02-11-2024
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - સંગમયુગ તકદીરવાન
બનવાનો યુગ છે , આમાં તમે જેટલો ઈચ્છો એટલો સ્વયં નાં ભાગ્યનો સિતારો ચમકાવી શકો
છો”
પ્રશ્ન :-
સ્વયં નાં પુરુષાર્થને તીવ્ર કરવાનું સહજ સાધન શું છે?
ઉત્તર :-
ફોલો ફાધર (બાપ નું અનુકરણ) કરતા ચાલો તો પુરુષાર્થ તીવ્ર થઇ જશે. બાપને જ જુઓ, મધર
તો ગુપ્ત છે. ફોલો ફાધર કરવાથી બાપ સમાન ઊંચ બનશો એટલે એક્યુરેટ ફોલો કરતા રહો.
પ્રશ્ન :-
બાપ કયા
બાળકોને બુદ્ધુ સમજે છે?
ઉત્તર :-
જેમને બાપને મળવાની પણ ખુશી નથી-તે બુદ્ધુ થયા ને? એવા બાપ જે વિશ્વનાં માલિક બનાવે
છે, એમનાં બાળક બન્યા પછી પણ ખુશી ન રહે તો બુદ્ધુ જ કહેવાશે ને?
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
આપ બાળકો છો ભાગ્યશાળી તારાઓ. તમે જાણો છો આપણે શાંતિધામ ને પણ યાદ કરીએ છીએ, બાપને
પણ યાદ કરીએ છીએ. બાપ ને યાદ કરવાથી આપણે પવિત્ર બનીને ઘરે જઈશું. અહીં બેઠાં આ
વિચાર કરો છો ને? બાપ બીજી કોઈ તકલીફ નથી આપતા. જીવનમુક્તિ ને તો કોઈ જાણતા જ નથી.
તે બધા પુરુષાર્થ કરે છે મુક્તિ માટે, પરંતુ મુક્તિ નો અર્થ નથી સમજતા. કોઈ કહે છે
અમે બ્રહ્મ માં લીન થઇ જઈએ પછી આવીએ જ નહીં. તેમને આ ખબર જ નથી કે આપણે આ ચક્ર માં
જરુર આવવાનું જ છે. હવે આપ બાળકો આ વાતો ને સમજો છો. આપ બાળકોને ખબર છે આપણે
સ્વદર્શન ચક્રધારી ભાગ્યશાળી તારાઓ છીએ. ભાગ્યશાળી કહેવાય છે તકદીરવાન ને. હવે આપ
બાળકોને તકદીરવાન બાપ જ બનાવે છે. જેવા બાપ તેવા બાળકો હોય છે. કોઈ બાપ સાહૂકાર હોય,
કોઈ બાપ ગરીબ પણ હોય છે. આપ બાળકો જાણો છો આપણને તો બેહદનાં બાપ મળ્યા છે, જે જેટલા
ભાગ્યશાળી બનવા ઈચ્છે તે બની શકે છે, જેટલાં સાહૂકાર જે બનવા ઇચ્છે બની શકે છે. બાપ
કહે છે જે ઇચ્છો તે પુરુષાર્થ થી લો. બધો આધાર પુરુષાર્થ પર છે. પુરુષાર્થ કરી જેટલું
ઊંચું પદ લેવું હોય લઈ શકો છો. ઊંચે થી ઊંચું પદ છે આ લક્ષ્મી- નારાયણ. યાદનો ચાર્ટ
પણ જરુર રાખવાનો છે કારણ કે તમોપ્રધાન થી સતોપ્રધાન જરુર બનવાનું જ છે. બુદ્ધુ બનીને
એમ જ નથી બેસવાનું. બાપે સમજાવ્યું છે જૂની દુનિયા હવે નવી થવાની છે. બાપ આવે જ છે
નવી સતોપ્રધાન દુનિયામાં લઈ જવાં. એ છે બેહદ નાં બાપ, બેહદ સુખ આપવા વાળા. સમજાવે
છે સતોપ્રધાન બનવાથી જ તમે બેહદ નું સુખ મેળવી શકશો. સતો બનશો તો ઓછું સુખ. રજો બનશો
તો તેનાથી ઓછું સુખ. હિસાબ બધો બાપ બતાવી દે છે. અથાહ ધન તમને મળે છે, અથાહ સુખ મળે
