02-09-2024
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - જેમ
તમને નિશ્ચય છે કે ઈશ્વર સર્વવ્યાપી નથી , એ આપણા બાપ છે , એમ બીજાને સમજાવી નિશ્ચય
કરાવો પછી એમનો ઓપિનિયન ( અભિપ્રાય ) લો”
પ્રશ્ન :-
બાપ પોતાનાં બાળકોને કઈ વાત પૂછે છે, જે બીજા કોઈ નથી પૂછી શકતાં?
ઉત્તર :-
બાબા જ્યારે બાળકોને મળે છે તો પૂછે છે – બાળકો, પહેલા તમે ક્યારે મળ્યા છો? જે
બાળકો સમજ્યા છે એ ઝટ કહે છે - હા બાબા, અમે ૫ હજાર વર્ષ પહેલા તમને મળ્યા હતાં. જે
નથી સમજતા, તેઓ મૂંઝાઈ જાય છે. આવો પ્રશ્ન પૂછવાની અક્કલ બીજા કોઈને આવશે પણ નહીં.
બાપ જ તમને આખા કલ્પ નાં રહસ્ય સમજાવે છે.
ઓમ શાંતિ!
રુહાની બાળકો
પ્રત્યે રુહાની બેહદનાં બાપ સમજાવે છે - અહીં તમે બાપ ની સામે બેઠા છો. ઘરે થી નીકળો
છો આ વિચાર થી કે અમે જઈએ છે શિવબાબા ની પાસે, જે બ્રહ્માનાં રથ માં આવીને અમને
સ્વર્ગ નો વારસો આપી રહ્યા છે. આપણે સ્વર્ગમાં હતાં પછી ૮૪ નું ચક્ર લગાવી હવે નર્ક
માં આવીને પડ્યા છીએ. બીજા કોઈ પણ સત્સંગ માં કોઈની બુદ્ધિમાં આવી વાતો નહીં હશે.
તમે જાણો છો આપણે શિવબાબા ની પાસે જઈએ છીએ જે આ રથ માં આવીને ભણાવે પણ છે. તેઓ આપણને
આત્માઓને સાથે લઈ જવા આવ્યા છે. બેહદનાં બાપ પાસેથી જરુર બેહદનો વારસો મળવાનો છે. આ
તો બાપે સમજાવ્યું છે કે હું સર્વવ્યાપી નથી. સર્વવ્યાપક તો ૫ વિકાર છે. તમારા માં
પણ ૫ વિકાર છે એટલે તમે મહાન દુઃખી થયા છો. હવે ઈશ્વર સર્વવ્યાપી નથી, આ અભિપ્રાય
જરુર લખાવવાનો છે. આપ બાળકોને તો પાક્કો નિશ્ચય છે કે ઈશ્વર-બાપ સર્વવ્યાપી નથી.
બાપ સુપ્રીમ બાપ છે, સુપ્રીમ શિક્ષક, ગુરુ પણ છે, બેહદનાં સદ્દગતિ દાતા છે. એ જ
શાંતિ આપવા વાળા છે. બીજી કોઈ જગ્યાએ આવાં વિચાર કોઈ નથી કરતા કે શું મળવાનું છે?
ફક્ત કનરસ રામાયણ, ગીતા વગેરે જઈને સાંભળે છે. બુદ્ધિ માં અર્થ કંઈ નથી. પહેલા આપણે
પરમાત્મા સર્વવ્યાપી કહેતા હતાં. હવે બાપ સમજાવે છે આ તો જૂઠું છે. બહુજ ગ્લાનિ ની
વાત છે. તો આ અભિપ્રાય પણ બહુજ જરુરી છે. આજકાલ જેમની પાસે તમે ઉદ્દઘાટન વગેરે કરાવો
છો, તેઓ લખે છે બ્રહ્માકુમારીઓ સારું કામ કરે છે. ખૂબ જ સારી સમજણ આપે છે. ઈશ્વર ને
પ્રાપ્ત કરવાનો રસ્તો બતાવે છે, એનાથી લોકો નાં દિલ પર ફક્ત સારી અસર પડે છે. બાકી
આ અભિપ્રાય કોઈ પણ નથી લખીને આપતા કે દુનિયાભર માં જે મનુષ્ય કહે છે ઇશ્વર
સર્વવ્યાપી છે, આ મોટી ભૂલ છે. ઈશ્વર તો બાપ, શિક્ષક, ગુરુ છે. એક તો મુખ્ય વાત છે
આ, બીજો પછી અભિપ્રાય જોઈએ કે આ સમજણ થી અમે સમજીએ છીએ કે ગીતા નાં ભગવાન શ્રીકૃષ્ણ
નથી. ભગવાન કોઈ મનુષ્ય કે દેવતા ને નથી કહેવાતાં. ભગવાન એક છે, એ બાપ છે. એ બાપ થી
જ શાંતિ અને સુખ નો વારસો મળે છે. આવાં-આવાં અભિપ્રાય લેવાનાં છે. હમણાં જે તમે
અભિપ્રાય લો છો એ કોઈ કામ નું નથી લખતા. હા, એટલું લખે છે કે અહીં શિક્ષણ ખૂબ જ સારું
આપે છે. બાકી મુખ્ય વાત જેમાં તમારી વિજય થાય છે, એ લખાવો કે આ બ્રહ્માકુમારીઓ સત્ય
કહે છે કે ઈશ્વર સર્વવ્યાપી નથી. એ તો બાપ છે, એ જ ગીતા નાં ભગવાન છે. બાપ આવીને
ભક્તિમાર્ગ થી છોડાવી જ્ઞાન આપે છે. આ પણ અભિપ્રાય જરુરી છે કે પતિત-પાવની પાણી ની
ગંગા નથી, પરંતુ એક બાપ છે. આવો-આવો અભિપ્રાય જ્યારે લખે ત્યારે જ તમારો વિજય થાય.
