03-04-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બાપ
સમાન રહેમદિલ બની અનેક ને રસ્તો બતાવો , જે બાળકો દિવસ - રાત સર્વિસ માં લાગ્યાં રહે
છે - એ જ બહાદુર છે”
પ્રશ્ન :-
ઊંચી તકદીર નો મુખ્ય
આધાર કઈ વાત પર છે?
ઉત્તર :-
યાદ ની યાત્રા પર. જેટલાં જે યાદ કરે છે એટલી ઊંચી તકદીર બનાવે છે. શરીર નિર્વાહ
અર્થ કર્મ કરતા બાપ અને વારસા ને યાદ કરતા રહો તો તકદીર ઊંચી બનતી જશે.
ગીત :-
તકદીર જગાકર
આઇ હૂઁ…
ઓમ શાંતિ!
બાળકો જ્યારે
જન્મે છે તો પોતાની સાથે કર્મો અનુસાર તકદીર લઈ આવે છે. કોઈ સાહૂકાર પાસે, કોઈ ગરીબ
ની પાસે જન્મ લે છે. બાપ પણ સમજે છે કે વારીસ આવ્યો છે. જેવું-જેવું દાન-પુણ્ય કર્યુ
છે, તે અનુસાર જન્મ મળે છે. હવે આપ મીઠાં-મીઠાં સિકિલધા બાળકો ને કલ્પ પછી ફરી થી
બાપે આવીને સમજાવ્યું છે. બાળકો પણ જાણે છે કે અમે પોતાની તકદીર લઈ આવ્યાં છીએ.
સ્વર્ગ ની બાદશાહી ની તકદીર લઈ આવ્યાં છીએ, જેમણે સારી રીતે જાણ્યું છે અને બાપ ને
યાદ કરી રહ્યાં છે. યાદ ની સાથે તકદીર નું કનેક્શન (સંબંધ) છે. જન્મ લીધો છે - તો
બાપ ની યાદ પણ હોવી જોઈએ. જેટલાં યાદ કરશે એટલી તકદીર ઊંચી રહેશે. કેટલી સહજ વાત
છે. સેકન્ડ માં જીવનમુક્તિ મળી જાય છે. તમે આવ્યાં છો સુખધામ ની તકદીર પ્રાપ્ત કરવાં.
હમણાં દરેક પુરુષાર્થ કરી રહ્યાં છે. દરેક પોતાને જોઈ રહ્યાં છે કે અમે કેવી રીતે
પુરુષાર્થ કરી રહ્યાં છીએ? જેમ મમ્મા-બાબા અને સર્વિસેબલ બાળકો પુરુષાર્થ કરે છે
તેમને ફોલો (અનુકરણ) કરવા જોઈએ. બધાને બાપ નો પરિચય આપવો જોઈએ. બાપ નો પરિચય આપ્યો
તો રચના નાં આદિ-મધ્ય-અંત નો પણ આવી જશે. ઋષિ-મુનિ વગેરે કોઈ પણ રચયિતા અને રચના
નાં આદિ-મધ્ય-અંત ની નોલેજ આપી ન શકે. હમણાં તમારી બુદ્ધિ માં આખું ચક્ર સ્મૃતિ માં
રહે છે. દુનિયા માં કોઈ પણ બાપ અને વારસા ને નથી જાણતાં. આપ બાળકો હવે બાપ ને અને
પોતાની તકદીર ને જાણો છો. હવે બાપ ને યાદ કરવાનાં છે. શરીર નિર્વાહ અર્થ કર્મ પણ
કરવાનાં છે. ઘરબાર પણ સંભાળવાનું છે. કોઈ નિર્બન્ધન છે તો તે સારી સર્વિસ કરી શકે
છે. બાળકો કોઈ નથી તો તેમને સર્વિસ કરવાનો સારો ચાન્સ (તક) છે. સ્ત્રી ને પતિ કે
