01-10-2024
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - દેહી - અભિમાની
બનવાની પ્રેક્ટિસ ( અભ્યાસ ) કરો , આ અભ્યાસ થી જ તમે પુણ્ય - આત્મા બની શકશો”
પ્રશ્ન :-
કઈ એક નોલેજ ને કારણે આપ બાળકો સદા હર્ષિત રહો છો?
ઉત્તર :-
તમને નોલેજ મળી છે કે આ નાટક ખૂબ વન્ડરફુલ બનેલું છે, આમાં દરેક એક્ટર નો અવિનાશી
પાર્ટ નોંધાયેલો છે. બધાં પોત-પોતાનો પાર્ટ ભજવી રહ્યા છે. આ કારણ થી તમે સદા
હર્ષિત રહો છો.
પ્રશ્ન :-
કયું એક
હુન્નર (કળા) બાપ ની પાસે જ છે, બીજાની પાસે નથી?
ઉત્તર :-
દેહી-અભિમાની બનાવવાની કળા એક બાપ ની પાસે છે કારણ કે એ સ્વયં જ સદા દેહી છે,
સુપ્રીમ (સર્વોચ્ચ) છે. આ કળા કોઈ પણ મનુષ્ય ને આવડી ન શકે.
ઓમ શાંતિ!
રુહાની બાળકો
અર્થાત્ આત્માઓ પ્રત્યે બાપ સમજાવે છે. સ્વયં ને આત્મા તો સમજવાનું છે ને? બાપે
બાળકોને સમજાવ્યું છે પહેલાં-પહેલાં આ પ્રેક્ટિસ કરો કે હું આત્મા છું, ન કે શરીર.
જ્યારે સ્વયંને આત્મા સમજશો ત્યારે જ પરમપિતાને યાદ કરશો. સ્વયં ને આત્મા નહીં સમજશો
તો પછી જરુર લૌકિક સંબંધી, ધંધો વગેરે યાદ આવતું રહેશે એટલે પહેલાં-પહેલાં તો આ
પ્રેક્ટિસ હોવી જોઈએ કે હું આત્મા છું તો પછી રુહાની બાપ ની યાદ રહેશે. બાપ આ શિક્ષા
આપે છે કે સ્વયં ને દેહ ન સમજો. આ જ્ઞાન બાપ એક જ વાર આખા કલ્પ માં આપે છે. ફરી પ
હજાર વર્ષ પછી આ સમજણ મળશે. સ્વયં ને આત્મા સમજશો તો બાપ પણ યાદ આવશે. અડધો કલ્પ તમે
સ્વયં ને દેહ સમજ્યા છો. હવે સ્વયં ને આત્મા સમજવાનું છે. જેમ તમે આત્મા છો, હું પણ
આત્મા જ છું. પરંતુ સુપ્રીમ (સર્વોચ્ચ) છું. હું છું જ આત્મા તો મને કોઈ દેહ યાદ
આવતો જ નથી. આ દાદા તો શરીરધારી છે ને? એ બાપ છે નિરાકાર. આ પ્રજાપિતા બ્રહ્મા તો
સાકારી થઈ ગયાં. શિવબાબા નું અસલી નામ છે જ શિવ. એ છે જ આત્મા, ફક્ત એ ઊંચા માં ઊંચા
અર્થાત્ સુપ્રીમ આત્મા છે ફક્ત આ સમયે જ આવીને આ શરીર માં પ્રવેશ કરે છે. એ ક્યારેય
દેહ-અભિમાની બની ન શકે. દેહ-અભિમાની સાકારી મનુષ્ય હોય છે, એ તો છે જ નિરાકાર. એમણે
આવીને આ પ્રેક્ટિસ કરાવવાની છે. કહે છે તમે સ્વયં ને આત્મા સમજો. હું આત્મા છું,
આત્મા છું - આ પાઠ બેસીને ભણો. હું આત્મા શિવબાબા નું બાળક છું. દરેક વાત ની
પ્રેક્ટિસ જોઈએ ને? બાપ કોઈ નવી વાત નથી સમજાવતાં. તમે જ્યારે સ્વયં ને આત્મા
પાક્કું-પાક્કું સમજશો ત્યારે બાપ પણ પાક્કા યાદ રહેશે. દેહ-અભિમાન હશે તો બાપ ને
યાદ કરી નહીં શકો. અડધોકલ્પ તમને દેહ નો અહંકાર રહે છે. હમણાં તમને શીખવાડું છું કે
સ્વયં ને આત્મા સમજો. સતયુગ માં આવું કોઈ શીખવાડતું નથી કે સ્વયં ને આત્મા સમજો.
