02-06-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે છો રુહાની પંડા , તમારે ગૃહસ્થ વ્યવહાર સંભાળતાં સાથે , કમળફૂલ સમાન બની યાદ ની યાત્રા કરવાની અને કરાવવાની છે”

પ્રશ્ન :-
બાપ બાળકો નો કયો શૃંગાર કરે છે? કયા શૃંગાર માટે મનાઈ કરે છે?

ઉત્તર :-
બાબા કહે મીઠાં બાળકો - હું તમારો રુહાની શૃંગાર કરવા આવ્યો છું, તમે ક્યારેય પણ શારીરિક શૃંગાર નહીં કરતાં. તમે બેગર (કંગાળ) છો, તમને ફેશન નો શોખ ન હોવો જોઈએ. દુનિયા ખૂબ ખરાબ છે એટલે જરા પણ શરીર ની ફેશન નહીં કરો.

ગીત :-
આખિર વહ દિન આયા આજ…

ઓમ શાંતિ!
બેહદ નાં બાપ બેસી બેહદ નાં બાળકો ને સમજાવે છે. બેહદ એટલે કોઈ હદ નહીં. કેટલાં અસંખ્ય બાળકો છે. આટલાં બેશુમાર બાળકોનાં એક જ બાપ છે જેમને રચયિતા કહેવાય છે. તે છે હદ નાં બાબાઓ, આ છે બેહદ નાં રુહો નાં બાપ. તે છે હદ નાં શરીરધારી બાપ, આ છે બેહદ નાં રુહો નાં એક જ બાપ. જેમને ભક્તિમાર્ગ માં બધા રુહો યાદ કરે છે. આપ બાળકો જાણો છો ભક્તિમાર્ગ પણ છે, સાથે-સાથે રાવણ રાજ્ય પણ છે. હવે મનુષ્ય પોકારે છે કે અમને રાવણ રાજ્ય થી રામરાજ્ય માં લઈ જાઓ. બાપ સમજાવે છે - જુઓ દેવી-દેવતા જે ભારત નાં માલિક હતાં, હવે નથી. તે કોણ હતાં? આ પણ હવે તમે જાણો છો. આપણે જ સતયુગી સૂર્યવંશી ઘરાનાં (વંશજ) નાં માલિક હતાં. રાજા, રાણી તો હોય છે ને! આપ બાળકોને હવે સ્મૃતિ આવી છે. બાબા આવેલાં છે - આપણને બાળકોને રાજ્ય ભાગ્ય નો વારસો આપવાં, વિશ્વનાં માલિક બનાવવાં. બાપ કહે છે હમણાં બધાં ભક્તિમાર્ગ માં છે, ભક્તિમાર્ગ ને જ રાવણ રાજ્ય કહેવાય છે. જ્ઞાનમાર્ગ ફક્ત એક બાપ જ શીખવાડે છે આપ બાળકોને. એ બેહદનાં બાપ ને ભક્તિમાર્ગ માં બધાં યાદ કરે છે. હમણાં તમને ૨૧ જન્મ નાં માટે જ્ઞાન ની રાજધાની મળે છે. પછી અડધોકલ્પ તમે પોકારશો જ નહીં. હાય રામ…હાય પ્રભુ કહેવાની દરકાર જ નહીં રહેશે. હાય રામ ત્યારે કરે છે જ્યારે દુઃખી હોય છે. તમને ત્યાં દુઃખ હોતું જ નથી. હવે તમે જાણો છો આ પણ ખેલ બનેલો છે. અડધોકલ્પ છે જ્ઞાન નો દિવસ, અડધોકલ્પ છે ભક્તિ ની રાત. ભક્તિ આપણને નીચે ઉતારે છે. આપ બાળકોની બુદ્ધિમાં સીડી ની નોલેજ જરુર જોઈએ. બાપ સમજાવે છે કે આ ૮૪ જન્મો નું ચક્ર છે, આ ચક્ર ને જાણવાથી તમે ચક્રવર્તી રાજા બનશો, એટલે બાબા ચિત્ર પણ બનાવી રહ્યાં છે જેનાથી સિધ્ધ થાય કે આપણે આ ચક્ર ને જાણવાથી ૨૧ જન્મ નાં માટે રાજ્ય ભાગ્ય લઈએ છીએ.

