01-12-2024
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 18.01.2003
બાપદાદા મધુબન
“ બ્રાહ્મણ જન્મ ની
સ્મૃતિઓ દ્વારા સમર્થ બની સર્વ ને સમર્થ બનાવો”
આજે ચારેય તરફ નાં
સ્નેહી બાળકોનાં સ્નેહ નાં મીઠાં-મીઠાં યાદ નાં ભિન્ન-ભિન્ન બોલ, સ્નેહ નાં મોતી ની
માળાઓ બાપદાદાની પાસે અમૃતવેલા થી પણ પહેલાં પહોંચી ગઈ. બાળકોનો સ્નેહ બાપદાદા ને
પણ સ્નેહ નાં સાગર માં સમાવી લે છે. બાપદાદાએ જોયું દરેક બાળક માં સ્નેહ ની શક્તિ
અતૂટ છે. આ સ્નેહ ની શક્તિ દરેક બાળકને સહજયોગી બનાવી રહી છે. સ્નેહ નાં આધાર પર
સર્વ આકર્ષણો થી ઉપરામ રહી આગળ થી આગળ વધી રહ્યા છે. એવું એક પણ બાળક નથી જોયું
જેમને બાપદાદા દ્વારા તથા વિશેષ આત્માઓ દ્વારા ન્યારા અને પ્યારા સ્નેહ નો અનુભવ ન
હોય. દરેક બ્રાહ્મણ આત્મા નો બ્રાહ્મણ-જીવન નો આદિકાળ સ્નેહ ની શક્તિ દ્વારા જ થયો
છે. બ્રાહ્મણ-જન્મ ની આ સ્નેહ ની શક્તિ વરદાન બની આગળ વધારી રહી છે. તો આજ નો દિવસ
વિશેષ બાપ અને બાળકોનાં સ્નેહ નો દિવસ છે. દરેકે પોતાનાં દિલ માં સ્નેહ નાં મોતીઓ
ની ખૂબ-ખૂબ માળાઓ બાપદાદા ને પહેરાવી. બીજી શક્તિઓ આજ નાં દિવસે મર્જ છે, પરંતુ
સ્નેહ ની શક્તિ ઈમર્જ છે. બાપદાદા પણ બાળકોનાં સ્નેહ નાં સાગર માં લવલીન છે.
આજ નાં દિવસ ને સ્મૃતિ
દિવસ કહો છો. સ્મૃતિ દિવસ ફક્ત બ્રહ્મા બાપ નાં સ્મૃતિ નો દિવસ નથી પરંતુ બાપદાદા
કહે છે આજે બીજું સદા આ યાદ રહે કે બાપદાદાએ બ્રાહ્મણ જન્મ લેતા જ આદિ થી હમણાં સુધી
કઈ-કઈ સ્મૃતિઓ અપાવી છે. તે સ્મૃતિઓની માળા યાદ કરો, ખૂબ મોટી માળા બની જશે. સૌથી
પહેલી સ્મૃતિ બધાને કઈ મળી? પહેલો પાઠ યાદ છે ને? હું કોણ? આ સ્મૃતિએ જ નવો જન્મ
આપ્યો, વૃત્તિ, દૃષ્ટિ, સ્મૃતિ પરિવર્તન કરી દીધી છે. આવી સ્મૃતિઓ યાદ આવતા જ રુહાની
ખુશી ની ઝલક નયનો માં, મુખ માં આવી જાય છે. તમે સ્મૃતિઓ યાદ કરો છો અને ભક્ત માળા
સિમરણ કરે છે. એક પણ સ્મૃતિ અમૃતવેલા થી કર્મયોગી બનતી વખતે પણ વારંવાર યાદ રહે તો
સ્મૃતિ સમર્થ સ્વરુપ બનાવી દે છે કારણકે જેવી સ્મૃતિ તેવી જ સમર્થી સ્વતઃ જ આવે છે
એટલે આજ નાં દિવસ ને સ્મૃતિ દિવસ ની સાથે-સાથે સમર્થ દિવસ કહે છે. બ્રહ્મા બાપ સામે
આવતા જ, બાપ ની દૃષ્ટિ પડતા જ આત્માઓ માં સમર્થી આવી જાય છે. બધા અનુભવી છે. બધા
અનુભવી છો ને? ભલે સાકાર રુપ માં જોયા કે ભલે અવ્યક્ત રુપ ની પાલના થી પલતા અવ્યક્ત
સ્થિતિ નો અનુભવ કરો છો, સેકન્ડ માં દિલ થી બાપદાદા કહ્યું અને સમર્થી સ્વતઃ જ આવી
જાય છે એટલે ઓ સમર્થ આત્માઓ, હવે અન્ય આત્માઓને પોતાની સમર્થી થી સમર્થ બનાવો. ઉમંગ
છે ને? છે ઉમંગ, અસમર્થ ને સમર્થ બનાવવાનાં છે ને? બાપદાદાએ જોયું કે ચારેય તરફ
કમજોર આત્માઓ ને સમર્થ બનાવવાનો ઉમંગ સારો છે.
