03-01-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
નિરાકાર બાપ તમને સ્વયં ની મત આપીને આસ્તિક બનાવે છે , આસ્તિક બનવાથી જ તમે બાપ નો
વારસો લઈ શકો છો”
પ્રશ્ન :-
બેહદની રાજાઈ પ્રાપ્ત કરવા માટે કઈ બે વાતો પર પૂરે-પૂરું અટેન્શન (ધ્યાન) આપવું
જોઈએ?
ઉત્તર :-
૧.ભણતર અને ૨.સર્વિસ (સેવા). સર્વિસ માટે લક્ષણ પણ બહુજ સારા જોઈએ. આ ભણતર બહુજ
વન્ડરફુલ છે આનાંથી તમે રાજાઈ પ્રાપ્ત કરો છો. દ્વાપર થી ધન-દાન કરવાથી રાજાઈ મળે
છે પરંતુ હમણાં તમે ભણતર થી પ્રિન્સ-પ્રિન્સેઝ (રાજકુમાર-રાજકુમારી) બનો છો.
ગીત :-
હમારે તીર્થ
ન્યારે હૈ…
ઓમ શાંતિ!
મીઠાં - મીઠાં
રુહાની બાળકોએ ગીત ની એક લીટી સાંભળી. તમારાં તીર્થ છે - ઘર માં બેઠાં શાંતિ થી
મુક્તિધામ પહોંચવાનું. દુનિયાનાં તીર્થ તો સાધારણ છે, તમારાં છે ન્યારા. મનુષ્યો નો
બુદ્ધિયોગ તો સાધુ-સંતો વગેરે તરફ બહુજ ભટકતો રહે છે. આપ બાળકો ને તો ફક્ત બાપ ને જ
યાદ કરવાનું ડાયરેક્શન મળ્યું છે. એ છે નિરાકાર બાપ. એવું નથી કે નિરાકાર ને માનવા
વાળા નિરાકારી મત નાં થયાં. દુનિયામાં મત-મતાંતર તો બહુજ છે ને? આ એક નિરાકારી મત
નિરાકાર બાપ આપે છે, જેનાંથી મનુષ્ય ઊંચા માં ઊંચું પદ જીવનમુક્તિ કે મુક્તિ પામે
છે. આ વાતો ને જાણતા કંઈ જ નથી. ફક્ત એમ જ કહી દે છે નિરાકાર ને માનવાવાળા છે.
અનેકાનેક મતો છે. સતયુગ માં તો હોય છે એક મત. કળિયુગ માં છે અનેક મત. અનેક ધર્મ છે,
લાખો-કરોડો મતો હશે. ઘર-ઘર માં દરેક ની પોતાની મત. અહીં આપ બાળકો ને એક જ બાપ ઊંચા
માં ઊંચી મત આપે છે, ઊંચે થી ઊંચા બનાવવાની. તમારાં ચિત્ર જોઈને ઘણાં લોકો કહે છે આ
શું બનાવ્યું છે? મુખ્ય વાત શું છે? બોલો, આ રચતા મને રચના નું આદિ-મધ્ય-અંત નું
જ્ઞાન છે, જે જ્ઞાન થી આપણે આસ્તિક બનીએ છીએ. આસ્તિક બનવાથી બાપ પાસેથી વારસો મળે
છે. નાસ્તિક બનવાથી વારસો ગુમાવ્યો છે. હમણાં આપ બાળકો નો ધંધો જ આ છે - નાસ્તિક ને
આસ્તિક બનાવવાં. આ પરિચય તમને મળ્યો છે બાપ પાસેથી. ત્રિમૂર્તિ નું ચિત્ર બહુજ
ક્લીયર (સ્પષ્ટ) છે. બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ તો જરુર જોઈએ ને? બ્રાહ્મણો થી જ યજ્ઞ
ચાલે છે. આ બહુજ ભારે યજ્ઞ છે. પહેલાં-પહેલાં તો આ સમજવવાનું હોય છે કે ઊંચા માં
ઊંચા બાપ છે. બધા આત્માઓ ભાઈ-ભાઈ થયાં. બધા એક બાપ ને યાદ કરે છે. એમને બાપ કહે છે,
વારસો પણ રચતા બાપ પાસેથી જ મળે છે. રચના થી તો મળી ન શકે એટલે ઈશ્વર ને બધા યાદ કરે
છે. હવે બાપ છે જ સ્વર્ગ નાં રચયિતા અને ભારત માં જ આવે છે, આવીને આ કાર્ય કરે છે.