શરીર પર નામ તો પડે જ છે. નહીં તો એક-બીજા ને બોલાવે કેવી રીતે? અહીં તમે બાપ પાસે
થી જે વારસો મેળવ્યો છે તે જ પ્રારબ્ધ મેળવો છો. બાકી બોલાવશે તો નામ થી ને?
શ્રીકૃષ્ણ પણ શરીર નું નામ છે ને? નામ વગર તો કારોબાર વગેરે ચાલી ન શકે. એમ નહીં કે
ત્યાં આ કહેશે કે સ્વયં ને આત્મા સમજો. ત્યાં તો આત્મ-અભિમાની રહે જ છે. આ
પ્રેક્ટિસ તમને હમણાં કરાવાય છે કારણ કે પાપ ખૂબ ચઢેલા છે. ધીરે-ધીરે થોડા-થોડા પાપ
ચઢતાં-ચઢતાં હવે ફુલ (પૂરાં) પાપ આત્મા બની ગયા છો. અડધા કલ્પ માટે જે કંઈ કર્યુ તે
ખલાસ પણ તો થશે ને? ધીરે-ધીરે ઓછું થતું જાય છે. સતયુગ માં તમે સતોપ્રધાન છો, ત્રેતા
માં સતો બની જાઓ છો. વારસો પણ હમણાં મળે છે. સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરવાથી
જ વારસો મળે છે. આ દેહી-અભિમાની બનવાની શિક્ષા બાપ હમણાં આપે છે. સતયુગ માં આ શિક્ષા
નથી મળતી. પોત-પોતાનાં નામ પર જ ચાલે છે. અહીં તમારે દરેકે યાદ નાં બળ થી પાપ-આત્મા
થી પુણ્ય-આત્મા બનવાનું છે. સતયુગ માં આ શિક્ષા ની જરુર જ નથી. નથી તમે આ શિક્ષા
ત્યાં લઈ જતાં. ત્યાં નથી આ જ્ઞાન, નથી યોગ લઈ જતાં. તમારે પતિત થી પાવન હમણાં જ
બનવાનું છે. પછી ધીરે-ધીરે કળા ઓછી થાય છે. જેમ ચંદ્રમા ની કળા ઓછી થતાં-થતાં લકીર
(લીટી) રહી જાય છે. તો આમાં મૂંઝાઓ નહીં. કંઈ પણ ન સમજો તો પૂછો.
