02-07-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે અહીં યાદ માં રહીને પાપ દગ્ધ કરવા માટે આવ્યા છો એટલે બુદ્ધિયોગ નિષ્ફળ ન જાય , એ વાત નું પૂરું ધ્યાન રાખવાનું છે”

પ્રશ્ન :-
કયો સૂક્ષ્મ વિકાર પણ અંત માં મુસીબત ઉભી કરી દે છે?

ઉત્તર :-
જો સૂક્ષ્મ માં પણ લાલચ નો વિકાર છે, કોઈ વસ્તુ લાલચ નાં કારણે ભેગી કરીને પોતાની પાસે જમા કરીને રાખી દીધી તો તે જ અંત માં મુસીબત નાં રુપ માં યાદ આવે છે એટલે બાબા કહે છે - બાળકો, પોતાની પાસે કંઈ પણ ન રાખો. તમારે બધાં સંકલ્પો ને પણ સમેટીને બાપ ની યાદ માં રહેવાની ટેવ (આદત) પાડવાની છે એટલે દેહી-અભિમાની બનવાનો અભ્યાસ કરો.

ઓમ શાંતિ!
બાળકો ને રોજ-રોજ યાદ અપાવે છે - દેહી-અભિમાની બનો કારણ કે બુદ્ધિ આમ-તેમ જાય છે. અજ્ઞાનકાળ માં પણ કથા વાર્તા સાંભળે છે તો બુદ્ધિ બહાર ભટકે છે. અહીં પણ ભટકે છે એટલે રોજ-રોજ કહે છે દેહી-અભિમાની બનો. તે તો કહેશે અમે જે સંભળાવીએ છીએ એનાં પર ધ્યાન આપો, ધારણ કરો. શાસ્ત્ર જે સંભળાવે છે તે વચન ધ્યાન પર રાખો. અહીં તો બાપ આત્માઓ ને સમજાવે છે, તમે બધાં સ્ટુડન્ટ દેહી-અભિમાની થઈને બેસો. શિવબાબા આવે છે ભણાવવા માટે. એવી કોઈ કોલેજ નહીં હશે જ્યાં સમજશે શિવબાબા ભણાવવા આવે છે. એવી સ્કૂલ હોવી જ જોઈએ પુરુષોત્તમ સંગમયુગ પર. સ્ટુડન્ટ બેઠાં છે અને આ પણ સમજે છે પરમપિતા પરમાત્મા આવે છે આપણને ભણાવવા. શિવબાબા આવે છે આપણ ને ભણાવવા. પહેલી-પહેલી વાત સમજાવે છે તમારે પાવન બનવું છે તો મામેકમ્ યાદ કરો પરંતુ માયા વારંવાર ભૂલાવી દે છે એટલે બાપ ખબરદાર કરે છે. કોઈને સમજાવવાનું છે તો પણ પહેલી-પહેલી વાત સમજાવો કે ભગવાન કોણ છે? ભગવાન જે પતિત-પાવન દુ:ખહર્તા, સુખકર્તા છે, એ ક્યાં છે? એમને યાદ તો બધાં કરે છે. જ્યારે કોઈ આફતો આવે છે, કહે છે હે ભગવાન, રહેમ કરો. કોઈને બચાવવાના હોય છે તો પણ કહે છે હે ભગવાન, ઓ ગોડ અમને દુઃખ થી લિબ્રેટ કરો. દુઃખ તો બધાને છે. આ તો પાક્કી ખબર છે સતયુગ ને સુખધામ કહેવાય છે, કળિયુગ ને દુઃખધામ કહેવાય છે. આ બાળકો જાણે છે તો પણ માયા ભૂલાવી દે છે. આ યાદ માં બેસવાની રસમ પણ ડ્રામા માં છે કારણ કે ઘણાં છે જે આખો દિવસ યાદ નથી કરતાં, એક મિનિટ પણ યાદ નથી કરતાં, પછી યાદ અપાવવા (કરાવવા) માટે અહીં બેસાડે છે. યાદ કરવાની યુક્તિ બતાવે છે તો પાક્કુ થઈ જાય. બાપ ની યાદ થી જ આપણે સતોપ્રધાન બનવાનું છે. સતોપ્રધાન બનવાની બાપે ફર્સ્ટ ક્લાસ રીયલ યુક્તિ બતાવી છે. પતિત-પાવન તો એક જ છે, એ આવીને યુક્તિ બતાવે છે. અહીં આપ બાળકો શાંતિ માં ત્યારે બેસો છો જ્યારે બાપ ની સાથે યોગ છે. જો બુદ્ધિયોગ આમ-તેમ ગયો તો શાંત માં નથી, એટલે અશાંત છે. જેટલો સમય આમ-તેમ બુદ્ધિયોગ ગયો, તે નિષ્ફળ થયું કારણ કે પાપ તો કપાતા નથી. દુનિયા આ નથી જાણતી કે પાપ કેવી રીતે કપાય છે? આ ખૂબ મહીન (સૂક્ષ્મ) વાતો છે. બાપે કહ્યું છે મારી યાદ માં બેસો, તો જ્યાં સુધી યાદ નો તાર જોડાયેલો છે, એટલો સમય સફળતા છે. જરા પણ બુદ્ધિ આમ-તેમ ગઈ તો તે સમય વેસ્ટ થયો, નિષ્ફળ થયો. બાપ નું ડાયરેક્શન છે ને કે બાળકો, મને યાદ કરો, જો યાદ ન કર્યા તો નિષ્ફળ ગયું. એનાથી શું થશે? તમે જલ્દી સતોપ્રધાન નહીં બનશો પછી તો આદત પડી જશે. આ થતું રહેશે. આત્મા આ જન્મ નાં પાપ તો જાણે છે. ભલે કોઈ કહે છે અમને યાદ નથી, પરંતુ બાબા કહે છે ૩-૪ વર્ષ થી લઈને બધી વાતો યાદ રહે છે. શરુઆત માં એટલાં પાપ નથી થતા, જેટલાં અંત માં થાય છે. દિવસે-દિવસે ક્રિમિનલ (વિકારી) આંખો થતી જાય છે, ત્રેતા માં બે કળા ઓછી થાય છે. ચંદ્રમાની ૨ કળા કેટલામાં ઓછી હોય છે? ધીરે-ધીરે ઓછી થતી જાય છે પછી ૧૬ કળા સંપૂર્ણ પણ ચંદ્રમા ને કહેવાય છે, સૂર્ય ને નથી કહેતાં. ચંદ્રમાની છે એક મહિનાની વાત, આ પછી છે કલ્પની વાત. દિવસે-દિવસે નીચે ઉતરતા જાય છે. પછી યાદ ની યાત્રા થી ઉપર ચઢી શકે છે. પછી તો જરુર નથી જે આપણે યાદ કરીએ અને ઉપર ચઢીએ. સતયુગ પછી ફરી ઉતરવાનું છે. સતયુગ માં પણ યાદ કરીએ તો નીચે ઉતરતા જ નથી. ડ્રામા અનુસાર ઉતરવાનું જ છે, તો યાદ જ નથી કરતાં. ઉતરવાનું પણ જરુર છે પછી યાદ કરવાનો ઉપાય બાપ જ બતાવે છે કારણ કે ઉપર જવાનું છે. સંગમ પર જ આવીને બાપ શીખવાડે છે કે હવે ચઢતી કળા શરુ થાય છે. આપણે પછી પોતાનાં સુખધામ માં જવાનું છે. બાપ કહે છે હવે સુખધામ માં જવાનું છે તો મને યાદ કરો. યાદ થી તમારો આત્મા સતોપ્રધાન બની જશે.