હમણાં તમે ઘણાં થઇ ગયાં છો. મોટી રુહાની શક્તિ સેના બની છે. તમે બધાં પંડા છો. બાબા પણ પંડા છે. એમને કહેવાય છે - ગાઈડ (માર્ગદર્શક). પંડા શબ્દ શુભ છે. યાત્રા પર લઈ જવા વાળા પંડા હોય છે. યાત્રી જાય છે તો તેમને એક ગાઈડ મળે છે કે આમને આ બધું દેખાડો. તીર્થ યાત્રા પર પણ પંડા મળે છે. બાપ કહે છે - જન્મ જન્માંતર તીર્થયાત્રા કરતાં આવ્યાં છો. અમરનાથ પર જાય છે, તીર્થો પર જાય છે. પરિક્રમા લગાવે છે. ત્યાં જવાનાં સમયે પછી તે જ યાદ રહે છે. ઘરબાર ધંધાધોરી બધાથી દિલ હટી જાય છે. અહીં તમને સમજાવાય છે પોતાનાં ઘર-ગૃહસ્થ માં રહેતાં ધંધાધોરી પણ કરતાં રહો અને પછી ગુપ્ત યાત્રા પર રહો. આ કેટલું સારું છે. જેટલો મોટો ધંધો કરવો છે એટલો કરો. કોઈ ને મનાઈ પણ નથી. ભલે પોતાની રાજાઈ પણ સંભાળો. રાજા જનક ને પણ સેકન્ડ માં જીવનમુક્તિ મળી. તમને કોઈ બહાર ની યાત્રા વગેરે તરફ ધક્કા ખાવાની દરકાર નથી. પોતાનાં ઘરબાર ની પણ પૂરી સંભાળ કરવી જોઈએ. જે સેન્સિબલ (સમજદાર) સારા બાળકો છે, તે સમજે છે અમારે ઘર-ગૃહસ્થ માં રહેતાં કમળફૂલ સમાન રહેવાનું છે. ગૃહસ્થ વ્યવહાર માં હેરાન ન થવું જોઈએ. કુમાર-કુમારીઓ તો જેવી રીતે સંન્યાસી છે, તેમનામાં વિકાર નથી. ૫ વિકાર થી દૂર છે. હમણાં આપ બાળકો જાણો છો આપણો શૃંગાર જ અલગ પ્રકાર નો છે, તેમનો અલગ છે. તેમનો છે તમોપ્રધાન શૃંગાર, તમારો છે સતોપ્રધાન શૃંગાર, જેનાથી તમારે સતોપ્રધાન સૂર્યવંશી રાજાઈ માં જવાનું છે. બાપ આપ બાળકો ને સમજાવે છે - તમોપ્રધાન શારીરિક શૃંગાર જરા પણ નહીં કરો. દુનિયા ખૂબ ખરાબ છે. ગૃહસ્થ વ્યવહાર માં રહેતા ફેશનેબલ નહીં બનો. ફેશન કશિશ કરે છે. આ સમયે સુંદરતા સારી નથી. કાળા છો તો સારું છે. કોઈ પંજો નહીં મારશે. સુંદરતા પાછળ તો ફરતાં રહે છે. કૃષ્ણ ને પણ શ્યામ દેખાડે છે. તમારે ગોરા (સુંદર) બનવાનું છે શિવબાબા થી. તે સુંદર બને છે પાવડર વગેરે થી. કેટલી ફેશન છે, વાત નહીં પૂછો. સાહૂકારો નું તો સત્યાનાશ છે. ગરીબ સારા છે. ગામડા માં જઈને ગરીબોનું કલ્યાણ કરવાનું છે, પરંતુ અવાજ કરવા વાળા મોટા વ્યક્તિ પણ જોઈએ. તમે બધાં ગરીબ છો ને. કોઈ સાહૂકાર છે શું? તમે જુઓ કેવાં સાધારણ બેઠા છો. મુંબઈ માં ફેશન જુઓ તો શું લાગેલી છે! બાબા પાસે મળવા આવે છે તો કહું છું તમે આ શારીરિક શૃંગાર કર્યો છે, હવે આવો તો તમને જ્ઞાન શૃંગાર કરાવીએ, જેનાથી તમે સ્વર્ગ ની પરી ૨૧ જન્મો નાં માટે બની જશો. સદા સુખી બની જશો. ન ક્યારેય રડશો, ન દુઃખ થશે. હવે આ શરીરધારી શૃંગાર તમે છોડી દો. તમને હું જ્ઞાન-રત્નો થી એવો ફર્સ્ટ ક્લાસ શૃંગાર કરાવીશ જે વાત નહીં પૂછો. જો મારી મત પર ચાલશો તો તમને પટરાણી બનાવીશ. આ તો સારું છે ને. આપ સર્વ ભારતવાસીઓ ને આ તમોપ્રધાન આસુરી દુનિયા થી ભગાવી સ્વર્ગ ની મહારાણી બનાવું છું.

