03-06-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - વિશ્વ નાં માલિક બનાવવા વાળા બાપ ને ખૂબ રુચિ થી યાદ કરો , યાદ થી જ તમે સતોપ્રધાન બનશો”

પ્રશ્ન :-
કઈ એક વાત પર પૂરું ધ્યાન હોય તો બુદ્ધિ નાં કબાટ ખુલ્લી જશે?

ઉત્તર :-
ભણતર પર. ભગવાન ભણાવે છે એટલે ક્યારેય પણ ભણતર મિસ ન થવું જોઈએ. જ્યાં સુધી જીવવાનું છે, ત્યાં સુધી અમૃત પીવાનું છે. ભણતર માં અટેન્શન આપવાનું છે, એબસન્ટ નથી થવાનું. આમ-તેમ થી પણ શોધીને મોરલી જરુર વાંચવાની છે. મોરલીમાં રોજ નવા-નવા પોઈન્ટ્સ નીકળતા રહે છે, જેનાથી તમારા કબાટ જ ખુલ્લી જશે.

ઓમ શાંતિ!
શિવ ભગવાનુવાચ સાલિગ્રામો પ્રત્યે. આ તો આખાં કલ્પ માં એક જ વાર થાય છે, આ પણ તમે જાણો છો બીજા કોઈ પણ જાણી ન શકે. મનુષ્ય આ રચયિતા અને રચના નાં આદિ, મધ્ય, અંત ને બિલકુલ જ નથી જાણતાં. આપ બાળકો જાણો છો કે સ્થાપના માં વિઘ્ન તો પડવાના જ છે, આને કહેવાય છે જ્ઞાન-યજ્ઞ. બાપ સમજાવે છે આ જૂની દુનિયામાં તમે જે કંઈ જુઓ છો તે બધું સ્વાહા થઈ જવાનું છે. પછી એમાં મમત્વ ન રાખવું જોઈએ. બાપ આવીને ભણાવે છે નવી દુનિયા માટે. આ છે પુરુષોત્તમ સંગમયુગ. આ છે વિશશ અને વાઈસલેસ નો સંગમ, જ્યારે ચેન્જ થવાનું છે. નવી દુનિયાને કહેવાય છે વાઈસલેસ વર્લ્ડ. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ જ હતો. આ તો બાળકો જાણે છે પોઈન્ટ્સ સમજવાના છે. બાપ રાત-દિવસ કહેતા રહે છે - બાળકો, તમને ગુહ્ય થી ગુહ્ય વાતો સંભળાવું છું. જ્યાં સુધી બાપ છે ભણતર ચાલવાનું જ છે. પછી ભણતર પણ બંધ થઈ જશે. આ વાતો ને તમારા સિવાય કોઈ પણ નથી જાણતું. તમારામાં પણ નંબરવાર છે. જે પછી બાપદાદા જ જાણે છે. કેટલાં નીચે પડે છે? કેટલી તકલીફ થાય છે. એવું નથી સદૈવ બધાં પવિત્ર રહી શકે છે. પવિત્ર નથી રહેતા તો પછી સજાઓ ખાવી પડે છે. માળા નાં દાણા જ પાસ વિથ ઓનર્સ થાય છે. પછી પ્રજા પણ બને છે. આ ખૂબ સમજવાની વાતો છે. તમે કોઈને પણ સમજાવો તો તે સમજી થોડી શકે છે? સમય લાગે છે. તે પણ જેટલું બાપ સમજાવી શકે છે, એટલું તમે નહીં. રિપોટર્સ વગેરે જે આવે છે, એને બાપ જ જાણે છે-ફલાણા વિકાર માં પડ્યા, આ થયું… નામ તો નથી બતાવી શકતાં. નામ બતાવે તો પછી એમની સાથે કોઈ વાત કરવાનું પણ પસંદ નહીં કરશે. બધાં નફરત ની દૃષ્ટિ થી જોશે, દિલ થી ઉતરી જશે. બધી કરેલી કમાણી ચટ થઈ જાય છે. આ તો જેણે ધક્કો ખાધો તે જાણે તથા બાપ જાણે. આ ખૂબ ગુહ્ય વાતો છે.

