02-05-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - આ ડ્રામા ની અંદર વિનાશ ની ભારે નોંધ છે , તમારે વિનાશ પહેલાં કર્માતીત બનવાનું છે”

પ્રશ્ન :-
બાપ નાં કયા શબ્દો ની કશિશ સન્મુખ માં બહુજ થાય છે?

ઉત્તર :-
બાપ જ્યારે કહે - તમે મારા બાળકો છો, તો આ શબ્દો ની કશિશ સન્મુખ માં બહુજ થાય છે. સન્મુખ સાંભળવાથી ખૂબ જ સારું લાગે છે. મધુબન બધાં બાળકો ને આકર્ષિત કરે છે કારણ કે અહીં છે ઇશ્વરીય પરિવાર. અહીં બ્રાહ્મણો નું સંગઠન છે. બ્રાહ્મણ પરસ્પર જ્ઞાન ની જ લેન-દેન કરે છે.

ગીત :-
હમારે તીર્થ ન્યારે હૈં…

ઓમ શાંતિ!
બાળકો જાણે છે કે આપણે અવિનાશી યાત્રા અથવા રુહાની યાત્રા પર જઈ રહ્યાં છીએ, જે યાત્રા થી આપણે પાછા મૃત્યુલોક માં નહીં આવીશું. મનુષ્ય તો આ વાત જાણતાં જ નથી કે એવી યાત્રા પણ કોઈ હોય છે, જ્યાંથી ક્યારેય પાછાં આવવું ન પડે. આપ લક્કી સ્ટાર્સ (ભાગ્યશાળી તારાઓ) ને હમણાં ખબર પડી છે. આ પાક્કું યાદ કરવાનું છે. આપણે આત્મા પાર્ટ ભજવીએ છીએ. તે નાટક માં એવું નહીં કહેશે કે મુજ આત્માએ આ વસ્ત્ર પહેરી પાર્ટ ભજવ્યો, હવે ઘરે જઈએ છીએ. તે તો પોતાને શરીર જ સમજે છે. અહીં આપ બાળકોને જ્ઞાન છે - અમે આત્મા છીએ, આ શરીર રુપી કપડા છોડી પછી બીજા જઈને લઈશું. આ ૮૪ જન્મો નાં જૂનાં કપડા છે, આ છોડીને નવી દુનિયામાં ફરી નવાં કપડા લઈશું. આ લક્ષ્મી-નારાયણે નવાં કપડા પહેર્યા છે ને! તમારી જ રાજધાની નાં છે. તમે પણ જઈને એવાં નવાં દૈવી કપડા પહેરશો. અહીં તો કહે છે - મુજ નિર્ગુણ હારે મેં કોઈ ગુણ નાહીં. બાપ જ ફરી એવાં ગુણવાન બનાવે છે. બાપ કહે છે - મારો પણ પાર્ટ છે, આવીને ફરી તમને વાઈસલેસ (નિર્વિકારી) બનાવું છું. અહીં આ છે જીવનબંધ ધામ, રાવણ રાજ્ય છે. આ તમારી બુદ્ધિમાં છે, આપણે પતિત થી પાવન પછી પાવન થી પતિત કેવી રીતે બનીએ છીએ. આપ બાળકો જાણો છો - કળિયુગ છે અંધકાર. રાવણ રાજ્ય નો હવે અંત છે, રામ રાજ્ય નો હવે આદિ થવાનો છે. હમણાં છે સંગમ. કલ્પ નાં સંગમયુગે બાપ ને જ આવવું પડે છે. દુનિયા વાળા પણ હવે આ સમજી રહ્યાં છે કે હવે વિનાશ નો સમય છે અને સ્થાપના અર્થ ભગવાન ક્યાંક ગુપ્ત વેષ માં છે. હવે ગુપ્ત વેષ માં તો આપ આત્માઓ પણ છો. આત્મા અલગ છે, શરીર અલગ છે. આ મનુષ્ય વસ્ત્ર ગુપ્ત વેષ છે. બાપ ને પણ આમાં આવવાનું છે. તમારા શરીર પર નામ પડે છે, એમને તો શરીર નથી. તમે પણ આત્મા છો, એ પણ આત્મા છે. આત્મા નો આત્મા ની સાથે હવે મોહ થયો છે. ગવાય પણ છે - બીજા સંગ તોડી, તમારો સંગ જોડીશું. જેવાં તમે મોહજીત છો, તેવાં અમે પણ બનીશું. બાબા ખૂબ મોહજીત છે. કેટલાં અસંખ્ય બાળકો છે, જે કામ ચિતા પર બેસી બળી ગયાં છે. પરમપિતા પરમાત્મા આવે જ છે - જૂની દુનિયા