બાળકો નું બંધન હોય છે. જો બાળકો નથી તો બંધનમુક્ત થયા ને? તે જાણે વાનપ્રસ્થી થઈ
ગયાં. પછી મુક્તિધામ માં જવા માટે સંગ જોઈએ. ભક્તિમાર્ગ માં તો સંગ મળે છે - સાધુઓ
વગેરે નો, નિવૃત્તિ માર્ગ વાળાઓ નો. તે નિવૃત્તિ માર્ગ વાળા પ્રવૃત્તિ માર્ગ નો
વારસો અપાવી ન શકે. આપ બાળકો જ અપાવી શકો છો. તમને બાપે રસ્તો બતાવ્યો છે. ભારત ની
હિસ્ટ્રી-જોગ્રોફી ૮૪ જન્મો ની બેસીને સમજાવો. ભારતવાસી જ ૮૪ જન્મ લે છે. એક ની વાત
નથી. સૂર્યવંશી તે પછી ચંદ્રવંશી, પછી વૈશ્યવંશી… કુળ માં આવે છે, નંબરવાર તો હોય
છે ને? ભારત નાં પ્રથમ નંબર પ્રિન્સ (રાજકુમાર) છે શ્રીકૃષ્ણ, જેમને ઝૂલા માં ઝુલાવે
છે. બીજા નંબર ને ઝુલાવતા જ નથી કારણકે કળા ઓછી થઈ ગઈ. જે પહેલો નંબર છે, પૂજા એની
થાય છે. મનુષ્ય સમજતા નથી કે શ્રીકૃષ્ણ એક છે કે બે-ત્રણ છે. શ્રીકૃષ્ણ ની ડિનાયસ્ટી
(રાજધાની) ચાલે છે, આ કોઈને પણ ખબર નથી. પૂજા ફક્ત નંબરવન ની થાય છે. માર્ક્સ (ગુણાંક)
તો નંબરવાર જ મળે છે. તો પુરુષાર્થ કરવો જોઈએ કે કેમ નહીં અમે પહેલાં નંબર માં આવીએ.
મમ્મા-બાબા ને ફોલો કરીએ, તેમની રાજધાની લઈએ. જે સારી સર્વિસ કરશે તે સારા મહારાજા
નાં ઘર માં જન્મ લેશે. ત્યાં તો છે જ મહારાજા-મહારાણી. તે સમયે કોઈ રાજા-રાણી નું
ટાઈટલ (પદ) નથી હોતું. તે પછી શરુ થાય છે. દ્વાપર થી જ્યારે પતિત બને છે તો તેમાં
અધિક પ્રોપર્ટી (મિલકત) વાળા ને રાજા કહેવાય છે. પછી મહારાજા નું લકબ ઓછું થઈ જાય
છે. પછી જ્યારે ભક્તિમાર્ગ હોય છે તો ગરીબ સાહૂકાર માં ફરક તો રહે છે ને? હવે આપ
બાળકો જ શિવબાબા ને યાદ કરો છો અને એમની પાસે થી વારસો લઈ રહ્યાં છો. બીજા સત્સંગો
માં મનુષ્ય બેસીને કથા સંભળાવે છે, મનુષ્ય, મનુષ્ય ને ભક્તિ શીખવાડે છે. તે જ્ઞાન
આપીને સદ્દગતિ નથી કરી શકતાં. વેદ, શાસ્ત્ર વગેરે બધા છે ભક્તિમાર્ગ નાં. સદ્દગતિ
તો જ્ઞાન થી થાય છે. પુનર્જન્મ ને પણ માને છે. વચ્ચે તો કોઈ પણ પાછું જઈ ન શકે. અંત
માં જ બાપ આવીને બધાને લઈ જાય છે. આટલાં બધા આત્માઓ ક્યાં જઈને રહેશે? બધા ધર્મ વાળા
નાં વિભાગ તો અલગ-અલગ છે ને? તો આ પણ સમજાવવાનું છે. આ કોઈને ખબર નથી કે આત્માઓ નું