તમે કહો છો ફલાણા મળ્યાં, એમને ખૂબ સારું સમજાવ્યું, તે સેવા માં મદદ કરી શકે છે. પરંતુ તે પણ જ્યારે સન્મુખ હોય ને! સમજો, ગવર્નર ને તમે સારી રીતે સમજાવો છો પરંતુ તે થોડી કોઈને સમજાવી શકશે? કોઈને સમજાવશે તો માનશે નહીં. જેને સમજવાનું હશે તે જ સમજશે. બીજા ને થોડી સમજાવી શકશે? આપ બાળકો સમજાવો છો કે આ તો કાંટાઓનું જંગલ છે, આને અમે મંગલ બનાવીએ છીએ. મંગલમ્ ભગવાન વિષ્ણુ કહે છે ને? આ શ્લોક વગેરે બધાં ભક્તિમાર્ગ નાં છે. મંગલ ત્યારે થાય છે જ્યારે વિષ્ણુ નું રાજ્ય હોય છે. વિષ્ણુ અવતરણ પણ દેખાડે છે. બાબાએ બધું જોયેલું છે. અનુભવી છે ને? બધાં ધર્મ વાળા ને સારી રીતે જાણે છે. બાપ જે તન માં આવશે તો એની પર્સનાલિટી પણ જોઈએ ને? ત્યારે કહે છે અનેક જન્મો નાં અંત માં, જ્યારે અહીંના ખૂબ અનુભવી હોય છે, ત્યારે હું આમનામાં પ્રવેશ કરું છું. તે પણ સાધારણ, પર્સનાલિટી નો એ મતલબ નથી કે રાજા-રજવાડા હોય. ના, આમને તો ખૂબ અનુભવ છે. આમનાં રથ માં આવું છું અનેક જન્મો નાં અંત માં આવું છું.

તમારે સમજાવવું પડે આ રાજધાની સ્થાપન થાય છે. માળા બને છે. આ રાજધાની કેવી રીતે સ્થાપન થઈ રહી છે, કોઈ રાજા-રાણી, કોઈ શું બને છે? આ બધી વાતો એક જ દિવસ માં તો કોઈ સમજી નથી શકતું. બેહદનાં બાપ જ બેહદનો વારસો આપે છે. ભગવાન આવીને સમજાવે છે તે પણ મુશ્કેલ થોડા પવિત્ર બને છે. આ પણ સમજાવવામાં સમય જોઈએ. કેટલી સજાઓ ખાય છે. સજાઓ ખાઈને પણ પ્રજા બને છે. બાપ સમજાવે છે - બાળકો, તમારે ખૂબ-ખૂબ મીઠાં પણ બનવાનું છે. કોઈને દુઃખ નથી આપવાનું. બાપ આવે જ છે બધાને સુખનો રસ્તો બતાવવાં, દુઃખ થી છોડાવવાં. તો પછી સ્વયં કોઈને કેવી રીતે દુઃખ આપશે? આ બધી વાતો તમે બાળકો જ જાણો છો. બહારવાળા ખૂબ મુશ્કેલ સમજે છે.