નો વિનાશ કરવાં, પછી મોહ કેવી રીતે હશે! પતિતો નો જ્યારે વિનાશ થાય ત્યારે તો શાંતિ નું રાજ્ય થાય. આ સમયે સુખ તો કોઈને પણ નથી. બધાં તમોપ્રધાન દુઃખી બની ગયાં છે. આ છે જ પતિત દુનિયા. શિવબાબા જ આવીને સ્વર્ગ ની સ્થાપના કરે છે, જેનું નામ શિવાલય પડ્યું છે. શિવબાબાએ દેવતાઓની રાજધાની સ્થાપન કરી. એ છે ચૈતન્ય શિવાલય અને એ શિવાલય જેમાં શિવ નું ચિત્ર છે એ તો જડ થઈ ગયું. હવે તમે સમજી ગયાં છો કે લક્ષ્મી-નારાયણ બરોબર સ્વર્ગ નાં માલિક હતાં. પૂજ્ય હતાં, હવે ફરી પૂજ્ય બની રહ્યાં છે. તમને હમણાં જ્ઞાન છે. તમે લક્ષ્મી-નારાયણ નાં મંદિર માં જઈને માથું નહીં ટેકવો. તમે તો એમની રાજધાની માં ચૈતન્ય માં જાઓ છો. જાણો છો અમે દેવતા હતાં, હમણાં નથી. જે પાસ્ટ (ભૂતકાળ) થઈને ગયાં છે તેનાં ચિત્ર બને છે. લક્ષ્મી-નારાયણ નાં મંદિર સૌથી વધારે બિરલા બનાવે છે. તો એમની પણ સર્વિસ (સેવા) કરવી જોઈએ. તમે જે આ લક્ષ્મી-નારાયણ નાં મંદિર બનાવો છો, અમે તમને એમનાં ૮૪ જન્મો ની કહાણી સંભળાવીએ છીએ. યુક્તિ થી આ સૌગાત આપવી જોઈએ. બાબા સર્વિસ ની યુક્તિઓ તો બતાવે છે. માતાઓ જઈને બોલે તમે આમનાં મંદિર તો બનાવો છો પરંતુ આમની જીવન કહાણી ને જાણતાં નથી. અમે જાણીએ છીએ અને સમજાવી પણ શકીએ છીએ. સમજાવવા વાળી ખૂબ રસીલા જોઈએ. બાપ પણ બેસી સમજાવે છે ને. બાબા કહે - જો છુટ્ટી નથી મળતી તો ઘરે બેસી યાદ કરો. આ તો જાણો છો આપણે શિવબાબા ની સંતાન છીએ. મોરલી તો મળી જાય છે. એવું નથી કે અહીં આવવાથી યાદ ની યાત્રા સારી થશે, ઘર માં બેસવાથી યાદ ની યાત્રા ઓછી થઈ જશે. વાદળ આવે છે રિફ્રેશ થવાં. તમે પણ આવો છો, રિફ્રેશ થવાં. બાબા પાસે સન્મુખ જઈએ. આત્માને જ્ઞાન છે, સન્મુખ સાંભળવા થી સારું લાગે છે. વાત તો એ જ છે, જુઓ છો - શિવબાબા, કેવી રીતે બેસી બાળકો ને સમજાવે છે. “બાળકો તમે મારા છો”, તમે ૮૪ જન્મો નો પાર્ટ ભજવ્યો છે. તમે જન્મ-મરણ માં આવો છો, હું નથી આવતો, હું પુનર્જન્મ નથી લેતો. આ જન્મ માં પણ નહીં. આવું છું પરંતુ વૃદ્ધ તન માં પ્રવેશ કરું છું. તમે આત્મા નાનાં બાળકનાં શરીર માં પ્રવેશ કરો છો, હું પરમધામ થી આવું છું, નીચે પાર્ટ ભજવવાં. હું વિકારી નાં ગર્ભ માં નથી આવતો. મને કહો છો - ત્વમેવ માતા ચ પિતા… મારા કોઈ મા-બાપ હોઈ ન શકે. હું ફક્ત શરીર નો આધાર લઇ પાર્ટ ભજવું છું. તમે મને બોલાવો છો દુઃખ હરીને, સુખ આપવા માટે. હવે સન્મુખ આવ્યો છું, આત્માઓ સાથે વાત કરી રહ્યો છું. અહીં તો બધાં બ્રાહ્મણ જ છે. તમે બહાર જાઓ છો તો હંસ અને બગલા થઈ જાઓ છો, અહીંયા (મધુબન) તમારો સંગ જ બ્રાહ્મણો નો છે. પરસ્પર જ્ઞાન ની ચિટચેટ (વાર્તાલાપ) જ કરશો. આપણે પોતાની રાજધાની સ્થાપન કરી રહ્યાં છીએ.