ત્રિમૂર્તિ નું ચિત્ર બહુજ સરસ ચીજ છે. આ બાબા, આ દાદા. બ્રહ્મા દ્વારા બાબા
સૂર્યવંશી ઘરાના ની સ્થાપના કરી રહ્યાં છે. બાપ કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ
થાય. મુખ્ય-ઉદ્દેશ પૂરો છે એટલે બાબા મેડલ્સ પણ બનાવડાવે છે. બોલો, ટૂંક માં ટૂંક
બે અક્ષર માં તમને સમજાવીએ છીએ. બાપ પાસેથી સેકન્ડ માં વારસો મળવો જોઈએ ને? બાપ છે
જ સ્વર્ગ નાં રચયિતા. આ મેડલ્સ તો બહુજ સારી ચીજ છે. પરંતુ બહુજ દેહ-અભિમાની બાળકો
સમજતા નથી. આમાં આખું જ્ઞાન છે-એક સેકન્ડ નું. બાબા ભારતને જ આવીને સ્વર્ગ બનાવે
છે. નવી દુનિયા બાપ જ સ્થાપન કરે છે. આ પુરુષોત્તમ સંગમયુગ પણ ગવાયેલ છે. આ બધું
જ્ઞાન બુદ્ધિ માં ટપકવું જોઈએ. કોઈનો યોગ છે તો પછી જ્ઞાન નથી, ધારણા નથી થતી.
સર્વિસ કરવાવાળા બાળકો ને જ્ઞાન ની ધારણા સારી થઈ શકે છે. બાપ આવીને મનુષ્ય ને દેવતા
બનાવવાની સેવા કરે અને બાળકો કોઇ સેવા ન કરે તો તે શું કામ નાં? તે દિલ પર ચઢી કેવી
રીતે શકે? બાપ કહે છે-ડ્રામા માં મારો પાર્ટ જ છે રાવણ રાજ્ય થી બધાને છોડાવવાં.
રામરાજ્ય અને રાવણરાજ્ય ભારત માં જ ગવાયેલું છે. હવે રામ કોણ છે? આ પણ જાણતા નથી.
ગાય પણ છે - પતિત-પાવન, ભક્તો નાં ભગવાન એક. તો પહેલાં-પહેલાં જ્યારે કોઈ અંદર આવે
તો બાપ નો પરિચય આપો. મનુષ્ય-મનુષ્ય જોઈને સમજાવવું જોઈએ. બેહદ નાં બાપ આવે જ છે
બેહદ નાં સુખ નો વારસો આપવાં. એમને પોતાનું શરીર તો છે નહીં તો વારસો કેવી રીતે આપે
છે? સ્વયં કહે છે કે હું આ બ્રહ્મા તન થી ભણાવીને, રાજયોગ શીખવાડી આ પદ પ્રાપ્ત
કરાવું છું. આ મેડલ માં સેકન્ડ ની સમજણ છે. કેટલું નાનું મેડલ છે પરંતુ સમજાવવા વાળા
ખૂબ દેહી-અભિમાની જોઈએ. તે બહુજ ઓછા છે. આ મહેનત કોઈને પહોંચતી નથી એટલે બાબા કહે
છે ચાર્ટ રાખીને જુઓ - આખાં દિવસમાં અમે કેટલો સમય યાદ માં રહીએ છીએ? આખો દિવસ ઓફિસ
માં કામ કરતાં યાદ માં રહેવાનું છે. કર્મ તો કરવાનું જ છે. અહીં યોગ માં બેસાડીને
કહે છે બાપ ને યાદ કરો. તે સમયે કર્મ તો કરતાં નથી. તમારે તો કર્મ કરતાં યાદ કરવાનું
