03-01-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - કદમ
- કદમ પર શ્રીમત પર ચાલતાં રહો , આ બ્રહ્મા ની મત છે કે શિવબાબા ની , આમાં મૂંઝાઓ
નહીં”
પ્રશ્ન :-
સારા મગજ વાળા બાળકો કઈ ગુહ્ય વાત સહજ જ સમજી શકે છે?
ઉત્તર :-
બ્રહ્મા બાબા સમજાવી રહ્યાં છે કે શિવબાબા - આ વાત સારા મગજ વાળા સહજ જ સમજી લેશે.
ઘણાં તો આમાં જ મુંઝાઈ જાય છે. બાબા કહે છે - બાળકો, બાપદાદા બંને ભેગાં છે. તમે
મૂંઝાઓ નહીં. શ્રીમત સમજીને ચાલતાં રહો. બ્રહ્મા ની મત નાં જવાબદાર પણ શિવબાબા છે.
ઓમ શાંતિ!
રુહાની બાપ
બાળકો ને સમજાવી રહ્યાં છે, તમે સમજો છો આપણે બ્રાહ્મણ જ રુહાની બાપ ને ઓળખીએ છીએ.
દુનિયામાં કોઈ પણ મનુષ્ય માત્ર રુહાની બાપ, જેમને ગોડફાધર અથવા પરમપિતા પરમાત્મા કહે
છે, એમને જાણતા નથી. જ્યારે એ રુહાની બાપ આવે ત્યારે જ રુહાની બાળકો ને પરિચય આપે.
આ નોલેજ ન સૃષ્ટિ નાં આદિ માં રહે છે, ન કે સૃષ્ટિ નાં અંત માં રહે છે. હમણાં તમને
નોલેજ મળી છે, આ છે સૃષ્ટિ નાં અંત અને આદિ નો સંગમયુગ. આ સંગમયુગ ને પણ નથી જાણતા
તો બાપ ને કેવી રીતે જાણી શકશે? કહે છે - હે પતિત-પાવન આવો, આવીને પાવન બનાવો, પરંતુ
એ ખબર નથી કે પતિત-પાવન કોણ છે અને એ ક્યારે આવશે? બાપ કહે છે - હું જે છું જેવો
છું, મને કોઈ પણ નથી જાણતાં. જ્યારે હું આવીને પરિચય આપું ત્યારે મને જાણે. હું
સ્વયં નો અને સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નો પરિચય સંગમયુગ પર એક જ વખત આવીને આપું
છું. કલ્પ પછી ફરી થી આવું છું. તમને જે સમજાવું છું તે પછી પ્રાયઃલોપ થઈ જાય છે.
સતયુગ થી લઈને કળિયુગ અંત સુધી કોઈ પણ મનુષ્ય માત્ર મુજ પરમપિતા પરમાત્મા ને નથી
જાણતાં. નથી બ્રહ્મા-વિષ્ણુ-શંકર ને જાણતાં. મને મનુષ્ય જ પોકારે છે.
બ્રહ્મા-વિષ્ણુ-શંકર થોડી પોકારે છે? મનુષ્ય દુઃખી થાય છે ત્યારે પોકારે છે.