હમણાં સમય બાકી છે. હમણાં તમારી જે સેવા ચાલે છે, આટલો ખર્ચો થાય છે, આ તો આપ બાળકો
જ એક-બીજા ને મદદ કરો છો. બહાર વાળાને તો કંઈ ખબર જ નથી. તમે જ પોતાનાં તન-મન-ધન થી
ખર્ચો કરી પોતાનાં માટે રાજધાની સ્થાપન કરો છો. જે કરશે તે પામશે. જે નથી કરતાં એ
પામતા પણ નથી. કલ્પ-કલ્પ તમે જ કરો છો. તમે જ નિશ્ચય બુદ્ધિ થાઓ છો. તમે સમજો છો કે
બાપ, બાપ પણ છે, શિક્ષક પણ છે, ગીતા નું જ્ઞાન પણ યથાર્થ રીતે સંભળાવે છે.
ભક્તિમાર્ગ માં ભલે ગીતા સાંભળતા આવ્યા પરંતુ રાજ્ય થોડી જ પ્રાપ્ત કર્યું છે?
ઈશ્વરીય મત થી બદલાઈને આસુરી મત થઈ ગઈ. ચરિત્ર બગડવાથી પતિત બની પડ્યા. કુંભ નાં
મેળા પર કેટલાં મનુષ્ય કરોડો નાં અંદાજ માં જાય છે! જ્યાં-જ્યાં પાણી જુએ છે, ત્યાં
જાય છે. સમજે છે પાણી થી જ પાવન થઈશું. હવે પાણી તો જ્યાં-ત્યાં નદીઓથી આવતું રહે
છે. એનાથી કોઈ પાવન બની શકે છે શું? શું પાણી માં સ્નાન કરવાથી આપણે પતિત થી પાવન
બની દેવતા બની જઈશું? હવે તમે સમજો છો કોઈ પણ પાવન બની ન શકે. આ છે ભૂલ. તો આ ૩ વાતો
પર અભિપ્રાય લેવો જોઈએ. હમણાં ફક્ત કહે છે સંસ્થા સારી છે, તો ઘણાં બધાની અંદર જે
ભ્રાંતિઓ ભરેલી છે કે બ્રહ્માકુમારીઓમાં જાદુ છે, ભગાડે છે-એ વિચારો દૂર થઈ જાય છે
કારણ કે અવાજ તો બહુજ ફેલાયો છે ને? વિદેશ સુધી આ અવાજ ગયો હતો કે આમને ૧૬,૧૦૮
રાણીઓ જોઈએ છે, એમાંથી ૪૦૦ મળી ગઈ છે કારણ કે એ સમયે સત્સંગ માં ૪૦૦ આવતા હતાં. ઘણાં
બધાએ વિરોધ કર્યો, પિકેટીંગ વગેરે પણ કરતા હતાં, પરંતુ બાપની આગળ તો કોઈનું ચાલી ન
શકે. બધાં કહેતા હતાં આ જાદુગર ક્યાંથી આવ્યો? પછી વન્ડર જુઓ, બાબા તો કરાંચી માં
હતાં. જાતે જ આખી ટોળી પરસ્પર મળીને ભાગી આવી. કોઈને ખબર ન પડી કે અમારા ઘરમાંથી
કેવી રીતે ભાગ્યા? આ પણ વિચાર ન કર્યો કે આટલાં બધાં ક્યાં જઈને રહીશું? પછી ઝટ થી
બંગલો લઈ લીધો. તો જાદુ ની વાત થઈ ગઈ ને? હજી પણ કહેતા રહે છે આ જાદુગરણી છે.
