02-05-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
એકાંત માં બેસી પોતાની સાથે વાતો કરો , હું અવિનાશી આત્મા છું , બાપ થી સાંભળું છું
, આ અભ્યાસ કરો”
પ્રશ્ન :-
જે બાળકો યાદ માં અલબેલા છે, એમનાં મુખે થી કયા બોલ નીકળે છે?
ઉત્તર :-
તેઓ કહે છે-અમે શિવબાબાનાં બાળક છીએ જ. યાદ માં જ છીએ. પરંતુ બાબા કહે છે તે બધાં
ગપોડા છે, અલબેલાપણું છે. આમાં તો પુરુષાર્થ કરવાનો છે, સવારે ઉઠીને પોતાને આત્મા
સમજી બેસી જવાનું છે. રુહરિહાન કરવાની છે. આત્મા જ વાતચીત કરે છે, હમણાં તમે
દેહી-અભિમાની બનો છો. દેહી-અભિમાની બાળકો જ યાદ નો ચાર્ટ રાખશે ફક્ત જ્ઞાન ની લબાર
(વાતો બનાવવી) નહીં લગાવશે.
ગીત :-
મુખડા દેખ લે
પ્રાણી…
ઓમ શાંતિ!
રુહાની બાળકો
ને સમજાવ્યું છે કે પ્રાણ આત્મા ને કહેવાય છે. હવે બાપ આત્માઓને સમજાવે છે, આ ગીત
તો ભક્તિ માર્ગ નાં છે. આ તો ફક્ત એનો સાર સમજાવાય છે. હવે તમે જ્યારે અહીંયા બેસો
છો તો પોતાને આત્મા સમજો. દેહ નું ભાન છોડી દેવાનું છે. આપણે આત્મા ખુબ નાની બિંદી
છીએ. હું જ આ શરીર દ્વારા પાર્ટ ભજવું છું. આ આત્મા નું જ્ઞાન કોઈને નથી. આ બાપ
સમજાવે છે, પોતાને આત્મા સમજો - હું નાનો આત્મા છું. આત્મા જ બધો પાર્ટ ભજવે છે આ
શરીર થી, તો દેહ-અભિમાન નીકળી જાય. આ છે મહેનત. આપણે આત્મા આ બધાં નાટક નાં એક્ટર્સ
છીએ. ઊંચે થી ઊંચા એક્ટર છે પરમપિતા પરમાત્મા. બુદ્ધિમાં રહે છે એ પણ એટલી નાની
બિંદી છે, એમની મહિમા કેટલી ભારે છે! જ્ઞાન નાં સાગર, સુખ નાં સાગર છે. પરંતુ છે
નાની બિંદી. આપણે આત્મા પણ નાની બિંદી છીએ. આત્મા ને સિવાય દિવ્ય દૃષ્ટિ નાં જોઈ નથી
શકતાં. આ નવી-નવી વાતો હમણાં તમે સાંભળી રહ્યાં છો. દુનિયા શું જાણે! તમારા માં પણ
થોડાં છે જે યથાર્થ રીતે સમજે છે અને બુદ્ધિ માં રહે છે કે આપણે આત્મા નાની બિંદી
છીએ. અમારા પિતા આ ડ્રામા માં મુખ્ય એક્ટર છે. ઊંચે થી ઊંચા એક્ટર બાપ છે, પછી
ફલાણા-ફલાણા આવે છે. તમે જાણો છો બાપ જ્ઞાન નાં સાગર છે પરંતુ શરીર વગર તો જ્ઞાન
સંભળાવી ન શકે. શરીર દ્વારા જ બોલી શકે છે. અશરીરી થવાથી ઓર્ગન્સ (અવયવો) અલગ થઈ
જાય છે. ભક્તિમાર્ગ માં તો દેહધારીઓ નું જ સિમરણ કરે. પરમપિતા પરમાત્મા નાં નામ,