આપ બાળકો સમજો છો આજે આપણે સફેદ પોશાક માં છીએ, બીજા જન્મ માં સ્વર્ગ માં સોના ની ચમચી થી દૂધ પીશું. આ તો ખૂબ છી-છી દુનિયા છે. સ્વર્ગ તો સ્વર્ગ છે, વાત નહીં પૂછો. અહીં તમે બેગર (કંગાળ) છો. ભારત બેગર છે. બેગર ટૂ પ્રિન્સ ગવાયેલ છે. આ ભારતમાં જ ફરી જન્મ લઈશું. બાપે આપણ ને સ્વર્ગનાં માલિક બનાવ્યાં હતાં, રાત-દિવસ નો ફરક છે. મહાન ગરીબ જેમને ખાવા માટે કંઈ નથી હોતું, તેમને જ દાન અપાય છે. ભારત જ મહાન ગરીબ છે. બિચારાઓને આ ખબર પણ નથી કે આ સમયે બધાં તમોપ્રધાન છે. દિવસ-પ્રતિ-દિવસ સીડી નીચે જ ઉતરતાં રહે છે. હમણાં કોઈ સીડી ચઢી નથી શકતું. ૧૬ કળા થી ૧૪ કળા પછી ૧૨ કળા… નીચે ઉતરતા જ આવે છે. આ લક્ષ્મી-નારાયણ પણ પહેલાં સોળે કળા સંપૂર્ણ હતાં પછી ચૌદ કળા માં ઉતરે છે ને. આ પણ સારી રીતે યાદ કરવાનું છે. સીડી ઉતરતાં-ઉતરતાં બિલકુલ જ પતિત બન્યાં છે. પછી સ્વર્ગ નાં માલિક કોણ બનાવે? આ વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ થાય છે. આ પણ બધાં કહે છે પરંતુ હવે કઈ હિસ્ટ્રી રિપીટ થશે, આ કોઈ નથી જાણતું. શાસ્ત્રો માં તો લખી દીધું સતયુગ ની આયુ લાખો-કરોડો વર્ષ છે. પૂછો સતયુગ ક્યારે આવશે? કહેશે હજું ૪૦ હજાર વર્ષ પડ્યાં છે. તમે સિદ્ધ કરી બતાવો છો કલ્પની આયુ જ ૫ હજાર વર્ષ છે. તે પછી ફક્ત સતયુગ ને જ લાખો વર્ષ આપી દે છે. ઘોર અંધકાર છે ને. તો મનુષ્ય કેવી રીતે માને ભગવાન આવેલાં હશે! તે સમજે છે ભગવાન ત્યારે આવશે જ્યારે કળિયુગ નો અંત થશે. હવે આપ બાળકો આ બધી વાતો ને સમજો છો. વિનાશ સામે ઉભો છે. બાળકોને સમજાવાય છે કે વિનાશ નાં પહેલાં બાપ પાસેથી વારસો લઈ લો, પરંતુ કુંભકરણ ની નિંદર માં સૂતેલા પડ્યાં છે. તો બિચારા હાય-હાય કરી મરશે. તમારો જય-જયકાર થઇ જશે. વિનાશ માં હોય જ છે - હાય-હાય. વિપરીત બુદ્ધિ હાય-હાય જ કરશે. હમણાં તમે છો સાચાં ની સંતાન સાચાં. નર્ક નો વિનાશ થયાં વગર સ્વર્ગ કેવી રીતે બનશે! તમે કહેશો આ તો મહાભારત લડાઈ છે. તેનાથી જ સ્વર્ગનાં દ્વાર ખુલવાનાં છે. મનુષ્ય તો કંઈ પણ નથી જાણતાં. તમારી બુદ્ધિ માં છે આપણને હમણાં દૈવી-સ્વરાજ્ય નું માખણ મળે છે. તે પરસ્પર લડતાં રહેશે. છે તે પણ મનુષ્ય, તમે પણ મનુષ્ય પરંતુ તે છે આસુરી સંપ્રદાય, તમે છો દેવી સંપ્રદાય. બાપ બાળકો ને સન્મુખ સમજાવે છે. આપ બાળકોને અંદર માં ખુશી રહે છે અનેકવાર તમે આવી રાજધાની લીધેલી છે, જેમ હમણાં તમે લઈ રહ્યાં છો. તે પરસ્પર માં બે બિલાડીઓ લડે છે. માખણ તમને મળે છે - આખાં વિશ્વ ની બાદશાહી નું. તમે અહીં આવો જ છો વિશ્વ નાં માલિક બનવાં. તમે જાણો છો આપણે બાબા થી યોગ લગાવી કર્માતીત અવસ્થા ને પામશું. તે પરસ્પર લડશે, આપણે વિશ્વની બાદશાહી મેળવી જ લઈશું. આ તો કોમન (સામાન્ય) વાત છે. તે બાહુબળ વાળા વિશ્વ ની બાદશાહી લઇ ન શકે. તમે યોગબળ થી વિશ્વ નાં માલિક બનો છો. તમારો છે જ અહિંસા પરમો દૈવી ધર્મ. બંને હિંસાઓ ત્યાં હોતી નથી. કામ-કટારી ની હિંસા સૌથી ખરાબ છે જે તમને આદિ, મધ્ય અને અંત દુઃખ આપે છે. આ કોઈને ખબર નથી, રાવણ રાજ્ય ક્યારે થાય છે હમણાં પોકારે છે - આવીને અમને પાવન બનાવો તો જરુર ક્યારેક પાવન હતાં ને? ભારતવાસી બાળકો જ પોકારે છે - દુઃખ થી લિબરેટ (મુક્ત) કરો, શાંતિધામ માં લઈ જાઓ. દુઃખ હરીને સુખ આપો. શ્રીકૃષ્ણ ને હરિ પણ કહે છે. બાબા અમને હરિ નાં દ્વારે લઈ ચાલો. હરિ નું દ્વાર છે કૃષ્ણપુરી. આ છે કંસપુરી. આ કંસપુરી આપણને પસંદ નથી. માયા મચ્છન્દર નો ખેલ દેખાડે છે. આ તો તમે જાણો છો રાવણ નું રાજ્ય દ્વાપર થી શરું થાય છે. દેવતાઓ જે પાવન હતાં તે પતિત થવાનાં શરું થાય છે, આની પણ નિશાનીઓ જગન્નાથપુરી માં છે. દુનિયા માં ખૂબ ગંદ થયેલી છે. હવે આપણે તો તે બધી વાતો થી નીકળી પરીસ્તાન માં જઈએ છીએ. આમાં ખુબ હિંમત, મહાવીરપણું જોઈએ. બાબા નાં બનીને પતિત થોડી બનવાનું છે! તે સમજે છે સ્ત્રી-પુરુષ સાથે રહે અને આગ ન લાગે, આ થઈ ન શકે એટલે જ હંગામા કરે છે કે અહીં સ્ત્રી-પુરુષ ને ભાઈ-બહેન બનાવાય છે. એવું તો ક્યાંય લખેલું નથી. ખબર નહીં અહીં કયું જાદુ છે! અરે તમે બ્રહ્માકુમારીઓ ની પાસે જશો અને બસ તમને ત્યાં બાંધીને રાખશે. એવું-એવું ત્યાં ઉશ્કેરતાં રહે છે. આ પણ ડ્રામા માં નોંધ છે. જેમનો પાર્ટ હશે તે કેવી રીતે પણ આવી જશે, આમાં ડરવાની વાત જ નથી. શિવબાબા તો જ્ઞાન નાં સાગર પતિત પાવન સર્વ નાં સદ્દગતિ દાતા છે. બ્રહ્મા દ્વારા પતિત થી પાવન બનાવે છે. આ શબ્દ એવાં મોટા લખેલાં હોય જે કોઈ પણ આવીને વાંચે. પવિત્રતા પર જ કેટલાં વિધ્ન નાખે છે.

