01-09-2024
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 25.11.2001
બાપદાદા મધુબન
“ દુવાઓ આપો અને દુવાઓ લો
, કારણ નું નિવારણ કરી સમસ્યાઓનું સમાધાન કરો”
આજે પ્રેમ નાં સાગર
બાપદાદા પોતાનાં પ્રેમ-સ્વરુપ બાળકોને પ્રેમ ની દોરી માં ખેંચાઈને મિલન મનાવવા આવ્યા
છે. બાળકોએ બોલાવ્યા અને હજુર હાજર થઈ ગયાં. અવ્યક્ત મિલન તો સદા મનાવતા રહો છો, છતાં
પણ સાકાર માં બોલાવ્યા તો બાપદાદા બાળકોનાં વિશાળ મેળા માં પહોંચી ગયા છે. બાપદાદા
ને બાળકોનો સ્નેહ, બાળકોનો પ્રેમ જોઈ ખુશી થાય છે અને દિલ જ દિલ માં ચારેય તરફનાં
બાળકો માટે ગીત ગાય છે - “વાહ શ્રેષ્ઠ ભાગ્યવાન બાળકો, વાહ! ભગવાન નાં પ્રેમ નાં
પાત્ર આત્માઓ વાહ!” આટલું ઊંચું ભાગ્ય અને આટલાં સાધારણ રુપ માં સહજ પ્રાપ્ત થવાનું
છે, આ સ્વપ્ન માં પણ નહોતું વિચાર્યું. પરંતુ આજે સાકાર રુપ માં ભાગ્ય ને જોઈ રહ્યા
છો. બાપદાદા જોઈ રહ્યા છે કે દૂર બેસીને પણ બાળકો મિલન-મેળો મનાવી રહ્યા છે. બાપદાદા
એમને જોઈ મિલન મનાવી રહ્યા છે. મેજોરીટી માતાઓને ગોલ્ડન ચાન્સ મળ્યો છે અને
બાપદાદાને પણ વિશેષ શક્તિ સેના ને જોઈને ખુશી થાય છે કે ચાર દિવાલો માં રહેવાવાળી
માતાઓ બાપ દ્વારા વિશ્વ કલ્યાણકારી બની, વિશ્વની રાજ્ય અધિકારી બની ગઈ છે. બની ગયા
છો કે બની રહ્યા છો? શું કહેશો? બની ગયા છો ને? વિશ્વ નાં રાજ્ય નો માખણ નો ગોળો
તમારા બધાનાં હાથમાં છે ને? બાપદાદાએ જોયું કે જે પણ માતાઓ મધુબન માં પહોંચી છે એમને
એક વાત ની ખૂબ ખુશી છે, કઈ ખુશી છે? કે બાપદાદાએ અમને માતાઓને વિશેષ બોલાવ્યા છે.
તો માતાઓ સાથે વિશેષ પ્રેમ છે ને? નશા થી કહે છે-બાપદાદાએ બોલાવ્યા છે. અમને
બોલાવ્યા છે, અમે કેમ નહીં આવીશું? બાપદાદા પણ બધાની રુહરિહાન સાંભળતા રહે છે, આ
ખુશી નો નશો જોતા રહે છે. આમ તો પાંડવ પણ ઓછા નથી, પાંડવો વગર પણ વિશ્વ નાં કાર્યની
સમાપ્તિ નથી થઈ શકતી. પરંતુ આજે વિશેષ માતાઓને પાંડવોએ પણ આગળ રાખ્યા છે.
