02-01-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ નો પાર્ટ એક્યુરેટ છે , એ પોતાનાં સમય પર આવે છે , જરા પણ ફરક નથી પડી શકતો , એમનાં આવવાની યાદગાર શિવરાત્રી ખૂબ ધામધૂમ થી મનાવો”

પ્રશ્ન :-
કયા બાળકો નાં વિકર્મ પૂરે-પૂરાં વિનાશ નથી થઈ શકતાં?

ઉત્તર :-
જેમનો યોગ ઠીક નથી, બાપ ની યાદ નથી રહેતી તો વિકર્મ વિનાશ નથી થઈ શકતાં. યોગયુક્ત ન હોવાથી એટલી સદ્દગતિ નથી થતી, પાપ રહી જાય છે પછી પદ પણ ઓછું થઈ જાય છે. યોગ નથી તો નામ-રુપ માં ફસાયેલા રહે છે, તેમની જ વાતો યાદ આવતી રહે છે, તે દેહી-અભિમાની રહી નથી શકતાં.

ગીત :-
યહ કોન આજ આયા સવેરે-સવેરે…

ઓમ શાંતિ!
સવાર કેટલા વાગે થાય છે? બાબા સવારે કેટલા વાગે આવે છે? (કોઈએ કહ્યું ૩ વાગ્યે, કોઈએ કહ્યું ૪, કોઈએ કહ્યું સંગમ પર, કોઈએ કહ્યું ૧૨ વાગ્યે) બાબા એક્યુરેટ પૂછે છે. ૧૨ ને તો તમે સવાર ન કહી શકો. ૧૨ વાગીને એક સેકન્ડ થઈ, એક મિનિટ થઈ તો એ.એમ. અર્થાત્ સવાર શરુ થઈ. આ બિલકુલ સવાર છે. ડ્રામા માં આમનો પાર્ટ બિલકુલ એક્યુરેટ છે. સેકન્ડ ની પણ વાર નથી થઈ શકતી, આ ડ્રામા અનાદિ બનેલો છે. ૧૨ વાગીને એક સેકન્ડ જ્યાં સુધી નથી થઈ તો એ.એમ. નહીં કહેવાશે, આ બેહદ ની વાત છે. બાપ કહે છે હું આવું છું સવારે-સવારે. વિદેશ વાળાનું એ.એમ., પી. એમ. એક્યુરેટ ચાલે છે. તેમની બુદ્ધિ તો પણ સારી છે. તે એટલા સતોપ્રધાન પણ નથી બનતાં, તો તમોપ્રધાન પણ નથી બનતાં. ભારતવાસી જ ૧૦૦ ટકા સતોપ્રધાન પછી ૧૦૦ ટકા તમોપ્રધાન બને છે. તો બાપ બહુજ એક્યુરેટ છે. સવારે અર્થાત્ ૧૨ વાગીને એક મિનિટ, સેકન્ડ નો હિસાબ નથી રાખતાં. સેકન્ડ પાસ થવામાં ખબર પણ નથી પડતી. હવે આ વાતો આપ બાળકો જ સમજો છો. દુનિયા તો બિલકુલ ઘોર અંધકાર માં છે. બાપ ને બધા ભક્તો દુઃખ માં યાદ કરે છે - પતિત-પાવન આવો. પરંતુ એ કોણ છે? ક્યારે આવે છે? આ કાંઈ પણ નથી જાણતાં. મનુષ્ય હોવા છતાં એક્યુરેટ કાંઈ નથી જાણતાં કારણકે પતિત તમોપ્રધાન છે. કામ પણ કેટલું તમોપ્રધાન છે. હવે બેહદ નાં બાપ ઓર્ડીનન્સ (કાયદો) કાઢે છે - બાળકો કામજીત, જગતજીત બનો. જો હમણાં પવિત્ર નહીં બનશો તો વિનાશ ને પ્રાપ્ત થશો. તમે પવિત્ર બનવાથી અવિનાશી પદ મેળવશો. તમે રાજયોગ શીખી રહ્યા છો ને? સ્લોગન (સુવિચાર) માં પણ લખે છે “બી હોલી બી યોગી (પવિત્ર બનો, યોગી બનો)” હકીકત માં લખવું જોઈએ રાજયોગી બનો. યોગી તો કોમન (સાધારણ) શબ્દ છે. બ્રહ્મ સાથે યોગ લગાવે છે, તે પણ યોગી થયાં. બાળક બાપ સાથે, સ્ત્રી પુરુષ સાથે યોગ લગાવે છે પરંતુ આ તમારો છે રાજયોગ. બાપ રાજયોગ શીખવાડે છે એટલે રાજયોગ લખવું ઠીક છે. બી હોલી (પવિત્ર બનો) અને રાજયોગી. દિવસે-દિવસે સુધારો તો થતો રહે છે. બાપ પણ કહે છે આજે તમને ગુહ્ય થી ગુહ્ય વાતો સંભળાવું છું. હવે શિવ જયંતિ પણ આવવાની છે. શિવજયંતિ તો તમારે સારી રીતે મનાવવાની છે. શિવજયંતિ પર તો ખૂબ સારી રીતે સેવા કરવાની છે. જેમની પાસે પ્રદર્શની છે, બધા પોત-પોતાનાં સેવાકેન્દ્ર પર અથવા ઘર માં શિવજયંતિ સારી રીતે મનાવો અને લખી દો - શિવબાબા ગીતા જ્ઞાનદાતા બાપ પાસે થી બેહદ નો વારસો લેવાનો રસ્તો આવીને શીખો. ભલે લાઈટ વગેરે પણ લગાવો. ઘરે-ઘરે શિવજયંતિ મનાવવી જોઈએ. તમે જ્ઞાન-ગંગાઓ છો ને? તો દરેક ની પાસે ગીતા પાઠશાળા હોવી જોઈએ. ઘરે-ઘરે ગીતા તો વાંચે છે ને? પુરુષો કરતાં પણ માતાઓ ભક્તિ માં આગળ હોય છે. એવાં કુટુંબ (પરિવાર) પણ હોય છે જ્યાં ગીતા વાંચે છે. તો ઘર માં પણ ચિત્ર રાખી દેવા જોઈએ. લખી દે કે બેહદ નાં બાપ પાસે થી આવીને ફરી થી વારસો લો.

