02-10-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - યાદ માં રહી ને દરેક કર્મ કરો તો અનેકો ને તમારો સાક્ષાત્કાર થતો રહેશે”

પ્રશ્ન :-
સંગમયુગ પર કઈ વિધિ થી પોતાનાં હૃદય ને શુદ્ધ (પવિત્ર) બનાવી શકો છો?

ઉત્તર :-
યાદ માં રહીને ભોજન બનાવો અને યાદ માં ખાઓ તો હૃદય શુદ્ધ થઈ જશે. સંગમયુગ પર આપ બ્રાહ્મણો દ્વારા બનાવેલું પવિત્ર બ્રહ્મા-ભોજન દેવતાઓને પણ ખૂબ પસંદ છે. જેમને બ્રહ્મા-ભોજન ની કદર રહે તે થાળી ધોઈને પણ પીઈ લે છે. મહિમા પણ ખૂબ છે. યાદ માં બનાવેલું ભોજન ખાવા થી તાકાત મળે છે, હૃદય શુદ્ધ થઈ જાય છે.

ઓમ શાંતિ!
સંગમ પર જ બાપ આવે છે. રોજ બાળકોને કહેવું પડે છે કે રુહાની બાપ રુહાની બાળકો ને સમજાવી રહ્યા છે. એવું કેમ કહે છે કે બાળકો સ્વયં ને આત્મા સમજો? બાળકો ને આ યાદ રહે બરોબર બેહદ નાં બાપ છે, આત્માઓ ને ભણાવે છે. સર્વિસ માટે ભિન્ન-ભિન્ન પોઈન્ટ્સ પર સમજાવે છે. બાળકો કહે છે સર્વિસ નથી, અમે બહાર સર્વિસ કેવી રીતે કરીએ? બાપ સર્વિસ ની યુક્તિઓ તો ખૂબ સહજ બતાવે છે. ચિત્ર હાથ માં હોય. રઘુનાથ નું કાળું ચિત્ર પણ હોય, ગોરું પણ હોય. શ્રીકૃષ્ણ નું અથવા નારાયણ નું ચિત્ર ગોરું પણ હોય, કાળું પણ હોય. ભલે નાનાં ચિત્રો જ હોય. શ્રીકૃષ્ણ નું એકદમ નાનું ચિત્ર પણ બનાવે છે. તમે મંદિર નાં પુજારી ને પૂછી શકો છો-આમને કાળા કેમ બનાવ્યા છે જ્યારે અસલ ગોરા હતાં? હકીકત માં તો શરીર કાળું નથી હોતું ને? તમારી પાસે ખૂબ સારા ગોરા-ગોરા પણ રહે છે, પરંતુ આમને કાળા કેમ બનાવ્યા છે? આ તો આપ બાળકોને સમજાવાયું છે આત્મા કેવી રીતે ભિન્ન-ભિન્ન નામ-રુપ ધારણ કરતા નીચે ઉતરે છે? જ્યાર થી કામ ચિતા પર ચઢે છે ત્યાર થી કાળો બને છે. જગન્નાથ તથા શ્રીનાથ દ્વારા માં ખૂબ યાત્રી હોય છે, તમને નિમંત્રણ પણ મળે છે. બોલો, અમે શ્રીનાથ નાં ૮૪ જન્મો ની જીવન-કહાણી સંભળાવીએ છીએ. ભાઈઓ અને બહેનો આવીને સાંભળો. આવું ભાષણ બીજા કોઈ કરી ન શકે. તમે સમજાવી શકો છો આ કાળા કેમ બન્યાં છે? દરેક ને પાવન થી પતિત જરુર બનવાનું છે. દેવતાઓ જ્યારે વામમાર્ગ માં ગયાં છે ત્યારે એમને કાળા બનાવ્યાં છે. કામ ચિતા પર બેસવાથી આયરન એજ બની જાય છે. આયરન નો કલર કાળો હોય છે, સોના નો ગોલ્ડન, એમને કહેવાશે ગોરા. તેઓ જ પછી ૮૪ જન્મો પછી કાળા