સૂક્ષ્મવતન ની તો વાત જ નથી. રુહાની બાપ આવીને પોતાનાં રુહાની બાળકો અર્થાત્ રુહો
ને બેસીને સમજાવે છે. અચ્છા, રુહાની બાપ નું નામ શું છે? બાબા જેમને કહેવાય છે,
જરુર કાંઈક નામ હોવું જોઈએ. બરોબર નામ એક જ ગવાય છે શિવ. આ પ્રસિદ્ધ છે પરંતુ
મનુષ્યોએ અનેક નામ રાખ્યાં છે. ભક્તિમાર્ગ માં પોતાની જ બુદ્ધિ થી આ લિંગ રુપ બનાવી
દીધું છે. નામ છતાં પણ શિવ છે. બાપ કહે છે હું એક વખત આવું છું. આવીને
મુક્તિ-જીવનમુક્તિ નો વારસો આપું છું. મનુષ્ય ભલે નામ લે છે - મુક્તિધામ,
નિર્વાણધામ, પરંતુ જાણતા કાંઈ નથી. નથી બાપ ને જાણતાં, નથી દેવતાઓ ને. આ કોઈને પણ
ખબર નથી બાપ ભારત માં આવીને કેવી રીતે રાજધાની સ્થાપન કરે છે. શાસ્ત્રો માં પણ એવી
કોઈ વાત નથી કે પરમપિતા પરમાત્મા કેવી રીતે આવીને આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની
સ્થાપના કરે છે. એવું નથી સતયુગ માં દેવતાઓ ને જ્ઞાન હતું, જે ગુમ થઈ ગયું. ના, જો
દેવતાઓ માં પણ આ જ્ઞાન હોત તો ચાલ્યું આવત. ઈસ્લામી, બૌદ્ધી વગેરે જે છે તેમનું
જ્ઞાન ચાલ્યું આવે છે. બધા જાણે છે - આ જ્ઞાન પ્રાયઃલોપ થઈ જાય છે. હું જ્યારે આવું
છું તો જે આત્માઓ પતિત બની રાજ્ય ગુમાવી બેઠાં છે તેમને આવીને પછી પાવન બનાવું છું.
ભારત માં રાજ્ય હતું પછી ગુમાવ્યું કેવી રીતે, તે પણ કોઈને ખબર નથી એટલે બાપ કહે છે
બાળકો ની કેટલી તુચ્છ બુદ્ધિ બની ગઈ છે. હું બાળકો ને આ જ્ઞાન આપી પ્રારબ્ધ આપું
છું પછી બધા ભુલી જાય છે. કેવી રીતે બાપ આવ્યાં, કેવી રીતે બાળકો ને શિક્ષા આપી, તે
બધું ભૂલી જાય છે. આ પણ ડ્રામા માં નોંધ છે. બાળકો ને વિચાર સાગર મંથન કરવાની વિશાળ
બુદ્ધિ જોઈએ.
બાપ કહે છે આ જે
શાસ્ત્ર વગેરે તમે વાંચતા આવ્યાં છો આ સતયુગ-ત્રેતા માં નહોતાં વાંચતાં. ત્યાં હતાં
જ નહીં. તમે આ નોલેજ ભૂલી જાઓ છો પછી ગીતા વગેરે શાસ્ત્ર ક્યાંથી આવ્યાં? જેમણે ગીતા
સાંભળીને આ પદ મેળવ્યું છે એ જ નથી જાણતા તો બીજા પછી કેવી રીતે જાણી શકે? દેવતાઓ
પણ જાણી નથી શકતાં. અમે મનુષ્ય થી દેવતા કેવી રીતે બન્યાં? તે પુરુષાર્થ નો પાર્ટ જ
બંધ થઈ ગયો. તમારી પ્રારબ્ધ શરુ થઈ ગઈ. ત્યાં આ નોલેજ કેવી રીતે હોય શકે? બાપ સમજાવે
છે આ નોલેજ તમને ફરી થી મળી રહી છે, કલ્પ પહેલાં ની જેમ. તમને રાજયોગ શીખવાડી
પ્રારબ્ધ અપાય છે. પછી ત્યાં તો દુર્ગતિ નથી. તો જ્ઞાન ની વાત પણ ઉઠી નથી શકતી.