પણ ઝાડ છે. આપ બાળકો ની બુદ્ધિ માં આખાં ઝાડ નું જ્ઞાન રહે છે. આત્માઓ નું ઝાડ પણ
છે, જીવાત્માઓ નું પણ ઝાડ છે. બાળકો જાણે છે કે આપણે આ જૂનું શરીર છોડીને ઘરે જઈ
રહ્યાં છીએ. “હું આત્મા” આ શરીર થી અલગ છું - આ સમજવું એટલે જીવતે જીવ મરવું. આપ
મુયે મર ગઈ દુનિયા. મિત્ર, સંબંધી વગેરે બધાને છોડી દીધાં. પહેલાં પૂરી શિક્ષા લઈને,
પદ નાં અધિકારી બની પછી જવાનું છે. બાપ ને યાદ કરવા તો ખૂબ સહજ છે. ભલે કોઈ બીમાર
હોય, તેમને પણ કહેતા રહેવું જોઈએ કે શિવબાબા ને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. જે
પાક્કા યોગી છે તેમનાં માટે જલ્દી મરવું (શરીર છોડવાનું) પણ સારું નથી કારણકે તે
યોગ માં રહીને રુહાની સેવા કરે છે. મરી જશે તો સેવા કરી નહીં શકે. સેવા કરવાથી
પોતાનું ઊંચ પદ બનાવતા રહેશે બીજા ભાઈ-બહેનો ની સેવા પણ થશે. તે પણ બાપ પાસે થી વરસો
મેળવી લેશે. આપણે પરસ્પર ભાઈ-ભાઈ છીએ, એક બાપ નાં બાળકો છીએ.
બાપ કહે છે - મને યાદ
કરો તો વિકર્મ વિનાશ થશે. પહેલાં પણ આવું કહ્યું હતું. કોઈને પણ સમજાવી શકો છો,
બહેનજી અથવા ભાઈજી, તમારો આત્મા તમોપ્રધાન બની ગયો છે. જે સતોપ્રધાન હતો હવે ફરી
તમોપ્રધાન થી સતોપ્રધાન બની સતોપ્રધાન દુનિયા માં ચાલવાનું છે. આત્મા ને સતોપ્રધાન
બનાવવાનો છે યાદ ની યાત્રા થી. યાદ નો પૂરો ચાર્ટ રાખવો જોઈએ. જ્ઞાન નો ચાર્ટ નહીં
રાખી શકાય. બાપ તો જ્ઞાન આપતા રહે છે. તપાસ રાખવાની છે કે અમારી ઉપર જે વિકર્મો નો
બોજો છે, તે કેવી રીતે ઉતરે એટલે યાદ નો ચાર્ટ રખાય છે. અમે કેટલાં કલાક યાદ કર્યાં?
મૂળવતન ને પણ યાદ કરે છે પછી નવી દુનિયા ને પણ યાદ કરે છે. ઉથલ-પાથલ થવાની છે. તેની
પણ તૈયારી થઈ રહી છે. બોમ્બ્સ વગેરે પણ બનતા જશે. એક તરફ કહે છે કે અમે એવાં-એવાં
મોત માટે સામાન બનાવી રહ્યાં છીએ. બીજી તરફ કહેશે મોત નો સામાન નહીં બનાવો. સમુદ્ર
ની નીચે પણ મારવાનો સામાન રાખ્યો છે, ઉપર આવીને બોમ્બ્સ છોડી પછી સમુદ્ર માં ચાલ્યાં
જશે. એવી-એવી વસ્તુઓ બનાવતા રહે છે. આ પોતાનાં જ વિનાશ માટે કરી રહ્યાં છે. મોત સામે
છે. આટલાં મોટાં-મોટાં મહેલ બનાવી રહ્યાં છે. તમે જાણો છો આ બધા માટી માં ભળી જશે.