બને છે. સીડી નું ચિત્ર પણ જરુર હાથ માં હોય. સીડી પણ મોટી હોય તો કોઈ પણ દૂર થી સારી રીતે જોઈ શકશે. અને તમે સમજાવશો કે ભારત ની આ ગતિ છે. લખેલું પણ છે ઉત્થાન અને પતન. બાળકો ને સર્વિસ નો ખૂબ શોખ હોવો જોઈએ. સમજાવવાનું છે આ દુનિયાનું ચક્ર કેવી રીતે ફરે છે, ગોલ્ડન એજ (સ્વર્ણિમયુગ), સિલ્વર એજ (ત્રેતાયુગ), કોપર એજ (દ્વાપરયુગ)... પછી આ પુરુષોત્તમ સંગમયુગ પણ દેખાડવાનો છે. ભલે, વધારે ચિત્રો નહીં ઉઠાઓ (સમજાવો). સીડી નું ચિત્ર તો મુખ્ય છે ભારત માટે. તમે સમજાવી શકો છો હવે ફરી થી પતિત થી પાવન તમે કેવી રીતે બની શકો છો? પતિત-પાવન તો એક જ બાપ છે. એમને યાદ કરવાથી સેકન્ડ માં જીવનમુક્તિ મળે છે. આપ બાળકો માં આ બધું જ્ઞાન છે. બાકી તો બધાં અજ્ઞાન નિંદ્રા (નિંદર) માં સૂતેલા છે. ભારત જ્ઞાન માં હતું તો ખૂબ ધનવાન હતું. હમણાં ભારત અજ્ઞાન માં છે તો કેટલું કંગાળ છે? જ્ઞાની મનુષ્ય અને અજ્ઞાની મનુષ્ય હોય છે ને? દેવી-દેવતા અને મનુષ્ય તો પ્રસિદ્ધ છે. દેવતાઓ સતયુગ-ત્રેતા માં, મનુષ્ય દ્વાપર-કળિયુગ માં. બાળકોની બુદ્ધિ માં સદૈવ રહેવું જોઈએ સેવા કેવી રીતે કરીએ? આ પણ બાપ સમજાવતા રહે છે. સીડી નું ચિત્ર સમજાવવા માટે ખૂબ સારું છે. બાપ કહે છે ગૃહસ્થ વ્યવહાર માં રહો. શરીર નિર્વાહ માટે ધંધો વગેરે તો કરવાનો જ છે. શરીર ની (લૌકિક) વિદ્યા પણ ભણવાની છે. બાકી જે સમય મળે તો સર્વિસ માટે વિચાર કરવો જોઈએ-આપણે બીજા નું કલ્યાણ કેવી રીતે કરીએ? અહીં તો તમે અનેક નું કલ્યાણ નથી કરી શકતાં. અહીં તો આવો જ છો બાપ ની મોરલી સાંભળવાં. આમાં જ જાદુ છે. બાપ ને જાદુગર કહે છે ને? ગાય પણ છે મુરલી તેરી મેં હૈં જાદૂ… તમારા મુખે થી જે મોરલી વાગે છે તેમાં જાદુ છે. મનુષ્ય થી દેવતા બની જાય છે. આવાં કોઈ જાદુગર હોતાં નથી સિવાય બાપ નાં. ગાયન પણ છે મનુષ્ય સે દેવતા કિયે કરત ન લાગી વાર. જૂની દુનિયાથી નવી દુનિયા બનવાની જરુર છે. જૂની નો વિનાશ પણ જરુર થવાનો છે. આ સમયે તમે રાજયોગ શીખો છો તો જરુર રાજા પણ બનવાનું છે. હમણા તમે બાળકો સમજો છો ૮૪ જન્મો પછી ફરી પહેલો નંબર જન્મ જોઈએ કારણ કે વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રાફી રીપીટ થાય છે. સતયુગ-ત્રેતા જે પણ બનીને ને ગયું છે તે પાછું રીપીટ થવાનું છે જરુર.

