02-04-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપની આ વન્ડરફુલ હટ્ટી ( અદ્દભુત દુકાન ) છે , જેનાં પર બધો વેરાઈટી સામાન મળે છે , તે હટ્ટી નાં તમે માલિક છો”

પ્રશ્ન :-
આ વન્ડરફુલ દુકાનદાર ની કોપી (નકલ) કોઈ પણ નથી કરી શકતું - કેમ?

ઉત્તર :-
કારણકે એ સ્વયં જ સર્વ ખજાનાઓનાં ભંડાર છે. જ્ઞાન નાં, સુખ નાં, શાંતિ નાં, પવિત્રતા નાં, સર્વ વસ્તુઓ નાં સાગર છે, જેને જે જોઈએ તે મળી શકે છે. નિવૃત્તિ માર્ગ વાળાઓ ની પાસે આ સામાન મળી ન શકે. કોઈ પણ પોતાને બાપ સમાન સાગર કહી ન શકે.

ગીત :-
તુમ્હેં પાકે હમને…

ઓમ શાંતિ!
હમણાં બાળકો બેઠાં છે બેહદ નાં બાપ ની સામે. આમને બેહદ નાં બાપ પણ કહેવાય તો બેહદ નાં દાદા પણ કહેવાય અને પછી બેહદ નાં બાળકો બેઠાં છે અને બાપ બેહદ નું જ્ઞાન આપી રહ્યાં છે. હદ ની વાતો હવે છૂટી. હવે બાપ પાસે થી બેહદ નો વારસો લેવાનો છે. આ એક જ હટ્ટી છે. મનુષ્યો ને ખબર નથી કે અમે શું ઈચ્છીએ છીએ. બેહદ નાં બાપ ની હટ્ટી તો ખૂબ મોટી છે. એમને કહેવાય છે સુખ નાં સાગર, પવિત્રતા નાં સાગર, આનંદ નાં સાગર, જ્ઞાન નાં સાગર… કોઈ દુકાનદાર હોય છે તો એની પાસે ઘણી વેરાઈટી હોય છે. તો આ છે બેહદ નાં બાપ. આમની પાસે પણ વેરાઈટી સામાન છે. શું-શું છે? બાબા જ્ઞાન નાં સાગર છે, સુખ નાં, શાંતિ નાં સાગર છે. એમની પાસે આ વન્ડરફુલ, અલૌકિક સામાન છે. પછી ગવાય પણ છે - સુખકર્તા. આ એક જ દુકાન છે બીજા તો કોઈની આવી દુકાન નથી. બ્રહ્મા-વિષ્ણુ-શંકર ની પાસે શું સામાન છે? કાંઈ પણ નથી. સૌથી ઊંચો સામાન છે બાપ ની પાસે, એટલે એમની મહિમા ગવાય છે. ત્વમેવ માતાશ્ચ પિતા… આવી મહિમા ક્યારેય કોઈની ગવાતી નથી. મનુષ્ય શાંતિ માટે ભટકતા રહે છે. કોઈને દવા જોઈએ, કોઈને કાંઈ જોઈએ. તે બધી હદ ની દુકાન છે. આખી દુનિયા માં બધાની પાસે હદ ની વસ્તુઓ છે. આ એક જ બાપ છે જેમની પાસે બેહદ ની વસ્તુઓ છે એટલે એમની મહિમા પણ ગાય છે કે પતિત-પાવન છે, લિબ્રેટર (મુક્તિદાતા) છે, જ્ઞાન નાં સાગર છે, આનંદ નાં સાગર છે. આ બધો વેરાયટી વખર (સામાન) છે. લિસ્ટ લખશો તો લાંબુ થઈ જશે. જે બાપની પાસે આ વસ્તુઓ છે તો બાળકો નો પણ હક છે તેના પર. પરંતુ આ કોઈની બુદ્ધિ માં નથી આવતું કે જ્યારે એવા બાપ નાં આપણે બાળકો છીએ તો બાપ ની વસ્તુ નાં આપણે માલિક હોવા જોઈએ. બાપ આવે પણ છે ભારત માં. બાપ ની પાસે જે બધી વસ્તુઓ છે - તે જરુર લઈ આવશે. તેમની પાસે લેવા માટે તો જઈ નથી શકતાં. બાપ કહે છે મારે આવવું પડે છે. કલ્પ-કલ્પ, કલ્પ નાં સંગમ પર હું આવીને તમને બધી વસ્તુ આપી જાઉં છું. હું જે તમને વખર (સમાન) આપું છું, તે પછી ક્યારેય નથી મળી શકતો. અડધાકલ્પ માટે તમારા ભંડારા ભરાઈ જાય છે. એવી કોઈ અપ્રાપ્ત વસ્તુ નથી રહેતી જેનાં માટે પોકારવા પડે. ડ્રામા પ્લાન અનુસાર તમે બધા વારસો લઈને પછી ધીરે-ધીરે સીડી ઉતરો છો. પુનર્જન્મ પણ જરુર લેવો પડે. ૮૪ જન્મ પણ લેવાનાં છે. ૮૪ નું ચક્ર કહે છે પરંતુ અર્થ નથી સમજતાં. ૮૪ નાં બદલે ૮૪ લાખ જન્મ કહી દે છે. માયા ભૂલ કરાવી દે છે. આ હમણાં તમે સમજો છો પછી તો આ બધું ભૂલી જશો. આ સમયે વખર લો છો, સતયુગ માં રાજાઈ કરો છો. પરંતુ તેમને આ ખબર નથી રહેતી કે આ રાજાઈ અમને કોણે આપી? લક્ષ્મી-નારાયણ નું રાજ્ય ક્યારે હતું? સ્વર્ગ નાં સુખ ગવાય પણ છે. બધા પ્રકાર નાં સુખ આપે છે. આનાથી વધારે કોઈ સુખ હોતું નથી. પછી તે સુખ પણ પ્રાયઃલોપ થઈ જાય છે. અડધાકલ્પ પછી રાવણ આવી બધા સુખ છીનવી લે છે. કોઈને ગુસ્સો કરો છો તો કહે છે, તારી કળા કાયા જ ખતમ થઈ ગઈ છે. તમે પણ જે સર્વગુણ સમ્પન્ન, સોળે કળા સંપૂર્ણ હતાં. તે કળાઓ બધી ખતમ થઈ ગઈ છે. એક બાપ સિવાય બીજા કોઈની આટલી મહિમા નથી. કહે છે ને - પૈસા હોય તો લાડકાના ફરી આવો.

