03-02-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - આત્મા
રુપી જ્યોત માં જ્ઞાન - યોગ નું ઘૃત નાખો તો જ્યોતિ જાગતી રહેશે , જ્ઞાન અને યોગ નો
કોન્ટ્રાસ્ટ ( તફાવત ) સારી રીતે સમજવાનો છે ”
પ્રશ્ન :-
બાપ નું કાર્ય પ્રેરણા થી નથી ચાલી શકતું, એમને અહીં આવવું જ પડે કેમ?
ઉત્તર :-
કારણકે મનુષ્યો ની બુદ્ધિ બિલકુલ તમોપ્રધાન છે. તમોપ્રધાન બુદ્ધિ પ્રેરણા ને કેચ (સમજી)
નથી કરી શકતી. બાપ આવે છે ત્યારે તો કહેવાય છે છોડ ભી દે આકાશ સિંહાસન…
ગીત :-
છોડ ભી દે
આકાશ સિંહાસન…
ઓમ શાંતિ!
ભક્તોએ આ ગીત
બનાવ્યું છે. હવે આનો અર્થ કેવો સરસ છે. કહે છે આકાશ સિંહાસન છોડીને આવો. હવે આકાશ
તો છે આ. આ છે રહેવાનું સ્થાન. આકાશ માંથી તો કોઈ ચીજ આવતી નથી. આકાશ સિંહાસન કહે
છે. આકાશ તત્વ માં તો તમે રહો છો અને બાપ રહે છે મહતત્વ માં. એને બ્રહ્મ અથવા
મહતત્વ કહે છે, જ્યાં આત્માઓ નિવાસ કરે છે. બાપ આવશે પણ જરુર ત્યાંથી. કોઈ તો આવશે
ને? કહે છે આવીને અમારી જ્યોત જગાવો. ગાયન પણ છે-એક છે આંધળા નાં ઔલાદ (સંતાન) આંધળા
અને બીજા છે સજ્જે (જાગૃત) નાં ઔલાદ સજ્જે. ધૃતરાષ્ટ્ર અને યુધિષ્ઠિર નામ દેખાડે
છે. હવે આ તો ઔલાદ છે રાવણ નાં. માયા રુપી રાવણ છે ને? બધાની રાવણ બુદ્ધિ છે, હવે
તમે છો ઈશ્વરીય બુદ્ધિ. બાપ તમારી બુદ્ધિ નું હમણાં તાળું ખોલી રહ્યા છે. રાવણ તાળું
બંધ કરી દે છે. કોઈ કાંઈ વાત ને નથી સમજતા તો કહે છે આ તો પથ્થરબુદ્ધિ છે. બાપ આવીને
અહીં જ્યોત જગાવશે ને? પ્રેરણા થી થોડી કામ થાય છે? આત્મા જે સતોપ્રધાન હતો, તેની
તાકાત હવે ઓછી થઈ ગઈ છે. તમોપ્રધાન બની ગયો છે. એકદમ ઝુન્ઝાર બની ગયો છે. મનુષ્ય
કોઈ મરે છે તો તેમનો દીવો પ્રગટાવે છે. હવે દીવો કેમ પ્રગટાવે છે? સમજે છે જ્યોત
બુઝાઈ (ઓલવાઈ) જવાથી અંધારું ન થઈ જાય એટલે જ્યોત પ્રગટાવે છે. હવે અહીં ની જ્યોત
જગાડવા થી ત્યાં કેવી રીતે પ્રકાશ થશે? કાંઈ પણ સમજતા નથી. હમણાં તમે સમજદાર બુદ્ધિ
બનો છો. બાપ કહે છે હું તમને સ્વચ્છ બુદ્ધિ બનાવું છું. જ્ઞાન ઘૃત નાખું છું. છે આ
પણ સમજાવવાની વાત. જ્ઞાન અને યોગ બંને અલગ ચીજ છે. યોગ ને જ્ઞાન નહીં કહેવાશે. કોઈ
સમજે છે ભગવાને આવીને આ પણ જ્ઞાન આપ્યું ને કે મને યાદ કરો. પરંતુ આને જ્ઞાન નહીં
કહેવાશે. આ તો બાપ અને બાળકો છે. બાળકો જાણે છે કે આ આપણા બાબા છે, આમાં જ્ઞાન ની
વાત નહીં કહેવાશે. જ્ઞાન તો વિસ્તાર છે. આ તો ફક્ત યાદ છે. બાપ કહે છે મને યાદ કરો,
બસ. આ તો સાધારણ વાત છે. આને જ્ઞાન નથી કહેવાતું. બાળકે જન્મ લીધો તો જરુર બાપ ને
યાદ કરશે ને? જ્ઞાન નો વિસ્તાર છે. બાપ કહે છે મને યાદ કરો-આ જ્ઞાન ન થયું. તમે
સ્વયં જાણો છો, આપણે આત્મા છીએ, આપણા બાપ પરમ આત્મા, પરમાત્મા છે. આને જ્ઞાન કહેવાશે
શું? બાપ ને પોકારે છે. જ્ઞાન તો છે નોલેજ, જેમ કોઈ એમ.એ. ભણે છે, કોઈ બી.એ. ભણે
છે, કેટલાં અનેક પુસ્તકો વાંચવા પડે છે. હવે બાપ તો કહે છે તમે મારા બાળકો છો ને?