શિવરાત્રી નાં
પ્રોગ્રામ ધામધૂમ થી બનાવી રહ્યા છો. બધાને ઉમંગ છે ને? જેમને ઉમંગ છે બસ, આ
શિવરાત્રી માં કમાલ કરીશું, તે હાથ ઉઠાવો. એવી કમાલ જે ધમાલ ખતમ થઈ જાય. જય-જયકાર
થઈ જાય વાહ! વાહ સમર્થ આત્માઓ વાહ! બધા ઝોને પ્રોગ્રામ બનાવ્યા છે ને? પંજાબે પણ
બનાવ્યો છે ને? સારું છે. ભટકતા આત્માઓ, તરસ્યા આત્માઓ, અશાંત આત્માઓ, આવા આત્માઓને
અંચલી તો આપી દો. તે પણ તમારા ભાઈ-બહેન છે. તો પોતાનાં ભાઈઓ ઉપર, પોતાની બહેનો ઉપર
રહેમ આવે છે ને? જુઓ, આજકાલ પરમાત્મા ને આપદાઓનાં સમયે યાદ કરે પરંતુ શક્તિઓ ને,
દેવતાઓમાં પણ ગણેશ છે, હનુમાન છે બીજા પણ દેવતાઓને વધારે યાદ કરે છે. તો એ કોણ છે?
આપ જ છો ને? તમને રોજ યાદ કરે છે. પોકારી રહ્યા છે - હે કૃપાળુ, દયાળુ રહેમ કરો,
કૃપા કરો. જરાક એક સુખ-શાંતિ ની બુંદ (અંચલી) આપી દો. આપ દ્વારા એક બુંદ નાં તરસ્યા
છે. તો દુઃખીઓનાં, તરસ્યા આત્માઓનો અવાજ - હે શક્તિઓ, હે દેવ નથી પહોંચી રહ્યો?
પહોંચી રહ્યો છે ને? બાપદાદા જ્યારે પોકાર સાંભળે છે તો શક્તિઓ અને દેવો ને યાદ કરે
છે. તો સરસ પ્રોગ્રામ દાદીએ બનાવ્યો છે, બાબા ને પસંદ છે. સ્મૃતિ દિવસ તો સદા જ છે
પરંતુ છતાં પણ આજ નાં દિવસે સ્મૃતિ દ્વારા સર્વ સમર્થીઓ વિશેષ પ્રાપ્ત કરી, હવે કાલ
થી શિવરાત્રી સુધી બાપદાદા ચારેય તરફ નાં બાળકોને કહે છે કે - આ વિશેષ દિવસે આ જ
લક્ષ રાખો કે વધારે માં વધારે આત્માઓને મન્સા દ્વારા, વાણી દ્વારા અથવા
સંબંધ-સંપર્ક દ્વારા કોઈપણ વિધિ થી સંદેશ રુપી અંચલી જરુર આપવાની છે. પોતાનો મીઠો
ઠપકો ઉતારી દો. બાળકો વિચારે છે હજી વિનાશ ની તારીખ તો દેખાતી નથી, તો ક્યારેય પણ
ઠપકા પૂરાં કરી લઈશું, પરંતુ ના, જો હમણાં થી ઠપકા પૂરાં નહીં કરશો તો આ પણ ઠપકો
મળશે કે તમે પહેલાં કેમ ન બતાવ્યું? અમે પણ કંઈક તો બનાવી લેત, પછી તો ફક્ત અહો
પ્રભુ કહેશે એટલે એમને પણ થોડી-થોડી તો વારસા ની અંચલી લેવા દો. એમને પણ થોડો સમય
આપો. એક બુંદ થી પણ તરસ તો છીપાવો, તરસ્યા માટે એક ટીપું પણ ખૂબ મહત્વ નું હોય છે.