તમે વિચાર કરો કે સ્વર્ગ માં કેટલાં અકીચાર ધન-માલ હતાં. હવે તે થોડી છે? બધું ગુમ થઈ જાય છે. ધર્મ ભ્રષ્ટ, કર્મ ભ્રષ્ટ બની જાય છે. તો ધન-માલ પણ ગુમ થઈ જાય છે પછી નીચે પડવા લાગી જાય છે. બાપ સમજાવે છે - તમને આટલું ધન આપ્યું, તમને હીરા જેવા બનાવ્યાં. પછી તમે ધન-માલ ક્યાં ગુમાવી દીધાં? હવે ફરી બાપ કહે છે કે પોતાનો વારસો, પુરુષાર્થ કરીને લઈ લો. તમે જાણો છો કે બાબા આપણને ફરી થી સ્વર્ગ ની બાદશાહી આપી રહ્યાં છે અને કહે છે, હે બાળકો, મને યાદ કરો તો તમારા ઉપર જે કાટ છે, તે નીકળી જાય. બાળકો કહે છે, બાબા અમે ભૂલી જઈએ છીએ. આ શું? કન્યા જ્યારે લગ્ન કરે છે તો પતિ ને ક્યારેય ભૂલે છે શું? બાળકો ક્યારેય બાપ ને ભૂલે છે શું? બાપ તો દાતા છે. વારસો બાળકોએ લેવાનો છે તો જરુર યાદ કરવા પડે. બાપ સમજાવે છે - મીઠાં-મીઠાં સિકીલધા બાળકો, યાદ ની યાત્રા માં રહેશો તો વિકર્મ વિનાશ થશે બીજો કોઈ ઉપાય નથી. ભક્તિમાર્ગ માં તીર્થયાત્રા, ગંગા સ્નાન વગેરે જે કરતા આવ્યાં છો તો સીડી નીચે ઉતરતા જ આવ્યાં છો. ઉપર ચઢી જ નથી શકતાં. લૉ (કાયદો) નથી કહેતો. બધાની ઉતરતી કળા છે. આ જે કહે છે કે ફલાણા મુક્તિ માં ગયા, આ જુઠ્ઠું બોલે છે. પાછું કોઈ જઈ ન શકે. બાબા આવ્યાં છે તમને સોળે કળા સંપૂર્ણ બનાવવાં. તમે જ ગાતા હતાં કે મુજ નિર્ગુણ હારે મેં… હવે તમે જાણો છો કે બાપ ગુણવાન બનાવે છે. આપણે જ ગુણવાન, પૂજ્ય હતાં. આપણે વારસો લીધો હતો. ૫ હજાર વર્ષ થયાં. બાપ પણ કહે છે કે તમને વારસો આપીને ગયો હતો. શિવજયંતી, રક્ષાબંધન, દશેરા વગેરે મનાવે પણ છે છતાં પણ કાંઈ સમજતા નથી. બધુંજ ભૂલી જાય છે. પછી બાપ આવીને યાદ અપાવે છે. તમે જ હતાં પછી તમે રાજ્ય ભાગ્ય ગુમાવ્યું છે. બાપ સમજાવે છે - હવે આ આખી જૂની દુનિયા જડજડીભૂત છે. દુનિયા તો આ જ છે. આ જ ભારત નવું હતું, હવે જૂનું થયું છે. સ્વર્ગ માં સદા સુખ હોય છે. પછી દ્વાપર થી જ્યારે દુઃખ શરુ થાય છે ત્યારે આ વેદ-શાસ્ત્ર વગેરે બને છે. ભક્તિ કરતાં-કરતાં જ્યારે તમે ભક્તિ પૂરી કરો ત્યારે ભગવાન આવે ને? બ્રહ્મા નો દિવસ, બ્રહ્મા ની રાત. અડધું-અડધું હશે ને? જ્ઞાન દિવસ, ભક્તિ રાત. તેમણે તો કલ્પ ની આયુ ઉલ્ટી-સુલ્ટી કરી દીધી છે.