જે પણ સંબંધી વગેરે છે, એ બધાં માંથી મમત્વ તોડી દેવાનું છે. ઘર માં રહેવાનું છે પરંતુ નિમિત્ત માત્ર. આ તો બુદ્ધિમાં છે કે આ આખી દુનિયા ખતમ થઈ જવાની છે. પરંતુ આ વિચાર પણ કોઈ ને રહેતો નથી. જે અનન્ય બાળકો છે તે સમજે છે, તે પણ હમણાં શીખવાનો પુરુષાર્થ કરતા રહે છે. ઘણાં ફેલ પણ થઈ પડે છે. માયા ની ચકરી ખૂબ ચાલે છે. તે પણ ખૂબ બળવાન છે. પરંતુ આ વાતો બીજા કોઈને થોડી સમજાવી શકાય? તમારી પાસે આવે છે, સમજવા ઈચ્છે છે-અહીં શું થાય છે? આટલા રિપોટર્સ વગેરે કેમ આવે છે? હવે આ લોકોની તો બદલી થતી રહે છે તો પછી એક-એક ને બેસીને સમજાવવું પડે. પછી કહે છે આ તો ખૂબ સારી સંસ્થા છે. રાજધાની ની સ્થાપના ની વાતો ખૂબ ગુહ્ય ગોપનીય છે. બેહદનાં બાપ બાળકોને મળ્યા છે તો કેટલાં હર્ષિત થવું જોઈએ! આપણે વિશ્વનાં માલિક દેવતા બનીએ છીએ તો આપણામાં દૈવી ગુણ પણ જરુર જોઈએ. મુખ્ય ઉદ્દેશ તો સામે છે. આ છે નવી દુનિયાનાં માલિક. આ તમે જ સમજો છો. આપણે ભણીએ છીએ, બેહદ નાં બાપ જે નોલેજફુલ છે તે આપણને ભણાવે છે, અમરપુરી અથવા સ્વર્ગ માં લઈ જવા માટે આપણ ને આ નોલેજ મળે છે. આવશે તે જ, જેમણે કલ્પ-કલ્પ રાજ્ય લીધું છે. કલ્પ પહેલાં ની જેમ આપણે પોતાની રાજધાની સ્થાપન કરી રહ્યા છીએ. આ માળા બની રહી છે, નંબરવાર. જેવી રીતે સ્કૂલ માં પણ જે સારું ભણે છે એમને સ્કોલરશિપ મળે છે ને? તે છે હદની વાતો, તમને મળે છે બેહદની વાતો. જે તમે બાપ નાં મદદગાર બનો છો, એ જ ઊંચ પદ મેળવે છે. હકીકત માં તો મદદ પોતાને જ કરવાની છે. પવિત્ર બનવાનું છે, સતોપ્રધાન હતાં પછી ફરી થી બનવાનું જરુર છે. બાપ ને યાદ કરવાનાં છે. ઉઠતાં, બેસતાં, ચાલતાં બાપ ને યાદ કરી શકો છો. જે બાપ આપણને વિશ્વનાં માલિક બનાવે છે, એમને ખૂબ રુચિ થી યાદ કરવાના છે. પરંતુ માયા છોડતી નથી. અનેક પ્રકાર નાં અલગ-અલગ નાં રિપોર્ટ્સ લખે છે-બાબા, અમને માયા નાં વિકલ્પ ખૂબ આવે છે. બાપ કહે છે યુદ્ધ નું મેદાન છે ને? પ વિકારો પર જીત મેળવવાની છે. બાપ ને યાદ કરવાથી તમે પણ સમજો છો આપણે સતોપ્રધાન બનીએ છીએ. બાપ આવીને સમજાવે છે, ભક્તિમાર્ગ વાળા કોઈ પણ જાણતા નથી. આ તો ભણતર છે. બાપ કહે છે તમે પાવન કેવી રીતે બનશો? તમે પાવન હતાં, ફરી બનવાનું છે. દેવતા પાવન છે ને? બાળકો જાણે છે અમે સ્ટુડન્ટ ભણી રહ્યા છીએ. ભવિષ્ય માં પછી સૂર્યવંશી રાજ્ય માં આવીશું. એનાં માટે પુરુષાર્થ પણ સારી રીતે કરવાનો છે. સારા માર્ક્સ ઉપર આધાર છે. યુદ્ધનાં મેદાન માં ફેલ થવાથી ચંદ્રવંશી માં ચાલ્યા જાય છે. એમણે પછી યુદ્ધનું નામ સાંભળી તીર-કમાન વગેરે આપી દીધું છે. શું ત્યાં બાહુબળ ની લડાઈ હતી, જે તીર-કમાન વગેરે ચલાવે? આવી કોઈ વાત નથી. પહેલાં બાણો ની લડાઈ ચાલતી હતી. આ સમય સુધી પણ નિશાનીઓ છે. કોઈ-કોઈ ચલાવવામાં ખૂબ હોશિયાર હોય છે. હવે આ જ્ઞાન માં લડાઈ વગેરેની કોઈ વાત નથી.

