03-04-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
પોતાને રાજતિલક આપવાનાં લાયક બનાવો , જેટલું ભણતર ભણશો , શ્રીમત પર ચાલશો તો
રાજતિલક મળી જશે”
પ્રશ્ન :-
કઈ સ્મૃતિ માં રહો તો રાવણપણા ની સ્મૃતિ વિસ્મૃત થઈ જશે?
ઉત્તર :-
સદા સ્મૃતિ રહે કે અમે સ્ત્રી-પુરુષ નથી, અમે આત્મા છીએ, અમે મોટા બાબા (શિવબાબા)
થી નાનાં બાબા (બ્રહ્મા) દ્વારા વારસો લઇ રહ્યાં છીએ. આ સ્મૃતિ રાવણપણા ની સ્મૃતિ
ને ભુલાવી દેશે. જ્યારે કે સ્મૃતિ આવી કે આપણે એક બાપ નાં બાળક છીએ તો રાવણપણા ની
સ્મૃતિ સમાપ્ત થઈ જાય છે. આ પણ પવિત્ર રહેવાની ખૂબ સરસ યુક્તિ છે. પરંતુ આમાં મહેનત
જોઈએ.
ગીત :-
તુમ્હેં પાકે
હમને…
ઓમ શાંતિ!
રુહાની બાપ
બેસી રુહાની બાળકો ને સમજાવે છે. જુઓ, બધા તિલક અહીં (ભ્રકુટી માં) આપે છે. આ જગ્યા
એક તો આત્મા નું નિવાસ છે, બીજું પછી રાજતિલક પણ અહીં અપાય છે. આ આત્મા ની નિશાની
તો છે જ. હવે આત્મા ને બાપનો વારસો જોઈએ સ્વર્ગ નો. વિશ્વ નું રાજ્યતિલક જોઈએ.
સૂર્યવંશી-ચંદ્રવંશી, મહારાજા-મહારાણી બનવા માટે ભણે છે. આ ભણવું એટલે પોતાનાં માટે
પોતાને રાજતિલક આપવું છે. તમે અહીં આવ્યાં જ છો ભણવા માટે. આત્મા અહીં નિવાસ કરે છે
તે કહે છે બાબા અમે તમારાં થી વિશ્વનું સ્વરાજ્ય અવશ્ય પ્રાપ્ત કરીશું. પોતાનાં માટે
દરેકે પોતાનો પુરુષાર્થ કરવાનો છે. કહે છે બાબા, અમે એવાં સપૂત બનીને દેખાડીશું. તમે
અમારી ચલન ને જોતાં રહેજો કે કેવી રીતે ચાલીએ છીએ? તમે પણ જાણી શકો છો અમે પોતાને
રાજતિલક આપવા લાયક બન્યાં છીએ કે નહીં? આપ બાળકોએ બાપ નાં સપૂત બનીને દેખાડવાનું
છે. બાબા, અમે તમારું નામ જરુર રોશન કરીશું. અમે તમારાં મદદગાર એટલે પોતાનાં મદદગાર
બની ભારત પર પોતાનું રાજ્ય કરીશું. ભારતવાસી કહે છે ને-અમારું રાજ્ય છે. પરંતુ તે
બિચારાઓને ખબર નથી કે હમણાં અમે વિષય વૈતરણી નદી માં પડ્યાં છીએ. આપણું આત્મા નું
રાજ્ય તો છે નહીં. હમણાં તો આત્મા ઉલ્ટો લટકેલો છે. ખાવાનું પણ નથી મળતું. જ્યારે
આવી હાલત હોય છે ત્યારે બાબા કહે છે હવે તો મારાં બાળકો ને ખાવા માટે પણ નથી મળતું,
હવે હું જઈને તેમને રાજયોગ શીખવાડું. તો બાપ આવે છે રાજયોગ શીખવાડવાં. બેહદ નાં બાપ
ને યાદ કરો છો. તે જ નવી દુનિયા રચવાવાળા. બાપ પતિત-પાવન પણ છે, જ્ઞાન સાગર પણ છે.
