03-06-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ નાં આશીર્વાદ લેવા છે તો સર્વિસેબલ સપૂત બાળક બની સૌને સુખ આપો , કોઈને પણ દુઃખ ન આપો”

પ્રશ્ન :-
ધર્મરાજ ની સજાઓથી છૂટવા માટે કયાં ઈશ્વરીય નિયમો પર ધ્યાન આપવાનું છે?

ઉત્તર :-
ક્યારેય પણ ઈશ્વર ની સામે પ્રતિજ્ઞા કરી એની અવજ્ઞા નથી કરવાની. કોઈને દુઃખ નહીં આપતાં. ક્રોધ કરવો, હેરાન કરવું અર્થાત્ એવી ચલન ચાલવી જેનાથી ઈશ્વર નું નામ બદનામ થાય… તો એમને બહુજ સજાઓ ખાવી પડશે એટલે એવાં કોઈ કર્મ નથી કરવાનાં. માયા નાં કેટલાં પણ તોફાન આવે, બિમારી ઉથલ ખાય પરંતુ સાચાં-ખોટાં ની બુદ્ધિ થી જ્જમેન્ટ (નિર્ણય) કરી ખોટા કર્મ થી સદા બચી ને રહેજો.

ગીત :-
કૌન આયા મેરે મન કે દ્વારે…

ઓમ શાંતિ!
આ કોણે કહ્યું - ઓમ્ શાંતિ. બાપ અને દાદા. આ તો બાળકોને જરુર નિશ્ચય હશે કે અમારા પારલૌકિક બાપ છે - પરમપિતા પરમાત્મા શિવ અને આ (બ્રહ્મા) બધા બાળકો નાં અલૌકિક બાપ છે, આમને જ પ્રજાપિતા બ્રહ્મા કહીશું. આટલાં બાળકો બીજા કોઈને હોય છે શું, સિવાય પ્રજાપિતા બ્રહ્મા નાં. પહેલાં નહોતાં જ્યારે બેહદ નાં બાપે આમનામાં પ્રવેશ કર્યો છે તો આ થઈ ગયાં દાદા. આ દાદા પોતે કહે છે તમને પારલૌકિક બાપ ની પ્રોપર્ટી (મિલકત) મળે છે. પૌત્ર હંમેશા દાદા નાં વારિસ હોય છે. એમનો બુદ્ધિયોગ દાદા માં જાય છે કારણ કે દાદા ની પ્રોપર્ટી નો હક મળવાનો છે. જેમ રાજાઓની પાસે જે બાળકો જન્મ લેતાં રહેશે, એમ જ કહેશે મોટાઓની પ્રોપર્ટી છે. મોટાઓની પ્રોપર્ટી પર એમનો હક છે જ. આપ બાળકો જાણો છો કે આપણે બેહદનાં બાપ દ્વારા મોટામાં મોટી પ્રોપર્ટી સ્વર્ગ ની બાદશાહી લઇ રહ્યાં છીએ. આપણને એ બાપ ભણાવી રહ્યાં છે. તમે હમણાં સન્મુખ બેઠા છો. સન્મુખ નો નશો પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર રહે છે. કોઈ નાં દિલ માં તો ખુબ પ્રેમ હોય છે. અમે ઊંચા માં ઊંચા ભગવાન નાં આવીને આ સાકાર માત-પિતા દ્વારા વારિસ બનીએ છીએ. બેહદ નાં બાપ બહુજ મીઠાં છે, જે આપણને રાજાઈ નાં લાયક બનાવે છે. માયાએ બિલકુલ જ ન-લાયક બનાવી દીધાં છે. કાલે બાબાની પાસે કોઇ મળવા આવ્યું હતું પરંતુ તે કંઈ સમજતાં થોડી હતાં. બાબાએ સમજાવ્યું આ બધા બ્રહ્માકુમાર છે. તમે પણ બ્રહ્મા નાં કે શિવ નાં બાળકો છો ને? કહ્યું છીએ તો જરુર. આ ફક્ત સાંભળીને કહ્યું, પરંતુ દિલ માં લાગ્યું નહીં. તીર લાગ્યું નહીં કે સાચેજ અમે એમનાં બાળકો છીએ. આ પણ એમનાં બાળક છે, વારસો લઇ રહ્યાં છે. તેમ જ આપણી પાસે પણ ઘણાં બાળકો છે જેમને બહુજ ઓછું બુદ્ધિ માં બેસે છે. તે ખુશી, તે રુહાબ નથી દેખાતો. અંદર ખુબ ખુશી નો પારો ચઢવો જોઈએ. એ બધું ચહેરા પર પણ આવે છે. હમણાં આપ સજનીઓનો જ્ઞાન-શૃંગાર થઈ રહ્યો છે. તમે જાણો છો, આપણે સાજન ની સજનીઓ છીએ. એક ખેડૂત ની છોકરી ની કથા છે ને. એક રાજા ખેડૂત ની છોકરી ને લઈ આવ્યાં પરંતુ તો પણ એને રાજાઈ માં મજા ન આવી તો છોકરી ને પાછી