તો આ જ પ્રોગ્રામ છે ને કે કાલ થી લઈને બાપદાદા પણ લીલી ઝંડી નહીં, નગારા વગાડી
રહ્યા છે કે આત્માઓ ને, હે તૃપ્ત આત્માઓ સંદેશ આપો, સંદેશ આપો. ઓછા માં ઓછું
શિવરાત્રિ પર બાપ નાં બર્થડે નું મુખ તો મીઠું કરે કે હા, અમને સંદેશ મળી ગયો. આ
દિલખુશ મીઠાઈ બધાને સંભળાવો, ખવડાવો. સાધારણ શિવરાત્રિ નહીં મનાવતા, કંઈક કમાલ કરીને
દેખાડજો. ઉમંગ છે? પહેલી લાઈન ને છે? ખૂબ ધૂમ મચાવો. ઓછા માં ઓછું આ તો સમજે કે
શિવરાત્રિ નું આટલું ઊંચું મહત્વ છે. અમારા બાપ નો જન્મ દિવસ છે, સાંભળીને ખુશી તો
મનાવે.
બાપદાદાએ જોયું કે
અમૃતવેલે મેજોરીટી ને યાદ અને ઈશ્વરીય પ્રાપ્તિઓ નો નશો ખૂબ સારો રહે છે. પરંતુ
કર્મયોગી ની સ્ટેજ માં જે અમૃતવેલા નો નશો છે એમાં અંતર પડી જાય છે. કારણ શું છે?
કર્મ કરતા, સોલ-કોન્સિયશ અને કર્મ-કોન્સિયશ બંને રહે છે. આની વિધિ છે કર્મ કરતા-હું
આત્મા, કયો આત્મા, તે તો જાણો જ છો, જે ભિન્ન-ભિન્ન આત્મા નાં સ્વમાન મળેલા છે, એવો
આત્મા કરાવનહાર થઈને આ કર્મેન્દ્રિયો દ્વારા કરવા વાળો છું, આ કર્મેન્દ્રિયો
કર્મચારી છે પરંતુ કર્મચારીઓ પાસે થી કર્મ કરાવવા વાળો હું કરાવનહાર છું, ન્યારો
છું. શું લૌકિક માં પણ ડાયરેક્ટ પોતાનાં સાથીઓ સાથે, નિમિત્ત સેવા કરવા વાળાઓ પાસે
સેવા કરાવતા, ડાયરેક્શન આપતા, ડ્યુટી ભજવતા ભૂલી જાઓ છો કે હું ડાયરેક્ટર છું? તો
પોતાને કરાવનહાર શક્તિશાળી આત્મા છું, આ સમજીને કાર્ય કરાવો. આ આત્મા અને શરીર, તે
કરનહાર છે, આ કરાવનહાર છે, આ સ્મૃતિ મર્જ થઈ જાય છે. તમને બધાને પહેલાનાં બાળકો ને
ખબર છે કે બ્રહ્મા બાપે શરુ-શરુ માં શું અભ્યાસ કર્યો? એક ડાયરી જોઈ હતી ને? આખી
ડાયરી માં એક જ શબ્દ - હું પણ આત્મા, જશોદા પણ આત્મા, આ બાળકો પણ આત્મા, આત્મા છે,
આત્મા છે…. આ ફાઉન્ડેશન નો (પાયા નો) સદા અભ્યાસ કર્યો. તો આ પહેલો પાઠ હું કોણ? આનો
વારંવાર અભ્યાસ જોઈએ. ચેકિંગ જોઈએ, એવું નહીં હું તો છું જ આત્મા. અનુભવ કરો કે હું
આત્મા કરાવનહાર બની કર્મ કરાવી રહ્યો છું. કરનહાર અલગ છે, કરાવનહાર અલગ છે. બ્રહ્મા
બાપ નો બીજો અનુભવ પણ સાંભળ્યો છે કે આ કર્મેન્દ્રિયો, કર્મચારી છે. તો રોજ રાત્રે
કચેરી સાંભળી છે ને? તો માલિક બની આ કર્મેન્દ્રિયો રુપી કર્મચારીઓને હાલચાલ પૂછ્યા
છે ને? તો જેમ બ્રહ્મા બાપે આ અભ્યાસ નું ફાઉન્ડેશન ખૂબ પાક્કું કર્યુ, એટલે જે