તમે જાણો છો શિવબાબા જ જ્ઞાન નાં સાગર છે, જેનાથી આપણે આ પદ મેળવીએ છીએ. હવે બાપ કહે છે દેહ સહિત દેહ નાં બધાં સંબંધો થી મમત્વ તોડવાનું છે. આ બધાં જૂનાં છે. નવી દુનિયા ગોલ્ડન એજેડ ભારત હતું. કેટલું નામ પ્રસિદ્ધ હતું? પ્રાચીન યોગ ક્યારે અને કોણે શીખવાડ્યો? આ કોઈને ખબર નથી. જ્યાં સુધી સ્વયં ન આવીને સમજાવે. આ છે નવી વસ્તુ. કલ્પ-કલ્પ જે થતું આવ્યું છે, તે જ ફરી રિપીટ થશે. એમાં ફરક નથી પડી શકતો. બાપ કહે છે હમણાં આ અંતિમ જન્મ પવિત્ર રહેવાથી પછી ૨૧ જન્મ તમારે ક્યારેય અપવિત્ર નથી થવાનું. બાપ કેટલું સારી રીતે સમજાવે છે છતાં પણ બધાં એકરસ થોડી ભણે છે? રાત-દિવસ નો ફરક છે. આવે છે ભણવા માટે પછી થોડું ભણીને ગુમ થઈ જાય છે. જે સારી રીતે સમજે છે તે પોતાનો અનુભવ પણ સંભળાવે છે-કેવી રીતે અમે આવ્યા? પછી કેવી રીતે અમે પવિત્રતા ની પ્રતિજ્ઞા કરી? બાપ કહે છે પવિત્રતા ની પ્રતિજ્ઞા કરી પછી એકવાર પણ પતિત બન્યા તો કરેલી કમાણી ચટ થઈ જશે. પછી તે અંદર ખાતું રહેશે. કોઈને પણ કહી નહીં શકે કે બાપ ને યાદ કરો. મૂળ વાત તો વિકાર માટે જ પૂછે છે. આપ બાળકોએ આ ભણતર રેગ્યુલર ભણવાનું છે. બાપ કહે છે હું તમને નવી-નવી વાતો સંભળાવું છું. તમે છો સ્ટુડન્ટ, તમને ભગવાન ભણાવે છે. ભગવાન નાં તમે સ્ટુડન્ટ છો. આવું ઊંચા માં ઊંચું ભણતર તો એક દિવસ પણ મિસ ન કરવું જોઈએ. એક દિવસ પણ મોરલી ન સાંભળી તો પછી એબસન્ટ થઈ જાય છે. સારા-સારા મહારથી પણ મોરલી મિસ કરી દે છે. તે સમજે છે અમે તો બધું જાણીએ છીએ, મોરલી નથી વાંચી તો શું થયું! અરે, એબસન્ટ થઈ જશે, નાપાસ થઈ જશો. બાપ સ્વયં કહે છે રોજ એવાં સારા-સારા પોઈન્ટ્સ સંભળાવું છું જે સમય પર સમજાવવામાં ખૂબ કામ આવશે. નહીં સાંભળશો તો પછી કેવી રીતે કામ માં લાવશો? જ્યાં સુધી જીવવાનું છે અમૃત પીવાનું છે, શિક્ષા ને ધારણ કરવાની છે. એબસન્ટ તો ક્યારેય પણ ન થવું જોઈએ. આમ-તેમ થી શોધીને, કોઈ પાસે થી લઈને પણ મોરલી વાંચવી જોઈએ. પોતાનો ઘમંડ ન હોવો જોઈએ. અરે, ભગવાન બાપ ભણાવે છે, એમાં તો એક દિવસ પણ મિસ ન થવો જોઈએ. એવાં-એવાં પોઈન્ટ્સ નીકળે છે, જે તમારો તથા કોઈનો પણ કબાટ ખુલી શકે છે. આત્મા શું છે, પરમાત્મા શું છે, કેવી રીતે પાર્ટ ચાલે છે? આને સમજવામાં સમય જોઈએ. અંત માં ફક્ત આ જ યાદ રહેશે કે પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો. પરંતુ હમણાં સમજાવવું પડે છે. અંત ની આ જ અવસ્થા છે, બાપ ને યાદ કરતા-કરતા ચાલ્યા જવાનું છે. યાદ થી જ તમે પવિત્ર બનો છો. કેટલાં બન્યા છો તે તો તમે સમજી શકો છો. અપવિત્ર ને બળ જરુર ઓછું મળશે. મુખ્ય ૮ રત્ન જ છે જે પાસ વિથ ઓનર થઈ જાય છે. તે કંઈ પણ સજા નથી ખાતાં. આ ખૂબ મહીન વાતો છે. કેટલું ઊંચું ભણતર છે. સ્વપ્ન માં પણ નહીં હશે કે આપણે દેવતા બની શકીએ છીએ. બાપ ને યાદ કરવાથી જ તમે પદમાપદમ ભાગ્યશાળી બનો છો. આની સામે તો તે ધંધો વગેરે કંઈ પણ કામ નાં નથી. કોઈ પણ વસ્તુ કામ માં આવવાની નથી. છતાં પણ કરવું તો પડે જ છે. આ ક્યારેય પણ વિચાર ન આવવો જોઈએ કે અમે શિવબાબા ને આપીએ છીએ. અરે, તમે તો પદમાપદમ પતિ બનો છો. આપવાનો વિચાર આવ્યો તો તાકાત ઓછી થઈ જાય છે. મનુષ્ય ઈશ્વર અર્થ દાન-પુણ્ય કરે છે, લેવા માટે. તે આપવાનું થોડી થયું? ભગવાન તો દાતા છે ને? બીજા જન્મ માં કેટલું આપે છે. આ પણ ડ્રામા માં નોંધ છે. ભક્તિમાર્ગ માં છે અલ્પકાળ સુખ, તમે બેહદ નાં બાપ પાસે થી બેહદ સુખનો વારસો મેળવો છો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. જ્યાં સુધી જીવવાનું છે, અમૃત પીવાનું છે, શિક્ષાઓને ધારણ કરવાની છે. ભગવાન ભણાવે છે, એટલે એક દિવસ પણ મોરલી મિસ નથી કરવાની.

