02-09-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ આવ્યાં છે તમને એવાં શ્રેષ્ઠ કર્મ શીખડાવવાં , જેનાથી તમે ૨૧ જન્મ ની બાદશાહી નો વારસો લઈ શકો , અટલ અખંડ રાજ્ય નાં માલિક બની શકો”

પ્રશ્ન :-
ગૃહસ્થીઓ અને સંન્યાસીઓનાં કયાં એક સિદ્ધાંત માં બહુજ મોટું અંતર છે?

ઉત્તર :-
ગૃહસ્થીઓ નો સિદ્ધાંત છે કે ભગવાન જરુર કોઈ ને કોઈ રુપ માં આવશે અને સંન્યાસીઓ નો સિદ્ધાંત છે કે બ્રહ્મ ને યાદ કરતાં-કરતાં બ્રહ્મ માં લીન થઈ જઈશું. હવે બાપ સમજાવે છે બ્રહ્મ માં કોઈ લીન નથી થતાં. આત્મા અમર છે તે લીન કેવી રીતે થશે? ભગવાન જો આવશે તો જરુર શિક્ષક બનીને શિક્ષા આપશે. પ્રેરણા થી તો જ્ઞાન નહીં આપશે ને.

ગીત :-
તુમ્હેં પાકે હમને…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકોએ આ ગીત સાંભળ્યું. રુહાની બાળકો જ કહે છે કે બાબા. બાળકો જાણે છે આ બેહદ નાં બાપ બેહદ નું સુખ આપવા વાળા છે અર્થાત્ તે સર્વ નાં બાપ છે, એમને બધાં બેહદ નાં બાળકો આત્માઓ યાદ કરે છે. કોઈ ન કોઈ પ્રકાર થી યાદ કરે છે પરંતુ એમને ખબર નથી કે અમારે આ પરમપિતા પરમાત્મા થી કોઈ બાદશાહી લેવાની છે. તમે જાણો છો આપણને જે બાપ સતયુગી વિશ્વ ની બાદશાહી આપે છે તે અટલ, અખંડ, અડોલ છે. તે આપણી બાદશાહી ૨૧ જન્મ કાયમ રહે છે. આખાં વિશ્વ પર અમારી રાજાઈ રહે છે, જેને કોઈ છીનવી નથી શકતું, લૂંટી નથી શકતું. આપણી રાજાઈ છે અડોલ કારણકે ત્યાં એક જ ધર્મ હોય છે, દ્વૈત નથી. તે છે અદ્વૈત રાજ્ય. બાળકો જ્યારે ગીત સાંભળે છે તો પોતાની રાજાઈ નો નશો બુદ્ધિમાં આવવો જોઈએ. એવાં-એવાં ગીત ઘર માં હોવાં જોઈએ, જેનાથી બાપ અને વારસા ની ઝટ યાદ આવે છે. બાપ ની યાદ ની મસ્તી નાં ગીત હોવાં જોઈએ. તમારું બધું છે ગુપ્ત. મોટાં વ્યક્તિઓ નાં તો બહુજ ઠાઠ હોય છે, તમને કોઈ ઠાઠ નથી. તમે જુઓ છો જેમાં બાબાએ પ્રવેશ કર્યો છે એમનામાં પણ કોઈ ઠાઠ ની વાત નથી. કપડા વગેરે બધું એ જ છે. તમે બુદ્ધિ થી સમજો છો કે બાબાએ આમનામાં પ્રવેશ કર્યો છે - અમને આ રાજ્ય-ભાગ્ય આપવાં. આ પણ બાળકો જાણે છે કે આખી સૃષ્ટિમાં આ સમયે જે પણ મનુષ્ય-માત્ર છે, બધાં દેહ-અભિમાન માં આવીને અનરાઈટીયસ (ખોટું) કામ કરે છે, એટલે બેસમજ કહેવાય છે. બધાંની બુદ્ધિ ને તાળું લાગેલું છે. તમે કેટલાં સમજદાર, વિશ્વ નાં માલિક હતાં. હમણાં માયાએ બિલકુલ બેસમજ બનાવી દીધાં છે, જે કોઈ કામ નાં નથી રહ્યાં. બાપ ની પાસે જવાનાં માટે યજ્ઞ-તપ બહુજ કરે છે પરંતુ મળતું કાંઈ નથી. આમ જ ધક્કા ખાતાં રહે છે. પરમાત્મા ને કોઈ પણ જાણતું નથી, સર્વવ્યાપી કહી દે છે, આ પણ કેટલું ખોટું થઈ જાય છે. પિતા શબ્દ બુદ્ધિ માં નથી આવતો. કરીને કોઈ કહે પણ છે, તે પણ કહેવા માત્ર. જો પરમપિતા સમજે તો બુદ્ધિ એકદમ ચમકી ઉઠે. બાપ સ્વર્ગ નો વારસો આપે છે, તે છે હેવિનલી ગોડફાધર પછી આપણે કળિયુગી નર્ક માં કેમ પડ્યાં છીએ! હમણાં આપણે મુક્તિ-જીવનમુક્તિ કેવી