02-09-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે વિશ્વ માં શાંતિ સ્થાપન કરવાનાં નિમિત્ત છો , એટલે તમારે ક્યારેય અશાંત ન થવું જોઈએ”

પ્રશ્ન :-
બાપ કયા બાળકોને ફરમાનવરદાર (આજ્ઞાકારી) બાળકો કહે છે?

ઉત્તર :-
બાપ નું જે મુખ્ય ફરમાન છે કે બાળકો અમૃતવેલા ઉઠીને બાપ ને યાદ કરો, આ મુખ્ય ફરમાન નું પાલન કરે છે, સવારે-સવારે સ્નાન વગેરે કરી ફ્રેશ થઈ નિશ્ચિત સમય પર યાદ ની યાત્રા માં રહે છે, બાબા તેમને સપૂત અથવા ફરમાનવરદાર કહે છે, એ જ જઈને રાજા બનશે. કપૂત બાળકો તો ઝાડૂ લગાવશે.

ઓમ શાંતિ!
આનો અર્થ તો બાળકો ને સમજાવ્યો છે. ઓમ્ અર્થાત્ હું આત્મા છું. એવું બધા કહે છે જીવ આત્મા છે જરુર અને સર્વ આત્માઓ નાં એક બાપ છે. શરીરો નાં બાપ અલગ-અલગ હોય છે. આ પણ બાળકો ની બુદ્ધિ માં છે, હદ નાં બાપ પાસે થી હદ નો અને બેહદ નાં બાપ પાસે થી બેહદ નો વારસો મળે છે. હવે આ સમયે મનુષ્ય ઈચ્છે છે વિશ્વ માં શાંતિ થાય. જો ચિત્રો પર સમજાવાય તો શાંતિ માટે કળિયુગ અંત સતયુગ આદિ નાં સંગમ પર લઈ આવવા જોઈએ. આ છે સતયુગ નવી દુનિયા, તેમાં એક ધર્મ હોય છે તો પવિત્રતા-શાંતિ-સુખ છે. તેને કહેવાય જ છે હેવન. આ તો બધા માનશે. નવી દુનિયા માં સુખ છે, દુઃખ હોય ન શકે. કોઈને પણ સમજાવવું ખૂબ સહજ છે. શાંતિ અને અશાંતિ ની વાત અહીં વિશ્વ પર જ થાય છે. તે તો છે જ નિર્વાણધામ, જ્યાં શાંતિ-અશાંતિ નો પ્રશ્ન જ નથી ઉઠી શકતો. બાળકો જ્યારે ભાષણ કરે છે તો પહેલાં-પહેલાં વિશ્વ માં શાંતિ ની વાત જ ઉઠાવવી જોઈએ. મનુષ્ય શાંતિ માટે ખૂબ પ્રયાસ કરે છે, તેમને પ્રાઈઝ પણ મળતાં રહે છે. હકીકત માં આમાં દોડા-દોડી કરવાની વાત નથી. બાપ કહે છે ફક્ત પોતાનાં સ્વધર્મ માં ટકો તો વિકર્મ વિનાશ થઈ જશે. સ્વધર્મ માં ટકશો તો શાંતિ થઈ જશે. તમે છો જ સદા શાંત બાપ નાં બાળકો. આ વારસો એમની પાસે થી મળે છે. એમને કોઈ મોક્ષ નહીં કહેવાશે. મોક્ષ તો ભગવાન ને પણ નથી મળી શકતો. ભગવાને પણ પાર્ટ માં જરુર આવવાનું છે. કહે છે કલ્પ-કલ્પ, કલ્પ નાં સંગમયુગે હું આવું છું. તો ભગવાન ને પણ મોક્ષ નથી તો બાળકો ને પછી મોક્ષ કેવી રીતે મળી શકે? આ વાતો આખો દિવસ વિચાર સાગર મંથન કરવાની છે. બાપ તો આપ બાળકો ને જ સમજાવે છે. આપ બાળકો ને સમજાવાની પ્રેક્ટિસ વધારે છે. શિવબાબા સમજાવે છે તો તમે બધા બ્રાહ્મણ જ સમજો છો. વિચાર સાગર મંથન તમારે કરવાનું છે. સર્વિસ પર આપ બાળકો છો. તમારે તો ખૂબ સમજાવવાનું હોય છે. દિવસ-રાત સર્વિસ માં રહો છો. મ્યુઝિયમ માં આખો દિવસ આવતા જ રહેશે. રાત્રે ૧૦-૧૧ સુધી પણ ક્યાંક આવે છે. સવારે ૪ વાગ્યાથી પણ ક્યાંક-ક્યાંક સર્વિસ કરવા લાગી જાય છે. અહીં તો ઘર છે, જ્યારે ઈચ્છો ત્યારે બેસી શકો છો. સેવાકેન્દ્ર માં તો બહાર થી દૂર-દૂર થી આવે છે તો સમય મુકરર (નિશ્ચિત) રાખવો પડે છે. અહીં તો કોઈ પણ સમયે બાળકો ઉઠી શકે છે. પરંતુ એવાં સમયે તો નથી ભણવાનું જે બાળકો ઉઠે અને ઝુટકા ખાય એટલે સવાર નો સમય રખાય છે. જે સ્નાન વગેરે કરી ફ્રેશ થઈ આવે છતાં પણ સમય પર નથી આવતા તો તેમને ફરમાનવરદાર નથી કહી શકાતાં. લૌકિક બાપ ને પણ સપૂત અને કપૂત બાળકો હોય છે ને? બેહદ નાં બાપ ને પણ હોય છે. સપૂત જઈને રાજા બનશે, કપૂત જઈને ઝાડૂ લગાવશે. ખબર તો બધી પડી જાય છે ને?