છે. બેહદનાં બાપથી વારસો મેળવવા માટે બીજો કોઈ ઉપાય નથી, સિવાય યાદનાં. જેટલાં બાપને
યાદ કરશો, યાદ થી આપોઆપ દૈવીગુણ પણ આવશે. સતોપ્રધાન બનવું છે તો દૈવી ગુણ પણ જરુર
જોઈએ. સ્વયંની તપાસ સ્વયં જ કરવાની છે. જેટલું ઊંચું પદ લેવા ઇચ્છો તો લઈ શકો છો,
સ્વયં નાં પુરુષાર્થ થી. ભણાવવા વાળા શિક્ષક તો બેઠેલા છે. બાપ કહે છે કલ્પ-કલ્પ
તમને આમ જ સમજાવું છું. શબ્દ જ બે છે મનમનાભવ, મધ્યાજીભવ. બેહદનાં બાપ ને ઓળખી જાઓ
છો. એ બેહદનાં બાપ જ બેહદ ની નોલેજ આપવા વાળા છે. પતિત થી પાવન બનવાનો માર્ગ પણ
બેહદ નાં બાપ જ સમજાવે છે. તો બાપ જે સમજાવે છે તે કોઈ નવી વાત નથી. ગીતામાં પણ
લખેલું છે લોટ માં મીઠુ જેટલું છે. સ્વયં ને આત્મા સમજો. દેહનાં બધાં ધર્મ ભૂલી જાઓ.
તમે શરુ માં અશરીરી હતા, હમણાં અનેક મિત્ર-સંબંધી ઓ નાં બંધનમાં આવ્યાં છો. બધાં છે
તમોપ્રધાન હવે ફરી સતોપ્રધાન બનવાનું છે. તમે જાણો છો તમોપ્રધાન થી ફરી આપણે
સતોપ્રધાન બનીએ છીએ પછી મિત્ર-સંબંધી વગેરે બધાં પવિત્ર બનશે. જેટલા જે કલ્પ પહેલા
સતોપ્રધાન બન્યા છે, એટલા જ ફરી બનશે. તેમનો પુરુષાર્થ જ એવો હશે. હવે ફોલો કોને
કરવા જોઈએ? ગાયન છે ફોલો ફાધર. જેમ આ બાપ ને યાદ કરે છે, પુરુષાર્થ કરે છે, એમને
ફોલો કરો. પુરુષાર્થ કરાવવા વાળા તો બાપ છે. એ તો પુરુષાર્થ કરતા નથી, એ પુરુષાર્થ
કરાવે છે. પછી કહે છે મીઠાં-મીઠાં બાળકો, ફોલો ફાધર. ગુપ્ત મધર-ફાધર છે ને? મધર
ગુપ્ત છે, ફાધર તો જોવામાં આવે છે. આ સારી રીતે સમજવાનું છે. આવું ઊંચું પદ મેળવવું
હોય તો બાપ ને સારી રીતે યાદ કરો, જેમ આ ફાધર યાદ કરે છે. આ ફાધર જ સૌથી ઊંચ પદ
મેળવે છે. આ બહુજ ઊંચાં હતા પછી તેમનાં જ ઘણાં જન્મોનાં અંત નાં પણ અંત માં મેં
પ્રવેશ કર્યો છે. આ સારી રીતે યાદ કરો, ભૂલો નહીં. માયા ભુલાવે અનેક ને છે. તમે કહો
છો અમે નર થી નારાયણ બનીએ છીએ, તે પણ બાપ યુક્તિ બતાવે છે. કેવી રીતે તમે બની શકો
છો. આ પણ જાણો છો બધાં તો એક્યુરેટ ફોલો નહીં કરશે. મુખ્ય ઉદ્દેશ બાપ બતાવે છે-ફોલો
ફાધર. હમણાં નું જ ગાયન છે. બાપ પણ હમણાં આપ બાળકોને જ્ઞાન આપે છે. સંન્યાસીઓનાં
અનુયાયી કહેવાય છે પરંતુ તે તો ખોટું છે ને, અનુકરણ કરતા જ નથી. તે બધા છે બ્રહ્મ
જ્ઞાની, તત્વ જ્ઞાની. તેમને ઈશ્વર જ્ઞાન નથી આપતા, તત્વ અથવા બ્રહ્મ જ્ઞાની કહેવાય
છે. પરંતુ તત્વ અથવા બ્રહ્મ તેમને જ્ઞાન નથી આપતાં, તે બધુ છે શાસ્ત્રોનું જ્ઞાન.