રીતે મેળવી શકીએ છીએ, આ કોઈ ની બુદ્ધિ માં નથી આવતું. હમણાં તમને સમજ મળી છે. બાબાએ આપણને આ સ્મૃતિ અપાવી છે, જ્યારે નવી દુનિયા, નવું ભારત હતું તો આપણું રાજ્ય હતું. એક જ મત, એક જ ભાષા, એક જ મહારાજા-મહારાણી હતાં. સતયુગ માં મહારાજા-મહારાણી, ત્રેતા માં રાજા-રાણી કહેવાય છે. પછી દ્વાપર માં વામમાર્ગ શરું થાય છે પછી દરેક નાં કર્મો પર આધાર છે. કર્મો અનુસાર એક શરીર છોડી બીજું લે છે. હમણાં બાપ કહે છે હું તમને એવાં કર્મ શીખવાડું છું જે ૨૧ જન્મ બાદશાહી જ મેળવતાં રહેશો. ભલે ત્યાં પણ હદ નાં બાપ મળે છે પરંતુ ત્યાં આ જ્ઞાન નથી રહેતું કે આ રાજાઈ નો વારસો બેહદ નાં બાપે આપેલો છે. પછી દ્વાપર થી રાવણ રાજ્ય શરું થાય છે તો વિકારી સંબંધ થઈ જાય છે. પછી જેવાં-જેવાં કર્મ તેવાં ફળ મળે છે, દેવતા વામમાર્ગ માં ચાલ્યાં જાય છે. પછી સતયુગ નું બધું ખલાસ થઈ જાય છે. પછી કર્મો અનુસાર જન્મ લે છે. ભારત માં પૂજ્ય રાજાઓ હતાં તો પુજારી રાજાઓ પણ હતાં. સતયુગ માં રાજા-રાણી અને પ્રજા બધાં પૂજ્ય હોય છે. પછી જ્યારે દ્વાપર માં ભક્તિ શરુ થાય છે તો યથા રાજા-રાણી તથા પ્રજા પુજારી બની જાય છે. મોટાં રાજા જે સૂર્યવંશી હતાં તે જ પુજારી બની જાય છે પછી વૈશ્યવંશી બની જાય છે. હમણાં તમે વાઇસલેસ (નિર્વિકારી) બનો છો. એની પ્રારબ્ધ પછી ૨૧ જન્મ ચાલે છે પછી ભક્તિમાર્ગ શરું થાય છે. જે-જે પૂજ્ય દેવી-દેવતા થઈને ગયાં છે, એમનાં મંદિર બનાવીને તેમની પૂજા કરે છે. આ ફકત ભારત માં જ થાય છે. આ ૮૪ જન્મોની કહાની (કથા) જે બાપ સંભળાવે છે, આ પણ ભારત વાસીઓનાં માટે છે. બીજા ધર્મ વાળા આવે જ પાછળ થી છે પછી તો વૃદ્ધિ થતાં-થતાં અસંખ્ય થઈ જાય છે. વિવિધ ભિન્ન-ભિન્ન દેવી-દેવતાઓનાં રીત-રિવાજ હતાં, તે ભારત નાં ગુરુઓનાં નથી. અડધાકલ્પ પછી રાવણ રાજ્ય શરું થવાથી બધાં રીત-રિવાજ જ બદલાઈ જાય છે પછી પૂજ્ય થી પુજારી બની જાય છે. પૂજા પણ પહેલાં અવ્યભિચારી એક શિવ ની કરે છે. એમનાં મંદિર બનાવે છે પછી લક્ષ્મી-નારાયણ નાં બનાવશે. એકે લક્ષ્મી-નારાયણ નું મંદિર બનાવ્યું તો બીજા પણ બનાવશે. પછી રામ-સીતા નાં મંદિર બનાવવા લાગી પડશે પછી કળિયુગ માં જુઓ ગણેશ, હનુમાન, ચંડિકા દેવી વગેરે-વગેરે નાં અનેક દેવીઓનાં ચિત્ર બનાવતાં રહે છે. ભક્તિમાર્ગ નાં માટે સામગ્રી પણ જોઈએ ને. જેમ બીજ કેટલું નાનું હોય છે, ઝાડ કેટલું મોટું હોય છે તેમ ભક્તિ નો વિસ્તાર થઈ જાય છે. ઢેર નાં ઢેર (અસંખ્ય) શાસ્ત્ર બનાવાય છે. હવે બાપ બાળકોને કહે છે - આ ભક્તિમાર્ગ ની સામગ્રી બધી ખતમ થવાની છે. હમણાં મુજ બાપ ને યાદ કરો. ભક્તિ નો પ્રભાવ પણ બહુજ છે ને. કેટલી સુંદર છે. નાચ-તમાશો, ગાયન-કિર્તન વગેરે કેટલો ખર્ચો કરે છે. હમણાં બાપ કહે છે મુજ બાપ અને વારસા ને યાદ કરો. આદિ સનાતન ધર્મ ને યાદ કરો. અનેક પ્રકાર ની ભક્તિ તમે જન્મ-જન્માંતર કરતાં આવ્યાં છો. ગૃહસ્થ ધર્મ વાળા જ ભક્તિ શરું કરે