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર પણ સમજાવ્યું છે. શ્રીકૃષ્ણ નો જન્મ જયારે થાય છે ત્યારે તો સ્વર્ગ છે. એક જ રાજ્ય હોય છે. વિશ્વ માં શાંતિ છે. સ્વર્ગ માં ખૂબ થોડા મનુષ્ય હશે. તે છે જ નવી દુનિયા. ત્યાં અશાંતિ હોઈ ન શકે. શાંતિ ત્યારે છે જ્યારે એક ધર્મ છે. જે ધર્મ બાપ સ્થાપન કરે છે. પછી જ્યારે બીજા-બીજા ધર્મ આવે છે તો અશાંતિ થાય છે. ત્યાં છે જ શાંતિ, સોળે કળા સંપૂર્ણ છે ને? ચંદ્રમા પણ જ્યારે સંપૂર્ણ હોય છે તો કેટલો શોભે છે, તેને ફુલ મુન (પૂર્ણિમા) કહેવાય છે. ત્રેતા માં ૩/૪ કહેવાશે, ખંડિત થઈ ગયા ને? બે કળા ઓછી થઈ ગઈ. સંપૂર્ણ શાંતિ સતયુગ માં હોય છે. ૨૫ ટકા જૂની સૃષ્ટિ થશે તો કાંઈ ન કાંઈ ખિટ-ખિટ થશે. બે કળા ઓછી થવાથી શોભા ઓછી થઈ ગઈ. સ્વર્ગ માં બિલકુલ શાંતિ, નર્ક માં છે બિલકુલ અશાંતિ. આ સમય છે જ્યારે મનુષ્ય વિશ્વ માં શાંતિ ઈચ્છે છે, આનાં પહેલાં આ અવાજ નહોતો કે વિશ્વ માં શાંતિ થાય. હમણાં અવાજ નીકળ્યો છે કારણકે હવે વિશ્વ માં શાંતિ થઈ રહી છે. આત્મા ઈચ્છે છે કે વિશ્વ માં શાંતિ હોવી જોઈએ. મનુષ્ય તો દેહ-અભિમાન માં હોવાનાં કારણે ફક્ત કહેતાં રહે છે - વિશ્વ માં શાંતિ થાય. ૮૪ જન્મ હવે પૂરાં થયા છે. આ બાપ જ આવીને સમજાવે છે. બાપ ને જ યાદ કરે છે. એ ક્યારે કયા રુપ માં આવીને સ્વર્ગ ની સ્થાપના કરશે, એમનું નામ જ છે હેવનલી ગોડફાધર. આ કોઈને પણ ખબર નથી - હેવન કેવી રીતે રચે છે? શ્રીકૃષ્ણ તો રચી ન શકે. તેમને કહેવાય છે દેવતા. મનુષ્ય દેવતાઓ ને નમન કરે છે. તેમનાં માં દૈવી ગુણ છે એટલે દેવતા કહેવાય છે. સારા ગુણ વાળા ને કહે છે ને-આ તો જાણે દેવતા છે. લડવા-ઝઘડવા વાળા ને કહેવાશે આ તો જાણે અસુર છે. બાળકો જાણે છે અમે બેહદ નાં બાપ ની સામે બેઠાં છીએ. તો બાળકો ની ચલન કેટલી સારી હોવી જોઈએ! અજ્ઞાન કાળ માં પણ બાપે જોયેલું છે ૬-૭ કુટુંબ ભેગા રહે છે, એકદમ ક્ષીરખંડ થઈને ચાલે છે. ક્યાંક તો ઘર માં ફક્ત બે વ્યક્તિ હશે તો પણ લડતા-ઝઘડતા રહેશે. તો તમે છો ઈશ્વરીય સંતાન. ખૂબ-ખૂબ ક્ષીરખંડ થઈને રહેવું જોઈએ. સતયુગ માં ક્ષીરખંડ હોય છે, અહીં ક્ષીરખંડ બનવાનું તમે શીખો છો તો ખૂબ પ્રેમ થી રહેવું જોઈએ. બાપ કહે છે અંદર તપાસ કરો અમે કોઈ વિકર્મ તો નથી કર્યાં? કોઈને દુઃખ તો નથી આપ્યું? આવું કોઈ બેસીને પોતાને તપાસતા નથી. આ ખૂબ સમજ ની વાત છે. આપ બાળકો વિશ્વ માં શાંતિ સ્થાપન કરો છો. જો ઘર માં જ અશાંતિ કરવાવાળા હશે તો શાંતિ પછી કેવી રીતે કરશે? લૌકિક બાપ નો બાળક હેરાન કરે છે તો કહેશે આ તો મૂવો ભલો. કોઈ આદત પડી જાય છે તો પાક્કી થઈ જાય છે. આ સમજ નથી રહેતી કે આપણે તો બેહદ નાં બાપ નાં બાળકો છીએ, આપણે તો વિશ્વ માં શાંતિ સ્થાપન કરવાની છે. શિવબાબા નાં બાળક બની જો અશાંત થાઓ છો તો શિવબાબા ની પાસે આવો. એ તો હીરો છે, એ ઝટ તમને યુક્તિ બતાવશે - આમ શાંતિ થઈ શકે છે. શાંતિ નો પ્રબંધ આપશે. એવાં ઘણાં છે ચલન દૈવી ઘરાના જેવી નથી. તમે હમણાં તૈયાર થાઓ છો ગુલ-ગુલ દુનિયામાં જવાં. આ છે જ ગંદી દુનિયા વૈશ્યાલય, આનાંથી તો નફરત આવે છે. વિશ્વ માં શાંતિ થશે તો નવી દુનિયામાં. સંગમ પર થઈ નથી શકતી. અહીં શાંત બનવાનો પુરુષાર્થ કરે છે. પૂરો પુરુષાર્થ નથી કરતા તો પછી સજા ખાવી પડશે. મારી સાથે તો ધર્મરાજ છે ને? જ્યારે હિસાબ-કિતાબ ચૂક્તું થવાનો સમય આવશે તો ખૂબ માર ખાશે. કર્મ નો ભોગ જરુર છે. બીમાર થાય છે, તે પણ કર્મ ભોગ છે ને? બાપ ની ઉપર તો કોઈ નથી. સમજાવે છે - બાળકો, ગુલ-ગુલ બનો તો ઊંચ પદ મેળવશો. નહીં તો કોઈ ફાયદો નથી. ભગવાન બાપ જેમને અડધોકલ્પ યાદ કર્યા એમની પાસે થી વારસો ન લીધો તો બાળકો શું કામ નાં. પરંતુ ડ્રામા અનુસાર આ પણ થવાનું છે જરુર. તો સમજાવવાની યુક્તિઓ ખૂબ છે. વિશ્વ માં શાંતિ તો સતયુગ માં હતી, જ્યાં આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. લડાઈ પણ જરુર લાગશે કારણકે અશાંતિ છે ને? કૃષ્ણ પછી આવશે સતયુગ માં. કહે છે કળિયુગ માં દેવતાઓ નો પડછાયો નથી પડી શકતો. આ વાતો આપ બાળકો જ હમણાં સાંભળી રહ્યાં છો. તમે જાણો છો શિવબાબા આપણને ભણાવે છે. ધારણા કરવાની છે, પૂરી આયુ જ લાગી જાય છે. કહે છે ને-પૂરી આયુ સમજાવ્યું છે તો પણ સમજતા નથી.