જ્ઞાન છે જ સદ્દગતિ મેળવવા માટે. એ આપવા વાળા એક બાપ છે. સદ્દગતિ અને દુર્ગતિ નો
શબ્દ અહીંયા થી નીકળે છે. સદ્દગતિ ને ભારતવાસી જ પ્રાપ્ત કરે છે. સમજે છે હેવનલી
ગોડફાધરે હેવન (સ્વર્ગ) રચ્યું હતું. ક્યારે રચ્યું? આ કાંઈ પણ ખબર નથી. શાસ્ત્રો
માં લાખો વર્ષ લખી દીધું છે. બાપ કહે છે - બાળકો, તમને ફરી થી નોલેજ આપું છું પછી આ
નોલેજ ખલાસ થઈ જાય છે તો ભક્તિ શરુ થાય છે. અડધોકલ્પ છે જ્ઞાન, અડધોકલ્પ છે ભક્તિ.
આ પણ કોઈ નથી જાણતાં. સતયુગ ની આયુ જ લાખો વર્ષ આપી દીધી છે. તો ખબર કેવી રીતે પડે?
૫ હજાર વર્ષ ની વાત પણ ભૂલી ગયા છે. તો લાખો વર્ષ ની વાત કેવી રીતે જાણી શકે. કાંઈ
પણ સમજતા નથી. બાપ કેટલું સહજ સમજાવે છે. કલ્પ ની આયુ ૫ હજાર વર્ષ છે. યુગ જ ૪ છે.
ચારેય નો એકસરખો સમય ૧૨૫૦ વર્ષ છે. બ્રાહ્મણો નો આ મિડગેટ (સંગમ) યુગ છે. ખૂબ નાનો
છે તે ૪ યુગો થી. તો બાપ ભિન્ન-ભિન્ન રીતે થી, નવાં-નવાં પોઈન્ટ્સ સહજ રીતે બાળકો
ને સમજાવતા રહે છે. ધારણા તમારે કરવાની છે. મહેનત તમારે કરવાની છે. ડ્રામા અનુસાર
જે સમજાવતો આવ્યો છું તે પાર્ટ ચાલ્યો આવે છે. જે બતાવવાનું હતું એ જ આજે બતાવી
રહ્યો છું. ઈમર્જ (જાગૃત) થતું રહે છે. તમે સાંભળતા જાઓ છો. તમારે જ ધારણ કરવાનું
અને કરાવવાનું છે. મારે તો ધારણ નથી કરવાનું. તમને સંભળાવું છું, ધારણા કરાવું છું.
મારા આત્મા માં પાર્ટ છે પતિતો ને પાવન બનાવવાનો. જે કલ્પ પહેલાં સમજાવ્યું હતું એ
જ નીકળતું રહે છે. હું પહેલાં થી જાણતો નહોતો કે શું સંભળાવીશ? ભલે આમનો આત્મા
વિચાર સાગર મંથન કરતો હોય. આ વિચાર સાગર મંથન કરી સંભળાવે છે કે બાબા સંભળાવે છે -
આ ખુબ ગુહ્ય વાતો છે, આમાં મગજ ખુબ સારું જોઈએ. જે સર્વિસ (સેવા) માં તત્પર હશે
તેમનું જ વિચાર સાગર મંથન ચાલતું હશે.
હકીકત માં કન્યાઓ
બંધનમુક્ત હોય છે. તે આ રુહાની ભણતર માં લાગી જાય, બંધન તો કોઈ નથી. કુમારીઓ સારું
ઉઠાવી શકે છે, તેમણે છે જ ભણવાનું અને ભણાવવાનું. તેમને કમાણી કરવાની જરુર નથી.
કુમારી જો સારી રીતે આ નોલેજ સમજી જાય તો સૌથી સારી છે. સેન્સિબલ (સમજદાર) હશે તો
બસ રુહાની કમાણી માં લાગી જશે. ઘણી તો શોખ થી લૌકિક ભણતર ભણતી રહે છે. સમજાવાય છે -
આનાથી કોઈ ફાયદો નથી. તમે આ રુહાની ભણતર ભણીને સર્વિસ માં લાગી જાઓ. તે ભણતર તો કોઈ
કામ નું નથી. ભણીને ચાલ્યાં જાય છે ગૃહસ્થ વ્યવહાર માં. ગૃહસ્થી માતાઓ બની જાય છે.