ગામડા માં છોડી આવ્યાં. બોલ્યાં, તું રાજાઈ નાં લાયક નથી. અહીં પણ બાપ શૃંગાર કરે છે. તમે ભવિષ્ય માં મહારાણી બનો. કૃષ્ણ નાં માટે પણ કહે છે ભગાવી, પટરાણી બનાવવા માટે પરંતુ કંઈ સમજતાં નથી. બધા છે ઇરિલીજિયસ માઇન્ડેડ (અધાર્મિક બુદ્ધિ). સમજે છે, આમ જ દુનિયા ચાલતી રહે છે. કુદરત છે. ઘણાં છે જે મંદિર ઠેકાણે માં પણ નથી જતાં. ન શાસ્ત્રો વગેરે ને માને છે. ગવર્મેન્ટ પણ ધર્મ ને માનવા વાળી નથી. ભારત કયાં ધર્મ નો હતો, હમણાં કયાં ધર્મ નો છે, બિલકુલ નથી જાણતાં. હમણાં આપ બાળકો છો દૈવીકુળ નાં. જેમ તે ક્રિશ્ચન કુળ નાં છે તેમ તમે બ્રાહ્મણ કુળ નાં છો. બાપ કહે છે પહેલાં-પહેલાં આપ બાળકો ને પતિત, શુદ્ર થી બ્રાહ્મણ બનાવું છું. પાવન બનતાં-બનતાં પછી ૨૧ જન્મો નાં માટે તમે દૈવી સંપ્રદાય બની જશો. દૈવી ખોળા માં જશો. પહેલાં હતાં આસુરી ખોળા માં. આસુરી ખોળા થી પછી તમે ઈશ્વરીય ખોળા માં આવો છો. એક બાપ નાં બાળકો ભાઇ-બહેન છે. આ એક વંડર (અદ્દભુત) છે. બધાં કહેશે અમે બ્રાહ્મણ કુળ નાં છીએ. અમારે તો શ્રીમત પર ચાલવાનું છે, બધાને સુખ આપવાનું છે, રસ્તો બતાવવાનો છે. દુનિયા માં કોઈ નથી જે મુખ થી કહે - બેહદ નાં બાપ પાસેથી બેહદ નો વારસો કેવી રીતે લેવાય છે. તમને બેહદ નાં બાપ મળ્યાં છે. તમે જ એમનાં બાળકો બનો છો. બુદ્ધિ થી જાણો છો કલ્પ પહેલાં જેમણે બાપ પાસેથી વારસો લીધો હશે, તે જ આવીને લેશે. થોડું પણ બુદ્ધિ માં હશે તો ક્યારેય ને ક્યારેય આવીને પહોંચશે. આવશે તો કંઈ ન કંઈ લેવા માટે. તમારામાં પણ નંબરવાર જાણે છે. આજે પાવન બનવા માટે આવ્યાં છે, કાલે પછી પતિત બની જાય છે. કોઈ નો ખરાબ સંગ લાગવાથી ભૂલી જાય છે કે બાપ નાં બનીને પછી બાપ ને છોડ્યાં તો બહુજ પાપ આત્મા થઈ જાય છે. જેમ કોઇ, કોઈનું ખૂન કરે છે તો પાપ લાગે છે. તે પાપ પણ ઓછું છે. અહીં જે બાપ નાં બનીને ફારકતી (દગો) આપી દે છે, પ્રતિજ્ઞા કરી પછી વિકારી બની પડે છે તો બહુ જ પાપ લાગે છે. અજ્ઞાનકાળ માં એટલું નથી લાગતું જેટલું જ્ઞાન માં લાગે છે. અજ્ઞાનકાળ માં તો મનુષ્ય માં ક્રોધ સામાન્ય હોય છે. અહીં તમે કોઈનાં પર ક્રોધ કર્યો તો સો-ગણો દંડ થઈ જાય છે. અવસ્થા બિલકુલ ઉતરી જાય છે કારણ કે ઈશ્વર નું ફરમાન નથી માનતાં. ધર્મરાજ નું ફરમાન મળે છે - પવિત્ર બનવાનું છે. તમે ઈશ્વર નાં બની જરા પણ એમનાં ફરમાન ની અવજ્ઞા કરી તો સો-ગણો દંડ ચઢી જાય છે. ક્રિયેટર તો એ એક છે. બ્રહ્મા-વિષ્ણુ-શંકર પણ એમની રચના છે. ધર્મરાજ પણ ક્રિયેશન (રચના) છે. ધર્મરાજ નું રુપ પણ બાબા સાક્ષાત્કાર કરાવે છે. પછી એ સમયે સિદ્ધ કરી બતાવે છે - જુઓ, તમે પ્રતિજ્ઞા કરી હતી, અમે ક્રોધ નહીં કરીશું, કોઈને દુઃખ નહીં આપશું તો પણ તમે એમને દુઃખ આપ્યું, હેરાન કર્યા. હવે ખાઓ સજા. વગર સાક્ષાત્કાર સજા નથી આપતાં. પ્રૂફ (સબૂત) તો જોઈએ ને. તેઓ પણ સમજે છે - બરોબર, મેં બાપ ને છોડીને આ કુકર્મ કર્યું. બદનામી કરાવવાથી પછી ઘણાં