બાપદાદા બધાં બાળકો
ને ખૂબ સહજ પુરુષાર્થ ની વિધિ સંભળાવી રહ્યા છે. માતાઓને સહજ જોઈએ ને? તો બાપદાદા
સર્વ માતાઓ, બાળકોને કહે છે, સૌથી સહજ પુરુષાર્થ નું સાધન છે - “ફક્ત ચાલતાં-ફરતાં
સંબંધ-સંપર્ક માં આવતા દરેક આત્માને દિલ થી શુભભાવના ની દુવાઓ આપો અને બીજાઓ પાસેથી
પણ દુવાઓ લો.” ભલે તમને કોઈ કંઈ પણ આપે, બદ-દુવા પણ આપે પરંતુ તમે એ બદ-દુવા ને પણ
પોતાની શુભભાવના ની શક્તિ થી દુવા માં પરિવર્તન કરી દો. તમારા દ્વારા દરેક આત્માને
દુવા અનુભવ થાય. એ સમયે અનુભવ કરો જે બદદુવા આપી રહ્યા છે તે આ સમયે કોઈ ને કોઈ
વિકાર નાં વશીભૂત છે. વશીભૂત આત્મા પ્રત્યે અથવા પરવશ આત્મા પ્રત્યે ક્યારેય પણ
બદદુવા નહીં નીકળશે. એમના પ્રત્યે સદા સહયોગ આપવાની દુવા નીકળશે. ફક્ત એક જ વાત યાદ
રાખો કે અમારે નિરંતર એક જ કાર્ય કરવાનું છે - “સંકલ્પ દ્વારા, બોલ દ્વારા, કર્મણા
દ્વારા, સંબંધ-સંપર્ક દ્વારા દુવા આપવાની અને દુવા લેવાની.” જો કોઈ આત્મા પ્રત્યે
કોઈ પણ વ્યર્થ સંકલ્પ અથવા નેગેટિવ સંકલ્પ આવે પણ તો આ યાદ રાખો મારું કર્તવ્ય શું
છે? જેવી રીતે ક્યાંક આગ લાગી રહી હોય અને આગ ઓલવવા વાળા હોય છે તો તે આગ ને જોઈને
પાણી નાખવાનું પોતાનું કાર્ય ભૂલતા નથી, એમને યાદ રહે છે કે અમે પાણી નાખવા વાળા
છીએ, આગ ઓલવવા વાળા છીએ, એવી રીતે જો કોઈ, કોઈ પણ વિકાર ની આગ વશ કોઈ પણ એવું કાર્ય
કરે છે જે તમને નથી ગમતું તો તમે પોતાનું કર્તવ્ય યાદ રાખો કે મારું કર્તવ્ય છે-કોઈ
પણ પ્રકારની આગ ઓલવવાનું, દુવા આપવાનું. શુભ ભાવનાની ભાવના નો સહયોગ આપવાનું. બસ,
એક શબ્દ યાદ રાખો, માતાઓએ સહજ એક શબ્દ યાદ રાખવાનો છે-દુવા આપવી, દુવા લેવી”. માતાઓ
આ કરી શકો છો? (બધી માતાઓ હાથ ઉઠાવી રહી છે) કરી શકો છો કે કરવાનું જ છે? પાંડવ કરી
શકો છો? પાંડવ કહે છે-કરવાનું જ છે. ગાયન છે પાંડવ અર્થાત્ સદા વિજયી અને શક્તિઓ સદા
વિશ્વ કલ્યાણકારી નામ થી પ્રસિદ્ધ છે.
બાપદાદા ની ચારેય તરફ
નાં બાળકો પાસે થી હજી સુધી એક આશા રહેલી છે. બતાવે, તે કઈ આશા છે? જાણી તો ગયા છો!
ટીચર્સ જાણી ગયા છો ને? બધાં બાળકો યથાશક્તિ પુરુષાર્થ તો કરી રહ્યા છે. બાપદાદા
પુરુષાર્થ જોઈને સ્મિત આપે છે. પરંતુ એક આશા એ છે કે પુરુષાર્થ માં હવે તીવ્રગતિ
જોઈએ. પુરુષાર્થ છે પરંતુ હવે તીવ્રગતિ જોઈએ. આની વિધિ છે - ‘કારણ’ શબ્દ સમાપ્ત થઈ
જાય અને નિવારણ સ્વરુપ સદા બની જાય. કારણ તો સમય અનુસાર બને જ છે અને બનતા રહેશે.