કન્યાઓએ તો આ નોલેજ માં લાગી જવું જોઈએ. કદમ-કદમ શ્રીમત પર ચાલી ધારણા માં લાગી
જવાનું છે. મમ્મા શરુઆત થી આવી અને પછી આ ભણતર માં લાગી ગઈ, કેટલી કુમારીઓ તો ગુમ
થઈ ગઈ. કુમારીઓ ને સારો ચાન્સ (તક) છે. શ્રીમત પર ચાલે તો ખૂબ ફર્સ્ટ ક્લાસ થઈ જાય.
આ શ્રીમત છે કે બ્રહ્મા ની મત છે - આમાં જ મુંઝાઈ જાય છે. છતાં પણ આ બાબા નો રથ છે
ને? આમનાં થી કોઈ ભૂલ થઈ જાય, તમે શ્રીમત પર ચાલતાં રહેશો તો જાતે જ ઠીક કરી દેશે.
શ્રીમત મળશે પણ આમનાં દ્વારા. સદૈવ સમજવું જોઈએ શ્રીમત મળે છે પછી કાંઈ પણ થાય -
જવાબદાર સ્વયં (શિવ બાબા) છે. આમનાં થી કાંઈ થઈ જાય છે, બાબા કહે છે હું જવાબદાર
છું. ડ્રામા માં આ રહસ્ય નોંધાયેલા છે. આને પણ સુધારી શકાય છે. છતાં પણ બાપ છે ને?
બાપદાદા બંને સાથે છે તો મૂંઝાઈ જાય છે. ખબર નહીં શિવબાબા કહે છે કે બ્રહ્મા કહે
છે. જો સમજે શિવબાબા જ મત આપે છે તો ક્યારેય પણ હલશે નહીં. શિવબાબા જે સમજાવે છે તે
સાચ્ચું જ છે. તમે કહો છો બાબા તમે જ અમારા બાપ-શિક્ષક-ગુરુ છો. તો શ્રીમત પર ચાલવું
જોઈએ ને? જે કહે તેનાં પર ચાલો. હંમેશા સમજો શિવ બાબા કહે છે - એ છે કલ્યાણકારી,
આમની જવાબદારી પણ એમનાં પર છે. એમનો રથ છે ને? મૂંઝાઓ છો કેમ, ખબર નહીં આ બ્રહ્મા
ની સલાહ છે કે શિવ ની? તમે કેમ નથી સમજતા શિવબાબા જ સમજાવે છે. શ્રીમત જે કહે તે
કરતા રહો. બીજાની મત પર તમે આવો જ કેમ છો? શ્રીમત પર ચાલવા થી ક્યારેય ઝુટકા નહીં
આવશે. પરંતુ ચાલી નથી શકતાં, મુંઝાઈ જાય છે. બાબા કહે છે તમે શ્રીમત પર નિશ્ચય રાખો
તો હું જવાબદાર છું. તમે નિશ્ચય જ નથી રાખતા તો પછી હું પણ જવાબદાર નથી. હંમેશા સમજો
શ્રીમત પર ચાલવાનું જ છે. એ જે કહે, ભલે પ્રેમ કરો, ભલે મારો… આ એમનાં માટે ગાયન
છે. આમાં લાત વગેરે મારવાની તો વાત નથી. પરંતુ કોઈને નિશ્ચય બેસવો જ ખૂબ મુશ્કેલ
છે. નિશ્ચય પૂરો બેસી જાય તો કર્માતીત અવસ્થા થઈ જાય. પરંતુ તે અવસ્થા આવવામાં પણ
સમય જોઈએ. તે થશે અંત માં, આમાં નિશ્ચય ખૂબ અડોલ જોઈએ. શિવબાબા થી તો ક્યારેય કોઈ
ભૂલ થઈ ન શકે, આમનાં થી થઈ શકે છે. આ બંને છે સાથે. પરંતુ તમારે નિશ્ચય પણ રાખવાનો