બાળકો અંત સુધી પણ સાથે રહ્યા એમણે શું અનુભવ કર્યો? કે બાપ કાર્ય કરતા પણ શરીર માં
હોવા છતાં પણ અશરીરી સ્થિતિ માં ચાલતાં-ફરતાં અનુભવ થતો રહ્યો. ભલે કર્મ નો હિસાબ
પણ ચૂક્તુ કરવો પડ્યો, પરંતુ સાક્ષી બનીને, ન સ્વયં કર્મ નાં હિસાબ નાં વશ રહ્યા, ન
બીજાઓને પણ કર્મ નાં હિસાબ-કિતાબ ચૂક્તુ થવાનો અનુભવ કરાવ્યો. તમને ખબર પડી કે
બ્રહ્મા બાપ અવ્યકત થઈ રહ્યા છે, ન ખબર પડી ને? તો આટલા ન્યારા, સાક્ષી, અશરીરી
અર્થાત્ કર્માતીત સ્ટેજ લાંબાકાળ થી અભ્યાસ કર્યો ત્યારે અંત માં પણ એ જ સ્વરુપ નો
અનુભવ થયો. આ લાંબાકાળ નો અભ્યાસ કામ માં આવે છે. એવું ન વિચારો કે અંત માં દેહભાન
છોડી દઈશું, ના. લાંબાકાળ નો અશરીરીપણા નો, દેહ થી ન્યારા કરાવનહાર સ્થિતિ નો અનુભવ
જોઈએ. અંતકાળ માં ભલે જુવાન છે કે વૃદ્ધ છે, ભલે તંદુરસ્ત છે કે બીમાર છે, કોઈનો પણ
ક્યારેય પણ આવી શકે છે એટલે લાંબાકાળ સાક્ષીપણા નાં અભ્યાસ પર અટેન્શન આપો. ભલે
કેટલી પણ પ્રાકૃતિક આપદાઓ આવશે, પરંતુ અશરીરીપણા ની સ્ટેજ તમને સહજ ન્યારા અને બાપ
નાં પ્યારા બનાવી દેશે એટલે લાંબાકાળ શબ્દ ને બાપદાદા અન્ડરલાઈન કરાવી રહ્યા છે.
કંઈ પણ થાય, આખા દિવસ માં સાક્ષીપણા ની સ્ટેજ નો, કરાવનહાર ની સ્ટેજ (સ્થિતિ) નો,
અશરીરી પણા ની સ્ટેજ નો અનુભવ વારંવાર કરો, ત્યારે અંત મતે (મતિ) ફરિશ્તા સો દેવતા
નિશ્ચિત છે. બાપ સમાન બનવાનું છે તો બાપ નિરાકાર અને ફરિશ્તા છે, બ્રહ્મા બાપ સમાન
બનવું અર્થાત્ ફરિશ્તા સ્ટેજ માં રહેવું. જેમ ફરિશ્તા રુપ સાકાર રુપ માં જોયા, વાત
સાંભળતા, વાત કરતા, કારોબાર કરતા અનુભવ કર્યો કે જાણે બાપ શરીર માં હોવા છતાં ન્યારા
છે. કાર્ય ને છોડીને અશરીરી બનવું, આ તો થોડો સમય થઈ શકે છે પરંતુ કાર્ય કરતા, સમય
કાઢી અશરીરી, પાવરફુલ સ્ટેજ નો અનુભવ કરતા રહો. તમે બધા ફરિશ્તા છો, બાપ દ્વારા આ
બ્રાહ્મણ-જીવન નો આધાર લઈ સંદેશ આપવા માટે સાકાર માં કાર્ય કરી રહ્યા છો. ફરિશ્તા
અર્થાત્ દેહ માં રહેતા દેહ થી ન્યારા અને આ ઉદાહરણ - બ્રહ્મા બાપ ને જોયા છે, અસંભવ
નથી. જોયા, અનુભવ કર્યો. જે પણ નિમિત્ત છે, ભલે હમણાં વિસ્તાર વધારે છે પરંતુ જેટલી
બ્રહ્મા બાપ ની નવી નોલેજ, નવું જીવન, નવી દુનિયા બનાવવાની જવાબદારી હતી, એટલી હમણાં
કોઈને પણ નથી. તો બધાનું લક્ષ છે બ્રહ્મા બાપ સમાન બનવું અર્થાત્ ફરિશ્તા બનવું.