પરંતુ તમે બધાં નિવારણ સ્વરુપ બનો કારણ કે આપ સર્વ બાળકોએ વિશ્વનું નિવારણ કરી બધાને,
મેજોરીટી આત્માઓ ને નિર્વાણધામ માં મોકલવાના છે. તો જ્યારે સ્વયં ને નિવારણ સ્વરુપ
બનાવો ત્યારે વિશ્વ નાં આત્માઓ ને નિવારણ સ્વરુપ દ્વારા બધી સમસ્યાઓ નું નિવારણ કરી
નિર્વાણધામ માં મોકલી શકાશે. હવે વિશ્વ નાં આત્મા મુક્તિ ઈચ્છે છે તો બાપ દ્વારા
મુક્તિનો વારસો અપાવવા વાળા નિમિત્ત તમે છો. તો નિમિત્ત આત્માઓ પહેલાં સ્વયં ને
ભિન્ન-ભિન્ન સમસ્યાઓનાં કારણ ને નિવારણ કરી મુક્ત બનાવશે ત્યારે વિશ્વને મુક્તિનો
વારસો અપાવી શકશે. તો મુક્ત છો? કોઈ પણ પ્રકારની સમસ્યા નું કારણ આગળ ન આવે, આ કારણ
છે, આ કારણ છે, આ કારણ છે… જ્યારે કોઈ કારણ સામે બને છે તો કારણ નું સેકન્ડ માં
નિવારણ વિચારો, આ વિચારો કે જ્યારે વિશ્વનું નિવારણ કરવા વાળા છીએ તો શું સ્વયં ની
નાની-નાની સમસ્યાઓનું સ્વયં નિવારણ નથી કરી શકતાં? હવે તો આત્માઓની ક્યૂ (કતાર)
તમારી સામે આવશે “હે મુક્તિદાતા, મુક્તિ આપો” કારણ કે મુક્તિદાતા નાં ડાયરેક્ટ બાળકો
છો, અધિકારી બાળકો છો. માસ્ટર મુક્તિદાતા તો છો ને? પરંતુ લાઈન ની આગળ આપ માસ્ટર
મુક્તિદાતાઓ તરફ થી એક અડચણ નો દરવાજો બંધ છે. લાઈન તૈયાર છે પરંતુ કયો દરવાજો બંધ
છે? પુરુષાર્થ માં કમજોર પુરુષાર્થ નો, એક શબ્દ નો દરવાજો છે, તે છે ‘કેમ’.
ક્વેશ્ચનમાર્ક(?), કેમ, આ કેમ શબ્દ હમણાં ક્યૂ ને સામે નથી લાવતો. તો બાપદાદા હવે
દેશ-વિદેશ નાં બધાં બાળકોને આ સ્મૃતિ અપાવી રહ્યા છે કે તમે સમસ્યાઓનો દરવાજો ‘કેમ’,
આને સમાપ્ત કરો. કરી શકો છો? ટીચર્સ, કરી શકે છે? પાંડવ, કરી શકે છે? બધાં હાથ ઉઠાવી
રહ્યા છે કે કોઈ-કોઈ? વિદેશીઓ તો એવરરેડી છે ને? હા કે ના? જો હા, તો સીધો હાથ ઉઠાવો.
કોઈ આમ-આમ કરી રહ્યા છે. હવે કોઈ પણ સેવાકેન્દ્ર પર સમસ્યા નું નામ-નિશાન ન હોય. એવું
થઈ શકે છે? દરેક સમજે મારે કરવું છે. ટીચર સમજે મારે કરવાનું છે, સ્ટુડન્ટ સમજે મારે
કરવાનું છે, પ્રવૃત્તિવાળા સમજે મારે કરવાનું છે, મધુબન વાળા સમજે અમારે કરવાનું
છે. કરી શકો છો ને? સમસ્યા શબ્દ સમાપ્ત થઈ જાય, કારણ ખતમ થઈને નિવારણ આવી જાય, એ થઈ
શકે છે? કેમ નથી થઈ શકતું? જ્યારે પહેલાં-પહેલાં સ્થાપના નાં સમય માં બધાં આવવા વાળા
બાળકોએ શું પ્રોમિસ કર્યુ હતું અને કરીને દેખાડ્યું? અસંભવ ને સંભવ કરીને દેખાડ્યું.
દેખાડ્યું ને? તો હવે કેટલાં વર્ષ થઈ ગયાં? સ્થાપના ને કેટલાં વર્ષ થઈ ગયાં? (૬૫)
તો આટલાં વર્ષો માં અસંભવ થી સંભવ નથી થઈ શકતું? થઈ શકે છે? મુખ્ય ટીચર્સ, હાથ ઉઠાવો.
પંજાબ નથી ઉઠાવી રહ્યાં, શક છે શું? થોડું વિચારી રહ્યા છે, વિચારો નહીં. કરવાનું જ
છે. બીજાઓનું નહીં વિચારો, દરેક પોતાનું વિચારે, પોતાનું તો વિચારી શકો છો ને?
બીજાઓને છોડો, પોતાનું વિચારીને પોતાનાં માટે તો હિંમત રાખી શકો છો ને કે નહીં?
વિદેશી રાખી શકો છો? (હાથ ઉઠાવ્યો) મુબારક છે. સારું, હવે જે સમજે છે તે દિલ થી હાથ
ઉઠાવજો, દેખાડવા માટે નહીં. એવું નહીં, બધાં ઉઠાવી રહ્યા છે તો હું પણ ઉઠાવી લઉં.