કિનકી દબી રહી ધૂલ મેં… લડાઈ જરુર થશે. કોશિશ કરી ખિસ્સા બધાનાં ખાલી કરશે. ચોર પણ
કેટલાં ઘૂસી જાય છે. લડાઈ પર કેટલાં ખર્ચા કરે છે. આ બધું માટી માં ભળી જવાનું છે.
મકાન વગેરે બધું પડશે. બોમ્બ્સ વગેરે પડવાથી સૃષ્ટિ નાં ૩ ભાગ ખલાસ થઈ જાય છે. બાકી
એક ભાગ બચી જાય છે. ભારત એક ભાગ માં છે ને? બાકી તો બધાં પછી આવેલા છે. હવે ભારત
ખંડ નો જ ભાગ બચશે. મોત તો બધાનું થવાનું જ છે તો કેમ નહીં આપણે બાપ પાસે થી પૂરો
વારસો લઈ લઈએ એટલે બાપ કહે છે કે લૌકિક સંબંધીઓ સાથે પણ તોડ નિભાવવાનો છે. બાકી
બંધન નથી તો બાબા સલાહ આપશે કે કેમ નથી સર્વિસ પર લાગી જતાં? સ્વતંત્ર છો તો અનેક
નું ભલું કરી શકો છો. સારું, ક્યાંય બહાર ન જાઓ તો પોતાનાં મિત્ર-સંબંધીઓ પર જ રહેમ
કરવો જોઈએ. પહેલાં કહેતા હતાં ને કે બાબા રહેમ કરો. હવે તો તમને રસ્તો મળ્યો છે તો
બીજા ઉપર પણ રહેમ કરવો જોઈએ, જેમ બાપ રહેમ કરે છે. બાપ કહે છે મને યાદ કરો તો
વિકર્મ વિનાશ થશે. સંન્યાસી લોકો તો હઠયોગ વગેરે ની કેટલી મહેનત કરે છે. અહીં તો
તેવું કાંઈ નથી. ફક્ત યાદ કરો તો પાપ ભસ્મ થઈ જશે, આમાં કોઈ તકલીફ નથી. ફક્ત યાદ ની
યાત્રા ની વાત છે. ઉઠો, બેસો, કર્મેન્દ્રિયો થી ભલે કર્મ પણ કરો, ફક્ત બુદ્ધિ નો
યોગ બાપ સાથે લગાવો. સાચાં-સાચાં આશિક બનવાનું છે એ માશૂક નાં. સ્વયં કહે છે હે
આશિકો, હે બાળકો! ભક્તિમાર્ગ માં તો ખૂબ યાદ કર્યાં. પરંતુ હવે મુજ માશૂક ને યાદ કરો
તો તમારા પાપ ભસ્મ થશે. હું ગેરેન્ટી (ખાતરી) કરું છું. કોઈ-કોઈ વાત શાસ્ત્રો માં
આવી ગઈ છે. ભગવાન દ્વારા ગીતા સાંભળવાથી તમે જીવનમુક્તિ મેળવો છો. મનુષ્ય દ્વારા
ગીતા સાંભળવા થી જીવનબંધ માં આવી ગયા છો, સીડી ઉતરતા આવ્યાં છો. દરેક વાત માં વિચાર
સાગર મંથન કરવાનું છે. પોતાની બુદ્ધિ ચલાવવાની છે. આ બુદ્ધિ ની યાત્રા છે. જેનાથી
વિકર્મ વિનાશ થશે. વેદ, શાસ્ત્ર, યજ્ઞ, તપ વગેરે કરવાથી પાપ નાશ નહીં થશે. નીચે જ
ઉતરતાં આવ્યાં. હવે તમારે ઉપર જવાનું છે. ફક્ત સીડી થી કોઈ સમજી નહીં શકે, જ્યાં
સુધી તેનાં પર કોઈ સમજાવે નહીં. જેવી રીતે નાનાં બાળકો ને ચિત્ર દેખાડી શિખવાડવું