પર આફત આવી જાય છે. કેટલી અબળાઓ બંધન માં આવી જાય છે. બધો દંડ બદનામી કરાવવા વાળા પર પડી જાય છે એટલે બાપ કહે છે - મોટા માં મોટો પાપ આત્મા જોવો હોય તો અહીં જુઓ, ધોબી ની પાસે ઘણાં મેલા સડેલાં કપડા જ્યારે હોય છે તો સટકા (ધોકા) લગાવવાથી ફાટી જાય છે. તો અહીં પણ સટકા સહન નહીં કરવાથી ચાલ્યાં જાય છે. ઈશ્વર નાં ખોળામાં આવીને ડાયરેક્ટ એમની અવજ્ઞા કરી તો સજા ખાવી પડશે. જે હેડ (મુખ્ય) બ્રાહ્મણી પાર્ટી લઈ આવે છે, એનાં પર બહુજ મોટી જવાબદારી છે. એકે પણ જો હાથ છોડી દીધો, વિકારી બન્યાં તો એમનું પાપ લઈ આવવા વાળા પર આવી જશે. આમ જ કોઈને પણ ઇન્દ્રસભા માં ન લાવવા જોઈએ. નીલમ પરી, પોખરાજ પરી ની વાર્તા પણ તો છે ને. ઇન્દ્રસભા માં કોઇ છુપાવીને લઈ આવી તો ઇન્દ્રસભા માં વાસ આવવા લાગી. તો લઈ આવવા વાળી પર દંડ પડી ગયો. એવી કંઇક વાર્તા છે. તે પથ્થર બની ગઈ. બાબા પારસનાથ બનાવે છે પછી જો અવજ્ઞા કરી તો પથ્થર બની જાય છે. રાજાઈ મેળવવાનું સૌભાગ્ય ગુમાવી દે છે. સમજો, કોઈ ગરીબ રાજા નો ખોળો લે છે. જો ન-લાયક બની ગયાં અને રાજા કાઢી મૂકે તો શું થશે. પછી કંગાળ ને કંગાળ બની જશે. અહીંયા પણ એવું છે. પછી બહુ જ દુઃખ અનુભવ થશે એટલે બાપ કહી દે છે - ક્યારેય પણ કોઈ અવજ્ઞા નહીં કરતાં. બાપ છે સાધારણ એટલે શિવબાબા ને ભૂલી સાકાર માં બુદ્ધિ આવી જાય છે. હવે આપ બાળકો ને શ્રીમત મળે છે. જે ગંદા બની જાય છે, એવાં પછી ઇન્દ્રસભા માં બેસી ન શકે. દરેક સેવાકેન્દ્ર ઇન્દ્રપ્રસ્થ છે, જ્યાં જ્ઞાન ની વર્ષા થઈ રહી છે. નીલમપરી, પોખરાજ પરી નામ તો છે ને. નીલમ, રતન ને કહે છે. આ બાળકો પર નામ રખાય છે. કોઈ તો ઘણાં સારા જાણે રત્ન છે, કોઈ ફ્લો (ખામી) નથી. દાગીના માં કોઈ-કોઈ ખુબ જ ડાઘ વાળા હોય છે. કોઈ એકદમ પ્યોર (શુદ્ધ) હોય છે. અહીં પણ નંબરવાર રત્ન છે. કોઈ કોઈ રત્ન ઘણાં કિમતી હોય છે. બહુજ સારી સેવા કરે છે. કોઈ તો સેવા નાં બદલે ડિસસર્વિસ (કુસેવા) કરે છે. ગુલાબ નાં ફૂલ અને અક નાં ફૂલ માં પણ કેટલું અંતર છે. શિવ પર બંને ચઢાવે છે. હમણાં તમે જાણી ગયાં છો, અમારા માં ફૂલ કોણ-કોણ છે? એમની જ બધા માંગણી કરે છે કે બાબા અમને સારા-સારા ફૂલ આપો. હવે સારા-સારા ફૂલ ક્યાંથી લાવે? રત્ન જ્યોત ફૂલ તો સામાન્ય હોય છે. આ બગીચો છે ને. આપ જ્ઞાન-ગંગાઓ પણ છો. બાબા તો સાગર થયાં ને. આ (બ્રહ્મા) છે બ્રહ્મપુત્રા મોટા માં મોટી નદી. કલકત્તા માં બ્રહ્મપુત્રા નદી બહુજ મોટી છે. જ્યાં સાગર અને નદીનો બહુજ મોટો મેળો લાગે છે. બરોબર જ્ઞાન-સાગર બાબા છે. આ ચૈતન્ય જ્ઞાન-સાગર છે. તમે પણ ચૈતન્ય જ્ઞાન-નદીઓ છો. તે તો છે પાણીની ગંગાઓ. હકીકત માં નદીઓ પર નામ પડ્યું છે પરંતુ આસુરી સંપ્રદાય આ પણ ભૂલી ગયાં છે. હરિદ્વાર માં ગંગા નાં કિનારા પર ચતુર્ભુજ નું ચિત્ર દેખાડે છે. એને પણ ગંગા કહે છે પરંતુ મનુષ્ય સમજતાં નથી કે આ ચતુર્ભુજ કોણ છે? બરોબર આ સમયે તમે સ્વદર્શન ચક્રધારી બનો