બ્રહ્માકુમારીઓની પાસે જશો તો પછી પાછા આવશો નહીં. આ સ્ત્રી-પુરુષ ને ભાઈ-બહેન બનાવે
છે પછી કેટલાં તો આવતા જ નથી. હવે તમારું પ્રદર્શન વગેરે જોઈને જે વાતો બુદ્ધિ માં
બેઠેલી છે, એ દૂર થાય છે. બાકી બાબા જે અભિપ્રાય ઈચ્છે છે, તે કોઈ નથી લખતાં. બાબાને
એ અભિપ્રાય જોઈએ. આ લખે કે ગીતા નાં ભગવાન શ્રીકૃષ્ણ નથી. આખી દુનિયા સમજે છે
શ્રીકૃષ્ણ ભગવાનુવાચ. પરંતુ શ્રીકૃષ્ણ તો પૂરા ૮૪ જન્મ લે છે. શિવબાબા છે
પુનર્જન્મ-રહિત. તો આમાં ઘણાં બધાં નો અભિપ્રાય જોઈએ. ગીતા સાંભળવા વાળા તો ટોળા
નાં ટોળા છે પછી જોશે આ તો સમાચાર માં પણ આવ્યું છે ગીતા નાં ભગવાન પરમપિતા પરમાત્મા
શિવ છે. એ જ બાપ, શિક્ષક, સર્વ નાં સદ્દગતિ દાતા છે. શાંતિ અને સુખ નો વારસો ફક્ત
એમનાથી જ મળે છે. બાકી હવે તમે મહેનત કરો છો, ઉદ્દઘાટન કરાવો છો, ફક્ત મનુષ્યો ની
ભ્રાંતિઓ દૂર થાય છે, સમજણ સારી મળે છે. બાકી બાબા જેમ કહે છે એમ અભિપ્રાય લખે.
મુખ્ય અભિપ્રાય છે આ. બાકી માત્ર સલાહ આપે છે-આ સંસ્થા બહુ જ સરસ છે. એનાથી શું થશે?
હા, આગળ જઈને જ્યારે વિનાશ અને સ્થાપના નજીક હશે તો તમને આ અભિપ્રાય પણ મળશે. સમજીને
લખશે. હમણાં તમારી પાસે આવવાં તો લાગ્યા છે ને? હવે તમને જ્ઞાન મળ્યું છે - એક બાપ
નાં બાળકો આપણે બધાં ભાઈ-ભાઈ છીએ. આ કોઈને પણ સમજાવવું તો ખૂબ જ સહજ છે. બધાં
આત્માઓનાં બાપ એક સુપ્રીમ બાબા છે. એમનાથી જરુર સુપ્રીમ બેહદ નું પદ પણ મળવું જોઈએ.
જે ૫ હજાર વર્ષ પહેલા તમને મળ્યું હતું. તે લોકો કળિયુગ ની આયુ લાખો વર્ષ કહી દે
છે. તમે ૫ હજાર વર્ષ કહો છો, કેટલું અંતર છે?
બાપ સમજાવે છે ૫ હજાર
વર્ષ પહેલાં વિશ્વ માં શાંતિ હતી. આ મુખ્ય ઉદ્દેશ સામે છે. એમનાં રાજ્ય માં વિશ્વમાં
શાંતિ હતી. આ રાજધાની આપણે ફરી સ્થાપન કરી રહ્યા છીએ. આખા વિશ્વમાં સુખ-શાંતિ હતાં.
કોઈ દુઃખ નું નામ નહોતું. હવે તો અપાર દુઃખ છે. આપણે આ સુખ-શાંતિ નું રાજય સ્થાપન
કરી રહ્યા છીએ, આપણા જ તન-મન-ધન થી ગુપ્ત રીતે. બાપ પણ ગુપ્ત છે, નોલેજ પણ ગુપ્ત
છે, તમારો પુરુષાર્થ પણ ગુપ્ત છે, એટલે બાબા ગીત-કવિતાઓ વગેરે પણ પસંદ નથી કરતાં.