આ શિવજયંતિ નો તહેવાર હકીકત માં તમારી સાચ્ચી દિવાળી છે. જ્યારે શિવ બાપ આવે છે તો ઘર-ઘર માં પ્રકાશ થઈ જાય છે. આ તહેવાર ને ખૂબ બત્તીઓ વગેરે પેટાવીને અજવાળું કરીને મનાવો. તમે સાચ્ચી દિવાળી મનાવો છો. ફાઈનલ તો થવાનું છે સતયુગ માં. ત્યાં ઘર-ઘર માં પ્રકાશ જ પ્રકાશ હશે અર્થાત્ દરેક આત્મા ની જ્યોત જાગેલી રહે છે. અહીં તો અંધકાર છે. આત્માઓ આસુરી બુદ્ધિ બની ગઈ છે. ત્યાં આત્માઓ પવિત્ર હોવાથી દૈવી-બુદ્ધિ રહે છે. આત્મા જ પતિત, આત્મા જ પાવન બને છે. હમણાં તમે વર્થ નોટ અ પેની (કોડીતુલ્ય) થી પાઉન્ડ (હીરાતુલ્ય) બની રહ્યા છો. આત્મા પવિત્ર હોવાથી શરીર પણ પવિત્ર મળશે. અહીં આત્મા અપવિત્ર છે તો શરીર અને દુનિયા પણ અપવિત્ર છે. આ વાતો ને તમારા માંથી કોઈ થોડા છે જે યથાર્થ રીતે સમજે છે અને તેમને અંદર ખુશી થાય છે. નંબરવાર પુરુષાર્થ તો કરતા રહે છે. ગ્રહચારી પણ હોય છે. ક્યારેક રાહુની ગ્રહચારી બેસે છે તો આશ્ચર્યવત ભાગન્તી થઈ જાય છે. બૃહસ્પતિ (વૃક્ષ પતિ) ની દશા થી બદલાઈ ને ઠીક રાહુ ની દશા બેસી જાય છે. કામ વિકાર માં ગયા અને રાહુ ની દશા બેઠી. મલ્લયુદ્ધ હોય છે ને? તમે માતાઓએ જોયું નહીં હોય કારણકે માતાઓ હોય છે ઘર ની ઘરેત્રી. હવે તમને ખબર છે ભ્રમરી ને ઘરેત્રી અર્થાત્ ઘર બનાવવા વાળી કહે છે. ઘર બનાવવા નાં સરસ કારીગર છે, એટલે ઘરેત્રી નામ છે. કેટલી મહેનત કરે છે. તે પણ પાક્કી મિસ્ત્રી છે. બે-ત્રણ ઓરડા બનાવે છે. ૩-૪ કીડા લઈ આવે છે. એમ તમે પણ બ્રાહ્મણીઓ છો. ભલે ૧-૨ ને બનાવો, ભલે ૧૦-૧૨ ને, ભલે ૧૦૦ ને કે ૫૦૦ ને બનાવો. મંડપ વગેરે બનાવો છો, આ પણ ઘર બનાવવાનું થયું ને? એમાં બેસી બધાને ભૂં-ભૂં કરો છો. પછી કોઈ તો સમજીને કીડા થી બ્રાહ્મણ બને છે, કોઈ સડેલા નીકળે છે અર્થાત્ આ ધર્મ નાં નથી. આ ધર્મવાળા ને જ પૂરી રીતે ટચ (સ્પર્શ) થશે. તમે તો છતાં પણ મનુષ્ય છો ને? તમારી તાકાત તેનાથી (ભ્રમરી થી) તો વધારે છે. તમે ૨ હજાર ની વચ્ચે પણ ભાષણ કરી શકો છો. આગળ ચાલીને ૪-૫ હજાર ની સભા માં પણ તમે જશો. ભ્રમરી ની તમારી સાથે તુલના છે. આજકાલ સંન્યાસી લોકો પણ બહાર વિદેશો માં જઈને કહે છે અમે ભારત નો પ્રાચીન રાજયોગ શીખવાડીએ છીએ. આજકાલ માતાઓ પણ ગેરુ કફની પહેરીને જાય છે, વિદેશીઓને ઠગીને આવે છે. તેમને કહે છે ભારત નો પ્રાચીન રાજયોગ ભારત માં ચાલીને શીખો. તમે એવું થોડી કહેશો કે ભારત માં આવીને શીખો. તમે તો વિદેશ માં જશો તો ત્યાં જ બેસીને સમજાવશો - આ રાજયોગ શીખો તો સ્વર્ગ માં તમારો જન્મ થઈ જશે. આમાં કપડા વગેરે બદલવાની વાત નથી. અહીં જ દેહ નાં બધા સંબંધ ભૂલી સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરો. બાપ જ લિબ્રેટર ગાઈડ છે, બધાને દુ:ખ થી લિબ્રેટ કરે (છોડાવે) છે.

