02-08-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમારા નિજી ( મૂળ ) સંસ્કાર પવિત્રતા નાં છે , તમે રાવણ નાં સંગ માં આવીને પતિત બન્યાં , હવે ફરી પાવન બની પાવન દુનિયાનાં માલિક બનવાનું છે”

પ્રશ્ન :-
અશાંતિ નું કારણ અને એનું નિવારણ શું છે?

ઉત્તર :-
અશાંતિનું કારણ છે અપવિત્રતા. હવે ભગવાન બાપ સાથે વાયદો કરો કે અમે પવિત્ર બની પવિત્ર દુનિયા બનાવીશું, પોતાની સિવિલ આઈ (નિર્વિકારી દૃષ્ટિ) રાખીશું, ક્રિમિનલ (વિકારી) નહીં બનશો તો અશાંતિ દૂર થઈ શકે છે. તમે શાંતિ સ્થાપન કરવાનાં નિમિત્ત બનેલા બાળકો ક્યારેય અશાંતિ ન ફેલાવી શકો. તમારે શાંત રહેવાનું છે, માયા નાં ગુલામ નથી બનવાનું.

ઓમ શાંતિ!
બાપ બાળકોને સમજાવે છે કે ગીતા નાં ભગવાને ગીતા સંભળાવી. એક વાર સંભળાવી ને પછી તો ચાલ્યા જશે. હમણાં તમે બાળકો ગીતા નાં ભગવાન પાસે થી તે જ ગીતા નું જ્ઞાન સાંભળી રહ્યા છો અને રાજયોગ પણ શીખી રહ્યા છો. તે લોકો તો લખેલી ગીતા વાંચીને મોઢે કરી લે છે પછી મનુષ્ય ને સંભળાવતા રહે છે. તે પણ પછી શરીર છોડીને જઈ બીજા જન્મ માં બાળક બને પછી તો સંભળાવી ન શકે. હમણાં બાપ તમને ગીતા સંભળાવતા રહે છે, જ્યાં સુધી તમે રાજાઈ પ્રાપ્ત કરો. લૌકિક ટીચર પણ પાઠ ભણાવતા જ રહે છે. જ્યાં સુધી પાઠ પૂરો થાય, શીખવાડતા રહે છે. પાઠ પૂરો થઈ જાય પછી હદની કમાણી માં લાગી જાય છે. ટીચર પાસે થી ભણ્યા, કમાણી કરી, વૃધ્ધ થયા, શરીર છોડ્યું, પછી બીજું શરીર જઈને લે છે. તે લોકો ગીતા સંભળાવે છે, હવે એનાથી પ્રાપ્તિ શું થાય છે? એ તો કોઈને ખબર નથી. ગીતા સાંભળીને પછી બીજા જન્મ માં બાળક બન્યા તો સંભળાવી ન શકે. જ્યારે મોટા થાય, વૃદ્ધ બને, ગીતા-પાઠી થાય ત્યારે પછી સંભળાવે. અહીં બાપ તો એક જ વાર શાંતિધામ થી આવીને ભણાવે છે પછી ચાલ્યા જાય છે. બાપ કહે છે તમને રાજયોગ શીખવાડીને હું પોતાનાં ઘરે ચાલ્યો જાઉં છું. જેમને ભણાવું છું તે પછી આવીને પોતાની પ્રારબ્ધ ભોગવે છે. પોતાની કમાણી કરે છે, નંબરવાર પુરુષાર્થ અનુસાર ધારણા કરી પછી ચાલ્યા જાય છે. ક્યાં? નવી દુનિયામાં. આ ભણતર છે જ નવી દુનિયા માટે. મનુષ્ય તો આ નથી જાણતા કે જૂની દુનિયા ખતમ થઈ પછી નવી દુનિયા થવાની છે. તમે જાણો છો કે આપણે રાજયોગ શીખીએ જ છીએ નવી દુનિયા માટે. પછી ન આ જૂની દુનિયા, ન જૂનું શરીર હશે. આત્મા તો અવિનાશી છે. આત્માઓ પવિત્ર બની પછી પવિત્ર દુનિયામાં આવે છે. નવી દુનિયા હતી, જેમાં દેવી-દેવતાઓનું રાજ્ય હતું જેને સ્વર્ગ કહેવાય છે. તે નવી દુનિયા બનાવવા વાળા ભગવાન જ છે. એ એક ધર્મ ની સ્થાપના કરાવે છે. કોઈ દેવતા દ્વારા નથી કરાવતાં. દેવતા તો અહીં નથી. તો જરુર કોઈ મનુષ્ય દ્વારા જ જ્ઞાન આપશે જે પછી દેવતા બનશે. પછી તે જ દેવતાઓ પુનર્જન્મ લેતા-લેતા હમણાં બ્રાહ્મણ બન્યા છે. આ રહસ્ય આપ બાળકો જ જાણો છો-ભગવાન તો છે નિરાકાર જે નવી દુનિયા રચે છે. હમણાં તો રાવણ રાજ્ય છે. તમે પૂછો છો કળિયુગી પતિત છો કે સતયુગી પાવન છો? પરંતુ સમજતા નથી. હવે બાપ બાળકોને કહે છે - મેં ૫ હજાર વર્ષ પહેલાં પણ તમને સમજાવ્યું હતું. હું આવું જ છું આપ બાળકોને અડધોકલ્પ સુખી બનાવવાં. પછી રાવણ આવીને તમને દુઃખી બનાવે છે. આ સુખ-દુઃખ નો ખેલ છે. કલ્પ ની આયુ ૫ હજાર વર્ષ છે, તો અડધી-અડધી કરવી પડે ને? રાવણ રાજ્ય માં બધાં દેહ-અભિમાની વિકારી બની જાય છે. આ વાતો પણ તમે હમણાં સમજો છો, પહેલા સમજતા નહોતાં. કલ્પ-કલ્પ જે સમજે છે તે જ સમજી લે છે. જે દેવતા બનવા વાળા નથી, તે આવશે જ નહીં. તમે દેવતા ધર્મ ની કલમ લગાવો છો. જ્યારે તે આસુરી તમોપ્રધાન બની જાય છે તો એમને દૈવી ઝાડ નાં નહીં કહેવાશે. ઝાડ પણ જ્યારે નવું હતું તો સતોપ્રધાન હતું. આપણે એનાં પાન દેવી-દેવતા હતાં પછી રજો, તમો માં આવ્યા, જૂનાં પતિત શુદ્ર થઈ ગયાં. જૂની દુનિયામાં જૂનાં મનુષ્ય જ રહેશે. જૂનાં ને ફરીથી નવાં બનાવવા પડે. હમણાં દેવી-દેવતા ધર્મ જ પ્રાય:લોપ થઈ ગયો છે. બાપ પણ કહે છે જ્યારે-જ્યારે ધર્મ ની ગ્લાનિ થાય છે, તો પૂછાશે કયા ધર્મની ગ્લાનિ થાય છે? જરુર કહેશે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની, જે મેં સ્થાપન કર્યો હતો. તે ધર્મ જ પ્રાય:લોપ થઈ ગયો. એની બદલે અધર્મ થઈ ગયો છે. તો જ્યારે ધર્મ થી અધર્મ ની વૃદ્ધિ થતી જાય, ત્યારે બાપ આવે છે. એવું નહીં કહેવાશે કે ધર્મ ની વૃદ્ધિ, ધર્મ તો પ્રાય:લોપ થઈ ગયો. બાકી અધર્મ ની વૃદ્ધિ થઈ. વૃદ્ધિ તો બધાં ધર્મો ની થાય છે. એક ક્રાઈસ્ટ થી કેટલી ક્રિશ્ચન ધર્મ ની વૃદ્ધિ થાય છે. બાકી દેવી-દેવતા ધર્મ પ્રાય:લોપ થઈ ગયો. પતિત બનવાના કારણે પોતે જ ગ્લાનિ કરે છે. ધર્મ થી અધર્મ પણ એક જ થાય છે. બીજા તો બધાં ઠીક ચાલી રહ્યા છે. બધાં પોત-પોતાનાં ધર્મ પર કાયમ (અડગ) રહે છે. જે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ વાઈસલેસ હતો, તે વિનાશ બની પડ્યો છે. મેં પાવન દુનિયા સ્થાપન કરી પછી તે જ પતિત, શુદ્ર બની જાય છે અર્થાત્ એ ધર્મ ની ગ્લાનિ થઈ જાય છે. અપવિત્ર બને તો પોતાની ગ્લાનિ કરાવે છે. વિકાર માં જવાથી પતિત બની જાય છે, પોતાને દેવતા કહેવડાવી નથી શકતાં. સ્વર્ગ થી બદલાઈ નર્ક થઈ ગયું છે. તો કોઈ પણ વાહ-વાહ (પાવન) નથી. તમે કેટલાં છી-છી પતિત બની ગયા છો? બાપ કહે છે તમને વાહ-વાહ ફૂલ બનાવ્યા પછી રાવણે તમને કાંટા બનાવી દીધાં. પાવન થી પતિત બની ગયા છો. પોતાનાં ધર્મ ની જ હાલત જોવાની છે. પોકારે પણ છે કે અમારી હાલત આવીને જુઓ, અમે કેટલાં પતિત બન્યા છીએ? ફરી અમને પાવન બનાવો. પતિત થી પાવન બનાવવા બાપ આવે છે તો પછી પાવન બનવું જોઈએ. બીજાઓને પણ બનાવવા જોઈએ.