પહેલાં તો આ પાક્કો
નિશ્ચય કરો કે અમે આત્મા છીએ. તમારો આત્મા જ હમણાં તમોપ્રધાન બન્યો છે. પહેલાં
સતોપ્રધાન હતો પછી દિવસે-દિવસે કળા ઓછી થતી જાય છે. હું આત્મા છું - આ પાક્કું ન
હોવાથી તમે બાપને ભૂલો છો. પહેલાં-પહેલાં મૂળ વાત જ આ છે. આત્મ-અભિમાની બનવાથી જ
બાપ યાદ આવશે તો વારસો પણ યાદ આવશે. વારસો યાદ આવશે તો પવિત્ર પણ રહેશો. દૈવી ગુણ
પણ રહેશે. મુખ્ય ઉદ્દેશ તો સામે છે ને? આ છે ગોડલી યુનિવર્સિટી (ઈશ્વરીય
વિશ્વવિદ્યાલય). ભગવાન ભણાવે છે. દેહી-અભિમાની પણ એ જ બનાવી શકે છે બીજા કોઈ પણ આ
હુન્નર (કળા) જાણતા જ નથી. એક બાપ જ શીખવાડે છે. આ દાદા પણ પુરુષાર્થ કરે છે. બાપ
તો ક્યારેય દેહ લેતા જ નથી, જે એમને દેહી-અભિમાની બનવાનો પુરુષાર્થ કરવો પડે. એ
ફક્ત આ જ સમયે આવે છે તમને દેહી-અભિમાની બનાવવાં. આ કહેવત છે જેમનાં માથા પર મામલો,
તેમને ઊંઘ કેમ આવે…? ખૂબ ધંધો વગેરે ટૂ મચ (અતિશય) હોય છે તો ફુરસદ નથી મળતી અને
જેમને ફુરસદ છે તે આવે છે બાબા ની સામે પુરુષાર્થ કરવાં. કોઈ નવાં પણ આવે છે. સમજે
છે નોલેજ તો ખૂબ સરસ છે. ગીતા માં પણ આ શબ્દ છે - મુજ બાપ ને યાદ કરો તો તમારા
વિકર્મ વિનાશ થઈ જાય. તો બાપ આ સમજાવે છે. બાપ કોઈ ને દોષ નથી દેતાં. આ તો જાણો છો
તમારે પાવન થી પતિત બનવાનું જ છે અને મારે આવીને પતિત થી પાવન બનાવવાના જ છે. આ
પૂર્વ નિર્ધારિત ડ્રામા છે, આમાં કોઈ ની નિંદા ની વાત નથી. આપ બાળકો હમણાં જ્ઞાન ને
સારી રીતે જાણો છો બીજા તો કોઈ પણ ઈશ્વર ને જાણતા જ નથી એટલે નિધન નાં નાસ્તિક
કહેવાય છે. હમણાં બાપ આપ બાળકો ને કેટલાં સમજદાર બનાવે છે? શિક્ષક રુપ માં શિક્ષા
આપે છે. કેવી રીતે આ સૃષ્ટિનું ચક્ર ચાલે છે? આ શિક્ષા મળવાથી તમે પણ સુધરો છો.
ભારત જે શિવાલય હતું તે હવે વૈશ્યાલય છે ને? આમાં ગ્લાનિ ની તો વાત જ નથી. આ ખેલ
છે, જે બાપ સમજાવે છે. તમે દેવતા થી અસુર કેવી રીતે બન્યાં છો, એવું નથી કહેતા કેમ
બન્યાં? બાપ આવ્યા જ છે બાળકો ને સ્વયં નો પરિચય આપવા અને સૃષ્ટિ નું ચક્ર કેવી રીતે
ફરે છે આ નોલેજ આપે છે. મનુષ્ય જ જાણશે ને? હમણાં તમે જાણીને પછી દેવતા બનો છો. આ
ભણતર છે મનુષ્ય થી દેવતા બનવાનું, જે બાપ જ બેસીને ભણાવે છે. અહીં તો બધાં મનુષ્ય જ
મનુષ્ય છે. દેવતા તો આ સૃષ્ટિ પર આવી ન શકે જે શિક્ષક બનીને ભણાવે. ભણાવવા વાળા બાપ
જુઓ, કેવી રીતે ભણાવવા આવે છે? ગાયન પણ છે પરમપિતા પરમાત્મા કોઈ રથ લે છે, આ પૂરું
નથી લખતા કે કયો રથ લે છે. ત્રિમૂર્તિ નું રહસ્ય પણ કોઈ સમજતું નથી. પરમપિતા અર્થાત્
પરમ આત્મા. એ જે છે તે પોતાનો પરિચય તો આપશે ને? અહંકાર ની વાત નથી. ન સમજવાના કારણે
કહે છે એમનામાં અહંકાર છે. આ બ્રહ્મા તો કહેતા નથી કે હું પરમાત્મા છું. એ તો
સમજવાની વાત છે, આ તો બાપ નાં મહાવાક્ય છે - સર્વ આત્માઓનાં બાપ એક છે. આમને દાદા
કહેવાય છે. આ ભાગ્યશાળી રથ છે ને? નામ પણ બ્રહ્મા રાખ્યું છે. કારણ કે બ્રાહ્મણ
જોઈએ ને? આદિ દેવ પ્રજાપિતા બ્રહ્મા છે. પ્રજા નાં પિતા છે, હવે પ્રજા કઈ? પ્રજાપિતા
બ્રહ્મા શરીરધારી છે તો એડોપ્ટ (દત્તક) કર્યા ને? બાળકો ને શિવબાબા સમજાવે છે હું
એડોપ્ટ નથી કરતો. તમે બધાં આત્માઓ તો સદૈવ મારા બાળકો છો જ. હું તમને બનાવતો નથી.