હવે તમારે સતોપ્રધાન બનવાનું છે. તમે પહેલાં ગોલ્ડન એજ (સ્વર્ણિમ યુગ) માં હતાં, હવે આયરન એજ (કળિયુગ) માં છો. આખી દુનિયા, બધા ધર્મવાળા આયરન એજ માં છે. કોઈ પણ ધર્મવાળા મળે, તેમને કહેવાનું છે કે બાપ કહે છે સ્વયં ને આત્મા સમજી મને યાદ કરો તો તમે પાવન બની જશો પછી હું સાથે લઈ જઈશ. બસ, આટલું જ બોલો, વધારે નહીં. આ તો બહુ જ સહજ છે. તમારા શાસ્ત્રો માં પણ છે કે ઘરે-ઘરે સંદેશ આપ્યો. કોઈ એક રહી ગયું તો તેણે ઠપકો આપ્યો મને કોઈએ બતાવ્યું નહીં. બાપ આવ્યા છે, તો પૂરો ઢિંઢોરો પીટવો જોઈએ. એક દિવસ જરુર બધાને ખબર પડશે કે બાપ આવ્યા છે - શાંતિધામ-સુખધામ નો વારસો આપવાં. બરાબર જ્યારે ડીટીઝ્મ (દૈવીરાજ્ય) હતું તો બીજા કોઈ ધર્મ નહોતાં. બધાં શાંતિધામ માં હતાં. એવાં-એવાં વિચાર ચાલવાં જોઈએ, સ્લોગન (સુવિચાર) બનાવવા જોઈએ. બાપ કહે છે દેહ સહિત બધા સબંધો ને છોડો. સ્વયં ને આત્મા સમજી મુજ બાપ ને યાદ કરો તો આત્મા પવિત્ર બની જશે. હમણાં આત્માઓ અપવિત્ર છે. હવે બધાને પવિત્ર બનાવી બાપ ગાઈડ બની પાછા લઈ જશે. બધા પોત-પોતાનાં સેક્શન માં (વિભાગ માં) ચાલ્યા જશે. પછી ડીટી (દૈવી) ધર્મવાળા નંબરવાર આવશે. કેટલું સહજ છે? આ તો બુદ્ધિ માં ધારણ થવું જોઈએ. જે સર્વિસ (સેવા) કરે છે, તે છૂપાં નથી રહી શકતાં. ડિસ-સર્વિસ (કુસેવા) કરવા વાળા પણ છુપાઈ ન શકે. સર્વિસેબલ (સેવાધારી) ને તો બોલાવે છે. જે કંઈ પણ જ્ઞાન નથી સંભળાવી શકતા એમને થોડી બોલાવશે? તે તો વધારે જ નામ બદનામ કરી દેશે. કહેશે બી.કે. આવાં હોય છે શું? પૂરું રિસ્પોન્ડ (પ્રતિઉત્તર) પણ નથી કરતાં. તો નામ બદનામ થયું ને? શિવબાબા નું નામ બદનામ કરવા વાળા ઊંચું પદ મેળવી ન શકે. જેમ અહીં પણ કોઈ તો કરોડપતિ છે, પદમપતિ પણ છે, કોઈ તો જુઓ ભૂખે મરી રહ્યા છે. એવાં ગરીબ પણ આવીને રાજકુમાર બનશે. હમણાં આપ બાળકો જ જાણો છો એ જ શ્રીકૃષ્ણ જે સ્વર્ગ નાં રાજકુમાર હતાં તે ફરી ગરીબ બને છે, પછી ગરીબ થી રાજકુમાર બનશે. આ ગરીબ હતાં ને? થોડુંક કમાયા - તે પણ આપ બાળકો માટે. નહીં તો તમારી સંભાળ કેવી રીતે થાય? આ બધી વાતો શાસ્ત્રો માં થોડી છે? શિવ બાબા જ આવીને બતાવે છે. બરોબર આ ગામ નો છોકરો હતો. નામ કોઈ શ્રીકૃષ્ણ નહોતું. આ આત્મા ની વાત છે એટલે મનુષ્ય મુંઝાયેલા છે. તો બાબાએ સમજાવ્યું શિવજયંતિ પર દરેક ઘર-ઘર