03-03-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - આ
બેહદ નાટક ને સદા સ્મૃતિ માં રાખો તો અપાર ખુશી રહેશે , આ નાટક માં જે સારા
પુરુષાર્થી અને અનન્ય છે , તેમની પૂજા પણ અધિક થાય છે”
પ્રશ્ન :-
કઈ સ્મૃતિ દુનિયા નાં બધા દુઃખો થી મુક્ત કરી દે છે, હર્ષિત રહેવાની યુક્તિ શું છે?
ઉત્તર :-
સદા સ્મૃતિ રહે કે હમણાં આપણે ભવિષ્ય નવી દુનિયા માં જઈ રહ્યા છીએ. ભવિષ્ય ની ખુશી
માં રહો તો દુઃખ ભૂલી જશો. વિઘ્નો ની દુનિયા માં વિઘ્ન તો આવશે પરંતુ સ્મૃતિ રહે કે
આ દુનિયા માં આપણે બાકી થોડા દિવસ છીએ તો હર્ષિત રહેશો.
ગીત :-
જાગ સજનીયાઁ
જાગ…
ઓમ શાંતિ!
આ ગીત ખૂબ સરસ
છે. ગીત સાંભળવા થી જ ઊપર થી લઈને ૮૪ જન્મો નાં રહસ્ય બુદ્ધિ માં આવી જાય છે. આ પણ
બાળકો ને સમજાવ્યું છે તમે જ્યારે ઊપર થી આવો છો તો વાયા સૂક્ષ્મવતન થી નથી આવતાં.
હમણાં વાયા સૂક્ષ્મવતન થઈને જવાનું છે. સૂક્ષ્મવતન બાબા હમણાં જ દેખાડે છે.
સતયુગ-ત્રેતા માં આ જ્ઞાન ની વાત પણ નથી રહેતી. નથી કોઈ ચિત્ર વગેરે. ભક્તિમાર્ગ
માં તો અથાહ ચિત્ર છે. દેવીઓ વગેરે ની પૂજા પણ ખૂબ થાય છે. દુર્ગા, કાળી, સરસ્વતી
છે તો એક જ પરંતુ નામ કેટલાં રાખી દીધા છે? જે સારો પુરુષાર્થ કરતા હશે, અનન્ય હશે
તેમની પૂજા પણ વધારે થશે. તમે જાણો છો આપણે જ પૂજ્ય થી પુજારી બની બાબા ની અને
પોતાની પૂજા કરીએ છીએ. આ (બાબા) પણ નારાયણ ની પૂજા કરતા હતાં ને? વન્ડરફુલ ખેલ છે.
જેમ નાટક જોવાથી ખુશી થાય છે ને? એમ આ પણ બેહદ નું નાટક છે, આને કોઈ પણ જાણતા નથી.
તમારી બુદ્ધિ માં હવે આખા ડ્રામા નાં રહસ્ય છે. આ દુનિયા માં કેટલાં અથાહ દુઃખ છે?
તમે જાણો છો હવે બાકી થોડો સમય છે, આપણે જઈ રહ્યા છીએ નવી દુનિયા માં. ભવિષ્ય ની
ખુશી રહે છે તો તે આ દુઃખ ને ઉડાવી દે છે. લખે છે બાબા, ખૂબ વિઘ્ન પડે છે, નુકસાન
થઈ જાય છે. બાપ કહે છે કાંઈ પણ વિઘ્ન આવે, આજે લખપતિ છો, કાલે કખપતિ બની જાઓ છો.
તમારે તો ભવિષ્ય ની ખુશી માં રહેવાનું છે. આ છે જ રાવણ ની આસુરી દુનિયા.
ચાલતાં-ચાલતાં કોઈ ન કોઈ વિઘ્ન પડશે. આ દુનિયા માં બાકી થોડા દિવસ છે પછી આપણે અથાહ
સુખો માં જઈશું. બાબા કહે છે ને-કાલે શ્યામ હતાં, ગામડા નાં છોકરા હતાં, હમણાં બાપ
આપણ ને નોલેજ આપી ગોરા બનાવી રહ્યા છે. તમે જાણો છો બાપ બીજરુપ છે, સત્ છે, ચૈતન્ય
છે. એમને સુપ્રિમ સોલ (પરમાત્મા) કહેવાય છે. એ ઊંચે થી ઊંચા રહેવાવાળા છે,
પુનર્જન્મ માં નથી આવતાં. આપણે બધા જન્મ-મરણ માં આવીએ છીએ, એ રીઝર્વડ (નિશ્ચિત) છે.