હું તો આપ આત્માઓ નો અનાદિ બાપ છું. બાપ કેટલું સરસ રીતે સમજાવે છે છતાં પણ કહે છે
સ્વયં ને આત્મા સમજો. તમે આખી જૂની દુનિયાનો સંન્યાસ કરો છો. બુદ્ધિ થી જાણો છો બધાં
પાછા જશે આ દુનિયા થી. એવું નથી, સંન્યાસ કરી જંગલ માં જવાનું છે. આખી દુનિયા નો
સંન્યાસ કરી આપણે પોતાનાં ઘરે ચાલ્યા જઈશું, એટલે કોઈ પણ ચીજ યાદ ન આવે એક બાપ
સિવાય. ૬૦ વર્ષ નું આયુષ્ય થયું તો પછી વાણી થી પરે વાનપ્રસ્થ માં જવાનો પુરુષાર્થ
કરવો જોઈએ. આ વાનપ્રસ્થ ની વાત છે હમણાં ની. ભક્તિમાર્ગ માં તો વાનપ્રસ્થ ની કોઈને
ખબર જ નથી. વાનપ્રસ્થ નો અર્થ નથી બતાવી શકતાં. વાણી થી પરે મૂળવતન ને કહેવાશે. ત્યાં
બધાં આત્માઓ નિવાસ કરે છે તો બધાં ની વાનપ્રસ્થ અવસ્થા છે, બધાએ જવાનું છે ઘરે.
શાસ્ત્રો માં દેખાડે
છે આત્મા ભ્રકુટી ની વચ્ચે ચમકતો સિતારો છે. ઘણાં સમજે છે આત્મા અંગુઠા જેવો છે.
અંગુઠા જેવો જ યાદ કરે છે. સિતારા ને યાદ કેવી રીતે કરે? પૂજા કેવી રીતે કરે? તો
બાપ સમજાવે છે તમે દેહ-અભિમાન માં જ્યારે આવો છો તો પુજારી બની જાઓ છો. ભક્તિ નો
સમય શરુ થાય છે, એને ભક્તિ કલ્ટ (સંપ્રદાય) કહેવાય છે. જ્ઞાન કલ્ટ અલગ છે. જ્ઞાન અને
ભક્તિ સાથે ન હોઈ શકે. દિવસ અને રાત સાથે ન હોઈ શકે. દિવસ સુખ ને કહેવાય છે અને રાત
દુ:ખ અર્થાત્ ભક્તિ ને કહેવાય છે. કહે છે પ્રજાપિતા બ્રહ્મા નો દિવસ અને પછી રાત.