હું તમારો બાપ છું. મારી સાથે જ યોગ લગાવો અર્થાત્ યાદ કરો. આને જ્ઞાન નહીં કહેવાશે.
તમે બાળકો તો છો જ. આપ આત્માઓ નો ક્યારેય વિનાશ નથી થતો. કોઈ મરી જાય છે તો તેમનાં
આત્મા ને બોલાવે છે, હવે તે શરીર તો ખતમ થઈ ગયું. આત્મા ભોજન કેવી રીતે ખાશે? ભોજન
તો છતાં પણ બ્રાહ્મણ ખાશે. પરંતુ આ બધા છે ભક્તિમાર્ગ નાં રિવાજ. એવું નથી કે આપણા
કહેવાથી તે ભક્તિમાર્ગ બંધ થઈ જશે. તે તો ચાલ્યો જ આવે છે. આત્મા તો એક શરીર છોડી
જઈ બીજું લે છે.
બાળકોની બુદ્ધિ માં
જ્ઞાન અને યોગ નો કોન્ટ્રાસ્ટ સ્પષ્ટ હોવો જોઈએ. બાપ જે કહે છે મને યાદ કરો, આ
જ્ઞાન નથી. આ તો બાપ ડાયરેક્શન (માર્ગદર્શન) આપે છે, આને યોગ કહેવાય. જ્ઞાન છે
સૃષ્ટિ ચક્ર કેવું ફરે છે-તેની નોલેજ. યોગ અર્થાત્ યાદ. બાળકોની ફરજ છે બાપ ને યાદ
કરવાં. તે છે લૌકિક, આ છે પારલૌકિક. બાપ કહે છે મને યાદ કરો. તો જ્ઞાન અલગ ચીજ થઈ
ગઈ. બાળકને કહેવું પડે છે શું કે બાપ ને યાદ કરો? લૌકિક બાપ તો જન્મતા જ યાદ રહે
છે. અહીં બાપ ની યાદ અપાવવી પડે છે. આમાં મહેનત લાગે છે. સ્વયં ને આત્મા સમજી બાપ
ને યાદ કરો-આ ખૂબ મહેનત નું કામ છે. ત્યારે બાબા કહે છે યોગ માં રહી નથી શકતાં.
બાળકો લખે છે - બાબા, યાદ ભૂલાઈ જાય છે. એવું નથી કહેતા કે જ્ઞાન ભૂલાઈ જાય છે.
જ્ઞાન તો ખૂબ સહજ છે. યાદ ને જ્ઞાન નથી કહેવાતું, આમાં માયા નાં તોફાન બહુ જ આવે
છે. ભલે જ્ઞાન માં કોઈ ખૂબ હોંશિયાર છે, મોરલી ખૂબ સારી ચલાવે છે પરંતુ બાબા પૂછે
છે-યાદ નો ચાર્ટ કાઢો, કેટલો સમય યાદ કરો છો? બાબા ને યાદ નો ચાર્ટ યથાર્થ રીતે
બનાવીને દેખાડો. યાદ ની જ મુખ્ય વાત છે. પતિત જ પોકારે છે કે આવીને પાવન બનાવો.