આપ બાળકો પોતાને જોતા રહો કે અમે સર્વ ગુણ સંપન્ન બન્યા છીએ? અમારી ચલન દેવતાઓ જેવી છે? દેવતાઓનાં રાજ્ય માં તો વિશ્વ માં શાંતિ હતી. હવે ફરી તમને શીખવાડવા આવ્યો છું-વિશ્વ માં શાંતિ કેવી રીતે સ્થાપન થાય? તો તમારે પણ શાંતિ માં રહેવું પડે. શાંત થવાની યુક્તિ બતાવું છું કે મને યાદ કરો તો તમે શાંત થઈ, શાંતિધામ માં ચાલ્યા જશો. કોઈ બાળકો તો શાંત રહીને બીજાઓ ને પણ શાંતિ માં રહેતા શીખવાડે છે. કોઈ અશાંતિ કરી દે છે. પોતે અશાંત રહે છે તો બીજાઓને પણ અશાંત બનાવી દે છે. શાંતિ નો અર્થ નથી સમજતાં. અહીં આવે છે શાંતિ શીખવા પછી અહીં થી જાય છે તો અશાંત થઈ જાય છે. અશાંતિ થાય જ છે અપવિત્રતા થી. અહીં આવીને પ્રતિજ્ઞા કરે છે-બાબા, હું તમારો જ છું. તમારી પાસે થી વિશ્વની બાદશાહી લેવી છે. અમે પવિત્ર રહીને પછી વિશ્વ નાં માલિક જરુર બનીશું. પછી ઘરે જાય છે તો માયા તોફાન માં લઈ આવે છે. યુદ્ધ થાય છે ને? પછી માયા નાં ગુલામ બની પતિત બનવા ઈચ્છે છે. અબળાઓ પર અત્યાચાર તે જ કરે છે જે પ્રતિજ્ઞા પણ કરે છે અમે પવિત્ર રહીશું પછી માયા નો વાર થવાથી પ્રતિજ્ઞા ભૂલી જાય છે. ભગવાન સાથે પ્રતિજ્ઞા કરી છે કે અમે પવિત્ર બની પવિત્ર દુનિયાનો વારસો લઈશું, અમે સિવિલ આંખો રાખીશું પોતાની કુદૃષ્ટિ નહીં રાખીશું, વિકાર માં નહીં જઈશું, ક્રિમિનલ દૃષ્ટિ છોડી દઈશું. તો પણ માયા-રાવણ થી હાર ખાઈ લે છે. તો જે નિર્વિકારી બનવા ઈચ્છે છે, એમને હેરાન કરે છે એટલે કહેવાય છે અબળાઓ પર અત્યાચાર થાય છે. પુરુષ તો બળવાન હોય છે, સ્ત્રી નિર્બળ હોય છે. લડાઈ વગેરેમાં પણ પુરુષ જાય છે કારણ કે બળવાન છે. સ્ત્રી નાજુક હોય છે. એમનું કર્તવ્ય જ અલગ છે, તે ઘર સંભાળે છે, બાળકોને જન્મ આપી એમની પાલના કરે છે. આ પણ બાપ સમજાવે છે ત્યાં હોય જ છે એક બાળક તે પણ વિકાર નું નામ નથી. અહીં તો સંન્યાસી પણ ક્યારેક-ક્યારેક કહી દે છે કે એક બાળક તો જરુર હોવું જોઈએ-ક્રિમિનલ આંખ વાળા ઠગ એવી શિક્ષા આપે છે. હવે બાપ કહે છે આ સમય નાં બાળકો શું કામ નાં હશે? જ્યારે વિનાશ સામે છે, બધું ખતમ થઈ જશે. હું આવ્યો જ છું જૂની દુનિયાનો વિનાશ કરવાં. તે થઈ સંન્યાસીઓ ની વાત, એમને તો વિનાશ ની વાત ની ખબર જ નથી. તમને બેહદ નાં બાપ સમજાવે છે હવે વિનાશ થવાનો છે. તમારા બાળકો વારિસ બની