એમણે તો અંત માં આવીને બધા ની સદ્દગતિ કરવાની છે. તમે ભક્તિમાર્ગ માં જન્મ-જન્માંતર
ગાતા આવ્યા છો-બાબા, તમે આવશો તો અમે તમારા જ બનીશું. મારા તો એક બાબા બીજું ન કોઈ.
આપણે બાબા ની સાથે જ જઈશું. આ છે દુઃખ ની દુનિયા. કેટલું ગરીબ છે ભારત? બાપ કહે છે
મેં ભારત ને જ સાહૂકાર બનાવ્યું હતું પછી રાવણે નર્ક બનાવ્યું છે. હમણાં આપ બાળકો
બાપ ની સન્મુખ બેઠાં છો. ગૃહસ્થ વ્યવહાર માં પણ તો ઘણાં રહે છે. બધાએ અહીં તો નથી
બેસવાનું. ગૃહસ્થ વ્યવહાર માં રહો, ભલે રંગીન કપડા પહેરો, કોણ કહે છે સફેદ કપડા
પહેરો. બાબાએ ક્યારેય કોઈને કહ્યું નથી. તમને ગમતું નથી ત્યારે સફેદ કપડા પહેર્યા
છે. અહીં તમે ભલે સફેદ વસ્ત્ર પહેરીને રહો છો, પરંતુ રંગીન કપડા પહેરવા વાળા, તે
ડ્રેસ માં પણ અનેક નું કલ્યાણ કરી શકે છે. માતાઓ પોતાનાં પતિ ને પણ સમજાવે છે-ભગવાનુવાચ
છે પવિત્ર બનવાનું છે. દેવતાઓ પવિત્ર છે ત્યારે તો તેમને માથું નમાવે છે. પવિત્ર
બનવું તો સારું છે ને? હવે તમે જાણો છો સૃષ્ટિ નો અંત છે. વધારે પૈસા શું કરશો? આજ
કાલ કેટલી લુંટ-માર થાય છે! રિશ્વતખોરી (લાંચ) કેટલી ચાલે છે! આ હમણાં માટે ગાયન છે
- કિનકી દબી રહી ધૂલ મેં… સફલી હોગી ઉસકી, જો ધની કે નામ ખર્ચે… ધણી તો હમણાં
સન્મુખ છે. સમજદાર બાળકો પોતાનું બધું જ ધણી નાં નામ પર સફળ કરી લે છે.
મનુષ્ય તો બધા
પતિત-પતિતો ને દાન કરે છે. અહીં તો પુણ્ય આત્માઓ નું દાન લેવાનું છે. બ્રાહ્મણો
સિવાય બીજા કોઈ સાથે કનેક્શન (સંબંધ) નથી. તમે છો પુણ્ય આત્માઓ. તમે પુણ્ય નું જ
કામ કરો છો. આ મકાન બનાવે છે, તે પણ તમે જ રહો છો. પાપ ની તો કોઈ વાત નથી. જે કાંઈ
પૈસા છે-ભારત ને સ્વર્ગ બનાવવા માટે ખર્ચ કરતા રહે છે. પોતાનાં પેટ ને પણ પાટા
બાંધીને કહે છે - બાબા, અમારી એક ઈંટ પણ આમાં લગાવી દો તો ત્યાં અમને મહેલ મળી જશે.
કેટલાં સમજદાર બાળકો છે? પથ્થરો નાં બદલી માં સોનું મળે છે. સમય જ બાકી થોડો છે. તમે
કેટલી સર્વિસ કરો છો? પ્રદર્શન-મેળા વધતા જાય છે. ફક્ત બાળકીઓ હોશિયાર થઈ જાય. બેહદ
નાં બાપ ની બનતી નથી, મોહ છોડતી નથી. બાપ કહે છે મેં તમને સ્વર્ગ માં મોકલ્યા હતાં,
હવે ફરી તમને સ્વર્ગ માટે તૈયાર કરી રહ્યો છું. જો શ્રીમત પર ચાલશો તો ઊંચ પદ મેળવશો.
