાછું
ઘરે જવાનું છે. આ પુરુષોત્તમ યુગ જ્યારે આવે છે ત્યારે જ પાછું જવાનું હોય છે, આમાં
પવિત્રતા જ મુખ્ય જોઈએ. શાંતિધામ માં તો પવિત્ર આત્માઓ જ રહે છે. શાંતિઘામ અને
સુખધામ બંને જ પવિત્રધામ છે. ત્યાં શરીર છે નહીં. આત્મા પવિત્ર છે, ત્યાં બેટરી
ડિસ્ચાર્જ નથી થતી. અહીં શરીર ધારણ કરવાથી મોટર ચાલે છે. મોટર ઉભી હશે તો પેટ્રોલ
ઓછું થોડી થશે? હવે તમારા આત્માની જ્યોત ખૂબ ઓછી થઈ ગઈ છે. એકદમ ઓલવાતી નથી. જ્યારે
કોઈ મરે છે તો દીવો પ્રગટાવે છે. પછી એની ખૂબ સંભાળ રાખે છે કે ઓલવાઈ ન જાય. આત્માની
જ્યોત ક્યારેય બુઝાતી નથી, તે તો અવિનાશી છે. આ બધી વાતો બાપ બેસી સમજાવે છે. બાબા
જાણે છે કે આ ખૂબ સ્વિટ ચિલ્ડ્રન છે, આ બધાં કામ ચિતા પર બેસી બળીને ભસ્મ થઈ ગયા
છે. પછી એમને જાગતા કરું છું. બિલકુલ જ તમોપ્રધાન મુડદા બની પડ્યા છે. બાપ ને જાણતા
જ નથી. મનુષ્ય કોઈ કામ નાં નથી રહ્યા. મનુષ્ય ની માટી કોઈ કામ ની નથી રહેતી. એવું
નહીં કે મોટા વ્યક્તિ ની માટી કોઈ કામ ની છે, ગરીબો ની નહીં. માટી તો માટી માં મળી
જાય છે પછી ભલે કોઈ પણ હોય. કોઈ બાળે છે, કોઈ કબર માં બંધ કરી દે છે. પારસી લોકો
કુવા પર રાખી દે છે પંખીઓ માંસ ખાઈ લે છે. પછી હાડકાંઓ જઈને નીચે પડે છે. તે છતાં
પણ કામ આવે છે. દુનિયામાં તો અસંખ્ય મનુષ્ય મરે છે. હવે તમારે તો જાતેજ શરીર છોડવાનું
છે. તમે અહીં આવ્યા જ છો શરીર છોડીને પાછા ઘરે જવા અર્થાત્ મરવાં. તમે ખુશી થી જાઓ
છો કે અમે જીવનમુક્તિ માં જઈશું.
જેમણે જે પાર્ટ ભજવ્યો
છે, અંત સુધી એ જ ભજવશે. બાપ પુરુષાર્થ કરાવતા રહેશે, સાક્ષી થઈ જોતા રહેશે. આ તો
સમજની વાત છે, આમાં ડરવાની કોઈ વાત નથી. આપણે સ્વર્ગ માં જવા માટે પુરુષાર્થ કરી
શરીર છોડી દઈએ છીએ. બાપ ને જ યાદ કરતા રહેવાનું છે તો અંત મતી સો ગતિ થઈ જાય, આમાં
મહેનત છે. દરેક ભણતર માં મહેનત છે. ભગવાને આવીને ભણાવવું પડે છે. જરુર ભણતર ઊંચું
હશે, આમાં દૈવી ગુણ પણ જોઈએ. આ લક્ષ્મી-નારાયણ બનવાનું છે ને? આ સતયુગ માં હતાં. હવે
ફરી તમે સતયુગી દેવતા બનવા આવ્યા છો. મુખ્ય ઉદ્દેશ કેટલો સહજ છે. ત્રિમૂર્તિ માં
ક્લિયર છે. આ બ્રહ્મા, વિષ્ણુ, શંકર વગેરે નાં ચિત્ર ન હોય તો આપણે સમજાવી કેવી રીતે
શકીએ? બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા. બ્રહ્મા ની ૮ ભુજા, ૧૦૦ ભુજા દેખાડે
છે કારણ કે બ્રહ્માનાં કેટલાં અસંખ્ય બાળકો હોય છે. તો એમણે પછી તે ચિત્ર બનાવી દીધું
છે. બાકી મનુષ્ય કોઈ આટલી ભુજાઓ વાળા થોડી હોય છે? રાવણ નાં ૧૦ માથા નો પણ અર્થ છે,
એવાં મનુષ્ય હોતા નથી. આ બાપ બેસી સમજાવે છે, મનુષ્ય તો કંઈ પણ જાણતા નથી. આ પણ ખેલ
છે, એ કોઈને ખબર નથી કે આ ક્યાર થી શરુ થયો છે? પરંપરા કહી દે છે. અરે, તે પણ ક્યાર
થી? તો મીઠાં-મીઠાં બાળકો ને બાપ ભણાવે છે, બાપ ટીચર પણ છે, તો ગુરુ પણ છે. તો
બાળકોને કેટલી ખુશી હોવી જોઈએ?