નહીં શકે. તમે સમજો છો કે અમારા કુળ ની નિશાની રહે પરંતુ પતિત દુનિયાની કોઈ નિશાની રહેશે નહીં. તમે સમજો છો પાવન દુનિયાનાં હતાં, મનુષ્ય પણ યાદ કરે છે કારણ કે પાવન દુનિયા થઈને ગઈ છે, જેને સ્વર્ગ કહેવાય છે. પરંતુ હમણાં તમોપ્રધાન હોવાને કારણે સમજી નથી શકતાં. એમની દૃષ્ટિ જ ક્રિમિનલ છે, આને કહેવાય છે ધર્મની ગ્લાનિ. આદિ સનાતન ધર્મ માં આવી વાતો હોતી નથી. પોકારે છે પતિત-પાવન આવો, અમે પતિત દુઃખી છીએ. બાપ સમજાવે છે મેં તમને પાવન બનાવ્યા પછી માયા-રાવણ નાં કારણે તમે પતિત બન્યા છો. હવે પછી પાવન બનો. પાવન બનો છો પછી માયા નું યુદ્ધ ચાલે છે. બાપ પાસે થી વારસો લેવાનો પુરુષાર્થ કરી રહ્યા હતાં પરંતુ પછી કાળું મોઢું કરી દીધું તો વારસો કેવી રીતે મેળવશો? બાપ આવે છે ગોરા બનાવવાં. દેવતાઓ જે ગોરા હતાં, તે જ કાળા બન્યાં છે. દેવતાઓનાં જ કાળા શરીર બનાવે છે, ક્રાઈસ્ટ, બુદ્ધ વગેરે ને ક્યારેય કાળા જોયાં? દેવી-દેવતાઓનાં ચિત્રો કાળા બનાવે છે. જે સર્વ નાં સદ્દગતિ દાતા પરમપિતા પરમાત્મા સર્વ નાં બાપ છે, જેમને કહે છે પરમપિતા પરમાત્મા આવીને લિબ્રેટ કરો, એ કોઈ કાળા થોડી હોઈ શકે છે? એ તો સદૈવ ગોરા એવર પ્યોર છે. દેવતાઓને મહાન આત્મા કહેવાય છે, શ્રીકૃષ્ણ તો દેવતા થયાં. હમણાં તો કળિયુગ છે, કળિયુગ માં મહાન આત્મા ક્યાંથી આવે? શ્રીકૃષ્ણ તો સતયુગ નાં ફર્સ્ટ પ્રિન્સ હતાં, એમનામાં દૈવી ગુણ હતાં. હમણાં તો દેવતા વગેરે કોઈ નથી. સાધુ-સંત પવિત્ર બને છે તો પણ પુનર્જન્મ વિકાર થી લે છે. પછી સંન્યાસ ધારણ કરવો પડે છે. દેવતાઓ તો સદૈવ પવિત્ર છે. અહીં રાવણ રાજ્ય છે. રાવણ ને ૧૦ માથા દેખાડે છે-પ સ્ત્રી નાં, પ પુરુષ નાં. આ પણ સમજે છે પ વિકાર દરેક માં છે, દેવતાઓમાં તો નહીં કહેવાશે ને? તે તો છે જ સુખધામ. ત્યાં પણ રાવણ હોત તો પછી દુઃખધામ થઈ જાત. મનુષ્ય સમજે છે દેવતાઓ પણ તો બાળકો ને જન્મ આપે છે, તે પણ તો વિકારી થયાં. એમને આ ખબર જ નથી-દેવતાઓ ને ગવાય જ છે સંપૂર્ણ નિર્વિકારી, ત્યારે તો એમને પૂજાય છે. સંન્યાસીઓનું પણ મિશન છે. ફક્ત પુરુષો ને સંન્યાસ કરાવી મિશન વધારે છે. બાપ પછી પ્રવૃત્તિ માર્ગ નું નવું મિશન બનાવે છે. જોડી ને જ પવિત્ર બનાવે છે. પછી તમે જઈને દેવતા બનશો. તમે અહીં સન્યાસી બનવા માટે નથી આવ્યાં. તમે તો આવ્યા