રુપ, દેશ, કાળ ને જ નથી જાણતાં. બસ, કહી દે છે પરમાત્મા નામ-રુપ થી ન્યારા છે. બાપ
સમજાવે છે-ડ્રામા અનુસાર તમે જે નંબરવન સતોપ્રધાન હતાં, તમારે જ પછી સતોપ્રધાન
બનવાનું છે. તમોપ્રધાન થી સતોપ્રધાન બનવા માટે તમારે પછી આ અવસ્થા મજબૂત રાખવાની છે
કે આપણે આત્મા છીએ, આત્મા આ શરીર દ્વારા વાત કરે છે. એમાં જ્ઞાન છે. આ જ્ઞાન બીજા
કોઈની બુદ્ધિ માં નથી કે આપણી આત્મા માં ૮૪ જન્મો નો પાર્ટ અવિનાશી નોંધાયેલો છે. આ
ખૂબ નવી-નવી પોઇન્ટ્સ છે. એકાંત માં બેસીને પોતાની સાથે એવી-એવી વાતો કરવાની છે -
હું આત્મા છું, બાપ થી સાંભળી રહ્યો છું. ધારણા મુજ આત્મા માં થાય છે. મારા આત્મા
માં જ પાર્ટ ભરેલો છે. હું આત્મા અવિનાશી છું. આ અંદર ઘૂંટાવું જોઈએ. આપણે
તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું છે. દેહ-અભિમાની મનુષ્યો ને આત્મા નું પણ જ્ઞાન નથી,
કેટલી મોટી-મોટી પુસ્તકો પોતાની પાસે રાખે છે. અહંકાર કેટલો છે. આ છે જ તમોપ્રધાન
દુનિયા. ઊંચે થી ઊંચો આત્મા તો કોઈ પણ છે નહીં. તમે જાણો છો કે હવે આપણે તમોપ્રધાન
થી સતોપ્રધાન બનવાનો પુરુષાર્થ કરવાનો છે. આ વાત ને અંદર માં ઘૂંટવાની છે. જ્ઞાન
સંભળાવવા વાળા તો ખૂબ છે. પરંતુ યાદ નથી. અંદર માં તે અંતર્મુખતા રહેવી જોઈએ. આપણે
બાપ ની યાદ થી પતિત થી પાવન બનવાનું છે, ફક્ત પંડિત નથી બનવાનું. આનાં પર એક પંડિત
નું દૃષ્ટાંત પણ છે- માતાઓ ને કહેતાં રામ-રામ કહેવાથી પાર થઈ જશો… તો એવું લબાડ નથી
બનવાનું. આવાં ઘણાં છે.
સમજાવે ખૂબ સારું છે,
પરંતુ યોગ નથી. આખો દિવસ દેહ-અભિમાન માં રહે છે. નહીં તો બાબા ને ચાર્ટ મોકલવો જોઈએ
- હું આ સમયે ઉઠું છું, આટલું યાદ કરું છું. કાંઈ સમાચાર નથી આપતાં. જ્ઞાન ની ખુબ
લબાડ (ગપ્પા) મારે છે. યોગ છે નહીં. ભલે મોટા-મોટાઓને જ્ઞાન આપે છે, પરંતુ યોગ માં
કાચ્ચા છે. સવારે ઊઠીને બાપ ને યાદ કરવાનાં છે. બાબા તમે કેટલાં મોસ્ટ બિલવેડ (સૌથી
પ્રિય) છો! કેવો આ વિચિત્ર ડ્રામા બનેલો છે. કોઈ પણ આ રહસ્ય નથી જાણતું. ન આત્મા
ને, ન પરમાત્મા ને જાણે છે. આ સમયે મનુષ્ય જાનવર થી પણ બદતર છે. આપણે પણ એવા હતાં.