શિવ બાપ સમાન બનવું અર્થાત્ નિરાકાર સ્થિતિ માં સ્થિત થવું. મુશ્કેલ છે શું? બાપ અને
દાદા સાથે પ્રેમ છે ને? તો જેમની સાથે પ્રેમ છે એમનાં જેવા બનવું, જ્યારે સંકલ્પ પણ
છે - બાપ સમાન બનવાનું જ છે, તો કોઈ મુશ્કેલ નથી. ફક્ત વારંવાર અટેન્શન. સાધારણ
જીવન નથી. સાધારણ જીવન જીવવા વાળા અનેક છે. મોટા-મોટા કાર્ય કરવાવાળા અનેક છે. પરંતુ
તમારા જેવા કાર્ય, આપ બ્રાહ્મણ આત્માઓ સિવાય બીજા કોઈ નથી કરી શકતાં.
તો આજે સ્મૃતિ દિવસ
પર બાપદાદા સમાનતા માં સમીપ આવો, સમીપ આવો, સમીપ આવો નું વરદાન આપી રહ્યા છે. બધા
હદ નાં કિનારા, ભલે સંકલ્પ કે બોલ અથવા કર્મ, સંબંધ-સંપર્ક કોઈ પણ હદ નો કિનારો,
પોતાનાં મન ની નાવ ને આ હદ નાં કિનારા થી મુક્ત કરી દો. હમણાં થી જીવન માં રહેતા
મુક્ત એવો જીવનમુક્તિ નો અલૌકિક અનુભવ લાંબાકાળ થી કરો. અચ્છા.
ચારેય તરફ નાં બાળકોનાં
પત્ર ખૂબ મળ્યા છે અને મધુબન વાળાઓનાં ક્રોધમુક્ત નાં રિપોર્ટ, સમાચાર પણ બાપદાદાની
પાસે પહોંચ્યા છે. બાપદાદા હિંમત પર ખુશ છે અને આગળ માટે સદા મુક્ત રહેવા માટે
સહનશક્તિ નું કવચ પહેરીને રાખજો, તો કેટલાં પણ કોઈ પ્રયત્ન કરશે પરંતુ આપ સદા સેફ
રહેશો.
એવા સર્વ દૃઢ
સંકલ્પધારી, સદા સ્મૃતિ સ્વરુપ આત્માઓ ને, સદા સર્વ સમર્થીઓ ને સમય પર કાર્યમાં
લાવવા વાળા વિશેષ આત્માઓ ને, સદા સર્વ આત્માઓનાં રહેમદિલ આત્માઓ ને, સદા બાપદાદા
સમાન બનવાના સંકલ્પ ને સાકાર રુપમાં લાવવા વાળા, એવા ખૂબ-ખૂબ-ખૂબ પ્યારા અને ન્યારા
બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
ડબલ ફોરેનર્સ:-
ડબલ ફોરનર્સ ને ડબલ નશો છે. કેમ ડબલ નશો છે? કારણકે સમજે છે કે અમે પણ જેમ બાપ
દૂરદેશ નાં છે ને? તો અમે પણ દૂરદેશ થી આવ્યા છીએ. બાપદાદાએ ડબલ વિદેશી બાળકોની એક
વિશેષતા જોઈ કે દીપ થી દીપ જગાડતા અનેક દેશો માં બાપદાદા નાં જાગેલા દીપકો ની દિવાળી
મનાવી લીધી છે. ડબલ વિદેશીઓને સંદેશ આપવાનો શોખ સારો છે. દરેક ગ્રુપ માં બાપદાદાએ
જોયું ૩૫-૪૦ દેશો નાં હોય છે. મુબારક છે. સદા સ્વયં પણ ઉડતા રહો અને ફરિશ્તા બનીને
ઉડતા-ઉડતા સંદેશ આપતા રહો. સારું છે, તમને ૩૫ દેશ વાળાઓને બાપદાદા નથી જોઈ રહ્યા,
બીજા પણ દેશ વાળાઓને તમારી સાથે જોઈ રહ્યા છે. તો નંબરવન બાપ સમાન બનવા વાળા છો ને?
નંબરવન કે નંબરવાર બનવાવાળા છો? નંબરવન? નંબરવાર નહીં? નંબરવન બનવું અર્થાત્ દરેક
સમયે વિન કરવા (વિજય મેળવવા) વાળા. જે વિન કરે છે તે વન બને છે. તો એવા છો ને? ખૂબ
સારું. વિજયી છો અને સદા વિજયી રહેવાવાળા. સારું બીજા બધાને, જ્યાં-જ્યાં જાઓ ત્યાં
આ સ્મૃતિ અપાવજો કે બધા ડબલ ફોરેનર્સે વન નંબર બનવાનું છે.
