02-06-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  18.01.20    બાપદાદા મધુબન


“ બ્રહ્મા બાપ સમાન ત્યાગ , તપસ્યા અને સેવા નાં વાયબ્રેશન વિશ્વ માં ફેલાવો”


આજે સમર્થ બાપદાદા પોતાનાં સમર્થ બાળકો ને જોઈ રહ્યા છે. આજ નો દિવસ સ્મૃતિ દિવસ સો સમર્થ દિવસ છે. આજ નો દિવસ બાળકોને સર્વ શક્તિઓ વિલ માં આપવાનો દિવસ છે. દુનિયામાં અનેક પ્રકાર નાં વિલ હોય છે પરંતુ બ્રહ્મા બાપે, બાપ પાસેથી પ્રાપ્ત થયેલી સર્વ શક્તિઓની વિલ બાળકોને કરી. આવી અલૌકિક વિલ બીજા કોઈ પણ કરી ન શકે. બાપે બ્રહ્મા બાપ ને સાકાર માં નિમિત્ત બનાવ્યા અને બ્રહ્મા બાપે બાળકોને નિમિત્ત ભવ નું વરદાન આપી વિલ કર્યુ. આ વિલ બાળકો માં સહજ પાવર્સ ની (શક્તિઓ ની) અનુભૂતિ કરાવતું રહે છે. એક છે પોતાનાં પુરુષાર્થ નો પાવર્સ અને આ છે પરમાત્મ-વિલ દ્વારા પાવર્સ ની પ્રાપ્તિ. આ પ્રભુ-દેન છે, પ્રભુ-વરદાન છે. આ પ્રભુ-વરદાન ચલાવી રહ્યા છે. વરદાન માં પુરુષાર્થ ની મહેનત નથી પરંતુ સહજ અને સ્વત: નિમિત્ત બનાવીને ચલાવતા રહે છે. સામે થોડાક રહ્યા પરંતુ બાપદાદા દ્વારા, વિશેષ બ્રહ્મા બાપ દ્વારા વિશેષ બાળકોને આ વિલ પ્રાપ્ત થઈ છે અને બાપદાદાએ પણ જોયું કે જે બાળકો ને બાપે વિલ કર્યુ એ બધું બાળકોએ (આદિ રત્નોએ અને સેવા નાં નિમિત્ત બાળકો એ) એ પ્રાપ્ત વિલ ને સારી રીતે કાર્ય માં લગાવ્યું. અને એ વિલ નાં કારણે આજે આ બ્રાહ્મણ-પરિવાર દિવસે-દિવસે વધતો જ જાય છે. બાળકોની વિશેષતા ને કારણે આ વૃદ્ધિ થવાની હતી અને થઈ રહી છે.

બાપદાદાએ જોયું કે નિમિત્ત બનેલા અને સાથ આપવા વાળા બંને પ્રકાર નાં બાળકોની બે વિશેષતાઓ ખૂબ જ સારી રહી. પહેલી વિશેષતા - ભલે સ્થાપના નાં આદિ રત્ન, કે સેવા નાં રત્ન બંને માં સંગઠન ની યુનિટી ખૂબ - ખૂબ સારી રહી . કોઈમાં પણ કેમ, શું, કેવી રીતે… આ સંકલ્પ માત્ર પણ ન રહ્યો. બીજી વિશેષતા - એકે કહ્યું બીજાએ માન્યું . આ એક્સ્ટ્રા પાવર્સ નાં વિલ નાં વાયુમંડળ માં વિશેષતા રહી એટલે સર્વ નિમિત્ત બનેલા આત્માઓને બાબા-બાબા જ દેખાતા રહ્યાં.

બાપદાદા આવાં સમય પર નિમિત્ત બનેલા બાળકો ને દિલ થી પ્રેમ આપી રહ્યા છે. બાપ ની કમાલ તો છે જ પરંતુ બાળકોની કમાલ પણ ઓછી નથી. અને એ સમયનું સંગઠન, યુનિટી-આપણે બધાં એક છીએ, એ જ આજે પણ સેવા ને વધારી રહ્યું છે. કેમ? નિમિત્ત બનેલા આત્માઓનું ફાઉન્ડેશન પાક્કું રહ્યું. તો બાપદાદા પણ આજ નાં દિવસે બાળકોની કમાલ ને ગાઈ રહ્યા હતાં. બાળકોએ ચારેય તરફ થી પ્રેમ ની માળાઓ પહેરાવી અને બાપે બાળકોની કમાલ નાં ગુણગાન કર્યા. આટલો સમય ચાલવાનું છે, આ વિચાર્યુ હતું? કેટલો સમય થઈ ગયો? બધાનાં મુખે થી, દિલ થી આ જ નીકળે છે, હવે જવાનું છે, હવે જવાનું છે… પરંતુ બાપદાદા જાણતા હતાં કે હવે અવ્યક્ત રુપની સેવા થવાની છે. સાકાર માં એટલો મોટો હોલ બનાવ્યો હતો? બાબા નાં અતિ લાડલા ડબલ વિદેશી આવ્યા હતાં? તો વિશેષ ડબલ વિદેશીઓની અવ્યક્ત પાલના દ્વારા અલૌકિક જન્મ થવાનો જ હતો, આટલાં બધાં બાળકોએ આવવાનું જ હતું. એટલે બ્રહ્મા બાપ ને પોતાનું સાકાર શરીર પણ છોડવું પડ્યું. ડબલ વિદેશીઓ ને નશો છે કે અમે અવ્યક્ત પાલના નાં પાત્ર છીએ?

બ્રહ્મા બાપ નો ત્યાગ ડ્રામા માં વિશેષ નોંધાયેલો છે. આદિ થી બ્રહ્મા બાપ નો ત્યાગ અને આપ બાળકોનું ભાગ્ય નોંધાયેલું છે. સૌથી નંબરવન ત્યાગ નું એક્ઝામ્પલ બ્રહ્મા બાપ બન્યાં. ત્યાગ એને કહેવાય છે - જે બધુંજ પ્રાપ્ત હોવા છતાં ત્યાગ કરે . સમય અનુસાર, સમસ્યાઓ અનુસાર ત્યાગ શ્રેષ્ઠ ત્યાગ નથી. શરુઆત થી જ જુઓ તન, મન, ધન, સંબંધ, સર્વ પ્રાપ્તિ હોવા છતાં ત્યાગ કર્યો. શરીર નો પણ ત્યાગ કર્યો, બધાં સાધન હોવા છતાં સ્વયં જૂના માં જ રહ્યાં. સાધનો નો આરંભ થઈ ગયો હતો. હોવા છતાં પણ સાધના માં અટલ રહ્યાં. આ બ્રહ્મા ની તપસ્યા આપ સર્વ બાળકોનું ભાગ્ય બનાવીને ગઈ. ડ્રામાનુસાર એવી રીતે ત્યાગ નું એક્ઝામ્પલ રુપ બ્રહ્મા જ બન્યા અને એ જ ત્યાગે સંકલ્પ શક્તિ ની સેવા નો વિશેષ પાર્ટ બનાવ્યો. જે નવાં-નવાં બાળકો સંકલ્પ શક્તિ થી ફાસ્ટ વૃદ્ધિ ને પ્રાપ્ત કરી રહ્યા છે. તો સાંભળી બ્રહ્મા નાં ત્યાગ ની કહાણી?