છે. સંન્યાસીઓએ તો ભક્તિ નથી કરવાની, યજ્ઞ-તપ, દાન-પુણ્ય, તીર્થ વગેરે આ બધું ગૃહસ્થીઓનું કામ છે, ન કે સંન્યાસીઓનું. તે છે જ નિવૃત્તિ માર્ગ વાળા. તેમનાં માટે કાયદા છે - ઘરબાર છોડી જઈ જંગલ માં રહેવું અને બ્રહ્મ તત્વ ને યાદ કરવું. તે છે જ તત્વ જ્ઞાની, બ્રહ્મ જ્ઞાની. તત્વ અથવા બ્રહ્મ ને જ ઈશ્વર કહી દે છે. જેમ ભારતવાસી અસલ (હકીકત) માં છે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નાં. પરંતુ હિન્દુસ્તાન માં રહે છે તો પોતાનો ધર્મ હિંદુ સમજી લીધો છે. એમ સંન્યાસી પણ આત્માઓનાં રહેવાનાં સ્થાન તત્વ ને પરમાત્મા સમજી લે છે. બ્રહ્મ અથવા તત્વ ને જ યાદ કરે છે. હકીકત માં સંન્યાસી જ્યારે સતોપ્રધાન છે તો જંગલ માં જઈને રહે છે, શાંતિ માં. એવું નથી કે એમને બ્રહ્મ માં જઈને લીન થવાનું છે. બાપ કહે છે - આ એમનું મિથ્યા (ખોટું) જ્ઞાન છે. લીન કોઈ થઈ ન શકે. આત્મા તો અવિનાશી છે ને, તે કેવી રીતે લીન થઈ શકે છે. ભક્તિમાર્ગ માં કેટલું માથું કુટતા રહે છે. પછી કહે ભગવાન કોઈ ન કોઈ રુપમાં ક્યારેક આવીને મળશે. હવે કોણ સાચું? તે કહે બ્રહ્મ થી યોગ લગાવીને બ્રહ્મ માં લીન થઈ જઈશું. ગૃહસ્થ વાળા કહે છે કે ભગવાન કોઈ ને કોઈ રુપ માં આવશે. પતિતો ને પાવન બનાવશે. એવું નથી કે ઉપર થી પ્રેરણા દ્વારા જ શીખડાવશે. શિક્ષક ઘરે બેઠાં પ્રેરણા કરશે શું! પ્રેરણા શબ્દ છે નહીં. પ્રેરણા થી કોઈ કામ નથી થતું. ભલે શંકર ની પ્રેરણા થી વિનાશ કહેવાય છે પરંતુ છે આ ડ્રામા ની નોંધ. એમને આ મુસળ વગેરે બનાવવાનાં જ છે. પ્રેરણા ની વાત જ નથી. મનુષ્ય તો કહી દે છે કે ભગવાન ની પ્રેરણા થી બધું થાય છે અથવા કહે છે કે શંકર ની આંખો ખુલવાથી જ પ્રલય થઈ ગયો. આ બધી કથાઓ છે, અર્થ કાંઈ પણ નથી સમજતાં. કોઈનાં પણ મંદિરમાં જશે તો કહેશે અચતમ્ કેશવમ્... અર્થ કાંઈ નથી સમજતાં. કોઈ પણ પોતાનાં મોટાઓની મહિમા નથી જાણતાં. ધર્મ સ્થાપક ને ગુરુ કહી દે છે. હકીકત માં એમને ગુરુ કહેવું ખોટું છે. ક્રાઈસ્ટ કોઈ ગુરુ થોડી છે. તે તો ફક્ત ધર્મ સ્થાપન કરે છે. ગુરુ એમને કહેવાય છે જે સદ્દગતિ કરે. તે તો ધર્મ સ્થાપન કરવા આવે છે. એમની પાછળ એમની વંશાવલી આવે છે. સદ્દગતિ તો કોઈની કરતાં જ નથી. તો એમને ગુરુ કેવી રીતે કહેવાશે. ગુરુ તો એક જ છે, જેમને સર્વ નાં સદ્દગતિ દાતા કહેવાય છે. ભગવાન બાપ જ આવીને સર્વની સદ્દગતિ કરે છે. મુક્તિ-જીવન મુક્તિ આપે છે. એમની યાદ ક્યારેય કોઈ થી છૂટી ન શકે. મનુષ્ય હે ભગવાન, હે ઈશ્વર કહી એક બાપ ને યાદ કરે છે કારણ કે તે છે સર્વ નાં સદ્દગતિ દાતા. બાપ સમજાવે છે આ આખી રચના છે. રચયિતા બાપ હું જ છું - બધાંને સુખ આપવા વાળા, વારસો આપવા વાળા એક જ બાપ થયાં. ભાઈ-ભાઈ ને વારસો આપી ન શકે. વારસો હંમેશા બાપ પાસેથી મળે છે. હું બધાં બેહદ નાં બાળકો ને બેહદ નો વારસો આપું છું એટલે જ મને યાદ કરે છે હે પરમાત્મા ક્ષમા કરો. સમજતાં કાંઈ પણ નથી.

