02-03-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  15.10.2004    બાપદાદા મધુબન


“ એક ને પ્રત્યક્ષ કરવા માટે એકરસ સ્થિતી બનાવો , સ્વમાન માં રહો , બધાને સન્માન આપો”
 


આજે બાપદાદા દરેક બાળકો નાં મસ્તક માં ત્રણ ભાગ્ય નાં સિતારા ચમકતા જોઈ રહ્યા છે. એક પરમાત્મ-પાલના નું ભાગ્ય, પરમાત્મ-ભણતર નું ભાગ્ય, પરમાત્મ-વરદાનો નું ભાગ્ય. એવી રીતે ત્રણ સિતારા બધા નાં મસ્તક વચ્ચે જોઈ રહ્યા છે. તમે પણ પોતાનાં ભાગ્ય નાં ચમકતા સિતારા ને જોઈ રહ્યા છો? દેખાય છે? આવાં શ્રેષ્ઠ ભાગ્ય નાં સિતારા આખા વિશ્વ માં અને કોઈનાં પણ મસ્તક માં ચમકતા નજર નહીં આવે (દેખાશે નહીં). આ ભાગ્ય નાં સિતારા તો બધાનાં મસ્તક માં ચમકી રહ્યા છે, પરંતુ ચમક માં ક્યાંક-ક્યાંક અંતર દેખાઈ રહ્યું છે. કોઈની ચમક ખૂબ શક્તિશાળી છે, કોઈની ચમક મધ્યમ છે. ભાગ્યવિધાતાએ ભાગ્ય બધા બાળકો ને એક સમાન આપ્યું છે. કોઈને સ્પેશિયલ નથી આપ્યું. પાલના પણ એક જેવી, ભણતર પણ એક સાથે, વરદાન પણ એક જ જેવા બધાને મળ્યા છે. આખા વિશ્વ નાં ખૂણા-ખૂણા માં ભણતર સદા એક જ હોય છે. આ કમાલ છે જે એક જ મોરલી, એક જ તારીખ અને અમૃતવેલા નો સમય પણ પોત-પોતાનાં દેશ નાં હિસાબ થી હોવા છતાં પણ છે એક જ, વરદાન પણ એક જ છે. સ્લોગન પણ એક જ છે. ફરક થાય (હોય) છે શું? અમેરિકા અને લંડન ફરક હોય છે? નથી હોતો. તો અંતર કેમ?