બ્રહ્મા ની તપસ્યા નું ફળ આપ બાળકોને મળી રહ્યું છે. તપસ્યા નો પ્રભાવ આ મધુબન ભૂમિ માં સમાયેલો છે. સાથે બાળકો પણ છે, બાળકોની પણ તપસ્યા છે પરંતુ નિમિત્ત તો બ્રહ્મા બાપ કહેવાશે. જે પણ મધુબન તપસ્વી ભૂમિ માં આવે છે તો બ્રાહ્મણ-બાળકો પણ અનુભવ કરે છે કે અહીનું વાયુમંડળ, અહીં નાં વાયબ્રેશન સહજયોગી બનાવી દે છે. યોગ લગાવવાની મહેનત નથી, સહજ લાગી જાય છે અને કેવાં પણ આત્માઓ આવે છે, તે કંઈક ને કંઈક અનુભવ કરીને જ જાય છે. જ્ઞાન ને નથી પણ સમજતા પરંતુ અલૌકિક પ્રેમ અને શાંતિ નો અનુભવ કરીને જ જાય છે. કંઈક ને કંઈક પરિવર્તન કરવાનો સંકલ્પ કરીને જ જાય છે. આ છે બ્રહ્મા અને બ્રાહ્મણ બાળકો ની તપસ્યા નો પ્રભાવ. સાથે સેવાની પણ વિધિ - ભિન્ન-ભિન્ન પ્રકારની સેવા બાળકો પાસે પ્રેક્ટિકલ માં કરાવીને દેખાડી. એ જ વિધિઓને હજી વિસ્તારમાં લાવી રહ્યા છો. તો જેવી રીતે બ્રહ્મા બાપ નો ત્યાગ, તપસ્યા, સેવા નું ફળ આપ સર્વ બાળકોને મળી રહ્યું છે. એવી રીતે દરેક બાળક પોતાનો ત્યાગ , તપસ્યા અને સેવા નાં વાયબ્રેશન વિશ્વમાં ફેલાવે . જેવી રીતે સાયન્સ નું બળ પોતાનો પ્રભાવ પ્રત્યક્ષ રુપમાં દેખાડી રહ્યો છે એવી રીતે સાયન્સ નું પણ રચયિતા સાઈલેન્સ-બળ છે. સાઈલેન્સ-બળ ને હવે પ્રત્યક્ષ દેખાડવાનો સમય છે. સાઈલેન્સ બળ નાં વાયબ્રેશન તીવ્રગતિ થી ફેલાવવાનું સાધન છે - મન - બુદ્ધિ ની એકાગ્રતા . આ એકાગ્રતા નો અભ્યાસ વધવો જોઈએ. એકાગ્રતા ની શક્તિઓ દ્વારા જ વાયુમંડળ બનાવી શકો છો. હલચલ નાં કારણે પાવરફુલ વાયબ્રેશન બની નથી શકતાં.

બાપદાદા આજે જોઈ રહ્યા હતાં કે એકાગ્રતા ની શક્તિ હવે વધારે જોઈએ. બધાં બાળકોનો એક જ દૃઢ સંકલ્પ હોય કે હવે પોતાનાં ભાઈ-બહેનો નાં દુઃખ ની ઘટનાઓ પરિવર્તન થઈ જાય. દિલ થી રહેમ ઈમર્જ થાય. શું જ્યારે સાયન્સની શક્તિ હલચલ મચાવી શકે છે તો આટલાં બધાં બ્રાહ્મણો નાં સાઈલેન્સ ની શક્તિ, રહેમદિલ ભાવના દ્વારા તથા સંકલ્પ દ્વારા હલચલ ને પરિવર્તન નથી કરી શકતી? જ્યારે કરવાનું જ છે, થવાનું જ છે તો આ વાત પર વિશેષ અટેન્શન આપો. જ્યારે તમે ગ્રેટ-ગ્રેટ ગ્રેન્ડ ફાધર નાં બાળકો છો, તમારા જ બધાં સંપ્રદાય છે, શાખાઓ છે, પરિવાર છે, તમે જ ભક્તો નાં ઈષ્ટ દેવ છો. આ નશો છે કે અમે જ ઈષ્ટ દેવ છીએ? તો ભક્ત બૂમો પાડી રહ્યા છે, તમે સાંભળી રહ્યા છો? તે પોકારી રહ્યા છે-હે ઈષ્ટ દેવ, તમે ફક્ત સાંભળી રહ્યા છો, એમને રિસ્પોન્ડ નથી કરતાં? તો બાપદાદા કહે છે હે ભક્તો નાં ઈષ્ટ દેવ, હવે પોકાર સાંભળો, રિસ્પોન્ડ આપો, ફક્ત સાંભળો નહીં. શું રિસ્પોન્ડ આપશો? પરિવર્તન નું વાયુમંડળ બનાવો. તમારો રિસ્પોન્ડ એમને નથી મળતો તો તે પણ અલબેલા થઈ જાય છે. બૂમો પાડે છે પછી ચૂપ થઈ જાય છે.