તમે દુનિયાથી નિરાળા છો, વૈકુંઠ દુનિયાથી બિલકુલ ન્યારા છો. વૈકુંઠ હતું, હમણાં નથી. કલ્પ ની આયુ લાંબી કરી દેવાનાં કારણે ભૂલી ગયા છે. હમણાં આપ બાળકો ને તો વૈકુંઠ ખૂબ નજીક દેખાય છે. બાકી થોડો સમય છે. યાદ ની યાત્રા માં જ ખામી છે એટલે સમજે છે હજી સમય છે. યાદ ની યાત્રા જેટલી હોવી જોઈએ એટલી નથી. તમે પૈગામ (સંદેશો) પહોંચાડો છો ડ્રામા પ્લાન અનુસાર, કોઈને પૈગામ નથી આપતા એટલે સર્વિસ નથી કરતાં. આખી દુનિયામાં પૈગામ તો પહોંચાડવાનો છે કે બાપ કહે છે મામેકમ્ યાદ કરો. ગીતા વાંચવા વાળા જાણે છે, એક જ ગીતા શાસ્ત્ર છે, જેમાં આ મહાવાક્ય છે. પરંતુ એમાં શ્રીકૃષ્ણ ભગવાનુવાચ લખી દીધું છે તો યાદ કોને કરે? ભલે શિવ ની ભક્તિ કરે છે પરંતુ યથાર્થ જ્ઞાન નથી જે શ્રીમત પર ચાલે. આ સમયે તમને મળે છે ઈશ્વરીય મત, એની પહેલા હતી માનવ મત. બંને માં રાત-દિવસ નું અંતર છે. માનવ મત કહે છે ઈશ્વર સર્વવ્યાપી છે. ઈશ્વરની મત કહે છે નહીં. બાપ કહે છે હું આવ્યો છું સ્વર્ગ ની સ્થાપના કરવા તો જરુર આ નર્ક છે. અહીં પ વિકાર બધામાં પ્રવેશ છે. વિકારી દુનિયા છે ત્યારે તો હું આવું છું નિર્વિકારી બનાવવા માટે. જે ઈશ્વર નાં બાળકો બન્યા, એમની પાસે વિકાર તો હોઈ જ ન શકે. રાવણનું ચિત્ર ૧૦ માથા વાળું દેખાડે છે. ક્યારેય કોઈ કહી ન શકે કે રાવણ ની સૃષ્ટિ નિર્વિકારી છે. તમે જાણો છો હમણાં રાવણ રાજ્ય છે, બધામાં પ વિકાર છે. સતયુગ માં છે રામ રાજ્ય, કોઈ પણ વિકાર નથી. આ સમયે મનુષ્ય કેટલાં દુઃખી છે. શરીર ને કેટલાં દુઃખ લાગે છે? આ છે દુ:ખધામ, સુખધામ માં તો શારીરિક દુઃખ પણ નથી હોતું. અહીં તો કેટલી હોસ્પિટલો ભરેલી છે? આને સ્વર્ગ કહેવું પણ મોટી ભૂલ છે. તો સમજીને બીજાઓને સમજાવાનું છે, તે ભણતર કોઈને સમજાવવા માટે નથી. પરીક્ષા પાસ કરી અને નોકરી પર ચઢ્યા. અહીં તો તમારે બધાને પૈગામ આપવાનો છે. ફક્ત એક બાપ થોડી આપશે? જે ખૂબ હોશિયાર છે એમને ટીચર કહેવાય છે, ઓછા હોશિયાર છે તો એમને સ્ટુડન્ટ કહેવાય છે. તમારે બધાને પૈગામ આપવાનો છે, પૂછવાનું છે ભગવાન ને જાણો છો? એ તો બાપ છે સર્વ નાં. તો મૂળ વાત છે બાપ નો પરિચય આપવો કારણ કે કોઈ જાણતું નથી. ઊંચા માં ઊંચા