મુખ્ય છે પાવન બનવાની વાત. આમાં જ માયા નાં વિઘ્ન પડે છે. શિવ ભગવાનુવાચ-યાદ માં બધા
ખૂબ કાચ્ચા છે. સારા-સારા બાળકો જે મોરલી તો ખૂબ સરસ ચલાવે છે પરંતુ યાદ માં બિલકુલ
કમજોર છે. યોગ થી જ વિકર્મ વિનાશ થાય છે. યોગ થી જ કર્મેન્દ્રિયો બિલકુલ શાંત થઈ શકે
છે. એક બાપ સિવાય બીજું કોઈ યાદ ન આવે, કોઈ દેહ પણ યાદ ન આવે. આત્મા જાણે છે આ આખી
દુનિયા ખલાસ થવાની છે, હવે આપણે જઈએ છીએ પોતાનાં ઘરે. પછી આવીશું રાજધાની માં. આ
સદૈવ બુદ્ધિ માં રહેવું જોઈએ. જ્ઞાન જે મળે છે તે આત્મા માં રહેવું જોઈએ. બાપ તો છે
યોગેશ્વર, જે યાદ શીખવાડે છે. હકીકત માં ઈશ્વર ને યોગેશ્વર નહીં કહેવાશે. તમે
યોગેશ્વર છો. ઈશ્વર બાપ કહે છે મને યાદ કરો. આ યાદ શિખવાડવા વાળા ઈશ્વર બાપ છે. એ
નિરાકાર બાપ શરીર દ્વારા સંભળાવે છે. બાળકો પણ શરીર દ્વારા સાંભળે છે. ઘણાં તો યોગ
માં બહુ જ કાચ્ચા છે. બિલકુલ યાદ કરતા જ નથી. જે પણ જન્મ-જન્માંતર નાં પાપ છે બધાની
સજા ખાશે. અહીં આવીને જે પાપ કરે છે તે તો વધારે જ સો ગુણા સજા ખાશે. જ્ઞાન ની
ટીક-ટીક તો ખૂબ કરે છે, યોગ બિલકુલ જ નથી જેનાં કારણે પાપ ભસ્મ નથી થતાં, કાચ્ચા જ
રહી જાય છે એટલે સાચ્ચી-સાચ્ચી માળા ૮ ની બની છે. ૯ રત્ન ગવાય છે. ૧૦૮ રત્ન ક્યારેય
સાંભળ્યા છે? ૧૦૮ રત્નો ની કોઈ ચીજ નથી બનાવતાં. ઘણાં છે જે આ વાતો ને પૂરું સમજતા
નથી. યાદ ને જ્ઞાન નથી કહેવાતું. જ્ઞાન સૃષ્ટિ ચક્ર ને કહેવાય છે. શાસ્ત્રો માં
જ્ઞાન નથી, તે શાસ્ત્ર છે ભક્તિમાર્ગ નાં. બાપ સ્વયં કહે છે હું એનાથી નથી મળતો.
સાધુઓ વગેરે બધાનો ઉદ્ધાર કરવા હું આવું છું. તેઓ સમજે છે બ્રહ્મ માં લીન થવાનું
છે. પછી ઉદાહરણ આપે છે પાણી નાં પરપોટા નું. હવે તમે એવું નથી કહેતાં. તમે તો જાણો
છો આપણે આત્માઓ બાપ નાં બાળકો છીએ. “મામેકમ્ યાદ કરો” આ શબ્દ પણ કહે છે પરંતુ અર્થ
નથી સમજતાં. ભલે કહી દે છે અમે આત્મા છીએ પરંતુ આત્મા શું છે? પરમાત્મા શું છે? આ
જ્ઞાન બિલકુલ નથી. આ બાપ જ આવીને સંભળાવે છે. હવે આપ જાણો છો આપણા આત્માઓનું ઘર એ
છે. ત્યાં આખો સિજરો (વિભાગ) છે. દરેક આત્મા ને પોત-પોતાનો પાર્ટ મળેલો છે. સુખ કોણ
આપે છે? દુઃખ કોણ આપે છે? આ પણ કોઈને ખબર નથી.
ભક્તિ છે રાત, જ્ઞાન
છે દિવસ. ૬૩ જન્મ તમે ધક્કા ખાઓ છો. પછી જ્ઞાન આપું છું તો કેટલો સમય લાગે છે?
સેકન્ડ. આ તો ગવાયેલું છે સેકન્ડ માં જીવનમુક્તિ. આ તમારા બાપ છે ને? આ જ પતિત-પાવન
છે. આમને યાદ કરવાથી તમે પાવન બની જશો. સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ આ ચક્ર છે.
નામ પણ જાણે છે પરંતુ પથ્થર બુદ્ધિ એવા છે, સમય ની કોઈને ખબર નથી. સમજે પણ છે ઘોર
કળિયુગ છે. જો કળિયુગ હજી પણ ચાલશે તો વધારે જ ઘોર અંધારું થઈ જશે એટલે ગવાયેલું
છે-કુંભકરણ ની નિંદર માં સૂતેલા હતાં અને વિનાશ થઈ ગયો. થોડું પણ જ્ઞાન સાંભળે છે
તો પ્રજા બની જાય છે. ક્યાં આ લક્ષ્મી-નારાયણ, ક્યાં પ્રજા? ભણાવવા વાળા તો એક જ
છે. દરેક ની પોત-પોતાની તકદીર છે. કોઈ તો સ્કોલરશિપ લઈ લે છે, કોઈ નાપાસ થઈ જાય છે.