આ સિવાય તમારા બીજા કોઈ ની બુદ્ધિમાં નથી. આ ફક્ત આપ બાળકો જાણો છો - બરોબર અમારા
બાબા જ્ઞાન નાં સાગર, સુખ નાં સાગર છે. આ મહિમા પાક્કી યાદ કરી લો, ભૂલો નહીં. બાપ
ની મહિમા છે ને? એ બાપ પુનર્જન્મ રહિત છે. શ્રીકૃષ્ણ ની મહિમા બિલકુલ ન્યારી છે.
પ્રાઈમ મિનિસ્ટર (પ્રધાનમંત્રી), પ્રેસિડેન્ટ (રાષ્ટ્રપતિ) ની મહિમા તો અલગ-અલગ હોય
છે ને? બાપ કહે છે મને પણ આ ડ્રામામાં ઊંચા માં ઊંચો પાર્ટ મળેલો છે. ડ્રામા માં
એક્ટર્સ ને ખબર હોવી જોઈએ ને કે આ બેહદ નો ડ્રામા છે, આની આયુ કેટલી છે. જો નથી
જાણતા તેમને બેસમજ કહીશું. પરંતુ આ કોઈ સમજે થોડી છે! બાપ આવીને કોન્ટ્રાસ્ટ (વિરોધાભાસ)
બતાવે છે કે મનુષ્ય શું થી શું થઈ જાય છે? હમણાં તમે સમજી શકો છો, મનુષ્યો ને
બિલકુલ ખબર નથી કે ૮૪ જન્મ કેવી રીતે લેવાય છે. ભારત કેટલો ઊંચો હતો, ચિત્ર છે ને?
સોમનાથ મંદિર થી કેટલું ધન લુંટી ને લઈ ગયાં. કેટલું ધન હતું! હમણાં આપ બાળકો અહીં
બેહદ નાં બાપ થી મળવા આવ્યાં છો. બાળકો જાણે છે બાબા થી રાજતિલક શ્રીમત પર લેવા
આવ્યાં છીએ. બાપ કહે છે પવિત્ર જરુર બનવું પડશે. જન્મ-જન્માન્તર વિષય વૈતરણી નદી
માં ગોતાં ખાઇને થાક્યા નથી! કહે પણ છે અમે પાપી છીએ, મુજ નિર્ગુણ હારે મેં કોઈ ગુણ
નાહીં, તો જરુર ક્યારેક ગુણ હતાંં જે હવે નથી.
હવે તમે સમજી ગયાં
છો-અમે વિશ્વ નાં માલિક, સર્વગુણ સમ્પન્ન હતાંં. હવે કોઈ ગુણ નથી રહ્યાં. આ પણ બાપ
સમજાવે છે. બાળકો નાં રચયિતા છે જ બાપ. તો બાપ ને જ તરસ પડે છે બધા બાળકો પર. બાપ
કહે છે મારો પણ ડ્રામા માં પાર્ટ છે. કેટલાં તમોપ્રધાન બની ગયાં છો. જુઠ્ઠ, પાપ,
ઝઘડા શું-શું ચાલી રહ્યું છે. બધા ભારતવાસી બાળકો ભૂલી ગયાં છે કે અમે કોઈ સમયે
વિશ્વ નાં માલિક ડબલ સિરતાજ હતાં. બાપ તેમને સ્મૃતિ અપાવે છે, તમે વિશ્વ નાં માલિક
હતાં પછી તમે ૮૪ જન્મ લેતા આવ્યાં છો. તમે પોતાનાં ૮૪ જન્મો ને ભૂલી ગયાં છો. વન્ડર
છે, ૮૪ ની બદલે ૮૪ લાખ જન્મ કહી દીધાં છે પછી કલ્પની આયુ પણ લાખો વર્ષ કહી દે છે.
ઘોર અંધકાર માં છે ને? કેટલું જુઠ્ઠું છે? ભારત જ સચખંડ હતો, ભારત જ જુઠ્ઠખંડ છે.