તો પહેલાં-પહેલાં તમે બધાને બાપની મહિમા સંભળાવો. બાપ જ્ઞાન નાં સાગર, શાંતિ નાં સાગર છે. શ્રીકૃષ્ણ ને થોડી કહેવાશે - નિરાકાર પતિત-પાવન, સુખ નાં સાગર… ના, તેમની મહિમા જ અલગ છે. રાત-દિવસ નો ફરક છે. શિવ ને કહેવાય જ છે બાબા. શ્રીકૃષ્ણ-બાબા શબ્દ નથી શોભતો. કેટલી મોટી ભૂલ છે. પછી નાની-નાની ભૂલો કરતા ૧૦૦ ટકા ભૂલી ગયા છે. બાપ કહે છે - સંન્યાસીઓ પાસે થી ક્યારેય આ સોદો મળી ન શકે. તે છે જ નિવૃત્તિ માર્ગ નાં. તમે છો પ્રવૃત્તિ માર્ગ વાળા. તમે સંપૂર્ણ નિર્વિકારી હતાં, વાઈસલેસ વર્લ્ડ (નિર્વિકારી દુનિયા) હતું. આ છે વિશશ વર્લ્ડ (વિકારી દુનિયા). પછી કહે છે - શું સતયુગ માં બાળકો નથી જન્મતાં? ત્યાં પણ તો વિકાર હતો. અરે, તે છે સંપૂર્ણ નિર્વિકારી દુનિયા. સંપૂર્ણ નિર્વિકારી પછી વિકારી હોઈ કેવી રીતે શકે? પછી સતયુગ માં આટલાં બધાં મનુષ્ય હોય, આ કેવી રીતે બની શકે? ત્યાં આટલાં મનુષ્ય થોડી હોય છે? ભારત સિવાય બીજો કોઈ ખંડ નહીં હશે. તેઓ કહે પણ છે અમે માની નથી શકતાં. દુનિયા તો સદૈવ ભરેલી રહે છે, કાંઈ પણ સમજતા નથી. બાપ સમજાવે છે કે ભારત ગોલ્ડન એજ (સતયુગ) હતું. હવે તો આયરન એજ (કળિયુગ) પથ્થરબુદ્ધિ છે. હવે આપ બાળકોએ ડ્રામા ને સમજી લીધો છે. ગાંધી વગેરે બધા રામરાજ્ય ઈચ્છતા હતાં. પરંતુ દેખાડે છે કે મહાભારત લડાઈ લાગી. બસ, પછી ખેલ ખતમ. પછી શું થયું? કાંઈ પણ દેખાડ્યું નથી. બાપ આ સમજાવે છે. આ તો બિલકુલ સહજ છે. શિવજયંતી મનાવે છે - તો જરુર શિવબાબા આવે છે. એ છે હેવનલી ગોડફાધર તો જરુર હેવન નાં ગેટ (સ્વર્ગ નાં દ્વાર) ખોલવા આવશે. આવશે પણ ત્યારે, જ્યારે હેલ (નર્ક) હશે. હેવન નાં દ્વાર ખોલી હેલ નાં બંધ કરી દેશે. હેવન નાં દ્વાર ખુલે તો જરુર બધા હેવન માં જ આવશે. આ વાતો કોઈ ડિફિકલ્ટ (મુશ્કેલ) નથી. મહિમા ફક્ત એક બાપ ની છે. શિવબાબા ની એક જ હટ્ટી છે. એ છે બેહદ નાં બાપ. બેહદ નાં બાપ દ્વારા ભારત ને સ્વર્ગ નું સુખ મળે છે. બેહદ નાં બાપ સ્વર્ગ સ્થાપન કરે છે. બરોબર બેહદ નું સુખ હતું. પછી આપણે હેલ માં કેમ પડ્યાં છીએ? આ કોઈ પણ નથી જાણતું. બાપ સમજાવે છે કે તમે જ હતાં પછી તમે જ પડ્યાં છો. દેવતાઓ ને જ ૮૪ જન્મ લેવા પડે છે. હવે આવીને પતિત બન્યાં છે. એમને જ પછી પાવન બનવાનું છે. બાપ નો પણ જન્મ છે તો રાવણ નો પણ જન્મ થાય છે. આ કોઈને પણ ખબર નથી. કોઈને પણ પૂછો કે રાવણ ને ક્યાર થી બાળો છો? કહેશે તે તો અનાદિ ચાલ્યું આવે છે. આ બધા રહસ્ય બાપ સમજાવે છે. એ બાપ ની એક જ હટ્ટી ની મહિમા છે. સુખ-શાંતિ-પવિત્રતા મનુષ્ય થી મનુષ્ય ને નથી મળી શકતા. ફક્ત એક ને થોડી શાંતિ મળી હતી? આ ખોટું બોલે છે કે ફલાણા પાસે થી શાંતિ મળી. અરે શાંતિ તો મળવાની છે - શાંતિધામ માં. અહીં તો એક ને શાંતિ હશે તો પછી બીજો અશાંત કરશે તો શાંતિ માં રહી ન શકે. સુખ-શાંતિ-પવિત્રતા બધી ચીજો નાં વેપારી એક જ શિવબાબા છે. એમની સાથે કોઈ આવીને વેપાર કરે. એમને કહેવાય જ છે સોદાગર, પવિત્રતા-સુખ-શાંતિ-સંપત્તિ બધું એમની પાસે છે. અપ્રાપ્ત કોઈ વસ્તુ નથી. સ્વર્ગ નું તમે રાજ્ય મેળવો છો. બાપ તો આપવા આવ્યાં છે, લેવાવાળા લેતાં-લેતાં થાકી જાય છે. હું આવું જ છું આપવા માટે અને તમે ઠંડા પડી જાઓ છો લેવા માં. બાળકો કહે છે-બાબા, માયા નાં તોફાન આવે છે. હા, પદ પણ ખૂબ ઊંચું મેળવવાનું છે. સ્વર્ગ નાં માલિક બનો છો. આ નાની વાત છે શું? તો મહેનત કરવાની છે. શ્રીમત પર ચાલતાં રહો. વખર જે મળે છે એ પછી બીજાઓ ને પણ આપવો પડે. દાન કરવું પડે. પવિત્ર બનવું છે તો ૫ વિકારો નું દાન જરુર આપવાનું છે. મહેનત કરવાની છે. બાપ ને યાદ કરવાના છે, ત્યારે જ કાટ ઉતરશે. મુખ્ય છે યાદ. પ્રતિજ્ઞા ભલે કરો કે બાબા અમે વિકાર માં ક્યારેય નહીં જઈશું, કોઈ પર ક્રોધ નહીં કરીશું. પરંતુ યાદ માં જરુર રહેવાનું છે. નહીં તો આટલાં પાપ કેવી રીતે વિનાશ થશે? બાકી નોલેજ તો ખૂબ સહજ છે. ૮૪ જન્મો નું ચક્ર કેવી રીતે લગાવ્યું છે, આ કોઈને પણ તમે સમજાવી શકો છો. બાકી યાદ ની યાત્રા માં મહેનત છે. ભારત નો પ્રાચીન યોગ પ્રસિદ્ધ છે. કયું જ્ઞાન આપે છે? મનમનાભવ અર્થાત્ મામેકમ્ યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે. તમે ગાતા પણ હતાં કે તમે જ્યારે આવશો તો બીજાઓ નો સંગ તોડી એક સંગ જોડીશું. તમારા પર બલિહાર જઈશું. તમારા સિવાય બીજા કોઈને યાદ નહીં કરીશું. પ્રતિજ્ઞા કરી છે પછી ભૂલી કેમ જાઓ છો? કહો પણ છો હથ કાર ડે દિલ યાર ડે… કર્મયોગી તો તમે છો. ધંધો વગેરે કરતા બુદ્ધિયોગ બાપ સાથે લગાવવાનો છે. માશૂક બાપ સ્વયં કહે છે, આપ આશિકોએ અડધોકલ્પ યાદ કર્યા છે. હવે હું આવ્યો છું, મને યાદ કરો. આ યાદ જ ઘડી-ઘડી ભૂલાઈ જાય છે, આમાં જ મહેનત છે. કર્માતીત અવસ્થા થઈ જાય તો પછી આ શરીર જ છોડવું પડે. જ્યારે રાજધાની સ્થાપન થઈ જશે ત્યારે તમે કર્માતીત અવસ્થા મેળવશો. હમણાં તો બધા પુરુષાર્થી છે. સૌથી વધારે મમ્મા-બાબા યાદ કરે છે. સૂક્ષ્મવતન માં પણ તેઓ દેખાય છે.