છે - શિવબાબા સમજાવે છે, એનાં પર અમારે ચાલવું પડે. તો બાબા ની શ્રીમત સમજીને ચાલતાં
ચાલો. તો ઉલ્ટું પણ સુલ્ટું થઈ જશે. ક્યાંક મિસ અન્ડરસ્ટેન્ડિંગ (ગેરસમજ) પણ થઈ જાય
છે. શિવબાબા અને બ્રહ્મા બાબા ની મોરલી ને પણ ખૂબ સારી રીતે સમજવાની છે. બાબાએ કહ્યું
કે આમણે કહ્યું. એવું નથી કે બ્રહ્મા બોલતા જ નથી. પરંતુ બાબાએ સમજાવ્યું છે - સારું,
સમજો, આ બ્રહ્મા કાંઈ નથી જાણતા, શિવબાબા જ બધું સંભળાવે છે. શિવબાબા નાં રથ ને
સ્નાન કરાવું છું, શિવબાબા નાં ભંડારા ની સર્વિસ કરું છું - આ યાદ રહે તો પણ ખૂબ
સારું છે. શિવબાબા ની યાદ માં રહેતાં કાંઈ પણ કરો તો અનેક થી આગળ જઈ શકો છો. મુખ્ય
વાત છે જ શિવબાબા ની યાદ ની. અલ્ફ અને બે. બાકી છે ડીટેલ (વિસ્તાર).
બાપ જે સમજાવે છે તેનાં
પર અટેન્શન (ધ્યાન) આપવાનું છે. બાપ જ પતિત-પાવન, જ્ઞાન નાં સાગર છે ને? એ જ પતિત
શૂદ્રો ને આવીને બ્રાહ્મણ બનાવે છે. બ્રાહ્મણો ને જ પાવન બનાવે છે, શૂદ્રો ને પાવન
નથી બનાવતા, આ બધી વાતો કોઈ ભાગવત્ વગેરે માં નથી. થોડા-થોડા શબ્દ છે. મનુષ્યો ને
તો આ પણ ખબર નથી કે રાધા-કૃષ્ણ જ લક્ષ્મી-નારાયણ છે. મૂંઝાઈ જાય છે. દેવતાઓ તો છે જ
સૂર્યવંશી-ચંદ્રવંશી. લક્ષ્મી-નારાયણ ની ડિનાયસ્ટી (રાજધાની), સીતા-રામ ની ડિનાયસ્ટી.
બાપ કહે છે - ભારતવાસી મીઠાં બાળકો યાદ કરો, લાખો વર્ષ ની તો વાત જ નથી. કાલ ની વાત
છે. તમને રાજ્ય આપ્યું હતું. આટલાં અકીચાર (અથાહ) ધન-સંપત્તિ આપ્યાં. બાપે આખાં
વિશ્વ નાં તમને માલિક બનાવ્યાં, બીજા કોઈ ખંડ નહોતાં, પછી તમને શું થયું? વિદ્વાન,
આચાર્ય, પંડિત કોઈ પણ આ વાતો ને નથી જાણતાં. બાપ જ કહે છે - અરે ભારતવાસીઓ, તમને
રાજ્ય-ભાગ્ય આપ્યું હતું ને? તમે પણ કહેશો શિવબાબા કહે છે - આટલું તમને ધન આપ્યું
પછી તમે ક્યાં ગુમાવી દીધું? બાપ નો વારસો કેટલો જબરજસ્ત છે. બાપ જ પૂછે છે ને અથવા
બાપ ચાલ્યાં જાય છે તો મિત્ર-સબંધી પૂછે છે. બાપે તમને આટલાં પૈસા આપ્યાં બધા ક્યાં
ગુમાવ્યાં? આ તો બેહદ નાં બાપ છે. બાપે કોડી થી હીરા જેવાં બનાવ્યાં. આટલું રાજ્ય
આપ્યું પછી પૈસા ક્યાં ગયાં? તમે શું જવાબ આપશો? કોઈ ને પણ સમજ માં નથી આવતું. તમે