બાપ કહે છે - હું કાંઈ આમનાં પોકારવાથી નથી આવતો. આ તો ડ્રામા માં બનેલું છે. ડ્રામા માં મારો આવવાનો પાર્ટ પણ નોંધાયેલો છે. અનેક ધર્મ વિનાશ, એક ધર્મ ની સ્થાપના અથવા કળિયુગ નો વિનાશ, સતયુગ ની સ્થાપના કરવાની હોય છે. હું પોતાનાં સમય પર પોતેજ આવું છું. આ ભક્તિમાર્ગ નો પણ ડ્રામા માં પાર્ટ છે. હવે જ્યારે ભક્તિ માર્ગ નો પાર્ટ પૂરો થાય છે ત્યારે આવેલો છું. કલ્પ પહેલાં પણ બાબા તમે બ્રહ્મા તન માં આવ્યાં હતાં. આ જ્ઞાન હમણાં તમને મળે છે. પછી ક્યારેય નહીં મળશે. આ છે જ્ઞાન, તે છે ભક્તિ. જ્ઞાન ની પ્રારબ્ધ છે ચઢતી કળા. કહેવાય છે સેકન્ડ માં જીવનમુક્તિ. જનક ને સેકન્ડ માં જીવનમુક્તિ મળી હતી ને, પરંતુ શું એક જનકે જ જીવનમુક્તિ પામી? જીવનમુક્તિ તો બધાં પામે છે ને. આખું વિશ્વ પામે છે. સદ્દગતિ કે જીવનમુક્તિ એક જ શબ્દ છે. જીવનમુક્તિ અર્થાત્ જીવન ને મુક્ત કરે છે - આ રાવણ રાજ્ય થી. બાબા જાણે છે બાળકો ની કેટલી દુર્ગતિ થઈ ગઈ છે, બિલકુલ દુઃખી થઈ ગયાં છે. એમની પછી સદ્દગતિ થવાની છે. પહેલાં મુક્તિ માં જઈને પછી જીવનમુક્તિ માં આવશે. શાંતિધામ થી પછી સુખધામ માં આવશે. આ ચક્ર નું રહસ્ય બાપે સમજાવ્યું છે. બાપ કહે છે - આ સમયે આખી સૃષ્ટિ નું ઝાડ જડજડીભૂત, તમોપ્રધાન થઈ ગયું છે એટલે કોઈ પણ પોતાને આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નાં સમજતાં નથી. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નાં હતાં કારણ કે દેવતાઓ પવિત્ર હતાં. અમે અપવિત્ર પતિત પોતાને દેવતા કેવી રીતે કહેવડાવીએ એટલે કહેવાય છે - આ વિકારો ને છોડતાં જાઓ. આ વિકાર વગેરે અડધાકલ્પ થી રહે છે. હમણાં એક જન્મ માં આને છોડવાં, એમાં મહેનત લાગે છે. મહેનત વગર થોડી વિશ્વ નાં માલિક બનશો. બાપ ને યાદ કરશો ત્યારે જ તમે પોતાને રાજાઈ નું તિલક આપશો અર્થાત્ રાજાઈ નાં અધિકારી બનશો. જેટલું સારી રીતે યાદ કરશો, શ્રીમત પર ચાલશો તો તમે રાજાઓનાં રાજા બનશો. ભણાવવા વાળા શિક્ષક તો આવ્યાં છે ભણાવવાં. આ પાઠશાળા છે જ મનુષ્ય થી દેવતા બનવાની. નર થી નારાયણ બનાવવાની કથા સંભળાવે છે. આ કથા કેટલી નામીગ્રામી છે. આને અમર કથા, સત્ય નારાયણ ની કથા, તીજરી ની કથા પણ કહે છે.