બાપ સમજાવે છે - હું જેમાં પ્રવેશ કરું છું તે અનેક જન્મ નાં અંત વાળો જન્મ છે. તે પણ પુરુષાર્થ કરી રહ્યાં છે. કર્માતીત અવસ્થા માં હમણાં કોઈ પહોંચી ન શકે. કર્માતીત અવસ્થા આવી જાય તો પછી આ શરીર રહી ન શકે. બાબા તો ખૂબ સારી રીતે સમજાવે છે. હવે સમજવા વાળાઓ ની બુદ્ધિ પર છે. હેવનલી ગોડફાધર એક જ છે. એમની પાસે જ જ્ઞાન નો બધો વખર છે. એ જ જાદુગર છે. બીજા કોઈની પાસે થી સુખ-શાંતિ-પવિત્રતા નો વારસો મળી ન શકે. બાપ ખૂબ સારી રીતે સમજાવે છે. બાળકોએ ધારણ કરી બીજા ને ધારણ કરાવવાનું છે. જેટલી ધારણા કરે છે, એટલો વારસો લે છે. દિવસે-દિવસે ખૂબ તરાવટી માલ મળે છે. લક્ષ્મી-નારાયણ જુઓ કેટલાં મીઠાં છે. તેમના જેવું મીઠું બનવું જોઈએ. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે. બીજા કોઈ પણ સત્સંગ માં આવી રીતે કહે છે શું? આ આપણી બિલકુલ જ નવી ભાષા છે, જેને આધ્યાત્મિક જ્ઞાન કહેવાય છે. અચ્છા.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ દ્વારા જે સુખ-શાંતિ-પવિત્રતા નો વખર (સમાન) મળ્યો છે, તે બધાને આપવાનો છે. પહેલાં વિકારો નું દાન આપી પવિત્ર બનવાનું છે પછી અવિનાશી જ્ઞાન-ધન નું દાન કરવાનું છે.