રામ ને બાણ ની નિશાની કેમ આપી છે? કારણકે નાપાસ થયાં. આ પણ ગીતા પાઠશાળા છે, કોઈ તો
કાંઈ પણ માર્ક લેવાને લાયક નથી. હું આત્મા બિંદુ છું, બાપ પણ બિંદુ છે, એવી રીતે
એમને યાદ કરવાના છે. જે આ વાત ને સમજતા પણ નથી, તે શું પદ મેળવશે? યાદ માં ન રહેવાથી
ખૂબ નુકસાન થઈ જાય છે. યાદ નું બળ બહુ જ કમાલ કરે છે, કર્મેન્દ્રિયો બિલકુલ શાંત,
શીતળ થઈ જાય છે. જ્ઞાન થી શાંત નહીં થશે, યોગ બળ થી શાંત થશે. ભારતવાસી પોકારે છે
કે આવીને અમને તે ગીતા નું જ્ઞાન સંભળાવો, હવે કોણ આવશે? શ્રીકૃષ્ણ નો આત્મા તો અહીં
છે. કોઈ સિંહાસન પર થોડી બેસે છે, જેમને બોલાવે છે. જો કોઈ કહે અમે ક્રાઈસ્ટ નાં
આત્મા ને યાદ કરીએ છીએ. અરે, તે તો અહીં જ છે, તેમને શું ખબર કે ક્રાઈસ્ટ નો આત્મા
અહીં જ છે, પાછો જઈ ન શકે. લક્ષ્મી-નારાયણ, પહેલાં નંબર વાળાને જ પૂરાં ૮૪ જન્મ
લેવાના છે તો બીજા પછી પાછા જઈ કેવી રીતે શકે? તે બધો હિસાબ છે ને? મનુષ્ય તો જે
કાંઈ બોલે છે તે બધું જુઠ્ઠું. અડધોકલ્પ છે જુઠ્ઠખંડ, અડધોકલ્પ છે સચખંડ. હવે તો
દરેકે સમજાવવું જોઈએ-આ સમયે બધા નર્કવાસી છે પછી સ્વર્ગવાસી પણ ભારતવાસી જ બને છે.
મનુષ્ય કેટલાં વેદ, શાસ્ત્ર, ઉપનિષદ વગેરે વાંચે છે, શું એનાથી મુક્તિ મેળવશે?
ઉતરવાનું તો છે જ. દરેક ચીજ સતો, રજો, તમો માં જરુર આવે છે. ન્યુ વર્લ્ડ (નવી દુનિયા)
કોને કહેવાય છે, કોઈ ને પણ આ જ્ઞાન નથી. આ તો બાપ સન્મુખ બેસીને સમજાવે છે.
દેવી-દેવતા ધર્મ ક્યારે, કોણે સ્થાપન કર્યો? ભારતવાસીઓને કાંઈ પણ ખબર નથી. તો બાપે
સમજાવ્યું છે-જ્ઞાન માં ભલે કેટલાં પણ સારા છે પરંતુ યોગ માં ઘણાં બાળકો નાપાસ છે.
યોગ નથી તો વિકર્મ વિનાશ નહીં થશે, ઊંચ પદ નહીં મેળવશે. જે યોગ માં મસ્ત છે તે જ
ઊંચ પદ મેળવશે. તેમની કર્મેન્દ્રિયો બિલકુલ શીતળ થઈ જાય છે. દેહ સહિત બધું જ ભૂલી
દેહી-અભિમાની બની જાય છે. આપણે અશરીરી છીએ હવે જઈએ છીએ ઘરે. ઉઠતાં-બેસતાં સમજો-હવે
આ શરીર તો છોડવાનું છે. આપણે પાર્ટ ભજવ્યો, હવે જઈએ છે ઘરે. જ્ઞાન તો મળ્યું છે,
જેમ બાપ માં જ્ઞાન છે, એમને તો કોઈને યાદ નથી કરવાનાં. યાદ તો આપ બાળકોએ કરવાના છે.