સારું-બાપદાદા બધી
માતાઓ ને ગૌપાલ (ગોપાલ) ની પ્રિય માતાઓ ને ખૂબ-ખૂબ દિલ થી યાદ-પ્યાર આપી રહ્યા છે
અને પાંડવ ભલે યુથ હોય કે પ્રવૃત્તિ વાળા હોય, પાંડવ સદા પાંડવપતિ નાં સાથી રહ્યા
છે, એવા સાથી પાંડવો ને પણ બાપદાદા ખૂબ-ખૂબ યાદ-પ્યાર આપી રહ્યા છે.
દાદીજી સાથે:-
આજ નાં દિવસે શું યાદ
આવે છે? વિલ પાવર્સ મળી ને? વિલ પાવર્સ નું વરદાન છે. ખૂબ સારો પાર્ટ ભજવ્યો છે, એની
મુબારક છે. તમને બધાની દુવાઓ ખૂબ છે. તમને જોઈને જ બધા ખુશ થઈ જાય છે, બોલો કે ન
બોલો. તમને કંઈ થાય છે ને તો બધા એવું સમજે છે અમને થઈ રહ્યું છે. આટલો પ્રેમ છે.
બધાનો છે. (અમારો પણ બધા સાથે ખૂબ પ્રેમ છે) પ્રેમ તો ખૂબ છે બધા સાથે. આ પ્રેમ જ
બધાને ચલાવી રહ્યો છે. ધારણા ઓછી હોય કે વધારે હોય, પરંતુ પ્રેમ ચલાવી રહ્યો છે.
ખૂબ સારું.
ઈશુ દાદી સાથે:-
આમણે પણ હિસાબ ચૂક્તુ
કરી લીધો. કોઈ વાંધો નહીં. આમનો સહજ પુરુષાર્થ, સહજ હિસાબ ચૂક્તુ. સહજ જ થઈ ગયો,
સૂતા-સૂતા. આરામ મળ્યો વિષ્ણુ ની જેમ. સારું. છતાં પણ સાકાર થી હમણાં સુધી
યજ્ઞ-રક્ષક બન્યા છો. તો યજ્ઞ-રક્ષક બનવાની દુવાઓ ખૂબ હોય છે.
બધી દાદીઓ બાપદાદા ની
ખૂબ-ખૂબ સમીપ છે. સમીપ રત્ન છો અને બધાને દાદીઓનું મૂલ્ય છે. સંગઠન પણ સારું છે. આપ
દાદીઓનાં સંગઠને આટલા વર્ષ યજ્ઞ ની રક્ષા કરી છે અને કરતા રહેશો. આ એકતા બધી સફળતા
નો આધાર છે. (બાબા વચ્ચે છે) બાપ ને વચ્ચે રાખ્યા છે, આ અટેન્શન ખૂબ સારું આપ્યું
છે. સારું. બધા ઠીક છે.
વરદાન :-
સર્વ સંબંધો
થી એક બાપ ને પોતાનાં સાથી બનાવવા વાળા સહજ પુરુષાર્થી ભવ
બાપ સ્વયં સર્વ સંબંધો
થી સાથ નિભાવવાની ઓફર કરે છે. જેવો સમય તેવા સંબંધ થી બાપની સાથે રહો અને સાથી બનાવો.
જ્યાં સદા સાથ પણ છે અને સાથી પણ છે ત્યાં કોઈ મુશ્કેલ હોઈ ન શકે. જ્યારે ક્યારેય
પોતાને એકલા અનુભવ કરો તો એ સમયે બાપ નાં બિંદુ રુપ ને યાદ નહીં કરો, પ્રાપ્તિઓ નું
લિસ્ટ સામે લાવો, ભિન્ન-ભિન્ન સમય નાં રમણીક અનુભવ ની કહાણી સ્મૃતિ માં લાવો, સર્વ
સંબંધો નાં રસ નો અનુભવ કરો તો મહેનત સમાપ્ત થઈ જશે અને સહજ પુરુષાર્થી બની જશો.
સ્લોગન :-
બહુરુપી બની
માયા નાં બહુરુપો ને પારખી લો તો માસ્ટર માયાપતિ બની જશો.