બાબા આવેલાં છે, એકબીજા ને આ યુક્તિ, બાપ ને યાદ કરવાની બતાવતાં રહો. ભોજન પર પણ એકબીજા ને ઈશારો આપતાં રહો કે બાપ ને યાદ કરો. ખૂબ મોટું સંગઠન છે ને. ત્યાં તો વિકારી સાથે રહે છે, તો તેની કશિશ થાય છે. અહીં તો કોઈની કશિશ નથી હોતી. વોરિયર્સ (યોદ્ધા), વોરિયર્સ ની સાથે રહે છે. તમારું કુટુંબ આ છે. બુદ્ધિ માં આ જ રહે છે જે કોઈ મળે તેમને બાપ નો પરિચય આપીએ કે ભગવાન ને યાદ કરતાં રહો. બે બાપ છે ને? લૌકિક બાપ હોવા છતાં પણ ભગવાન ને યાદ કરો છો ને. તે લૌકિક ફાધર (પિતા) છે. લૌકિક ફાધર ને ગોડફાધર નહીં કહેશે. આ છે પારલૌકિક બાપ, જરુર ગોડ ફાધર થી વારસો મળતો હશે. આવું-આવું ભૂં-ભૂં કરતાં રહો. તમે બ્રાહ્મણ છો ને! સંન્યાસી પણ ભૂં-ભૂં કરે છે ને. આ દુનિયા નું સુખ કાગ-વિષ્ટા નાં સમાન છે, કેટલું દુઃખ છે! તે તો છે હઠયોગી, નિવૃત્તિ માર્ગ વાળા. તેમનો ધર્મ જ અલગ છે. તમે જાણો છો - સતયુગ માં આપણે કેટલાં સુખી પવિત્ર રહીએ છીએ. ભારત પ્રવૃત્તિ માર્ગ નું હતું, દેવી-દેવતાઓનું રાજ્ય હતું. જે પવિત્ર હતાં તે જ પતિત બન્યાં છે. પોકારતાં પણ રહે છે - હે પતિત-પાવન આવો અને પછી કહી દે છે પરમાત્મા સર્વવ્યાપી છે. અમે જઈને જ્યોતિ-જ્યોત સમાઈશું. પુનર્જન્મ ને પણ નથી માનતાં. અનેક મત છે ને. દિવસ-પ્રતિ-દિવસ વૃદ્ધિ થતી રહે છે. આ પણ બતાવવાનું છે કે સંન્યાસીઓની વૃદ્ધિ કેવી રીતે થાય છે. નાગાઓની પણ વૃદ્ધિ થાય છે, જેમનો જે ધર્મ છે, તેમાં જ રહેવાથી પછી અંત મતિ સો ગતિ થઈ જાય છે. જેનો જે વધારે અભ્યાસ કરે છે, જેમ કોઈ શાસ્ત્ર વગેરે વાંચે છે તો અંત મતિ સો ગતિ પછી નાનપણ માં જ શાસ્ત્ર કંઠસ્થ થઈ જાય છે. હમણાં બાપ કહે છે - હું ફલાણો છું, આ છું, આ બધી દેહ-અભિમાન ની વાતો છોડી દો. પોતાને અશરીરી આત્મા સમજો અને બાપ ને યાદ કરો. આ શરીર ને જોવા છતાં પણ નહીં જુઓ. દેહ સહિત દેહ નાં જે સંબંધ વગેરે છે, બધાં ને છોડો. પોતાને આત્મા નિશ્ચય કરો, પરમાત્મા ને યાદ કરો. આમાં સમય ખૂબ લાગે છે. માયા યાદ કરવાં નથી દેતી. નહીં તો વાનપ્રસ્થી માટે ખૂબ સહજ છે. બાપ સ્વયં કહે છે હમણાં તમારી નાનાં-મોટાં બધાની વાનપ્રસ્થ અવસ્થા છે. એક તરફ વિનાશ પણ થતો રહેશે બીજી તરફ જન્મ પણ લેતાં રહેશે. પુનર્જન્મ લેવાનો હશે તો આવી જશે. બાળકો પણ જન્મ થશે. પછી વિનાશ પણ થઈ જશે. આ તમે જાણો છો - કોઈ ગર્ભ માં હશે, કોઈ ક્યાં, બધું ખતમ થઇ જશે. બધાં પોતાનો હિસાબ ચુક્તું કરી પાછા જશે. હિસાબ-કિતાબ રહેલો હશે તો સારી રીતે સજાઓ ખાવી પડશે. પછી તે પણ હલકું થઇ જશે. એવું નહીં કે યોગ માં પણ રહો અને પાપ પણ કરતાં રહો. કોઈ બાળકો એક તરફ ચાર્ટ પણ લખતાં રહેશે અને પછી કહેશે માયાએ મોઢું કાળું કરી દીધું. માયાએ હરાવી દીધાં તો કાચ્ચાં કહેશે ને. તો બાપ સમજાવે છે કે તમે એવું સમજો કે અમે થોડા દિવસ અહીં છીએ પછી ચાલ્યાં જઈશું. આ બધાનો વિનાશ થઈ રહ્યો છે. બાપ કહે છે - મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે, પોતાનો ચાર્ટ જોતાં રહો - અમે કેટલાં ને રસ્તો બતાવીએ છીએ અને પુરુષાર્થ કરાવીએ છીએ. તન-મન-ધન થી રુહાની સેવા માં મદદગાર બનવું પડે. કહે છે મન ને અમન નથી કરી શકતાં. આત્મા તો છે જ શાંત. આપણે આત્મા પોતાનાં પરમધામ માં જઈને બેસશું. કોઈ દુનિયાનો સંકલ્પ નહીં આવશે. એવું નહીં કે આંખો બંધ કરી બેહોશ થવાનું છે. એવું ઘણાં શીખે પણ છે. ૧૦-૧૫ દિવસ બેહોશ પણ થઇ જાય છે. આ અભ્યાસ કરે છે પછી એટલાં સમય પછી જાગી જશે. જેવી રીતે ટાઇમ બોમ્બ્સ હોય છે તો તેનો પણ ટાઈમ હોય છે, તે આટલાં કલાક પછી ફાટશે.