2. દેવતાઓ જેવા મીઠાં બનવાનું છે. જે બાપદાદા સાથે પ્રતિજ્ઞા કરી છે તેને સદા યાદ રાખવાની છે અને બાપ ની યાદ માં રહી વિકર્મ પણ વિનાશ કરવાનાં છે.

વરદાન :-
નિમિત્તપણા ની સ્મૃતિ દ્વારા પોતાનાં દરેક સંકલ્પ પર અટેન્શન રાખવા વાળા નિવારણ સ્વરુપ ભવ

નિમિત્ત બનેલા આત્માઓ પર બધાની નજર હોય છે એટલે નિમિત્ત બનવા વાળા ને વિશેષ પોતાનાં દરેક સંકલ્પ પર અટેન્શન રાખવું પડે. જો નિમિત્ત બનેલા બાળકો પણ કોઈ કારણ સંભળાવે છે તો એમને ફોલો કરવા વાળા પણ અનેક કારણ સંભળાવી દે છે. જો નિમિત્ત બનવા વાળા માં કોઈ કમી છે તો તે છુપાઈ નથી શકતી એટલે વિશેષ પોતાનાં સંકલ્પ, વાણી અને કર્મ પર અટેન્શન આપી નિવારણ સ્વરુપ બનો.

સ્લોગન :-
જ્ઞાની તૂ આત્મા તે છે જેમાં પોતાનાં ગુણ અથવા વિશેષતાઓ નું પણ અભિમાન ન હોય.

આ અવ્યક્ત ઈશારા - મહાન બનવા માટે મધુરતા અને નમ્રતા નો ગુણ ધારણ કરો

મધુરતા નો ગુણ જીવન માં ત્યારે આવશે જ્યારે પોતાનાં અથવા બીજા નાં વિતેલા ને (ભૂતકાળ) ન જોઈ અંદર નાં સંસ્કારો ને સરળ અને નમ્રચિત્ત બનાવશે. સરળચિત્ત આત્મા નો ગુણ છે જ મધુરતા. એમનાં નયનો થી મધુરતા, મુખ થી મધુરતા અને ચલન થી મધુરતા પ્રત્યક્ષ રુપ માં દેખાય છે. મધુરતા અને નમ્રતા આ બે વિશેષ ધારણાઓ થી સદા વિશ્વ કલ્યાણકારી, મહાદાની, વરદાની બની જશો અને સહજ જ સ્નેહ નું સબૂત (પ્રમાણ) આપી શકશો.