જુઠ્ઠખંડ કોણે બનાવ્યો, સચખંડ કોણે બનાવ્યો? આ કોઈને ખબર નથી. રાવણ ને બિલકુલ જ
જાણતા નથી. ભક્ત લોકો રાવણ ને બાળે છે. કોઈ ધાર્મિક વ્યક્તિ છે, તેને તમે બતાવો કે
મનુષ્ય આ શું-શું કરે છે? સતયુગ જેને સ્વર્ગ વૈકુંઠ કહો છો ત્યાં શૈતાન રાવણ ક્યાંથી
આવ્યો. નરક નાં મનુષ્ય ત્યાં હોઈ કેવી રીતે શકે? તો સમજશે આ તો બરોબર ભૂલ છે. તમે
રામરાજ્ય નાં ચિત્ર પર સમજાવી શકો છો, આમાં રાવણ ક્યાંથી આવ્યો? તમે સમજાવો પણ છો
પરંતુ સમજતા નથી. કોઈ વિરલા જ નીકળે છે. તમે કેટલાં થોડાં છો તે પણ આગળ ચાલી જોવાનું
છે, કેટલાં રહે છે!
તો બાબાએ
સમજાવ્યું-આત્મા ની નાની નિશાની પણ અહીં જ દેખાડે છે. મોટી નિશાની છે રાજતિલક. હમણાં
બાપ આવેલાં છે. પોતાને મોટું તિલક કેવી રીતે આપવાનું છે, તમે સ્વરાજ્ય કેવી રીતે
પ્રાપ્ત કરી શકો છો? તે રસ્તો બતાવે છે. તેનું નામ રાખી દીધું છે રાજયોગ. શિખવાડવા
વાળા છે બાપ. શ્રીકૃષ્ણ થોડી બાપ હોઈ શકે! તે તો બાળક છે પછી રાધા ની સાથે સ્વયંવર
થાય છે ત્યારે એક બાળક થશે. બાકી શ્રીકૃષ્ણ ને આટલી રાણીઓ વગેરે આપી દીધી છે આ તો
જુઠ્ઠું છે ને? પરંતુ આ પણ ડ્રામા માં નોંધ છે, આવી વાતો તો પણ સાંભળશો. હમણાં આપ
બાળકોની બુદ્ધિ માં છે-કેવી રીતે આપણે આત્માઓ ઉપર થી આવીએ છીએ પાર્ટ ભજવવાં. એક
શરીર છોડી બીજું લઈએ છીએ. આ તો ખૂબ સહજ છે ને? બાળક જનમ્યો, તેને શીખવાડે છે-આ બોલો.
તો શીખવાડવા થી શીખી જાય છે. તમને બાબા શું શીખવાડે છે? ફક્ત કહે છે બાપ અને વારસા
ને યાદ કરો. તમે ગાઓ પણ છો તુમ માત-પિતા… આત્મા ગાય છે ને બરોબર સુખ ઘનેરા મળે છે.
આપ બાળકો જાણો છો શિવબાબા આપણને ભણાવી રહ્યાં છે. અહીં તમે શિવબાબા ની પાસે આવ્યાં
છો. ભાગીરથ તો મનુષ્ય નો રથ છે ને? આમાં પરમપિતા પરમાત્મા વિરાજમાન થાય છે, પરંતુ
રથ નું નામ શું છે? હમણાં તમે જાણો છો નામ છે બ્રહ્મા કારણકે બ્રહ્મા દ્વારા
બ્રાહ્મણ રચે છે ને? પહેલાં હોય જ છે બ્રાહ્મણ ચોટી પછી દેવતા. પહેલાં તો બ્રાહ્મણ
જોઈએ એટલે વિરાટ રુપ પણ દેખાડ્યું છે. તમે બ્રાહ્મણ પછી દેવતા બનો છો. બાપ ખૂબ સારી
રીતે સમજાવે છે, પછી છતાં પણ ભૂલી જાય છે. બાપ કહે બાળકો સદા સ્મૃતિ રાખો કે અમે
સ્ત્રી-પુરુષ નથી, અમે આત્મા છીએ. અમે મોટા બાબા (શિવબાબા) થી નાનાં બાબા (બ્રહ્મા)
દ્વારા વારસો લઈ રહ્યાં છીએ તો રાવણપણા ની સ્મૃતિ વિસ્મૃતિ થઇ જશે. આ પવિત્ર રહેવાની
ખૂબ સરસ યુક્તિ છે. બાબાની પાસે બહુજ જોડીઓ આવે છે, બન્ને જ કહે છે બાબા. જ્યારે કે