આપ બાળકો ને ખબર છે - આપણે યોગ લગાવી રહ્યાં છીએ. જ્યારે તમોપ્રધાન કીચડો નીકળશે આપણે સતોપ્રધાન બની જઈશું તો પછી આ શરીર ને છોડી દઈશું. આપણે હમણાં યોગ ની યાત્રા પર છીએ. સમય મળેલો છે ફરી આ શરીર છોડવાનું જ છે પછી બધું ખતમ થઇ જશે. ટાઈમ નોંધાયેલો છે પછી અંત માં મચ્છરો સદૃશ્ય શરીર છોડશે. વિનાશ થશે, તમે કર્માતીત અવસ્થા ને પામશો. પછી વિનાશ શરું થઈ જશે. વિનાશ નાં ખુબ ભારે દૃશ્ય છે. આ ડ્રામા માં ભારે નોંધ છે. તમે જાણો છો - આપણી અવસ્થા એકરસ રહેશે. ખુશી માં સદૈવ હર્ષિત રહેશું. આ દુનિયા તો ખલાસ થવાની જ છે. જાણો છો, કલ્પ-કલ્પ સંગમયુગ હોય છે, ત્યારે વિનાશ થાય છે. ફક્ત બોમ્બ્સ નહીં, કુદરતી આપદાઓ પણ મદદ કરે છે. તો બાળકોને આ બુદ્ધિ માં રહેવું જોઈએ - હમણાં અમારે જવાનું છે. જેટલું બાબા ને યાદ કરશો તો વિકર્મ વિનાશ થશે, ઉંચ પદ પામશો. ચેરિટી બિગેન્સ એટ હોમ. કોશિશ કરવી જોઈએ. કન્યા તે જે પિયરઘર અને સસુરઘર નો ઉદ્ધાર કરે. તો ચેરિટી બિગેન્સ એટ હોમ થયું ને. સર્વિસ માં લાગેલું રહેવું જોઈએ, બોલો, શિવબાબા કહે છે - મને યાદ કરો તો વારસો મળશે. સીધી વાત છે. મુજ અલ્ફ ને યાદ કરશો તો સ્વર્ગ નો વારસો તમારો છે. વિશ્વ નાં માલિક તમે બની જશો. હવે વારસો મેળવવો છે તો મને યાદ કરો. બાળકો ની ફરજ છે, આ સંદેશ આપવાની. પહેલાં પણ આપ્યો હતો. બતાવવાનું છે વિનાશ સામે ઉભો છે. કળિયુગ નાં પછી સતયુગ આવશે. બાપ જ આવીને વારસો આપે છે. રાવણ નર્કવાસી બનાવે છે. બાપ આવીને સ્વર્ગવાસી બનાવે છે. કહાણી ભારત ની છે. ભારતવાસીઓને ઉભાં કરવાના છે. પહેલાં શિવ નાં મંદિર માં જઈને સમજાવવાનું છે. આ બાપ નવી સૃષ્ટિ રચવા વાળા છે. કહે છે મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થાય. આ નિરાકાર બાબા આવેલા છે. બ્રહ્મા દ્વારા સ્વર્ગ ની સ્થાપના કરી રહ્યાં છે. હવે બાપ અને વારસા ને યાદ કરો. ૮૪ જન્મ પૂરાં થયાં છે. હવે અમે તમને બતાવીએ છીએ. હવે માનો ન માનો, તમારી મર્જી. વાત તો ખૂબ સારી છે. બાપ જ દુઃખહર્તા, સુખકર્તા છે. થોડું જ સમજાવ્યું - આ ચાલ્યાં. આ છે તમારો ધંધો. મહેનત તો કંઈ નથી. ફક્ત મુખ થી બોલવાનું છે - બાપ કહે છે મને યાદ કરો. દેહી-અભિમાની બનો. શિવ નાં પુજારીઓની પાસે જાઓ પછી લક્ષ્મી-નારાયણ નાં પુજારીઓની પાસે જાઓ. તેમને એમની જીવન કહાણી સંભળાવો. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. તન, મન, ધન થી રુહાની સેવા માં મદદગાર બનવાનું છે. બધાને અલ્ફ નો પરિચય આપી વારસા નાં અધિકારી બનાવવાનાં છે. વિનાશ નાં પહેલાં કર્માતીત બનવાનાં માટે બાપ ની યાદ માં રહેવાનું છે.