બ્રહ્મા બાપનાં દરેક કાર્ય નાં ઉત્સાહ ને તો જોયો જ છે. જેવી રીતે શરુઆત માં ઉમંગ હતો, ચાવી જોઈએ. હજી પણ બ્રહ્મા બાપ આ જ શિવબાપ ને કહે છે - હવે ઘર નાં દરવાજા ની ચાવી આપો. પરંતુ સાથે જવા વાળા પણ તો તૈયાર હોય. એકલા શું કરશે? તો હવે સાથે જવું છે ને કે પાછળ-પાછળ જવું છે? સાથે જવું છે ને? તો બ્રહ્મા બાપ કહે છે કે બાળકો ને પૂછો, જો બાપ ચાવી આપી દે તો તમે એવરરેડી છો? એવરરેડી છો કે રેડી છો? રેડી નહીં, એવરરેડી. ત્યાગ, તપસ્યા, સેવા ત્રણેય પેપર તૈયાર થઈ ગયા છે? બ્રહ્મા બાપ હસે છે કે પ્રેમ નાં આંસુ ખૂબ વહાવો છો અને બ્રહ્મા બાપ તે આંસુ મોતી સમાન દિલ માં સમાવે પણ છે પરંતુ એક સંકલ્પ જરુર ચાલે છે કે બધાં એવરરેડી ક્યારે બનશે? તારીખ આપી દે? તમે કહેશો કે અમે તો એવરરેડી છીએ, પરંતુ તમારા જે સાથી છે એમને પણ તો બનાવો કે એમને છોડીને ચાલી પડશો? તમે કહેશો બ્રહ્મા બાપ પણ તો ચાલ્યા ગયા ને? પરંતુ એમને તો આ રચના રચવાની હતી. ફાસ્ટ વૃદ્ધિની જવાબદારી હતી. તો બધાં એવરરેડી છો, એક નહીં. બધાને સાથે લઈ જવાનાં છે ને કે એકલા-એકલા જશે? તો બધાં એવરરેડી છો કે થઈ જશો? બોલો. ઓછામાં ઓછા નવ લાખ તો સાથે જાય. નહીં તો રાજ્ય કોના પર કરશે? પોતાનાં ઉપર રાજ્ય કરશે? તો બ્રહ્મા બાપ ની આ જ બધાં બાળકો પ્રત્યે શુભકામના છે કે એવરરેડી બનો અને એવરરેડી બનાવો.

આજે વતન માં પણ બધાં વિશેષ આદિ રત્ન અને સેવા નાં આદિ રત્ન ઈમર્જ થયાં. એડવાન્સ પાર્ટી કહે છે અમે તો તૈયાર છીએ. કઈ વાત માટે તૈયાર છે? તે કહે છે આ પ્રત્યક્ષતા નાં નગારા વગાડે તો અમે બધાં પ્રત્યક્ષ થઈને નવી સૃષ્ટિની રચના નાં નિમિત્ત બનીશું. અમે તો આહવાન કરી રહ્યા છીએ કે નવી સૃષ્ટિ ની રચના કરવા વાળા આવે. હવે કામ બધું તમારા ઉપર છે. નગારા વગાડો. આવી ગયા આવી ગયા… નાં નગારા વગાડો. નગારા વગાડતા આવડે છે? વગાડો તો છો ને? હવે બ્રહ્મા બાપ કહે છે તારીખ લઈ આવો. તમે લોકો પણ કહો છો ને કે તારીખ વગર કામ નથી થતું. તો આની પણ તારીખ બનાવો. તારીખ બનાવી શકો છો? બાપ તો કહે છે તમે બનાવો. બાપ કહે છે આજે જ બનાવો. કોન્ફરન્સ ની તારીખ ફિક્સ કરી છે અને આ, આની પણ કોન્ફરન્સ કરો ને! વિદેશી શું સમજે છે, તારીખ ફિક્સ થઈ શકે છે? તારીખ ફિક્સ કરશો? હા કે ના! અચ્છા, દાદી જાનકી ની સાથે સલાહ લઈને કરજો. અચ્છા!