પડે છે - આ હાથી છે. જ્યારે હાથી જોશે તો ચિત્ર પણ યાદ આવશે. જેવી રીતે તમારી બુદ્ધિ
માં આવી ગયું છે. ચિત્ર માં હંમેશા નાની વસ્તુ દેખાડાય છે. તમે જાણો છો કે વૈકુંઠ
તો મોટું હશે ને? મોટી રાજધાની હશે. ત્યાં હીરા-ઝવેરાત નાં મહેલ હોય છે, તે પછી
પ્રાયઃલોપ થઈ જાય છે. બધી વસ્તુ ગાયબ થઈ જાય છે. નહીં તો આ ભારત ગરીબ કેવી રીતે
બન્યું? સાહૂકાર થી ગરીબ, ગરીબ થી સહૂકાર બનવાનું છે. આ ડ્રામા પૂર્વ નિર્ધારિત છે,
એટલે સીડી પર સમજાવાય છે, નવાં-નવાં આવે છે તો તેમને સમજાવવા થી પ્રેક્ટિસ થશે, મુખ
ખુલી જશે. સર્વિસ લાયક બાળકો ને બનાવાય છે. ઘણાં સેવાકેન્દ્રો પર તો ઘણાં બાળકો
અશાંતિ ફેલાવતા રહે છે. બુદ્ધિયોગ બહાર ભટકે છે તો નુકસાન કરી દે છે. વાયુમંડળ ખરાબ
કરી દે છે. નંબરવાર તો છે ને? પછી બાપ કહેશે તમે ભણ્યાં નથી, તો આ હાલત પોતાની જુઓ.
દિવસે-દિવસે વધારે સાક્ષાત્કાર થતા રહેશે. પાપ કરવા વાળાઓ ને સજાઓ પણ મળતી રહેશે.
પછી કહેશે - નાહેક (નકામા) અમે પાપ કર્યાં. બાપ ને સંભળાવી ને પ્રાશ્ચિત કરવાથી થોડા
ઓછા થઈ શકે છે. નહીં તો વૃદ્ધિ થતી રહેશે. એવું થતું રહે છે. સ્વયં પણ મહેસૂસ કરશે
પરંતુ પછી કહેશે શું કરીએ - અમારી આ આદત છૂટતી નથી, આનાં કરતાં તો ઘરે જઈને રહો.
કોઈ તો સારી સર્વિસ કરે છે. કોઈ ડિસ-સર્વિસ પણ કરે છે. આપણી સેના માં કોણ-કોણ
બહાદુર છે, આ બાપ નામ બતાવે છે. બાકી લડાઈ વગેરે ની અહીં વાત નથી. આ છે બેહદ ની વાતો.
સારા બાળકો હશે તો બાપ જરુર મહિમા પણ કરશે. બાળકોએ ખૂબ રહેમદિલ, કલ્યાણકારી બનવાનું
છે. આંધળાઓ ની લાઠી બનવાનું છે. બધાને રસ્તો બતાવવાનો છે કે બાપ ને યાદ કરો તો
વિકર્મ વિનાશ થશે. પાપ આત્મા અને પુણ્ય આત્મા કહે છે ને? એવું થોડી કે અંદર પરમાત્મા
છે કે આત્મા કોઈ પરમાત્મા બની જાય છે. આ બધું ખોટું છે. પરમાત્મા પર થોડી પાપ લાગે
છે? એમનો તો ડ્રામા માં પાર્ટ છે સર્વિસ કરવાનો. મનુષ્ય જે પાપાત્મા, પુણ્યાત્મા બને
છે. જે સતોપ્રધાન હતાં, તે જ તમોપ્રધાન બને છે. તેમનાં તન માં બાપ બેસી સતોપ્રધાન
બનાવે છે તો એમની મત પર ચાલવું પડે ને?