2. બાપ સમાન મોહજીત બનવાનું છે. આત્મા નો આત્મા થી જે મોહ થઈ ગયો છે તેને નીકાળી એક બાપ થી લગન લગાવવાની છે.

વરદાન :-
સર્વશક્તિમાન નાં સાથ ની સ્મૃતિ દ્વારા સમસ્યાઓ ને દૂર ભગાવવા વાળા પરમાત્મ - સ્નેહી ભવ

જે બાળકો પરમાત્મ-સ્નેહી છે તે સ્નેહી ને સદા સાથે રાખે છે એટલે કોઈ પણ સમસ્યા સામે નથી આવતી જેમની સાથે સ્વયં સર્વ શક્તિમાન બાપ છે એમની સામે સમસ્યા રહી નથી શકતી. સમસ્યા આવે અને ત્યાં જ ખલાસ કરી દો તો વૃદ્ધિ નહીં થશે હવે સમસ્યાઓનો બર્થ કંટ્રોલ કરો. સદા યાદ રાખો કે સંપૂર્ણ સંપૂર્ણતા ને નજીક લાવવાની છે અને સમસ્યાઓ ને દૂર ભગાવવાની છે.

સ્લોગન :-
પ્યારા બનવાનો પુરુષાર્થ નહીં ન્યારા બનવાનો પુરુષાર્થ કરો તો પ્યારા સ્વતઃ બની જશો.

અવ્યક્ત ઇશારા - સદા અચલ - અડોલ - એકરસ સ્થિતિ નો અનુભવ કરો

સમય પ્રતિ સમય અનેક પ્રકાર નાં વિધ્ન આવે છે, કોઈ સારા અનન્ય સ્ટુડન્ટ માયા ને વશીભૂત થઈ એન્ટી થઈ જાય અને સેવા માં ડિસ્ટર્બ કરે છે. એવા સમયે ગભરાતા તો નથી. એક હોય છે એમનાં પ્રત્યે કલ્યાણ નાં ભાવ થી તરસ રાખવી, પરંતુ એનાં કારણે હલચલ માં આવવું અથવા વ્યર્થ સંકલ્પ ચલાવવાં, આ છે હલવું. જે દરેક આત્મા નાં પાર્ટ ને સાક્ષી દૃષ્ટા સ્થિતિ માં રહી જુએ છે, તે અચલ-અડોલ-એકરસ રહે છે.