અમૃતવેલા ની પાલના ચારેય તરફ બાપદાદા એક જ કરે છે. નિરંતર યાદ ની વિધિ પણ બધાને એક જ મળે છે, પછી નંબરવાર કેમ? વિધિ એક અને સિદ્ધિ ની પ્રાપ્તિ માં અંતર કેમ? બાપદાદા ને ચારેય તરફનાં બાળકો સાથે પ્રેમ પણ એક જેવો જ છે. બાપદાદા નાં પ્રેમ માં ભલે પુરુષાર્થ પ્રમાણે નંબર માં છેલ્લો નંબર પણ હોય પરંતુ બાપદાદા નો પ્રેમ લાસ્ટ (છેલ્લા) નંબર માં પણ તે જ છે. વધારે જ પ્રેમ ની સાથે લાસ્ટ નંબર માં રહેમ પણ છે કે આ લાસ્ટ પણ ફાસ્ટ, ફર્સ્ટ બની જાય. તમે બધા જે દૂર-દૂર થી પહોંચ્યા છો, કેવી રીતે પહોંચ્યા છો? પરમાત્મ-પ્રેમ ખેંચીને લાવ્યો છે ને? પ્રેમ ની દોરી માં ખેંચાઈ ને આવી ગયાં. તો બાપદાદા નો બધા સાથે પ્રેમ છે. એવું સમજો છો કે પ્રશ્ન ઉઠે છે કે મારી સાથે પ્રેમ છે કે ઓછો છે? બાપદાદા નો પ્રેમ દરેક બાળક સાથે એક-બીજા થી વધારે છે. અને આ પરમાત્મ-પ્રેમ જ બધા બાળકો નો વિશેષ પાલના નો આધાર છે. દરેક શું સમજે છે - મારો પ્રેમ બાપ સાથે વધારે છે કે બીજા નો પ્રેમ વધારે છે? મારો ઓછો છે? એવું સમજો છો? એવું સમજો છો ને કે મારો પ્રેમ છે? મારો પ્રેમ છે, છે ને એવું? પાંડવ, એવું છે? દરેક કહેશે “મારા બાબા”, એમ નહીં કહેશે કે સેન્ટર ઈન્ચાર્જ નાં બાબા, દાદી નાં બાબા, જાનકી દાદી નાં બાબા, કહેશે? ના. મારા બાબા કહેશે. જ્યારે મારા કહી દીધાં અને બાપે પણ મારા કહી દીધાં, બસ, એક મારા શબ્દ માં જ બાળકો બાપ નાં બની ગયા અને બાપ બાળકો નાં બની ગયાં. મહેનત લાગી શું? મહેનત લાગી? થોડી-થોડી? નથી લાગી? ક્યારેક-ક્યારેક તો લાગે છે? નથી લાગતી? લાગે છે. પછી મહેનત લાગે છે તો શું કરો છો? થાકી જાઓ છો? દિલ થી, મહોબ્બત થી કહો “મારા બાબા”, તો મહેનત મહોબ્બત માં બદલાઈ જશે. મારા બાબા કહેવાથી જ બાપ ની પાસે અવાજ પહોંચી જાય છે અને બાપ એક્સ્ટ્રા મદદ આપે છે. પરંતુ છે દિલ નો સોદો, જુબાન (વાણી) નો સોદો નથી. દિલ નો સોદો છે. તો દિલ નો સોદો કરવામાં હોશિયાર છો ને? આવડે છે ને? પાછળ વાળાને આવડે છે? ત્યારે તો પહોંચ્યા છો. પરંતુ સૌથી દૂરદેશી કોણ? અમેરિકા? અમેરિકા વાળા દૂરદેશી વાળા છે કે બાપ દૂરદેશી છે? અમેરિકા તો આ દુનિયામાં છે. બાપ તો બીજી દુનિયા માંથી આવે છે. તો સૌથી દૂરદેશી કોણ? અમેરિકા નથી. સૌથી દૂરદેશી બાપદાદા છે. એક આકાર વતન થી આવે છે, એક પરમધામ થી આવે છે, તો અમેરિકા એની આગળ શું છે? કાંઈ પણ નથી.

તો આજે દૂરદેશી બાપ આ સાકાર દુનિયા નાં દૂરદેશી બાળકો ને મળી રહ્યા છે. નશો છે ને? આજે અમારા માટે બાપદાદા આવ્યા છે! ભારતવાસી તો બાપ નાં છે જ પરંતુ ડબલ વિદેશીઓ ને જોઈ બાપદાદા વિશેષ ખુશ થાય છે. કેમ ખુશ થાય છે? બાપદાદાએ જોયું છે ભારત માં તો બાપ આવ્યા છે એટલે ભારતવાસીઓ નો આ નશો એક્સ્ટ્રા છે પરંતુ ડબલ ફોરેનર્સ સાથે પ્રેમ એટલે છે કે અલગ-અલગ કલ્ચર હોવા છતાં પણ બ્રાહ્મણ-કલ્ચર માં પરિવર્તન થઈ ગયાં. થઈ ગયા ને? હવે તો સંકલ્પ નથી આવતો-આ ભારત નું કલ્ચર છે, આપણું કલ્ચર તો બીજું છે? ના. હમણાં બાપદાદા રીઝલ્ટ માં જુએ છે, બધા એક કલ્ચર નાં થઈ ગયા છે. ભલે ક્યાનાં પણ છે, સાકાર શરીર માટે દેશ ભિન્ન-ભિન્ન છે પરંતુ આત્મા બ્રાહ્મણ-કલ્ચર નો છે અને એક વાત બાપદાદા ને ડબલ ફોરેનર્સ ની બહુ જ ગમે છે, ખબર છે કઈ? (જલ્દી સેવા કરવા લાગી ગયા છે) અને બોલો? (નોકરી પણ કરે છે, સેવા પણ કરે છે) એવું તો ઈન્ડિયા માં પણ કરે છે. ઈન્ડિયા માં પણ નોકરી કરે છે. (કંઈ પણ થાય છે તો સચ્ચાઈ થી પોતાની કમજોરી બતાવી દે છે, સ્પષ્ટવાદી છે) અચ્છા, ઇન્ડિયા સ્પષ્ટવાદી નથી?