અહીં તમને બાપ જ્ઞાન આપે છે, જેમને જ્ઞાન નાં સાગર કહેવાય છે. આ સારી રીતે નોટ કરો.
તમે ભૂલી જાઓ છો આ દિલની અંદર સારી રીતે ધારણ કરવાની વાત છે. બાપ રોજ-રોજ કહે છે-મીઠાં-મીઠાં
બાળકો, સ્વયં ને આત્મા સમજી મુજ બાપને યાદ કરો, હવે પાછા જવાનું છે. પતિત તો જઈ ન
શકે. પવિત્ર આ તો યોગબળ થી થવાનું છે અથવા પછી સજાઓ ખાઈને જશો. બધાનાં હિસાબ-કિતાબ
ચૂકતું જરુર થવાનાં છે. બાપે સમજાવ્યું છે તમે આત્માઓ અસલ પરમધામ નાં રહેવા વાળા છો
પછી અહીં સુખ અને દુઃખ નો પાર્ટ ભજવ્યો છે. સુખ નો પાર્ટ છે રામ રાજ્ય અને દુઃખ નો
પાર્ટ છે રાવણ રાજ્ય માં. રામરાજ્ય સ્વર્ગને કહેવાય છે, ત્યાં કમ્પલીટ (સંપૂર્ણ)
સુખ છે. ગાય પણ છે સ્વર્ગવાસી અને નર્કવાસી. તો આ સારી રીતે ધારણ કરવાનું છે.
જેટલા-જેટલા તમોપ્રધાન થી સતોપ્રધાન બનતા જશો, એટલી અંદરમાં તમને ખુશી પણ થશે.
જ્યારે રજોમાં, દ્વાપરમાં હતા તો પણ તમને ખુશી હતી. તમે આટલા દુઃખી વિકારી ન હતાં.
અહીં તો હમણાં કેટલા વિકારી દુઃખી છો. તમે તમારાં મોટાઓને જુઓ, કેટલા વિકારી શરાબી
છે. દારુ બહુજ ખરાબ ચીજ છે. સતયુગ માં તો છે જ શુદ્ધ આત્માઓ પછી નીચે ઊતરતાં -ઊતરતાં
બિલકુલ છી-છી થઈ જાય છે એટલા માટે આને રૌરવ નર્ક કહેવાય છે. દારુ એવી ચીજ છે જે ઝઘડો,
મારામારી, નુકસાન કરવામાં વાર નથી કરતાં. આ સમયે મનુષ્ય ની બુદ્ધિ જાણે ભ્રષ્ટ થઈ
ગઈ છે. માયા બહુજ દુશ્તર છે. બાપ સર્વ શક્તિવાન છે, સુખ આપવા વાળા. તે પછી માયા
બહુજ દુઃખ આપવા વાળી છે. કળયુગ માં મનુષ્યની હાલત શું થઈ જાય છે, એકદમ જડજડીભૂત.