છે. નહીં તો બેસવાની આદત પડી જાય છે. કર્મ કરતાં યાદ માં રહેશો ત્યારે કર્મયોગી
સિદ્ધ થશો. પાર્ટ તો જરુર ભજવવાનો છે, આમાં જ માયા વિઘ્ન નાખે છે. સચ્ચાઈ થી ચાર્ટ
પણ કોઈ લખતા નથી. કોઈ-કોઈ લખે છે, અડધો કલાક, પોણો કલાક યાદ માં રહ્યાં. તે પણ સવારે
જ યાદ માં બેસતાં હશે. ભક્તિમાર્ગ માં પણ સવારે ઊઠીને રામ ની માળા જપે છે. એવું પણ
નથી, તે સમયે એક જ ધૂન માં રહે છે. ના, બીજા પણ ઘણાં સંકલ્પ આવતા રહેશે. હોશિયાર
ભક્તો ની બુદ્ધિ કંઈક સ્થિર રહે છે. આ તો છે અજપાજાપ. નવી વાત છે ને? ગીતા માં પણ
મનમનાભવ અક્ષર છે. પરંતુ શ્રીકૃષ્ણ નું નામ આપવાથી શ્રીકૃષ્ણ ને યાદ કરી લે છે, કંઈ
પણ સમજતા નથી. મેડલ સાથે જરુર હોય. બોલો, બાપ બ્રહ્મા તન થી બેસીને સમજાવે છે, અમે
તે બાપ સાથે પ્રીત રાખીએ છીએ. મનુષ્યો ને તો ન આત્મા નું, ન પરમાત્મા નું જ્ઞાન છે.
સિવાય બાપ નાં આ જ્ઞાન કોઈ આપી ન શકે. આ ત્રિમૂર્તિ શિવ સૌથી મુખ્ય છે. બાપ અને
વારસો. આ ચક્ર ને સમજવું તો ખૂબ સહજ છે. પ્રદર્શન થી પણ પ્રજા તો લાખો બનતી રહે છે
ને? રાજાઓ થોડાં હોય છે, તેમની પ્રજા તો કરોડો નાં અંદાજ માં હોય છે. પ્રજા ઘણી બને
છે, બાકી રાજા બનાવવા માટે પુરુષાર્થ કરવાનો છે. જે વધારે સર્વિસ કરે છે તે જરુર
ઊંચું પદ પામશે. ઘણાં બાળકો ને સર્વિસ નો ખૂબ શોખ હોય છે. કહે છે નોકરી છોડી દઈએ,
ખાવા માટે તો છે જ. બાબા નાં બની ગયાં તો શિવબાબા પાસેથી જ પાલના લઈશું. પરંતુ બાબા
કહે છે - મેં વાનપ્રસ્થ માં પ્રવેશ કર્યો છે ને? માતાઓ પણ જવાન છે તો ઘર માં રહી
બંને સર્વિસ કરવાની છે. બાબા દરેક ની પરિસ્થિતિ ને જોઈ સલાહ આપે છે. લગ્ન વગેરે માટે
જો રજા ન આપે તો હંગામા થઈ જાય એટલે દરેક નો હિસાબ-કિતાબ જોઈને સલાહ આપે છે. કુમાર
છે તો કહેશે તમે સર્વિસ કરી શકો છો. સર્વિસ કરી બેહદ નાં બાપ પાસેથી વારસો લો. તે
બાપ પાસેથી તમને શું મળશે? ધૂળછાઈ. તે તો બધું માટી માં મળી જવાનું છે. દિવસે-દિવસે
સમય ઓછો થતો જાય છે. ઘણાં સમજે છે અમારી મિલકત નાં બાળકો વારિસ બનશે. પરંતુ બાપ કહે
છે કાંઈ પણ મળવાનું નથી. બધી મિલકત ખાખ માં મળી જશે. તેઓ સમજે છે પાછળવાળા ખાશે.