બાપદાદાએ આ જોયું છે કે દૂર-દૂર રહે છે પરંતુ બાપ નાં પ્રેમ નાં કારણે પ્રેમ માં મેજોરિટી (વધારે) પાસ છે. ભારત નું તો ભાગ્ય છે જ પરંતુ દૂર રહેતાં પ્રેમ માં બધા પાસ છે. જો બાપદાદા પૂછશે કે પ્રેમ માં પર્સન્ટેજ છે? બાપ સાથે પ્રેમ નાં વિષય માં પર્સન્ટેજ છે? જે સમજે છે પ્રેમ માં ૧૦૦ ટકા છે તે હાથ ઉઠાવો. (બધાએ હાથ ઉઠાવ્યો) અચ્છા- ૧૦૦%? ભારતવાસી નથી ઉઠાવી રહ્યા? જુઓ, ભારત ને તો સૌથી મોટું ભાગ્ય મળ્યું છે કે બાપ ભારત માં જ આવ્યા છે. આમાં બાપ ને અમેરિકા પસંદ નથી આવ્યું, પરંતુ ભારત પસંદ આવ્યું છે. આ (અમેરિકા નાં ગાયત્રી બહેન) સામે બેઠાં છે એટલે અમેરિકા કહી રહ્યા છે. પરંતુ દૂર હોવા છતાં પ્રેમ સારો છે. પ્રોબ્લેમ આવે પણ છે પરંતુ તો પણ બાબા-બાબા કહીને ખતમ કરી દે છે.