કંઈ પણ સમજતા નથી, જાણે પથ્થરબુદ્ધિ. આ પણ ડ્રામા છે ને? કોઈની તકદીરમાં નથી તો પછી
એવી બુદ્ધિ બની જાય છે. બાપ જ્ઞાન તો બહુ સહજ આપે છે. બાળકો-બાળકો કહી સમજાવતાં રહે
છે. માતાઓ પણ કહે છે અમને ૫ લૌકિક બાળકો છે અને એક છે પારલૌકિક બાળક. જે અમને
સુખધામ માં લઈ જવાં આવ્યાં છે. બાપ પણ સમજે છે તો બાળક પણ સમજે છે. જાદુગર થયા ને?
બાપ જાદુગર તો બાળકો પણ જાદુગર બની જાય છે. કહે છે બાબા અમારા બાળક પણ છે. તો બાપ
ને ફોલો કરી એવું બનવું જોઈએ. સ્વર્ગ માં તેમનું રાજ્ય હતું ને? શાસ્ત્રો માં આ વાતો
છે નહીં. આ ભક્તિ માર્ગ નાં શાસ્ત્રો ની પણ ડ્રામામાં નોંધ છે. ફરી પણ થશે. આ પણ
બાપ સમજાવે છે ભણાવવા વાળા શિક્ષક તો જોઈએ ને? પુસ્તક થોડી જ શિક્ષક બની શકે? તો પછી
શિક્ષક ની દરકાર ન રહે. આ પુસ્તક વગેરે સતયુગ માં હોતા નથી.
બાપ સમજાવે છે તમે
આત્માને તો સમજો છો ને? આત્માઓનાં બાપ પણ જરુર છે. જ્યારે કોઈ આવે છે તો બધાં કહે
છે હિન્દુ-મુસ્લિમ ભાઈ-ભાઈ, અર્થ કંઈ નથી સમજતાં. ભાઈ-ભાઈ નો અર્થ સમજાવવો જોઈએ ને?
જરુર તેમનાં બાપ પણ હશે. આટલી પાઈ-પૈસા ની સમજણ પણ નથી રહી. ભગવાનુવાચ આ બહુ જ
જન્મોનાં અંતનો જન્મ છે. અર્થ કેટલો સ્પષ્ટ છે. કોઈ ગ્લાનિ નથી કરતાં. બાપ તો રસ્તો
બતાવે છે. નંબરવન થી લાસ્ટ. ગોરા થી શ્યામ બને છે. તમે પણ સમજો છો-અમે ગોરા હતા ફરી
આવા બનીશું. બાપ ને યાદ કરવાથી જ આ બનીશું. આ છે રાવણ રાજ્ય. રામ રાજ્ય ને કહેવાય
છે શિવાલય. સીતા નાં રામ, તેમણે તો ત્રેતામાં રાજ્ય કર્યું છે, આમાં પણ સમજવાની વાત
છે. બે કળા ઓછી કહેવાય છે. સતયુગ છે ઊંચ, તેને યાદ કરે છે ત્રેતા અને દ્વાપર ને એટલું
યાદ નથી કરતાં. સતયુગ છે નવી દુનિયા અને કળયુગ છે જૂની દુનિયા. ૧૦૦ ટકા સુખ અને ૧૦૦
ટકા દુઃખ. તે ત્રેતા અને દ્વાપર છે સેમી એટલા માટે મુખ્ય સતયુગ અને કળયુગ ગવાય છે.