છો. તમે છો સાચ્ચી જ્ઞાન-નદીઓ. તે છે પાણી ની. ત્યાં જઈને સ્નાન કરે છે. સમજતા કંઈ પણ નથી. બસ દેવી છે. મનુષ્ય ને તો ક્યારેય ૪-૮ ભુજા હોતી નથી. કંઈ પણ અર્થ નથી સમજતાં. આપ બાળકો જાણો છો બાબા આપણ ને શું બનાવે છે. આપણે તો ૧૦૦ ટકા બેસમજ હતાં. બાબાનો ખોળો લેવાથી આપણે સ્વર્ગ નાં માલિક બનીએ છીએ. ભલે અહીં કોઈ રાજા હોય પરંતુ સ્વર્ગ નાં સુખ અને હમણાનાં સુખ માં રાત દિવસ નું અંતર છે. તમારામાં કોઈ એવાં પણ છે જે બાપ ને નથી સમજતાં તો પોતાને પણ નથી સમજતાં. જોવું જોઈએ કે હું કેટલી સુગંધ આપું છું? ઉલ્ટું-સુલ્ટું તો નથી બોલતો? ક્રોધ તો નથી કરતો? બાપ ઝટ ચલન થી સમજી લે છે કે આ બાળક કેવો હશે. સેવાધારી બાળકો બાપ ને બહુજ પ્રિય લાગે છે. બધાં તો એક જેવા પ્રિય ન લાગી શકે. એવાં બાળકો માટે અંદર થી ઓટોમેટિકલી આશીર્વાદ નીકળે છે. બાપ નો નાફરમાનબરદાર બાળક હશે તો બાપ કહેશે આવાં બાળકો મર્યા ભલા. કેટલું નામ બદનામ કરે છે, આને કહેવાય છે નસીબ. કોઈનાં નસીબ માં શું છે, ઝટ ખબર પડી જાય છે. બાબા સમજાવે છે - આ સપૂત બાળક છે, તે કપૂત છે. બાપદાદા ને ન ઓળખ્યાં, નસીબ માં વારસો લેવાનું નથી તો શું કરશે. આ જ્ઞાનમાર્ગ માં કાયદા બહુજ કડક છે. બાપ પવિત્ર બને અને બાળકો ન બને તો તે બાળક હકદાર નથી થઈ શકતાં. એને બાળક નહીં સમજશે. પછી કહેશે અમે તો શિવબાબા ને વારિસ બનાવીશું, તો બાબા ૨૧ જન્મ માટે અમને રિટર્ન (વળતર) માં આપશે. આનો અર્થ એ નથી કે બાબાની પાસે આવીને બેસી જવાનું છે. ના, ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં બધાં ને સંભાળવાનાં પણ છે, પરંતુ ટ્રસ્ટી થઇને રહેવાનું છે. એવું નહીં કે તમારા બાળકો વગેરે ને બાપ બેસી સંભાળશે. ના, એવાં વિચાર વાળા ભટકી જાય છે. અહીં બાબા ની પાસે તો બિલકુલ પવિત્ર જોઈએ. અપવિત્ર કોઈ બેસી ન શકે. નહીં તો પથ્થર બુદ્ધિ બની જશે. બાબા કોઈ શ્રાપ નથી આપતાં. આ તો એક કાયદો છે. બાપ કહે છે - પછી ખબરદાર રહેજો. કર્મેન્દ્રિયો થી કોઈ પાપ કર્યું તો આ મર્યા. ખુબ ઉંચી મંઝિલ છે. બાબા નાં બાળકો બન્યાં તો પછી બીમારી બધી ઉથલ ખાશે. ડરવાનું નથી. વૈદ્ય લોકો પણ કહે છે - ફલાણી દવા થી તમારી બિમારી બહાર નીકળશે. તમે ડરતાં નહીં. બાપ પણ પોતે કહે છે - તમે બાપ નાં બનશો તો માયા રાવણ તમને બહુજ હેરાન કરશે. ખૂબ તોફાન માં લઈ આવશે. હમણાં તમને સાચાં અને ખોટાં ની બુદ્ધિ મળી છે. બીજા કોઈને સાચાં-ખોટાં ની બુદ્ધિ નથી, બધાની છે વિનાશકાળે વિપરીત બુદ્ધિ. પ્રીત બુદ્ધિ તમારા માં પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર છે. પ્રીત બુદ્ધિ વાળા બાપ ની સેવા બહુજ સારી કરશે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ઈશ્વર નાં બાળક બનીને જરા પણ એમનાં ફરમાન ની અવજ્ઞા નથી કરવાની. આ કર્મેન્દ્રિયો થી કોઈ પણ કુકર્મ નથી કરવાનાં. ઉલ્ટાં-સુલ્ટાં બોલ નથી બોલવાનાં. સપૂત બની બાપ નાં આશીર્વાદ લેવાનાં છે.