માં ચિત્રો પર સેવા કરો. લખી દો કે બેહદ નાં બાપ પાસે થી ૨૧ જન્મો માટે સ્વર્ગ ની બાદશાહી સેકન્ડ માં કેવી રીતે મળે છે, તે આવીને સમજો. જેમ દિવાળી પર મનુષ્ય ખૂબ દુકાન ખોલીને બેસે છે, તમારે પછી અવિનાશી જ્ઞાન-રત્નો ની દુકાન ખોલીને બેસવાનું છે. તમારી કેટલી સરસ સજાવેલી દુકાન હશે! મનુષ્ય દિવાળી પર કરે છે, તમે પછી શિવજયંતિ પર કરો. જે શિવબાબા બધા નાં દીવા જગાડે છે, તમને વિશ્વ નાં માલિક બનાવે છે. તે તો લક્ષ્મી પાસે વિનાશી ધન માંગે છે અને અહીં જગત અંબા પાસે થી તમને વિશ્વ ની બાદશાહી મળે છે. આ રહસ્ય બાપ સમજાવે છે. બાબા કોઈ શાસ્ત્ર થોડી ઉઠાવે છે? બાપ કહે છે હું નોલેજફુલ છું ને? હા, આ જાણે છે, ફલાણા-ફલાણા બાળકો સેવા ખૂબ સારી કરે છે એટલે યાદ આવે છે. બાકી એવું નથી કે એક-એક ની અંદર બેસીને જાણું છું. હા, કોઈ સમયે ખબર પડી જાય છે - આ પતિત છે, શંકા પડે છે. તેમની શકલ જ ઉદાસ થઈ જાય છે તો ઉપર થી બાબા પણ કહેવડાવે છે, આમને પૂછો. આ પણ ડ્રામા માં નોંધ છે. જે કોઈ-કોઈ નાં માટે બતાવે છે, બાકી એવું નથી બધા માટે બતાવશે. એવાં તો અનેક છે, કાળું મોઢું કરે છે. જે કરશે તે પોતાનું જ નુકસાન કરશે. સાચ્ચું બતાવવા થી થોડો ફાયદો થશે, નહીં બતાવવા થી વધારે જ નુકસાન કરશે. સમજવું જોઈએ બાબા આપણને ગોરા બનાવવા આવ્યા છે અને આપણે પછી કાળું મોઢું કરી લઈએ છીએ! આ છે જ કાંટાઓ ની દુનિયા. મનુષ્ય કાંટા છે. સતયુગ ને કહેવાય છે ગાર્ડન ઓફ અલ્લાહ (ઈશ્વરનો બગીચો) અને આ છે જંગલ એટલે બાપ કહે છે જ્યારે-જ્યારે ધર્મ ની ગ્લાનિ થાય છે, ત્યારે હું આવું છું. ફર્સ્ટ નંબર શ્રીકૃષ્ણ જુઓ, પછી ૮૪ જન્મો પછી કેવાં બની જાય છે? હમણાં બધા છે તમોપ્રધાન. પરસ્પર લડતા રહે છે. આ બધુ ડ્રામા માં છે. પછી સ્વર્ગ માં આ કંઈ નહીં હશે. પોઈન્ટ્સ તો અનેકાનેક છે, નોંધ કરવી જોઈએ. જેમ બેરિસ્ટર લોકો પણ પોઈન્ટ ની બુક રાખે છે ને? ડોક્ટર લોકો પણ પુસ્તક રાખે છે, એમાં જોઈને દવા આપે છે. તો બાળકોએ કેટલું સારી રીતે ભણવું જોઈએ, સેવા કરવી જોઈએ. બાબાએ નંબરવન મંત્ર આપ્યો છે મનમનાભવ. બાપ અને વારસા ને યાદ કરો તો સ્વર્ગ નાં માલિક બની જશો. શિવ જયંતિ ઉજવે છે. પરંતુ શિવબાબાએ શું કર્યું? જરુર સ્વર્ગ નો વારસો આપ્યો હશે. એને ૫ હજાર વર્ષ થયાં. સ્વર્ગ થી નર્ક, નર્ક થી સ્વર્ગ બનશે.