જુઓ, ગીત કેટલું સારું છે. બાબા આપણ ને વિશ્વ નાં માલિક બનાવે છે, જે માલિકપણું કોઈ લૂંટી ન શકે. કોઈ ધરતીકંપ વગેરે નહીં થશે. ત્યાં વિઘ્ન ની કોઈ વાત જ નથી. એવું અટલ, અખંડ, પવિત્રતા, સુખ-શાંતિ નું રાજ્ય તમે હમણાં મેળવી રહ્યાં છો. કલ્પ પહેલાં ની જેમ દર ૫ હજાર વર્ષ પછી ભારત સ્વર્ગ બને છે. તમે જાણો છો હમ સો દેવતા (આપણે જ દેવતા) હતાં પછી ૮૪ જન્મ લેતાં-લેતાં આવીને આ બનીએ છીએ. ફરી હમ સો દેવતા બનીશું. આને કહેવાય છે સ્વદર્શન ચક્રધારી. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સ્વયં પોતાને રાજાઈ નું તિલક આપવા માટે યાદ ની મહેનત કરવાની છે. બધાં વિકારોને છોડી દેવાનાં છે.

2. બ્રહ્મા બાપ સમાન સાધારણ અને ગુપ્ત રહેવાનું છે. બહાર નો ઠાઠ વગેરે નથી કરવાનો. પોતાનાં ભવિષ્ય રાજાઈ નાં નશા માં રહેવાનું છે.

વરદાન :-
પોતાની ચંચળ વૃત્તિ ને પરિવર્તન કરી સતોપ્રધાન વાયુમંડળ બનાવવાનાં જવાબદાર શ્રેષ્ઠ આત્મા ભવ

જે બાળકો પોતાની ચંચળ વૃત્તિઓ ને પરિવર્તન કરી લે છે તે જ સતોપ્રધાન વાયુમંડળ બનાવી શકે છે કારણકે વૃત્તિ થી વાયુમંડળ બને છે. વૃત્તિ ચંચળ ત્યારે થાય છે જ્યારે વૃત્તિ માં આટલાં મોટા કાર્ય ની સ્મૃતિ નથી રહેતી. જો કોઈ અતિ ચંચળ બાળક બીઝી હોવા છતાં પણ ચંચળતા નથી છોડતા તો એને બાંધી લે છે. એવી જ રીતે જો જ્ઞાન-યોગ માં બીઝી હોવા સાથે પણ વૃત્તિ ચંચળ હોય તો એક બાપની સાથે સર્વ સંબંધો નાં બંધન માં વૃતિને બાંધી દો તો ચંચળતા સહજ સમાપ્ત થઈ જશે.

સ્લોગન :-
અલબેલાપણા ની લહેર ને સમાપ્ત કરવાનું સાધન છે બેહદ નો વૈરાગ.

અવ્યક્ત ઇશારા - હવે પોતાનાં દાતા સ્વરુપ ને પ્રત્યક્ષ કરો

દાતાપણા નાં સંસ્કાર ઇમર્જ કરી મન્સા દ્વારા પુણ્ય નું ખાતું જમા કરો, વાણી દ્વારા કમજોર આત્માઓને ખુશી માં, પરેશાન ને શાન ની સ્મૃતિ માં અને દિલશિકસ્ત આત્માઓને ઉમંગ-ઉત્સાહ માં લાવો, સંબંધ-સંપર્ક થી આત્માને પોતાનાં શ્રેષ્ઠ સંગ નો રંગ અનુભવ કરાવો તો પુણ્યનું ખાતું જમા થતું જશે.