માયાનાં રાજ્ય માં કેટલી દુર્દશા થઈ જાય છે. આ જ્ઞાન તમે કોઈને પણ આપી શકો છો. બોલો,
તમે આત્મા હમણાં તમોપ્રધાન છો, તમારે સતોપ્રધાન બનવાનું છે. પહેલાં તો પોતાને આત્મા
સમજો. ગરીબો માટે તો હજુ જ સહજ છે. સાહૂકારો નાં તો લફડા ખુબ હોય છે.
બાપ કહે છે-હું આવું
છું જ સાધારણ તન માં. ન ખૂબ ગરીબ, ન ખૂબ સાહૂકાર. હમણાં તમે જાણો છો કલ્પ-કલ્પ બાપ
આવીને આપણને આ શિક્ષા આપે છે કે પાવન કેવી રીતે બનો? બાકી તમારા ધંધા વગેરેમાં
ખીટપીટ છે, તેનાં માટે બાબા નથી આવ્યાં. તમે તો બોલાવો જ છો હે પતિત-પાવન, આવો, તો
બાબા પાવન બનવાની યુક્તિ બતાવે છે. આ બ્રહ્મા પોતે પણ કાંઈ નહોતાં જાણતાં. એક્ટર
થઈને અને ડ્રામા નાં આદિ-મધ્ય-અંત ને ન જાણે તો તેમને શું કહેશો? આપણે આત્મા આ
સૃષ્ટિ ચક્ર માં એક્ટર છીએ, આ પણ કોઈ જાણતાં નથી. ભલે કહી દે છે આત્મા મૂળવતન માં
નિવાસ કરે છે પરંતુ અનુભવ થી નથી કહેતાં. તમે તો હમણાં પ્રેક્ટિકલ માં જાણો છો -
આપણે આત્મા મૂળવતન નાં રહેવાસી છીએ. આપણે આત્મા અવિનાશી છીએ. આ તો બુદ્ધિ માં યાદ
રહેવું જોઈએ. અનેકો નો યોગ બિલકુલ નથી. દેહ-અભિમાન નાં કારણે પછી ભૂલો પણ ખૂબ થાય
છે. મૂળ વાત છે જ દેહી-અભિમાની બનવું. આ ફુરના (ફિકર) રહેવી જોઈએ મારે સતોપ્રધાન
બનવાનું છે. જે બાળકો ને સતોપ્રધાન બનવાની તાત (લગન) છે, એમનાં મુખ થી ક્યારેય
પથ્થર નહીં નીકળશે. કોઈ ભૂલ થઈ ગઈ તો ઝટ બાપ ને રિપોર્ટ (જાણ) કરશે. બાબા અમારા થી
આ ભૂલ થઇ. ક્ષમા કરજો. છુપાવશે નહીં. છુપાવવા થી તે વધારે જ વૃદ્ધિ ને પામે છે.
બાબાને સમાચાર આપતાં રહો. બાબા લખી દેશે તમારો યોગ ઠીક નથી. પાવન બનવાની જ મુખ્ય
વાત છે. આપ બાળકો ની બુદ્ધિ માં ૮૪ જન્મો ની કથા છે. જેટલું થઈ શકે બસ આજ ચિંતા લાગી
રહે સતોપ્રધાન બનવું છે. દેહ-અભિમાન ને છોડી દેવાનું છે. તમે છો રાજઋષિ. હઠયોગી
ક્યારેય રાજયોગ શીખવાડી ન શકે. રાજયોગ બાપ જ શીખવાડે છે. જ્ઞાન પણ બાપ જ આપે છે.