છો વિશ્વનાં માલિક બનવાં. તે તો પછી ગૃહસ્થ માં જન્મ લે છે. પછી નીકળી જાય છે. તમારા સંસ્કાર છે જ પવિત્રતા નાં. હવે અપવિત્ર બન્યા છો પછી પવિત્ર બનવાનું છે. બાપ પવિત્ર ગૃહસ્થ આશ્રમ બનાવે છે. પાવન દુનિયા ને સતયુગ, પતિત દુનિયા ને કળિયુગ કહેવાય છે. અહીં કેટલાં પાપ આત્માઓ છે. સતયુગ માં આ વાતો હોતી નથી. બાપ કહે છે જ્યારે-જ્યારે ભારત માં ધર્મની ગ્લાનિ થાય છે અર્થાત્ દેવી-દેવતા ધર્મ વાળા પતિત બની જાય છે તો પોતાની ગ્લાનિ કરાવે છે. બાપ કહે છે મેં તમને પાવન બનાવ્યા પછી તમે પતિત બન્યા, કોઈ કામ નાં નહીં રહ્યાં. જ્યારે એવાં પતિત બની જાઓ છો ત્યારે પછી પાવન બનાવવા મારે આવવું પડે છે. આ ડ્રામા નું ચક્ર છે જે ફરતું રહે છે. હેવન માં જવા માટે પછી દૈવી ગુણ પણ જોઈએ. ક્રોધ ન હોવો જોઈએ. ક્રોધ છે તો તે પણ જાણે અસુર કહેવાશે. ખૂબ શાંત ચિત્ત અવસ્થા જોઈએ. ક્રોધ કરે છે તો કહેવાશે આમનામાં ક્રોધનું ભૂત છે. જેમનામાં કોઈ પણ ભૂત છે તે દેવતા બની ન શકે. નર થી નારાયણ બની ન શકે. દેવતા તો છે જ નિર્વિકારી યથા રાજા-રાણી તથા પ્રજા નિર્વિકારી છે. ભગવાન બાપ જ આવીને સંપૂર્ણ નિર્વિકારી બનાવે છે. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ સાથે પવિત્રતા ની પ્રતિજ્ઞા કરી છે તો પોતાને માયા નાં વાર થી બચાવતા રહેવાનું છે. ક્યારેય માયા નાં ગુલામ નથી બનવાનું. આ પ્રતિજ્ઞા ને ભૂલવાની નથી કારણ કે હવે પાવન દુનિયામાં જવાનું છે.

2. દેવતા બનવા માટે અવસ્થા ખૂબ-ખૂબ શાંતચિત્ત બનાવવાની છે. કોઈ પણ ભૂત પ્રવેશ થવા નથી દેવાનાં. દૈવી ગુણ ધારણ કરવાનાં છે.

વરદાન :-
ફરિશ્તા સ્વરુપ ની સ્મૃતિ દ્વારા બાપ ની છત્રછાયા નો અનુભવ કરવા વાળા વિઘ્ન જીત ભવ

અમૃતવેલે ઉઠતા જ સ્મૃતિ માં લાવો કે હું ફરિશ્તા છું. બ્રહ્મા બાપ ને આ જ દિલપસંદ ગિફ્ટ આપો તો રોજ અમૃતવેલે બાપદાદા તમને પોતાની ભુજાઓમાં સમાવી લેશે, અનુભવ કરશો કે બાબાની ભુજાઓમાં, અતિન્દ્રિય સુખ માં ઝૂલી રહ્યા છીએ. જે ફરિશ્તા સ્વરુપ ની સ્મૃતિ માં રહેશે એમની સામે કોઈ પરિસ્થિતિ તથા વિઘ્ન આવશે પણ, તો બાપ એમનાં માટે છત્રછાયા બની જશે. તો બાપ ની છત્રછાયા તથા પ્રેમ નો અનુભવ કરતા વિઘ્ન જીત બનો.

સ્લોગન :-
સુખ સ્વરુપ આત્મા સ્વ-સ્થિતિ થી પરિસ્થિતિ પર સહજ વિજય પ્રાપ્ત કરી લે છે.