આ વાતો બીજા કોઈ સમજાવી ન શકે. આખું સૃષ્ટિ ચક્ર તમારી બુદ્ધિ માં છે-મૂળવતન,
સૂક્ષ્મવતન અને સ્થૂળવતન. બાપ કહે છે-બાળકો, સ્વદર્શન ચક્રધારી બનો, બીજાઓ ને પણ
સમજાવતા રહો. આ ધંધો જુઓ કેવો છે? પોતે જ ધનવાન, સ્વર્ગ નાં માલિક બનવાનું છે,
બીજાઓ ને પણ બનાવવાના છે. બુદ્ધિ માં આ જ રહેવું જોઈએ-કોઈને રસ્તો કેવી રીતે બતાવીએ?
ડ્રામા અનુસાર જે પાસ્ટ (પસાર) થયું તે ડ્રામા. સેકન્ડ બાય સેકન્ડ જે થાય છે, એને
આપણે સાક્ષી થઈને જોઈએ છીએ. બાળકો ને બાપ દિવ્ય દૃષ્ટિ થી સાક્ષાત્કાર પણ કરાવે છે.
આગળ ચાલીને તમે ખૂબ સાક્ષાત્કાર કરશો. મનુષ્ય દુઃખ માં ત્રાહી-ત્રાહી કરતા રહેશે,
તમે ખુશી માં તાળી વગાડતા રહેશો. આપણે મનુષ્ય થી દેવતા બનીએ છીએ તો જરુર નવી દુનિયા
જોઈએ. એનાં માટે આ વિનાશ ઉભો (સામે) છે. આ તો સારું છે ને? મનુષ્ય સમજે છે પરસ્પર
લડે નહીં, શાંતિ થઈ જાય. બસ. પરંતુ આ તો ડ્રામા માં નોંધ છે. બે વાંદરા પરસ્પર લડ્યાં,
માખણ વચ્ચે ત્રીજા ને મળી ગયું. તો હવે બાપ કહે છે-મુજ બાપ ને યાદ કરો અને બધા ને
રસ્તો બતાવો. રહેવાનું પણ સાધારણ છે, ખાવાનું પણ સાધારણ છે. ક્યારેક-ક્યારેક ખાતરી
પણ કરાય છે. જે ભંડારા માંથી ખાધું, કહે છે બાબા આ બધું તમારું છે. બાપ કહે છે
ટ્રસ્ટી થઈને સંભાળો. બાબા, બધું જ તમારું આપેલું છે. ભક્તિમાર્ગ માં ફક્ત કહેવા
માત્ર કહેતા હતાં. હવે હું તમને કહું છું ટ્રસ્ટી બનો. હમણાં હું સન્મુખ છું. હું
પણ ટ્રસ્ટી બની પછી તમને ટ્રસ્ટી બનાવું છું. જે કાંઈ કરો પૂછીને કરો. બાબા દરેક
વાત માં સલાહ આપતા રહેશે. બાબા, મકાન બનાવું, આ કરું, બાબા કહેશે ભલે કરો. બાકી પાપ
આત્માઓને નથી આપવાનું. બાળકી જો જ્ઞાન માં નથી ચાલતી, લગ્ન કરવા ઈચ્છે છે તો કરી જ
શું શકાય? બાપ તો સમજાવે છે તમે કેમ અપવિત્ર બનો છો? પરંતુ કોઈની તકદીર માં નથી તો
પતિત બની જાય છે. અનેક પ્રકાર નાં કેસ પણ બનતા રહે છે. પવિત્ર રહેતાં પણ માયા ની
થપ્પડ લાગી જાય છે, ખરાબ થઈ પડે (જાય) છે. માયા ખૂબ પ્રબળ છે. તેઓ પણ કામ વશ થઈ જાય
છે, પછી કહેવાય છે ડ્રામા ની ભાવી. આ ઘડી સુધી જે કાંઈ થયું કલ્પ પહેલાં પણ થયું હતું.
નથિંગ ન્યુ. સારું કામ કરવામાં વિઘ્ન નાખે છે, નવી વાત નથી. આપણે તો તન-મન-ધન થી
ભારત ને જરુર સ્વર્ગ બનાવવાનું છે. બધું જ બાપ પર સ્વાહા કરીશું. આપ બાળકો જાણો છો-આપણે
શ્રીમત પર ભારત ની રુહાની સેવા કરી રહ્યા છીએ. તમારી બુદ્ધિ માં છે કે આપણે પોતાનું
રાજ્ય ફરી થી સ્થાપન કરી રહ્યા છીએ. બાપ કહે છે આ રુહાની હોસ્પિટલ સાથે યુનિવર્સિટી
ત્રણ પગ પૃથ્વી માં ખોલી દો, જેનાથી મનુષ્ય એવરહેલ્દી (સદા સ્વસ્થ), વેલ્દી (ધનવાન)
બને. ૩ પગ પૃથ્વી પણ કોઈ આપતાં નથી. કહે છે બી.કે. જાદુ કરશે, બહેન-ભાઈ બનાવશે.