બાપ સમજાવે છે-બાળકો, યોગયુક્ત બનો તો તમને દરેક વાત સારી રીતે સમજ માં આવશે. પરંતુ યોગ ઠીક નથી, બાપ ની યાદ નથી રહેતી તો કંઈ સમજી નથી શકતાં. વિકર્મ પણ વિનાશ નથી થઈ શકતાં. યોગયુક્ત ન હોવાથી એટલી સદ્દગતિ પણ નથી થતી, પાપ રહી જાય છે. પછી પદ પણ ઓછું થઈ જાય છે. ઘણાં છે, યોગ કાંઈ પણ નથી, નામ-રુપ માં ફસાયેલા રહે છે, તેમની જ યાદ આવતી રહેશે તો વિકર્મ વિનાશ કેવી રીતે થશે? બાપ કહે છે દેહી-અભિમાની બનો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. શિવ જયંતિ પર અવિનાશી જ્ઞાન-રત્નો ની દુકાન ખોલી સેવા કરવાની છે. ઘર-ઘર માં અજવાળું કરી બધાને બાપ નો પરિચય આપવાનો છે.

2. સાચાં બાપ સાથે સાચાં બનીને રહેવાનું છે, કોઈ પણ વિકર્મ કરીને છુપાવવાનું નથી. એવાં યોગયુક્ત બનવાનું છે, જે કોઈ પણ પાપ રહી ન જાય. કોઈ નાં પણ નામ-રુપ માં નથી ફસાવાનું.

વરદાન :-
હું - પણા નાં ભાન ને ખતમ કરવા માટે બ્રહ્મા - બાપ સમાન શ્રેષ્ઠ ત્યાગી ભવ

સંબંધ નો ત્યાગ, વૈભવો નો ત્યાગ કોઈ મોટી વાત નથી પરંતુ દરેક કાર્ય માં, સંકલ્પ માં પણ બીજાઓને આગળ રાખવાની ભાવના રાખવી અર્થાત્ પોતાપણા ને ખતમ કરી દેવું, પહેલાં તમે કરો… આ છે શ્રેષ્ઠ ત્યાગ. આને જ કહેવાય છે સ્વયં નાં ભાન ને ખતમ કરી દેવું. જેવી રીતે બ્રહ્મા બાપે સદા બાળકો ને આગળ રાખ્યાં. “હું આગળ રહું” એમાં પણ સદા ત્યાગી રહ્યા, આ ત્યાગ નાં કારણે સૌથી આગળ અર્થાત્ નંબરવન માં જવાનું ફળ મળ્યું. તો ફોલો ફાધર.

સ્લોગન :-
ફટ થી કોઈ નાં નુક્સ કાઢી દેવા (ખામી કાઢવી) - આ પણ દુઃખ આપવું છે.

પોતાની શક્તિશાળી મન્સા દ્વારા સકાશ આપવાની સેવા કરો

જેવી રીતે ઊંચા ટાવર થી સકાશ આપે છે, લાઈટ માઈટ ફેલાવે છે. એવી રીતે આપ બાળકો પણ પોતાની ઊંચી સ્થિતિ અથવા ઊંચા સ્થાન પર બેસી ઓછા માં ઓછા ૪ કલાક વિશ્વ ને લાઈટ અને માઈટ આપો. જેવી રીતે સૂર્ય પણ વિશ્વ માં રોશની ત્યારે આપી શકે છે જ્યારે ઊંચા છે. તો સાકાર સૃષ્ટિ ને સકાશ આપવા માટે ઊંચા સ્થાન નિવાસી બનો.