બાબા કહે છે - બાળકો કોઈ પણ દેહધારી માં મોહ ની રગ ન હોવી જોઈએ. જો ક્યાંય મોહ ની રગ હશે તો ફસાઈ જશો. અહીં તો અમ્મા મરે તો ભી હલવા ખાના... બાબા સામે બેસાડીને પૂછે છે કાલે તમારું કોઇ મરી જાય તો રડશો તો નહીં? આંસુ આવ્યાં તો ફેલ (નાપાસ) થયાં. એક શરીર છોડી બીજું લીધું એમાં રડવાની વાત શું છે! બીજા કોઈ સાંભળે તો કહે, મુખ થી સારું તો બોલો. અરે. સારું જ બોલીએ છીએ. સતયુગ માં રડવાનું હોતું જ નથી. આ જીવન તમારું તેનાંથી પણ ઉચ્ચ છે. તમે છો બધાને રડવાથી બચાવવા વાળા પછી તમે કેવી રીતે રડશો! આપણને પતિઓનાં પતિ મળ્યાં જે આપણ ને સ્વર્ગ માં લઈ જાય છે. પછી નરક માં પાડવા વાળા માટે આપણે કેમ રડીએ! બાબા કેટલી મીઠી મીઠી વાતો સંભળાવે છે, વારસો લેવા માટે. આ સમયે ભારત નું કેટલું અકલ્યાણ થયેલું છે. બાપ આવીને કલ્યાણ કરે છે. ભારત ને મગધ દેશ કહે છે. સિંધ જેવાં ફેશનેબલ કોઈ હોતાં નથી. વિદેશ થી ફેશન શીખીને આવે છે. વાળ ઓળાવવવા પર આજકાલ છોકરીઓ કેટલાં ખર્ચા કરે છે. તેમને કહેવાય છે નરક ની પરીઓ. બાપ તમને સ્વર્ગ ની પરીઓ બનાવે છે. કહે છે અમારા માટે તો અહીં જ સ્વર્ગ છે, આ સુખ તો લઈ લઈએ. કાલે શું થશે - અમે શું જાણીએ! એવાં અનેક વિચાર વાળા આવે છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સાચાં-સાચાં રુહાની પંડા બની બધાંને ઘર નો રસ્તો બતાવવાનો છે. શરીર નિર્વાહ અર્થ ધંધો કરતાં યાદ ની યાત્રા માં રહેવાનું છે. કાર્ય વ્યવહાર માં હેરાન નથી થવાનું.