બાપ સતયુગ સ્થાપન કરી રહ્યા છે. હવે તમારું કામ છે પુરુષાર્થ કરવાનું. સતયુગ નિવાસી
બનશો કે ત્રેતા નિવાસી બનશો? દ્વાપરમાં ફરી નીચે ઉતરો છો. તો પણ છો તો દેવી-દેવતા
ધર્મનાં. પરંતુ પતિત હોવાનાં કારણે સ્વયંને દેવી- દેવતા કહી નથી શકતાં. તો બાપ
મીઠાં-મીઠાં બાળકોને રોજ-રોજ સમજાવે છે. મુખ્ય વાત છે જ મનમનાભવ ની. તમે જે નંબરવન
બનો છો. ૮૪ નું ચક્ર લગાવીને છેલ્લે આવો છો ફરી નંબરવન માં જાઓ છો તો હવે બેહદનાં
બાપને યાદ કરવાનાં છે. એ છે બેહદનાં બાપ. પુરુષોત્તમ સંગમયુગ પર જ બેહદનાં બાપ આવીને
૨૧ પેઢી સ્વર્ગનું સુખ તમને આપે છે. પેઢી જ્યારે પૂરી થાય છે ત્યારે તમે જાતેજ શરીર
છોડો છો. યોગબળ છે ને ? કાયદો જ આવો રચેલો છે, આને કહેવાય છે યોગબળ. ત્યાં જ્ઞાનની
વાત નથી રહેતી. આપોઆપ તમે વૃધ્ધ થાઓ છો. ત્યાં કોઈ બિમારી વગેરે હોતી નથી. લંગડા કે
વાંકા-ચૂકા નથી હોતા. સદા સ્વસ્થ રહો છો. ત્યાં દુઃખનું નામ-નિશાન નથી રહેતું. પછી
થોડી-થોડી કળા ઓછી થાય છે. હવે બાળકોને પુરુષાર્થ કરવાનો છે, બેહદનાં બાપ પાસેથી
ઊંચ વારસો મેળવવાનો. પાસ વિથ ઓનર થવું જોઈએ ને? બધાં તો ઊંચ પદ નથી મેળવી શકતાં. જે
સર્વિસ જ નથી કરતા તે શું પદ મેળવશે? મ્યુઝિયમ માં બાળકો કેટલી સેવા કરે છે, વગર
બોલાવીએ લોકો આવી જાય છે. આને વિહંગ માર્ગ ની સર્વિસ કહેવાય છે. ખબર નહી, આનાથી પણ
બીજી કોઈ વિહંગ માર્ગ ની સર્વિસ નીકળે. બે-ચાર મુખ્ય ચિત્ર જરુર સાથે હોય. મોટા-મોટા
ત્રિમૂર્તિ, ઝાડ, ગોળો, સીડી-આ તો દરેક જગ્યાએ બહુજ મોટા-મોટા હોય. જયારે બાળકો
હોશિયાર થશે ત્યારે તો સર્વિસ થશે ને? સર્વિસ તો થવાની જ છે. ગામડામાં પણ સર્વિસ
કરવાની છે. માતાઓ ભલે ભણેલી-ગણેલી નથી પરંતુ બાપ નો પરિચય આપવો તો બહુ જ સહજ છે.
પહેલા સ્ત્રીઓ ભણતી નહોતી. મુસલમાનો નાં રાજ્યમાં એક આંખ ખોલીને બહાર નીકળતી હતી. આ
બાબા બહુજ અનુભવી છે. બાપ કહે છે હું આ બધુ નથી જાણતો. હું તો ઉપર માં રહું છું. આ
બધી વાતો આ બ્રહ્મા તમને સંભળાવે છે. આ અનુભવી છે, હું તો મનમનાભવ ની વાતો જ સંભળાવું
છું અને સૃષ્ટિ ચક્ર નાં રહસ્ય સમજાવું છું, જે આ નથી જાણતા. આ પોતાનો અનુભવ અલગ
સમજાવે છે, હું આ વાતો માં નથી જતો. મારો પાર્ટ છે ફક્ત તમને રસ્તો બતાવવાનો. હું
બાપ, શિક્ષક, ગુરુ છું. શિક્ષક બની તમને ભણાવું છું, બાકી આમાં કૃપા વગેરે ની કોઈ
વાત નથી. ભણાવું છું પછી સાથે લઈ જવાનો છું. આ ભણતર થી જ સદ્દ્ગતિ થાય છે. હું આવ્યો
જ છું તમને લઈ જવા. શિવની જાન ગવાયેલી છે. શંકર ની જાન નથી હોતી. શિવની જાન છે, બધા
આત્માઓ વરરાજા ની પાછળ જાય છે ને? આ બધી છે ભક્તિઓ, હું છું ભગવાન. તમે મને બોલાવ્યો
જ છે પાવન બનાવીને સાથે લઈ જવા. તો હું તમને બાળકોને સાથે લઈ જ જઈશ. હિસાબ-કિતાબ
ચૂકતુ કરાવીને લઈ જ જવાનો છું.