બાપ ને જ્ઞાન નાં સાગર કહેવાય છે. યોગ નાં સાગર તો નહીં કહેવાશે ને? ચક્ર ની નોલેજ
સંભળાવે છે અને સ્વયં નો પણ પરિચય આપે છે. યાદ ને જ્ઞાન નથી કહેવાતું. યાદ તો બાળકો
ને સ્વત:જ આવી જાય છે. યાદ તો કરવાના જ છે, નહીં તો વારસો કેવી રીતે મળશે? બાપ છે
તો વારસો જરુર મળે છે. બાકી છે નોલેજ. આપણે ૮૪ જન્મ કેવી રીતે લઈએ છીએ? તમોપ્રધાન
થી સતોપ્રધાન, સતોપ્રધાન થી તમોપ્રધાન કેવી રીતે બનીએ છીએ? આ બાપ સમજાવે છે. હવે
સતોપ્રધાન બનવાનું છે બાપ ની યાદ થી. આપ રુહાની બાળકો રુહાની બાપ ની પાસે આવ્યા છો,
એમને શરીર નો આધાર તો જોઈએ ને? કહે છે હું વૃદ્ધ તન માં પ્રવેશ કરું છું. છે પણ
વાનપ્રસ્થ અવસ્થા. હવે બાપ આવે છે ત્યારે આખી સૃષ્ટિ નું કલ્યાણ થાય છે. આ છે
ભાગ્યશાળી રથ, આનાથી કેટલી સર્વિસ થાય છે. તો આ શરીર નું ભાન છોડવા માટે યાદ જોઈએ.
આમાં જ્ઞાન ની વાત નથી. વધારે યાદ શીખવાડવાની છે. જ્ઞાન તો સહજ છે. નાનું બાળક પણ
સંભળાવી દે. બાકી યાદ માં જ મહેનત છે. એક ની યાદ રહે, આને કહેવાય છે અવ્યભિચારી યાદ.
કોઈ નાં શરીર ને યાદ કરવા - તે છે વ્યભિચારી યાદ. યાદ થી બધાને ભૂલી અશરીરી બનવાનું
છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદપ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. યાદ નાં બળ
થી પોતાની કર્મેન્દ્રિયો ને શીતળ, શાંત બનાવવાની છે. ફુલ પાસ થવા માટે યથાર્થ રીતે
બાપ ને યાદ કરી પાવન બનવાનું છે.
2. ઉઠતાં-બેસતાં
બુદ્ધિ માં રહે કે હવે આપણે આ જૂનું શરીર છોડી પાછા ઘરે જઈશું. જેમ બાપ માં બધું
જ્ઞાન છે, એવાં માસ્ટર જ્ઞાન સાગર બનવાનું છે.
વરદાન :-
કમ્બાઈન્ડ
સ્વરુપ ની સ્મૃતિ દ્વારા શ્રેષ્ઠ સ્થિતિ ની સીટ પર સેટ રહેવાવાળા સદા સંપન્ન ભવ
સંગમયુગ પર શિવ શક્તિ
નાં કમ્બાઈન્ડ સ્વરુપ ની સ્મૃતિ માં રહેવાથી દરેક અસંભવ કાર્ય સંભવ થઈ જાય છે. આ જ
સર્વ શ્રેષ્ઠ સ્વરુપ છે આ સ્વરુપ માં સ્થિત રહેવાથી સંપન્ન ભવ નું વરદાન મળી જાય
છે. બાપદાદા બધા બાળકો ને સદા સુખદાઈ સ્થિતિ ની સીટ આપે છે. સદા આ જ સીટ પર સેટ રહો
તો અતીન્દ્રિય સુખ નાં ઝૂલા માં ઝૂલતા રહેશો ફક્ત વિસ્મૃતિ નાં સંસ્કાર સમાપ્ત કરો.
સ્લોગન :-
પાવરફુલ વૃત્તિ
દ્વારા આત્માઓ ને યોગ્ય અને યોગી બનાવો.
અવ્યક્ત ઈશારા -
એકાંતપ્રિય બનો એકતા અને એકાગ્રતા ને અપનાવો
એકમત નું વાતાવરણ
ત્યારે બનશે જ્યારે સમાવવાની શક્તિ હશે. તો ભિન્નતા ને સમાવો ત્યારે પરસ્પર એકતા થી
સમીપ આવશો અને સર્વ ની આગળ દૃષ્ટાંત રુપ બનશો. બ્રાહ્મણ પરિવાર ની વિશેષતા છે -
અનેક હોવા છતાં પણ એક. આ એકતા નાં વાયબ્રેશન આખા વિશ્વ માં એક ધર્મ, એક રાજ્ય ની
સ્થાપના કરશે એટલે વિશેષ અટેન્શન આપીને ભિન્નતા ને ખતમ કરીને એકતા લાવવાની છે.