દેશ-વિદેશ નાં ચારેય તરફનાં, બાપદાદા નાં અતિ સમીપ, અતિ પ્યારા અને ન્યારા, બાપદાદા જોઈ રહ્યા છે કે બધાં બાળકો લગન માં મગન થઈ લવલીન સ્વરુપ માં બેસેલા છે. સાંભળી રહ્યા છે અને મિલન નાં ઝૂલા માં ઝૂલી રહ્યા છે. દૂર નથી પરંતુ નયનો ની સામે પણ નથી, સમાયેલા છે. તો એવા સન્મુખ મિલન મનાવવા વાળા અને અવ્યક્ત રુપ માં લવલીન બાળકો, સદા બાપ સમાન ત્યાગ, તપસ્યા અને સેવા નું સબૂત દેખાડવા વાળા સપૂત બાળકો, સદા એકાગ્રતા ની શક્તિ દ્વારા વિશ્વનું પરિવર્તન કરવા વાળા વિશ્વ પરિવર્તક બાળકો, સદા બાપ સમાન તીવ્ર પુરુષાર્થ દ્વારા ઉડવા વાળા ડબલ લાઈટ બાળકો ને બાપદાદા નાં ખૂબ-ખૂબ-ખૂબ યાદ-પ્યાર અને નમસ્તે.

રાજસ્થાન નાં સેવાધારી :- ખૂબ સારી સેવા નો ચાન્સ રાજસ્થાન ને મળ્યો. રાજસ્થાન નું જેવું નામ છે રાજસ્થાન, તો રાજસ્થાન થી રાજા ક્વોલિટી વાળા કાઢો. પ્રજા નહીં, રાજ-ઘરાના નાં રાજા કાઢો. ત્યારે જેવું નામ છે રાજસ્થાન, જેવું નામ તેવી સેવા ની ક્વોલિટી નીકળશે. જે કોઈ છૂપાયેલા રાજા લોકો કે હમણાં વાદળો માં છે? એમ તો જે બિઝનેસમેન છે એમની સેવા પર વિશેષ અટેન્શન આપો. આ મિનિસ્ટર અને સેક્રેટરી તો બદલાતા જ રહે છે પરંતુ બિઝનેસમેન બાપ સાથે પણ બિઝનેસ કરવામાં આગળ વધી શકે છે. અને બિઝનેસમેન ની સેવા કરવાથી એમનાં પરિવાર ની માતાઓ પણ સહજ આવી શકે છે. એકલી માતાઓ નથી ચાલી શકતી પરંતુ જો ઘર નાં સ્તંભ આવી જાય છે તો પરિવાર જાતે જ ધીરે-ધીરે વધતો જાય છે એટલે રાજસ્થાન નાં રાજા ક્વોલિટી કાઢવાની છે. એવું કોઈ નથી, એવું નહીં કહો. થોડું શોધવું પડશે પરંતુ છે. થોડો એમની પાછળ સમય આપવો પડે છે. બિઝી રહે છે ને? કોઈ એવી વિધિ બનાવવી પડે જે તે નજીક આવે. બાકી સારું છે, સેવાનો ચાન્સ લીધો, દરેક ઝોન લે છે આ ખૂબ સારું નજીક આવવાનું અને દુવાઓ લેવાનું સાધન છે. ભલે તમને લોકોને બધાં જુએ કે ન જુએ, જાણે કે ન જાણે, પરંતુ જેટલી સારી સેવા થાય છે તો દુવાઓ સ્વતઃ નીકળે છે અને તે દુવાઓ પહોંચે ખૂબ જલ્દી છે. દિલ ની દુવાઓ છે ને? તો દિલ માં જલ્દી પહોંચે છે. બાપદાદા તો કહે છે સૌથી સહજ પુરુષાર્થ છે દુવાઓ આપો અને દુવાઓ લો. દુવાઓ થી જ્યારે ખાતું ભરાઈ જશે તો ભરપૂર ખાતા માં માયા પણ ડિસ્ટર્બ નહીં કરશે. જમા નું બળ મળે છે. રાજી રહો અને સર્વ ને રાજી કરો. દરેક નાં સ્વભાવ નાં રાઝ જાણીને રાજી કરો. એવું ન કહો કે આ તો છે જ નારાજ. તમે સ્વયં રાઝ ને જાણી જાઓ, એની નસ ને જાણી જાઓ પછી દુવાઓની દવા આપો. તો સહજ થઈ જશે. ઠીક છે ને રાજસ્થાન? રાજસ્થાન નાં ટીચર્સ ઉઠો. સેવા ની મુબારક છે. તો સહજ પુરુષાર્થ કરો, દુવાઓ આપતા જાઓ. લેવાનો સંકલ્પ નહીં કરો, આપતા જાઓ તો મળતું જશે. આપવું જ લેવું છે. ઠીક છે ને? એવું જ છે ને? દાતા નાં બાળકો છો ને? કોઈ આપે તો આપીએ. ના, દાતા બનીને આપતા જાઓ તો સ્વત: જ મળશે. અચ્છા.