બાપ છે, આખાં વિશ્વ ને પાવન બનાવવા વાળા છે. આખું વિશ્વ પાવન હતું, જેમાં ભારત જ હતું. બીજા કોઈ ધર્મ વાળા કહી ન શકે કે અમે નવી દુનિયામાં આવ્યા છીએ. તે તો સમજે છે અમારા પહેલાં કોઈ થઈને (આવીને) ગયા છે. ક્રાઈસ્ટ પણ જરુર કોઈ માં આવશે. એમની પહેલાં જરુર કોઈ હતાં. બાપ સમજાવે છે હું આ બ્રહ્મા તન માં પ્રવેશ કરું છું. આ પણ કોઈ માનતું નથી કે બ્રહ્મા નાં તન માં આવે છે. અરે, બ્રાહ્મણ તો જરુર જોઈએ. બ્રાહ્મણ ક્યાંથી આવશે? જરુર બ્રહ્મા દ્વારા જ તો આવશે ને? સારું, બ્રહ્માં નાં બાપ ક્યારેય સાંભળ્યું? એ છે ગ્રેટ-ગ્રેટ ગ્રેન્ડ ફાધર. એમનાં સાકાર ફાધર કોઈ નથી. બ્રહ્મા નાં સાકાર બાપ કોણ? કોઈ બતાવી ન શકે. બ્રહ્મા નું તો ગાયન છે. પ્રજાપિતા પણ છે. જેવી રીતે નિરાકાર શિવબાબા કહે છે, એમનાં બાપ બતાવો? પછી સાકાર પ્રજાપિતા બ્રહ્માનાં બાપ બતાવો? શિવબાબા તો એડોપ્ટ કરેલા નથી. આ એડોપ્ટ કરેલા છે. કહેશે એમને શિવબાબાએ એડોપ્ટ કર્યા. વિષ્ણુને શિવબાબાએ એડોપ્ટ કર્યા છે, એવું નહીં કહેવાશે. આ તો તમે જાણો છો બ્રહ્મા સો વિષ્ણુ બને છે. એડોપ્ટ તો થયા નથી. શંકર માટે પણ બતાવ્યું છે, એમનો કોઈ પાર્ટ નથી. બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા આ ૮૪ નું ચક્ર છે. શંકર પછી ક્યાંથી આવ્યાં? એમની રચના ક્યાં છે? બાપ ની તો રચના છે, એ સર્વ આત્માઓ નાં બાપ છે અને બ્રહ્મા ની રચના છે બધાં મનુષ્ય. શંકર ની રચના ક્યાં છે? શંકર થી કોઈ મનુષ્ય દુનિયા નથી રચાતી. બાપ આવીને આ બધી વાતો સમજાવે છે તો પણ બાળકો વારંવાર ભૂલી જાય છે. દરેકની બુદ્ધિ નંબરવાર છે ને? જેટલી બુદ્ધિ એટલું ટીચર નું ભણતર ધારણ કરી શકે છે. આ છે બેહદનું ભણતર. ભણતર અનુસાર જ નંબરવાર પદ મેળવે છે. ભલે ભણતર એક જ છે મનુષ્ય થી દેવતા બનવાનું પરંતુ રાજધાની બને છે ને? આ પણ બુદ્ધિમાં આવવું જોઈએ કે અમે કયું પદ મેળવીશું? રાજા બનવું તો મહેનત નું કામ છે. રાજાઓની પાસે દાસ-દાસીઓ પણ જોઈએ. દાસ-દાસીઓ કોણ બને છે? આ પણ તમે સમજી શકો છો. નંબરવાર પુરુષાર્થ અનુસાર દરેક ને દાસીઓ મળતી હશે. તો એવું ન ભણવું જોઈએ જે જન્મ-જન્માંતર દાસ-દાસી બનો. પુરુષાર્થ કરવાનો છે ઊંચ બનવાનો.