જો દિલ થી દૃઢ સંકલ્પ કરશો કે કારણ ને સમાપ્ત કરી નિવારણ સ્વરુપ બનવાનું જ છે, કંઈ
પણ થાય, સહન કરવું પડે, માયા નો સામનો કરવો પડે, એક-બીજા નાં સંબંધ-સંપર્ક માં સહન
પણ કરવું પડે, મારે સમસ્યા નથી બનવાનું. થઈ શકે છે? જો દૃઢ નિશ્ચય છે તો તે પાછળ થી
લઈને આગળ સુધી ઉઠાવો. (બાપદાદાએ બધાં પાસે હાથ ઉઠાવડાવ્યો અને પૂરું દૃશ્ય ટી.વી.
પર જોયું) સારું છે ને? એક્સરસાઈઝ થઈ ગઈ! હાથ એટલે ઉઠાવે છે, જેવી રીતે હમણાં
એક-બીજા ને જોઈને હાથ ઉઠાવવામાં ઉમંગ આવે છે ને? એવી રીતે જ જ્યારે પણ કોઈ સમસ્યા
આવે તો સામે બાપદાદા ને જોજો, દિલ થી કહેજો બાબા, અને બાબા હાજર થઈ જશે, સમસ્યા ખતમ
થઈ જશે. સમસ્યા સામેથી હટી જશે અને બાપદાદા સામે હાજર થઈ જશે. “માસ્ટર સર્વશક્તિમાન્”
પોતાનું આ ટાઈટલ દરેક સમયે યાદ કરો. નહીં તો બાપદાદા હમણાં યાદપ્યાર માં માસ્ટર
સર્વશક્તિમાન્ ન કહી સર્વશક્તિમાન્ કહે? શક્તિમાન બાળકોને યાદ-પ્યાર, ગમશે? માસ્ટર
સર્વશક્તિવાન્ છો, માસ્ટર સર્વશક્તિમાન્ શું નથી કરી શકતાં? ફક્ત પોતાનું ટાઈટલ અને
કર્તવ્ય યાદ રાખો. ટાઈટલ છે “માસ્ટર સર્વશક્તિવાન્” અને કર્તવ્ય છે “વિશ્વ
કલ્યાણકારી”. તો સદા પોતાનાં ટાઈટલ અને કર્તવ્ય યાદ કરવાથી શક્તિઓ ઈમર્જ થઈ જશે.
માસ્ટર બનો, શક્તિઓનાં પણ માસ્ટર બનો, ઓર્ડર કરો, દરેક શક્તિ ને સમય પર ઓર્ડર કરો.
આમ તો શક્તિઓ ધારણ કરો પણ છો, છે પણ પરંતુ ફક્ત કમી આ થઈ જાય છે કે સમય પર યુઝ નથી
કરતાં આવડતી. સમય વિત્યા પછી યાદ આવે છે, આવું કરત તો ખૂબ સારું થાત. હવે અભ્યાસ કરો
જે શક્તિઓ સમાયેલી છે, એને સમય પર યુઝ કરો. જેવી રીતે આ કર્મેન્દ્રિયો ને ઓર્ડર થી
ચલાવો છો ને? હાથ ને, પગ ને ચલાવો છો ને? એવી રીતે દરેક શક્તિ ને ઓર્ડર થી ચલાવો.
કાર્ય માં લગાવો. સમાવીને રાખો છો, કાર્ય માં ઓછી લગાવો છો. સમય પર કાર્ય માં
લગાવવાથી શક્તિ પોતાનું કાર્ય જરુર કરશે. અને ખુશ રહો, ક્યારેક-ક્યારેક કોઈ બાળકોનો
ચહેરો વિચાર-વિચાર માં, થોડા વધારે ગંભીર દેખાય છે. ખુશ રહો, નાચો, ગાઓ, તમારું
બ્રાહ્મણ જીવન છે જ ખુશી માં નાચવાનું અને પોતાનાં ભાગ્ય અને ભગવાન નાં ગીત ગાવાનું.
તો નાચવા, ગાવાવાળા જે હોય છે ને તે એવાં ગંભીર થઈ નાચે તો કહેવાશે નાચતા નથી આવડતું.
ગંભીરતા સારી છે પરંતુ ટૂ મચ (વધારે) ગંભીરતા, થોડું વિચારવાનું લાગે છે.