સ્મૃતિ આવી છે આપણે એક બાપ નાં બાળક છીએ તો પછી રાવણપણા ની સ્મૃતિ વિસ્મૃત થઈ જવી
જોઈએ, આમાં મહેનત જોઈએ. મહેનત વગર તો કંઈ ચાલી ન શકે. આપણે બાબા નાં બન્યાં છીએ,
એમને જ યાદ કરીએ છીએ. બાપ પણ કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. ૮૪ જન્મો ની
કહાણી પણ બિલકુલ સહજ છે. બાકી મહેનત છે બાપ ને યાદ કરવામાં. બાપ કહે છે ઓછામાં ઓછો
પુરુષાર્થ કરી ૮ કલાક તો યાદ કરો. એક ઘડી અડધી ઘડી… ક્લાસ માં આવો તો સ્મૃતિ આવશે -
બાપ અમને આ ભણાવે છે. હમણાં તમે બાપ ની સન્મુખ છો ને? બાપ બાળકો-બાળકો કહી સમજાવે
છે. આપ બાળકો સાંભળો છો. બાપ કહે છે હિયર નો ઈવિલ… આ પણ હમણાંની જ વાત છે.
હમણાં આપ બાળકો જાણો
છો આપણે જ્ઞાન સાગર બાપ ની પાસે સન્મુખ આવ્યાં છીએ. જ્ઞાન સાગર બાપ તમને આખી સૃષ્ટિ
નું જ્ઞાન સંભળાવી રહ્યાં છે. પછી કોઈ ઉઠાવે ન ઉઠાવે, તે તો તેમનાં ઉપર છે. બાપ
આવીને હમણાં આપણને જ્ઞાન આપી રહ્યાં છે. આપણે હમણાં રાજયોગ શીખીએ છીએ. પછી કોઈ પણ
શાસ્ત્ર વગેરે ભક્તિ નો અંશ નહીં રહે. ભક્તિમાર્ગ માં જ્ઞાન રિંચક માત્ર નથી,
જ્ઞાનમાર્ગ માં પછી ભક્તિ રિંચક માત્ર નથી. જ્ઞાન સાગર જ્યારે આવે ત્યારે એ જ્ઞાન
સંભળાવે. એમનું જ્ઞાન છે જ સદ્દગતિ નાં માટે. સદ્દગતિ દાતા છે જ એક, જેમને જ ભગવાન
કહેવાય છે. બધા એક જ પતિત-પાવન ને બોલાવે છે પછી બીજા કોઈ હોઈ કેવી રીતે શકે? હમણાં
બાપ દ્વારા આપ બાળકો સાચ્ચી વાતો સાંભળી રહ્યાં છો. બાપે સંભળાવ્યું - બાળકો, હું
તમને કેટલો સાહૂકાર બનાવીને ગયો હતો. ૫ હજાર વર્ષ ની વાત છે. તમે ડબલ સિરતાજ હતાંં,
પવિત્રતા નો પણ તાજ હતો પછી જ્યારે રાવણ રાજ્ય હોય છે ત્યારે તમે પુજારી બની જાઓ
છો. હવે બાપ ભણાવવા આવ્યાં છે તો એમની શ્રીમત પર ચાલવાનું છે, બીજાઓને પણ સમજાવવાનું
છે. બાપ કહે છે મારે આ શરીર લોન (ઉધાર) લેવું પડે છે. મહિમા બધી એ એકની જ છે, હું
તો તેમનો રથ છું. બળદ નથી. બલિહારી બધી તમારી છે, બાબા તમને સંભળાવે છે. હું વચ્ચે
સાંભળી લઉં છું. મને એકલા ને કેવી રીતે સંભળાવશે? તમને સંભળાવે છે હું પણ સાંભળી લઉં
છું. આ પણ પુરુષાર્થી વિદ્યાર્થી છે. તમે પણ વિદ્યાર્થી છો. આ પણ ભણે છે. બાપ ની
યાદ માં રહે છે. કેટલી ખુશી માં રહે છે. લક્ષ્મી-નારાયણ ને જોઈ ખુશી થાય છે-હું આ
બનવાવાળો છે. તમે અહીં આવ્યાં જ છો સ્વર્ગ નાં પ્રિન્સ-પ્રિન્સેસ (રાજકુમાર-રાજકુમારી)
બનવાં. રાજ્યોગ છે ને? મુખ્ય-ઉદ્દેશ પણ છે. ભણાવવા વાળા પણ બેઠાં છે પછી એટલી ખુશી
કેમ નથી થતી? અંદર માં ખૂબ ખુશી થવી જોઈએ. બાબા થી આપણે કલ્પ-કલ્પ વારસો લઈએ છીએ.