ધનવાન નું ધન ખતમ થવામાં કોઈ વાર નથી લાગતી. મોત તો સામે ઊભું જ છે. કોઈ પણ વરસો લઈ
નહીં શકે. બહુજ થોડાં છે જે પૂરી રીતે સમજાવી શકે છે. વધારે સર્વિસ કરવાવાળા જ ઊંચું
પદ પામશે. તો તેમનો રિગાર્ડ (માન) પણ રાખવો જોઈએ, એમનાથી શિખવાનું છે. ૨૧ જન્મો નાં
માટે રિગાર્ડ રાખવો પડે. ઓટોમેટીક (આપોઆપ) તેઓ જરુર ઊંચું પદ પામશે, તો રિગાર્ડ તો
જ્યાં-ત્યાં રહેવાનો જ છે. સ્વયં પણ સમજી શકે છે, જે મળ્યું છે તે સારું છે, એમાં જ
ખુશ થાય છે.
બેહદની રાજાઈ માટે
ભણતર અને સર્વિસ પર પૂરું અટેન્શન (ધ્યાન) જોઈએ. આ છે બેહદનું ભણતર. આ રાજધાની
સ્થાપન થઈ રહી છે ને? આ ભણતર થી અહીં તમે ભણીને પ્રિન્સ બનો છો. કોઈ પણ મનુષ્ય
ધન-દાન કરે છે તો તે રાજા ની પાસે કે સાહૂકાર ની પાસે જન્મ લે છે. પરંતુ તે છે
અલ્પકાળ નું સુખ. તો આ ભણતર પર બહુજ અટેન્શન આપવું જોઈએ. સર્વિસ ની ફિકર રહેવી જોઈએ.
અમે પોતાનાં ગામ માં જઈને સર્વિસ કરીએ. અનેકોનું કલ્યાણ થઇ જશે. બાબા જાણે છે -
સર્વિસ નો શોખ હજી કોઈક નથી. લક્ષણ પણ તો સારા જોઈએ ને? એવું નહીં કે ડિસસર્વિસ (કુસેવા)
કરે અને યજ્ઞ નું નામ બદનામ કરે અને પોતાનું જ નુકસાન કરી દે. બાબા તો દરેક વાત માટે
સારી રીતે સમજાવે છે. મેડલ્સ વગેરે માટે કેટલી ફિકર રહે છે? પછી સમજાય છે-ડ્રામા
અનુસાર મોડું થાય છે. આ લક્ષ્મી-નારાયણ નાં ટ્રાન્સલાઈટ નું ચિત્ર પણ ફર્સ્ટ ક્લાસ
છે. પરંતુ બાળકો પર આજે બૃહસ્પતિ ની દશા, તો આવતીકાલે ફરી રાહુ ની દશા બેસી જાય છે.
ડ્રામા માં સાક્ષી થઈને પાર્ટ જોવાનો હોય છે. ઊંચ પદ પામવાવાળા ઘણાં ઓછાં હોય છે.
થઈ શકે છે ગ્રહચારી ઉતરી જાય. ગ્રહચારી ઉતરે છે તો પછી જમ્પ (દૌડ) કરી લે છે.
પુરુષાર્થ કરી પોતાનું જીવન બનાવવું જોઈએ, નહીં તો કલ્પ-કલ્પાન્તર માટે સત્યાનાશ થઇ
જશે. સમજશે કલ્પ પહેલાં ની જેમ ગ્રહચારી આવી છે. શ્રીમત પર નહીં ચાલે તો પદ પણ નહીં
મળશે. ઊંચે થી ઊંચી છે ભગવાન ની શ્રીમત. આ લક્ષ્મી-નારાયણ નાં ચિત્ર ને તમારા સિવાય
કોઈ સમજી ન શકે. કહેશે ચિત્ર તો બહુજ સરસ બનાવ્યું છે, બસ, તમને આ ચિત્ર જોવાથી
મૂળવતન, સૂક્ષ્મવતન, સ્થૂળવતન આખાં સૃષ્ટિ નું ચક્ર બુદ્ધિ માં આવી જશે. તમે
નોલેજફુલ બનો છો - નંબરવાર પુરુષાર્થ અનુસાર. બાબા ને તો આ ચિત્ર જોઈ ખુબ ખુશી થાય
છે. વિદ્યાર્થી ને તો ખુશી થવી જોઈએ ને-અમે ભણીને આ બનીએ છીએ. ભણતર થી જ ઊંચું પદ
મળે છે. એવું નહીં કે જે ભાગ્ય માં હશે. પુરુષાર્થ થી જ પ્રારબ્ધ મળે છે. પુરુષાર્થ
કરાવવા વાળા બાપ મળ્યાં છે, એમની શ્રીમત પર નહીં ચાલશું તો દુર્ગતિ થશે.