બાપ ઘડી-ઘડી કહે છે
મનમનાભવ. બાપ ને યાદ કરો તો વારસો પણ જરુર યાદ પડશે. વિશ્વની બાદશાહી મળે છે ને?
તેનાં માટે પુરુષાર્થ પણ એવો કરવાનો છે. આપ બાળકોને કોઈ તકલીફ નથી આપતો. જાણું છું
તમે બહુ જ દુઃખ જોયા છે. હવે તમને કોઈ તકલીફ નથી આપતો. ભક્તિ માર્ગ માં આયુષ્ય પણ
ઓછું હોય છે. અકાળે મૃત્યુ થઇ જાય છે, કેટલું યા હુસૈન (હાય-હાય) કરે છે. કેટલું
દુઃખ ઉઠાવે છે. મગજ જ ખરાબ થઈ જાય છે. હવે બાપ કહે છે ફક્ત મને યાદ કરતા રહો.
સ્વર્ગનાં માલિક બનવું હોય તો દૈવી ગુણ પણ ધારણ કરવાના છે. પુરુષાર્થ હંમેશા ઊંચા
બનવાનો કરાય છે-અમે લક્ષ્મી-નારાયણ બનીએ. બાપ કહે છે હું સૂર્યવંશી-ચંદ્રવંશી, બંને
ધર્મની સ્થાપના કરું છું. તેઓ નપાસ થાય છે એટલે ક્ષત્રિય કહેવાય છે. યુદ્ધનું મેદાન
છે ને. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સુખધામ નાં
વારસાનો પૂરો અધિકાર લેવા માટે સંગમ પર રુહાની જાદુગર બની બાપ ને પણ પોતાના બાળક
બનાવી લેવાનાં છે. પૂરે-પૂરા બલિહાર જવાનું છે.
2. સ્વદર્શન ચક્રધારી
બની સ્વયંને ભાગ્યશાળી તારાઓ બનાવવાનાં છે. વિહંગ માર્ગની સેવાનાં નિમિત્ત બની ઊંચ
પદ લેવાનું છે. ગામે-ગામમાં સેવા કરવાની છે. સાથે-સાથે યાદનો ચાર્ટ પણ જરુર રાખવાનો
છે.
વરદાન :-
દ્રઢ સંકલ્પ ની તીલી થી
આત્મિક બોમ્બની આતિશબાજી ચલાવવા વાળા સદા વિજયી ભવ
આજકાલ આતિશબાજીમાં
બોમ્બ બનાવે છે પરંતુ તમે દ્રઢ સંકલ્પની તીલીથી આત્મિક બોમ્બ ની આતિશબાજી જલાવો
જેનાથી જુના બધા સમાપ્ત થઈ જાય. તે લોકો તો આતિશબાજીમાં પૈસા ગુમાવશે અને તમે કમાશો.
તે આતિશબાજી છે અને તમારી ઉડતી કળાની બાજી છે. એમાં તમે વિજયી બની જાઓ છો. તો ડબલ
ફાયદો લો, જલાવો પણ, કમાવો પણ-આ વિધિ અપનાવો.
સ્લોગન :-
કોઈ વિશેષ
કાર્યમાં મદદગાર બનવું જ દુવાઓની લીફ્ટ લેવી છે.