પ્રેમ માં તો બાપદાદાએ પણ પાસ કરી લીધાં અને હવે શેમાં પાસ થવાનું છે? થવાનું પણ છે ને? છે પણ અને થવાનું પણ છે. તો વર્તમાન સમય પ્રમાણે બાપદાદા આ જ ઈચ્છે છે કે દરેક બાળક માં સ્વ-પરિવર્તન ની શક્તિ ની પર્સન્ટેજ, જેવી રીતે પ્રેમ ની શક્તિ માં બધાએ હાથ ઉઠાવ્યો, બધાએ હાથ ઉઠાવ્યો ને? એટલી જ સ્વ-પરિવર્તન ની તીવ્ર ગતિ છે? એમાં અડધો હાથ ઉઠશે કે પૂરો? કયો ઉઠશે? પરિવર્તન કરો પણ છો પરંતુ સમય લાગે છે. સમય ની સમીપતા પ્રમાણે સ્વ-પરિવર્તન ની શક્તિ એવી તીવ્ર હોવી જોઈએ જેવી રીતે કાગળ ઉપર બિંદુ લગાવો તો કેટલા માં લાગે છે? કેટલો સમય લાગે છે? બિંદુ લગાવવા માં કેટલો સમય લાગે છે? સેકન્ડ પણ નહીં. ઠીક છે ને? તો એવી તીવ્રગતિ છે? એમાં હાથ ઉઠાવ્યો શું? આમાં અડધો હાથ ઉઠશે. સમય ની ગતિ તીવ્ર છે, સ્વ-પરિવર્તન ની શક્તિ એવી રીતે તીવ્ર થવાની છે અને જ્યારે પરિવર્તન કહે છે તો પરિવર્તન ની આગળ પહેલાં સ્વ શબ્દ સદા યાદ રાખો. પરિવર્તન નહીં, સ્વ-પરિવર્તન. બાપદાદા ને યાદ છે કે બાળકોએ બાપ સાથે એક વર્ષ માટે વાયદો કર્યો હતો કે સંસ્કાર પરિવર્તન થી સંસાર પરિવર્તન કરીશું. યાદ છે? વર્ષ મનાવ્યું હતું - સંસ્કાર પરિવર્તન થી સંસાર પરિવર્તન. તો સંસાર ની ગતિ તો અતિ માં જઈ રહી છે. પરંતુ સંસ્કાર પરિવર્તન એની ગતિ કેટલી ફાસ્ટ છે? તેવી રીતે ફોરેન ની વિશેષતા છે, કોમન રુપ થી, ફોરેન ફાસ્ટ ચાલે છે, ફાસ્ટ કરે છે. તો બાપ પૂછે છે કે સંસ્કાર પરિવર્તન માં ફાસ્ટ છે? તો બાપદાદા સ્વ-પરિવર્તન ની ગતિ હવે તીવ્ર જોવા ઈચ્છે છે. બધા પૂછો છો ને? બાપદાદા શું ઈચ્છે છે? પરસ્પર રુહરિહાન કરો છો ને, તો એક-બીજા ને પૂછો છો બાપદાદા શું ઈચ્છે છે? તો બાપદાદા આ ઈચ્છે છે, સેકન્ડ માં બિંદુ લાગે. જેવી રીતે કાગળ માં બિંદુ લાગે છે ને, એનાં કરતાં પણ ફાસ્ટ, પરિવર્તન માં જે અયથાર્થ છે એમાં બિંદુ લાગે. બિંદુ લગાવતા આવડે છે? આવડે છે ને? પરંતુ ક્યારેક-ક્યારેક પ્રશ્ન માર્ક થઈ જાય છે. લગાવો બિંદુ છે અને બની જાય છે પ્રશ્ન માર્ક. આ કેમ, આ શું? આ કેમ અને શું… આ બિંદુ ને પ્રશ્ન માર્ક માં બદલી દે છે. બાપદાદાએ પહેલાં પણ કહ્યું હતું-વાય વાય (કેમ-કેમ) નહીં કરો, શું કરો? ફ્લાય અથવા વાહ! વાહ! કરો અથવા ફ્લાય કરો. વાય નહીં કરો. વાય-વાય કરતા જલ્દી આવડે છે ને? આવી જાય છે? જ્યારે વાય આવે ને તો એને વાહ! વાહ! કરી લો. કોઈ પણ કાંઈ કરે છે, કહે છે, વાહ! ડ્રામા વાહ! આ કેમ કરે છે? આ શું કહે છે, ના. આ કરે તો હું કરું, ના.