જે આ કલ્પ માં પહેલી વાર આવ્યા છે તે હાથ ઉઠાવો. અડધા પહેલાં વાળા આવે છે, અડધા નવા આવે છે. સારુ-પાછળ વાળા, કિનારા પર બેઠેલા બધાં સહજયોગી છો? સહજ યોગી છો તો એક હાથ ઉઠાવો. અચ્છા.

વિદાય નાં સમયે:- (બાપદાદા ને રથયાત્રાઓનાં સમાચાર સંભળાવ્યા) ચારેય તરફ ની યાત્રાઓનાં સમાચાર સમય પ્રતિ સમય બાપદાદા ની પાસે આવતા રહે છે. સારુ, બધાં ઉમંગ-ઉત્સાહ થી સેવા નો પાર્ટ ભજવી રહ્યા છે. ભક્તો ને દુવાઓ મળી રહી છે અને જે ભક્તો ની ભક્તિ પૂરી થઈ, એમને બાપનો પરિચય મળી જશે અને પરિચય વાળાઓ માંથી જે બાળકો બનવાનાં હશે તે પણ દેખાતા રહેશે. બાકી સેવા સારી ચાલી રહી છે અને જે પણ સાધન બનાવ્યા છે તે સાધન સારા બધાને આકર્ષિત કરી રહ્યા છે. હવે રીઝલ્ટ માં કોણ-કોણ કઈ કેટેગરી માં નીકળે છે તે ખબર પડી જશે પરંતુ ભક્તો ને પણ તમારા બધાની નજર-દૃષ્ટિ મળી, પરિચય મળ્યો-આ પણ સારું સાધન છે. હવે આગળ વધીને એમની સેવા કરી આગળ વધારતા રહેજો. જે પણ રથ યાત્રા માં સેવા કરી રહ્યા છે, અથક બની સેવા કરી રહ્યા છે, એ બધાને યાદ-પ્યાર. બાપદાદા બધાને જોતા રહે છે અને સફળતા તો જન્મસિદ્ધ અધિકાર છે. અચ્છા.

મોરેશિયસ માં પોતાનાં ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ને નેશનલ યુનિટી એવોર્ડ પ્રાઈમ મિનિસ્ટર દ્વારા મળયો છે:- મોરિશિયસ માં આમ પણ વી.આઈ.પી. નું કનેક્શન સારું રહ્યું છે અને પ્રભાવ પણ સારો છે એટલે ગુપ્ત સેવાનું ફળ મળે છે તો બધાને ખાસ મુબારક. અચ્છા, ઓમ્ શાંતિ.

વરદાન :-
શ્વાસો - શ્વાસ યાદ અને સેવા નાં બેલેન્સ દ્વારા બ્લેસિંગ પ્રાપ્ત કરવા વાળા સદા પ્રસન્નચિત્ત ભવ

જેવી રીતે અટેન્શન રાખો છો કે યાદ ની લિંક સદા જોડાયેલી રહે તેવી રીતે સેવા માં પણ સદા લિંક જોડાયેલી રહે. શ્વાસો-શ્વાસ યાદ અને શ્વાસો-શ્વાસ સેવા થાય - આને કહેવાય છે બેલેન્સ, આ બેલેન્સ થી સદા બ્લેસિંગ નો અનુભવ કરતા રહેશો અને આ જ અવાજ દિલ થી નીકળશે કે આશીર્વાદો થી પાલના થઈ રહી છે. મહેનત થી, યુદ્ધ થી છૂટી જશો. શું, કેમ, કેવી રીતે, આ પ્રશ્નો થી મુક્ત થઈ સદા પ્રસન્નચિત્ત રહેશો. પછી સફળતા જન્મસિદ્ધ અધિકાર નાં રુપ માં અનુભવ થશે.

સ્લોગન :-
બાપ પાસે થી ઈનામ લેવું છે તો સ્વયં થી અને સાથીઓથી નિર્વિઘ્ન રહેવાનું સર્ટિફિકેટ સાથે હોય.