2. ટ્રસ્ટી બનીને પોતાનાં ગૃહસ્થ વ્યવહાર ને સંભાળવાનો છે. જ્ઞાનમાર્ગ નાં જે કાયદા છે એનાં પર પૂરે-પૂરું ચાલવાનું છે. સાચાં અને ખોટાં ને સમજીને માયા થી ખબરદાર રહેવાનું છે.

વરદાન :-
તડપતા ભિખારી , તરસ્યા આત્માઓની તરસ બુઝાવવા વાળા સર્વ ખજાનાઓ થી સંપન્ન ભવ

જેવી રીતે લહેરો માં લહેરાતો કે ડૂબતો આત્મા એક તણખલા નો સહારો શોધે છે. એવી રીતે દુઃખ ની એક લહેર આવવા દો પછી જોજો અનેક સુખ-શાંતિ નાં ભિખારી આત્માઓ તડપતા તમારી સામે આવશે. એવા તરસ્યા આત્માઓની તરસ બુઝાવવા માટે પોતાને અતીન્દ્રિય સુખ કે સર્વશક્તિઓ થી, સર્વ ખજાનાઓ થી ભરપૂર કરો. સર્વ ખજાના એટલાં જમા હોય જે પોતાની સ્થિતિ પણ કાયમ રહે અને અન્ય આત્માઓ ને પણ સંપન્ન બનાવી શકો.

સ્લોગન :-
કલ્યાણ ની ભાવના રાખી શિક્ષા આપો તો શિક્ષાઓ દિલ થી લાગશે.

આ અવ્યક્ત ઇશારા - સદા હર્ષિત રહેવા માટે પોતાની નેચર ને સરળ બનાવો , સહનશીલ બનો .

સદા હર્ષિત રહેવું આ જ્ઞાન નો ગુણ છે. આમાં ફક્ત રુહાનિયત એડ કરવાની છે. હર્ષિતપણા નાં સંસ્કાર પણ એક વરદાન છે જે સમય પર ખૂબ સહયોગ આપે છે. જે સ્વયં સદા હર્ષિત રહે છે તે કેવાં પણ મન વાળાને પણ હર્ષિત કરી દે છે, સરળ નેચરવાળા પોતાનાં ખુશનુમા ચહેરા થી ભારી વાયુમંડળ ને પણ હલકું બનાવી દે છે.