બાપદાદાએ તો હમણાં
સંભળાવ્યું કે દિલ્લી માં ઉદ્દઘાટન થઈ રહ્યું છે (૯ ડિસેમ્બર ૨૦૦૧ માં દિલ્લી
ગુડગાંવ માં ઓમ શાંતિ રિટ્રીટ સેન્ટર નું ઉદ્દઘાટન છે) પરંતુ બાપદાદા હવે કયું
ઉદ્દઘાટન જોવા ઈચ્છે છે? તે તારીખ તો ફિક્સ કરો, આ નાના-મોટા ઉદ્દઘાટન તો થઈ જ જશે.
પરંતુ બાપદાદા ઉદ્દઘાટન ઈચ્છે છે “બધાં વિશ્વ નાં સ્ટેજ પર બાપ સમાન સાક્ષાત્
ફરિશ્તા સામે આવી જાય અને પડદો ખુલી જાય.” એવું ઉદ્દઘાટન તમને બધાને પણ ગમે છે ને?
રુહરિહાન માં પણ બધાં કહેતા રહે છે, બાપ પણ સાંભળતા રહે છે. બસ, હવે આ જ ઈચ્છા છે -
બાપ ને પ્રત્યક્ષ કરે અને બાપ ની ઈચ્છા છે કે પહેલાં બાળકો પ્રત્યક્ષ થાય. બાપ
બાળકોની સાથે પ્રત્યક્ષ થશે. એકલા નહીં થશે. તો બાપદાદા તે ઉદ્દઘાટન જોવા ઈચ્છે છે.
ઉમંગ પણ સારો છે, જ્યારે રુહરિહાન કરો છો તો રુહરિહાન નાં સમયે બધાનો ઉમંગ ખૂબ સારો
હોય છે. પરંતુ જ્યારે કર્મયોગી બને છે તો થોડો ફરક પડી જાય છે. તો માતાઓ શું કરશે?
મોટું ઝુંડ છે માતાઓનું. અને માતાઓને જોઈ બાપદાદા ને ખૂબ ખુશી થાય છે. કોઈએ પણ
માતાઓને આટલાં આગળ નથી લાવ્યા પરંતુ બાપદાદા માતાઓને આગળ વધતી જોઈ ખુશ થાય છે.
માતાઓનો વિશેષ આ સંકલ્પ છે કે જે કોઈએ નથી કરીને દેખાડ્યું તે અમે માતાઓ બાપની સાથે
કરીને દેખાડીશું. કરીને દેખાડશો? હવે એક હાથ ની તાળી વગાડો. માતાઓ બધું કરી શકે છે.
માતાઓમાં ઉમંગ સારો છે. કંઈ પણ નથી સમજતા પરંતુ આ તો સમજી લીધું છે ને કે હું બાબા
ની છું, બાબા મારા છે. આ તો સમજી લીધું છે ને? મારા બાબા તો બધાં કહે છે ને? બસ,
દિલ થી આ જ ગીત ગાતા રહો-મારા બાબા, મારા બાબા, મારા બાબા….
સારું-હવે એક સેકન્ડ
બાપદાદા આપે છે, બધાં એલર્ટ થઈને બેસો. બાપદાદા સાથે બધાનો પ્રેમ ૧૦૦ ટકા છે ને?
પ્રેમ તો ટકા માં નથી ને? ૧૦૦ ટકા છે? તો ૧૦૦ ટકા પ્રેમ નું રિટર્ન આપવા માટે તૈયાર
છો? ૧૦૦ ટકા પ્રેમ છે ને? જેમનો થોડો ઓછો હોય, તે હાથ ઉઠાવી લો. પછી બચી જશો. જો ઓછો
હોય તો હાથ ઉઠાવી લો. ૧૦૦ ટકા પ્રેમ નથી તો તેઓ હાથ ઉઠાવો. પ્રેમ ની વાત કરી રહ્યા
છે. (એક-બે એ હાથ ઉઠાવ્યો) સારું, પ્રેમ નથી, કોઈ વાંધો નહીં, થઈ જશે. જશે ક્યાં,
પ્રેમ તો કરવો જ પડશે. સારું, હવે બધાં એલર્ટ થઈને બેઠાં છે ને? હવે બધાં પ્રેમ નાં
રિટર્ન માં એક સેકન્ડ માં બાપ ની સામે અંતર્મુખી થઈ પોતે-પોતાનાં દિલ થી દિલ માં
સંકલ્પ કરી શકો છો કે હવે અમે સ્વયં પ્રત્યે તથા બીજાઓ પ્રત્યે સમસ્યા નહીં બનીશું.