તો પ્રજા અને બ્રહ્મા જરુર બંને સાથે (સંયુક્ત) જ હશે ને? તમે સમજો છો આપણે
બ્રાહ્મણ જ અડધો કલ્પ સુખ ભોગવીએ છીએ પછી અડધો કલ્પ દુ:ખ. આ બુદ્ધિ થી સમજવા ની વાત
છે. આ પણ જાણો છો બધાં બાપ ને યાદ નથી કરી શકતાં તો પણ બાપ સ્વયં સમજાવતા રહે છે
સ્વયં ને આત્મા સમજો અને મને યાદ કરો તો તમે પાવન બની જશો. આ પૈગામ (સંદેશો) બધાને
પહોંચાડવાનો છે. સર્વિસ કરવાની છે. જે સર્વિસ જ નથી કરતાં તો તે ફૂલ ન થયાં. બાગવાન
બગીચા માં આવશે તો એમને ફૂલ જ સામે જોઈએ, જે સર્વિસેબલ છે તે અનેકોનું કલ્યાણ કરે
છે. જેમને દેહ-અભિમાન છે તે સ્વયં પણ સમજશે અમે ફૂલ તો નથી. બાબા ની સામે સારા-સારા
ફૂલ બેઠાં છે. તો બાપ ની એમનાં પર નજર જશે. ડાન્સ (નૃત્ય) પણ સારો ચાલશે. (નૃત્ય
કરતી છોકરી નું ઉદાહરણ) સ્કૂલ માં પણ શિક્ષક તો જાણે છે ને? કોણ નંબરવન, કોણ નંબર
બે, ત્રણ માં છે. બાપ નું પણ ધ્યાન સર્વિસ કરવા વાળા તરફ જ જશે. દિલ પર પણ તે ચઢશે.
ડિસ-સર્વિસ કરવા વાળા થોડી દિલ પર ચઢશે? બાપ પહેલાં-પહેલાં મુખ્ય વાત સમજાવે છે
સ્વયં ને આત્મા નિશ્ચય કરો ત્યારે બાપ ની યાદ રહેશે. દેહ-અભિમાન હશે તો બાપ ની યાદ
રહેશે નહીં. લૌકિક સંબંધીઓ તરફ, ધંધાધોરી તરફ બુદ્ધિ ચાલી જશે. દેહી-અભિમાની બનવાથી
પારલૌકિક બાપ જ યાદ આવશે. બાપ ને તો ખૂબ પ્રેમ થી યાદ કરવા જોઈએ. સ્વયં ને આત્મા
સમજવું - આમાં મહેનત છે. એકાંત જોઈએ. ૭ દિવસ ની ભઠ્ઠી નો કોર્સ ખૂબ કઠોર છે. કોઈ ની
યાદ ન આવે. કોઈ ને પત્ર પણ ન લખી શકાય. આ ભઠ્ઠી તમારી શરુ ની હતી. અહીં તો બધાને
રાખી ન શકાય એટલે કહેવાય છે ઘર માં રહીને પ્રેક્ટિસ કરો. ભક્ત લોકો પણ ભક્તિ માટે
અલગ કોઠી બનાવી દે છે. અંદર કોઠી માં બેસીને માળા સિમરણ કરે છે, તો આ યાદ ની યાત્રા
માં પણ એકાંત જોઈએ. એક બાપ ને જ યાદ કરવાના છે, આમાં કંઈ જીભ ચલાવવાની પણ વાત નથી.
આ યાદ નાં અભ્યાસ માં ફુરસદ જોઈએ.
તમે જાણો છો લૌકિક
બાપ છે હદ નાં ક્રિયેટર (રચયિતા), આ છે બેહદ નાં. પ્રજાપિતા બ્રહ્મા તો બેહદ નાં થયા
ને? બાળકો ને એડોપ્ટ કરે છે. શિવબાબા એડોપ્ટ નથી કરતાં. એમનાં તો બાળકો સદૈવ છે જ.