આજકાલ બાપદાદાએ જોયું છે, સંભળાવે? પરિવર્તન કરવું છે ને? તો આજકાલ રીઝલ્ટ માં ભલે ફોરેન માં કે ઈન્ડિયા માં બંને તરફ એક વાત ની લહેર છે, તે શું? આ થવું જોઈએ, આ મળવું જોઈએ, આ આમણે કરવું જોઈએ… જે હું વિચારું છું, કહું છું તે થવું જોઈએ… આ જોઈએ, જોઈએ જે સંકલ્પ માત્ર માં પણ હોય છે આ વેસ્ટ થોટ્સ, બેસ્ટ બનવા નથી દેતાં. બાપદાદાએ બધા નો વેસ્ટ નો ચાર્ટ થોડા સમય નો નોંધ કર્યો છે. ચેક કર્યો છે. બાપદાદા ની પાસે તો પાવરફુલ મશીનરી છે ને? તમારા જેવું કોમ્પ્યુટર નથી, તમારું કોમ્પ્યુટર તો ગાળો પણ આપે છે. પરંતુ બાપદાદા ની પાસે ચેકિંગ મશીનરી બહુ જ ફાસ્ટ છે. તો બાપદાદાએ જોયું મેજોરીટી નાં વેસ્ટ સંકલ્પ આખા દિવસ માં વચ્ચે-વચ્ચે ચાલે છે. શું થાય છે આ વેસ્ટ સંકલ્પ નું વજન ભારે હોય છે અને બેસ્ટ વિચારો નું વજન ઓછું હોય છે. તો આ જે વચ્ચે-વચ્ચે વેસ્ટ વિચારો ચાલે છે તે દિમાગ ને ભારે કરી દે છે. પુરુષાર્થ ને ભારે કરી દે છે, બોજ છે ને તો તે પોતાની તરફ ખેંચી લે છે એટલે શુભ સંકલ્પ જે સ્વ ઉન્નતિ ની લિફ્ટ છે, સીડી પણ નથી લિફ્ટ છે તે ઓછી હોવાને કારણે, મહેનત ની સીડી ચઢવી પડે છે. બસ, બે શબ્દ યાદ કરો - વેસ્ટ ને ખતમ કરવા માટે અમૃતવેલા થી લઈને રાત સુધી બે શબ્દો સંકલ્પ માં, બોલ માં અને કર્મ માં, કાર્ય માં લગાવો. પ્રેક્ટિકલ માં લાવો. તે બે શબ્દો છે - સ્વમાન અને સન્માન. સ્વમાન માં રહેવાનું છે અને સન્માન આપવાનું છે. કોઈ કેવા પણ છે, આપણે સન્માન આપવાનું છે. સન્માન આપવું, સ્વમાન માં સ્થિત થવું છે. બંને નું બેલેન્સ જોઈએ. ક્યારેક સ્વમાન માં વધારે રહે છે, ક્યારેક સન્માન આપવામાં કમી પડી જાય છે. એવું નથી કે કોઈ સન્માન આપે તો હું સન્માન આપું, ના. મારે દાતા બનવું છે. શિવ શક્તિ પાંડવ સેના દાતા નાં બાળકો દાતા છે. તે આપે તો હું આપું, તે તો બિઝનેસ થઈ ગયો, દાતા નહીં થયાં. તો તમે બિઝનેસમેન છો કે દાતા છો? દાતા ક્યારેય લેવતા નથી હોતાં. પોતાની વૃત્તિ અને દૃષ્ટિ માં આ જ લક્ષ રાખો મારે, બીજાઓને નહીં, મારે સદા દરેક પ્રત્યે અર્થાત્ સર્વ પ્રત્યે ભલે જ્ઞાની છે કે અજ્ઞાની છે, અજ્ઞાનીઓ પ્રત્યે હજી પણ શુભ ભાવના રાખો છો પરંતુ જ્ઞાની તું આત્માઓ પ્રત્યે પરસ્પર દરેક સમયે શુભ ભાવના, શુભકામના રહે. વૃત્તિ એવી બની જાય, દૃષ્ટિ એવી બની જાય. બસ, દૃષ્ટિ માં જેવી રીતે સ્થૂળ બિંદુ છે, ક્યારેય બિંદુ ગાયબ થાય છે શું? આંખો માંથી જો બિંદુ ગાયબ થઈ જાય તો શું બની જશો? જોઈ શકશો? તો જેવી રીતે આંખો માં બિંદુ છે, તેવી રીતે આત્મા તથા બાપ બિંદુ નયનો માં સમાયેલા હોય. જેવી રીતે જોવા વાળું બિંદુ ક્યારેય ગાયબ નથી થતું, એવી રીતે આત્મા તથા બાપ નાં સ્મૃતિ નું બિંદુ વૃત્તિ થી, દૃષ્ટિ થી ગાયબ ન થાય. ફોલો ફાધર કરવું છે ને? તો જેવી રીતે બાપ ની દૃષ્ટિ તથા વૃત્તિ માં દરેક બાળક માટે સ્વમાન છે, સન્માન છે એવી રીતે જ પોતાની દૃષ્ટિ, વૃત્તિ માં સ્વમાન, સન્માન. સન્માન આપવા થી જે મન માં આવે છે કે આ બદલાઈ જાય, આ ન કરે, આ એવા બને, તે તે શિક્ષા થી નહીં થશે પરંતુ સન્માન આપો તો જે મન માં સંકલ્પ રહે છે, આ થાય, આ બદલાય, આ આવું કરે, તે કરવા લાગી જશે. વૃતિ થી બદલાશે, બોલવાથી નથી બદલાતાં. તો શું કરશો? સ્વમાન અને સન્માન, બંને યાદ રહેશે ને કે ફક્ત સ્વમાન યાદ રહેશે? સન્માન આપવું અર્થાત્ સન્માન લેવું. કોઈને પણ માન આપવું સમજો માનનીય બનવું છે. આત્મિક-પ્રેમ ની નિશાની છે - બીજા ની કમજોરી ને પોતાની શુભ ભાવના, શુભ કામના થી પરિવર્તન કરવી. બાપદાદાએ હમણાં લાસ્ટ સંદેશ પણ મોકલ્યો હતો કે વર્તમાન સમયે પોતાનું સ્વરુપ મર્સીફુલ બનાવો, રહેમદિલ. લાસ્ટ જન્મ માં પણ તમારા જડ ચિત્ર મર્સીફુલ બની ભક્તો પર રહેમ કરી રહ્યા છે. જ્યારે ચિત્ર એટલા મર્સીફુલ છે તો ચૈતન્ય માં શું હશે? ચૈતન્ય તો રહેમ ની ખાણ છે. રહેમ ની ખાણ બની જાઓ. જે પણ આવે રહેમ, આ જ પ્રેમ ની નિશાની છે બનવું છે ને? કે ફક્ત સાંભળવું છે? કરવું જ છે, બનવું જ છે. તો બાપદાદા શું ઈચ્છે છે, આનો જવાબ આપી રહ્યા છે. પ્રશ્ન કરો છો ને, તો બાપદાદા જવાબ આપી રહ્યા છે.