બેહદ નાં બાપ કહે છે - પહેલાં-પહેલાં મુખ્ય વસ્તુ તો સમજાવો - જ્ઞાન અલગ અને ભક્તિ અલગ વસ્તુ છે. અડધોકલ્પ છે દિવસ, અડધોકલ્પ છે રાત. શાસ્ત્રો માં કલ્પ ની આયુ જ ઉલ્ટી લખી દીધી છે. તો અડધી-અડધી પણ થઈ નથી શકતી. તમારા માં કોઈએ શાસ્ત્ર વગેરે વાંચેલા નથી તો સારું છે. વાંચેલા હશે તો સંશય ઉઠાવશે, પ્રશ્ન પૂછતા રહેશે. હકીકત માં જ્યારે વાનપ્રસ્થ અવસ્થા થાય છે ત્યારે ભગવાન ને યાદ કરે છે. કોઈ ન કોઈ ની મત થી. પછી જેમ ગુરુ શીખવાડશે. ભક્તિ પણ શીખવાડે છે. એવું કોઈ નથી જે ભક્તિ ન શીખવાડે. તેમનાં માં ભક્તિ ની તાકાત છે ત્યારે તો આટલાં ફોલોઅર્સ (અનુયાયી) બને છે. ફોલોઅર્સ ને ભક્ત પુજારી કહેવાશે. અહીંયા બધા છે પુજારી. ત્યાં પુજારી કોઈ હોતું નથી. ભગવાન ક્યારેય પુજારી નથી બનતાં. અનેક પોઈન્ટ સમજાવાય છે, ધીરે-ધીરે આપ બાળકો માં પણ સમજાવવા ની તાકાત આવતી જશે.