તમારા માટે ડ્રામા માં યુક્તિ ખૂબ સારી રાખેલી છે. બહેન-ભાઈ કુદૃષ્ટિ રાખી ન શકે.
આજકાલ તો દુનિયા માં એટલી ગંદકી છે, વાત ન પૂછો. તો જેમ બાપ ને તરસ પડે (રહેમ આવે)
છે, એમ આપ બાળકો ને પણ તરસ પડવો (રહેમ આવવો) જોઈએ. જેમ બાપ નર્ક ને સ્વર્ગ બનાવી
રહ્યા છે, એમ આપ રહેમદિલ બાળકોએ પણ બાપ નાં મદદગાર બનવાનું છે. પૈસા છે તો હોસ્પિટલ
સાથે યુનિવર્સિટી ખોલતા જાઓ. આમાં વધારે ખર્ચા ની તો કોઈ વાત જ નથી. ફક્ત ચિત્ર રાખી
દો. જેમણે કલ્પ પહેલાં જ્ઞાન લીધું હશે, એમનું તાળું ખુલતું જશે. તે આવતા રહેશે.
કેટલાં બાળકો દૂર-દૂર થી આવે છે ભણવા માટે. બાબાએ એવાં પણ જોયા છે, રાત્રે એક ગામ
થી આવે છે, સવારે સેવાકેન્દ્ર પર આવીને ઝોલી ભરીને જાય છે. ઝોલી એવી પણ ન હોય જે
વહેતી રહે. તે પછી શું પદ મેળવશે? આપ બાળકોને તો ખૂબ ખુશી થવી જોઈએ. બેહદ નાં બાપ
આપણને ભણાવે છે, બેહદ નો વારસો આપવાં. કેટલું સહજ જ્ઞાન છે? બાપ સમજાવે છે જે
બિલકુલ પથ્થર બુદ્ધિ છે એમને પારસ બુદ્ધિ બનાવવાના છે. બાબા ને તો ખૂબ ખુશી રહે છે.
આ ગુપ્ત છે ને? જ્ઞાન પણ ગુપ્ત છે. મમ્મા-બાબા આ લક્ષ્મી-નારાયણ બને છે તો અમે પછી
ઓછા (નીચા) બનીશું શું? અમે પણ સર્વિસ (સેવા) કરીશું. તો આ નશો રહેવો જોઈએ. આપણે
પોતાની રાજધાની સ્થાપન કરી રહ્યા છીએ યોગબળ થી. હમણાં આપણે સ્વર્ગ નાં માલિક બનીએ
છીએ. ત્યાં પછી આ જ્ઞાન નહીં રહેશે. આ જ્ઞાન હમણાં માટે છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1) સમજદાર બની
પોતાનું બધું જ ધણી નાં નામ પર સફળ કરવાનું છે. પતિતો ને દાન નથી કરવાનું. બ્રાહ્મણો
સિવાય બીજા કોઈ સાથે પણ કનેક્શન નથી રાખવાનું.
2) બુદ્ધિ રુપી ઝોલી
માં કોઈ એવો છેદ (કાણું) ન હોય જે જ્ઞાન વહેતું રહે. બેહદ નાં બાપ બેહદ નો વારસો
આપવા માટે ભણાવી રહ્યા છે, આ ગુપ્ત ખુશી માં રહેવાનું છે. બાપ સમાન રહેમદિલ બનવાનું
છે.
વરદાન :-
સંપન્નતા
દ્વારા સંતુષ્ટતા નો અનુભવ કરવા વાળા સદા હર્ષિત , વિજયી ભવ
જે સર્વ ખજાનાઓ થી
સંપન્ન છે તે જ સદા સંતુષ્ટ છે. સંતુષ્ટતા અર્થાત્ સંપન્નતા. જેવી રીતે બાપ સંપન્ન
છે એટલે મહિમા માં સાગર શબ્દ કહે છે, એવી રીતે આપ બાળકો પણ માસ્ટર સાગર અર્થાત્
સંપન્ન બનો તો સદા ખુશી માં નાચતા રહેશો. અંદર ખુશી સિવાય બીજું કાંઈ આવી ન શકે.