2. પદમો ની કમાણી જમા કરવા માટે નિમિત્ત માત્ર ઘર માં રહેતા, કામકાજ કરતાં એક બાપ ની યાદ માં રહેવાનું છે.

વરદાન :-
પ્રસન્નતા ની રુહાની પર્સનાલિટી દ્વારા સર્વ ને અધિકારી બનાવવા વાળા ગાયન અને પૂજન યોગ્ય ભવ

જે સર્વ ની સંતુષ્ટતા નું સર્ટિફિકેટ લે છે એ સદા પ્રસન્ન રહે છે, અને આ જ પ્રસન્નતા ની રુહાની પર્સનાલિટી નાં કારણે નામીગ્રામી અર્થાત્ ગાયન અને પૂજન યોગ્ય બની જાય છે. આપ શુભચિંતક, પ્રસન્નચિત્ત રહેવાવાળા આત્માઓ દ્વારા જે સર્વ ને ખુશી ની, સહારા ની, હિંમત ની પાંખો ની, ઉમંગ-ઉત્સાહ ની પ્રાપ્તિ થાય છે - આ પ્રાપ્તિ કોઈને અધિકારી બનાવી દે છે, કોઈ ભક્ત બની જાય છે.

સ્લોગન :-
બાપ પાસે થી વરદાન પ્રાપ્ત કરવાનું સહજ સાધન છે - દિલ નો સ્નેહ.