હમણાં તમે કહો છો શ્રીકૃષ્ણ આવી રહ્યાં છે. સતયુગ માં જરુર શ્રીકૃષ્ણ હશે. નહીં તો વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી કેવી રીતે રિપિટ (પુનરાવૃત્તિ) થશે? ફક્ત એક શ્રીકૃષ્ણ તો નહીં હશે, યથા રાજા-રાણી તથા પ્રજા હશે ને? આમાં પણ સમજ ની વાત છે. આપ બાળકો સમજો છો આપણે તો બાપ નાં બાળકો છીએ. બાપ વારસો આપવા આવ્યાં છે. સ્વર્ગ માં તો બધા નહીં આવશે. નથી ત્રેતા માં બધા આવી શકતાં. ઝાડ ની ધીરે-ધીરે વૃદ્ધિ થતી રહે છે. મનુષ્ય સૃષ્ટિ રુપી ઝાડ છે. ત્યાં છે આત્માઓ નું ઝાડ. અહીં બ્રહ્મા દ્વારા સ્થાપના, પછી શંકર દ્વારા વિનાશ પછી પાલના… શબ્દ પણ આ કાયદેસર બોલવા જોઈએ. બાળકો ની બુદ્ધિ માં આ નશો છે, આ સૃષ્ટિ નું ચક્ર કેવી રીતે ચાલે છે? રચના કેવી રીતે થાય છે? હમણાં નવી નાની રચના છે ને? આ જાણે બાજોલી છે. પહેલાં શુદ્ર છે અનેક, પછી બાપ આવીને રચના રચે છે - બ્રહ્મા દ્વારા બ્રાહ્મણો ની. બ્રાહ્મણ થઈ જાય છે ચોટલી. ચોટલી અને પગ પરસ્પર મળે છે. પહેલાં બ્રાહ્મણ જોઈએ. બ્રાહ્મણો નો યુગ ખૂબ નાનો હોય છે. પછી છે દેવતાઓ. આ વર્ણો વાળું ચિત્ર પણ કામ નું છે. આ ચિત્ર સમજાવવા માં ખૂબ ઇઝી (સહજ) છે. વેરાયટી (વિવિધ) મનુષ્યો નાં વેરાયટી રુપ છે. સમજાવવા માં કેટલી મજા આવે છે. બ્રાહ્મણ જ્યારે છે તો બધા ધર્મ છે. શુદ્રો થી બ્રાહ્મણો નું સૈપલિંગ (કલમ) લાગે છે. મનુષ્ય તો ઝાડ નાં સૈપલિંગ લગાવે છે. બાપ પણ સૈપલિંગ લગાવે છે જ્યાં વિશ્વ માં શાંતિ થાય. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સદા સ્મૃતિ રાખવાની છે કે આપણે છીએ ઈશ્વરીય સંતાન. આપણે ક્ષીરખંડ થઈને રહેવાનું છે. કોઈને પણ દુઃખ નથી આપવાનું.