તમે અહીં બેઠાં છો તો પણ બુદ્ધિ માં આ યાદ કરવાનું છે કે આપણે પાછા જઈએ છીએ પછી સતોપ્રધાન દેવી-દેવતા બનીએ છીએ. એમને દેવતા કહેવાય છે. હમણાં મનુષ્યો માં દૈવીગુણ નથી. તો સર્વિસ તમે ક્યાંય પણ કરી શકો છો. કેટલો પણ ધંધો વગેરે હોય, ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં પણ કમાણી કરતા રહેવાનું છે. આમાં મુખ્ય વાત છે પવિત્રતા ની. પવિત્રતા છે તો શાંતિ અને સંપન્નતા છે. સંપૂર્ણ પવિત્ર બની ગયા તો પછી અહીં નથી રહી શકતા કારણ કે આપણે શાંતિધામ જરુર જવાનું છે. આત્મા પવિત્ર બની ગયો તો પછી આત્મા ને આ જૂનાં શરીર સાથે નથી રહેવાનું. આ તો ઈમપ્યોર (અપવિત્ર) છે ને? ૫ તત્વ જ ઈમપ્યોર છે. શરીર પણ આનાંથી જ બને છે. આને માટી નું પૂતળું કહેવાય છે. ૫ તત્વો નું શરીર એક ખતમ થાય છે, બીજું બને છે. આત્મા તો છે જ. આત્મા કોઈ બનવાની વસ્તુ નથી. શરીર પહેલાં કેટલું નાનું પછી કેટલું મોટું બને છે? કેટલાં ઓર્ગન્સ (કર્મેન્દ્રિયો) મળે છે જેમનાં દ્વારા આત્મા બધો પાર્ટ ભજવે છે? આ દુનિયા જ વન્ડરફુલ છે. સૌથી વન્ડરફુલ છે બાપ, જે આત્માઓ નો પરિચય આપે છે. આપણે આત્મા કેટલાં નાના છીએ? આત્મા પ્રવેશ કરે છે. દરેક વસ્તુ વન્ડરફુલ છે. પશુઓ નાં શરીર વગેરે કેવી રીતે બને છે, વન્ડર છે ને? આત્મા તો બધાં માં એ જ નાનો છે. હાથી કેટલો મોટો છે? એનામાં આટલો નાનો આત્મા જઈને બેસે છે. બાપ તો મનુષ્ય જન્મ ની વાત સમજાવે છે. મનુષ્ય કેટલાં જન્મ લે છે? ૮૪ લાખ જન્મ તો નથી. સમજાવ્યું છે જેટલાં ધર્મ છે એટલી વેરાઈટી (વિવિધતા) બને છે. દરેક આત્મા કેટલાં ફીચર્સ નાં શરીર લે છે, વન્ડર છે ને? પછી જ્યારે ચક્ર રિપીટ થાય છે, દરેક જન્મ માં ફીચર્સ, નામ, રુપ વગેરે બદલાઈ જાય છે. એવું નહીં કહેવાશે કૃષ્ણ કાળા, કૃષ્ણ ગોરા. ના, એમનો આત્મા પહેલાં ગોરો હતો પછી ૮૪ જન્મ લેતાં-લેતાં કાળો બને છે. તમારો પણ આત્મા ભિન્ન-ભિન્ન ફીચર્સ, ભિન્ન-ભિન્ન શરીર લઈને પાર્ટ ભજવે છે. આ પણ ડ્રામા છે.