બાકી આ સમયે છે તમોપ્રધાન ભક્તિ. જ્ઞાન ફક્ત બાપ સંગમ પર જ આવીને સંભળાવે છે. બાપ
આવ્યાં છે તો ભક્તિ ખતમ થવાની છે, આ દુનિયા પણ ખતમ થઈ જવાની છે. જ્ઞાન અને યોગ થી
સતયુગ ની સ્થાપના થાય છે. ભક્તિ ચીજ જ અલગ છે. મનુષ્ય પછી કહી દે દુઃખ-સુખ અહીં જ
છે. હમણાં આપ બાળકો પર મોટી રેસપોન્સિબ્લિટી (જવાબદારી) છે. પોતાનું કલ્યાણ કરવાની
યુક્તિ રચતાં રહો. આ પણ સમજાવ્યું છે પાવન દુનિયા છે શાંતિધામ અને સુખધામ. આ છે
અશાંતિધામ, દુ:ખધામ. પહેલી મુખ્ય વાત છે યોગ ની. યોગ નથી તો જ્ઞાન ની લબાર છે ફક્ત
પંડિત ની જેમ. આજકાલ તો રિદ્ધિ-સિદ્ધિ પણ ખુબ નીકળી છે, એનાથી જ્ઞાન નું કનેક્શન (સંબંધ)
નથી. મનુષ્ય કેટલાં જુઠ્ઠા માં ફસાયેલાં છે. પતિત છે. બાપ પોતે કહે છે હું પતિત
દુનિયા, પતિત શરીર માં આવું છું. પાવન તો કોઈ અહીં છે જ નહીં. આ તો પોતાને ભગવાન
કહેતાં નથી. આ તો કહે છે હું પણ પતિત છું, પાવન થશો તો ફરિશ્તા બની જશો. તમે પણ
પવિત્ર ફરિશ્તા બની જશો. તો મૂળ વાત આ જ છે કે આપણે પાવન કેવી રીતે બનીએ? યાદ ખૂબ
જરુરી છે. જે બાળકો યાદ માં અલબેલા છે તે કહે છે-અમે શિવબાબા નાં બાળક તો છીએ જ.
યાદ માં જ છીએ. પરંતુ બાબા કહે છે તે બધાં ગપોડા છે. અલબેલાપણું છે. આમાં તો
પુરુષાર્થ કરવાનો છે સવારે ઉઠી પોતાને આત્મા સમજી બેસી જવાનું છે. રુહરિહાન કરવાની
છે. આત્મા જ વાતચીત કરે છે ને? હમણાં તમે દેહી-અભિમાની બનો છો. જે કોઈનું કલ્યાણ કરે
છે તો તેમની મહિમા પણ કરાય છે ને? તે થાય છે દેહ ની મહિમા. આ તો છે નિરાકાર પરમપિતા
પરમાત્મા ની મહિમા. આને પણ તમે સમજો છો. આ સીડી બીજા કોઈની બુદ્ધિ માં થોડી હશે?
આપણે ૮૪ જન્મ કેવી રીતે લઈએ છીએ, નીચે ઉતરતાં આવ્યાં છીએ. હવે તો પાપ નો ઘડો ભરાઈ
ગયો છે, તે સાફ કેવી રીતે થાય? એટલે બાપ ને બોલાવે છે. તમે છો પાંડવ સંપ્રદાય.
રીલીજો (ધાર્મિક) પણ પોલિટિકલ (રાજકીય) પણ હોય. બાબા બધાં ધર્મો ની વાત સમજાવે છે.
બીજું કોઈ સમજાવી ન શકે. બાકી તે ધર્મ સ્થાપન કરવા વાળા શું કરે છે, એમની પાછળ તો
બીજાઓને પણ નીચે આવવું પડે છે. બાકી તે કોઈ મોક્ષ થોડી આપે છે?? બાપ જ અંત માં આવીને
બધાને પવિત્ર બનાવી પાછાં લઈ જાય છે, એટલે એ એક નાં સિવાય બીજા કોઈની પણ મહિમા નથી.
બ્રહ્મા ની કે તમારી કોઈ મહિમા નથી. બાબા ન આવત તો તમે પણ શું કરત? હવે બાપ તમને
ચઢતી કળા માં લઈ જાય છે. ગાયન પણ છે તેરે ભાને સર્વ કા ભલા. પરંતુ અર્થ થોડી સમજે
છે! મહિમા તો ખૂબ કરે છે.