વર્તમાન સમયે સેવા માં વૃદ્ધિ સારી થઈ રહી છે, ભલે ભારત માં કે ફોરેન માં પરંતુ બાપદાદા ઈચ્છે છે એવાં કોઈ નિમિત્ત આત્મા બનાવો જે કોઈ વિશેષ કાર્ય કરીને દેખાડે. એવાં કોઈ સહયોગી બને જે હમણાં સુધી કરવા ઈચ્છે છે, તે કરીને દેખાડે. પ્રોગ્રામ તો બહુ જ કર્યા છે, જ્યાં પણ પ્રોગ્રામ્સ કર્યા છે એ સર્વ પ્રોગ્રામ્સ ની બધી તરફ વાળાઓ ને બાપદાદા વધાઈ આપે છે. હવે કોઈ બીજી નવીનતા દેખાડો. જો તમારી તરફ થી તમારી જેમ બાપ ને પ્રત્યક્ષ કરે. પરમાત્મા નું ભણતર છે, આ મુખ થી નીકળે. બાબા-બાબા શબ્દ દિલ થી નીકળે. સહયોગી બને છે, પરંતુ હમણાં એક વાત જે રહી છે કે આ જ એક છે, આ જ એક છે, આ જ એક છે… આ અવાજ ફેલાય. બ્રહ્માકુમારીઓ કામ સારું કરી રહ્યા છે, કરી શકે છે, અહીં સુધી તો આવ્યા છે પરંતુ આ જ એક છે અને પરમાત્મ-જ્ઞાન છે. બાપ ને પ્રત્યક્ષ કરવા વાળા બેધડક બોલે. તમે બોલો છો પરમાત્મા કાર્ય કરાવી રહ્યા છે, પરમાત્મા નું કાર્ય છે પરંતુ તે કહે કે જે પરમાત્મા બાપ ને બધા પોકારી રહ્યા છે, તે જ્ઞાન છે. હવે આ અનુભવ કરાવો. જેવી રીતે તમારા દિલ માં દરેક સમયે શું છે? બાબા, બાબા, બાબા… એવું કોઈ ગ્રુપ નીકળે. સારું છે, કરી શકો છો, અહીં સુધી તો ઠીક છે. પરિવર્તન થયું છે. પરંતુ લાસ્ટ પરિવર્તન છે - એક છે, એક છે, એક છે. તે થશે જ્યારે બ્રાહ્મણ-પરિવાર એકરસ સ્થિતિ વાળા થઈ જાય. હમણાં સ્થિતિ બદલાતી રહે છે. એકરસ સ્થિતિ એક ને પ્રત્યક્ષ કરશે. ઠીક છે ને? તો ડબલ એક્ઝામ્પલ બનો. સન્માન આપવામાં, સ્વમાન માં રહેવામાં એક્ઝામ્પલ બનો, નંબર લઈ લો. ચારેય તરફ જેવી રીતે મોહજીત પરિવાર નું દૃષ્ટાંત બતાવે છે ને, જે ચપરાસી પણ, નોકર પણ બધા મોહજીત. તેમ ક્યાંય પણ જાઓ, અમેરિકા જાઓ, ઓસ્ટ્રેલિયા જાઓ, દરેક દેશ માં એકરસ, એકમત, સ્વમાન માં રહેવા વાળા, સન્માન આપવા વાળા, એમાં નંબર લો. લઈ શકો છો ને?