તે છે ભક્તિમાર્ગ. અહી તો ચુપ રહેવાનું છે, શાંતિ થી ચાલતા-ફરતા બાપ ને યાદ કરવાનાં
છે અને સૃષ્ટિ ચક્ર બુદ્ધિ માં ફેરવવાનું છે. હવે આપણો આ અંતિમ જન્મ છે, જૂની
દુનિયામાં. ફરી આપણે નવી દુનિયામાં પહેલો જન્મ લઈશું. આત્મા પવિત્ર જરુર જોઈએ. હમણાં
તો બધાં આત્માઓ પતિત છે. તમે આત્માઓ ને પવિત્ર બનાવવા માટે બાપ સાથે યોગ લગાવો છો.
બાપ પોતે કહે છે – બાળકો, દેહ સહિત દેહ નાં સર્વ સંબંધ છોડો. બાપ નવી દુનિયા તૈયાર
કરી રહ્યા છે, એમને યાદ કરો તો તમારા પાપ કપાઈ જશે. અરે, બાપ જે તમને વિશ્વ ની
બાદશાહી આપે છે, એવાં બાપ ને તમે ભૂલી કેવી રીતે જાઓ છો? બાપ કહે છે–બાળકો, આ અંતિમ
જન્મ ફક્ત પવિત્ર બનો. હવે આ મૃત્યુલોક નો વિનાશ સામે ઊભો છે. આ વિનાશ પણ હૂબહૂ ૫
હજાર વર્ષ પહેલાં આમ જ થયો હતો. આ તો સ્મૃતિ માં આવે છે ને? આપણું રાજ્ય હતું તો
બીજો કોઈ ધર્મ નહોતો. બાબાની પાસે કોઈ પણ આવે છે તો તેમને પુછું છું-પહેલા ક્યારે
મળ્યા છો? કોઈ તો સમજ્યા છે એ ઝટ કહી દે છે ૫ હજાર વર્ષ પહેલાં. કોઈ નવાં આવે છે તો
મૂંઝાઈ જાય છે. બાબા સમજી જાય છે કે બ્રાહ્મણીએ સમજાવ્યું નથી. પછી કહું છું વિચારો,
તો સ્મૃતિ આવે છે. આ વાત બીજા તો કોઈ પણ પૂછી ન શકે. પૂછવાની અક્કલ આવશે જ નહીં. એ
શું જાણે આ વાતો થી? આગળ ચાલીને તમારી પાસે બહુજ આવીને સાંભળશે, જે આ કુળ નાં હશે.
દુનિયા બદલવાની તો જરુર છે. ચક્ર નું રહસ્ય તો સમજાવી દીધું છે. હવે નવી દુનિયામાં
જવાનું છે. આ જૂની દુનિયા ને ભૂલી જાઓ. બાપ નવું મકાન બનાવે છે તો બુદ્ધિ એમાં ચાલી
જાય છે. જૂનાં મકાન માં પછી મમત્વ નથી રહેતું. આ પછી છે બેહદની વાત. બાપ નવી દુનિયા
સ્વર્ગ સ્થાપન કરી રહ્યા છે એટલે હવે આ જૂની દુનિયાને જોવા છતાં પણ નહીં જુઓ. મમત્વ
પણ નવી દુનિયામાં રહે. આ જૂની દુનિયાથી વૈરાગ્ય. તેઓ તો હઠયોગ થી હદ નો સંન્યાસ કરી
જંગલ માં જઈને બેસે છે. તમારો તો છે આખી જૂની દુનિયાથી વૈરાગ્ય, આમાં તો અથાહ દુ:ખ
છે. નવી સતયુગી દુનિયામાં અપાર સુખ છે તો જરુર એને યાદ કરીશું. અહીં બધાં દુઃખ આપવા
વાળા છે. મા-બાપ વગેરે બધાં વિકારો માં ફસાવી દેશે. બાપ કહે છે કામ મહાશત્રુ છે, એને
જીતવાથી જ તમે જગતજીત બનશો. આ રાજયોગ બાપ શીખવાડે છે, જેનાથી આપણે આ પદ મેળવીએ છીએ.
બોલો, અમને સ્વપ્ન માં ભગવાન કહે છે પાવન બનો, તો સ્વર્ગની રાજાઈ મળશે. તો હવે હું
એક જન્મ અપવિત્ર બની પોતાની રાજાઈ ગુમાવીશ થોડી? આ પવિત્રતાની વાત પર જ ઝઘડા ચાલે
છે. દ્રોપદીએ પણ પોકાર્યા છે આ દુશાસન મને દુઃખી કરે છે. આ પણ ખેલ દેખાડે છે કે
દ્રોપદી ને શ્રીકૃષ્ણ ૨૧ સાડીઓ આપે છે. હવે બાપ બેસી સમજાવે છે કેટલી દુર્ગતિ થઈ ગઈ
છે? અપાર દુઃખ છે ને? સતયુગ માં અપાર સુખ હતું. હવે હું આવ્યો છું – અનેક અધર્મ નો
વિનાશ અને એક સત્ ધર્મ ની સ્થાપના કરવાં. તમને રાજ્ય-ભાગ્ય આપીને વાનપ્રસ્થ માં
ચાલ્યો જઈશ. અડધોકલ્પ પછી મારી આવશ્યકતા જ નહીં પડે. તમે ક્યારેય યાદ પણ નહીં કરશો.