સ્વયં સંપન્ન હોવાનાં કારણે કોઈ થી પણ હેરાન નહીં થશો. કોઈ પણ પ્રકાર ની ઉલઝન (મૂંઝવણ)
તથા વિઘ્ન એક ખેલ અનુભવ થશે, સમસ્યા મનોરંજન નું સાધન બની જશે. નિશ્ચય બુદ્ધિ હોવાનાં
કારણે સદા હર્ષિત અને વિજયી થશો.
સ્લોગન :-
નાજુક
પરિસ્થિતિઓ થી ગભરાઓ નહીં, એનાં દ્વારા પાઠ ભણીને સ્વયં ને પરિપક્વ બનાવો.
માતેશ્વરીજી નાં
અણમોલ મહાવાક્યો
૧ ) “ પરમાત્મા ગુરુ
, શિક્ષક , પિતા નાં રુપ માં ભિન્ન - ભિન્ન સબંધ નો વારસો આપે છે”
જુઓ, પરમાત્મા ત્રણ
રુપ ધારણ કરી વારસો આપે છે. એ આપણા બાપ પણ છે, શિક્ષક પણ છે તો ગુરુ પણ છે. હવે પિતા
ની સાથે પિતા નો સંબંધ છે, શિક્ષક ની સાથે શિક્ષક નો સંબંધ છે, ગુરુ સાથે ગુરુપણા
નો સંબંધ છે. જો પિતા થી ફારકતી લઈ લો તો વારસો કેવી રીતે મળશે? જ્યારે પાસ થઈને
શિક્ષક દ્વારા સર્ટીફિકેટ લેશો ત્યારે શિક્ષક નો સાથ મળશે. જો બાપ નાં વફાદાર,
ફરમાનદાર બાળક બની ડાયરેક્શન (માર્ગદર્શન) પર ન ચાલો તો ભવિષ્ય પ્રારબ્ધ નહીં બનશે.
પછી પૂર્ણ સદ્દગતિ ને પણ નહીં પ્રાપ્ત કરી શકશે, નહીં પછી બાપ પાસે થી પવિત્રતા નો
વારસો લઈ શકશે. પરમાત્મા ની પ્રતિજ્ઞા છે જો તમે તીવ્ર પુરુષાર્થ કરશો તો તમને ૧૦૦
ગુણા ફાયદો કરી દઈશ. ફક્ત કહેવા માત્ર નથી, એમની સાથે સંબંધ પણ ઊંડો (ખૂબ નજીક)
જોઈએ. અર્જુન ને પણ હુકમ કર્યો હતો કે બધાને મારો, નિરંતર મને યાદ કરો. પરમાત્મા તો
સમર્થ છે, સર્વશક્તિવાન્ છે, એ પોતાનાં વાયદા ને અવશ્ય નિભાવશે પણ બાળકો પણ જ્યારે
બાપ ની સાથે તોડ નિભાવશે, જ્યારે બધા માંથી બુદ્ધિયોગ તોડી એક પરમાત્મા સાથે જોડશે
ત્યારે જ એમની પાસે થી સંપૂર્ણ વારસો મળશે.
અવ્યક્ત ઈશારા -
સત્યતા અને સભ્યતા રુપી કલ્ચર ને અપનાવો
જોશ માં આવીને જો કોઈ
સત્ય ને સિદ્ધ કરે છે તો જરુર એમાં કાંઈ ન કાંઈ અસત્યતા સમાયેલી છે. ઘણાં બાળકો ની
ભાષા બની ગઈ છે - હું બિલકુલ સાચ્ચું બોલું છું, ૧૦૦ ટકા સત્ય બોલું છું પરંતુ સત્ય
ને સિદ્ધ કરવાની આવશ્યક્તા નથી. સત્ય એવો સૂર્ય છે જે છૂપાઈ નથી શકતો, ભલે કેટલી પણ
દિવાલો કોઈ આગળ લાવે પરંતુ સત્યતા નો પ્રકાશ ક્યારેય છૂપાઈ નથી શકતો. સભ્યતા પૂર્વક
બોલ, સભ્યતા પૂર્વક ચલન, આમાં જ સફળતા મળે છે.