આપ બાળકો ને ક્યારેય પણ કોઈ ચિંતા ન થવી જોઈએ. બધાં એક્ટર્સ છે. એક શરીર છોડી બીજું લઈને પછી પાર્ટ ભજવવાનો જ છે. દરેક જન્મમાં સંબંધ વગેરે બદલાઈ જાય છે. તો બાપ સમજાવે છે આ પૂર્વ નિર્ધારિત ડ્રામા છે. આત્મા જ ૮૪ જન્મ લેતાં-લેતાં તમોપ્રધાન બન્યો છે, હવે ફરી આત્મા ને સતોપ્રધાન બનવાનું છે. પાવન તો જરુર બનવાનું છે. પાવન સૃષ્ટિ હતી, હવે પતિત છે ફરી પાવન બનવાની છે. સતોપ્રધાન, તમોપ્રધાન શબ્દ તો છે ને? સતોપ્રધાન સૃષ્ટિ પછી સતો, રજો, તમો સૃષ્ટિ. હમણાં જે તમોપ્રધાન બન્યાં છે તે જ પછી સતોપ્રધાન કેવી રીતે બને? પતિત થી પાવન કેવી રીતે બને? વરસાદ નાં પાણી થી તો પાવન નહીં બનશે. વરસાદ થી તો મનુષ્યો નું મોત પણ થઈ જાય છે. ફલડ્સ (પુર) આવી જાય છે તો કેટલાં ડૂબી જાય છે? હવે બાપ સમજાવતા રહે છે આ બધાં ખંડ નહીં રહેશે. નેચરલ કેલામિટીઝ (કુદરતી આપદાઓ) પણ મદદ કરશે, કેટલાં અનેક મનુષ્ય, જાનવર વગેરે વહી (તણાઈ) જાય છે? એવું નથી કે પાણી થી પાવન બની જાય છે, તે તો શરીર ચાલ્યું જાય છે. શરીરો ને તો પતિત થી પાવન નથી બનવાનું. પાવન બનવાનું છે આત્મા ને. તો પતિત-પાવન તો એક બાપ છે. ભલે તે જગત ગુરુ કહેવાય છે પરંતુ ગુરુ નું તો કામ છે સદ્દગતિ આપવી, તે તો એક જ બાપ સદ્દગતિ દાતા છે. બાપ સદ્દગુરુ જ સદ્દગતિ આપે છે. બાપ સમજાવે તો ખૂબ છે, આ (બ્રહ્મા) પણ સાંભળે છે ને? ગુરુ લોકો પણ બાજુ માં શિષ્ય ને બેસાડે છે શીખવાડવા માટે. આ પણ આમની બાજુમાં બેસે છે. બાપ સમજાવે છે તો આ પણ સમજાવતા હશે ને? એટલે ગુરુ બ્રહ્મા નંબરવન માં આવે છે. શંકર માટે તો કહે છે આંખ ખોલવા થી ભસ્મ કરી દે છે પછી તેમને તો ગુરુ ન કહેવાય. તો પણ બાપ કહે છે બાળકો, મામેકમ્ યાદ કરો. ઘણાં બાળકો કહે છે - આટલાં ધંધાધોરી ની ફિકર માં રહેતાં, અમે સ્વયં ને આત્મા સમજી બાપ ને કેવી રીતે યાદ કરીએ? બાપ સમજાવે છે ભક્તિમાર્ગ માં પણ તમે-હે ઈશ્વર, હે ભગવાન કહીને યાદ કરો છો ને? યાદ ત્યારે કરો છો જ્યારે કોઈ દુઃખ હોય છે. મરતી વખતે પણ કહે છે રામ-રામ બોલો. ઘણી સંસ્થાઓ છે જે રામ નામ નું દાન આપે (કરે) છે. જેમ તમે જ્ઞાન નું દાન કરો છો તે પછી કહે છે રામ બોલો, રામ બોલો. તમે પણ કહો છો શિવબાબા ને યાદ કરો. તે તો શિવ ને જાણતા જ નથી. એમ જ રામ-રામ કહી દે છે. હવે આ પણ કેમ કહે છે કે રામ કહો, જ્યારે પરમાત્મા બધામાં છે? બાપ સમજાવે છે રામ અથવા કૃષ્ણ ને પરમાત્મા નથી કહેવાતાં, એમને દેવતા કહેવાય છે, એમની પણ કળાઓ ઓછી થતી જાય છે. દરેક વસ્તુની કળા ઓછી તો થાય જ છે. કપડા પણ પહેલાં નવાં, પછી જૂનાં થાય છે.