તો સાચ્ચી શાંતિ બાપ ની યાદ માં છે, જરા પણ બુદ્ધિ આમ-તેમ ગઈ તો ટાઈમ વેસ્ટ થશે. કમાણી ઓછી થશે. સતોપ્રધાન બની નહીં શકો. આ પણ સમજાવ્યું છે કે હાથે થી કામ કરતા રહો, દિલ થી બાપ ને યાદ કરો. શરીર ને તંદુરસ્ત રાખવા માટે હરવા-ફરવાનું, એ પણ ભલે કરો. પરંતુ બુદ્ધિ માં બાપ ની યાદ રહે. જો સાથે કોઈ હોય તો ઝરમુઈ-ઝંગમુઈ નથી કરવાની. આ તો દરેક નું દિલ સાક્ષી આપે છે. બાબા સમજાવી દે છે એવી અવસ્થા માં ચક્કર લગાવો. પાદરી લોકો જાય છે એકદમ શાંતિ માં, તમે લોકો જ્ઞાન ની વાતો પૂરો સમય તો નહીં કરશો પછી વાણી ને શાંતિ માં લઈને શિવબાબા ની યાદ માં રેસ કરવી જોઈએ. જેવી રીતે ખાતી વખતે બાબા કહે છે - યાદ માં બેસીને ખાઓ, પોતાનો ચાર્ટ જુઓ. બાબા પોતાનું તો બતાવે છે કે હું ભૂલી જાઉં છું. કોશિશ કરું છું, બાબા ને કહું છું બાબા, હું પૂરો સમય યાદ માં રહીશ. તમે મારી ઉધરસ બંધ કરો, સુગર (મધુમેહ) ઓછું કરો. મારી સાથે જે મહેનત કરું છું, તે બતાવું છું. પરંતુ હું પોતે જ ભૂલી જાઉં છું તો ઉધરસ ઓછી કેવી રીતે થશે? જે વાતો બાબાની સાથે કરું છું, તે સાચ્ચું સંભળાવું છું. બાબા બાળકોને બતાવી દે છે, બાળકો બાપ ને નથી સંભળાવતાં, શરમ આવે છે. ઝાડુ લગાવો, ભોજન બનાવો તો પણ શિવબાબા ની યાદ માં બનાવો તો તાકાત આવશે. આ પણ યુક્તિ જોઈએ, એમાં તમારું જ કલ્યાણ થશે પછી તમે યાદ માં બેસશો તો બીજાઓને પણ કશિશ થશે. એક-બીજા ને કશિશ તો થાય છે ને? જેટલું તમે વધારે યાદ માં રહેશો એટલો જ સન્નાટો સારો થઈ જશે. એક-બીજા નો પ્રભાવ ડ્રામા અનુસાર પડે છે. યાદ ની યાત્રા તો ખૂબ કલ્યાણકારી છે, એમાં ખોટું બોલવાની જરુર નથી. સાચાં બાપ નાં બાળકો છો તો સાચ્ચા થઈને ચાલવાનું છે. બાળકો ને તો બધુંજ મળે છે. વિશ્વની બાદશાહી મળે છે તો પછી લોભ કરી ૧૦-૨૦ સાડીઓ વગેરે કેમ ભેગી કરો છો? જો ખૂબ વસ્તુઓ ભેગી કરતા રહેશો તો મરતી વખતે પણ યાદ આવશે એટલે દૃષ્ટાંત આપે છે કે સ્ત્રીએ એમને કહ્યું લાકડી છોડી દો, નહીં તો આ પણ યાદ આવશે. કંઈ પણ યાદ ન રહેવું જોઈએ. નહીં તો પોતાનાં માટે જ મુસીબત લાવે છે. ખોટું બોલવાથી સો-ગણું પાપ ચઢી જાય છે. શિવબાબા નો ભંડારો સદૈવ ભરેલો રહે છે, વધારે રાખવાની પણ જરુર શું છે? જેની ચોરી થઈ જાય છે તો બધું અપાય છે. તમને બાળકોને બાપ પાસે થી રાજાઈ મળે છે, તો શું કપડા વગેરે નહીં મળશે? ફક્ત ફાલતું ખર્ચા ન કરવા જોઈએ કારણ કે અબળાઓ જ મદદ કરે છે સ્વર્ગ ની સ્થાપના માં. એમનાં પૈસા એમ બરબાદ પણ ન કરવા જોઈએ. તે તમારી પરવરિશ કરે છે તો તમારું કામ છે એમની પરવરિશ કરવી. નહીં તો સો-ગણું પાપ માથા પર ચઢે છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ ની યાદ માં બેસતી વખતે જરા પણ બુદ્ધિ આમ-તેમ ન ભટકવી જોઈએ. સદા કમાણી જમા થતી રહે. યાદ એવી હોય જે સન્નાટો થઈ જાય.