2. જ્ઞાન શૃંગાર કરી સ્વયં ને સ્વર્ગ ની પરી બનાવવાનું છે. આ તમોપ્રધાન દુનિયામાં શારીરિક શૃંગાર નથી કરવાનો. કળિયુગી ફેશન છોડી દેવાની છે.

વરદાન :-
બાળક અને માલિક પણાં નાં બેલેન્સ દ્વારા યુક્તિયુક્ત ચાલવા વાળા સફળતા મૂર્ત ભવ

જેટલું થઈ શકે સર્વિસ નાં સંબંધ માં બાળકપણું, પોતાનાં પુરુષાર્થ ની સ્થિતિ માં માલિકપણું, સંપર્ક અને સર્વિસ માં બાળકપણું, યાદ ની યાત્રા અને મંથન કરવામાં માલિકપણું, સાથીઓ અને સંગઠન માં બાળકપણું અને વ્યક્તિગત માં માલિકપણું આ બેલેન્સ થી ચાલવું જ યુક્તિયુક્ત ચાલવું છે એનાથી સહજ જ દરેક કાર્ય માં સફળતા પ્રાપ્ત થાય છે સ્થિતિ એકરસ રહે છે અને સહજ જ સર્વ નાં સ્નેહી બની જાઓ છો.

સ્લોગન :-
વિચારવું અને કરવું સમાન હોય ત્યારે કહેવાશે પાવરવાળો શક્તિશાળી આત્મા

અવ્યક્ત ઇશારા - સદા હર્ષિત રહેવા માટે પોતાની નેચર ને સરળ બનાવો , સહનશીલ બનો

હર્ષિત રહેવાનો ગુણ પુરુષાર્થ માં બહુ જ મદદગાર બની શકે છે, પરંતુ જેવી રીતે ચહેરો હર્ષિત રહે છે તેવી રીતે આત્મા પણ સદેવ હર્ષિત રહે, આ નેચરલ ગુણ ને આત્મા માં લાવવાનો છે. સદા હર્ષિત રહેશો તો પછી માયા ની કોઈ આકર્ષણ આકર્ષિત નહીં કરશે, આ બાપની ગેરંટી છે. પરંતુ સદા હર્ષિત રહેવા માટે પોતાની રુહાની શાન માં રહેજો અને સહનશીલ બની સાક્ષી દૃષ્ટા થઈ માયા નાં ખેલ ને જોજો.