ચારેય તરફ નાં બાપ નાં નયનો માં સમાયેલા, નયનો નાં નૂર બાળકો ને સદા એકરસ સ્થિતિ માં સ્થિત રહેવા વાળા બાળકો ને, સદા ભાગ્ય નાં સિતારા ચમકવા વાળા ભાગ્યવાન બાળકો ને, સદા સ્વમાન અને સન્માન સાથે-સાથે રાખવા વાળા બાળકો ને, સદા પુરુષાર્થ ની તીવ્ર ગતિ કરવા વાળા બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર, દુવાઓ અને નમસ્તે.

વરદાન :-
સાચા સાથી નો સાથ લેવા વાળા સર્વ થી ન્યારા , પ્યારા નિર્મોહી ભવ

રોજ અમૃતવેલા સર્વ સંબધો નું સુખ બાપદાદા પાસે થી લઈને બીજાઓ ને દાન કરો. સર્વ સુખો નાં અધિકારી બની બીજાઓ ને પણ બનાવો. કોઈ પણ કામ છે એમાં સાકાર સાથી યાદ ન આવે, પહેલાં બાપ ની યાદ આવે કારણકે સાચાં મિત્ર બાપ છે. સાચાં સાથી નો સાથ લેશો તો સહજ જ સર્વ થી ન્યારા અને પ્યારા બની જશો. જે સર્વ સંબંધો થી દરેક કાર્ય માં એક બાપ ને યાદ કરે છે તે સહજ જ નિર્મોહી બની જાય છે. એમનો કોઈ પણ તરફ લગાવ અર્થાત્ ઝુકાવ નથી રહેતો એટલે માયા થી હાર પણ નથી થઈ શકતી.

સ્લોગન :-
માયા ને જોવા અથવા જાણવા માટે ત્રિકાળદર્શી અને ત્રિનેત્રી બનો ત્યારે વિજયી બનશો.

અવ્યક્ત ઈશારા - સત્યતા અને સભ્યતા રુપી કલ્ચર ને અપનાવો .

સત્યતા ની નિશાની સભ્યતા છે. જો તમે સાચાં છો, સત્યતા ની શક્તિ તમારા માં છે તો સભ્યતા ને ક્યારેય ન છોડો, સત્યતા ને સિદ્ધ કરો પરંતુ સભ્યતા પૂર્વક. જો સભ્યતા ને છોડીને અસભ્યતા માં આવીને સત્ય ને સિદ્ધ કરવા ઈચ્છો છો તો તે સત્ય સિધ્ધ નહીં થશે. અસભ્યતા ની નિશાની છે જિદ્દ અને સભ્યતા ની નિશાની છે નિર્માણ. સત્યતા ને સિદ્ધ કરવા વાળા સદૈવ સ્વયં નિર્માણ બનીને સભ્યતા પૂર્વક વ્યવહાર કરશે.