પહેલાં-પહેલાં તો કોઈને પણ આ મેડલ પર જ સમજાવો પછી જે લાયક હશે તે ઝટ કહેશે-અમને આ
મળી શકે છે? હાં, કેમ નહીં. આ ધર્મ નાં જે હશે તેમને તીર લાગી જશે. તેમનું કલ્યાણ
થઈ શકે છે. બાપ તો સેકન્ડ માં હથેળી પર બહિશ્ત આપે છે, આમાં તો બહુજ ખુશી રહેવી
જોઈએ. તમે શિવ નાં ભક્તો ને આ જ્ઞાન આપો. બોલો, શિવબાબા કહે છે મને યાદ કરો તો
રાજાઓ નાં રાજા બની જશો. બસ, આખો દિવસ આ જ સર્વિસ કરો. ખાસ બનારસ માં શિવ નાં મંદિર
તો ઘણાં છે, ત્યાં સારી સર્વિસ થઈ શકે છે. કોઈ ને કોઈ નીકળશે. બહુજ સહજ સર્વિસ છે.
કોઈ કરીને જુઓ, ખાવાનું તો મળશે જ, સર્વિસ કરીને જુઓ. સેવાકેન્દ્ર તો ત્યાં છે જ.
સવારે જાઓ મંદિર માં, રાત્રે પાછાં આવો. સેવાકેન્દ્ર બનાવી દો. સૌથી વધારે તમે શિવ
નાં મંદિર માં સર્વિસ કરી શકો છો. ઊંચા માં ઊંચું છે જ શિવનું મંદિર. મુંબઈ માં
બાબુલનાથ નું મંદિર છે. આખો દિવસ ત્યાં જઈને સર્વિસ કરી અનેકોનું કલ્યાણ કરી શકો
છો. આ મેડલ જ બસ છે. ટ્રાયલ (કોશિશ) કરીને જુઓ. બાબા કહે છે આ મેડલ લાખ તો શું ૧૦
લાખ બનાવો. વૃદ્ધ લોકો તો ખૂબ સરસ સર્વિસ કરી શકે છે. ઘણી પ્રજા બની જશે. બાપ ફક્ત
કહે છે મને યાદ કરો બસ, મનમનાભવ અક્ષર ભૂલી ગયાં છો. ભગવાનુવાચ છે ને? શિવબાબા,
શ્રીકૃષ્ણ ને પણ આ પદ પ્રાપ્ત કરાવે છે. પછી ધક્કા ખાવાની શું દરકાર છે. બાપ તો કહે
છે ફક્ત મને યાદ કરો. તમે સૌથી સારી સર્વિસ શિવ નાં મંદિર માં કરી શકશો. સર્વિસ ની
સફળતા માટે દેહી-અભિમાની અવસ્થા માં સ્થિત થઈ સર્વિસ કરો. દિલ સાફ તો મુરાદ હાસિલ.