અહીં જ્ઞાન સાગર ની પાસે આવીએ છીએ, પાણી ની તો વાત જ નથી. અહીં તો બાપ સન્મુખ સમજાવી
રહ્યાં છે. તમે પણ આ (દેવતા) બનવા માટે ભણી રહ્યાં છો. બાળકોને ખૂબ ખુશી થવી જોઈએ -
હવે અમે જઈએ છીએ પોતાનાં ઘરે. હવે જે જેટલું ભણશે એટલું ઊંચું પદ મેળવશે. દરેકે
પોતાનો પુરુષાર્થ કરવાનો છે. દિલશિકસ્ત નહીં બનો. બહુજ મોટી લોટરી છે. સમજવાં છતાં
પણ પછી આશ્ચર્યવત્ ભાગન્તી થઈ ભણવાનું છોડી દે છે. માયા કેટલી પ્રબળ છે. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાને
રાજતિલક આપવાનાં લાયક બનાવવાનું છે. સપૂત બાળક બનીને સબૂત આપવાનું છે. ચલન ખૂબ રોયલ
રાખવાની છે. બાપ નાં પૂરે-પૂરા મદદગાર બનવાનું છે.
2. આપણે વિદ્યાર્થી
છીએ, ભગવાન આપણને ભણાવી રહ્યાં છે, આ ખુશી થી ભણતર ભણવાનું છે. ક્યારેય પણ
પુરુષાર્થ માં દિલશિકસ્ત નથી બનવાનું.
વરદાન :-
પોતાના અધિકાર
ની શક્તિ દ્વારા ત્રિમૂર્તિ રચના ને સહયોગી બનાવવા વાળા માસ્ટર રચતા ભવ
ત્રિમૂર્તિ શક્તિઓ (મન,
બુદ્ધિ અને સંસ્કાર) આ આપ માસ્ટર રચતા ની રચના છે. એને પોતાના અધિકાર ની શક્તિ થી
સહયોગી બનાવો. જેવી રીતે રાજા સ્વયં કાર્ય નથી કરતા, કરાવે છે, કરવાવાળા રાજ્ય
કારોબારી અલગ હોય છે. એવી રીતે આત્મા પણ કરાવનહાર છે, કરનહાર આ વિશેષ ત્રિમૂર્તિ
શક્તિઓ છે. તો માસ્ટર રચયિતા નાં વરદાન ને સ્મૃતિ માં રાખી ત્રિમૂર્તિ શક્તિઓ ને અને
સાકાર કર્મેન્દ્રિયો ને સાચાં રસ્તા પર ચલાવો.
સ્લોગન :-
અધિકાર લેવા
માટે સ્પષ્ટવાદી બનો.
અવ્યક્ત ઈશારા -
રુહાની રોયલ્ટી અને પ્યોરિટી ની પર્સનાલિટી ધારણ કરો
પવિત્રતા ફક્ત
બ્રહ્મચર્ય નથી, તે તો ફાઉન્ડેશન છે પરંતુ સાથે બીજા ચાર પણ છે. ક્રોધ અને બીજા સાથે
જે છે, એ મહાભૂતો નો ત્યાગ, સાથે-સાથે એના પણ જે બાળ-બાળકો નાનાં-નાનાં અંશ માત્ર,
વંશ માત્ર છે, એનો પણ ત્યાગ કરો ત્યારે કહેવાશે પ્યોરિટી ની રુહાની રોયલ્ટી ધારણ કરી
છે.