તમે કહેશો શિવબાબા નાં આપણે બાળકો આત્મા અનાદિ છીએ જ. બ્રહ્માએ તેમને એડોપ્ટ કર્યા
છે. દરેક વાત સારી રીતે સમજવાની છે. બાપ રોજ-રોજ બાળકો ને સમજાવે છે, કહે છે કે બાબા
ની યાદ નથી રહેતી. બાપ કહે છે આમાં થોડો સમય કાઢવો જોઈએ. કોઈ-કોઈ એવા હોય છે જે
બિલકુલ સમય આપી નથી શકતાં. બુદ્ધિમાં કામ ખૂબ રહે છે. પછી યાદ ની યાત્રા કેમ થાય?
બાપ સમજાવે છે મૂળ વાત જ આ છે - સ્વયંને આત્મા સમજી મુજ બાપ ને યાદ કરો તો તમે પાવન
બની જશો. હું આત્મા છું, શિવબાબા નું બાળક છું - આ મનમનાભવ થયું ને? આમાં મહેનત
જોઈએ. આશીર્વાદ ની વાત નથી. આ તો ભણતર છે, આમાં કૃપા અથવા આશીર્વાદ ન ચાલે. હું
ક્યારેય તમારા ઉપર હાથ રાખું છું શું? તમે જાણો છો બેહદ નાં બાપ પાસે થી આપણે વારસો
લઈ રહ્યા છીએ. અમર ભવ, આયુશ્વાન ભવ… આમાં બધું આવી જાય છે. તમે ફુલ એજ (પૂરું
આયુષ્ય) મેળવો છો. ત્યાં ક્યારેય અકાળે મૃત્યુ નથી થતું. આ વારસો કોઈ સાધુ-સંત વગેરે
આપી ન શકે. તે કહે છે પુત્રવાન ભવ… તો મનુષ્ય સમજે છે તેમની કૃપા થી બાળક થયું છે.
બસ, જેમને બાળક નથી થતું તો તે જઈને એમનાં શિષ્ય બને છે. જ્ઞાન તો એક જ વાર મળે છે.
આ છે અવ્યભિચારી જ્ઞાન, જેની અડધોકલ્પ પ્રારબ્ધ ચાલે છે. પછી છે અજ્ઞાન. ભક્તિ ને
અજ્ઞાન કહેવાય છે. દરેક વાત કેટલી સારી રીતે સમજાવાય છે? અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. હમણાં
વાનપ્રસ્થ અવસ્થા છે એટલે બુદ્ધિ થી બધું જ સંન્યાસ કરી એક બાપ ની યાદ માં રહેવાનું
છે. એકાંત માં બેસી અભ્યાસ કરવાનો છે - હું આત્મા છું... આત્મા છું.
2. સર્વિસેબલ ફૂલ
બનવાનું છે. દેહ-અભિમાન વશ એવાં કોઈ કર્મ નથી કરવાનાં જેથી ડિસ-સર્વિસ થઈ જાય. અનેક
નાં કલ્યાણનાં નિમિત્ત બનવાનું છે. થોડો સમય યાદ માટે અવશ્ય કાઢવાનો છે.
વરદાન :-
પરમાત્મ - જ્ઞાન ની નવીનતા
“પવિત્રતા” ને ધારણ કરવા વાળા સર્વ લગાવો થી મુક્ત ભવ
આ પરમાત્મ-જ્ઞાન ની
નવીનતા જ પવિત્રતા છે. ફલક થી કહો છો કે આગ-કાપૂસ સાથે રહેતા પણ આગ નથી લાગી શકતી.
વિશ્વ ને તમારા બધાની આ ચેલેન્જ છે કે પવિત્રતા વગર યોગી તથા જ્ઞાની-તૂ આત્મા નથી
બની શકતાં. તો પવિત્રતા અથવા સંપૂર્ણ લગાવ-મુક્ત. કોઈ પણ વ્યક્તિ તથા સાધનો થી પણ
લગાવ ન હોય. આવી પવિત્રતા દ્વારા જ પ્રકૃતિને પાવન બનાવવાની સેવા કરી શકશો.
સ્લોગન :-
પવિત્રતા તમારા
જીવન નું મુખ્ય ફાઉન્ડેશન છે, ધરત પરિયે ધર્મ ન છોડીએ.