હવે બાપે સમજાવ્યું
છે અકાળ તો આત્મા છે, એનું આ તખ્ત છે. આત્મા અવિનાશી છે. કાળ ક્યારેય ખાતો નથી.
આત્મા ને એક શરીર છોડી બીજો પાર્ટ ભજવવાનો છે. બાકી લેવા માટે કોઈ કાળ આવે થોડી છે!
તમને કોઈનાં શરીર છોડવાનું દુઃખ થતું નથી. શરીર છોડીને બીજો પાર્ટ ભજવવા ગયાં,
રડવાની શું દરકાર છે. આપણે આત્મા ભાઈ-ભાઈ છીએ. આ પણ તમે હમણાં જાણો છો. ગાયન છે
આત્મા પરમાત્મા અલગ રહ્યા બહુકાળ… બાપ ક્યાં આવીને મળે છે. આ પણ નથી જાણતાં. હમણાં
તમને દરેક વાત ની સમજણ મળે છે. ક્યાર થી સાંભળતા જ આવો છો. કોઈ પુસ્તક વગેરે થોડી
ઉપાડો છો? ફક્ત રેફર (ઉલ્લેખ) કરો છો સમજાવવા માટે. બાપ સાચાં તો સાચ્ચી રચના રચે
છે. સાચું બતાવે છે. સાચાં ની જીત, જુઠ્ઠા ની હાર. સાચાં બાપ સચખંડ ની સ્થાપના કરે
છે. રાવણ થી તમે ખુબ હાર ખાધી છે. આ બધી રમત બનેલી છે. હમણાં તમે જાણો છો આપણું
રાજ્ય સ્થાપન થઈ રહ્યું છે પછી આ બધું હશે નહીં. આ તો બધું પાછળ થી આવ્યું છે. આ
સૃષ્ટિ ચક્ર બુદ્ધિ માં રાખવું કેટલું સહજ છે. જે પુરુષાર્થી બાળકો છે તે આમાં ખુશ
નહીં થાય કે અમે જ્ઞાન તો ખૂબ સારું સંભળાવીએ છીએ. સાથે યોગ અને મેનર્સ પણ ધારણ કરશે.
તમારે ખુબ-ખુબ મીઠા બનવાનું છે. કોઈને દુઃખ નથી આપવાનું. પ્રેમ થી સમજાવવું જોઈએ.
પવિત્રતા પર પણ કેટલાં હંગામા થાય છે. તે પણ ડ્રામા અનુસાર થાય છે. આ પૂર્વ
નિર્ધારિત ડ્રામા છે ને? એવું નહીં ડ્રામા માં હશે તો મળશે. નહીં, મહેનત કરવાની છે.
દેવતાઓની જેમ દૈવી ગુણ ધારણ કરવાનાં છે. લૂણપાણી નથી બનવાનું. જોવું જોઈએ અમે ઉલ્ટી
ચલન ચાલીને બાપ ની ઈજ્જત તો નથી ગુમાવતાં? સદ્દગુરુ નાં નિંદક ઠોર ન પામે. આ તો સત્
બાપ છે, સત્ શિક્ષક છે. આત્માને હવે સ્મૃતિ રહે છે. બાબા જ્ઞાન નાં સાગર, સુખ નાં
સાગર છે. જરુર જ્ઞાન આપીને ગયો છું ત્યારે તો ગાયન થાય છે. આમની આત્મા માં કોઈ
જ્ઞાન હતું શું? આત્મા શું, ડ્રામા શું છે-કોઈ પણ નથી જાણતું. જાણવાનું તો મનુષ્યને
જ છે ને? રુદ્ર યજ્ઞ રચે છે તો આત્માઓ ની પૂજા કરે છે, એમની પૂજા સારી કે દૈવી શરીરો
ની પૂજા સારી? આ શરીર તો ૫ તત્વોનું છે એટલે એક શિવબાબા ની પૂજા જ અવ્યભિચારી પૂજા