તો બાબા સમજાવે છે - તમારા માટે જે બધાનાં મન માં ઉલ્ટા વાયબ્રેશન છે તે નીકળીને
સારા થઈ રહ્યા છે. બાકી મુખ્ય વાત છે અભિપ્રાય લખાવી લો, ઈશ્વર સર્વવ્યાપી નથી. એમણે
તો આવીને રાજયોગ શીખવાડ્યો છે. પતિત-પાવન પણ બાપ છે. પાણી ની નદીઓ થોડી પાવન બનાવી
શકશે? પાણી તો બધી જગ્યાએ હોય છે. હવે બેહદનાં બાપ કહે છે સ્વયં ને આત્મા સમજો. દેહ
સહિત દેહ નાં સર્વ સંબંધ છોડો. આત્મા જ એક શરીર છોડી બીજું લે છે. તેઓ પછી કહી દેતાં
આત્મા નિર્લેપ છે. આત્મા સો પરમાત્મા - આ છે ભક્તિમાર્ગ ની વાતો. બાળકો કહે છે–બાબા,
યાદ કેવી રીતે કરીએ? અરે, પોતાને આત્મા તો સમજો છો ને? આત્મા કેટલો નાનો બિંદુ છે
તેમનાં બાપ પણ એટલાં નાનાં હશે. એ પુનર્જન્મ માં નથી આવતાં. આ બુદ્ધિ માં જ્ઞાન છે.
બાપ યાદ કેમ નહીં આવશે? ચાલતા-ફરતા બાપ ને યાદ કરો. અચ્છા, મોટું રુપ જ સમજો બાપ
નું. પરંતુ યાદ તો એક ને કરો ને, તો તમારા પાપ કપાઈ જાય. બીજો તો કોઈ ઉપાય છે નહીં.
જે સમજે છે તે કહે છે બાબા, આપની યાદ થી અમે પાવન બની પાવન દુનિયા, વિશ્વનાં માલિક
બનીએ છીએ તો અમે કેમ નહીં યાદ કરીશું? એક-બીજા ને પણ યાદ અપાવવાની છે તો પાપ કપાઈ
જાય. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. જેમ બાપ અને
નોલેજ ગુપ્ત છે, એવી રીતે પુરુષાર્થ પણ ગુપ્ત કરવાનો છે. ગીત-કવિતાઓ વગેરે ની બદલે
ચૂપ રહેવું સારું છે. શાંતિ માં ચાલતાં-ફરતાં બાપ ને યાદ કરવાનાં છે.
2. જૂની દુનિયા બદલાઈ
રહી છે એટલે એમાંથી મમત્વ કાઢી દેવાનું છે, આને જોવા છતાં પણ નથી જોવાનું. બુદ્ધિ
નવી દુનિયામાં લગાડવાની છે.
વરદાન :-
બ્રાહ્મણ -
જન્મ ની વિશેષતા ને નેચરલ નેચર બનાવવા વાળા સહજ પુરુષાર્થી ભવ
બ્રાહ્મણ-જન્મ પણ
વિશેષ, બ્રાહ્મણ-ધર્મ અને કર્મ પણ વિશેષ અર્થાત્ સર્વશ્રેષ્ઠ છે કારણ કે
બ્રાહ્મણ-કર્મ માં ફોલો સાકાર બ્રહ્મા બાપ ને કરે છે. તો બ્રાહ્મણો ની નેચર જ વિશેષ
નેચર છે, સાધારણ અથવા માયાવી નેચર બ્રાહ્મણો નો નેચર નથી. ફક્ત આ જ સ્મૃતિ સ્વરુપ
માં રહે કે હું વિશેષ આત્મા છું, આ નેચર જ્યારે નેચરલ થઈ જશે ત્યારે બાપ સમાન બનવું
સહજ અનુભવ કરશો. સ્મૃતિ સ્વરુપ તો સમર્થી સ્વરુપ બની જશો - આ જ સહજ પુરુષાર્થ છે.
સ્લોગન :-
પવિત્રતા અને
શાંતિની લાઈટ ચારે તરફ ફેલાવવા વાળા જ લાઈટ હાઉસ છે.