આ મ્યુઝિયમ વગેરે કોના
ડાયરેક્શન થી ખોલે છે? અહીં છે જ મા, બાપ અને બાળકો. અસંખ્ય બાળકો છે. ડાયરેક્શન પર
ખોલતા રહે છે. લોકો કહે છે, તમે કહો છો ભગવાનુવાચ તો રથ દ્વારા અમને ભગવાન નો
સાક્ષાત્કાર કરાવો. અરે, તમે આત્માનો સાક્ષાત્કાર કર્યો છે? આટલાં નાનાં બિંદુ નો
સાક્ષાત્કાર તમે શું કરી શકશો! જરુરત જ નથી. આ તો આત્માને જાણવાનો હોય છે. આત્મા
ભ્રકુટી ની વચ્ચે રહે છે, જેના આધાર પર જ આટલું મોટું શરીર ચાલે છે. હમણાં તમારી
પાસે ન લાઈટ, ન રત્ન જડિત તાજ છે. બંને તાજ લેવા માટે ફરીથી તમે પુરુષાર્થ કરી રહ્યા
છો. કલ્પ-કલ્પ તમે બાપ પાસેથી વારસો લો છો. બાબા પૂછે છે - આગળ ક્યારેય મળ્યા છો?
તો કહે છે-હા બાબા, કલ્પ-કલ્પ મળતા આવ્યા છીએ, કેમ? આ લક્ષ્મી-નારાયણ બનવા માટે. આ
બધાં એક જ વાત બોલશે. બાપ કહે છે-સારું, શુભ બોલો છો, હવે પુરુષાર્થ કરો. બધાં તો
નર થી નારાયણ નહીં બનશે, પ્રજા પણ તો જોઈએ. કથા પણ થાય છે સત્યનારાયણ ની. તે લોકો
કથા સંભળાવે છે, પરંતુ બુદ્ધિમાં કંઈ પણ નથી આવતું. આપ બાળકો સમજો છો તે છે
શાંતિધામ, નિરાકારી દુનિયા. પછી ત્યાંથી જઈશું સુખધામ. સુખધામ માં લઈ જવા વાળા એક જ
બાપ છે. તમે કોઈને સમજાવો, બોલો, હવે પાછા ઘરે જઈશું. આત્માને પોતાનાં ઘરે તો અશરીરી
બાપ જ લઈ જશે. હવે બાપ આવ્યા છે, એમને જાણતાં નથી. બાપ કહે છે હું જે તન માં આવ્યો
છું, એમને પણ નથી જાણતાં. રથ પણ તો છે ને? દરેક રથ માં આત્મા પ્રવેશ કરે છે. બધાં
નો આત્મા ભ્રકુટી ની વચ્ચે રહે છે. બાપ આવીને ભ્રકુટી ની વચ્ચે બેસે છે. સમજાવે તો
ખૂબ સહજ છે. પતિત-પાવન તો એક જ બાપ છે, બાપ નાં બધાં બાળકો એક સમાન છે. એમાં દરેક
નો પોત-પોતાનો પાર્ટ છે, આમાં કોઈ ઇન્ટરફિયર ન કરી શકે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ શરીર રુપી
કપડા થી મમત્વ કાઢી જીતે જી મરવાનું છે અર્થાત્ પોતાનાં બધાં જૂનાં હિસાબ-કિતાબ
ચૂક્તુ કરવાનાં છે.
2. ડબલ તાજધારી બનવા
માટે ભણતર ની મહેનત કરવાની છે. દૈવી ગુણ ધારણ કરવાનાં છે. જેવું લક્ષ્ય છે, શુભ બોલ
છે, એવો પુરુષાર્થ કરવાનો છે.
વરદાન :-
અકલ્યાણ નાં
સંકલ્પ ને સમાપ્ત કરી અપકારીઓ પર ઉપકાર કરવા વાળા જ્ઞાની તૂ આત્મા ભવ
કોઈ રોજ તમારી ગ્લાનિ
કરે, અકલ્યાણ કરે, ગાળો આપે-તો પણ એમનાં પ્રત્યે મન માં ઘૃણા ભાવ ન આવે, અપકારી પર
પણ ઉપકાર - આ જ જ્ઞાની-તૂ આત્માનું કર્તવ્ય છે. જેવી રીતે આપ બાળકોએ બાપ ને ૬૩ જન્મ
ગાળો આપી છતાં પણ બાપે કલ્યાણકારી દૃષ્ટિ થી જોયા, તો ફોલો ફાધર. જ્ઞાની-તૂ આત્માનો
અર્થ જ છે સર્વ નાં પ્રત્યે કલ્યાણ ની ભાવના. અકલ્યાણ સંકલ્પ માત્ર પણ ન હોય.
સ્લોગન :-
મનમનાભવ ની
સ્થિતિ માં સ્થિત રહો તો બીજાઓનાં મન નાં ભાવો ને જાણી જશો.