સમજો છો બાબા ઠીક પૂછે છે - આટલાં કંગાળ કેવી રીતે બન્યાં છો? પહેલાં બધું જ
સતોપ્રધાન હતું પછી કળા ઓછી થતી ગઈ તો બધું ઓછું થતું ગયું. સતયુગ માં તો સતોપ્રધાન
હતાં, લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. રાધા-કૃષ્ણ કરતાં લક્ષ્મી-નારાયણ નું નામ
વધારે છે. તેમની કોઈ નિંદા નથી લખી બીજા બધા માટે નિંદા લખી છે. લક્ષ્મી-નારાયણ નાં
રાજ્ય માં કોઈ દૈત્ય વગેરે નથી બતાવતાં. તો આ વાતો સમજવાની છે. બાબા જ્ઞાન ધન થી
ઝોલી ભરી રહ્યાં છે. બાપ કહે છે બાળકો, આ માયા થી ખબરદાર રહો. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સેન્સિબલ (સમજદાર)
બની સાચ્ચી સેવા માં લાગી જવાનું છે. જવાબદાર એક બાપ છે એટલે શ્રીમત માં સંશય નથી
ઉઠાવવાનો. નિશ્ચય માં અડોલ રહેવાનું છે.
2. વિચાર સાગર મંથન
કરી બાપ નાં દરેક સમજાવવા પર અટેન્શન આપવાનું છે. સ્વયં જ્ઞાન ને ધારણ કરી બીજાઓ ને
સંભળાવવાનું છે.
વરદાન :-
પોતાનાં અનાદિ
- આદિ રીયલ ( સત્ય ) રુપ ને રીયલાઈઝ કરવા વાળા સંપૂર્ણ પવિત્ર ભવ
આત્મા નું અનાદિ અને
આદિ બંને કાળ નું ઓરીજનલ સ્વરુપ પવિત્ર છે. અપવિત્રતા આર્ટિફિશિયલ, શુદ્રો ની દેન
છે. શુદ્રો ની વસ્તુ બ્રાહ્મણ યુઝ નથી કરી શકતાં. એટલે ફક્ત આ જ સંકલ્પ કરો કે
અનાદિ-આદિ રીયલ રુપ માં હું પવિત્ર આત્મા છું, કોઈને પણ જુઓ તો તેના રીયલ રુપ ને
જુઓ, રીયલ ને રીયલાઈઝ કરો, તો સંપૂર્ણ પવિત્ર બની ફર્સ્ટ ક્લાસ કે એરકન્ડિશન ની
ટિકિટ નાં અધિકારી બની જશો.
સ્લોગન :-
પરમાત્મ-દુવાઓ
થી પોતાની ઝોલી ભરપૂર કરો તો માયા સમીપ નથી આવી શકતી.
અવ્યક્ત ઈશારા - હવે
અવ્યક્તિ મહિના માં બંધનમુક્ત રહી જીવનમુક્ત સ્થિતિ નો અનુભવ કરો
મેજોરીટી બાળકોએ હવે
લોખંડ ની જંજીરો તો કાપી નાખી છે પરંતુ ખૂબ મહીન અને રોયલ દોરા થી હજી પણ બંધાયેલા
છે. ઘણાં પર્સનાલિટી ફીલ કરવાવાળા છે, સ્વયં માં સારાઈ છે નહીં પરંતુ મહેસુસ એવું
થાય છે કે અમે ખૂબ સારા છીએ. અમે ખૂબ આગળ વધી રહ્યાં છીએ. આ જીવનબંધન નાં દોરા
મેજોરીટી માં છે, બાપદાદા હવે આ દોરા થી પણ મુક્ત, જીવનમુક્ત જોવા ઈચ્છે છે.