બનારસ માટે તો બાબા ખાસ સલાહ આપે છે ત્યાં વાનપ્રસ્થીઓ નાં આશ્રમ પણ છે. બોલો, અમે
બ્રહ્મા નાં બાળકો બ્રાહ્મણ છીએ. બાપ બ્રહ્મા દ્વારા કહે છે મને યાદ કરો તો વિકર્મ
વિનાશ થાય, બીજો કોઈ ઉપાય નથી. સવાર થી લઈને રાત સુધી શિવ નાં મંદિર માં બેસી
સર્વિસ કરો. ટ્રાય (કોશિશ) કરીને જુઓ. શિવબાબા સ્વયં કહે છે - મારા મંદિર તો ઘણાં
છે. તમને કોઈ પણ કાંઈ કહેશે નહીં, ખૂબ જ ખુશ થશે - આ તો શિવબાબા ની બહુજ મહિમા કરે
છે. બોલો આ બ્રહ્મા, આ બ્રાહ્મણ છે, આ કોઈ દેવતા નથી. આ પણ શિવબાબા ને યાદ કરીને આ
પદ લે છે. આમનાં દ્વારા શિવબાબા કહે છે મામેકમ્ યાદ કરો. કેટલું સહજ છે. વૃદ્ધ ની
કોઈ ઇનસલ્ટ (અપમાન) નહીં કરે. બનારસ માં હજી સુધી એટલી કોઈ સર્વિસ થઈ નથી. મેડલ કે
ચિત્રો પર સમજાવવું ખૂબ સહજ છે. કોઇ ગરીબ છે તો બોલો તમને ફ્રી આપે છે, સાહૂકાર છે
તો બોલો તમે આપશો તો અનેકો નાં કલ્યાણ માટે બીજા પણ છપાવી લઈશું તો તમારું પણ
કલ્યાણ થઇ જશે. આ તમારો ધંધો સૌથી આગળ થઇ જશે. કોઈ ટ્રાયલ કરીને જુઓ. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદાનાં યાદપ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. જ્ઞાન ને
જીવન માં ધારણ કરી પછી સર્વિસ કરવાની છે. જે વધારે સર્વિસ કરે છે, સારા લક્ષણ છે
તેમનો રિગાર્ડ પણ જરુર રાખવાનો છે.
2. કર્મ કરતાં યાદ
માં રહેવાની આદત પાડવાની છે. સર્વિસ ની સફળતા માટે પોતાની અવસ્થા દેહી-અભિમાની
બનાવવાની છે. દિલ સાફ રાખવાનું છે.
વરદાન :-
સર્વ સમસ્યાઓ
ની વિદાય નો સમારોહ મનાવવા વાળા સમાધાન સ્વરુપ ભવ
સમાધાન સ્વરુપ આત્માઓ
ની માળા ત્યારે તૈયાર થશે જ્યારે આપ પોતાની સંપૂર્ણ સ્થિતિ માં સ્થિત હશો. સંપૂર્ણ
સ્થિતિ માં સમસ્યાઓ બાળપણ નો ખેલ અનુભવ થાય છે અર્થાત્ સમાપ્ત થઈ જાય છે. જેવી રીતે
બ્રહ્મા-બાપ ની સામે જો કોઈ બાળક સમસ્યા લઈને આવતું હતું તો સમસ્યા ની વાતો બોલવાની
હિંમત પણ નહોતી થતી, તે વાતો જ ભુલાઈ જતી હતી. એવી રીતે આપ બાળકો પણ સમાધાન સ્વરુપ
બનો અડધા કલ્પ માટે સમસ્યાઓ નો વિદાય સમારોહ થઈ જાય. વિશ્વની સમસ્યાઓનું સમાધાન જ
પરિવર્તન છે.
સ્લોગન :-
જે સદા જ્ઞાન
નું સિમરણ કરે છે તે માયા નાં આકર્ષણ થી બચી જાય છે.
પોતાની શક્તિશાળી
મન્સા દ્વારા સકાશ આપવાની સેવા કરો
પોતાના ડબલ લાઈટ
ફરિશ્તા સ્વરુપ માં સ્થિત થઈ, સાક્ષી બની બધો પાર્ટ જોતા સકાશ અર્થાત્ સહયોગ આપો
કારણકે આપ સર્વ નાં કલ્યાણ નાં નિમિત્ત છો. આ સકાશ આપવી જ નિભાવવાનું છે, પરંતુ ઉંચી
સ્ટેજ પર સ્થિત થઈને સકાશ આપો. વાણી ની સેવા ની સાથે-સાથે મન્સા શુભ ભાવનાઓ ની
વૃત્તિ દ્વારા સકાશ આપવાની સેવા કરો.