તો બાપ આટલી વાતો સમજાવે છે તો પણ કહે છે - મારા મીઠાં-મીઠાં રુહાની બાળકો, સ્વયં ને આત્મા સમજો. સિમર-સિમર સુખ મેળવો. અહીં તો દુઃખધામ છે. બાપ ને અને વારસા ને યાદ કરો. યાદ કરતાં-કરતાં અથાહ સુખ મેળવશો. કલહ-કલેશ, બીમારી વગેરે જે પણ છે બધું છૂટી જશે. તમે ૨૧ જન્મો માટે નિરોગી બની જાઓ છો. કલહ-કલેશ ખતમ થાય બધાં તન નાં, જીવનમુક્તિ પદ મેળવો. ગાય છે પરંતુ કર્મ માં નથી આવતું. તમને બાપ પ્રેક્ટિકલ સમજાવે છે - બાપ ને સિમરો તો તમારી બધી મનોકામનાઓ પૂરી થઈ જશે, સુખી થઈ જશો. મોચરા ખાઈ ને માની ટુકડો ખાવી (સજા ખાઈને રોટલી નો ટુકડો ખાવો) સારું નથી. બધાને તાજી રોટલી પસંદ આવે છે. આજકાલ તો તેલ જ ચાલે છે. ત્યાં તો ઘી ની નદીઓ વહે છે. તો બાળકોએ બાપ નું સિમરણ કરવાનું છે. બાબા એવું પણ નથી કહેતાં અહીં બેસીને બાપ ને યાદ કરો. ના, ચાલતાં, હરતાં-ફરતાં શિવબાબા ને યાદ કરવાનાં છે. નોકરી વગેરે પણ કરવાની છે. બાપ ની યાદ બુદ્ધિમાં રહેવી જોઈએ. લૌકિક બાપ નાં બાળકો નોકરી વગેરે કરે છે તો યાદ રહે જ છે ને? કોઈ પણ પૂછશે તો ઝટ બતાવશે અમે કોનાં બાળક છીએ? બુદ્ધિ માં બાપ ની પ્રોપર્ટી (સંપત્તિ) પણ યાદ રહે છે. તમે પણ બાપ નાં બાળક બન્યા છો તો પ્રોપર્ટી પણ યાદ છે. બાપ ને પણ યાદ કરવાનાં છે બીજા કોઈ સાથે સંબંધ નથી. આત્મા માં જ બધો પાર્ટ નોંધાયેલો છે જે ઈમર્જ થાય છે. આ બ્રાહ્મણ કુળ માં તમારો જે કલ્પ-કલ્પ પાર્ટ ચાલ્યો છે તે જ ઈમર્જ થતો રહે છે. બાપ સમજાવે છે ખાવાનું (ભોજન) બનાવો, મીઠાઈ બનાવો, શિવબાબા ને યાદ કરતા રહો. શિવબાબા ને યાદ કરીને બનાવશો તો મીઠાઈ ખાવા વાળા નું પણ કલ્યાણ થશે. ક્યાંક સાક્ષાત્કાર પણ થઈ શકે છે. બ્રહ્મા નો પણ સાક્ષાત્કાર થઈ શકે છે. શુદ્ધ અન્ન મળે છે તો બ્રહ્માનો, શ્રીકૃષ્ણનો, શિવનો સાક્ષાત્કાર કરી શકે છે. બ્રહ્મા છે અહીં. બ્રહ્માકુમાર-કુમારીઓનાં નામ તો હોય છે ને? અનેક ને સાક્ષાત્કાર થતા રહેશે કારણ કે બાપ ને યાદ કરો છો ને? બાપ યુક્તિઓ તો ખૂબ બતાવે છે. તે મુખે થી રામ-રામ બોલે છે, તમારે મુખ થી કંઈ બોલવાનું નથી. જેમ તે લોકો સમજે છે ગુરુનાનક ને ભોગ લગાવી રહ્યાં છીએ, તમે પણ સમજો છો આપણે શિવબાબા ને ભોગ લગાવવા માટે બનાવીએ છીએ. શિવબાબા ને યાદ કરતાં-કરતાં બનાવશો તો અનેક નું કલ્યાણ થઈ શકે છે. તે ભોજન માં તાકાત આવી જાય છે, એટલે બાબા ભોજન બનાવવા વાળા ને પણ કહે છે શિવબાબા ને યાદ કરીને બનાવો છો? લખેલું પણ છે શિવબાબા યાદ છે? યાદ માં રહીને બનાવશો તો ખાવા વાળા ને પણ તાકાત મળશે, હૃદય શુદ્ધ થશે. બ્રહ્મા-ભોજન નું ગાયન પણ છે ને? બ્રાહ્મણો નું બનાવેલું ભોજન દેવતાઓ પણ પસંદ કરે છે. આ પણ શાસ્ત્રો માં છે. બ્રાહ્મણોએ બનાવેલું ભોજન ખાવાથી બુદ્ધિ શુદ્ધ થઈ જાય છે, તાકાત રહે છે. બ્રહ્મા-ભોજન ની ખૂબ મહિમા છે. બ્રહ્મા-ભોજન ની જેમને કદર રહે છે, થાળી ધોઈને પણ પીઈ લે છે. ખૂબ જ ઊંચ સમજે છે. ભોજન વગર તો રહી ન શકે. ફૈમન (દુકાળ) માં ભોજન વગર મરી જાય છે. આત્મા જ ભોજન ખાય છે, આ ઓર્ગન્સ દ્વારા એ સ્વાદ લે છે, સારું-ખરાબ આત્માએ કહ્યું ને? આ ખૂબ સ્વાદિષ્ટ છે, તાકાતવાન છે. આગળ ચાલી જેમ તમારી ઉન્નતિ થતી રહેશે તેમ ભોજન પણ તમને એવું મળતું રહેશે, એટલે બાળકોને કહે છે શિવબાબા ને યાદ કરી ભોજન બનાવો. બાપ જે સમજાવે છે એને અમલ માં લાવવું જોઈએ ને?