2. શરીર ને તંદુરસ્ત રાખવા માટે હરવા-ફરવા જાઓ છો તો પરસ્પર ઝરમુઈ-ઝંગમુઈ (પરચિંતન) નથી કરવાની. ભોજન પણ બાપ ની યાદ માં ખાવાનું છે.

વરદાન :-
નિશ્ચય બુદ્ધિ બની કમજોર સંકલ્પો ની જાળ ને સમાપ્ત કરવા વાળા સફળતા સંપન્ન ભવ

હજી સુધી મેજોરીટી બાળકો કમજોર સંકલ્પો ને સ્વયં જ ઈમર્જ કરે છે-વિચારે છે ખબર નથી થશે કે નહીં થશે, શું થશે…? આ કમજોર સંકલ્પ જ દિવાલ બની જાય છે અને સફળતા એ દિવાલ ની અંદર છુપાઈ જાય છે. માયા કમજોર સંકલ્પો ની જાળ ફેલાવી દે છે, એ જ જાળ માં ફસાઈ જાય છે એટલે હું નિશ્ચય બુદ્ધિ વિજયી છું, સફળતા મારો જન્મ સિદ્ધ અધિકાર છે-આ સ્મૃતિ થી કમજોર સંકલ્પો ને સમાપ્ત કરો.

સ્લોગન :-
ત્રીજું જ્વાળામુખી નેત્ર ખુલ્લું રહે તો માયા શક્તિહીન બની જશે.