આ દૃઢ સંકલ્પ પ્રેમ નાં રિટર્ન માં કરી શકો છો? જે સમજે છે-કંઈ પણ થઈ જાય, જો કંઈ
પણ થઈ ગયું તો સેકન્ડ માં સ્વયં ને પરિવર્તન કરી દઈશું, તે દિલ માં સંકલ્પ દૃઢ કરે,
જે દૃઢ સંકલ્પ કરી શકે છે. બાપદાદા મદદ આપશે પરંતુ મદદ લેવાની વિધિ છે દૃઢ સંકલ્પ
ની સ્મૃતિ. બાપદાદાની સામે સંકલ્પ લીધો છે, આ સ્મૃતિ ની વિધિ તમને સહયોગ આપશે. તો
કરી શકો છો? માથું હલાવો. જુઓ, સંકલ્પ થી શું નથી થઈ શકતું? ગભરાઓ નહીં, બાપદાદા ની
એક્સ્ટ્રા મદદ જરુર મળશે. અચ્છા.
એવાં સર્વ તીવ્ર
પુરુષાર્થી શ્રેષ્ઠ આત્માઓ ને, સદા બાપ નાં પ્રેમ ને રિટર્ન કરવા વાળા હિંમતવાળા
બાળકો ને, સદા પોતાની વિશેષતાઓ દ્વારા બીજાઓને પણ વિશેષ આત્મા બનાવવા વાળા પુણ્ય
આત્માઓ બાળકો ને, સદા સમસ્યા સમાધાન સ્વરુપ વિશેષ આગળ ઉડવાવાળા બાળકો ને બાપદાદા
નાં યાદ-પ્યાર અને નમસ્તે.
વિદાય વખતે:-
આજે વિશેષ જે મધુબન
માં ઉપર સિક્યુરિટી નાં કાર્ય માં બિઝી છે, તે બાપદાદા ની સામે આવી રહ્યા છે. યજ્ઞ
ની રખેવાળી કરવાવાળાની ખૂબ જ મોટી (મહત્વની) ડ્યુટી છે તો રખેવાળી કરી રહ્યા છે,
દૂર બેઠાં પણ યાદ કરી રહ્યા છે, તો ખાસ બાપદાદા જે ઉપર કોઈ પણ સેવા અર્થ બેઠાં છે,
ભલે જ્ઞાન સરોવર માં, ભલે પાંડવ ભવન માં કે શાંતિવન માં જે પણ રખેવાળી કરવાવાળા છે,
એમને બાપદાદા વિશેષ યાદ-પ્યાર આપી રહ્યા છે. બધાં મહેનત ખૂબ સારી કરી રહ્યા છે. સારું,
બધાં દેશ-વિદેશ વાળાઓએ, જેમણે પણ યાદ મોકલી છે, તે સમજે અમને વિશેષ રુપ થી બાપદાદાએ
યાદ આપી છે. અચ્છા.
વરદાન :-
જૂનાં સંસ્કાર
અને સંસાર નાં સંબંધો નાં આકર્ષણ થી મુક્ત રહેવાવાળા ડબલ લાઈટ ફરિશ્તા ભવ
ફરિશ્તા અર્થાત્ જૂનાં
સંસાર નાં આકર્ષણ થી મુક્ત. ન સંબંધ રુપ માં આકર્ષણ હોય, ન પોતાનાં દેહ તથા કોઈ
દેહધારી વ્યક્તિ કે કોઈ વસ્તુ ની તરફ આકર્ષણ હોય, એવી રીતે જ જૂનાં સંસ્કાર નાં
આકર્ષણ થી પણ મુક્ત - સંકલ્પ, વૃત્તિ તથા વાણી નાં રુપ માં કોઈ સંસ્કાર નું આકર્ષણ
ન હોય. જ્યારે એવાં સર્વ આકર્ષણો થી અથવા વ્યર્થ સમય, વ્યર્થ સંગ, વ્યર્થ વાતાવરણ
થી મુક્ત બનશો ત્યારે કહેવાશે ડબલ લાઈટ ફરિશ્તા.
સ્લોગન :-
શાંતિ ની શક્તિ
દ્વારા સર્વ આત્માઓની પાલના કરવાવાળા જ રુહાની સોશિયલ વર્કર છે.