હવે બાપે આપ બાળકો ને
વિશાળ બુદ્ધિ બનાવ્યાં છે. હવે તમે જાણો છો કે રાજધાની કેવી રીતે સ્થાપન થઈ રહી છે.
બાપ જ બ્રહ્મા તન માં આવીને બ્રહ્મા મુખ વંશાવલી બાળકો ને રાજયોગ શીખવાડી દેવી-દેવતા
બનાવે છે. પછી પુનર્જન્મ લઈ સીડી ઉતરે છે. હવે ફરી બધું રિપીટ કરવાનું છે. બાપ ફરી
બ્રહ્મા દ્વારા સ્થાપના કરાવી રહ્યાં છે. યોગબળ થી તમે ૫ વિકારો પર જીત મેળવીને
જગતજીત બનો છો. બાકી લડાઈ વગેરેની કોઈ વાત નથી. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બંધનમુક્ત
બની બાપ ની સર્વિસ માં લાગી જવાનું છે, ત્યારે જ ઊંચી તકદીર બનશે. રહેમદિલ બની અનેક
ને રસ્તો બતાવવાનો છે. આંધળાઓ ની લાઠી બનવાનું છે.
2. આ શરીર માંથી
મમત્વ કાઢી જીવતે જીવ મરવાનું છે કારણકે હવે પાછું ઘરે જવાનું છે. બીમારી માં પણ એક
બાપ ની યાદ રહે તો વિકર્મ વિનાશ થઈ જશે.
વરદાન :-
કલ્યાણ ની
ભાવના દ્વારા દરેક આત્મા નાં સંસ્કારો ને પરિવર્તન કરવા વાળા નિશ્ચિયબુદ્ધિ ભવ
જેમ બાપ માં ૧૦૦ ટકા
નિશ્ચિયબુદ્ધિ છો, કોઈ કેટલાં પણ ડગમગ કરવાની કોશિશ કરે પરંતુ થઈ નથી શકતાં, એમ દૈવી
પરિવાર કે સંસારી આત્માઓ દ્વારા ભલે કોઈ કેવા પણ પેપર લે, ક્રોધી બની સામનો કરે કે
કોઈ અપમાન કરી દે, ગાળો આપે - એમાં પણ ડગમગ થઈ નથી શકતાં, આમાં ફક્ત દરેક આત્મા
પ્રત્યે કલ્યાણ ની ભાવના હોય, આ ભાવના એમનાં સંસ્કારો ને પરિવર્તન કરી દેશે. આમાં
ફક્ત અધીરા નથી થવાનું, સમય પ્રમાણે ફળ અવશ્ય નીકળશે - આ ડ્રામા ની નોંધ છે.
સ્લોગન :-
પવિત્રતા ની
શક્તિ થી પોતાનાં સંકલ્પો ને શુદ્ધ, જ્ઞાન સ્વરુપ બનાવી કમજોરીઓ ને સમાપ્ત કરો.
આ અવ્યક્ત ઈશારા -
મહાન બનવા માટે મધુરતા અને નમ્રતા નો ગુણ ધારણ કરો
વાચા માં સદા સત્યતા
અને મધુરતા હોય તો વાણી નાં માર્ક્સ જમા થતા રહેશે. મધુરતા નો ગુણ જીવન માં છે તો
દરેક બોલ મોતી સમાન હશે. એવું લાગશે જાણે બોલી નથી રહ્યાં, મોતીઓ નો વરસાદ થઈ રહ્યો
છે. તે એવાં બોલ બોલશે જે સાંભળવા વાળા વિચારશે કે આવાં બોલ અમે પણ બોલીએ. બધાને
સાંભળીને શીખવાની, ફોલો કરવાની પ્રેરણા મળશે. એવાં મધુર બોલ નાં વાયબ્રેશન સર્વ ને
સ્વતઃ જ ખેંચે છે.