છે. હવે એ એક થી જ સાંભળવાનું છે એટલે કહેવાય છે હિયર નો ઈવિલ… ગ્લાનિ ની કોઈ વાત
નહીં સાંભળો. મુજ એક થી જ સાંભળો. આ છે અવ્યભિચારી જ્ઞાન. મુખ્ય વાત છે જ્યારે
દેહ-અભિમાન તૂટશે ત્યારે જ તમે શીતળ બનશો. બાપ ની યાદ માં રહેશો તો મુખ થી પણ
ઉલ્ટું-સુલ્ટું બોલ નહીં બોલશો, કુદૃષ્ટિ નહીં જશે. જોવા છતાં પણ જોશો નહીં. આપણું
જ્ઞાન નું ત્રીજું નેત્ર ખૂલેલું છે. બાપે આવીને ત્રિનેત્રી, ત્રિકાળદર્શી બનાવ્યાં
છે. હવે તમને ત્રણે કાળો, ત્રણે લોકો નું જ્ઞાન છે. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. જ્ઞાન
સંભળાવવાની સાથે-સાથે યોગ માં પણ રહેવાનું છે. સારાં મેનર્સ ધારણ કરવાનાં છે. ખુબ
મીઠા બનવાનું છે. મુખે થી ક્યારેય પથ્થર નથી કાઢવાનાં.
2. અંતર્મુખી બની
એકાંત માં બેસી સ્વયં સ્વયં થી રુહરિહાન કરવાની છે. પાવન બનવાની યુક્તિઓ કાઢવાની
છે. સવારે-સવારે ઊઠીને બાપ ને ખુબ પ્રેમ થી યાદ કરવાનાં છે.
વરદાન :-
વાયરલેસ સેટ
દ્વારા વિનાશ કાળ માં અંતિમ ડાયરેક્શન ને કેચ કરવા વાળા વાઈસલેસ ભવ
વિનાશ નાં સમયે અંતિમ
ડાયરેક્શન ને કેચ કરવા માટે વાઇસલેસ બુદ્ધિ જોઈએ. જેવી રીતે તે લોકો વાયરલેસ સેટ
દ્વારા એક બીજા સુધી અવાજ પહોંચે છે. અહીં છે વાઇસલેસ ની વાયરલેસ. એ વાયરલેસ દ્વારા
તમને અવાજ આવશે કે આ સેફ સ્થાન પર પહોંચી જાઓ. જે બાળકો બાપ ની યાદ માં રહેવા વાળા
વાઇસલેસ છે, જેમને અશરીરી બનવાનો અભ્યાસ છે તે વિનાશ માં વિનાશ નહીં થશે પરંતુ
સ્વેચ્છા થી શરીર છોડશે.
સ્લોગન :-
યોગ ને કિનારે
કરી કર્મ માં બીઝી થઈ જાઓ આ જ અલબેલાપણું છે.
અવ્યક્ત ઇશારે - “
રુહાની રોયલ્ટી અને પ્યોરિટી ની પર્સનાલિટી ધારણ કરો”
પ્યોરિટી ની રોયલ્ટી
અર્થાત્ એકવ્રતા બનવું, (એક બાબા બીજું ન કોઈ) આ બ્રાહ્મણ જીવન માં સંપૂર્ણ પાવન
બનવા માટે એકવ્રતા નો પાઠ પાક્કો કરી લો. વૃત્તિ માં શુભ ભાવના, શુભ કામના હોય,
દૃષ્ટિ દ્વારા દરેક ને આત્મિક રુપ માં અથવા ફરિશ્તા રુપ માં જુઓ. કર્મ દ્વારા દરેક
આત્મા ને સુખ આપો અને સુખ લો. કોઈ દુઃખ આપે, ગાળો આપે, અપમાન કરે તો તમે સહનશીલ દેવી,
સહનશીલ દેવ બની જાઓ.