2. અંદર માં પોતાની તપાસ કરવાની છે કે અમારા થી કોઈ વિકર્મ તો નથી થતાં અશાંત થવાની તથા અશાંતિ ફેલાવવાની આદત તો નથી?

વરદાન :-
પવિત્રતા ની શક્તિ દ્વારા સદા સુખ નાં સંસાર માં રહેવા વાળા બેગમપુર નાં બાદશાહ ભવ

સુખ શાંતિ નું ફાઉન્ડેશન પવિત્રતા છે. જે બાળકો મન-વચન-કર્મ ત્રણેય થી પવિત્ર બને છે તે જ હાઈનેસ અને હોલીનેસ છે. જ્યાં પવિત્રતા ની શક્તિ છે ત્યાં સુખ શાંતિ સ્વતઃ છે. પવિત્રતા સુખ-શાંતિ ની માતા છે. પવિત્ર આત્માઓ ક્યારેય પણ ઉદાસ નથી થઈ શકતાં તે બેગમપુર નાં બાદશાહ છે એમનો તાજ પણ ન્યારો અને તખ્ત પણ ન્યારું છે. લાઈટ નો તાજ પવિત્રતા ની જ નિશાની છે.

સ્લોગન :-
હું આત્મા છું, શરીર નથી - આ ચિંતન કરવું જ સ્વચિંતન છે.

અવ્યક્ત ઇશારા - હવે લગન ની અગ્નિ ને પ્રજ્વલિત કરી યોગ ને જ્વાળા રુપ બનાવો

પાવરફુલ યોગ અર્થાત્ લગન ની અગ્નિ, જ્વાળા રુપ ની યાદ જ ભ્રષ્ટાચાર, અત્યાચાર ની અગ્નિ ને સમાપ્ત કરશે અને સર્વ આત્માઓ ને સહયોગ આપશે, એનાંથી જ બેહદ ની વૈરાગ વૃતિ પ્રજ્વલિત થશે. યાદ ની અગ્નિ એક તરફ એ અગ્નિ ને સમાપ્ત કરશે, બીજી તરફ આત્માઓ ને પરમાત્મ-સંદેશ ની, શીતળ સ્વરુપ ની અનુભૂતિ કરાવશે, એનાંથી જ આત્માઓ પાપો ની આગ થી મુક્ત થઈ શકશે.