તમે છો પિયરઘર વાળા, જાઓ છો સાસરે. સૂક્ષ્મવતન માં પણ પરસ્પર મળે છે. ભોગ લઈ જાય છે. દેવતાઓ ને ભોગ લગાવે છે ને? દેવતાઓ આવે છે, તમે બ્રાહ્મણ ત્યાં જાઓ છો. ત્યાં મહેફિલ લાગે છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈ પણ વાત ની ચિંતા નથી કરવાની કારણ કે આ ડ્રામા બિલકુલ એક્યુરેટ બનેલો છે. બધાં એક્ટર્સ આમાં પોત-પોતાનો પાર્ટ ભજવી રહ્યા છે.

2. જીવનમુક્ત પદ મેળવવા અથવા સદા સુખી બનવા માટે અંદર એક બાપ નું જ સિમરણ કરવાનું છે. મુખે થી કંઈ પણ બોલવાનું નથી. ભોજન બનાવતી વખતે તથા ખાતી વખતે બાપ ની યાદમાં જરુર રહેવાનું છે.

વરદાન :-
સ્વાર્થ , ઈર્ષા અને ચિડચિડાપણા થી મુક્ત રહેવા વાળા ક્રોધ મુક્ત ભવ

કોઈ પણ વિચાર ભલે આપો, સેવા માટે સ્વયં ને ઓફર કરો. પરંતુ વિચાર ની પાછળ એ વિચાર ને ઈચ્છા નાં રુપ માં બદલો નહીં. જ્યારે સંકલ્પ ઈચ્છા નાં રુપ માં બદલાય છે ત્યારે ચિડચિડાપણું આવે છે. પરંતુ નિઃસ્વાર્થ થઈને વિચાર આપો, સ્વાર્થ રાખીને નહીં. મેં કીધું તો થવું જ જોઈએ - એ ન વિચારો, ઓફર કરો, કેમ, શું માં ન જાઓ, નહીં તો ઈર્ષા-ઘૃણા એક, એક સાથી આવે છે સ્વાર્થ તથા ઈર્ષા ને કારણે પણ ક્રોધ નો જન્મ થાય છે. હવે એનાથી મુક્ત બનો.

સ્લોગન :-
શાંતિ-દૂત બની બધાને શાંતિ આપવી - આ જ તમારું કર્તવ્ય છે.